નવપલ્લવિત વૃક્ષ
અશોક જાની ‘આનંદ’
ધીમે ધીમે ગઈકાલે બની ગયેલો બનાવ નજર સમક્ષ તરવરતો રહી એને વ્યગ્ર કરી મૂકતો હતો. ફરી જોરથી માથું હલાવી ગઈકાલનો એ બનાવ ભુલાવવા જબરદસ્ત પ્રયાસ કછતાંય મૅગેઝિનનાં પા ધીમે ધીમે એ બનાવ તાદ્રશ નાં પર થવા માંડ્યો
નવપલ્લવિત વૃક્ષ
ઘઉંવર્ણો વાન, લંબગોળ ચહેરો, સ્હેજ મોટી અાંખ પર ઇન્દ્રધનુષ્ય જેવી ઉત્તુંગ ભ્રમર, આંખોમાં સદાય તરતી ભીની ચમક, બે ભ્રમરની વચોવચ સ્હેજ ઉપરથી કરેલી વર્તુળાકાર બિંદી, અણિયાળું નાક, પરવાળા જેવા રતુમડા હોઠ, અને હસે ત્યારે હોઠના ખૂણે પડતા મનમોહક ખંજન, હોઠ પર અકારણ રમતું રમતિયાળ સ્મત ડોક પાછળના એક હાથ લાંબાવાળાની પોની ટેઇલ કે અંબોડી - આ બધુંય જો એક જ જગ્યાએ હોય તો એ વ્યક્તિને પલ્લવી પરીખ નામ અપાય.
કોઈપણ સ્થળે- પછી એ બસસ્ટૅન્ડ હોય, ઑફિસ હોય, લોકલ ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ હોય કે પછી લિફ્ટનું સામીપ્ય હોય- પલ્લવીની હાજરી દરેકનું ધ્યાન ખચી લે.
આજે, લોકલ ટ્રેનમાં બારી પાસે બેઠેલી પલ્લવી વારેવારે હવાથી ઊડી જતી વાળની લટ એક હાથે સરખી કરતી, હાથમાંના મૅગેઝિનમાં મન પરોવવાનો પ્રયત્ન કરતી હતી પણ ગઇકાલે બની ગયેલો બનાવ વારેવારે તેની નજર સમક્ષ તરવરતો રહી તેને વ્યગ્ર કરી મૂકતો હતો. છતાય મેગેઝિનમાં નજર ખૂંપાવી તે ભૂલાવવા જબરદસ્ત પ્રયાસ કરતી રહી. એ જ પ્રયાસ રૂપે એને જોરથી માથું હલાવ્યું પણ એ બનાવ જાણે મેગેઝિનના પાન પર તાદ્રશ થવા લાગ્યો..
ગઈકાલની સવાર- ઑફિસ બિલ્ડીંગમાં- ઉતાવળે તેનું લિફ્ટમાં પ્રવેશવું અને રીનાનું એ વિષે પૂછવું-
“ કેમ ઉતાવળમાં છે આજે ?!!”
ઉતાવળે હસી તેનો પ્રત્યુત્તર-
“ હા, આજે અમારા જૂના મૅનેજરની જગ્યાએ નવા મૅનેજર આવે છે, નવની ઉપર પંદર મિનિટ થઈ ગઈ છે અને પહેલા દિવસે જ લેઇટ કમરની ઇમ્પ્રેશન પાડવી સારી તો ન જ કહેવાય. “
લિફ્ટમાંથી નીકળી, ઝડપથી ઑફિસ તરફ ભાગવું. મહેતા એન્ડ મહેતા કન્સલ્ટિંગ કંપનીની એ રિસેપ્શનિસ્ટ કમ ટાઇપિસ્ટનું પોતાના કાઉન્ટર તરફ ગોઠવાવું અને પ્યૂનને ધીરે સાદે પૂછી લેવું-
“નવા સાહેબ આવી ગયા ??”
પ્યૂનનું માત્ર ડોક હલાવી હા પાડવું, ગભરાતાં ગભરાતાં આગળ કશું પૂછે તે પહેલાં ઇન્ટરકોમનું રણકવું. સંદેહ સાથે તેનું રિસીવર ઉપાડવું.
“ હેલ્લો, ગુડમોંર્નિંગ, પલ્લવી પરીખ સ્પકીંગ. !!”
સામેથી નવા મૅનેજરનું બોલવું-
મિસ પરીખ, આઈ એમ અજય શાહ હિયર... અને પછી
આગળ સાંભળતાં તેના ચહેરાનું ક્રમશ: ફિક્કા પડવું. વાત પૂરી. તેની નવા મેનેજરની કેબિનમાં જવું . “મે અાઈ કમ ઇન સર..!! “
કાંઇક ફાઇલમાં ડૂબેલા મૅનેજરનું ઉપર જાેયા વિના જ કહેવું, “ યસ, કમ ઇન એન્ડ ટેઇક યોંર સીટ “
પછી ફાઇલમાંથી કોઈક લેટર જોતાં રોષ નીતર્યા અવાજે કહેવું, “ મિસ પલ્લવી પરીખ તમને થશે કે આજે મારા ઑફિસના પહેલે જ દિવસે મેં તમારું મોડું આવવું કેમ ચલાવી ન લીધું. ! પણ- મારા સિધ્ધાંતોમાં સૌથી ઉપર નિયમિતતા- યૂ નો પન્કચ્યુઆલિટી છે. “
તેનું નજર નીચી કરીને સાંભળ્યે જવું અને મૅનેજરનું અવિરત બોલવું.
માટે- મહેરબાની કરી ડોંન્ટ રિપીટ ધિસ. હું આશા રાખું છું કે મારે તમને ફરી આ રીતે નહીં બોલાવવા પડે.
કહેતાં મૅનેજરનું બોલવાનું બંધ થતાં તેનું ઉપર જોવું અને મૅનેજરની આંખોમાં રોષને બદલે કંઈક વિચિત્ર વિહવળતાભર્યા ભાવ જોવા. તેની આંખમાં કશુંક શોધી રહ્યા હોય તેમ મૅનેજરનું ટગર ટગર જોવું. સ્વપ્ન જોઈ રહ્યા હોય તેમ આંખો પટપટાવવી, તેનું ચાકી ઊઠવું અને પોતાની જાતને મહામહેનતે કાબૂમાં લાવતા હોય તેમ અસ્વસ્થ અવાજે તેમનું કહેવું-
“યૂ. .... યૂ કેન ગો નાઉ.. “
ફિક્કા ચહેરે બહાર નીકળતાં જ પ્યૂનનું કહેવું-
નવા સાહેબ આજે પોણા નવના આવી ગયા હતા અને મોડા પડેલા દરેકને ઠપકો સાંભળવો પડ્યો છે.
ત્યાર પછી, આખો દિવસ પલ્લવીનો મૂડ ખરાબ રહેલો. મૅનેજરના ઠપકાને બદલે તેમનો અવાક વિહવળ ચહેરો તેને આખો દિવસ યાદ આવ્યા કરેલો.
બપોરે લંચમાં પણ ઉડીપી રેસ્ટોરેન્ટમાં જઈ બેઠાં ત્યારે રીનાએ તેના ચહેરા પરની મૂંઝવણ કળી લીધેલી.
“કેમ, આજે આમ નર્વસ લાગે છે, સવારે તારા નવા સાહેબે ધમકાવી છે કે શું !?”
મ્લાન હસતાં પલ્લવીએ કહેલું, “ ના રે એવું ધમકાવવું તો હવે રોજનું થયું પણ.... “
“પણ શું ?”
“ જે રીતે અમારા નવા મૅનેજર મને જોઈ રહ્યા હતા જાણે... “
પલ્લવી બોલેલી.
“ જાણે કોઈ છોકરી જ ન જોઈ હોય એમ- “
“તુંય ક્યાં ઓછી રૂપાળી છે તે તને કોઈ તાકીને ના જુએ એનું જુવાન દિલ તને જોઈ ધડકન ચૂકી ગયું હશે. “ રીનાએ સ્મિત કરતાં કહેલું.
“ મજાકની વાત નથી રીના અને એ સાહેબ એમ સાવ જુવાનિયા નથી. ના કહેતાંયે તેમની ઉંમર પાંત્રીસથી ઓછી નહીં હોય, એટલે જુવાની હશે તોય હવે ઊતરતી...” પલ્લવી જાણે વિચારમાં સરી જતી હોય એમ બોલેલી.
“ ઊતરતી જવાની વધારે હિલ્લોળા લે. ઘેર બૈરીથી કંટાળ્યો હશે એટલે તને ફસાવવાનો વિચાર હશે.” રીનાએ મજાક કરેલી.
“ ફસાવવાનો વિચાર- ના એવો ભાવ તો ન હતો. એમની આંખમાં જે ભાવ હતો તે - મને જ સમજ નથી પડતી તુંયે નહીં સમજી શકે - જવા દે “ પલ્લવી હજુ અસમંજસમાં હતી.
રાતેય મોડે સુધી પડખાં ઘસતી રહી અને મોડેથી ઊંઘ આવી તો સવારે “ ઊઠ, પલ્લુ બેટા ઑફિસ જવાનું મોડું થશે “ કહીને મમ્મીએ ઢંઢોળી ત્યારે ઊઠી.
ઊઠતાં જ ઑફિસનું નામ પડતાં, કાલની યાદ ફરી તાજી થવા લાગી. ઝટપટ તૈયાર થઈ ઑફિસ જવા નીકળી- મન બીજે દોરાય તે માટે મૅગેઝિન ખરીદ્યું અને તેમાં ખૂંપવા પ્રયાસ કર્યો પણ પ્રયાસ માત્ર પ્રયાસ જ રહ્યો.
ઑફિસ પહોંચતાં જ પલ્લવીએ રિસેપ્શન કાઉન્ટર સામે લટકતાં વૉલ ક્લોક પર નજર કરી લીધી. અને મનને હાશ થઈ “હાશ, આજે તો હજુ હમણાં નવ વાગે છે.”
સવારના બે કલાક ગઈકાલના પેન્ડિંગ લેર્ટસ ટાઇપ કરવામાં અને બીજા કામમાં પૂરા થઈ ગયા, ત્યાં ઇન્ટરકોમ રણક્યું. પલ્લવીએ રિસીવર ઉપાડ્યું, સામેથી અવાજ આવ્યો,
“ પ્લીઝ, કમ ટુ માય કૅબિન આઈ એમ શાહ સ્પીકિંગ.” પલ્લવીએ માંડ પાછી મેળવેલી સ્વસ્થતા ફરી ઓસરવા માંડી હોય તેમ લાગ્યું.
અસ્વસ્થ મને પલ્લવી મૅનેજરની કૅબિનમાં ગઈ. પલ્લ્વીને જોતાં જ મૅનેજરે સૂચક સ્મિતસહ આવકાર આપ્યો – “ પ્લીઝ સીટ ડાઉન.!!”
ગઈકાલના રોષને બદલે આજે તેમના ચહેરા પર ઊતરતી જવાનીની ચમક હતી. વિહવળતાને બદલે સ્વસ્થતા હતી અને હોઠ પર સૂચક, મૃદુ સ્મિત. અસ્વસ્થ પલ્લવી ફરી તેના આ નવા સાહેબનું બદલાયેલું રૂપ જોઈ વિચારમાં પડી ગઈ.
મિસ પરીખ સહુ પહેલાં તો ગઈકાલના મારા વિચિત્ર ર્વતન બદલ દિલગીર છું. તમે જરૂર મારા વિષે કોઈ ખોટો ખ્યાલ બાંધી બેઠાં હશો અને એટલે જ મેં તમને અત્યારે બોલાવ્યાં છે. કહેતાં, ટેબલના ખાનામાંથી એક સ્ટીલની ફ્રેમમાં મઢેલો ફોટો કાઢી, પલ્લવીના હાથમાં આપ્યો.
“ તમને આ ફોટો જોતાં જ મારી વાત સમજાશે. “
પલ્લવીએ હાથમાંના ફોટા પર નજર કરી અને એ ચમકી ગઈ.
તેને થયું . એ ક્યાંથી બને -!! આ મૅનેજરને ફોટા મેં જોયા જ ગઈકાલે. પછી તેમને સાથે આ ફોટોગ્રાફ- ના પણ ચહેરો તો બિલકુલ હૂબહૂ મારા જેવો જ.
મૂંઝવણભરી નજરે એ મૅનેજર સામે જોઈ રહી. મૅનેજરે સૂચક સ્મિતને વધુ છલકાવતાં કહ્યું, “ એ નિલીમા છે. જોઈને કુદરતની કરામત તમારા અને તેના ચહેરામાં આ ગાલ પરના તલ સિવાય છે કોઈ બીજી અસમાનતા એ જ ચમકતી આંખો, એવી જ ભ્રમર, હોઠનો વળાંક અને ગરદનનો મરોડ સુધ્ધાં એ જ. પછી કહો, કાલની મારી પરિસ્થતિ માટે હું કેટલો ગુનેગાર કહેવાઉં..?!!”
ક્યારનો પલ્લવીની આંખમાંથી રેલાતો મૂંઝવણનો પ્રવાહ હવે અટક્યો, સ્વસ્થ થતાં એની આંખોની ચમક ફરી યથાસ્થાને ગોઠવાઈ ગઈ પણ હજુ તેમાં કુતૂહલના ભાવ સ્પષ્ટ દેખાતા હતા.
“ નિલીમા મારી પત્ની હતી, આજથી બે વર્ષ પહેલાં નાનકડી દ્વિપાને મને સોંપી, હંમેશ માટે મારો સાથ છોડી ગઈ. “ મેનેજર શાહે વિગત જણાવતા કહ્યું.
“ ઓહ “ પલ્લવીથી સહસા બોલાઈ ગયું.
વાતને આગળ વધારતા મેનેજરે ઉમેર્યું : “દસેક વર્ષ પહેલાં અમે એકબીજાંને પસંદગીથી પરણ્યાં હતા પણ ત્યાર બાદ કેટલાંક વર્ષ સુધી અમારે ત્યાં સંતાન ન હતું. એ કારણે નિલીમા દુ:ખી રહેતી. પાંચ ર્વષના લગ્નજીવન બાદ અમે જેને માટે ઝૂરતાં હતાં તેવી નાનકડી દ્વિપાની અમને ભેટ મળી. અમારા દિવસો અાનંદથી પસાર થતા. સ્ર્વગની પરી જેવી દ્વિપા ઊછરતી ગઈ, અમારા જીવનમાં આનંદનો વધારો કરતી રહી પણ એ આનંદ બહુ ઓછો ચાલ્યો. દ્વિપા ત્રણ વર્ષની હતી ત્યારે, અચાનક નિલીમા એક ટૂંકી માંદગી ભોગવીને ચાલી નીકળી.”
“ વેરી સૅડ સર..!! તકદીરે આપની સાથે ભારે ક્રૂર મજાક કરી.” પલ્લવી તેની સંવેદના દાખવી “ નિલીમા પછી બીજા લગ્ન કરવા સગાંઓએ મને ખૂબ સમજાવ્યો, પણ નાનકડી દ્વિપાને કારણે અને નિલીમાને નહીં ભૂલી શકવાને કારણે હું સંમત ન થયો.” ટેબલના ખાનામાંથી બીજો એક ફોટોગ્રાફ કાઢી પલ્લવીને આપતાં તેમણે કહ્યું, “ આ દ્વિપા છે. રોજ મને પૂછે છે, ડેડી મારી મમ્મી ક્યારે આવશે અને હું તેના પ્રશ્ને વારંવાર નિલીમાને યાદ કરતો મૂંઝાઉં છું. શું કામ એ મને આમ અધવચ્ચે છોડી જતી રહી આંખના ખૂણાને ભીનો કરતો તેમનો અવાજ પલ્લવીને સ્પર્શી ગયો.
“ આવા સંજોગોમાં હૂબહૂ નિલીમા જેવા ચહેરા સાથે તમને જોઉં તો મારી દશા આવી જ થાય ને..?! “
સ્હેજ અટકી આંખમાં આર્દ્રતાના ભાવ સાથે મૅનેજરે કહ્યું-“ એક વિચિત્ર માંગણી તમારી સમક્ષ મૂકવા માગું છું. માત્ર બે દિવસના પાંખા પરિચયમાં આવું માગવું વિચિત્ર લાગશે તમને પણ તમારા ચહેરા સાથેનો મારો પરિચય બે દિવસનો નહીં દસ વર્ષનો છે. તમારી સાથે વાત કરવામાં, તમને જોઈ રહેવામાં મને નિલીમાને મળ્યો હોઉં એવો સંતોષ થાય છે. કારણ કે તમારા ચહેરામાં જ નહીં, પણ તમારા હાવભાવ બોલવાની લઢણ, વાત કરવાની ઢબ પણ એટલાં જ સામ્યવાળાં લાગે છે. આથી તમને ક્યારેક તાકીને જોઈ લઉં તો મને માફ કરશો ને હું લાખ પ્રયત્ન કરીશ, પણ તમારી તરફ ન જોવાની હિંમત મારાથી નહીં થઈ શકે. “
કોઈપણ જાતનો પ્રતિભાવ દર્શાવ્યા સિવાય પલ્લવી અપલક જોઈ રહી મૅનેજરને., મૅનેજરે તેના આ મૌનને અડધી સંમતિ માની લીધી.
પછી તો કોઈપણ કારણસર, મૅનેજર પલ્લવીને દિવસમાં બે-ત્રણ વાર કૅબિનમાં બોલાવતા અથવા તેના રિસેપ્શન કાઉન્ટર પર જઈ, તેને મળતા અને એ દરમિયાન પલ્લવીનો ચહેરો તેમ જ તેના હાવભાવ નીરખ્યા કરતા. સંતોષ અનુભવતા, સિધ્ધાંતવાદી મૅનેજર ક્યારેક તો તેમના સિધ્ધાંત નેવે મૂકી ભાવાવેશમાં તેમના નિલીમા સાથેના પ્રસંગોનાં સંભારણાં તો ક્યારેક દ્વિપાની મસ્તી અને ખાસિયતનાં વર્ણનો ચર્ચી લેતા પણ ક્યારેય તેમને પલ્લવી પ્રત્યે વિકાર નહતો જન્મ્યો.
શરૂઆતમાં સહાનુભૂતિથી અને પાછળથી કંઈક ભાવ સાથે, ક્યારેક નિર્લેપ રીતે તો ક્યારેક ઊંડો રસ ધરાવતી હોય તેમ, પલ્લવી પણ એ બધામાં ભાગ લેવા લાગી. પહેલાંની જેમ હવે શાહ સાહેબનું તેની તરફ અનિમેષ જોઈ રહેવું તેના શરીરમાં ભોંકાતું નહતું. પણ ધીમે ધીમે તેમની નજરના સ્પર્શથી વીંટળાવું તેને ગમવા લાગ્યું હતું. કોઈક અગમ્ય કારણસર શાહ સાહેબને માટે તેના હૃદયમાં લાગણીની કૂંપળ ફૂટી નીકળી હતી. શાહ સાહેબ પણ તેમને અનુકૂળ લાગતી પલ્લવીને હવે મિસ પરીખ ને બદલે માત્ર પલ્લવીનું સંબોધન કરતા થઈ ગયા હતા.
“પલ્લવી આજે તને વાંધો ન હોય તો ઑફિસ છૂટ્યા પછી તું મારે ઘેર ચાલ. દ્વિપા પણ તને મળી ખુશ થશે. “ એક દિવસ મૅનેજરે પ્રસ્તાવ મૂક્યો.
ક્ષણાર્ધ વિચારી રહી પલ્લવી, પછી કશુંક નક્કી કરી તેણે હકારમાં ડોકું હલાવ્યું. આમેય પલ્લવી ક્યારેક મોડી ઘેર પહાચે તો તેની વૃધ્ધ મા ક્યારેય તેને કોઈ પ્રકારની પૂછપરછ કે રોકટોક ન કરતી.
ઑફિસ છૂટ્યા બાદ પલ્લવી મૅનેજર સાથે જ તેની કારમાં તેમને ઘેર ગઈ. શાહ સાહેબના આલિશાન ફ્લૅટના સુયોગ્ય રીતે સાદાઈથી સુશોભિત કરેલા દીવાનખંડને ઘડીભર પલ્લવી જોઈ રહી. ખંડની એક ભીંત નિલીમાના ઑઇલ પેઇન્ટ પોટ્ર્રેઇટથી શોભતી હતી. તેની બરાબર નીચે એક ડેસ્ક પર બે ફ્લાવર વાઝ પડ્યાં હતાં, જેમાં તાજાં ફૂલ મહેંકતાં હતાં. ફ્લાવર-વાઝની વચ્ચે હતી -તેમનું સુખી દામ્પત્ય દર્શાવતી, ફ્રેઇમ કરેલી પેલી તસ્વીર.
પલ્લવી બેસ. દ્વિપા પણ હમણાં જ આવશે. આયા સ્કૂલમાં લેવા જ ગઈ હશે. કહી શાહ સાહેબ અંદરના રૂમમાં સરકી ગયા. પલ્લવી સોફા પર બેસી ટિપોય પર પડેલું મૅગેઝિન ઉથલાવી રહી.
થોડી વારમાં જ એક ખિલખિલાટ હાસ્યના અવાજે તેનું ધ્યાન ખચ્યું. આધેડા ઉંમરની આયા સાથે મસ્તી કરતી દ્વિપા ઘરમાં પ્રવેશી પણ પલ્લવીને જોઈ અટકી ગઈ, એકધારી જોઈ રહી. અને પછી સહસા બોલી ઊઠી.
“તમે તમે મારાં મમ્મી છો ને..? મારા પપ્પા કહેતા હતા - એક દિવસ તારી મમ્મી જરૂર આવશે., તમે બોલતાં કેમ નથી બોલોને મમ્મી..!! “
દ્વિપાનો અવાજ સાંભળી, અંદરના રૂમમાંથી બહાર આવેલા શાહ સાહેબ અને પલ્લવીની નજર એક થઈ. તેમની આંખમાં ક્ષોભ હતો. ક્ષમાયાચના હતી પણ પલ્લવીની નજર સ્મિત રેલાવતી હતી.
તેણે દ્વિપાને અેકદમ પોતાના તરફ ખચી લીધી અને ગળે વળગાડી કપાળ ચૂમ્યું.
“ હા બેટા, હું તારી મમ્મી જ છું ને તું મારી લાડલી દીકરી પલ્લવીની આંખમાં તે વખતે પેલી લાગણીની ફૂટેલી કૂંપળ વિકસીને નવપલ્લવિત વૃક્ષ બની ગઈ હતી.
શાહ સાહેબનો ક્ષોભ તેમની આંખમાંથી હર્ષાશ્રુ બની વહી ગયો હતો.
ત્યારે આયા રસોડામાં ગોળ-ધાણા લેવા દોડી ગઈ હતી....
*********
*************