love at first sight - 2 in Gujarati Love Stories by Chirag kothiya books and stories PDF | લવ એટ ફર્સ્ટ સાઈટ - 2

Featured Books
Categories
Share

લવ એટ ફર્સ્ટ સાઈટ - 2

Love at First sight - 2

હાઈ , હું શિવાની , તમને ખબર હશે ને , તે સમયે સમયે હું કેટલી પરેશાન હતી . શીવ મારા ઘરે પહોંચી ગયો હતો . બધું જ ઉથલ પુથલ કરી નાંખ્યું હતું . હું છેલ્લા કેટલા સમય થી આ છોકરા ને ભૂલવા ની કોશિશ કરી રહી હતી . પણ તે કમબખ્ત ફરી પ્રેમ ની એપ્લિકેશન લઇ ને આવી ગયો હતો , ઢીઢ .

આમ મે કેટલા સમય થી આશા અને ઉમીદ બંને મૂકી દીધી હતી ત્યારે જ તે ઘર ના એડ્રેસ જાણ્યા વગર , ઘર ની બહાર ઉભો હતો .

અેમા પણ ત્યારે , જયારે મારા મમ્મી પપ્પા મારા માટે કોઈ છોકરો શોધી રાખ્યો હતો . પણ આજ , જયારે તે સામે ઉભો હતો તો હું બતાવતા ગભરાઈ રહી હતી , જાણે હું ગરીબ કિશાન અને એ અમીર મહાજન , કે જે પોતાનું દીધેલું ઉધાર પાસુ લેવા આવ્યો હોય .

જોયું ને ભણી ગણેલી છોકરી ઓ કેવી પાગલ જેવી વાતો કરવા લાગે છે . પછી દિલ ની સ્વીસ ઓન થઇ . વાયરિંગ ખરાબ છે ભાઈ વાયરિંગ .

મારુ દિલ જોર જોર થી ધડકવા લાગ્યું . જોવ છું , કે પપ્પા હાથ માં મીણબત્તી લઈને દરવાજો ખોલી ને ઉભા છે . હવે છું કહેશે કે મારૂ નામ શિવ છે , હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ શું ! . તે કહી ને જ મને ફસાવી હતી ને , લફંગા .

પાપા એ કહ્યું શિવ તું , આવ આવ , અંદર આવ બેટા . હું ઝડપ થી દોડી ને નીચે ગઈ .

જતા જતા હું મારા રૂમ માં ગઈ . કોઈ ને કહેતા નહિ એક ક્ષણ તો મેં અરીસામાં જોઈ ને જોયું કે સુંદર તો લાગુ છું ને ? . પછી ડ્રોઈંગ રૂમ માં પહોંચી . તેને જોઈ હલકું સ્મિથ આપ્યુ .

મુશ્કરાવું નહીં તો શું કરું . કમબખ્ત , આ છોકરા એજ હતો , જેણે મારા હદય માં ખુશી ઓ ફેલાવી દીધી હતી . પપ્પા અમને બને ને બેસાડી રૂમ માં ચાલ્યા ગયા .

થોડો સમય મારી સામે જોતો રહ્યો લફંગો . અચાનક , મને અહેસાસ થયો કે હું શરમાય રહી છું . હું જાણતી હતી કે તે શું કહેવાનો હતો . એણે કહ્યું " તો પછી ".

તો પછી , તો પછી . શું કહું તેમને . જો તે મને ચાહતો હોય તો કાઇ કહેતો કેમ ના હતો . ખેલ કેમ રમી રહ્યો હતો .

હવે તો મારા લગન ના પ્રપોજાલ પળ અવાવા લાગ્યા હતા . બે તણ માહિના મા તો હુ કોઇ બીજાની થઇ જવાની હતી . પછી લખછે સેડ કવિતા . જે હું એમના ઈશારા થી સમજતી હતી , તે તેના મોઢે થી તો સાંભળું . અને એ કમબખ્ત , મારા શબ્દો થી મારા હૃદય ની વાતો નહોતો સમજતો . છોકરી છું , નખરા કરવાનો હક હતો મારો . હવે તો પપ્પા પણ રૂમ માં ના હતા . કમબખ્ત હવે ઠેક બોલ્યો " સાત કિલોમીટર સાઇકલ ચલાવી ને આવ્યો છું . એક ગ્લાશ પાણી નું નહિ પૂછો . મેં કહ્યું " ઓ સોરી , પાણી નું તો પુછતાજ ભૂલી ગઈ . ત્યાં એટલી વાર માં પપ્પા આવી ગયા .

" અરે ઘણા સમય પછી આવ્યા , શિવાની ને મળવા " : પપ્પા એ કહ્યું

" અંકલ અસલ માં હું શિવાની ને નહીં પણ મારા પપ્પા આ વિસ્તર ના પ્રમુખ બન્યા છે તો તેના થોડાક ડ્યું હતા . તો તેને કહ્યું હતું કે તમારી પાસે થી થોડાક ડોક્યુમેન્ટ્સ લઇ આવું " : શિવે કહ્યું

આ સાંભળી મારા પગ નીછે થી જાણે જમીન સરકી ગઈ હોય . ઉમ્મીદ નો ઘોડો જેના પર સવાર હતો તે તો માટી નો નીકળ્યો . મારુ સમગ્ર અસ્તિવ એના પર થી ભરાયેલું હતું તો પણ એના વગર ખાલી ખમ હતુ . પોતાની

જાત ને બ્યુટી કવિન માનતી હતી ને શિવાની , ચાલ્યો આવશે ખેંચાતો ખેંચાતો, તારા પ્રેમ માં ગલી ગલી એ . એમજ સમજતી હતી ને શિવાની , લ્યો સાંભળ વાત , એતો જુના બિલ ની વાત કરવા આવ્યો હતો . મારા દિલ નું નુકસાન થયું તેનું બિલ કોણ ભરશે .

જયારે હું પાણી ભરવા કિચન માં ગઈ ત્યારે વાતાવરણ એકદમ શાંત હતું . ત્યાર પસી હું શિવ ને પાણી આપી એક દમ ફોર્મલ થઇ બેસી ગઈ . મેં પૂછ્યું ભણવાનું કેવું ચાલી રહ્યું છે . એ કઈ જવાબ આપે એ પહેલા પપ્પા કાગળ પર બધી વિગત લખી , કાગળ લઇ રૂમ માં આવ્યા , કગણ શિવ ને આપ્યો . શિવ એ લઈ ઉભો થઇ ગયો અને કહ્યું ચાલો અંકલ હું જાવ છું .

" અરે , બેટા એક કપ ચા તો પીતો જા " : પપ્પા એ કહ્યું

" હજુ , સાત કિલોમીટર સાઇકલ ચાલવી ને ઘરે જવું છે , એમ પણ મોડું થઇ ગયું છે " : શિવે કહ્યું

અને હું જયારે હું એમને દરવાજા સુધી મુકવા ગઈ . આવ્યો ત્યારે કેટલો પોતાનો લાગતો હતો અને જઈ રહ્યો છે ત્યારે કેટલો અજનબી .

બોક્સિંગ રિંગ માં હારી ગયેલા ખેલાડી ની જેમ , જે હજુ પણ સ્પોટિંગ થવા માંગતો હતો .

મેં કહ્યું : " બેસ્ટ ઓફ લક, શિવ ".

બોક્સિંગ ની મેચ હજુ હમણાંજ પુરી થઇ હતી. તો પણ કમબખ્ત જતો જતો પણ મુક્કો મારવા માટે તૈયાર હતો જતા જતા કહ્યું કે મારા પપ્પા કોઈ પ્રેસિડેન્ટ નથી બન્યા તેને કોઈ ડિટેઇલ નથી મગાવી . પસી એ રસ્તા પર વણ્યો અને સાઈકલ લઈ ને જતો રહ્યો .

કમબખ્તે જતા જતા એમ પણ ના પૂછ્યું " તો પછી ".

યાર શું કરું , આ મારી સાથે શું કરી રહ્યો હતો . મને હાર્ટ અટેક કેમ આપવા માંગતો હતો . હું મારી જાત ને કેટલી ચતુર સમજતી હતી હવે જઈને ખબર પડી કે દિલ ના મામલા માં હું થોડી બેવકૂફ છું .

રાત માં મોડા શુધી નિંદર પણ ના આવી અને સવાર માં વહેલી ઉઠી ગઈ . આજ તો વહેલા કોલેજ પણ જવાનું હતું .

મારી પાડોસી અને અત્યાર સુધી માં બેસ્ટ ફ્રેન્ડ બની ગયેલી અંકિતા . જે મારી જુનિયર હતી . એ આજ પણ મારી સાથે કૉલેજ આવવાની ની હતી . રસ્તા માં રીક્ષા માં મેં અંકિતા ને કહ્યું " યાર હમણાં હું બહુજ પરેશાન છું " .

હું મારી પુરી કરું એ પહેલા અંકિતા એ કહ્યું : " યાર , હું પણ હમણાં થોડા દિવસો થા પરેશાન છું . મારી આ પરેશાની , તુજ દૂર કરી શકે એમ છે ."

" અરે , યાર હવે શું થયું " : મેં પૂછ્યું

" અમારા ક્લાસ ના એક છોકરા સાથે મને વ્યૂઝ , વ્યૂઝ ક્રશ થઇ ગયો છે . મારીથી એમની સાથે વાત કરવાની હિંમતજ નથી થઇ રહી . અને કાલે મેં એમને તારા ઘરે જોયો . તું કઈ રીતે એમને ઓળખે છે " : અંકિતા બોલી

હું મન માં ગુનગુનાવતી . વ્હારે કિશ્મત બસ આનીજ જરૂરત હતી . એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ દિલો ની દેવી સ્વેટર ગૂંથવાનું શીખી રહી હોઈ . કોઈક વાર મોજા બનાવા લાગતી , તો કોઈક વાર બાઈ .

યાર તું એક વાર વિચારી લેને મારી જિંદગીમાં શું કરવા માંગે છે . કૉલેજ પહોંચ્યા નહીં ત્યાં તો ગેટ ની સામે , ઢીઢ છોકરાઓ ના દેવતા ઉભા હતા .

એ સામે થી ગાન માં મફલર નાખી નર આવી રહ્યો હતો.એ કહી પૂછે એ પહેલા મેં જ પૂછી લીધું " તો પછી ". એને કહ્યું " તો ફુર " .

વાત અમારી ચાલી રહી હતી અને સર્માઈ રહી હતી નિકિતા , જાણે બેગાને કી શાદી મેં અબ્દુલ્લા દીવાના .

એક સાઈડ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી તો એક બાજુ મારો મિત્ર બનાવની માલા જપ્તો શિવ . એ એટલો કન્ફુઝ છોકરો હતો . લગભગ નિકિતા માટે પરફેક્ટ છે , હું પણ એકદમ ઝિદ પર આવી ગઈ જાણે જોવુ હતૂ કે જોર કેટલુ બાજુ ઓ માં .

મેં કહ્યું " મીટ માઈ , બેસ્ટ ફ્રેન્ડ નિકિતા . નિકિતા તું તો શિવ ને સારી રીતેજ ઓળખે છે ને !! " .

શિવે મારી સામે જોતા જોતા કહ્યું : " આતો શિવાની ની જૂની આદત છે મારા માટે નવા મિત્રો ગોતિયાઝ કરે છે . અને શિવાની , હું નિકિતા ને પહેલા થી જ ઓણખું છું . આ એજ છે ને જેમને ગયા એન્યુલ માં ફરીદા મીર ની ગઝલ ગાય હતી અને હિસ્ટ્રી માં ત્રીજો નંબર આવ્યો હતો .

હું તો બળી બળી ને મરી રહી હતી . મન તો કરતું હતું આ બંને ના મોઢા નૂચી નાખું .

આ નિકિતા ને , જોવો તો ખરા કેવી હસી હસી ને એવી શરમાઈ રહી હતી જાણે અતિયાર માં દુલ્હન બની ગઈ હોઈ . એમને શું ખબર હતી કે , તે ફુલન દેવી બની ને મારા દિલ ઉપર ડાકો નાખી રહી હતી .

માસુમીયત થી નિકિતા બોલી : " શિવાની , પેલા છોકરા વાળા ક્યારે તને જોવા આવવાના છે ? ".

એ દિવસે સાંજે ઘરે પહોંચી તો મમ્મી પપ્પા સાથે ડ્રોઈંગ રૂમ માં સાથે બેઠા હતા . પપ્પા એ ગાળું સાફ કરતા કહ્યું : " બેટા , તે હા પડી હતી એટલે મેં અગ્રવાલ અંકલ સાથે વાત થોડી આગળ વધારી છે . સામે કવર માં એમનો ફોટો પડ્યો છે . મન થાય ત્યારે જોઈ

લેજે . પછી થોડા સ્મિથ સાથે પૂછ્યું કોઈ બીજું તો નથી ને ".

હું જમીન તરફ જોઈ રહી હતી આ સવાલ નો જવાબ ખબર પણ હતી અને ના પણ હતી .

કેટલો સુંદર હોય છે પહેલો પ્રેમ થોડી સાદગી , થોડું એ ભોલુપન , થોડી શરારત , થોડો દર્દ , ઘણી બધી ખુશીઓ અને થોડા આસું .

શું પહેલો પ્રેમ , પરી ઓ ની વાર્તા માજ હોય છે. ખબર પડી હતી કે હું પણ અેક પરી હતી , અંઘારા ની પરી અને એ અેક જુગનુ . પણ અે જુગનુ તો કઇંક અલગ જ રાહ ગોતી રહ્યો હતો . મેં થોડી વધારે ઉમ્મીદ રાખી રહી હતી . હું આ ઉમ્મીદ ના કારણે મારા મમ્મી પપ્પા ની ઉમ્મીદો ને ઠેશ પહોંચાડવા નહોતી માંગતી .

હું મારા પહેલા પ્રેમ નો ઈંતજાર કરી શકું એમ હતી. પણ હું જાણતી હતી કે તે મારા મમ્મી પપ્પા ની ઉમ્મીદો સાથે અન્યાય થશે . અને હું એ પણ જાણતી હતી કે એના દિલ માં શું હતું .

લગભગ પહેલો પ્રેમ આવોજ હોય છે. ખુબ સુંદર , આંખો માં સપના બૂંદવા વાળો પણ અધૂરો જે ક્યારેય પૂરો ના થાય .

એટલાજ માટે એની એ સુગંધ , સ્પર્શ , કિસ . આખી ઝીંદગી માટે યાદ રહી જતા હોય છે . જે ચોમાસા ના પહેલા વરસાદ માં , તન્હાઈ માં અને ક્યારેક જુના રોમેન્ટિક ગીતો સાંભળતા યાદ આવતા હોય છે .

લગભગ આ પ્રેમ એટલાજ માટે મારી ઝિંદગી માં આવ્યો હતો .

મેં ઘડિયાળ ની સામે જોતા જોતા કહ્યું " ના , પપ્પા કોઈ નથી "

મમ્મી પપ્પા ના ચહેરા પર ઘણી ખુશીઓ હતી . કેમ ના હોય , બેટી નો બહુ બનવાનો ખ્યાલ હંમેશા માટે સૌથી મોટી ખુશી આપનારો હોય છે .

બહાર કોઈ મોટર સાઇકલ ઉભી રહી . ત્યાં બે ત્રણ મિનિટ માં ભાઈ અંદર આવ્યા . અને મીઠાઈ નો ડબ્બો પણ સાથેજ લાવ્યા હતા . મીઠાઈ નો ડબ્બો જોઈ પપ્પા બોલ્યા " અરે યાર , મીઠાઈ કેમ અત્યાર થી . હજુ તો શિવાની એ છોકરો પસન્દ પણ નથી કર્યો . તું તો અત્યાર થી મીઠાઈ વહેંચવા લાગ્યો .

ભાઈ એ કહ્યું : " અરે આતો નાની છે . એમને શું ખબર પડે ".

ત્યાં મેં કહ્યું : " એક વાર હું અમને મળી .... "

ભાઈ એ કહ્યું : " હા , એકવાર એમને મળી લે . એમાં છું ! . મેં વાત કરી લીધી છે . અતિયારે તો એ વિદેશ ગયો છે . લગભગ એક મહિના પછી આવશે ત્યારે મળી લેજે "

મારો એ પહેલો પ્રેમ , મારા હાથ થી દૂર જઈ રહ્યો હતો . શિયાળો પૂરો થવા આવ્યો હતો , પાનખર આવી ગઈ હતી . ઉમ્મીદ ની ડાળીયે લાગેલી એ સાથે વિતાવેલી ક્ષણો , સપનાના ફૂલ . હવા માં વિખેરાઈ ને ક્યાંય દૂર ઉડી ગયા હતા .

હું કૉલેજ જવા માટે ઘરે થી નીકળતી હતી ત્યારે મારા પગ પણ આ સુકાઈ ગયેલા પાંદડા ને કચડતા આગળ વધી રહ્યા હતા . આ સૂકા પાંદડા મારા સપ્નજ હતા .

શું આવું હંમેશા , મારી જેવી છોકરી ઓ સાથે થતું હશે કે કોઈ એવો મળે કે જેમને આપણે બરાબર રીતે જાણ્યો પણ ના હોઈ , જેમની સાથે લાંબો સમય પસાર પણ ના કર્યો હોઈ. એ એટલો પોતાનો લાગવા લાગે કે આપણી જિંદગી નો સોથી મોટો ફેસલો આપણે એના હાથ માં આપી દઈએ છીએ .

પહેલો પ્રેમ , થોડા પાગલપન નુંજ નામ તો હોઈ છે . એક અધૂરું પગાલપન . પણ આ પાગલપન ની મારા અભ્યાશ પાર કી અસર નહોતી થવા દીધી આટલી તો સમજદાર હતી હું .

મને ખબર હતી હું બીજા રસ્તે જઈ રહી છું અને આ બીજો રસ્તો મને પસઁદ પણ ન હતો . એમનું નામ શિવ અને મારુ શિવાની .

આ ભાગ્ય હતું કે એક સુંદર ઇતફાક . એની અને મારી આ અધૂરી કહાની એક સુંદર ઇતફાક થી જ તો બની હતી . ના હું રસ્તા પર જઈ રહી હોત અને ના એ સામે થી આવી રહ્યો હોત . જો આ ઘટના જ ના બની હોત તો શું થાત , મારુ મન કહી રહ્યું હતું કે તો અમે બીજે ક્યાંક મળવાનું તો હતુજ . આટલો સુંદર ઇતફાક , ક્યારેય ઇતફાક થી તો નથી જ થતો .

જૂન નો મહિનો શરૂ થઇ ગયો હતો . ચોમછા ની દસ્તક શહેર સુધી આવી ગઈ હતી . વિચારતી હતી કે દુઃખ ના કરું જયારે એ મારો હતો જ નહીં તો તેને ખોવા નો શું દુઃખ . મને એનાથી નહીં પણ પહેલા પ્રેમ ના ખ્યાલ થી પ્રેમ હતો .

શહેર ના એક ખૂણે સોથી મોટા આંબાનો બગીચો હતો . જ્યાં હું ઘણી વાર કૉલેજ થી છૂટી ને ત્યાં બેસતી . એક દિવસ હ ત્યાં એમજ બેઠી હતી કે ત્યાં એટલા માં એ મારી સામે આવી ને અચાનક ઉભો રહી ગયો . અને બોલ્યો " હાઈ શિવાની , તું ક્યાં ખોવાયેલી રહે છે આજકાલ "

મેં મન માંજ કહ્યું કેમ તું મારી મન ની વાત જાણી લેતો નથી .

પછી મેં કહ્યું " કઈ નહીં , હમણાં પરીક્ષા છે . તો એમનું થોડું ટેન્સન છે "

એ બોલ્યો " જો તું મારા એક સવાલ નો જવાબ આપવા માં આટલો બધો સમય લગાડીશ . તો તું થઇ ગઇ પરીક્ષા માં પાસ , હસતા હસતા કહ્યું "

મેં તો અમને ક્યારય નોય આ સવાલ નો આપી દીધો હતો પણ એ ઢીઢ સાંભળતો જ નહોતો .

બે અઠવાડિયા પછી

એ છોકરો આવી ગયો હતો વિદેશ થી . જે મમ્મી પપ્પા એ મારા માટે ગોત્યો હતો .

એક દિવસ ભાઈ ઘરે આવ્યો ત્યારે તેમણે કહ્યું આ શનિવારે એ છોકરા ને મળવાનું છે . એમ પણ મારી પરીક્ષા હજુ પુરી થઇ જ હતી ત્યાં બીજી પરીક્ષા આપવાની હતી .

શનિવાર એવો ગયો જાણે બિન બુલાયેં મેહમાન ની જેમ . હું શહેર ન એ કોફી શોપ માં પહોંચી ગઈ હતી જ્યાં તે છોકરા ને મળવાનું હતું .

કોશિશ કરી હતી કે વધારે તૈયાર થયેલી ના લાગુ . પીળી સલવાર કમીજ પહેરી હતી મમ્મી ના કહેવાથી કપાળ માં બિંદી અને હાથ માં બંગડી , એ પણ મમ્મી નું મન રાખવા માટે પહેરી લીધી હતી .

શું આ મારી જિંદગી ના ફેંસલા ની ઘડી હતી . એક હા મારી જિંદગી બદલી નાખવાની હતી . ત્યાં એટલા આ પાછળ થી અવાજ આવ્યો શિવાંગી , હું કૃણાલ .

એ છોકરો આવી ગયો હતો . જેનો ફોટો મેં કવર માંથી કાઢી ને જોયો પણ ન હતો .

એ બેઠો અને બોલવા લાગ્યો . આમતો એ જોવા , બોલવા માં સારો ગુડ લૂકિંગ હતો . ગીતો સાંભળવાનું પસંદ કરતો હતો અને મૂવી જોવાનો પણ શોકીન હતો .

ફરી ફરી ને હું પોતાને સવાલ કરતી હતી " હા કે ના " . એટલા માં એને મારા વિશે પૂછ્યું . મેં મારા વિશે કહ્યું અને એને એના વિશે કહેતા કહ્યું કે કોઈક બેંક માં સારીએવી પોસ્ટ પર નોકરી કરે છે .

મેં પોતાની જાત ને ફરી સવાલ કર્યો " હા કે ના " . અગર સમજોતો જ કરવો હતો તો આ એક સારો સમજોતો હતો . કોણ જાણે પછી નો છોકરો કેવો હોઈ .

નારદ મુનિ બનીને મન જીદ કરતું હતું એમને ફરી વાર પૂછ્યું હા કે ના .

છોકરા એ પુછ્યુ કોફી કે , ત્યાં એટલા માં વૅટર ઓડર લેવા આવ્યો . હું હજુ મેનુ વાંચી ને એમને કહીજ રહી હતી કે ત્યાં એટલા માં હું ચોકી ગઈ .

મારા થી પાંચ જ મીટર ની દુરી પર એ બેઠો હતો જે મને જોઈતું હતું . મેં આખો બંધ કરી , આ સપનું તો નહતું ને . આછા વાદળી રંગ નો શર્ટ પહેરી બેઠો બેઠો કોફી પીતો . તેના ફ્રેન્ડ જોડે વાત કરી રહ્યો હતો . અને એ મારા મન માં આવીને બસ ત્રણજ શબ્દો પૂછી રહ્યો હતો " હા કે ના ".

મિત્રો હું પણ ઢીઢ શું આ ભાગ ની કહાની અહીંયા જ પુરી કરુ છું. હવે શું થાય છે. એ હવે આવતા ભાગ માં જોઈ છુ ........