Robots attack in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | Robots attack

Featured Books
Categories
Share

Robots attack

રોબોટ્સ એટેક વાત છે ત્રેવીસમી સદીની જ્યારે સમસ્ત દુનિયામાં રોબોટ્સ્નુ સામ્રાજ્ય ફેલાઇ ચુક્યુ છે દુનિયાના કેટલાક ગણ્યા ગાઠ્યા વિસ્તારો જ એવા બચ્યા છે જે હજી સુધી રોબોટ્સની ચંગુલમાંથી બચી શક્યા છે,પણ તે પણ હવે ઘણો વખત સુરક્ષિત રહી શકે તેમ નથી તેઓને જો જીવતા રહેવુ હોય તો તેમને યા તો રોબોટ્સના ગુલામ બનવુ પડે નહી તો તેમને કોઇ એવો રસ્તો શોધવો પડશે કે જેના દ્વારા રોબોટ્સના આ સમગ્ર દુનિયામાં ફેલાયેલા સમ્રાજ્યને ધ્વ્સ્ત કરી શકાય,જે લગભગ નામુમકિન જણાઇ રહ્યુ છે. તેઓ એકવાર રોબોટ્સ સામે લડી ચુક્યા છે પણ તે લડાઇની કિંમત તેમને હાર અને સાથે કેટલાય લોકોંના મોતથી ચુકવવી પડી છે.ઘણો સમય વીતી ચુક્યો છે પણ રોબોટ્સના સામ્રાજ્યને ખતમ કરવાનો કોઇ જ રસ્તો નથી મળી રહ્યો.હવે તો બધા હિંમ્મત હારી ચુક્યા છે.કોઇ પણ એવો રસ્તો નજર નથી આવી રહયો કે જેના દ્વાર રોબોટ્સને હરાવી શકાય.બરાબર તે જ સમયે એક ચમત્કાર થાય છે,જે દરેક માણસમાં એક નવો જ પ્રાણ ફુંકી દે છે દરેક જણમાં જાણે અચાનક જ હિમ્મત આવી જાય છે,અને રોબોટ્સ સામેની આ લડાઇમાં એક નવો જ મોડ આવે છે.

પ્રારંભ

વિતેલા સમયમાં

ચેપ્ટર 1

લડાઇથી ક્યારેય પણ સારા પરિણામો નથી આવતા એક પક્ષ જીતે છે તો બીજો પક્ષ હારી જાય છે પણ અંતમાં તો હાર બન્ને પક્ષની થાય છે કારણ કે લડાઇમાં નુકસાન તો બન્ને પક્ષે થાય છે પણ દરેક યુગમાં લડાઇ તો થાય જ છે કદાચ એ અનિવાર્ય હશે કારણ કે દરેક યુગમાં એક સમય એવો આવે છે જ્યારે કોઇ એક મનુષ્ય કે સમગ્ર માનવજાતનો મોટો હિસ્સો અભિમાનમાં આવી જાય છે તેઓ એવુ માનવા લાગે છે કે તે જ સંસારમાં સર્વોપરી છે અને તે જે ધારે તે કરી શકે છે આજ અભિમાનમાં તે ઇશ્વરને પણ ભુલી જાય છે અને લોકોનુ એજ અભિમાન તેમના વિનાશનુ કારણ બને છે.માનવતાના હિત માટે ક્યારેક લડાઇ એક જરુરિયાત બની જાય છે,અહિંયા પણ એજ પરિસ્થિતી ઉભી થઇ હતી અને એ પરિસ્થિતી કેમ અને કેવી રીતે ઉભી થઇ અને આ લડાઇ અને વિનાશના બીજ કેવી રીતે રોપાણા તેની જ આ કહાની છે.

આ વાત છે સન 2250ની જ્યારે માણસ આધુનિકતાની ચરમસિમા પર પહોંચી ગયો હતો.આખી દુનિયા હાઇટેક બની ગઇ હતી.વિજ્ઞાન એટલુ આગળ વધી ગયુ હતુ કે હવે રોજ એક નવી શોધ થતી હતી અથવા શોધાયેલી વસ્તુમાં કોઇ નવા સુધારા થતા હતા.માણસ માટે હવે તેની કોઇ નવાઇ ન હતી.માણસ કેટલીય મહત્વની શોધો કરી રહ્યો હતો.પ્રેટ્રોલ અને ડિઝલથી ચાલતી ગાડીઓને બંદ થયાને તો એક સદી વીતી ગઇ હતા.હવે ગાડીઓ રિન્યુએબલ એનર્જી સ્ત્રોતથી ચાલતી હતી.જેના લીધે પ્રદુષણનુ પ્રમાણ થોડુ ઓછુ થયુ હતુ.અને હવે એવુ લાગતુ હતુ કે વાતાવરણ પહેલા જેવુ સ્વસ્છ બની જશે.પણ આ ત્રેવીસમી સદીનો માણસ વાતાવરણને સ્વસ્છ અને સુધ્ધ રાખતા વ્રુક્ષોનો જ નાશ કરી રહ્યો હતો.વ્રુક્ષોનો અને જંગલોનો નાશ કરીને તે કોંક્રિટના જંગલો બનાવી રહ્યો હતો.અને તેને ફેલાવી રહ્યો હતો.કેટલાક જ એવા ગામડા બચ્યા હતા જ્યાં હજુ સુધી આ આધુનિકતાનો વાયરો પુરી રીતે પહોચ્યો ન હતો અને તેના લીધે તેઓ જુની સંસ્ક્રુતિ અને વારસાને જાળવી રહ્યા હતા.પણ આ ઝડપથી બદલાતા યુગમાં તેઓ આ બહુમુલી સંસ્ક્રુતિ અને આપણા પુર્વજોના અમુલ્ય વારસાને જાળવી શકશે કે કેમ તે વિશે કંઇ કહી શકાય તેમ ન હતુ.માણસ પ્રુથ્વીથી દુર કેટલાય ગ્રહો પર જઇને આવી ગયો હતો.અને હવે તેને પણ પ્રુથ્વીની જેમ ત્યાં પહોંચીને બરબાદ કરવાની વેતરણમાં હતો.ત્યાં જ એક દિવસ એક એવી શોધ થઇ જેને આખી દુનિયામાં સનસની મચાવી દીધી.અને માનવજાતિના વિનાશની શરુઆત થઇ ગઇ.માનવ દ્વારા પ્રથમવાર રોબોટ્સની સફળતા પુર્વક રચના કરવામાં આવી,આમ તો વર્ષોથી ઘણા વૈજ્ઞાનિકો રોબોટ્સ બનાવવા પાછળ મહેનત કરી રહ્યા હતા,પણ એ બધા એવો રોબોટ્સ બનાવવામાં હજુ સુધી સફળ થયા ન હતા કે જે માનવજીવના રોજીંદા કામોમાં ઉપયોગી થઇ શકે,પણ એક જીનિયસે એ કરી બતાવ્યુ જે કરવામાં હજી સુધી કોઇ સફળ થયુ ન હતુ,એ જિનિયસ હતા ડો.રામાનુજન.એમણે એક એવો રોબોટ્સ બનાવ્યો જે માણસના રોજબરોજના કામોમાં તો ઉપયોગી હતો જ પણ તે માણસની જેમ જ પરિસ્થિતી પ્રમાણે નિર્ણય લઇ શકવાની ક્ષમતા ધરાવતો હતો અને એટલે જ એમના દ્વારા બનાવેલ રોબોટ્સની ટુંક સમયમાં જ માર્કેટમાં ખુબ જ વેલ્યુ વધી ગઇ,અને પછી તો જાણે રોબોટ્સ બનાવવાની એક રેસ શરુ થઇ ગઇ,આજે જેમ માર્કેટમાં એક મોબાઇલ આવે છે તો તેના પછી થોડા જ સમયમાં એના કરતા પણ સારા અને વધુ ફિચર્સવાળો ફોન આવી જાય છે તેવુ જ રોબોટ્સના સંદર્ભમાં થવા લાગ્યુ દરેક કંપની પોતાના રોબોટ્સનુ વેચાણ વધારવા એવી તો રેસમાં લાગી ગઇ કે દરરોજ રોબોટ્સની બનાવટમાં નવા નવા ફિચર્સ એડ થવા લાગ્યા રોબોટ્સની જાણે કાયાપલટ થવા લાગી અને આધુનિક યુગનો માણસ જેટલી જડ્પથી બદલાઇ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે તેના કરતા પણ વધુ ઝડપથી આ પરિવર્તનો થવા લાગ્યા,અને કોઇ વસ્તુનો જ્યારે અતિરેક થઇ જાય છે ત્યારે તે માણસને પતન તરફ લઇ જાય છે,અહિંયા પણ આ થવાનુ જ હતુ તેના એધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા હતા.

ડો.રામાનુજને જ્યારે પહેલો આધુનિક કમ્પ્લિટ રોબોટસ બનાવ્યો ત્યારે તેમને તો એ વાતનો અંદાજ પણ નહિ હોય કે આ શોધ એક દિવસ સમસ્ત માનવજાત માટે ખતરો બની જશે અને માનવજાતના બહોળા વિનાશનુ કારણ બનશે તેમને તો માણસોની સહુલિયત વધારવા માટે એક રોબોટ્સની રચના કરી હતી જે ભવિષ્યમાં તેના નિયંત્રણ વગરના ઉપયોગ અને ઇર્ષા ને લીધે માણસના વિનાશનુ કારણ બની ગઇ.

ઘણા વર્ષો વિતી ગયા,રોબોટ્સ હવે માનવજીવનનુ એક મહત્વનુ અંગ બની ગયુ હતુ,જેમ માણસને જીવવા માટે હવા,પાણી અને ખોરાક જરુરી છે તેમ રોબોટ્સ પણ માનવજીવનની એક ખુબ જ અનિવાર્ય જરુરત બની ગયો રોબોટ્સ હવે પુરી દુનિયામાં ફેલાઇ ગયા હતા કોઇ દેશ કોઇ ઘર તેમાંથી બાકાત રહ્યુ ન હતુ પણ દરેક વાતમાં એક અપવાદ હોય છે એમ આમા પણ હતુ કેટલાક લોકો હજુ પણ રોબોટ્સનો ઉપયોગ કરવાનુ ટાળતા હતા અને તેના વધારે પડતા ઉપયોગને લીધે માણસ જે રીતે નિષ્ક્રિય થઇ રહ્યો હતો અને પુરી રીતે રોબોટ્સ પર આધારિત થઇ ગયો હતો તેનો તે વિરોધ પણ કરતા હતા પણ તેમની વાત સાંભળવા વાળુ કોણ હતુ કોઇને તેમની વાતો સાંભળવામાં કોઇ રસ ન હતો બધા લોકો તો આ સુવિધાથી ખુબ જ ખુશ હતા તેમને એના ભવિષ્યના પરિણામોની કોઇ ચિંતા ન હતી.

*

એ વર્ષ હતુ સન 2279 નુ જ્યારે વિશ્વની મોટામાં મોટી શોધ કહી શકાય તેવો એક આધુનિક રોબોટ માર્કેટમા આવવાની તૈયારીમાં હતો,પણ એ શોધ હજુ સુધી દુનિયાની સામે આવી ન હતી.અને તેને બનાવનાર હતા ડો.વિષ્નુ.જે આધુનિક યુગમાં જેની ખુબજ ડિમાંડ હતી તેવી રોબોટીક્સ ફિલ્ડના ખુબ હોનહાર વૈજ્ઞાનિક હતા,તેઓ એક રોબોટ્સ બનાવતી કંપનીમાં કામ કરતા હતા,ખુબ જ ટુંકા ગાળામાં તેઓ કંપનીમાં ખુબજ સારી અને ઉંચી પોસ્ટ પર પહોંચી ગયા હતા,અને તે પણ તેમની મહેનત અને લગન દ્વારા અહિંયા સુધી પહોચ્યા હતા.ડો.વિષ્નુ એ ખુબ જ સાલસ સ્વભાવવાળા એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા સખ્સ હતા,કંપનીમાં ખુબ જ ઉંચી પોસ્ટ પર હોવા છતા તેમને કોઇ દિવસ તેનુ અભિમાન કે ઘમંડ ન કર્યો હતો તેમનુ વ્યક્તિત્વ જ કઇંક એવુ નિરાલુ હતુ કે તેમના નિચે કામ કરતા લોકો તો તેમની ખુબ જ ઇજ્જત કરતા હતા પણ તેમની ઉપર કામ કરતા અધિકારી પણ તેમને એટલી જ ઇજ્જત આપતા હતા,કારણ કે તે ફક્ત ઉમદા વ્યક્તિત્વના જ માલિક ન હતા પણ તે ખરેખર જીનિયસ હતા,તેમને અત્યાર સુધી રોબોટ્સમાં કેટલીય નવી ટેકનીક વિકસાવી હતી અને આજ કારણે તેમની કંપનીએ માર્કેટમાં ખુબ જ સારુ નામ બનાવ્યુ હતુ અને તેની પાછળ તેમનો ખુબ જ મોટો હાથ હતો અને આ જ કારણે કંપનીમાં તેમની ખુબ જ ઇજ્જ્ત હતી.બધા લોકો તેમને ખુબ જ આદર અને પ્રેમ આપતા હતા,પણ જ્યારે કોઇ વ્યક્તિ પોતાના સાહસ અને બળ પર ખુબજ ટુંક સમયમાં આટલી ઉપર સુધી પહોંચી જાય છે ત્યારે તેના વિરોધીઓ પણ આપોઆપ ઉભા થઇ જાય છે.ઇર્ષા એ માણસજાતની એક મોટી કમજોરી છે જ્યારે કોઇ પાછળથી આવીને આગળ નિકળી જાય છે ત્યારે માણસમાં એક ઇર્ષાભાવ પેદા થાય છે,અહિં ડો.વિષ્નુના કિસ્સામાં પણ એવુ જ થયુ તેમના વિરોધીઓ ખુલી રીતે તો તેમનો વિરોધ કરી શકે તેમ ન હતા પણ તેઓ ડો.વિષ્નુને નિચુ દેખાડવા માટેના પ્રયત્નોમાં લાગેલા જ રહેતા હતા જો કે હજી સુધી તો તે તેમાં સફળ થયા ન હતા,અને ડો.વિષ્નુ પણ તેમનુ સંપુર્ણ ધ્યાન તેમના કામ તરફ જ આપતા હતા તેથી તેમના વિરોધીઓને તેમની વિરુધ્ધ કંઇ કરવા માટેનો મોકો જ ન મળતો હતો.ડો.વિષ્નુના સાલસ સ્વભાવ અને વિરલ વ્યક્તિત્વનુ મુળ હતુ તેમના માતાપિતા અને તેમને આપેલા સંસ્કાર.

ડૉ.વિષ્નુનુ નામ તેમના માતા પિતાએ ભગવાન વિષ્નુના નામ પરથી રાખ્યુ હતુ કારણકે તેઓ ભગવાન વિષ્નુના ખુબજ જ મોટા ભક્ત હતા,તેમના પિતા આધુનિક યુગમાં પણ ભગવાન પર તેમના અટુટ વિશ્વાસના લીધે કેટલાક લોકો તેમની મજાક ઉડાવતા તો કેટલાક તેમને અંધશ્રદ્ધાળુ કહેતા હતા પણ તેઓ ક્યારેય કોઇની વાત મન પર લાવ્યા વિના તેમની ભક્તિમાં લીન રહેતા હતા.આવા ભક્તિભાવ વાળા કુટુંબમાં ડો.વિષ્નુનો ઉછેર થયો હતો એટલે સ્વાભાવિક રીતે જ તેમને પણ ભગવાન પ્રત્યે ઉંડી આસ્થા હતી,પણ તેમના માટે ભક્તિનુ કેન્દ્રસ્થાન ભગવાન શિવ હતા,શ્રુષ્ટિના પ્રલયના દેવ પ્રત્યે તેમને ઉંડી આસ્થા અને શ્રદ્ધા હતી.ડો.વિષ્નુ નાનપણથી જ ખુબ જ હોશિયાર અને પ્રતિભાશાળી હતા,તેથી તેમના પિતાએ તેમને ઉચ્ચ શિક્ષણ આપવા માટે તેમનાથી થતા તમામ પ્રયત્નો કર્યા હતા.અને ડો.વિષ્નુને પણ પહેલેથી જ ભણવામાં અને ખાસ કરીને તે સમયમાં જેની ખુબ જ ડિમાંડ હતી તેવા રોબોટીક્સ ફિલ્ડમાં કેરીયર બનાવવાની ખુબ જ ઇચ્છા હતી અને તેમ કરવામાં તેમના પિતાએ તેમને પુરી છુટ આપી હતી,તેઓએ ડો.વિષ્નુને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ હતુ.અને તેના જ ફળ સ્વરુપે ડો.વિષ્નુ એક જાણીતા સાયંટિસ્ટ બની શક્યા હતા.

ડો.વિષ્નુ આજે કંપનીમાં ખુબજ ઉંચી પોસ્ટ પર હતા હવે રોબોટ બનાવવાનુ અને ટેકનીકલ કામ તેમના કાર્યક્ષેત્રમાં ન આવતુ હતુ,તેમને મોટાભાગે પેપરવર્ક અને તૈયાર થઇ ગયેલા રોબોટ્સનુ ચેકીંગ કરીને તેને માર્કેટમાં લાવવો કે નહી તેમ જ તેમાં જરુરી સુધારા વધારા સુચવવાનુ હતુ.પરંતુ રોબોટ્સ બનાવવો તે તેમનુ પેશન હતુ તેના માટે તેમને કંપનીમાં ટાઇમ મળતો ન હતો માટે તેમને તેમના ઘરની પાછળના ભાગમાં એક લેબ બનાવી હતી અને તેઓ ઘરે ગયા પછી ટાઇમ મળતા જ ત્યાં જઇને રોબોટ પર કામ કરતા હતા,તેમનુ સપનુ હતુ કે દુનિયાનો સૌથી અત્યાધુનિક અને પાવરફુલ રોબોટ બનાવવો. ડૉ,વિષ્નુના એક ખાસ મિત્ર હતા મેજર રવિકાંત વર્મા,તેઓ તેમના કરતા ઉમરમાં મોટા હતા પણ તેમની દોસ્તી ખુબ જ ગાઢ હતી.ડૉ.વિષ્નુ જ્યારથી રોબોટ્સની કંપનીમાં જોઇન થયા ત્યારથી તેઓ અને મેજર પડોશી બન્યા હતા અને ધીમે ધીમે તેમની દોસ્તી ગાઢ બની ગઇ હતી.મેજરને રોબોટ પસંદ ન હતા,તે હજુ સુધી પોતાના દરેક કામ જાતે જ કરતા હતા તેઓ ક્યારેય રોબોટનો ઉપયોગ કરતા ન હતા,તેથીજ ડૉ.વિષ્નુ ક્યારેક તેમને મજાકમાં જુનવાણી વિચારના કહેતા હતા,પણ તેમને એનાથી કોઇ ફરક પડતો ન હતો,તેમના વિચારો અલગ હતા,તેમના મતે રોબોટ માણસના કામને આસાન નથી બનાવતા પણ તે માણસને આળસુ અને લાપરવાહ બનાવી દે છે,તેમના મતે માણસ રોબોટ પર ખુબ જ નિર્ભર થઇ ગયો છે જે તેના માટે એક દિવસ શ્રાપ બની જશે.સામાપક્ષે ડૉ.વિષ્નુ તેમની વાતનો વિરોધ કરતા કે નવી ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ જોઇએ,પણ તે પણ એ વાત સાથે સહમત હતા કે તેના પર બિલકુલ નિર્ભર ના થઇ જવુ જોઇએ.અને આ મુદ્દે ઘણી વાર તેમની વચ્ચે બહેશ થતી હતી,પણ અંતે ડૉ.વિષ્નુનુ પલડુ ભારે રહેતુ હતુ.પરંતુ એ વાત તો તે પણ ન જાણતા હતા કે તેમનુ આ સપનુ એક દિવસ ખરેખર માનવજાતિ માટે શ્રાપ બની જશે.

એજ અરસામાં તેમને લગ્ન પણ કરી લીધા હતા તેમના પત્નીનુ નામ પ્રિયા હતુ. તેઓ પણ તેમના જ જેવા સાલસ સ્વભાવના હતા,તેથી તે પણ તેમને તેમનુ સપનુ સાકાર કરવા માટે પુરો સાથ અને સહકાર આપતા હતા ઘરમાં આવતાની સાથે જ ઘરની તમામ જવાબદારી તેમના શિરે લઇ લીધી હતી તેથી ડો.વિષ્નુને ઘરની બાબતોમાં કોઇ ચિંતા કરવાની કે ટેંશન લેવાની જરુર પડતી ન હતી અને તે ઘરે આવીને તેમનુ કામ કરી શકતા હતા,આમને આમ તેમના લગ્નના બે વરસ સુખ અને શાંતિથી વિતી ગયા હતા,અને હવે તેમના પત્ની પ્રેગ્નેંન્ટ હતા,થોડા જ સમયમાં તેમના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો,ડો.વિષ્નુના તો આનંદનો પાર ન હતો તેમને અત્યાર સુધી વણમાગ્યા જ જીવનમાં જે જોઇતુ હતુ તે બધુ જ મળી રહ્યુ હતુ,પણ સમય ક્યારેય એકસરખો નથી હોતો,ક્યારે સુખના દિવસો દુખમાં પરિવર્તિત થઇ જાય છે તેની ખબર પણ નથી પડતી,ડો વિષ્નુ તો જીવનનો આ સૌથી આનંદદાયક સમય ખુબજ ખુશીથી વિતાવી રહ્યા હતા તેમને ક્યાં ખબર હતી કે આ સુખ તો ક્ષણિક છે અને એના પછે જે દુખના ભયંકર વાદળો તેમના પર આવવાના છે તે જાણે કેવો સમય લઇને આવશે.સુખનો સમય ખુબ જ ઝડપથી વિતી જાય છે અને દુખનો સમય આવે છે ત્યારે તે જાણે થંભી ગયો હોય તેવુ લાગે છે,ડો.વિષ્નુની સાથે પણ એવુ જ થયુ,જોતજોતામાં તેમનો પુત્ર બે વરસનો થવા આવ્યો હતો,અને ડો.વિષ્નુનો રોબોટ પણ પુરો થવાની તૈયારીમાં હતો,તેથી જ આજકાલ તેઓ લેબમાં જ ઘણો સમય વિતાવતા હતા.

આજે પણ તે ઘરે આવીને સીધા લેબમાં જ ચાલ્યા ગયા હતા,તેમને કામ કરવાનો સમય અને ઝડપ વધારી દીધા હતા તેમનુ ખાવાનુ સુવાનુ તમામ કાર્યો તે લેબમાં જ કરતા હતા.રોબોટનુ લગભગ બધુ જ કામ પતી ગયુ હતુ,બસ તેનુ ટેસ્ટિંગ કરવાનુ જ કામ બાકી હતુ,તેમનુ સપનુ પુરુ થવાની તૈયારીમાં હતુ,તેમને રોબોટ્નુ ટેસ્ટિંગ શરુ કર્યુ.તેમને બનાવેલા આ રોબોટમાં એવા કેટલાય ફિચર્સ હતા જે આજ પહેલા કોઇ રોબોટમાં ન હતા અને આ રોબોટની સૌથી ખાસ વાત એ હતી કે તે એકદમ માણસના જેવો જ બનાવવામાં આવ્યો હતો તેની ચાલ ઢાલ તેનો અવાજ અને તેની તેનુ બાહ્ય શરીર બધુ જ એકદમ આબેહુબ માણસ જેવુ બનાવવામાં આવ્યુ હતુ,તેને પહેલીવાર જોનાર તો ચોક્કસ તેને જોઇને તેને માણસ જ માની લે તેને ઓળખવાની એક જ નિશાની હતી તેના માથાના પાછળના ભાગમાં એક ચીપ લગાવવાની જગ્યા હતી,તેના દ્વારા જ તેને કંટ્રોલ કરીને તેને કમાંડ અપાતા હતા.તેમને રોબોટના બધી રીતના ટેસ્ટ કરી લીધા હતા,હવે તેમનો બનાવેલો રોબોટ માર્કેટમાં આવવા માટે બધી જ રીતે તૈયાર હતો,હવે તેમને હાશ થઇ હતી હવે તેઓ નિરાંતની ઉંઘ લઇ શકે તેમ હતા.તેમને ઘડિયાળ તરફ જોયુ રાતનો એક વાગી ગયો હતો, ટેસ્ટીંગમાં તેમને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે એક વાગી ગયો,તેમનુ બધુ કામ પતી ગયુ હતુ તેથી તે લેબને તાળુ મારીને ઘરમાં ગયા,આજે કેટલાય દિવસો પછી તેમને નિરાંતની ઉંઘ આવવાની હતી.