Bhag 13
આગળ ભાગ ૧૨ માં આપણે એન્જલ અને નયન વચ્ચે મેસેજમાં થઇ રહેલ વાતચિત જોઈ હવે આગળ....
નયનના બેડરૂમમાં બેડના બાજુના ટેબલ પર પડેલ આલારામ રણકે છે. આલારામનો અવાજ સંભળાતા જ નયન પોતાની બાજુમાં પડેલ ઓશીકાને પોતાના કાન પર મૂકી ફરી ઊંઘવાની કોશીસ કરે છે. થોડીવાર બાદ નયનના મોબાઈલ પર એન્જલનો ફોન આવે છે. તે સુતા સુતા જ ફોન રીસીવ કરે છે અને અધ કચરી ઊંઘમાં બોલે છે, “ હેલ્લો...”
“અલ્યા... તું હજી સુતો જ છો? ઘડીયારમાં તો જો કેટલા વાગ્યા? તારે તો આઠ વાગે એક જરૂરી મીટીંગ એટેન કરવાની હતી ને? તો પણ હજુ સુતો જ છો?” એન્જલે થોડો મીઠો ગુસ્સો કરતા કહ્યું.
એન્જલના એકી સાથે પુછાયેલ આટલા સવાલોના જવાબ આપવાને બદલે નયન ફોન સ્પીકર પર કરી ફક્ત એક જ વાક્ય બોલે છે, “ ઓહ માય ગોડ.. સાડા સાત વાગી ગયા?”
“હા સાડા સાત વાગી ગયા માટે જ તો કહું છું કે ઉભો થા અને જલ્દી તૈયાર થઈને ઓફિસે પહોચ”
“હવે તું તારો રેડિયો બંધ કાર તો હું જલ્દી તૈયાર થઇ શકું ને...!”
“ઓકે ઓકે, ચાલ ત્યારે બાય... બેસ્ટ ઓફ લક”
“થાન્ક્સ”
“અને સાંભળ, બ્રશ કરીને જજે હો... નહિ તો બિચારા ઓફીસના સ્ટાફનું તો આવી જ બનશે” એન્જલે થોડું હસતા કહ્યું.
“હું કઈ તારા જેવો નથી કે બ્રશ કર્યા વિના જ કોઈકની મજાક ઉડાવવા લાગુ”
“હાયલા... તને કેમ ખબર પડી કે મેં હજુ બ્રશ પણ નથી કર્યું?”
“શું છે ને કે તારા મોઢા માંથી આવી રહેલ વાસની બદબૂ અહી મારા રૂમમા પણ આવી રહી છે”
“બસ હવે બહુ લચ્છા વિટમાં, ફટાફટ તૈયાર થઈને ઓફિસે પહોચ”
“ઓહ...મેડમ, મને ખબર જ હતી કે તમારો રેડિયો જલ્દી બંધ નહિ જ થાય. માટે જ મે ફોન સ્પીકર પર કરી દીધો હતો. તારી સાથે વાતો કરતા કરતા જ હું તૈયાર થઇ રહ્યો હતો”
“તું જેટલો બુધ્ધુ દેખાય છે એટલો છો નહિ હો”
“ વો ક્યાં હેના કી... મેં જો દિખતા હું વો હું નહિ.. ઓર જો હું વો કભી દિખતા હી નહિ”
“ઓય હોય ક્યાં બાત હે... મેનુ એક ગલ દસો, તેનું પંજાબી આતી હે?”
“નહિ ભી આતી હે તો કી ફરક પડતા હે?”
“શું વાત છે..! તું તો મોજીલો માનવી છે હો બાકી”
“જીનેકે હે ચાર દિન, બાકી હે બેકાર દિન... મારે આજના દિવસને બેકાર નથી બનાવવો. ચાલ ત્યારે બાય.. હું ઓફિસે જાવ છું”
“થોડીવાર વાત કરને”
“આજે ઓફીસ જવાનું મન તો મારું પણ નથી જ, પણ શું કરું..! પાપી પેટનો સવાલ” નયને થોડું હસતા કહ્યું.
“હા એ પણ ખરું... ચાલ ત્યારે બાય, સાંજે મળ્યા” એન્જલે પણ થોડું હસતા કહ્યું.
નયન ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ખિસ્સામાં મૂકી ઓફીસ બેગ લઇ ઓફિસે જવા રવાના થાય છે. રસ્તામાં પણ તેમના મનમાં એન્જલના જ વિચારો ચાલી રહ્યા હતા. આ તરફ એન્જલની હાલત પણ કઈક નયન જેવી જ હતી. તે પોતાનો મોબાઈલ ચાર્જમાં મૂકી મોબાઈલમાં જ એફ એમ ચાલુ કરે છે અને કબાટ માંથી કપડા તથા ટુવાલ લઇ બાથરૂમમાં ફ્રેશ થવા જતી રહે છે. અરીસામાં પોતાનો ચહેરો જોઈ તે પોતાની જાત સાથે જ સંવાદ કરવા લાગે છે. “ તારામાં એવું તે શું છે કે નયને તને આટલું જલ્દી Will you marry me જ કહી નાખ્યું..!
ડોલમાં પડી રહેલ પાણી બહાર છલકાતા તે ફરી વર્તમાનમાં આવે છે અને માથું ખંજવાળતા કહે છે, “અરે યાર... આ સવાલનો જવાબ સાંજે નયનને જ પૂછી લેજે ને..! શું ભવિષ્યનું પોટલું અત્યારે વર્તમાનમાં ખોલી રહી છે..! હજુ સાંજ પડવામાં તો ભવની વાર છે” તે ગીત ગણગણતા સ્નાન કરી ભીના વાળ ટુવાલમાં વીટાળી બહાર આવે છે. એફ એમ પર પોતાનું મનપસંદ સોંગ ચાલી રહ્યું હતું, ‘ચલે જેસે જેસે હવાએ સનન સનન, ઉડે જેસે પરીંદે ગગન ગગન’, માટે તે વોલ્યુમ વધારી બારી પાસે જઈ પડદો હટાવી દરવાજો ખોલે છે અને આકાશમાં ઉડી રહેલ પક્ષીઓ સામે જોઈ એક ઊંડો શ્વાસ લે છે. થોડીવાર બાદ વાળમાં વિટાળેલ ટુવાલ બેડ પર ફેફી ડ્રાયરથી વાળ શુકવવા લાગે છે. પોતાનો ચહેરો અરીસામાં નિહાળી આંખ મારતા કહે છે “ આઈ એ રેડી” તે ડ્રેસિંગ ટેબલના ખાના માંથી ગોગલ્સ ચશ્માં લઇ માથા પર મુકતા એક ગોળ રાઉન ફરતા કહે છે, “આઈ એમ નોટ કુલ, આઈ એમ સુપર કુલ”
એન્જલ સિલ્વર કલરના પેન્સિલ હિલના સેન્ડલ પહેરી મોબાઈલ ફોન લેવા એક ડગલું આગળ વધે છે. આજ સુધી એન્જલે કદી આટલી ઉચી હિલના સેન્ડલ પહેર્યા ન હતા પરિણામે તે લપસી પડે છે. ત્યાજ જ એફ એમ પર સોંગ સંભળાય છે, ‘ઝીંદગી હર કદમ એક નઈ જંગ હે’ એન્જલે પગમાં પહેરેલ ઉચી હિલના સેન્ડલ સામે જોતા પોતાની જાતની જ મજાક ઉડાવતા કહ્યું, “ સાચી વાત છે, ઝીંદગી હર કદમ એક નઈ જંગ હે” સેન્ડલ પર ગુસ્સો કરતા બોલી, “હવે જીવનમાં કદી મારે તારો સાથ નથી જોઈતો, નહિ તો તું મને ડગલે ને પગલે આગળ વધતા અટકાવીશ” તે પગ માંથી સેન્ડલ કાઢી બેડ નીચે ફેકી દે છે અને મોટેથી મમ્મીને બોલાવતી સીડી ઉતરી નીચે હોલમાં આવે છે.
જાનવી કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. અચાનક એન્જલનો અવાજ સંભળાતા તે ડ્રેસની ચુની વડે હાથ લુછતા બહાર હોલમાં આવે છે. આજે પહેલી વાર એન્જલને અનારકલી ડ્રેસમાં જોય જાનવી આશ્ચર્ય પામે છે. બે ઘડી માટે તે એકી નજરે પગથી માથા સુધી એન્જલને નિહાળ્યા કરે છે. તેમને પોતાની યુવાની યાદ આવી જાય છે. વીસ વર્ષ પહેલા જાનવી પણ બિલકુલ એન્જલ જેવી જ હતી. તે પોતાની આંખ માંથી થોડું કાજળ લઇ એન્જલના કાન પાછળ લગાવતા કહે છે, “આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે? રોજ જીન્સ અને ટીશર્ટ પહેરનાર મારી મોર્ડન દીકરી આજે ભારતીય પરિધાનમાં જોવા મળી રહી છે?”
એન્જલ પાસે જાનવીના આ સવાલનો સાચો જવાબ આપવો ખુબ મુશ્કેલ હતો, માટે તે વાતને વાળતા કહે છે, “મમ્મી તું પણ ખરી છે,,, હું રોજ જીન્સ અને ટીશર્ટ પહેરું છું તો રોજ ગુસ્સામાં કઈને કઈ બોલે છે અને આજે તારી પસંદનો ડ્રેસ પહેર્યો તો કટાક્ષમાં આવું પૂછે છે?”
“હા પણ આજે અચાનક મમ્મી પર આટલો પ્રેમ ઉભરાય આવ્યો કે આટલો હેવી ડ્રેસ પહેરી લીધો?” જાનવીએ એન્જલના કપાળ પર ચુંબન કરતા કહ્યું.
“અરે મારી વ્હાલી મમ્મી, આજે અમે કોલેજમાં પિંક ડે ઉજવી રહ્યા છીએ, માટે મારી બધી જ ફ્રેન્ડસ પિંક ડ્રેસ પહેરવાની છે. અને તને તો ખબર છે કે મારી પાસે આ એક જ પિંક ડ્રેસ છે. માટે ન છૂટકે પહેરવો પડ્યો”
“તું રોજ ડ્રેસ પહેરતી હોય તો આવા એક નહિ પણ એક હજાર ડ્રેસ લઇ આપું”
“હવે તારે એક હજાર ડ્રેસ ખરીદવામાં ખોટો ખર્ચો કરવાની જરૂર નથી” તે નયનને યાદ કરતા મનમાં જ બોલે છે,”હવે તો એમની પાસે જ ખર્ચા કરાવીશ”
“તારી સાથે વાતોમાં હું એ પણ ભૂલી ગઈ કે મેં ગેસ ઉપર દૂધ મુક્યું છે” જાનવી ઉતાવળે ફરી કિચનમાં જતી રહે છે. ગેસ બંધ કરત કરતા તે મોટેથી બોલે છે, “તારે નાસ્તો કરવાનો છે ને કે પછી આજે પણ કોલેજ કેન્ટીનમાં જ નાસ્તો કરવાની છો?”
“સોરી મમ્મી, ખુબ લેટ થઇ ગયું છે, હું કેન્ટીનમાં જ નાસ્તો કરી લઈશ” એન્જલે ટેબલ પર પડેલ સ્કુટીની ચાવી લેતા કહ્યું.
“અરે બેટા... ક્યારેક તો મારી સાથે અને તારા પપ્પા સાથે નાસ્તો કર”
“આઈ પ્રોમિસ મમ્મી.. કાલે ચોક્કસ તમારી સાથે જ નાસ્તો કરીશ. ફક્ત નાસ્તો જ નહિ પણ બપોરનું લંચ અને રાતનું ડીનર પણ તમારી સાથે જ કરીશ. આવતી કાલનો ફૂલ ડે માત્રને માત્ર તમારી સાથે જ વીતાવીશ. નો કોલેજ નો ફ્રેન્ડસ”
“કાલે તું કદાચ ઘરે તો હોઈશ પણ આખો દિવસ ફેસબુક અને વોટ્સઅપ પર ચેટમાં જ વીતાવીશ ખરું ને ?
“નહિ મમ્મી કાલનો દિવસ ફક્ત તમારા જ માટે નો ફેસબુક નો વોટ્સઅપ”
“તમારો ખુબ ખુબ આભાર એન્જલ મેહતા” જાનવીએ થોડું હસતા કહ્યું.
“મમ્મી તારે અને પપ્પાએ કઈ થોડોને મારો આભાર માનવાનો હોય..! તમારે તો ફક્ત હુકમ કરવાનો હોય”
“એકવીસમી સદીના આ કોમ્પ્યુટર યુગમાં ‘હુકમ’ માણસનું સન્માન ‘કમ’ કરી નાખે છે”
“બસ બસ હવે, પ્લીસ તું આ સતયુગની રામાયણનું વ્યાખ્યાન અત્યારે ન આપ, બધું જ મારા માથા પરથી જાય છે. ચાલ ત્યારે હું જાવ છું.. બાય” એન્જલ સ્કુટી લઇ કોલેજ જવા રવાના થાય છે અને જાનવી કિચનમાં જતી રહે છે.
આજે પહેલીવાર એન્જલને અનાકર હેવી ડ્રેસમાં જોય તેમના બધા જ કોલેજ મિત્રો સ્તબ્ધ થઇ જાય છે. એક પળ માટે તો બધાને એવું જ લાગી રહ્યું હતું તે કોઈ એન્જલની હમસકલને જોઈ રહ્યા હોય. પાર્કિંગમાં સ્કુટી પાર્ક કર્યા બાદ એન્જલ કેમ્પસમાં પોતાના ફ્રેન્ડસ પાસે આવી “ગુડ મોર્નિંગ” કહે છે. રોજ ફક્ત હાય, હેલ્લો કહેનાર એન્જલના મુખેથી આટલું પ્રેમથી “ગુડ મોર્નિંગ” સાંભળી બધાને ખુબ જ નવીન લાગે છે. એન્જલની બેસ્ટ ફ્રેન્ડ રિયા તેમની પાસે આવી ધીમેથી પૂછે છે, “તું એન્જલ મહેતા જ છો ને? ક્યાંક એમની જુડવા બહેન કે પછી એમની હમસકલ તો નથી ને?”
એન્જલે રિયા પર થોડો ગુસ્સો કરતા કહ્યું, “ઓહ...હેલ્લો મિસ રિયા દેસાઈ,... મારા મોમ ડેડને ફક્ત એક જ સંતાન છે, જે હાલ તારી સમક્ષ ઉભી છે”
રિયાએ એન્જલને સ્પર્શ કરતા કહ્યું, “તો ક્યાંક હું કોઈ સપનું તો નથી જોય રહીને...
એન્જલે રિયાની મજાક ઉડાવતા કહ્યું, “તો શું તને ખુલ્લી આખે સપના જોવાની આદત છે..!”
એન્જલ અને રિયા હસતા હસતા ક્લાસ રૂમ તરફ આગળ વધે છે. એન્જલના વર્તન અને વ્યવહાર પરથી જ રિયા જાણી ચુકી હતી કે એન્જલ જરૂર કોઈને પ્રેમ કરવા લાગી છે, માટે તે એન્જલના દિલની વાત જાણવા પૂછે છે, “કોણ છે” શું નામ છે” ક્યાં રહે છે? શું કરે છે? દેખાવમાં કેવો છે? આપણી કોલેજમાં જ છે? તું એમને ક્યાં મળી હતી? પહેલા કોણે પ્રપોઝ કર્યું હતું? કઈ રીતે પ્રપોઝ કર્યું હતું? થીયેટરમાં પ્રપોઝ કર્યું હતું કે પછી ગાર્ડનમાં?”
રિયાને આગળ બોલતા અટકાવતા એન્જલે કહ્યું, “બસ બસ હવે... એકી સાથે કેટલા સવાલો પૂછીશ? અને તને કોણે કહ્યું કે હું કોઈને પ્રેમ કરું છું?”
“મેડમ તમારી વાત, વર્તન અને આજના આ પહેરવેશ અને ચેહરા પરની લજ્જા પરથી જ ખ્યાલ આવી જાય છે કે તું કોઈના પ્રેમમાં છે”
“તું પ્રેમ વિશે ઘણું જાણે છે ને કઈ... શું વાત છે... ક્યાંક તું પણ કોઈના પ્રેમમાં તો નથી ને?”
“પ્રેમ કરી પણ લીધો અને બ્રેકઅપ પણ થઇ ગયું”
“બ્રેકઅપ એટલે શું”
“હે ભગવાન... હવે કોઈક તો આમને સમજાવો...” રિયાએ નિસાસો નાખતા કહ્યું.
“ભગવાન કે કોઈક બીજું સમજાવે એના કરતા તું જ સમજાવી દે ને..”
“જો એન્જલ, આજકાલ આઈ મિસ યુ, આઈ લાઇક યુ અને આઈ લવ યુ કહેનાર તો અનેક હોય છે.. પણ તેમાંથી સમાજમાં પત્નીનો દરજ્જો આપનાર ભાગ્યે જ કોઈક એક હોય છે. મારા અને નીખીલનું બ્રેકઅપ થવાનું કારણ આ જ હતું. હું એમને સાચા દિલથી પ્રેમ કરતી હતી અને એમની સાથે જ લગ્ન કરવા ઇચ્છતી હતી. મેં જયારે એમને લગ્ન કરી લેવાનું કહ્યું ત્યારે એમણે મારો નંબર જ બ્લોક કરી દીધો”
રિયાની વાત સાંભળતા એન્જલે આશ્ચર્યથી પૂછ્યું, જો એ છોકરો તારી સાથે લગ્ન કરવા તૈયાર જ ન હતો તો પછી શા માટે આઈ લવ યુ કહેતો હતો?”
“એમને તો લગ્ન પહેલા જ...” આટલું બોલતા રિયાની બંને આંખમાં આંસુની એક એક બુંદ ઉપસી આવે છે.
“એન્જલે ફરી આશ્ચર્યથી પૂછ્યું, “લગ્ન પહેલા જ... પણ શું લગ્ન પહેલા જ?”
રિયાએ પોતાના આંસુ લુછતા કહ્યું, “જો યાર, આજે હું તને તારી બેસ્ટ ફ્રેન્ડ અને એક મોટી બહેન તરીક ફક્ત એક જ વાત કહેવા માગું છું કે, ભલે તમારા બંનેનો પ્રેમ સાચો હોય પણ લગ્ન પહેલા એમને તારી બિલકુલ નજીક ન આવવા દેતી. પહેલા હગ, પછી કિસ અને ત્યાર બાદ...” તે ફરી આગળ બોલતા અટકી જાય છે.
એન્જલે રિયાનો હાથ પોતાના હાથમાં લઇ આશ્વાસન આપતા કહ્યા, “ હું સમજી ગઈ કે તું શું કહેવા માંગે છે, પણ નયન એવો છોકરો નથી”
“શરૂવાતમાં બધા મર્યાદા પુરુષોતમ રામ જેવા જ હોય છે પણ પછી સમય જતા ઇમરાન હાસમી બની જાય છે” રિયાએ થોડું હસતા કહ્યું
“છી.... ઇમરાન હાસમી...! સાલો એક નંબરનો હરામી છે. આઈ હેટ ઇમરાન”
“હું ઇચ્છીસ કે તારો નયન ઇમરાન હાસમી નહિ પણ તારો ફેવરીટ શાહિદ કપૂર જેવો જ નીકળે”
“થેન્કયુ,,,થેન્કયુ,,,થેન્કયુ,,, થેન્કયુ સો મચ” એન્જલ પોતાની ખુશી વ્યક્ત કરતા રિયાના ગાલ પર એક કિસ કરી લે છે.
રિયાએ ક્લાસ રૂમ તરફ ઇસારો કરતા કહ્યું, “ચાલ હવે ક્લાસમાં... લેક્ચરમાં જવું છે કે નહિ..!”
“સાચું કહું ને તો આજે લેક્ચરમાં જવાનો મારો મૂડ બિલકુલ નથી”
રિયાએ એન્જલના મોબાઈલ ફોન પર નજર નાખતા કહ્યું, “લેક્ચરમાં જવાનો મૂડ ક્યાંથી હોય...! તારો મૂડ તો તારા ન્યુ બોયફ્રેન્ડને મળવાનો જ છે, માટે જ તો વારંવાર મોબાઈલ સામે જોયા કરે છે”
એન્જલે પોતે પહેરેલ અનારકલી ડ્રેસ પર નજર નાખતા કહ્યું, “ નહિ યાર એવું બિલકુલ નથી, નયન તો અત્યારે ખુબ જ કામમાં હશે. હું સામેથી ફોન કરીશ તો પણ અત્યારે રીસીવ નહિ જ કરે. મારે તો આ હેવી ડ્રેસના લીધે ક્લાસમાં નથી આવવું. મને આ ડ્રેસમાં ખુબ જ ગભરામણ થાય છે”
“ઓહ, મેડમ... હવે આ ગભરામણથી ટેવાઈ જાવ. લગ્ન બાદ કઈ સાસુમા જીન્સ ટીશર્ટ નહિ પહેરવા આપે સમજી”
“મારે તો મોર્ડન સાસુ જ શોધવી છે”
“તું નયનના મમ્મીને મળી છો?”
“ના મળી તો નથી પણ ફેસબુક પર નયનની પ્રોફાઇલમાં એમના ફોટા જોયા છે. એ પોતે પણ લેગીસ કુર્તી અને જીન્સ ટીશર્ટ જ પહેરે છે. એમનો એક પણ ફોટો સાડીમાં છે જ નહિ. અને જો સાસુ જ જીન્સ ટીશર્ટ પહેરતા હોય તો કઈ વહુને થોડા ના પાડશે..!”
“પેલા નયન સાથે લગ્ન તો કર, પછી એમના મમ્મીને સાસુ બનાવવાના સપના જોજે”
એન્જલના મોબાઈલમાં રીંગ વાગતા બંને સહેલીઓ વાર્તાલાપને થોડીવાર વિરામ આપે છે. મોબાઈલ સ્ક્રીન પર નયનનું નામ વાચતા રિયાએ કહ્યું, “ યાર તું તો કહેતી હતી કે નયન અત્યારે ખુબ જ કામમાં છે..! લાગે છે કે અત્યારે એમના દિલો દિમાગ પર ફક્ત તારું જ સામ્રાજ્ય છવાયેલ છે. તું વાત કર એમની સાથે હું ક્લાસમાં જાવ છું ઓકે” રિયા બેસ્ટ ઓફ લક કહી ત્યાંથી જતી રહે છે.
આસપાસના વાતાવરણમાં અશાંતિ પ્રવર્તમાન હતી માટે એન્જલ નયન સાથે ફોન પર વાત કરવા કેન્ટીનમાં જતી રહે છે. સેન્વીચનો ટુકડો સોસમાં બોરતા તે નયનનો ફોન રીસીવ કરે છે, “ તે તો મને કહ્યું હતું કે આજે તારે ઓફિસમાં એક જરૂરી મીટીંગ છે. તો આટલી જલ્દી મીટીંગ પુરી થઇ ગઈ?”
“આજે કામમાં મારું મન બિલકુલ નથી લાગતું. રાહ જોવ છું કે ક્યારે સાંજ પડે અને તને મળું”
“સાચું કવને તો હું પણ સાંજ પડવાની જ રાહ જોવ છું, પણ કઈ ફક્ત પ્રેમથી જ થોડીને જીવનની ગાડી પાટા પર ચાલે છે? હાલ તું તારા કામમાં ધ્યાન આપ અને હું પણ હવે એકાદો લેકચર ભરું ને...!”
“તો શું તે આજે એક પણ લેકચર નથી ભર્યો? તું છે ક્યાં?”
“ના આજે મે એક પણ લેકચર નથી ભર્યો. અને હાલ હું કેન્ટીનમાં સેન્ડવીચ ખાઈ રહી છું. ચાલ ખાવી હોય તો”
“સેન્ડવીચ શું ખાઈ... આમ પણ લગ્ન બાદ મારી હાલત સેન્ડવીચ જેવી જ થવાની છે” નયને એન્જલની મજાક ઉડાવતા કહ્યું.
એન્જલે થોડો મીઠો ગુસ્સો કરતા કહ્યું, “હવે જો લગ્ન બાદ તારી પાસે જ સેન્ડવીચ બનાવડાવું છું કે નહી”
“એ હા...... રોજ સેન્ડવીચ બનાવીને તને ખવડાવીશ બસ, પણ મહેરબાની કરીને અત્યારે લેક્ચરમાં જા”
“તું ફોન મુક તો લેક્ચરમાં જાવને...!”
“હા એ પણ ખરું, ચાલ ત્યારે બાય, સાંજે મળ્યા... મિસ યુ”
“મિસ યુ ટુ... બાય”
ક્રમશ: ..........
( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)
ધર્મિષ્ઠા પારેખ
8460603192