Apurnviram - 5 in Gujarati Fiction Stories by Shishir Ramavat books and stories PDF | અપૂર્ણવિરામ - 5

Featured Books
Categories
Share

અપૂર્ણવિરામ - 5

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૫

"મુકતાબેન, કુછ હુઆ ક્યા?

જે રીતે મુકતાબેન ગભરાટથી પાછળ જોતાં જોતાં, સાડીના છેડાથી આંખમાં ધસી આવેલા આંસુને લૂછતાં બંગલાના ગેટમાં ઘૂસી ગયાં તે જોઈને વોચમેન જોસેફથી પૂછ્યા વગર ન રહેવાયુંં.

પણ મુકતાબેનનું ક્યાં કશે ધ્યાન હતું?

"મુકતાબેન? જોસેફે જરા મોટેથી કહ્યું.

મુકતાબેન શાકભાજીની થેલી શરીર સાથે દૃબાવીને ઊભાં રહી ગયાં. જોસેફ પાસે ગયો. એના ચહેરા પર પ્રશ્ર્નની લકીર ખેંચાઈ આવી હતી. જોસેફ પાંત્રીસેક વર્ષનો કાળો મજબૂત આદૃમી હતો. બાજુના ગાંવઠણની સાંકડી ચાલીની છેવાડાની ઓરડીમાં પત્ની અને દૃીકરા સાથે રહેતો હતો. દૃસેક વર્ષથી અહીં વોચમેન તરીકે કામ કરતો હતો. વિશ્ર્વાસુ માણસ હતો.

શું થયું? આટલાં ગભરાયેલાં કેમ લાગો છો?

ના ના. એ તો ખાલી....

પેલો પાછો ભટકાઈ ગયો હતો રસ્તા પર?

જોસેેફે તીવ્રતાથી સામે જોયું. એની નજર સહન થતી ન હોય એમ મુકતાબેન નીચું જોઈ ગયાં. જોસેફ ઊકળી ઉઠ્યો.

પકડીને મારું સાલાને?

નહીં નહીં... ભુલેચુકેય એવું ન કરતો..., મુકતાબેન ફફડી ઉઠ્યાં, તું ઓળખતો નથી એને. તારું જીવવું હરામ કરી નાખશે. હું જાઉં છું. બહુ કામ છે.

મુકતાબેન ઉતાવળે અંદૃર સરકી ગયાં. એને ખબર નહોતી કે ગાર્ડનમાં થોડે દૃૂર સફેદૃ િંહચકા પર પગ લાંબા કરીને બેઠેલી મિશેલ ક્યારની બન્નેને તાકી રહી હતી. જેવાં મુકતાબેન અંદૃર ગયાં કે એણે બૂમ પાડીને જોસેફને બોલાવ્યો, જોસેફ, કમ હિઅર પ્લીઝ...

ગેટને જરા અટકાવીને જોસેફ એની પાસે ગયો.

યસ મેડમ.

એનીિંથગ સિરિયસ?

હં? જોસેફને સમજાયું નથી.

ધ લેડી... મિશેલે મુકતાબેનની દિૃશામાં ઈશારો કર્યો, શી વોઝ ક્રાઈંગ. વોટ હેપન્ડ ટુ હર?

ખ્રિસ્તી પરિવારમાં ઊછરેલો જોસેફ થોડુંઘણું અંગ્રેજી સમજી-બોલી શકતો હતો. મિશેલના ઓસ્ટ્રેલિયન અંગ્રેજી ઉચ્ચારણો એ ધીમે ધીમે સમજવા લાગ્યો હતો.

ઓહ... મુકતાબેનનું પૂછો છો! જોસેફને ગુંચવાયો. વિદૃેશી મેડમને આવી બધી વાતો કરવી જોઈએ? પણ એણે કહી નાખ્યું, એનો હસબન્ડ મળી ગયો હતો રસ્તા પર...

રસ્તા પર એટલે?

બન્ને વર્ષોથી અલગ રહે છેને. મુકતાબેન જેટલી સીધી ને શાંત છે એટલો જ એનો વર ટેઢો ને કજિયાખોર છે. ભેગો નથી રહેતો તોય હેરાન કર્યા કરે છે બિચારીને. ગંજેડી સાલો...

ઓહ... મિશેલ વિચારમાં પડી ગઈ, અહીં આવે છે ક્યારેય?

એક-બે વાર દૃારુ પીને ઘૂસી ગયેલો ઘરમાં. બહુ ધમાલ કરી હતી, જોસેફ બોલતો ગયો, સુમનબેબી તો એને જોઈને જ ચીસાચીસ કરી મૂકે છે. પછી મારે એને ધક્કા મારીને કાઢી મૂકવો પડેલો.

મિશેલ એકાએક ગંભીર થઈ ગઈ.

\\u2743?્ઠક૧મેડમ, તમે શું કામ િંચતા કરો છો? જોસેફે કહ્યું,હું છુંને.

યાહ... મિશેલ દૃૂર કશેક તાકવા લાગી હતી. પછી જોસેફ સામે જોયા વગર સાવ ધીમા અવાજે બોલી, શું નામ કહ્યું એ માણસનું?

ગણપત.

૦ ૦ ૦

મોક્ષ સ્થિર ઊભો હતો, ટેરેસ-બાહ્લકનીની દૃીવાલ પર ટેકો દૃઈને. ચહેરા પર અસ્ત થઈ ચૂકેલા સૂર્યે ફેંકેલી સોનેરી ચમક હતી. દૃષ્ટિ સમુદ્ર અને આકાશને સાંધતા ગાઢ પટ્ટા પર હતી, જેની પાછળ ક્ષિતિજરેખા ફરિયાદૃ કર્યા વિના અદૃશ્ય થઈ ગઈ હતી. પ્રકૃતિ ફરિયાદૃ કરતી નથી. પ્રકૃતિ ફકત ક્રિયા અને પ્રતિક્રિયાને સમજે છે. ફરિયાદૃો કરવી, અપેક્ષાઓ પાળવી, વૃતિઓ અને સંવેગોમાં સળગતા રહેવું તે મનનું કામ છે, શરીરનું કામ છે.

અને આત્મા? મોક્ષના મનમાં વિચાર કૌંધી ગયો.

આત્માનો ધર્મ શો છે? શું તે ક્રિયા-પ્રતિક્રિયામાં પ્રવૃત્ત થાય છે? શું આત્મા એક ધબકતી, વિચારી શકતી વસ્તુ છે? આત્મા અવિનાશી છે એવું ધર્મ કહે છે. જીવિત કે મૃત જેવા શબ્દૃો આત્માના સંદૃર્ભમાં અપ્રસ્તુત બની જાય છે. આત્મા ફકત હોય છે. આકાશની જેમ, શૂન્યાવકાશની જેમ...

મોક્ષ અંદૃર આવી ગયો. માયા હજુ તૈયાર થઈ રહી હતી.

ઓહ્હો, હજુ કેટલી વાર લાગશે તને? મોક્ષે પૂછ્યું.

માયાએ ડ્રેસિંગ-ટેબલના અરીસા તરફ સહેજ ઝુકીને લિપસ્ટિક લગાવવાનું ચાલુ રાખ્યું. પછી અરીસામાંથી મોક્ષ સામે જોઈને થોડું મલકી લીધું, શું ઉતાવળ છે?

મોક્ષ જોઈ રહ્યો. અરીસા પર જલતા લેમ્પના પ્રકાશમાં માયાનો ચહેરો તેજસ્વી ચમકી રહ્યો હતો. વાળ ઊંચા બાંધેલા હોવાથી લાંબી ગરદૃન અને સ્કાય-બ્હ્લયુ ગાઉનમાંથી દૃેખાતો પીઠનો ઉપરનો ખુહ્લલો ગોળાકાર હિસ્સો સરસ લાગી રહ્યો હતો, મોક્ષને નજીક ખેંચી લે એટલો. એ માયાની પાછળ, એને બિલકુલ સ્પર્શીને ઊભો રહી ગયો. પછી માયાની કમર પર હાથ મૂકીને એની પીઠની લિસ્સી સપાટીને હળવે હળવે ચુમવા લાગ્યો. મોક્ષ સંપૂર્ણપણે તરંગિત થઈ ચૂક્યો હતો, પણ માયા અસ્થિર ન થવાનો ભરચક પ્રયાસ કરતી રહી. મોક્ષે એનો ચહેરો સહેજ પોતાના તરફ ઘુમાવીને એના ગાલ પર લાંબું ચુંબન કર્યો.

મોક્ષ, નો! માયાએ કહ્યું, મેકઅપ ખરાબ થઈ જશે! તો ફરી કરી લેજે! મોક્ષે એના ગરદૃન અને ખભા વચ્ચેની માંસલ ગોળાઈ પર સહેજ દૃાંત ખૂંચાડ્યા, તેં જ કહ્યુંને, શું ઉતાવળ છે!

તું નિશાન ન બેસાડી દૃેતો, પ્લીઝ! પછી બહુ એમ્બેરેસિંગ થઈ જાય છે, માયાએ એને પોતાનાથી અળગો કરીને છણકો કર્યો, તે દિૃવસે રિતેશ અને રુપાલીની પાર્ટીમાં કેવો સીન થઈ ગયો હતો, યાદૃ છેને? મારા ગળા પર તેં જે મોટા મોટા જાંબલી ડાઘ કરી નાખ્યા હતા એ જોઈને મારી કેટલી ઉડાવી હતી સૌએ!

મોક્ષ થંભી ગયો. પીડાનું એક સ્પંદૃન કોણ જાણે કયાંથી ઊડતું ઊડતું આવ્યું ને જખમ કરીને પસાર થઈ ગયું.

રિતેશ એનો સૌથી ખાસ દૃોસ્ત હતો અને રુપાલી એની પત્ની. મોક્ષ એક-બે ક્ષણ માટે ગંભીર થઈ ગયો. પછી ગંભીરતાને અને પેલાં જખમને ખંખરી નાખવા હોય તેમ પ્રયત્નપૂર્વક હસી ગયો,હું જાંબલી ડાઘ કરી નાખવાના મૂડમાં હોઉં ત્યારે તારે બંધ ગળાનું કશુંક પહેરી લેવાનું. સિમ્પલ.

બહુ સારું. હવે મહેરબાની કરીને મને શાંતિથી તૈયાર થવા દૃઈશ? તારી પાસેથી કપડાંની ટિપ્સ હું પછી લઈ લઈશ... તું ત્યાં દૃૂર બેસી જા, મારાથી એટલીસ્ટ દૃસ ફૂટ દૃૂર!

થોડી વારમાં ટચ-અપ કરીને, સિહ્લવર હેન્ડબેગ અદૃાથી પકડીને માયા અદૃાથી મોક્ષની સામે ખડી થઈ ગઈ, આઈ એમ રેડી!

બન્ને માસ્ટર બેડરુમમાંથી બહાર આવ્યાં.

એક મિનિટ, મોક્ષ સુમનના રુમ પાસે અટક્યો. એણે અંદૃર ડોકિયું કર્યું. પલંગ પર પલાંઠી વાળીને બેઠેલી સુમન હાથમાં વેકસ કલર પકડીને ડ્રોઈંગબુકમાં ધ્યાનથી કશુંક ચિત્ર બનાવી રહી હતી. સુમનનું ચિત્ર બનાવવું હોય તો નિર્દૃોષતાનો ક્યો રંગ વાપરવો પડે?

સુમી... મોક્ષે ધીમેથી કહ્યું. સુમન સાથે હંમેશા ધીમા અવાજે વાત કરવી પડતી. એ ઉગ્રતાથી ફેંકાયેલા શબ્દૃોને સહન કરી શકતી નહોતી. નાનપણથી જ એ અવાજો પ્રત્યે વધારે સંવેદૃનશીલ હતી.

સુમી, અમે બહાર જઈએ છીએ, મોક્ષ એની બાજુમાં જઈને બેઠો. પછી ધીમેથી એનાં મસ્તક પર હાથ ફેરવ્યો, આવતાં મોડું થશે. તારા માટે કંઈ લાવવાનું છે?

સુમનનો હાથ થંભી ગયો. એણે મોક્ષ તરફ ગરદૃન ઘુમાવી. જાણે શૂન્યમાં જોઈ રહી હોય તેમ એકધારી તાકી રહી. પછી એના હોઠ ફફડ્યા:

ભાઈ...

તારે કંઈ મગાવવું છે, બેના? કલર્સ કે સ્ટોરીબુક કે કંઈ પણ?

સુમન કશું ન બોલી. ફકત મોઢું ફાડીને આંખો પટપટાવતી અબુધપણે જોતી રહી.

"મોક્ષ! દૃરવાજા પાસે ઊભેલી માયાએ રિસ્ટવોચ દૃેખાડી, ગેિંટગ લેટ. ફિહ્લમ શરુ થઈ જશે...

યપ્પ! મોક્ષ ઊભો થઈ ગયો. જતાં જતાં કહેતો ગયો, દૃવાનો ટાઈમ થઈ જાય એટલે જાતે ડ્રોઅર ખોલીને દૃવા પી લેવાની, ઓકે બેટા?

ગ્રાઉન્ડ ફ્લોર પર શાંતિ હતી. મિશેલ કદૃાચ બહાર ગઈ હતી. મુકતાબેન કિચનમાં કામ કરી રહ્યાં હતાં. મોેક્ષે ત્વરાથી કિચનમાં ડોકિયું કરીને સૂચના આપી દૃીધી, અમને આવતા બાર-એક વાગી જશે. કશું બનાવતાં નહીં અમારા માટે... અને સુમનની દૃવા ખતમ થવા આવી હોય તો ફોન કરીને મગાવી લેજો.

બહાર જોસેફ કમ્પાઉન્ડની ઊંચી દૃીવાલ પાસે સીડી પર ચડીને કશીક જહેમત કરી રહ્યો હતો. દૃરિયો અંધકારમાં અદૃશ્ય થઈ ચુક્યો હતો. ફકત સી-ફેિંસગ બંગલાઓની લાઈટ્સ જલી ગઈ હતી. કિનારા પર ફેંકાઈને તૂટી જતાં મોજાંનો દૃબાયેલા અવાજને બાદૃ કરતાં આખો બીચ લગભગ સૂમસામ હતો.

આપણને મુકતાબેન સારાં મળી ગયાં છે, નહીં? મોક્ષે ચાલતાં ચાલતાં કહેવા માંડ્યું, દૃુખિયારી છે બિચારી... પણ જ્યારથી આપણો કૂક ગાયબ થઈ ગયો છે ત્યારથી કિચન સરસ સંભાળી લીધું છે.

આપણે ત્યાં આવ્યાં એ પહેલાં એ કૂક તરીકે જ કશેક કામ કરતાં હતાંને! માયાએ કહ્યું, એને અનુભવ છે કૂિંકગનો. જોસેફ પણ મજાનો માણસ છે. વોચમેન ઉપરાંત માળીનું કામ પણ કરી નાખે છે. ઈન ફેકટ, એને શોખ છે ગાર્ડિંનગનો. આજકાલ સારો કૂક, સારો વોચમેન, સારો ડ્રાઈવર મેળવવા માટે નસીબની જરુર પડે છે!

હમ્મ... મોક્ષ ખામોશ થઈ ગયો. પછી કહ્યું, મિશેલ આજકાલ જોેસેફ સાથે બહુ વાતો કરતી હોય છે.હા. તો? માયાએ એની સામે જોયું. છંટાઈ ગયેલા અંધકારમાં મોક્ષનો ચહેરો ઘેરો બની ગયો હતો, એ બન્ને વાતો કરે એમાં ખોટું શું છે?

સવાલ સાચા-ખોટાનો નથી, માયા! મોક્ષનો અવાજ સહેજ સખત થઈ ગયો, આ મિશેલ... આઈ ડોન્ટ નો... કંઈક અજીબ વાઈબ્સ છે એની. એ સામે આવે ત્યારે, એની હાજરીમાં... કંઈક વિચિત્ર ફીિંલગ થવા લાગે છે. તને નથી થતું એવું?

માયા એક-બે પળ ચુપ રહી. પછી કહ્યું, હું એવું બધું એનેલાઈઝ કરવા બેસતી નથી... પણ મિશેલ નુકસાન કરવા જ આવી છે એવું તને કેમ લાગ્યા કરે છે, મોક્ષ?

મોક્ષે જવાબ ન આપ્યો. માયાએ વધારે પૂછ્યું નહીં. મુખ્ય રોડને જોડતી સડક સુધી હજુ બન્ને પહોંચ્યાં નહોતાં.

"મોક્ષ, માયાએ વિષય બદૃલવાના ઈરાદૃાથી જરા ઉત્સાહથી કહ્યું, આપણે છેહ્લલે નાટક જોવા ગયેલાં ત્યારે રિતેશ- રુપાલી પણ આપણી સાથે હતાં, યાદૃ છે? તું તો બોર થઈ ગયેલો નાટકમાં, પણ હું ને રુપાલી કેટલું બધું હસ્યાં હતાં! ઓહ માય ગોડ! ને રિતેશ પણ...

"માયા, પ્લીઝ! મોક્ષ સમસમીને ઊભો રહી ગયો. એકાએક એનો ચહેરો આતંકિત થઈ ગયો હતો, તું શું કામ વારે વારે રિતેશ-રુપાલીને યાદૃ કરાવ્યાં કરે છે? હમણાં થોડી વાર પહેલાં પણ તેં બન્નેનું નામ લીધેલું. ડોન્ટ ડુ ધિસ ટુ મી, માયા... બહુ તકલીફ થાય છે મને!

૦ ૦ ૦

મિશેલે પોતાના કમરામાંથી ચોરની જેમ બહાર આવી. એના હાથમાં એક હોહ્લડર હતું, જેમાં પાતળી લાંબી લાલ મીણબત્તી ટમટમી રહી હતી. મિશેલનો ગેસ્ટ-બેડરુમ ટોપ ફ્લોર હતો. રેિંલગ પાસે સહેજ ઝુકીને એણે નીચે નજર કરી લીધી. આખો બંગલો સ્તબ્ધ હતો. ધીમે કદૃમે એ દૃાદૃરો ઊતરીને ફર્સ્ટ ફ્લોર પર આવી ગઈ. સુમનના રુમની લાઈટ જલી રહી હતી. મુકતાબેન કદૃાચ રસોડું પતાવીને ઉપર આવી ગયાં હતાં. મિશેલ આજુબાજુ જોતી, લપાતીછુપાતી, મીણબત્તીને સાચવતી મોક્ષના બેડરુમ તરફ આગળ વધી. દૃરવાજો ફકત બહારથી અટકાવેલો હતો. મિશેલ સાચવીને જેવી અંદૃર ઘુસી કે એ જ ક્ષણે મીણબત્તીની જ્યોત એકાએક ધ્રૂજીને બુઝાઈ ગઈ. મિશેલના હૃદૃયના ધબકારા તેજ થઈ ગયા. એના હોઠ મંત્રોચ્ચારમાં ફફડવા લાગ્યા. એણે લાઈટની સ્વિચ ઑન ન કરી, બલકે ગાઉનના ખિસ્સામાંથી માચીસ કાઢીને મીણબત્તી ફરી સળગાવી. કાંપતી જ્યોતના પ્રકાશમાં આખા ઓરડાની વસ્તુઓ જીવતી થઈને નાચવા લાગી.

સન્નાટા જેવી થોડી પળો એમ જ પસાર થઈ ગઈ. મીણબત્તીમાંથી પીગળેલાં મીણનાં બે ટીપાં સરકીને ટાઈહ્લસ પર ટપકી ગયાં. મિશેલે રાઈિંટગ ડેસ્ક ઉપર ગોઠવેલાં પુસ્તકો અને ચીજવસ્તુઓને ફંફોસવાનું શરુ કર્યું. ત્યાર બાદૃ એેક પછી એક ડ્રોઅર ખોલી ખોલીને જોતી ગઈ. એના ચહેરા પર તીવ્રતા ઘૂંટાવા લાગી હતી. રાઈિંટગ ડેસ્કમાં કશું ન મળ્યું એટલે બેચેન થઈને, ગભરાઈને એ વોર્ડરોબ તરફ આગળ વધી. મીણબત્તીના સરકતા પ્રકાશમાં કાળા પડછાયા સતત આકાર બદૃલી રહ્યા હતા. મિશેલે િંહમત કરીને એક ઝાટકામાં વોર્ડરોબનાં બારણાં ખોલી નાખ્યાં. એકાદૃ ક્ષણ માટે એ અસ્થિર થઈ ગઈ, પણ પછી તરત પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. અંદૃર હેંગરમાં કપડાં લટકી રહ્યાં હતાં. આ માયાનો વોર્ડરોબ હતો. મિશેલે ઉપરથી નીચે નજર ઘુમાવીને ફરી શોધખોળ શરુ કરી દૃીધી. આ વખતે ઝાઝી મહેનત કરવી ન પડી. ડાબી બાજુના નાનકડું ડ્રોઅર ખોલતાં જ એક નાનો વિડીયો કેમેરા દૃેખાયો. નીચે ફોટો આલબમ દૃબાયેલું હતું. કદૃાચ આ જ હશે! મિશેલે ધડકતા દિૃલે આલબમ હાથમાં લીધું. ઊઘડતા પાના પર જ વિગતો લખી હતી:

"માથેરાન, ફેબ્રુ્રઆરી ૨૦૧૩!

મિશેલની આંખો ચમકી ઉઠી.

યેસ! ધિસ ઈઝ ઈટ!

વોર્ડરોબ બંધ કરીને, વસ્તુઓ લઈને એ ત્વરાથી મોક્ષના બેડરુમમાંથી બહાર નીકળી ગઈ. લોબીમાં કોઈ નહોતું. સડસડાટ પગથિયાં ચડીને એ પોતાના બેડરુમમાં આવી ગઈ. અધ્ધર જીવે એણે મોબાઈલ જોડ્યો. સંધાન થતાં જ એ ઉશ્કેરાઈને બોલવા લાગી:

યુ વેર રાઈટ. મને વસ્તુ મળી ગઈ છે. હેન્ડીકેમ અને ફોટો આલબમ બન્ને. હવે વધારે રાહ જોવાય એમ નથી. બસ, આવતા રવિવારની રાતે હું...