Jivi Levanu.. in Gujarati Motivational Stories by Bhautik Dholariya books and stories PDF | જીવી લેવાનું....

Featured Books
Categories
Share

જીવી લેવાનું....

જીવી લેવાનું !

હુ એન્જીનીયરીંગ પૂરું કરીને હવે કંપની માં જોબ કરું છું. દોસ્ત સાચું કહું ને તો મારી બધી જ હવા નીકળી ગઈ છે. કારણ શું છે ખબર છે તમને ? તમે ગાંડાની જેમ ૧૦ અને ૧૨ માં મહેનત કરો અને સારા માર્ક્સ લાવો અને તમારું ભણતર પૂરું કરો. આજે ૭ વર્ષમાં તમારી કેટલી મરાની હોય અને પછી તમને ખબર પડે કે આપની કાઈ વેલ્યુ જ નથી, તો કેવું લાગે. સમાજ તમને “ભણેલા બેરોજગાર” કહીને બોલાવે. ચાલો સમાજ નું છોડો આપણા ખુદના સગાવાહલા જ આપણને મેંણા મારીને બોલાવે. મને થાય છે કે સાલાવ ને કોન્ડમ ના દસ બાર પેકેટ આપી દેવા જોઈએ એટલે પોતાનું કામ કરે રાખે. માફ કરજો આવા શબ્દો બોલવા પડે છે પણ કોઇકે મસ્ત જ કહયું છે “પુરુષનું માસિક છે ને ગાળો છે” એટલે તે ના આવે ને ત્યાં સુધી મજા ના આવે, અને હું પાછો રહ્યો હુરટી એટલે ગાળો તો અમારે વચમાં આવે જ.

હા તમને ખબર છે ગુજરાતમાં સોથી વધુ બિઝનેસમેન શા માટે બને છે ? કારણ કે કંપનીમાં માણસ એટલો પીસાય છે “જેમ શેરડીના સાઠામાંથી રસ નીકળે ને તેમ” અને પછી કઇક અલગ કામ કરે છે કયારેક નિષ્ફળ જાય છે પણ તે કામ છોડતો નથી. અને સાહેબ પોતાએ બનાવેલી દુનિયા જેમાં બંગલા, ગાડીઓ કે મોટી ટીવીઓ હોય અને તે રોનક છે ને તે છાની રહેતી નથી. કોઈ બાપ પણ કહીને ન જાય કે તે બાપના પૈસામાં મોજ કરે છે. અમુક તો એવા ચુ** હોય ને કે, તે પાછા વાતો કરે કે એ તો તેના ભાગ્યમાં હતું એટલે મળ્યું. અરે ભાઈ તારા ભાગ્યમાં તો જન્મીને મરી જવાનું જ લખ્યું હશે નહિ અને છોકરા પેદા કરવાનું જ લખ્યું હશે નહિ? ભાઈ રોદડા રોવાનું બંધ કર અને કામ કર.

મારે એ માણસને શોધી લાવવો છે જે કહેતો હતો કે આ ૭ વર્ષ મહેનત કરો પછી ૭૦ વર્ષ જલસાથી જ જશે. તારા બાપનું કપાળ થઈ જશે. દોસ્ત હવે બધુ જ બદલાય ગયું છે. struggle નામનો સિમ્બોલ તમારો પીછો નહિ છોડે મને યાદ છે મેં ૧૦ અને ૧૨ ની મહેનત. દોસ્ત ખુબ મહેનત કરી હતી. પણ બોસ smart work જોઈએ, hard work નહિ, પછી ગમે તે ફિલ્ડ હોય.

વાત કરવી છે કંપનીની. હા દોસ્ત, કંપનીમાં આવ્યો એટલે ઘણું બધું જાણવા મળ્યું. જે મારે તમને કહેવું છે. શરૂઆતના દિવસો ખુબ કપરા રહયા. ઘણા ધક્કા ખાધા ક્યારેક એમ થઈ જતું કે આલે તારી નોકરી નથી કરવી જા. પણ પછી મારે મારા ઘરની સામે પણ જોવાનું હતું. થોડીક responsibility હતી જે પૂરી કરવી છે. કંપનીમાં બધાજ આવે ને ત્યારે બિચારાની સાથે એક ડબલું ટીફીન હોય અને ઘણી બધી જવાબદારી. શરુવાતમાં હું ગયો એટલે મને જાણવાની ઈચ્છા હતી કે આનો પગાર કેટલો હશે? નામ શું હશે ? એટલે હું પૂછી લેતો કે શ્રીમાન આપની વિગત કહેશો ? કોઈ કહેતું તો કોઈ કાઈ નહિ. સાલાવ ચુ** અહી પણ છે. અહિયાં સૌથી વધુ કામ કોણ કરે ખબર છે? હેલ્પર ૧૨ કલાકનું કામ કરે અને પગાર માત્ર ૮ હજાર! બિચારાનું શોષણ જ થતું જે જોઈ મને ખુબ દુખ લાગતું. પછી ઓપરેટર અને પછી ફિલ્ડ એન્જિનિયર.

મને એ વાતનુ દુખ છે કે મારા મિત્રો હજુ કોઈ કંપનીમા ગયા નથી. સોરી દોસ્ત ટેન્શન નહિ લે તારા માટે કોઈ જોબ તો મળી જ જશે.

“શોખ તો પપ્પા પૈસા આપતા ત્યારે પુરા થતા, આપણે કમાયેલા પૈસાથી તો ફક્ત જરૂરિયાત પૂરી થાય છે.”

દોસ્ત આ વાત એકદમ સાચી છે. પૈસાનું મહત્વ છે ને યાર, પૈસા કમાશો ને ત્યારે થશે. BC મારી તો હવા નીકળી ગઈ છે. જો કે શોખ મારે હતા કે નહિ, તે પણ મને ખબર નથી સાહેબ.

થોડીક ટીપ્સ આપવી છે. જિંદગી જીવવા માટે સારી લાગે તો રાખજો નહિતર કોન્ડમ ની જેમ રસ્તા પર ફેકી દેજો.

  • Every boss stared as a worker if worker don’t feel it. હા દોસ્ત એકદમ સાચી વાત છે ગમે તેને જોઈ લો ધીરુભાઈ કે પછી બીલ ગેટ્સ. તમે અત્યારે એકદમ નીચી પોસ્ટ પર કામ કરો છો કોઈ જ પ્રોબ્લેમ્સ નથી એક દિવસ તમે ટોચ પર પણ હોય શકો. સપના જોવાનું છોડશો નહિ.
  • No matter how you feel get up, dress up , show up and never give up
  • હા ક્યારેય છોડીશ નહિ. તમે બધા હોય ને પછી કહોને કે હું તને છોડીશ નહિ. તમે ઉઠો અને ડ્રેસ પહેરો અને દુનિયા બતાવી દો કે તમે શું કરવા માંગો છો અને તે હાસિલ કરો.

  • You have to step out your comfort zone be brock for a long time . Lose the people that don’t believe you
  • મારા માટે comfort zone એટલે તમે જે ભગવાન પાસે માંગો છો. ને તેના કરતા વધારે ભગવાન તમને આપવા માંગે છે. એટલે તે પરિસ્થિતિની બહાર આવો અમુક ફેકુંચંદો જે તમને કહે ને તે માનસો જ નહિ એટલે તે લોકો ને ignor કરો તે લોકો કોણ હશે ખબર છે તમને. તમારા મિત્રો પરિવાર અને સગા વહાલા.

  • Take chance when you are young so that you can tell stories when you are old
  • ભાઈ રિસ્ક તો લેવો જ પડશે પછી ગમે તે કામ હોય. ભગવાને પણ તમને બનાવીને રિસ્ક જ લીધો છે કારણ કે તેમને ખબર નથી કે તમે પુર્થ્વી પર આવીને સારા કામ કરશો કે ખરાબ. એટલે જે વ્યક્તિ રિસ્ક નથી લેવા માંગતો તેને નદીમાં ડૂબી મરવું. thst’s all.

  • Never settle for then what you deserve.
  • હા ! આ એક મહત્વનો મુદો છે. આપણે અમુક વસ્તુઓ જોઈએ છે છતાં આપણે નથી લઈ શકતા એટલે mind નાનું ના રાખો. ઉપરવાળા પર શ્રદ્ધા રાખો. તે આપવા જ બેઠો છે અને આપશે પણ ખરા.

  • It’s not about how big the house is, it is about how happy the home is.
  • અરે ભાઈ ઘર જ સુખી નહિ હોય તો શું ઘાંટો તમે તેમાં રહેવાના. સાંજે થાકેલો માણસ ઘરે આવે અને પછી જો ઘરમાં પણ સુખ ના મળે તો પછી તે ઝઘડામાં પરિણમે છે. તે આપણને ખબર છે. કોઈનો ગુસ્સો કોઈના પર ઉતરે. mostly બાળકો પર

  • We are not born just to pay bills and die
  • આ વાક્ય છે ને ઘણું બધું કહી જાય છે, દોસ્ત. એક વખત જો તમે કોઈ ફિલ્ડમાં ઘુસી જાવને તો તેને છોડશો નહિ. કારણકે દોસ્ત આ જિંદગી બીજી વાર નથી મળવાની અને હા મરવાનું તો એક દિવસ બધાને જ છે, એટલે તેનો ડર રાખતા નહિ. એની માને જીવી લ્યો તમ તમારે.

  • I am 90 % sure you don’t like me but I am 100 % sure I don’t care you.
  • છેલ્લું વાક્ય છે ને આ જ કહેવા માંગે છે કે તમેં જો મને ધીક્કારતા હોવ તો ભાડમાં જાવ. મને ખબર છે આ વાક્યની અહેમિયત તેવું લોકોને કહો.

    અંતિમ સત્ય : તમારા સપનાનું નિર્માણ તમારે ખુદ જ કરવું પડશે,

    નહીતર,

    બીજા લોકો એનાં સપના પુરાકરવા તમને નોકરીએ રાખશે.