Mano Zindagine in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | માણો જીંદગીને

Featured Books
Categories
Share

માણો જીંદગીને

નવલિકા

માણો જીંદગીને...

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


માણો જીંદગીને...

પ્રેમની અમીવર્ષા પરસ્પર થતી હોય, ત્યાંજ ઇશ્વરનો વાસ હોય છે. આયુષ્યમાં વર્ષો ઉમેરાય છે પરંતુ સુખનો ગુણાકાર થતો નથી. જેટલું આયુષ્ય છે એટલું સુખ છલોછલ ભરી લેવું. સુખ આપણાં મન અને હ્ય્દયમાંથી જ આવે છે. આખો દિવસ પૈસા કમાવા રઝળ્યા કરીએ છીએ દીકરાના દીકરાને પહોંચે એટલી મૂડી એકઠી કરવી હોય છે. આ પૈસારૂપી દોડમાં આપણે પોતે પોતાની જિંદગી જીવવાનું ભૂલી જઇએ છીએ. યંત્રને પણ થોડો સમય બંધ રાખવું પડે છે જેથી એ વધુ ચાલે ને લાંબુ ટકે. શરીરને યંત્ર ન બનાવો. તમારા હોદ્દા, તમારા બિઝનેસ કરતાં તમે પોતે વધારે મહત્વના છો. તમે ખુશ રહેવા, ખુશી આપવા, ધર્મ કરવા, પરોપકાર કરવા સર્જાયા છો. મહેનત કરો, પુરુષાર્થ પણ કરો. આ બધા સાથે જિંદગીને પણ માણો. થોડો સમય પોતાના માટે પણ કાઢો. કુટુંબની નાની મોટી વાતો કરો, ઘરના વડીલો સાથે થોડો સમય કાઢો.એમના ભૂતકાળના કિસ્સા સાંભળી ગર્વ લો. આપણા વડીલો આપણી આબરૂ છે. એમનાથી તો આપણી ઓળખ છે. જીવન અમુલ્ય છે. જીવન જીવવાના સાચા માર્ગે પાછા ફરો. બુદ્ધિ બહેર મારી ગઇ હોય તો એને ઠેકાણે લાવો. જિંદગીનો સાચો આનંદ આત્માને તરબતર કરી નાખશે. તમારા સુખમાં કોઇનો ભાગ રાખશો, તો સુખનો એ નિર્મળ આનંદ ત્રેવડાઇ જશે.

“મરણ વખતે ફૂલો થોડાં ઓછા હશે તો ચાલશે,

જીવન સુગંધિત નહીં હોય તો બધું નક્કામું...

ચાર નારિયેળમાં કાપ મૂકાશે તો ચાલશે,

ચાર માણસ ઠાઠડીને ટેકો નહીં આપે તો બધુ નક્કામું...