Megh ni vato - 2 in Gujarati Short Stories by megh books and stories PDF | મેઘની વાતો - 2

The Author
Featured Books
Categories
Share

મેઘની વાતો - 2

કોલ

રત્નાબાપા મરણપથારી એ પડ્યા હતા . બે દીવસ થી પથારી પર થી ઉભા થયા ન હતા . મૃત્યુ એકદમ સામે જ કળાતુ હતુ , પણ હજુ એક બંધન તેમને જીવ છોડવા પરવાનગી આપતુ ન હતુ . તેમનો મોટો દીઅરો આપો બહારગામ ગયો હતો , તેને સંદેશ તો મોકલ્યો હતો પરંતુ હજુ તે આવ્યો ન હતો . બાપા મહાપ્રયત્ને શ્વાસ ટકાવી રહ્યા હતા . બધા ને ખબર હતી કે બાપા લાંબુ ખેંચશે નહી , પરંતુ કોઈ એ જાણતુ ન હતુ કે બાપા ને હજુ શુ ચિંતા છે કે તેઓ જીવ છોડી રહ્યા નથી . તેમણે યમ સામે લડાઈ આદરી હતી . જ્યા સુધી તેમનો ભાર હળવો ન થાય ત્યાં સુધી તેઓ યમ ના શરણે કોએ સંજોગે જવા માંગતા ન હતા .

આપો ઘરમા આવ્યો , તેના ચહેરા પર મુસાફરી અને ચિંતા નો થાક સ્પષ્ટ દેખાતા હતા . અપો તરત જ રત્ના બાપા ની પથારી પાસે બેસી ગયો . બાપા એ શરીર મા જેટલી શક્તિ બચી હતી તે બધી એકઠી કરી ને કહ્યુ , “ દીકરા ! હવે ઘડી બે ઘડી નો મહેમાન છુ . હવે વધારે જીવવાની ઇચ્છા પણ નથી , પણ હૃદય પર એક બોઝ છે , તે હળવો નહી થાય ત્યા સુધી ખોળીયા માંથી જીવ નીકળશે નહી . “

“ બાપા એવુ શા માટે બોલો છો ? હજુ તમારે અમારી સાથે ઘણુ રહેવાનુ છે . બા પણ અમને છોડી ને વહેલા જતી રહી . હવે તમે પણ આવુ બોલો છો ? “

“ બેટા ! દરેક ને ઇશ્વર પાસે જવાનો સમય નિશ્ચિત હોય છે . મારે તો કાલ નુ તેડુ હતુ , પણ તુ હતો નહી માટે આજ સુધી શ્વાસ ખેંચી રહ્યો છુ . પણ હવે આ પીડા સહન થતી નથી . મારે તને એક કામ સોંપવાનુ છે . કાના ના લગન હજી બાકી છે . એ કામ તારે કરવાનુ છે . “

“ બાપુ તમે જાણો છો કાના ને મે નાના ભાઇ ની જેમ નહી પણ દીકરા ની જેમ સાચવ્યો છે . મે દેવદાન અને કાના વચ્ચે કોઇ અંતર રાખ્યુ છે કે તમે આવુ બોલો છો . કાના માટે હુ સારા મા સારી કન્યા ખોળી લાવીશ . “

“ મને તારા પર વિશ્વાસ છે , પણ બાપ છુ ને ચિંતા જતી નથી . “

“ બાપુ દેવદાન પહેલા હુ કાના નુ ઘર બંધાવીશ એ મારો તમને કોલ છે “

રત્નાબાપા ને હૈયે ટાઢક વળી , “ બસ દીકરા એજ ................ “ તેમના શબ્દો અધુરા રહી ગયા . એક બાપ ની ઇચ્છા નુ માન રાખી ને યમે તેમને આટલો સમય આપ્યો હતો . પણ હવે તેમના જીવ ને શાનિ મળતા જ યમરાજે તેમનુ કર્તવ્ય બજાવ્યુ .

કાનો ને છ મહિના નો જ છોડી ને તેમની મા સ્વર્ગે સીધાવ્યા હત . માટે રત્ના બાપા એ છ મહિના માંજ આપા ના લગ્ન કાનબાઇ સાથે કરાવા હતા . કાનબાઇ એ અને આપા એ કાના ને દિકરા ની જેમ ઉછેર્યો હતો . કાનબાઇ ના આવવાથી કાના એ કારેય માતા ની ખોટ ભોગવી ન હતી . કાનબાઇ ને ખોળે જ્યારે દેવદાન નો જન્મ થયો ત્યારે બધા ને એમ હતુ કે હવે કાના પર કાનબાઇ ની અમીદૃષ્ટિ ઓછી થશે પરંતુ કાનબાઈ એ દેવદાન થી વધારે કાના પર મમતા વરસાવી હતી . કાકા ભત્રીજા વચ્ચે પણ બહુ સારો મેળ હતો . ઉમર નો તફાવત પાંચ વર્ષ નો હતો . પણ મનમેળ એટલો વધારે કે બેઉ એકબીજા થી કોઈ વાત છાની રાખી શકે નહી .

બાપા ના કારજ પછી થોડો સમય પસાર થયો અને આપા એ કાના માટે કન્યા શોધવાનુ શરૂ કર્યુ . તેમનુ ખોરડુ ખાનદાની હતુ , અને સમાજ મા શાખ પણ ઉંચી હતી માટે કોઈ કન્યા પરણાવવા ની ના કહે એ તો ભાગ્યે જ બને તેમ હતુ . પણ આપો માગુ નાખે એ પહેલા કાના ને પુછે કે ભાઈ શુ વીચાર છે ? તેના જવાબ મા ના સાંભળીને માંગુ નાખવાનુ પડતુ મુકે . એમ ઘણી કન્યા ઓ ની ના પાડી એટલે આપો ઘણીવાર કાના પર ગુસ્સે પણ થઈ જતો , પરંતુ કાનબાઈ સમજાવતી કે તેને છોકરી ગમતી નહી હોય . કાનો દરેક કન્યા ને ના ભણી દેતો એટલે કાનબાઈ ને સમજાયુ કે કાના ને ચોક્કસ કોઈ છોકરી ગમતી હશે .

કાનબાઈ એ કાના પાસે જાણવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેને પાસેથી કોઈ જવાબ મેળવી શકી નહી માટે તેણે દેવદાન ને પુછ્યુ , “ કાનો કેમ દરેક છોકરી ને ના ભણી દે છે ? “

“ બા કાના ને જીવાભાઇ ને રતન ખુબ જ ગમે છે . અને તમે સાત સોનાની કન્યા ચાહે ને બતાવો તે રતન સાથે જ લગ્ન કરશે . તમે ત્યા માગુ નાખવાની વાત કરશો ત્યાંજ ભાઇ હા કહી દેશે . “

કાનબાઇ એ આપા ના કાને વાત નાંખી , “ કાના મટે જીવાભાઇ ની રતન નુ માંગુ નાખીએ તો કેમ રહે ? “

“ પહેલા તમારા દેર ને પુછી જૂઓ , ભાઈ ને ગમશે નહી તો વાત નાખ્યા પછી ના કહેશે . “

“ મે કઈ એમ જ તમને કહ્યુ હશે . દેવદાન કહેતો હતો કે કાના ને રતન બહુ ગમે છે . “ એટલા મા કાનો ત્યા આવ્યો . કાના ને પુછતા તેણે ધીરેથી હા ભણી . આપા ને પણ સગપણ યોગ્ય લાગ્યુ .

બીજે દીવસે આપાભાઇ તો તૈયાર થઈ ને જીવાભાઇ ના ઘરે જવા નીકળ્યા . એક જ ગામ ના અને સારા મીત્રો હોવાથે આપા ને માંગુ પાછુ આવવાની સંભાવના ઓછી લાગી હતી . તે જીવાભાઇ ના ઘરે પહોંચ્યા ત્યારે રતન પાણી ભરવા ગઈ હતી . જીવાભાઈ એકલા બેસીને ચલમ ફુંકતા હતા . જીવાભાઇ એ આપાભાઇ ન સારી રીતે આવકાર્યા અને આવવાનુ કારણ પુછ્યુ . આપાભાઇ એ કાના અને રતન ના સગપણ વીશે કહ્યુ . જાવાભાઈ એ પણ ખુશે થી સગપણ નો સ્વીકાર કર્યો .

એટલા મા રતન પણ પાણી ભરીને પરત આવી , તેને જોઈને જ જીવાભાઇ એ કહ્યુ , “ બેટા આપાકાકા તારુ માંગુ લઈને આવ્યા છે . તને એ ઘરમા વહુ થઈ ને જવા નુ ગમશે ? “ એ સાંભળતા જ રતન શરમાઇ ને ઘર ની અંદર જતી ર્હી અને બન્ને એ તેને હા સમજી ને ત્યાંજ ગોળધાણા ખાઇ લીધા .

તે બન્ને માંથી એકપણ જાણતા ન હતા કે રતને દેવદાન નુ માંગુ આવ્યુ સમજી ને હા કહી છે . રતન દેવદાન ને છાના ખુણે ચાહતી હતી . તેણે જ્યારે એમ સાંભળ્યુ કે આપાકાકા સગપણ કરવા માટે આવ્યા છે એટલે એમ જ સમજી કે દેવદાન અને તેના સબંધ ની વાત થાય છે . પરંતુ તેના ભાગ્ય મા કદાચ આંચકો ખાવાનુ લખ્યુ હશે . તેનુ બહાર જવાનુ પન બંધ હોવા થી બહાર ના લોકો પાસેથી પણ તેને માહિતી મળી નહી . બધા એ લગ્નની તૈયારી ઓ આર્ંભી . આપાભાઇ રત્નબાપા ની ઇચ્છા બને એટલી વહેલી પુરી કરવા માંગતા હતા . એટલે તેમણે એક મહિના પછી નુ મુહુર્ત નક્કી કર્યુ . બધા ખુબ ખુશ હતા . રતન અને કાનો તો જાણે સર્વસ્વ પામ્યા ના આનંદ મા વીહરતા હતા . બન્ને વચ્ચે તફાવત માત્ર એટલો જ હતો કે કાના ને તેનુ પ્રીયપાત્ર મળૅવાનુ હતુ જ્યારે રતન ના ભાગ્ય મા તી ગમતો સાથી ન હતો . બન્ને સ્વપ્નો મા રાચતા હતા , એક રતન ના અને બીજુ દેવદાન ના .

સ્થીતી આવી જ બની રહેત , પરંતુ એકવાર કાનો ખેતરે થી આવી રહ્યો હતો અને ઘરે કોઈ ન હોવા થી રતન પાણી ભરી રહી હતી . બન્ને એકબીજા ની આમને-સામને આવી ગયા . રતને કના ને જોઈ ને કાકાજી સામે છે એમ સમજી ને લાજ કાઢી , બીજી તરફ રતન ને લાઝ કાઢેલી જોઈ ને કાના એ વીચર્યુ કે રતને શરમાઈ ને લાઝ કાઢી છે . કાના થી રહેવાયુ નહી તે જીહ્વા ને બંધ રાખી શક્યો નહી .

“ કઈ વાંધો નહી , હમણા થોડા દીવસ પછી મારા હથે તારો ઘુંઘટ ઉઠાવીને તારૂ મુખડુ નીહાળીશ . “ એમ કહી તે હસતો હસતો ત્યાંથી રવાના થયો .. રતન કઈ સમજી નહી કે કાનો આવુ શા માટે બોલ્યો હશે . પરંતુ તે ત્યંથી રવાના થયો ત્યાંજ તેની એક સહચારીણી બોલી ઉઠી , “ શા માટે એમને તરસાવે છે ? બીચારા એ તારુ મોઢુ જોઈ લીધુ હોત તો લગ્ન સુધી નીરાંત થઈ જાત . થનાર પતી ને આવી રીતે તરસાવવા યોગ્ય નથી . “ સખીઓ એ હસવા મા રતન ના ચહેરા પર આવેલ દુઃખ ની નીશાનીઓ જોઈ નહી . તેના પગ નીચેથી કોઈ એ જમીન ખેસવી હતી . તે મુંગા મોં એ ત્યાંથી નીકળી . બધા ને થયુ શરમાઇ હશે . પણ તેના હૃદય મા તો ઉલ્કાપાત મચ્યો હતો . તે જે સગપણ ના કારણે જીવન મા ક્યારેય ન થઈ હોય તેટલી પ્રસન્ન હતી પરંત આજે એજ સગપણ ના કરણે તે ઉદાસી અને દુઃખ ના પાતાળ મા ગરકાવ થઈ .

હવે એકવાર હા કહ્યા પછી ના કહે તો તેના પિતા ની આબરુ પર પાણી ફરી વળે અને જો લગ્ન કરી લે તો તેના જીવન પર પાણી ફરી વળે . તે જેને ચાહ્તી ન્હોય તેવા જીવંસાથી સાથે રહી શકે નહી અને પોતાના કારણે પીતા ની આબરૂ ઓછે થાય તે પણ સહન ન કરી શકે . માટે હવે તેની પાસે એક જ માર્ગ રહેતો હતો . અને રાત્રી ના અંધકાર મા તેણે કુવા મા ઝ્ંપલાવ્યુ . સવારે જ્યારે કુવા આ તેનુ શબ જોયુ ત્યારે આખુ ગામ શોક મા ડુબી ગયુ . સૌથી વધારે આઘાત કાના ને લાગ્યો હતો કારણ કે તણે આજીવન જેને ચાહી તેનો મેળાપ જ્યારે સમીપ હતો ત્યારે જ ઇશ્વરે તેને પોતાની પાસે આમંત્રી લીધી . ઇશ્વરે તેની સાથે પ્રતીશોધ લ્ધો હતો . તેના જીવન ની ભવીષ્ય ની રોચક પળો ઇશ્વરે આંચકી લીધી હતી . તે અતડો બની ગયો . ગામ ના બદલે તે વાડીએ વધુ રહેવા લાગ્યો . તેના જીવન ની એકમાત્ર ઇચ્છા પણ પુર્ણ ન થઈ .

બે ત્રણ મહીના વીત્યા પણ આપા એ કાના ની સ્થિતી મા કોઈ સુધાર જોયો નહી . તે પોતાનો કોલ પુરો કરવા માંગતો હતો પરંતુ તે કાના ની આવી હાલત જોઈ ને તેની સામે જઈ શક્યો નહી . માત્ર કોલ જ નહી પરંતુ તે પોતાના દીકરા સમાન ભાઇ ને આ સ્થિતી માંથી બહાર લાવવા માંગતો હતો . અને તે માટે કાના નો બીજે જીવ મેળવવો જરૂરી હતો . તેણે કાનબાઇ સાથે પણ સલાહ કરી પરંતુ તેણે પણ સમય આપવાની સલાહ આપી . ‘

કાના ને લાગ્યુ કે જ્યા સુધી તે લગ્ન નહી કરે ત્યા સુધી દેવદાન ના પણ લગ્ન થશે નહી . તે હવે લગ્ન કરવા ઇચ્છુક હતો નહી તો પછી શા માટે તેના કારણે દેવદાન ના લગ્ન ન થઈ શકે . એક દીવસ કાના એ દેવદાન ના લગ્ન કરવા નુ કહ્યુ . કાનબાઇ અને આપા એ તેને ખુબ સમજાવ્યો કે તુ લગ્ન કરે પછી જ દેવદાન ના લગ્ન થશે . પરંતુ કાનો એક નો બે ન થયો . તેમણે બધાને સમજાવી દીધુ કે તેના લગ્ન તો રતન સાથે થઈ ચુક્યા છે , લગ્ન માટે ફેરા ફરવા જરુરી નથી . તેની જીવનસાથી એક જ હતી અને તે છોડી ને જતી રહી હવે તેના જીવન મ બીજુ કોઈ નહી આવે . અને કોઈ તેની સાતે જબરદસ્તી કરશે અથવા દેવદાન ના લગ્ન નહી કરે તો તે હંમેશ માટે અહીથી દુર જતો રહેશે . બધા એ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સર્વે ના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા . અંતે તેના થી થાકી હારી ને દુઃખી હૃદયે આપા એ દેવદાન ન લગ્ન ગોઠવ્યા .

ચૈત્ર મહિના ની એક તીથી એ દેવદાન ઘોડે ચદ્યો . આપા અને કાનબાઇ ના ચહેરા પર ખુશી સાથે દુઃખ ના ચિહ્નો સ્પષ્ટ હતા , પરંતુ કાનો તેના ભત્રીજા ના લગ્ન થી ખુબ ખુશ હતો . વરરાજા મંડપ મા પહોંચ્યા . વીધી શરુ થઈ , કના એ બધા ને ખુશ રાખવા ઘણા પ્રયત્નો કર્યા . જ્યારે ફેરા ફરવાનો સમય આવ્યો ત્યારે ભરબપોરે , કાળાતડકા મા અને જ્યારે આકાશ મા એક પણ વાદલ ન હતુ ત્યારે આભ ધીમી ધારે વરસ્યુ . બધા ના આશ્ચર્ય ની કોઈ સીમા ન હતી .

આજે ઘણા વર્ષો પછી હજુ દેવદાન ના ઘરે પારણુ બંધાયુ નથી . કાનો હજુ ગામ થી દુર વાડી એ જ પોતાનો પુરો સમય પસાર કરે છે .આજે પણ કોઈ ન હોવા છતા તેને એકલો વાર્તાલાપ કરઓ સાંભળી શકાય છે . તેણે અજીવન એજ સ્ત્રી ને ખરા મન થી ચાહી છે અને જ્યા સુધી જીવે છે ત્યા સુધી ચાહતો રહેશે . ગામના લોકો નુ એવુ માનવુ છે કે આપાભાઇ રત્નાબાપા ને આપેલ કોલ પુરો કરી શક્યા નહી માટે જ દેવદાન ના ઘરે બાળક નથી અને તે દીવસે જે આકાશ વરસ્યુ તે પણ રત્નબાપા ના જ આંસુઓ હશે .

પરન્તુ હુ માનુ છુ ત્યા સુધી કોઈ દાદા પોતના પૌત્ર ને દુખી ન કરે . કદાચ તે દીવસે જે આભ વરસ્યુ તે રતન ના આંસુઓ હશે . તેણે કાના જેવા જીવનસાથી સાથે રહેવાને બદલે મૃત્યુ પસંદ કર્યુ . એ અવીચળ અને શુદ્ધ પ્રેમ ને પીછાણી ન શકી માટે પાછળ થી અશ્રુઓ સાર્યા હશે .