Sasu ae sasu in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | સાસુ એ સાસુ

Featured Books
Categories
Share

સાસુ એ સાસુ

સાસુ એ સાસુ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સાસુ એ સાસુ

સંજના ઘરના ઓટલા પર પ્રતિકની રાહ જોઈ બેઠી હતી. આમ તો આંખમાં આંસુ ક્યારના છલકી જવાની તૈયારીમાં હતા અને એને સંજના ખાળી રહી હતી. જો કેઆ સંપૂર્ણ ઘટનામાં કદાચ ભૂલ કહો કે જીદ એ માટે જવાબદાર માત્ર સંજના હતી. એનેઘણા દિવસથી એમ થયા કરતું હતું કે આજે તો પ્રતિકની સાથે દિલ ખોલીને વાત કરી લઉંપણ, પ્રતિકને આવતો જોઈ સંજના બધા જ વિચારો એક તરફ મૂકી દેતી હતી. એક તરફસંજનાને આમ પ્રતિક્ષામાં બેઠેલી જોઈ પ્રતિક ખુશ થઈ જતો હતો તો બીજી તરફ એનાચહેરા પર કામનો થાક પણ દેખાતો હોય, એટલે સંજનાને થાય, જવા દો કાંઈ જ નથીકહેવું. એ બેઠી હતી અને સાસુમાં તૈયાર થઈ નીકળ્યા અને જતાં જતાં કહ્યું, ’સંજનાવહૂ, હું મંદિરે જઈને આવું છું, હું આવું એટલે કહેજો કે પ્રતિક કેટલા વાગે આવ્યો,સંજના કહે, મા તમારા દીકરા હવે નાના નથી કે એના આવવા-જવાના સમયની નોંધરાખવી પડે, એ તો કામહશે એમ આવશે, સાસુમા કંઈ બોલ્યા નહીં અને જતા રહ્યા,સાસુમા ગયા અને સંજનાને વિચાર આવ્યો કે, હું સાચી છું કે ખોટી છું...? મારો આગ્રહ કહો કે હઠાગ્રહ, સાચો હતો કે ખોટો, આ વિચાર કરતા કરતા, જીવનની ચોપડીના પાછળના પાનાઓ પર પહોંચી ગઈ.’

સંજના આમ તો સાવ નાની હતી ત્યારે પરિવારની લાડકી હતી. કાકાબાપાનાપાંચ ભાઈઓમાં એ એક જ બહેન હતી. એનો તો પડ્યો બોલ ઝિલાતો, એ કહે કે મારે આ કરવું છે એટલે જો યોગ્ય ના હોય તો ભાઈઓ, વડીલો સમજાવે અને છતાં સંજનાજીદ પકડી રાખે તો કરી આપે અથવા જે કરવું હોય એ કરવાની હા પાડે, પણ ધ્યાન તો રાખે જ કે સંજનાને તકલીફ ના પડે. આમ જોવા જાય તો એને જીવનમાં કોઈ તકલીફનહોતી. કહેવાય છે ને કે જીવનમાં બધું જ હોય પણ તોય એવું લાગે કે અગત્યનું કંઈકખૂટે છે. સંજનાનું આખું પરિવાર સંયુક્ત રહેતું હતું, એક જ રસોડે બધા જ જમતાસંતાનો પહેલા જમી લે, પછી વડીલ પુરુષો અને છેલ્લે સ્ત્રીઓ. આ સ્વીકારેલો નિયમહતો. કોઈએ ઠોકી નહોતો બેસાડ્યો, પરિવારમાં સંપ બહું જ હતો, બધા જ નિર્ણયોમળીને લેવાતા હતા, છતાં અંતિમ નિર્ણય મોટાબાપાનો જ રહેતો અને મોટાબાપા બધાનેગમતું હોય એવો જ નિર્ણય લેતા એ કહે કે તમને બધાને આ વાત ગમે તો કરો, પણઆટલું ધ્યાન રાખજો, અને લોકો એમ જ કરતા. હા, ક્યારેક મોટાબાપાએ કોઈ પ્રસ્તાવ માટે ના ને વળગી જ રહેવું પડે કારણ કે એ પરિવારના હિતમાં હોય ત્યારે સંપૂર્ણ વિસ્તારથી એની તકલીફો સમજાવે અને પછી ના પાડે અને પાછા કહે કે હું આ માનું છું,કારણ આમ છે, પણ તમને લાગતું હોય તો ફરી વિચારીએ. પરિવાર મોટાબાપાની વાતશિરોમાન્ય જ રાખે. આવું સુંદર પરિવાર, હવે તો ભાગ્યે જ જોવા મળે.

સંજનાને ખોટ એક જ હતી કે એની મા નહોતી, સંજનાના જન્મ પછી પાંચવર્ષે મા નો સ્વર્ગવાસ થયેલો એટલે એને જીવનમાં ખોટ એક જ વાતની હતી, મા નહોતી. આમ તો એના કાકીઓ હતા જ પણ કહેવાય છે ને મા એ મા, સંજનાને માનાખોળામાં માથુ મૂકવાનું બહું મન થઈ જતું, એને એમ થતું કે હું સ્કૂલેથી આવું એટલે મામને પાસે બેસી માથે અને વાંસામાં હાથ ફેરવતા નાસ્તો કરાવે અને હું સ્કૂલની બધીવાતો કહું, પણ એ વિચાર અશ્રુધારા સાથે વહી જતો, કાકી પ્રેમથી નાસ્તો આપે, બેટાબેટા કરે પણ મા ની જેમ પાસે ન બેસે, આ ખાલીપો કોને કહેવા જાય...? એ મનમાં જરડી લે, ભૌતિક જરૂરિયાતો સંતોષાઈ જાય એટલે વાત પૂરી નથી થઈ જાતી. હૃદયની લાગણીઓ પણ છલકાવી જોઈએ. ઘણા કહેતા હોય કે આટલું છે તને શું ખોટ છે...?પણ અનુભવો તો ખબર પડે, મનનો અજંપો, હૃદયમાં લાગણીનો ખાલીપો, એટલેશું...? ઘણા હોય છે એવા પોતાની જ હાંકે રાખે, સામેના માણસની દિલની કે મનનીપરિસ્થિતિ સમજે નહીં, પણ સંજનાને માની ખોટ લાગતી હતી.

એણે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે એના પર થોડા પ્રેમભર્યા આડક્તરાપ્રતિબંધો આવ્યા હતા. પણ, એણે એ સ્વીકારેલા, એ સાથે એના મનમાં એક વિચાર પણ આવેલો કે હું સાસરે જાઈશ તો સાસુમા નહીં કહું મા જ કહીશ, અને મા તરીકે જ સાચવીશ. એ પણ મને મા જેવો જ પ્રેમ આપશે. એ પોતાના કાકીમાને કહેતી પણ ખરી કે કાકીમા મારૂં નક્કી કરો ને તો હું છોકરો રૂપાળો નહીં હોય તો ચલાવી લઈશ પણ એઘરમાં સાસુ હોય એવું જોજો. ઘર ભર્યું-ભર્યું હોવું જોઈએ. એને વૃંદાવન હું બનાવીદઈશ, અને કાકીમા હસીને હા પાડતા અને કહેતા કે સંજનાબહેન ગમે તેટલું વ્હાલ કરોકોઈ સાસુ મા ન બની શકે. આપણા મોટીબા, અમારા સાસુ, એ અમને જરાય સાસુપણુંદેખાડતા નથી પણ અમે એમના ખોળામાં સૂઈ ના શકીયે, હા તમે સૂઈ શકો તમે તોવ્યાજ છો, પણ સાસરે જજો પછી કહેજો, અમે તો તમારા માટે મા જેવી જ સાસુ શોધીશું.

સંજના માટે છોકરા જોવાના ચાલું થયા, પણ સંજનાબહેન તો જે છોકરો માબાપ સાથે ન રહેતો હોય એ તો કેન્સલ જ કરે. એને સાસુ હોવા જોઈએ. એક છોકરો તોએવો કે, એના મા-બાપ આ ગામમાં અને એ છોકરાની નોકરી દૂર દૂરના રાજ્યમાં, બહુંજ ઉંચો પગાર, પોતાની કાર, કંપનીનો મોટો ફ્લેટ, પણ સંજનાબહેને ના પાડીકારણ...? સાસુ ત્યાં સાથે કેમ નથી...? હવે આને તો કેમ પહોંચવું...? એક બહું જસરસ ઘર મળ્યું, એકનો એક દીકરો હતો, સરસ મજાનું નાનું ટેનામેન્ટ હતું, મા-બાપ

૧૫૮ સંવેદના પણ સાથે જ હતા, એ છોકરાને ઘરની ગાડી હતી, સંજનાના પરિવારવાળા ભૌતિકસુખને પહેલા જુવે, દીકરી દુઃખી ના થવી જોઈએ, અને સંજનાબહેનને તો સાસુ જોઈએબધી રીતે યોગ્ય.

સંજનાની સગાઈ થઈ એ પહેલા આખું પરિવાર પ્રતિકના ઘેર જઈ આવ્યું, ઘેર ગયા એટલે સંજનાએ ફરી ફરીને ઘર જોયું અને પ્રતિકને પૂછ્યું કે આપણો રૂમ ક્યો...?તો પ્રતિક કહે આપણો રૂમ અત્યારે તો છેલ્લે છે એ જ છે, પણ પછી આપણો ફ્લેટ જુદોજ છે. લગ્ન પછી આપણે ત્યાં રહીશું અને મમ્મી-પપ્પા અહીં જ રહેશે. તો સંજના કહેએવું કેમ...? આવડું મોટું ઘર, ત્રણ બેડ રૂમ, ડ્રોઈંગ, ડાઈનીંગ, સ્ટોર અને પૂજાનોરૂમ, આગળ-પાછળ કમ્પાઉન્ડ, બધા જ બેડરૂમ એટેચ બાથ, તોય આપણે બે જુદા અનેમમ્મી-પપ્પા અહીં. ના એ ખોટું, જો આપણે અહીં જ રહેવાનું હોય તો જ આ સંબંધકરીએ નહીં તો નહીં, પ્રતિકને થયું આને કોણ સમજાવે...?

સંજનાના ઘરમાં પણ આ જ ચર્ચા ચાલી, એના મોટાબાપા સમજાવે કે બેટા તુંજીદ છોડ, આટલો સરસ છોકરો છે, બહું જ મોટા પગારની નોકરી છે વિશાળ ફ્લેટ છેગાડી છે. નોકરચાકર છે અને તું એક જીદ પકડી રાખે છે...? આ ઘરમાં રહેશું...? એલોકોની ગણત્રી હશે, તું વિચાર, આમના પાડી ના દે. પ્રતિકના પિતાજીએ સંજનાનામોટા પપ્પાને ફોન કર્યો કે સમજાવો આ લોકોના સુખી જીવન માટે એ ફ્લેટમાં રહેવું જરૂરી છે. પણ ના માની સંજના તે ના જ માની. પછી પ્રતિકના પિતાજી સંજનાનામોટા-પપ્પાને વાત કહીં એમના ઘેર જ મળવા આવ્યા કારણ કે સંજનાને એકલા એનાઘરમાં જ સમજાવી શકાય. એમણે આવીને સમજાવી કે ’જો બેટા, મારા પ્રતિકને તું બહુંજ પસંદ છે, એ જીદ લઈને બેઠો છે કે હું પરણીશ તો માત્ર સંજનાને જ તું એને બહું જપસંદ છે...?’ તો સંજના કહે, ’મને પણ પ્રતિક બહું જ પસંદ છે, પણ જુદા કેમરહેવાનું...?’ તો પ્રતિકના પિતા કહે ’જો તું જુદા જમાનાની કલ્પના કરે છે, બધે, આતારા વલ્લભબાપા જેવા લોકો હોય અને ના પણ હોય, બધે, ગોદાવરીબા જેવા સાસુ નાહોય, હું મારી પત્નીને અને પ્રતિક એની માને વધારે જાણીયે, પ્રતિક નોકરીએ લાગ્યોતોય સાંજે એની મા મિનિટ મિનિટનો હિસાબ માંગે છે. ખર્ચા પૂછે છે, પૂછાય, હું નાનથી પાડતો પૈસાના ખર્ચા માપમાં થાય એ એના ભવિષ્ય માટે સારૂં છે પણ વધારે પડતીચિકાશ ના જોઈએ. એટલે પ્રતિકે જ કહેલું કે પપ્પા, હું લગ્ન કરીશ તો મારી પત્ની સાથેજુદો રહીશ તો જ સંબંધો સારા રહેશે મારી માને મારી પત્ની નહીં સમજી શકે, અને મેંજ ફ્લેટ લઈ આપેલો, ફર્નિચર પણ બની ગયેલું, અમે સમયાંતરે રહેવા આવશું એમતમે પણ આવજો, બેટા માની જા.’

બધાએ સંજનાની ઈચ્છા આગળ ઝુંકવું પડ્યું અને નક્કી થયું કે આ જ ઘરમાં સાથે રહીશું. લગ્ન પછી પણ પ્રતિકે સમજાવ્યું કે જીદ છોડ હેરાન થાઈશ, આપણે ત્યાં રહીયે, મા ના સ્વભાવને તું નહીં પહોંચી વળે, અનુશાસન તારા ઘરમાંય છે પણ અહીંતો લશ્કરી શાસન છે. બહેન, ના જ માન્યા, દિવસો જવા માંડ્યા અને સંજનાને રોજનવા અનુભવ થવા માંડ્યા અને આંચકા લાગવા માંડ્યા પણ કહે કોને...? જીદ તોએની જ હતી, સસરાએ પણ સમજાવેલી અને પ્રતિકે તો બહું જ સમજાવેલી પણ ના, હુંતો મોટી સમાજસુધારક છું, હું મા ના સ્વભાવને માયાળું બનાવીશ, તો પ્રતિક કહે, અરેજે દીકરાની કોઈ વાતને નથી સમજતી એ વહુની વાત સમજે...? હું આદર કરૂં છું માનો સામે ક્યારેય નથી બોલતો, પણ સમજ સાસુમા તું કહી શકે પણ સાસુ એ મા તોક્યારેય ના બને.

સમય જતા પ્રતિકને એના પપ્પાએ કહ્યું કે હવે એક મહિનો છે સંજના હારકબુલ કરી લેશે અને તને કહેશે કે આપણે ફ્લેટ પર રહેવા જઈએ, અને બે જ દિવસમાંતો હદ વટાવી ગઈ, આપણે એ ચર્ચામાં નથી પડવું, પણ છેલ્લા ઘણા દિવસથી રોજસાંજે બહાર બેસી કહેવાનું નક્કી કરે ને ના કહી શકે. આજે બેઠી હતી, સાસુમા ગયા,પ્રતિક આવ્યો, ખુશ ખુશ અને બોલ્યો, સંજુ આજે મારો પગાર વધ્યો, સંજના ચોંટીપડી, અને વિચારતી હતી કે આ ખુશીમાં આજે શું કહું...? તો પાછળથી સસરાજીબોલ્યા, બીજા ખુશીના સમાચાર હું આપું...? આ સંજનાને હવે મનથી થઈ ગયું છે કેફ્લેટ પર રહેવા જઈએ, ઘણા દિવસથી કહું કહું કરે છે અને નથી કહી શકતી, સંજનાએપ્રતિક સામે જોયું, પછી સસરા સામે, ત્યારે સસરા બોલ્યા, હું ઘણા દિવસથી જોતો હતોકે તેં હાર સ્વીકારી છે પણ કહી નથી શકતી, બેટા, જાઓ સુખેથી તમારી જીંદગી જીવો,વાસ્તવિક્તામાં આવો, સાસુ ક્યારેય મા નું સ્થાન ના લઈ શકે અને વહુ ક્યારેય દીકરીના બની શકે, સારૂં થયું તેં જીદ છોડી નહીં તો આવનાર બાળક જનમતા પહેલાં જ સોસાઈ જાત.