શીશુનું પ્રેમસીંચન
- હરેશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
શીશુનું પ્રેમસીંચન
નયન એના ઘરમાં જ ટેબલ પર કાંઈક લખતો હતો અને કાગળ વાંચતા વાંચતાવિચારોમાં ખોવાઈ ગયેલો. એને તાળીઓના ગડગડાટ સંભળાતા હતા અને ઉદ્ઘોષકેઘોષણા કરી હતી કે ’હવે નયનભાઈ એમની આ અદ્ભુત સફળતા પાછળનું રહસ્યકહેશે અને આપણે સૌ એમાંથી પ્રેરણા લઈશું, તો નયનભાઈ આવો’ આ સાંભળતા જનયન મંચના ટેબલ પર જ સ્થિતપ્રજ્ઞ થઈ ગયેલો બોલવા માટે ઉભો તો થયો પણ માઈકસામે ઉભા રહી આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. અનેક પ્રયત્નો કરે તોય મોઢામાંથીઅવાજ નીકળે નહીં. જીભ જાણે ચોંટી ગઈ હતી અને ઉપડે જ નહીં. પ્રેક્ષકોમાં બધા જઔદ્યોગિકો જ હતા. એ લોકો પણ જોઈ રહ્યા કે નયનભાઈ આટલા બધા ભાવવિભોરથઈ ગયા કે બોલી જ નથી શકતા...? આંખોમાંથી અશ્રુધારા વહી જ જાય છે. સંસ્થાનાસેક્રેટરીએ આવી વાંસા પર હાથ ફેરવ્યો અને જાણે કહેતા હોય કે ’નયનભાઈ શું થયું...?બોલો કંઈક તો બોલો’ અને નયનભાઈએ પાછળ મોઢું ફેરવ્યું, વિચારોમાંથી જાગ્યા,વાંસા પર હાથ ફરતો હતો પણ પત્નીનો, એ વિચારોમાં હતા ત્યારથી જ પત્ની દૃષ્ટિએની પાછળ જ ઉભી હતી, એણે જોયું કે નયનની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે,એણે એના હાથમાં કાગળ પણ જોયો, અને વાંચ્યું કે તમને સફળ વ્યાવસાયિક તરીકેગોલ્ડમેડલ મળે છે. સર્વેક્ષણમાં તમે શ્રેષ્ઠ સાબિત થયા છો અને તમારૂં આપણારાજ્યપાલના હાથે સૂવર્ણચંદ્રક આપી સન્માન કરવામાં આવશે. દરેક વ્યાવસાયિકનાતમે સીમાચિહ્ન સમાન છો અને દરેક વ્યક્તિ તમારી સફળતાનું રહસ્ય સાંભળવા ઈચ્છેછે અને માર્ગદર્શન મેળવવા માંગે છે. તો આપ આ રવિવારે સમય ફાળવી પરિવારસાથે નગરના ટાઉનહોલમાં સવારે ૧૧ વાગે હાજર રહેશો. આખી વાતમાં નયન વિચારોમાં એટલો ખોવાઈ ગયેલો કે એને રડવું આવી ગયું અને પત્ની પાછળ ઉભી છેખબર જ નહીં, એણે પત્ની સામે જોયું અને પત્ની દૃષ્ટિએ બીજો હાથ નયનના માથા પરફેરવતા કહ્યું કે ’શું થયું...? આ તો સન્માનની વાત છે તમારૂં બહુમાન થવાનું છે અનેતમે દુઃખી થાવ છો...? અરે...! તમે તો સફળ બિઝનેસમેન સિધ્ધ થયા છો, સૌથીસફળ અને લોકો તમારૂં માર્ગદર્શન મેળવવા માંગે છે જરા સમજો તમારે તો ગૌરવઅનુભવવા જેવી વાત છે, એમાં રડવાનું શું...? તમને એમ થતું હશે કે પહેલી વારતમારી કદર થઈ, નહીં તો હડધૂત થતા હતા નહીં...?’ નયને દૃષ્ટિના હાથ પર હાથ્ મૂક્યો અને કહ્યું ના એવું નથી, આનંદ તો મને અદ્ભુત છે, અકલ્પનિય, અવર્ણનિય છે,પણ મને એમ થાય છે કે હું બોલવા ઉભો થઈશ અને મારી જીભ ચોંટી જશે તો...?શબ્દો જ નહીં નીકળે તો...? એ વિચાર માત્રથી મને ધ્રુજારી છૂટી ગઈ, મને એમ થયું કે આટલા વિશાળ માનવ મહેરામણ સામે હું જીવનમાં પહેલીવાર ઉભો રહીશ અનેફરી જીભ ચોંટી જશે દૃષ્ટિ બોલી એવું નહીં થાય ભૂલી જાવ બાળપણ એ ખાસ તમે જતમારી આવડતથી દૂર કરી દીધી છે, માટે તમે એ વિચારો મનમાંથી કાઢી નાંખો લઘુતાગ્રંથિકાઢી નાંખો, ભૂલી જાવ બધું. તો નયન બે ક્ષણ દૃષ્ટિ સામે જોઈ હ્યો અને હકારમાં માથુંહલાવતા બોલ્યાં કે ’વાત સાચી છે દૃષ્ટિ, ભૂલી જઉ બધું જ પણ નથી ભૂલાતું, કેમભૂલાય...? મેં જીવનના દરેક પગલે ઠોકરો ખાધી છે, અપમાનો સહન કર્યા છે, લોકોએમારી મશ્કરીઓ કરી છે, ઉતારી પાડ્યા છે, એ બધું કેમ ભૂલાય...?’
નયનની વાત સાચી હતી, એ જન્મ્યો ત્યારે એટલો મજાનો લાગતો હતો,ડોક્ટરો કહેતા સુંદર સ્વસ્થ છે, રૂપાળો છે, કેટલી સુંદર આંખો છે, બન્ને કીકીઓનું માપપણ સરખું છે. જે દરેકનું ના હોય, ના દેખાય એવો નાનો ફરક હોય જ અને ચાલવામાંડ્યો, ત્યારે પણ સૌને આનંદ થયો, સુંદર આંખોને કારણે જ તો એનું નામ નયનરાખવામાં આવ્યું હતું. પાંચ દીકરીઓ પછી એક દીકરો હતો અને એ પણ સૌથી નાનીદીકરી ૬ વર્ષની થઈ પછી એટલે નયનને પાંચ બહેનો મળી હતી અને પાંચ બહેનોનેએક ભાઈ મળ્યો, પણ તકલીફ એ હતી કે મા-બાપના ઝઘડા પરાકાષ્ટાએ હતા, પિતાજીવાતવાતમાં ગુસ્સે થાય, છોકરીઓને ધમકાવે, ઘણીવાર પત્ની પરનો ગુસ્સો દીકરી પરકાઢે એવી જ રીતે મા પણ પતિ સાથે ઝઘડો થાય તો ગુસ્સો દીકરી પર કાઢે અને જે સામેઆવે એ દીકરીનું આવી બને, આ બધું જ નયનની સામે જ થાય. એ મા-બાપનો ગુસ્સોનજર સામે જોવે અને મા-બાપ દ્વારા બહેનોની મારપીટ પણ જુવે. એ બોલી તો ના શકેપણ હેબતાઈને જોયા કરે અને પછી રડે બહેનો જ શાંત કરે, આ રોજનું થયું.
સમય જતો ગયો અને નયન બોલવા માંડ્યો, પણ ખામી રહી ગઈ, એ બોલતાખચકાતો હતો, બે વખત હોઠ ખૂલે, જીભ હાલે અને થોડીવાર પછી ચહેરાના સ્નાયુઓખેંચાય, આંખ ઝબકે ને પછી અવાજ નીકળે. મા-બાપને પહેલા લાગ્યું કે સરખું થઈજશે, આપણે પ્રયત્ન કરશું, પણ ખામી વધતી ગઈ, મોટો થયો તો વાક્યની શરૂઆતથાય અને જીભ ચોંટે, પછી બે ક્ષણ પછી અવાજ નીકળે, બોલે ત્યારે સ્પષ્ટ બોલે પણખચકાય, શરૂઆત માંડ થાય અને વાક્ય પુરૂં પણ થાય, અને બીજું વાક્ય, બોલતાપહેલા અચકાય જ એને સ્કૂલમાં મૂક્યો ત્યારે તો બહું જ તકલીફ થઈ રોજ રોઈને ઘેરઆવે, લોકો હસે, મશ્કરી કરે, લોકો હકલો કહે, અને બીજા બાળકોને શું સમજણપડે...? એ લોકો તો હસે જ. આની અસર પણ બહું જ ઘેરી પડે.
મા-બાપને ચિંતા હતી કે આનું શું થશે...? બધી રીતે સુંદર રૂપાળો છે, હોંશિયારછે, ચપળ છે, પણ આ બોલવામાં તકલીફ, એમાય પતિ-પત્ની એકબીજા સાથે ઝઘડે કેતેં ધ્યાન ના રાખ્યું, તમે ધ્યાન ના રાખ્યું અને આ યાદવાસ્થળી થાય બાળકની સામે જ.ડોક્ટરોને બતાવ્યું ત્યારે એ લોકોને ભાન થયું, ડોક્ટરે નયનને તપાસ્યો અને પછી થોડીવારમા-બાપને બહાર બેસવા કહ્યું અને દસ-પંદર મિનિટ એકલા પ્રેમભરી વાતો કરી નયનેસરસ જવાબ આપ્યા. એમાં બે ચાર વખત જ ખચકાયો અને ડોક્ટરે આની સાથેનીવાતચીતમાં જાણી લીધું કે ઘરનું વાતાવરણ શું છે...? પછી મા-બાપ સાથે વાતચીત કરીએ વખતે નયનને બહાર બેસાડ્યો, જ્યાં બાળકોને રમવાની જગ્યા રાખી હતી ત્યાં,ડોક્ટરે કહ્યું, ’નયનની આ પરિસ્થિતિ માટે જવાબદાર તમે જ છો, તમને એક વાતસમજાવી દઉં કે તમારે એનું સબકોન્સિયસ માઈન્ડ, નાનું મગજ ચોક્કસ કામકરે, તમેએની સામે જે વર્તન કરો એ આ બાળક જુવે, અનુભવે અને નાનું મગજ એ ગ્રહણ કરીલે, તમે બાળક સામે ઝઘડો કે બીજા બાળકોને ધમકાવો-મારો એ બધું જ એ બાળક જુવેઅને હેબતાઈ જાય, બહું જ ઓછા કિસ્સામાં શારીરિક ખામી હોય, તાળવામાં, જીભમાંતકલીફ હોય ઘણાને ચોંટેલી હોય તો એ ઠીક થઈ જાય, મોટા થયા પછી મોઢાના કેરીક્ટમાંઓપરેશન કરે પછી ઉચ્ચારો સ્પષ્ટ ના નીકળે, એ શારીરિક ખામી હોય, આ બધું જ ઠીકથાય પણ માનસિક આઘાતથી ઉદ્ભવેલી ખામી કાઢવી એ સમય અને તાલીમ જ કરીશકે.’ નયનને લઈ મા-બાપ ઘેર આવ્યા, સ્પીચથેરાપી અને બધું જ કર્યું, લોકો મશ્કરીકરતા જ હતા, પણ પછી તો નયન મક્કમ થઈ ગયેલો, ભણવામાં, અક્ષરોમાં, કળામાં,બધાથી આગળ હતો, એની એ ખામી હતી ખરી પણ એ પોતાની આવડતથી છૂપાવતોએને ખબર હતી કે ક્યા અક્ષરની શરૂઆતથી તકલીફ થાય છે એટલે આગળ સરળ શબ્દમૂકી દે, માનો કે એમ કહેવું હોય કે ’તમે ક્યારે આવશો...?’ તો એ આગળ ’હા’ બોલેઅને પછી વાક્ય બોલે એટલે કે ’હા, તમે ક્યારે આવશો...?’ સામાન્ય રીતે જે અક્ષર,ગળામાંથી ક્યા દ્વારા નીકળતા હોય એ પહેલા બોલે ’હા...આ...એ...યે...ય...’વગેરે, એટલે વાંધો ન આવે.
આમ કરતા કરતા, નયન ગ્રેજ્યુએટ પણ થયો, એન્જિનિયરીંગ ડીગ્રી મળીપછી માસ્ટર ડીગ્રી મેળવી, એની આ બોલવાની થોડી ખામીને હિસાબે જ દૃષ્ટિ જેવીસુંદર પત્ની મળી, એને પણ થોડી તકલીફ હતી જ. પણ બન્ને સુંદર રીતે ખામીને ઢાંકીદેતા, દૃષ્ટિ બહું ભણી નહોતી શકી પણ, શ્રેષ્ઠ નૃત્યાંગના હતી, પરણ્યા પછી નયનનીદૃષ્ટિ હતી, પથદર્શક હતી, એમનું પ્રેમાળ જીવન હતું અને એ પ્રેમભર્યા જીવનમાં ’વાચાનામે દીકરી સમું સુંદર ફૂલ હતું, એને કોઈ જ ખામી નહોતી, પ્રેમભર્યા, ધમકી, ઝઘડા, ઘોંઘાટ વગરના વાતાવરણમાં ઉછરી હતી.
નયનનો સમારંભ પણ સરસ ગયો, દૃષ્ટિએ મજબૂત પીઠબળ આપ્યું ઉત્સાહઆપ્યો, જુસ્સો આપ્યો અને સુંદર ભાષણ આપ્યું, સૌએ વખાણ્યું, લોકોમાં દાખલોબેસાડ્યો કે ખામી ઢાંકી શકાય છે અને ઘરનું વાતાવરણ સારૂં રાખી બાળકને ખામીથી દૂર રાખી શકાય છે.
આપ સૌ પણ ખ્યાલ રાખજો કે બાળકનું નાનું મગજ એટલે કે સબકોન્સીયસમાઈન્ડ જન્મે ત્યારથી જ વધારે કાર્યરત હોય છે. એ બધું જ ગ્રહણ કરી લે છે, એની સામેવાતાવરણ હળવું રાખો, એની સામે ઝઘડો નહીં, ઘાંટા ના પાડો, ભયાનક અંગભંગીના કરો, સારૂં વાતાવરણ રાખો, શાંતિથી વાતો કરો, આનંદમય વાતાવરણ રાખો,હળવું સંગીત વગાડો, એની સાથે પ્રેમથી વાત કરો, તમારે ઝઘડવું હોય તો બીજે ક્યાંકજતા રહો, ’ઝઘડા, ઘોંઘાટ, કરાડાકી, સખતાઈ, ધમકાવવું’ આ બધી બાબતની એનાપર અસર થાય છે, એવું ના સમજશો કે આટલું નાનું બાળક શું સમજે...? પણ તમારાકરતા વધુ અને સાચું સમજે, શા માટે લોકો એવું કહેતા હશે કે બાળક પેટમાં વિકસી જાયત્યારે ધર્મગ્રંથ વાંચો, આનંદ આવે એવું વાંચો, એવી પ્રવૃત્તિ કરો, આ બધી વાતનીઅસર એના પર થાય.
જેમને ત્યાં બાળક જન્મ્યું છે કે જન્મવાની તૈયારીમાં છે એમણે ખાસ ધ્યાનરાખવું, અને જ્યારે એ બોલતું થાય, અથવા તમે બોલતા શીખવો ત્યારે તમે સ્પષ્ટબોલો, ’કાકા’ કહો, તાતા નહીં, ’મારો દીકલો શું કલે ચે...?’ એવું કાલું અને તોતડુંનહીં પણ સ્પષ્ટ બોલો ’મારો દીકરો શું કરે છે...?’ તમે સ્પષ્ટ બોલશો તો એ સ્પષ્ટબોલશે આ બધી ચર્ચા વિસ્તારથી ડોક્ટરો સાથે કરીને પછી જ લખ્યું છે.આપના બાળકની સુંદર આવતીકાલ માટે ધ્યાન રાખશો, સુંદર બોલે, સ્પષ્ટ બોલે,ખામી રહિત બોલે, તમે જે કરશો એ બાળક ગ્રહણ કરશે અને પ્રતિબિંબિત કરશે,અનુકરણ કરશે. એટલે એ નયન દૃષ્ટિની જેમ લઘુતાગ્રંથી ના અનુભવે, શ્રેષ્ઠ બને.