Hadvethi pampdato premno sparsh in Gujarati Classic Stories by Poojan N Jani Preet (RJ) books and stories PDF | હળવેથી પંપળાતો પ્રેમનો સ્પર્શ!!

Featured Books
Categories
Share

હળવેથી પંપળાતો પ્રેમનો સ્પર્શ!!

બક્ષીની એક સરસ ટૂંકી વાર્તા છે જેનાં નામમાં જ વાર્તા છે 'અઢી મિનીટની વાર્તા' માત્ર દોઢ જ પેજની વાતમાં બક્ષી ઊંડો મર્મનો મમરો મૂકી જાય છે. પહાડો, શિખર,અવાજો, રાત,ધરા,નક્ષત્ર,સતીઓ,કબર,ભૂતકાળ,ક્ષિતિજ એમ લગભગ દરેક તત્વ દરેક પદાર્થ પાસે પૂછાવે છે કે તે 'દુઃખી છે? તો પુરુષ કહી દે છે 'નાં' લગભગ દરેક તત્વ એ પુરુષને પૂછે છે 'દુઃખી છે' અને એ બધાને એ જ જવાબ આપે છે પરંતુ વાર્તાને અંતે કોઇ સ્ત્રી અવાજ પૂછે છે (સ્પર્શીને) 'દુઃખી છે?' બક્ષી વાર્તા નાયક પાસે કહેવડાવે છે 'હાં' એ પણ બે વખત !!!. એક વારમાં વાર્તા વાંચી જઇયે તો ખબર જ ન પડે કે અહીં શું કહેવાયું છે. સામાન્ય લાગતી આ વાર્તામાં બક્ષીએ પુરુષ મનને પ્રતિબિંબ આપ્યું છે. બક્ષીએ અહી પુરુષ સ્વભાવની વાત કહી છે. પુરુષ દુઃખી છે કે એ તો દરેક વ્યક્તિને ખબર પડી જાય. એનાં હાવભાવ, એનો બદલાયેલ સ્વભાવ દરેક વસ્તુ બદલી જાય પણ એ સામેથી કોઈને નહીં કહે હાં હુ દુઃખી છું, મને તકલીફ છે, દર્દ છે. એ વાળ વાળી 56 ઈંચની છાતી કોઇ દિવસ ક્યાંય હલકી નહીં થાય સિવાય કે કોઇ તેનાં હ્દયને, શરીરને નજીક હશે એ સ્ત્રી પાસે. એ છાતી હલકી થશે સ્ત્રીનાં પ્રેમનાં સ્પર્શથી, સ્ત્રીની સાચી લાગણીથી, સ્ત્રીનાં નિર્દોષ આલિંગનથી અને સ્ત્રીનાં ગરમ ચુંબનથી. દરેક વખતે હંમેશા તેં ઈચ્છે છે કે કોઇ હળવો સ્પર્શ મને થાય અને હું હળવો થઈ જાઉં. એ સ્પર્શ કોમળ હોય છે પણ એની લાગણી તીવ્ર હોય છે અને ઉર્વીશ વસાવડાની પંક્તિ

'લાગણીને કે પાળ હોય છે

એ તો ઢળી જાય જ્યાં ઢાળ હોય'

એને ઢાળ દેખતાં તેં ત્યાં ઢળી જાય છે અને કદાચ રડી પણ પડે સાડીનું પાલવ , પંજાબી કે વેંસ્ટન ટોપ નથી જોતો કેમ કે સ્ત્રીની લાગણી કપડાં સાથે નથી ઘટી નથી જતી એ તો વધી શકે અથવા એટલી જ મળે છે ભલે એ આધુનિક થઈ પણ સ્ત્રીનું સ્ત્રીત્વ તો ક્યારેય બદલાવનું નથી. એ તો હંમેશા પુત્ર, મિત્ર ,પતિ કે ભાઈ પર એ જ રીતે વરસવાનું જે આજથી ૫૦૦૦ વર્ષથી વરસી રહ્યું છે. સમય મુજબ સમયનું માન રાખીને આ સ્પર્શ બદલતો રહે છે ક્યારેક તે શાંતવના આપતો હુંફળો સ્પર્શ હોય છે ક્યારેક પથારી પરનો ઉતેજીત કરનાર સ્પર્શ હોય છે.

પહેલો શ્વાસ શરીર લે છે ત્યારે જ નવજાત પહેલો સ્પર્શ તૂટતી ગુલાબી ચામડીને માંનો સ્પર્શ થાય છે. એકદમ હળવો સ્પર્શ અને રડતું બાળક શાંત પડી જાય છે. દરેકનાં જીવનની આ જ શરૂઆત છે : કોમળ સ્પર્શ અને આગળ જતાં ચામડી જાડી બને ત્યારે પણ માંનો સ્પર્શ એટલો કોમળ રહેતો હોય છે.બીજા ક્રમ પર આવે છે બહેનનો વહાલસોયા હાથનો સ્પર્શ, એક વિશિષ્ટ વ્યકત ન થાય તેવો આ સંબંધ છે જેમાં પ્રેમ, સલાહ, ઝઘડો, અને ક્યારેક તો માર પીટ આ સંબંધની વિશાળતા છે. બહેનની હૂંફાળી હથેળીનો સ્પર્શ હંમેશા ભાઈ માટે વરદાન રૂપે જ હોય છે. જે નાની બહેનનાં નાનાં હાથ તમારાં હાથ પકડીને ચાલતાં શીખી હોય એ જ હાથ જ્યારે સાંત્વના માટે, વ્હાલ માટે ભાઈનાં માથા પર ફરે ત્યારે દ્રશ્ય જોવાલાયક હોય છે. જો કે આ સ્પર્શ ક્યારેક તો આપણે મારવાનાં સ્વરૂપે હોય છે.

ત્રીજા નંબર પર રાખી શકાય પ્રાથમિક શિક્ષિકાનો પીઠ પર શબાશ કહીને થતો સ્પર્શ નાનાં બાળક પર અમીટ છાપ છોડી જાય છે. અમુક વર્ષો સુધી તો પ્રાથમિક શિક્ષિકા તો બાળક માટે સર્વસ્વ હોય છે. આગળ જતાં કૉલેજની કેન્ટીનમાં મસ્તી મસ્તીમાંથતો વિજાતીય સ્પર્શ માણવાલાયક હોય છે અને યૌવન કાળમાં તમારી પ્રિયતમાનાં હાથનો સ્પર્શ એક નવી જ દિશા આપી જાય છે. એ સ્પર્શ નીત નવાં શમણાં દેખાડે છે.

આદમને એક ટેવ ભગવાને આપી છે, એક એનું લક્ષણ છે કે એને અભિમાન હોય છે. પોતાની હોશિયારીનું પોતાની આવડતનું ગૌરવ આદમનો પર્યાય છે અને દરેક વખતે થતો વિજાતીય સ્પર્શ આગળ એ અભિમાન ઓગળી જાય છે. એ દરેક સ્પર્શમાં એ, દરેક આંગળીઓમાં પ્રેમ હોય છે, એ દરેક આંખમાં પ્રેમ હોય છે. એ પ્રેમ સામે જ એ અભિમાન ઓગળે છે અને આદમ ખળખળ વહી જાય છે. આ સ્પર્શ એકદમથી બેટરી ચાર્જ કરી દે છે અને આંખોની ચમક પાછી લાવી દે છે. મારા અનુભવે કહી શકું કે અમે કદી સરળ નથી હોતાં. દરેક વ્યક્તિ માટે હું અલગ અલગ છું, રીસપોન્સ પરથી રીસપેક્ટ આ નિયમ અમને બાય ડિફોલ્ટ મળ્યો હોય છે માટે દરેક વખતે એક પુરુષ અલગ અલગ હોય છે. કોઈની સામે સ્માઈલ પાસ ન કરી શકનાર કોઇ સાથે હાથમાં હાથ પકડી પ્રેમ પણ કરી શકે છે. કોઈને પોતાના શ્વાસમાં મહેકાવી શકે છે,તો અન્ય કોઈને તે ગરમ કરી તેનો નિકાલ પણ કરી શકે છે.

આદમનાં મનની ચાવી માત્ર એક મીઠો સ્પર્શ છે. તાળું હંમેશા ખુલવા માટે જ બન્યુ હોય છે પરતું તેને એક ચાવીની જરૂર છે. એ જ રીતે બહારથી જાડી ચામડી વાળો, ભારે અવાજ વાળો મૂછોને તાવ આપતો પુરુષનું મન અત્યંત કોમળ હોય છે. યુદ્ધનાં કરી લે છે, કોઇ મોટી શોધ કરી લે છે, કોઇ રેકોર્ડ બનવી દે પણ પોતાની વ્હાલસોયી સ્ત્રીની એક આંગળી જ્યારે તેને અડકે છે ત્યારે એ પ્રેમી બની જાય છે અને પ્રેમ સામે ગુસ્સો, અભિમાન અને મહત્વકાંક્ષા નબળી પાડી દે છે.

સુરેશ દલાલ કહે છે 'જ્યા સુધી આદમ અને ઈવ છે ત્યાં સુધી રતિ અને કામદેવ, રોમિયો અને જૂલિયટ, લયલા અને મજનું નવા નવા રૂપે આવતાં રહેશે 'પણ કરશે એ એક જ કામ અને એ હશે પ્રેમની આરાધના.પ્રેમની આરાધના સ્પર્શનાં અહેસાસથી પાંગરે છે અને આગળ જતાં વિકસે છે. હાથમાં હાથ રાખી થતાં વિશ્વાસનાં સંપાદનનું સાક્ષી આ સ્પર્શ જ છે ને!!! તો સાથળથી સાથળનો સ્પર્શ વિશ્વાસની ચરમસીમા છે એનો સાક્ષી પણ આ જ સ્પર્શ છે ને.

આજે જ્યારે બદલતા યુગ સ્ત્રીનો સ્વીકાર કરવાની જગ્યાએ એક વ્યક્તિનો.સ્વીકાર કરવો જરુરી છે જે વ્યક્તિને તમારી ઊંડી તરસ છે, તમારી ચિંતા છે,એને તમારી જોડે પથારી પર ભી એટલું જ રમવું છે આ બધુ સ્ત્રીને કરવાની છૂટ નથી માટે હું એનો વ્યક્તિ તરીકે સ્વીકાર કરું છું જે મને ભેટી શકે, મારા ગાલ ખેંચીને ધીમા અવાજે કહી દે આઈ લવ યું. જેનો પ્રારંભ મારી સાથે થઈને મારી સાથે જ અંત થઈ જાય. પ્રેમ વહેંચાય એમ વધે છે અને જેટલો વહે એટલો શુદ્ધ રહે છે એ માટે પણ આપણે વ્યક્તિ તરીકે સ્વીકાર કરવો આવશ્યક છે.

'your hand

touching mine.

this is how

galaxies

collide.'

-સનૉબર ખાન

એમની એક કવિતાની લાઇન્સ છે. જે માત્ર હાથનાં સ્પર્શને લીધે થતી અસર ગેલેક્સીની અથડામણ સાથે સરખાવી દે છે. ગેલેક્સીની અથડામણ જેટલી જ વિકરાળ અસર અને એ અથડામણથી જે ફેરફાર સમગ્ર બ્રહ્માંડને થાય છે એવી જ વિકરાળ અસર શરીરને તેનાં એક એક અંગને થાય છે અને એક જાતનું આમૂલ પરિવર્તન પોતાની જાતમાં આવતું જાય છે.પેલા હિંદી સોંગ જેમ 'કોઇ તેરે ખાતરી હે જી રહા' કોઇ તો છે આપણાં માટે જીવે છે, આપણી પરવાહ કરે છે અને આ લાગણી જગતની બેસ્ટ લાગણી છે જ્યારે આપણી અંદરનો એક એક ફેરફાર સામેની વ્યક્તિ અનુભવે છે.