Live life magazine in Gujarati Short Stories by Vanrajsinh Zala books and stories PDF | લાઈવ લાઈફ મેગેઝીન

Featured Books
Categories
Share

લાઈવ લાઈફ મેગેઝીન

અંક - ૧

લાઈવ લાઈફ મેગેઝીનને આપની સમક્ષ રજુ કરતા ખુબજ આનંદ થાય છે. વર્તમાન સમયમાં જીવવું તે દરેક ને પસંદ હોય છે. તો અમે આપની સમક્ષ વર્તમાન સમયના લેખો અનેક પ્રકારે રજુ કરતા રહીશું, આપના સાથ સહકારની આશા સાથે. ખુબજ ખુબ આભાર.

અનુક્રમણિકા

૧.હેપી લવ હેતા પટેલ

૨.વિશ્વાશ્ઘાત માનસી પટેલ

3.આત્મીયતા જય દવે

૪.પરાકાષ્ઠા સીમા જોશી

૫.જંગ ખ્યાતી દવે

હેપી લવ

“હેપી લવ” કેટલો સુંદર શબ્દ છે, આ હેપી લવ પણ સવાલ એ છે, કે આજના સમય માં હેપી લવર્સ હોય છે, ખરી, આજના આ સમય બસ વિશ્વાસઘાત અને સ્વાર્થ જ છે, ક્યાર નિર્દોષ, નિસ્વાર્થ પ્રેમ જોવા નથી મળતો, પ્રેમ એ જેટલો નાનો શબ્દ છે તેટલોજ વિશાળ તેનો મતલબ છે.

પ્રેમ માટે રૂપિયા પૈસા કે દેખાવ મહત્વનો નથી હોતો પ્રેમ બસ આંખથી આંખ મળતા થાય જાય છે, અંતરથી અંતરના તાર જોડાય છે.

એક ખુબજ ધનિક માણસની એકને એક દીકરી હોય છે, ખુબજ લાડકોડ થી ઉછેર થયો હોય છે, તે એક ખુબજ સુંદર દીકરી હોય છે, અને તે ખુબજ સંસ્કારી પણ હોય છે, તેને સાવ સામાન્ય માણસ સાથે પ્રેમ થાય છે, તે માણસ પાસે જમવાના પણ પૈસા નથી હોતા, ખુબજ હાલત ખરાબ હોય છે, અને તે બને એક બીજાને ખુબજ પ્રેમ કરતા હોય છે, તેથી તે યુવક યુવતીને કહે છે કે તું એટલી સારી રીતે રેછો તું બીજે લગન કરીલે મારી સાથે તારું કઈ ભવિષ્ય નથી, પણ યુવતી નથી માનતી તે તેના પિતાને વાતકરે છે, યુવતીના પિતા ખુબજ સારા સ્વભાવના હોય છે, ધનિક હોવા છતાં તેને ઘમંડ ના હતો તે પ્રેમ ને મહત્વ આપતા હતા, અને તેને તેની દીકરીને કહ્યું કે તું લગ્ન કર મને કઈ વાંધો નથી તને જયારે કઈ જરૂર હોય ત્યારે તું અહિયાં આવજે બધું તારુજ છે.

પિતાની અનુમતિ મળે છે પણ યુવક યુવતીને ખાલી એટલુજ કાગે છે કે હું તારી સાથે લગ્ન કરીશ પણ જયારે હું તને ખુબજ સારી રીતે સાચવી શકું ત્યારે તેથી બંને મેહનત કરે છે, અને બને લગ્ન ની રાહ જોવે છે,અને યુવતી યુવકનું ખુબજ ધ્યાન રાખે છે અને તેને ખુબજ સપોટ કરે છે, યુવતી બધી રીતે તયાર હતી, તે ઓછા પૈસામાં પણ ઘર ચલાવી શકે તેટલી તયાર હતી, તેમ છતાં યુવકને આગળ વધારવા માટે તે પણ ખુબજ મેહનત કરે છે તેને માનસિક સપોટ ખૂબજ આપે છે, આમ કરતા કરતા તે બંને આગળ વધે છે, સમય વીતે છે, પણ બંને નો પ્રેમ અટલ હોય છે, તેમાં કોઈ પણ જાતનો બદલાવ નથી આવ્યો હોતો અને આમ ને આમ તે યુવક પણ ખુબજ ધનિક બને છે, અને બંને લગ્ન ની તયારીઓ કરે છે, અને તે બંને ખુબજ ખુશ હોય છે, અને લગ્ન માં બેસે છે જયારે ત્યારે યુવતી ની તબિયત ખુબજ બગડે છે, યુવતીને દવાખાને લઈજાય છે, ત્યારે ખ્યાલ આવે છે, કે યુવતીને કેન્સર હોય છે, યુવક ખુબજ સમજુ હોય છે, કુદરતની ઈચ્છા સમજીને તે યુવતીનું ખુબજ ધ્યાન રાખે છે, અને તેને ખુબજ પ્રેમ આપે છે, આમને આમ સમય વીતે છે, અને યુવતીની શારીરિક હાલત ખરાબ થાય છે, એક એક સમય માં યુવક યુવતીને ખુશ રાખે છે, યુવતી ખુશ હોય છે, કે તેને પ્રેમ કરવા વાળો વ્યક્તિ એટલો મહાન હોય છે, તે બને એ તેના જીવન ના દરેક કપરી પરિસ્થિતિમાં ખુશ હોય છે, અને બસ કુદરત ની જેવી ઈચ્છા તેમ સમજીને સામનો કરે છે પરિસ્થિતિનો, બસ આમને આમ સમય વિતતા યુવતી નું મૃત્યુ થાય છે. યુવક એકલો થાય જાય છે. પણ તે લગ્ન નથી કરતો, તે તેની યાદો સાથે ખુબજ ખુશ હોય છે અને યુવતીના ફોટાને યુવતી જીવિત હોય તેમજ સાચવે છે,

જીવન માં દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું તે સહેલું નથી હોતું જીવન માં ઘણી ખરાબ પરિસ્થી આવે છે અને જયારે આપણા પાટનર જયારે જરૂર હોય છે, લાગણી ની ત્યારે જ તેને છોડી દેછે, અને જીવતાજીવ એકલતાને સોપીને મોજશોખ કરે છે, શું આનું નામ જ પ્રેમ હોય છે.

હેતા પટેલ

પરાકાષ્ટા

એક સમયની વાત છે, ખુબજ ક્રૂર,રૂઢીચુસ્ત ઘરમાં એક દીકરીનો જન્મ થયો પરંતુ તે ઘર એવું હતું કે જેમાં સ્ત્રી ની કોઈ પરવાહ કે કશુજ અહેમિયત ના હતી, પરંતુ તે ઘરની બદનસીબી એ હતી કે તે ઘરમાં સ્ત્રી જ એ દીકરીનું મોત નું કારણ બને છે, અને તે સ્ત્રી સરપંચ હતી, અને પરિવારમાં એક દીકરી દીકરો હોય છે, દીકરો કામ કાજ માં કશુજ નહતો કરતો, માતા તો સરપંચ હતી, પછી સુ કામ ધંધો કરવો આવા વિચારો સાથે બધાને હેરાન કરતો ફરતો હતો, અને દીકરી કોલેજ માં અભ્યાસ કરતી હતી, દીકરીને ભણવા ખાતર ભણાવતા હતા, તે દીકરીનું નામ માનસી હતું, માનસી ખુબજ એકલી પડી ગય હતી, તેના ઘરના આ વાતાવરણના કારણે તે ખુબજ ત્રાસેલી હતી, એ સમય માં માનસીને કોલેજ ના એક છોકરા સાથે પ્રેમ થાય છે, તેનું નામ વીરેન હોય છે, વીરેન માનસીને ખુબજ પસંદ કરતો હોય છે, અને વીરેન એ માનસીને ને આ વાત કરી તો માનસી ને એક આશા દેખની કે તેને કોક તો પસંદ કરે છે, કે પ્રેમ કરે છે, તેથી ધીરે ધીરે માનસી પણ વીરેન ને પ્રેમ કરવા લાગી, આમને આમ ઘણા દિવસો વીતી ગયા માનસી અને વીરેન ડરતા હતા કે ઘરે વાત કરશું કે લગ્ન કરવા છે, તો ખુબજ ખરાબ પરિણામ આવશે, તેથી તે એક વિચાર કરે છે, કે તે બંને ભાગી જશે.

આમ તે વિચાર અમલમાં મુકીને તે બંને ભાગી જાય છે,ઘરમાં ખ્યાલ આવે છે, અને માનસીની માતા સરપંચ હોય છે તો તે ગમે તેમ કરીને માનસી અને વીરેન ને શોધે છે, અને માનસી ના ભાઈને કહે છે કે બંને ને મોતને ઘાટ ઉતારે, આ વાત સાંભળી માનસી ના પગ નીચેથી જમીન ખસી જાય છે, તે ખુબજ દુખી થાય છે, આ વાતને લઈને ખુબજ તકરાર થાય છે, આમ થતા થતા રાતનો સમય આવે છે, અને માનસીની માતા અને તેનો ભાઈ બંને માનસી અને વીરેન ને બાંધી અને જંગલમાં લઈજાય છે, અને તે બંને ને ખુબજ માર મારે છે, અને જેરી દવાઓ તેના મો માં ધરારથી નાખે છે, આમ તે માં અને ભાઈ માનસી અને વીરેન ઉપર એટલી હદે અત્યાચાર કરે છે, કે રાક્ષશ છે, કે માણસ તેજ ખ્યાલ નથી આવતો, માનસી એ અને વીરેન એ એવો તે સુ ગુનો કર્યોતો કે તેને આ સજા મળતી હતી, તેનો જવાબ તે ભગવાન પાસે થી આ બધું સહન કરતા કરતા માંગતા હતા.

માનસી અને વીરેનની આ હાલતા નો કોઈને ખ્યાલ ના હતો કે કોઈ તેની મદદમાં આવે બસ તેનીપાસ સહન કરવા સિવાય બીજું કોયજ વિકલ્પ ના હતો, અને માનસીની માતા અને તેનો ભાઈ ત્રાસ ગુજારવામાં બાકી નોહતા રાખતા કોઈ દુશ્મન સાથે પણ આવો વ્યવહાર ના કરે તેનાથી પણ આકારો વ્યવહાર માનસીની માતા અને ભાઈ માનસી સાથે કરતા હતા, આમને આમ સહન કરતા કરતા સમય પસાર થતો જતો હતો, અને અંતે માનસી વીરેન નો અંત સમય આવીજ ગયો અને તે અંત માં એટલી બેરેહમી હતી, કે ભાઈ અને માતા આવું કરી શકે કોયને વિચાર પણ ના આવ્યો હોય.

માનસી ને અને વીરેન ને એક જાળ સાથે બાંધી અને જંગલી કુતરાઓ જે ઘણા દિવસોથી ભૂખ્યા હતા, તેને વીરેન અને માનસી ઉપર હુમલો કરવા છુટા મુકીદીધા અને જયારે તે જંગલી કુતરાઓ વીરેન અને માનસી ને ફાડી ખાતા હતા, ત્યારે તે હસતા હસતા તે બધું જોતા હતા, એટલી હદે બે રહેમ માણસ હોય શકે કે તે વિચાર્તાજ કંપારી છૂટી જાયછે, અને વીરેન અને માનસી તે જંગલી કુતરાઓ નો શિકાર બની ગયા અને તે બંને ના હાડકા જ બચ્યા હતા, તેને જમીન માં ખાડો કરીને દાટી દીધા અને સવાર પડતાજ તે બંને ઘરે પોહચ્યા, અને જાણે કશુજ બન્યુજ નથી તેમ તે બંને ઘરે જઈને આરામ કરે છે, અને માનસી ની બધીજ વસ્તુઓ ને પેક કરીને ગામ બાર નદીમાં ફેકી આવે છે, અને લોકો સામે ખોટા નાટક કરે છે, કે માનસી ને કોઈ ઉપાડી ગયું તે મળતી નથી આવા નાટક કરે છે અને પોલીસ માં ખબર આપે છે, ત્યારબાદ પોલીસ તેની તપાસ ચાલુ કરે છે, પરંતુ તે માતા અને દીકરો એટલા ચાલાક હતા કે પોલીસ ને કોઈ પણ સાબુદ સુધી પોહાચવા ના દીધા અને કોઈ પણ એવું સબૂત બચ્વાજ નોહતું દીધું કે તે પકડી શકે.

આમ વીરેન અને માનસી ના પ્રેમ નો એટલો કરુણ અંત આવ્યો કે ખબર નહી તેની આત્માને શાંતિ પણ મળશે કે નહિ.

સીમા જોશી

જંગ

એક બાળક હતો ખુબજ ગરીબ હતો તેને પોતાના ભોજન માટે પણ ખુબજ પરિશ્રમ કરવો પડતો, તે બાળક ખુબજ મેહનતી હતો અને તેને શિક્ષણ પામવું હતું તેથી કોઈની પણ સહાયતા વગર મહેનત થી પોતાની શાળાની ફી ના પૈસા ભેગા કરતો, તે એકજ સમય ભોજન કરતો, અને એક સમય ના ભોજન ના પૈસા થી પોતાના પુસ્તક ખરીદતો, શાળામાં બધા બાળકો તેનો ખુબજ મજાક ઉડાવતા હતા, પરંતુ તે પોતાની મસ્તીમાં મસ્ત રેહતો, અને પોતાના પુસ્તકને પોતાના મિત્ર બનાવ્યા હતા, આ વાતને જોઇને શાળાના બીજા બાળકોને ખુબજ ઈર્ષા આવતી, તેથી બધા બાળકોએ તે ગરીબ બાળકને હેરાન કરવા માટે એક રસ્તો વિચાર્યો, શાળાના શિક્ષકને કહ્યું કે પેલો ગરીબ બાળક બધાના પૈસાની ચોરી કરે છે, આ વાત સાંભળી શિક્ષકે ગરીબ બાળકને બોલાવ્યો તેને પૂછ્યું કે તું ફી ના પૈસા ક્યાંથી લાવે છે, તું ચોરી કરે છે? ગરીબ બાળક ખુબજ સ્વાભિમાની હતો અને તે સાચો હતો તેથી તે તેના શિક્ષકને ખુબજ ખુમારી ભર્યા અવાજથી કહે છે, કે હું ગરીબ જરૂર છું પણ ચોર નથી, આ વાત સંભાળતા શિક્ષક ગરીબ બાળકને પાછો મોકલીદે છે અને તેના પર નજર રાખે છે, ત્યારે શિક્ષકને ખ્યાલ આવે છે, કે તે બાળક શાળા બાદ માળી ની દુકાન માં કામ કરીને મેહનત થી પૈસા લાવે છે, શિક્ષક આ વાત જાણતા ખુબજ ગર્વ અનુભવે છે.

બીજા દિવશે શાળામાં શિક્ષક તે ગરીબ બાળકને બોલાવે છે, અને બીજા બાળકોને પણ બોલાવે છે, અને સ્ત્યહકીકત બધાને કહે છે, શિક્ષક ગરીબ બાળકને પ્રશ્ન પૂછે છે, અને કહે છે કે તું એટલો ગરીબ છે તો તારી ફી માફ કેમ નથી કરાવી લેતો, ત્યારે તે ગરીબ બાળક જવાબ આપે છે, કે હું મારી જાનતે અસહાય કેમ બનાવું જયારે હું શારીરિક માનશીક સક્ષમ છું, આ વાત સાંભળતા શિક્ષક ખુબજ ગર્વ અનુભવે છે, અને બીજા બાળકો પણ ગરીબ બાળક ની માફી માંગે છે અને મિત્રતા કરે છે,

સ્વાભિમાનની જંગ જીતનાર તે બાળક પોતાના જીવનમાં ખુબજ પ્રગતિને પામે છે, અને સ્વાભિમાનના આભુષણ સાથે ધનિક બને છે.

ખ્યાતી દવે.

વિશ્વાસઘાત

“વિશ્વાસઘાત” આ શબ્દ કેટલો દુખદાયી હોય છે, જયારે કોય વ્યક્તિ કોઈપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, અને તે વિશ્વાસ તૂટી જાય છે, કે તે વ્યક્તિ તેના કોઈ ષડ્યંત્ર નો શિકાર બને છે, ત્યારે વ્યક્તિને આ વાત કરતા મોત વહાલું લાગે છે, અને તે ભાંગી પડે છે, આવીજ વિશ્વાસઘાતનો શિકાર બનીને મોત પામેલી પ્રેમિકાની વાત છે.

એક યુવતી તેનું નામ દિયા હતું, તે યુવતી તેના પ્રેમીને ખુબજ પ્રેમ કરતી હતી, અને તેના પ્રેમીનું નામ દેવેન હતું, દિયા દેવેન ને ખુબજ પ્રેમ કરતી હતી અને તેની ઉપર આંધળો વિશ્વાસ પણ કરતી હતી, પરંતુ દેવેન ખાલી દિયાની લાગણી સાથે રમત કરતો હતો અને તેનો ઉપયોગ કરતો હતો, પણ દિયા તે વાતથી સાવ અંજાન હતી.

એક સમય આવ્યો કે દેવેન એ દિયાને કહ્યું કે આપળે મારા ગ્રુપ સાથે મારા ફાર્મહાઉસ એ જઈએ એક રાત રોકાસુ અને ત્યાં બધા સાથે રહેશું મજા આવશે, દિયા એ વિચાર્યું કે ચાલને હું જાઉં પરંતુ તેને એ ખ્યાલ ના હતો કે તે ખુબજ મોટા ષડ્યંત્ર નો શિકાર બનવા જઈરહી છે, દિયા તેના ઘરે ખોટું કહે છે, કે હું મારી ફ્રેન્ડ ને ત્યાં વાચવા જાઉં છું, અમ કરીને તે દેવેન જોડે તેના ફાર્મહાઉસ એ જાય છે, દિયાને દેવેન પર એટલો વિશ્વાસ હોય છે, કે તે પૂછતી પણ ના હતી કે ત્યાં તારા ગ્રુપ માંથી કોણ આવે છે, આપણે કઈ જગ્યા એ જાય છે, આમ તે દેવેન ના વિશ્વાસ પર તેની જોડે જાય છે.

જંગલ માં દેવેન નું ફાર્મહાઉસ હતું, અને ખુબજ સુમસામ જગ્યા હતી, રાતનો સમય હતો, દેવેન,દિયા, અને દેવેન ના ૪ મિત્રો હતા, તે લોકો ફાર્મહાઉસ માં ગયા અને ત્યાં જામ્યું સાથે બેઠાહતા, દિયા ખુબજ ખુશ હતી કે તે દેવેન જોડે છે, પંરતુ આગળ દેવેન શું કરશે તેની જોડે તે દિયાએ સપનામાં પણ નોહ્તું વિચાર્યું, બધા લોકો સાથે બેસીને ડ્રીંક કરી રહ્યા હતા, અને દેવેન સાથે તેના મિત્રો પણ નશામાં હતા, દિયા એજ ભાનમાં હતી, દેવેન એ દિયાને બેડ રૂમ માં જવામાંટે કહ્યું દિયા બેડરૂમમાં જાય છે, અને તે દેવેનની રાહ જોવે છે, પરંતુ ત્યાં દેવેન નહિ દેવેનનો મિત્ર જાય છે, અને દિયા નો બળાત્કાર કરે છે, દિયા ખુબજ રડો પડે છે, દેવેનને બોલાવે છે, પરંતુ દેવેન બારી માંથી બધું જોતા જોતા ખુશ થતો હોય છે, દિયાને આ જોતા ખુબજ આઘાત લાગે છે, પણ ત્યાં પોતાનું કોઈજ ના હતું, દિયા એકલીજ હતી, ત્યારબાદ દેવેન બીજા તેના ૩ મિત્રોને મોકલે છે, અને તે ૩ મિત્રો પણ ખુબજ બેરેહામીથી દિયાનો બળાત્કાર કરે છે, તેને ખુબજ હેરાન કરે છે, જયારે દેવેન અને તેના ૪ હવાશ્ખોર મિત્રો બળાત્કાર કરી કરીને ધરાઈ જાય છે, ત્યારે તે દિયા ઉપર કેરોસીન છાંટીને જીવતી સળગાવીદે છે, આમ દિયાનો વિશ્વાસ અને તેનો પ્રેમ ભાસ્મિભૂત થયજાય છે,

બીજા દિવસે દિયા જયારે ઘરે નથી પોહાચતી ત્યારે દિયાનો ભાઈ દિયાને શોધતો શોધતો દિયાની ફ્રેન્ડ ના ઘરે પોહાચે છે, ત્યારે દિયાની ફ્રેન્ડ દીયાના ભાઈને સાચું કહે છે કે દિયા દેવેન જોડે દેવેન ના ફાર્મહાઉસ પર ગઈ હતી, દિયાનો ભાઈ દેવેન ને પકડે છે, અને બધી વાતની જાણ થતા દિયાનો ભાઈ દેવેનને અને તેના ૪ મિત્રોને મારીનાખે છે, અને ખુદ પોલીસ ના હવાલે થાય છે, આમ દિયાનો વિશ્વાસઘાત તો થાયજ છે પણ દિયાનો ભાઈ જેલ માં જાય છે, દિયાના માતાપિતા ખુબજ દુઃખીને હેરાન થાય છે, અને દેવેન નું પણ મૃત્યુ થાય છે, આમ બધાની જિંદગી ખરાબ થાય છે.

જે ફાર્મહાઉસ માં દિયાની બે રેહામીથી મોત થય હતી ત્યાં દિયાની આત્મા ભટકી હોય છે, ત્યાં કોઈ નથી જય શકતું અને દિયા તેનો વિશ્વાસઘાતનો બદલો બીજા નિર્દોષ વ્યક્તિ પાસેથી લેછે, તે ફાર્મહાઉસ એ માં જે કોય જતું હતું તેને દિયા હેરાન કરતી હોય છે.

આમ તે ફાર્મહાઉસ માં દિયા અને દેવેન ના નામથી ડરીને કોય નથી જઈશકતું, અને ત્યાં દિયા સાંજે ૭ વગ પછી તે ફાર્મહાઉસ માં દેખાય પણ છે તેવું કહે છે.

માનસી પટેલ

આત્મીયતા

“આત્મીયતા” તો અર્થ એટલેકે એક પ્રકારની આત્મીયતા, જીવનમાં ઘણા તેવા સંબંધો હશે જેમાં ભરપુર આત્મીયતા જોવા મળતી હોય છે, અને જીવનમાં અનેક તેવા દાખલા પણ બનતા હોય છે, તેમાં ટેલીપથી હોય છે, જીવનમાં ઘણી વાર તેવું પણ બને છે કે કોઈને યાદ કાર્ય હોય અને તે આપણને મળ્યા હોય, કે દુર હોય તો ફોન દ્વારા સંપર્ક માં આવ્યા હોય, એક બીજાના મન ની વાત જાણી લેતા હોય કીધા વગર આ બધું એક ટેલીપથી હોય છે, અથવા તો જીવનમાં કશુજ બનવાનું હોય છે, તો તેનો પૂર્વાભાસ થાય છે, પણ તે આપણે નથી સમજી શકતા, જીવન માં આવી ઘણી વાતો બને છે, આમાં કોઈ પ્રકારનો ચમચ્કાર નથી, પણ સીક્સ્સેંસ કામ કરતી હોય છે, અને બધાને ભગવાન એ સમાન શકતીજ આપી છે, પણ બધો આધાર માણસ ની જાગૃતતા પર આધાર રાખે છે.

અને આ બધી જાગૃતતા આધ્યાત્મિકતા અને ધ્યાન થી પ્રાપ્ત થાય છે, માણસ નો આત્મવિશ્વાસ તેની જાગૃતતા અને તેનું વ્યક્તિત્વ ધ્યાન અને આધ્યાત્મિકતાથી જ પ્રાપ્ત થાય છે, જીવન માં જીવન એક ખુબજ સુંદર મજાની જર્ની છે, આમાં ઘણી તકલીફ અને ઘણી મુશ્કેલી આવશે પણ આ બધામાં વિચલિત થયા વગર કેમ રસ્તો શોધવો તે ધ્યાન અને આધ્યાત્મિકતા માંથીજ પ્રાપ્ત થાય છે, તેથીજ ગીતાજીમાં ધ્યાન,યોગ,પ્રયાનામ, ને શ્રેષ્ટ કહેવામાં આવ્યું છે.

આપણા ઇતહાસમાં ઘણી તેવી પ્રેમકથા છે, કે જેમાં ટેલીપથી એ ખુબજ ભાગ ભજવ્યો છે, તે સમય માં વોટ્સએપ કે ફેસબુક કશુજ નોતું માત્ર આત્મીયતા હતી, અને તે પ્રેમ સાચો હતો, અને હાલ નો પ્રેમ તો આપણે જોઈશકિયે છીએ, સિવાય શંકા કે બીજું કશુજ નથી હોતું, અને હાલના સમય માં બધાપાસ માત્ર ફોન છે, આત્મીયતા કે પ્રેમ નથી, જે પત્ની તેનું બધું છોડીને તેના પતિ જોડે રહે છે, તેના નામપર વોટ્સએપ માં જોક બને છે, આમાં આત્મીયતા ના હોય.

એક ખુબજ સુંદર પુસ્તક છે “ શ્રી યોગીનીકુમારી” ખુબજ સુંદર પુસ્તક છે, “શ્રી વિશ્વવંધજી” નું આ પુસ્તક છે, તેમાં “દિવ્યશ્રોત” માં ટેલીપથી દ્વારા મન થી વાત કરતા શીખવ્યું છે, તેના વિષે થોડી જાણકારી આપીશ, તે પુસ્તક માં યોગીનીકુમારી હોય છે, તો તે તેના ગુરુ સાથે મનથી વાત કરે છે, તો તેને પૂછવામાં આવે છે, કે આવીરીતે કેમ વાત કરી શકાય, ત્યારે યોગીની જવાબ આપે છે, મારા ગુરુજી એ મને આ જ્ઞાન શીક્વ્યું છે, તે ખુબજ સરળ ની સાથે સાથે થોડું આકરું પણ છે, તેની રોજ પ્રેક્ટીસ કરવાથી તેનું પરિણામ ખુબજ જલદી મળે છે.

ગુરુજી કહે છે એક એકાંત જગ્યામાં બેસીને અને શરીર ને ફાવે તે રીતે બેસીને આંખ બંધ કરીને ખુબજ એકાગ્રતાથી મનમાં બોલવાનું જેને સંદેશો પહોચાડવો હોય તેનું નામ લઈને વારે વારે તે સંદેશાનું મનમાં રટન કરવાનું, આવું ૨૦,૨૫ મિનીટ સુધી ખુબજ એકાગ્રતાથી કરવાનું રેહશે, અને આવીજ પ્રેક્ટીસ થોડા દિવસો સુધી કરવાની રેહશે, અને ત્યારબાદ જે કઈ સંદેશો પોહાચાડવાનો હોય તેમાં વધું સમય લાગશે નહિ, અને આમાં કોઈજ ચાચ્કાર નથી, આપદા જે વિચારોની તરંગ છે તે હમેશા હવામાં ફરતી રહે છે, અને ત્યારબાદ તે તરંગ આપણા વિચારોને બળ આપે છે, અને તે વિચાર જે માણસ ને આપણે યાદ કરીએ છીએ ત્યાં સુધી પોહચી જાય છે, અને તે વ્યક્તિને આપણા વિચારોનો આભાસ થાય છે.

આમ તે પુસતાકમાં ટેલીપથી વિષે ખુબજ સુંદર સમજાવ્યું છે, અને આમજ ટેલીપથી ને આગળ વધારવા માટે પ્રેક્ટીસ,ધ્યાન,આધ્યાત્મ તે ખુબજ મદદરૂપ બને છે. જીવન માં આવી ઘણીજ બાબત છે, જે ટેલીપથી દ્વારા સરળ બનીજાય છે, જીવનમાં સ્પ્રિચ્યુઅલ પાવર ખુબજ મહત્વનો હોય છે, આ બ્રમ્હાંડની તરંગ ખુબજ સક્રિયછે, તેથી જે જગ્યાપર જે વિચાર આવે છે, ત્યાં વિચારોના બીજ વવાયજાય છે, તેથી હમેશા સારા અને હકારાત્મક વિચાર કરવા, કોઈપણ જગ્યાએ આપણે જાયે છે, ત્યારે તે જગ્યાની ઉર્જા માણસ ના મનમાં અસર કરે છે, તેથી પોતાની જાતને ખરાબ ઉર્જાથી બચાવવા સ્પિચ્યુઅલ પાવર હોવો ખુબજ મહત્વનો હોય છે.

જય દવે