Apurnviram - 4 in Gujarati Fiction Stories by Shishir Ramavat books and stories PDF | અપૂર્ણવિરામ - 4

Featured Books
Categories
Share

અપૂર્ણવિરામ - 4

પ્રકરણ ૪

“ફક્ત અડધી કલાક... એ પાગલ છોકરી સાથે!”

પ્રથમ ત્રણ પ્રકરણનો સારાંશ

મુંબઈના બેકગ્રાઉન્ડમાં આકાર લેતી નવલકથાનો યુવાન નાયક મોક્ષ અને તેની પત્ની માયા સંપન્ન, શોખીન અને સોફિસ્ટકેટેડ દંપતી છે. લગ્નનાં આઠ વર્ષ વીતી ગયાં છે. એકમેકાનેે દુઃખી ન કરવાની, હદયપૂર્વક પ્રેમ કરતાં રહીને પરસ્પર અનુકૂળ બનવાની ઝંખના બંનેમાં ધબકે છે,

પણ ભૂતકાળમાં તેમનું લગ્નજીવન કશીક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ ચૂક્યું છે. મોક્ષને

એક નાની બહેન છે સુમન, જે માનસિક રીતે વિકલાંગ છે એની ચોવીસે કલાક દેખરેખ રાખવા

માટે મુક્તાબહેન નામના કેરટેકર મહિલાને રાખવામાં આવ્યાં છે.

એક રાતે તેમના સી ફેસિંગ બંગલામાં એક અજાણી વ્યક્તિ ઘૂસી જાય છે. તે મિશેલ છે, મોક્ષના

નાનાભાઈ આર્યમાનની ઓસ્ટ્રેલિયન ફિયાન્સી. બંને ભાઈઓ વચ્ચે બોલવાનો સંબંધ પણ રહ્યો

નથી, પણ જાણે પ્રોપર્ટી પર પોતાનો હક જમાવી રાખવો હોય એમ આર્યમાને મોટાભાઈને કશી

જ જાણ કર્યા વગર મિશેલને મુંબઈ મોકલી આપી છે. ભારે રહસ્યમય અને વિચિત્ર યુવતી છે

આ મિશેલ.

પહેલી રાતે બંગલામાં ધુમાડો કરીને એ કશાક ભેદી જાપ કરી રહી હતી. એના વર્તાવમાં એક

પ્રકારની ઉદ્દંડતા છે. મોક્ષ અને માયા પર જાણે એ સતત નજર રાખી રહી છે. સાથે સાથે તેમની

અવગણના કરતાં રહીને ઘરમાં પોતાનું ધાર્યું વર્તન પણ કરવું છે એને.

બીજા દિવસે સવારે માયા હાંફળીફાંફળી થતી મોક્ષ પાસે ધસી આવે છે. “સુમનને કશુંક થઈ

ગયું છે. પેલી મિશેલ એને...”

હવે આગળ ...

માયાના લગભગ ચીસ જેવા અવાજે મોક્ષને ધ્રુજાવી દીધો.

“મિશેલ શું કરી રહી છે સુમન સાથે?”

શરીર પર બાથરોબ ચડાવીને મોક્ષ ધક્કા સાથે બહાર આવી ગયો.

“શું થયું, માયા?”

“ખબર નથી પડતી.” માયા આતંકિત ચહેરે ફફડતી ઊભી હતી. જાણે કશુંક ન બનવાનું બની

રહ્યું હોય એવા ભયથી આખી ને આખી થીજી ગઈ હતી એ. “તું જલદી ચાલ...”

મોક્ષે લગભગ દોટ મૂકી. સુમનનો ઓરડો બંગલાના આ જ ફ્લોર પર હતો. દરવાજા અંદરથી

બંધ હતો, પણ ભીતરનું દશ્ય જાઈ શકાતું હતું. સુમનની માનસિક સ્તરે વિકલાંગ હોવાથી સ્થિતિ

ક્યારેક વિકરાળ બની જતી. ભૂતકાળમાં એક વાર એ પોતાના કમરામાં અંદરથી લોક થઈ ગઈ

હતી. સખ્ખત ગભરાઈ ગઈ હતી એ. એકલી સુમન જ નહીં, ઘરમાં સૌનો જીવ અધ્ધર થઈ

ગયો હતો. આખો દરવાજા તોડીને અંદર ઘૂસવું પડ્યું હતું. તે પછી નવા દરવાજામાં વચ્ચોવચ્ચ

પારદર્શક કાચવાળી સાંકડી બારી જડવામાં આવી હતી જે બંને તરફથી ખૂલી શકતી હતી.

મોક્ષ આ બારી પાસે મોઢું ધરીને થડકારથી ઊભો રહી ગયો. પાછળ પાછળ માયા પણ ખેંચાઈ

આવી. અંદર શું જાયું એમણે?

સુમન પલંગની ધાર પાસે મોં નીચું કરીને ચૂપચાપ બેઠી હતી.

સુમન...

કપાયેલા ટૂંકા અસ્તવ્યસ્ત વાળ વચ્ચે ગોઠવાયેલું પહોળું મોઢું, ચપટું નાક, ઢળી પડેલી ચાઇનીઝ

માણસો જેવી આંખો, જાડા હોઠ અને ચહેરા પર લીંપાયેલી નિતાંત નિર્દોષતા. ઉંમર બાવીસ વર્ષ

છે, પણ દેખાય છે માંડ તેર-ચૌદ વર્ષની. દિમાગની સાથે શરીર પણ અવિકસિત રહી ગયું છે.

ઢીલું ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે. આસપાસ શું ચાલી રહ્યું છે એની એને સમજ પણ નથી ને

એમાં રસ પણ નથી. આ જ હકીકતનો ફાયદો ઉઠાવી રહી છે મિશેલ. ..

મોક્ષનો જીવ ચૂંથાવા લાગ્યો.

મિશેલ સુમનના ગળામાં વિચિત્ર આકારવાળા ધાતુના મણકાની માળા પહેરાવી રહી હતી.

મંત્રોચ્ચાર કરી રહી હોય એમ તેના હોઠ સતત ફફડી રહ્યા હતા. અજબ તીવ્રતા હતી એના

ચહેરા પર. મિશેલે સુમન સાથે પરિચય ક્યારે કેળવી લીધો? મુક્તાબહેન કેમ દેખાતાં નથી?

“મિશેલ....” મોક્ષે ત્રાડ પાડી, “શું કરે છે તું?”

ફક્ત અર્ધ ક્ષણ માટે મિશેલના ફફડતા હોઠ અટક્યા. તીર ફેંકતી હોય એમ એણે ગરદન

ઘુમાવીને મોક્ષ તરફ જાયું ને પછી જાણે મોક્ષનું અસ્તિત્વ જ ન હોય એમ પુનઃ મંત્રજાપ કરવા

લાગી.

“સ્ટોપ ઇટ મિશેલ!” મોક્ષનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. “આ જ ઘડીએ બંધ કર તારી

એક્ટીવીટી...”

મિશેલ સુમનના કપાળની મધ્યમાં, બંને બાજુ લમણા પર અને હડપચી ઊંચી કરીને ગરદન પર

ત્વરાથી આંગળીઓ ઘુમાવીને વર્તુળ બનાવવા લાગી. મોક્ષને આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યું હતું કે

જાણે વશીભૂત થઈ ગઈ હોય એમ સુમન કશા જ વિરોધ વગર મિશેલને આ બધું કરવા દેતી

હતી. એક પાત્રમાં રહેલું પ્રવાહી સુમનને પીવડાવીને સપાટામાં બારણું ખોલીને મિશેલ બહાર

આવી ગઈ. મોક્ષ અને માયા સામે જ ઊભાં હતાં, પણ બંનેની સંપૂર્ણ અવગણના કરીને એ

ઝપાટાભેર દાદરા તરફ ચાલવા લાગી.

“મિશેલ, વેઇટ!”

મોક્ષ એની પાછળ પાછળ પગથિયાં ઊતરવા લાગ્યો. હું ક્યારનો બૂમો પાડી

રહ્યો છું, તું સાંભળતી કેમ નથી. ?”

મિશેલ ડ્રોઇંગરૂમમાં પહોળા સોફા પાસે ઊભી રહી ગઈ. પછી પીઠ ફેરવીને મોક્ષ તરફ જાયું.

મિશેલની આંખોમાં એવું શું છે કે દર વખતે દાઝી જવાય છે? મોક્ષ અને તેની પાછળ દોરવાઈને

નીચે આવેલી માયા ત્યાં જ થંભી ગયાં. મિશેલ સોફા પર સાચવીને બેઠી. એનું શરીર અને

મુખરેખા તંગ હતાં. બે-ચાર ક્ષણ એ બંનેને ધારી ધારીને જાતી રહી. પછી અવાજમાં કરડાકી

લાવીને બોલી,

“બોલો, શું સાંભળવું છે તમારે?”

મિશેલનો અવાજ બંનેને વાગ્યો. એ પ્રશ્ન પૂછી રહી છે કે આદેશ આપી રહી છે?

“વોટ વોઝ ધિસ નોનસેન્સ, મિશેલ?” મોક્ષના અવાજની ધાર નીકળતી ગઈ. “મેં તને કાલે

પણ કહ્યું હતું કે, આ ઘરમાં તારે ડિસીપ્લીન અને ડિસન્સી જાળવવાં પડશે.”

“મને યાદ છે.”

“તો આ શું હતું?”

“શું મિસ્ટર મોક્ષ મહેતા?”

“આ હમણાં શું કામણટૂમણ કરી રહી હતી સુમન પર?” મોક્ષ ગુસ્સાથી કાંપી રહ્યો હતો, પણ

મિશેલ બિલકુલ બેઅસર હતી.

“કામણટૂમણ? તમે શાની વાત કરી રહ્યાં છો?” મિશેલના ચહેરા પરનો તનાવ હવે બિલકુલ

ગાયબ થઈ ગયો હતો. એ જાણે રમત કરી રહી હોય એમ બોલતી હતી.

“મિશેલ, તને એક્ઝેટલી ખબર છે કે હું શાની વાત કરી રહ્યો છું...” મોક્ષને લાગતું હતું કે

ક્રોધથી એના દિમાગની નસ ફાટી જશે.

“ઓહ! મેં સુમનને પેલી માળા પહેરાવી એ?”

મિશેલના રતુંબડા હોઠ વ્યંગમાં સહેજ મલકી ગયા, “ઇટ્‌સ નથિંગ. જસ્ટ... લકી માળા છે.

ઓસ્ટ્રેલિયાથી લાવી છું. સુમનની સલામતી માટે. આવી એક માળા મેં પણ પહેરી છે. બતાવું?”

મિશેલે પોતાના રાઉન્ડ નેક ટીશર્ટની ધાર ઊંચી કરીને માળા બહાર ખેંચી કાઢી, “સી?”

“લિસન... ” મોક્ષે માંડ સંયમિત થઈને કહ્યું, “સુમનની સલામતીની ચિંતા કરવાવાળાં અમે

બેઠાં છીએ, તારે ફિકર કરવાની જરૂર નથી. સમજે છે તું?”

મિશેલ કશું ન બોલી. એ ફક્ત મોક્ષ અને માયાને માપતી હોય એમ જાતી રહી. પછી એક એક

શબ્દ છૂટો પાડીને બોલી, “બહુ ચિંતા છે તમને નાની બહેનની?”

મોક્ષનું દિમાગ ફરી ગયું. જા માયાએ એનો હાથ દબાવીને અંકુશમાં ન લીધો હોત તો કદાચ

વિસ્ફોટ થઈ ગયો હોત. “શું બકવાસ કરી રહી છે આ છોકરી?”

“તમને શું એમ છે કે આર્યમાનને સુમનની કશી જ ફિકર નથી? મોક્ષ કંઈ બોલે તે પહેલાં

મિશેલે બીજા સવાલ ફેંક્યો.

આર્યમાન મોક્ષનો નાનો ભાઈ, મિશેલનો લિવ ઇન પાર્ટનર અને કદાચ ભાવિ પતિ.

“અઠવાડિયામાં કમસે કમ એક વખત ઓસ્ટ્રેલિયાથી ફોન કરીને મુક્તાબહેન પાસેથી સુમનના

હાલચાલ જાણી લે છે. સુમન મૂડમાં હોય તો એની સાથે વાતચીત પણ કરે છે.”

ઘા લાગ્યો મોક્ષ અને માયાને. સુમનના હાલચાલ જાણવા માટે મુક્તાબહેનને, એની કેરટેકરને

ફોન કરવામાં આવે છે, અમને નહીં. બંને ભાઈઓ વચ્ચે અબોલાની સ્થિતિ આટલી હદે વણસી

જશે એવી કલ્પના કોણે કરી હતી?

પતિ-પત્નીની ચુપકીદી વધારે ખેંચાઈ એટલે મિશેલ આગળ વધી, “અને તમને શું એમ લાગે છે

કે સુમન માટે હું બિલકુલ અજાણી છું? નોટ, જરાય નહીં. આર્યમાન છેલ્લે ઇન્ડિયા આવ્યો હતો

ત્યારે સુમન સાથે મારે લગભગ રોજ વીડિયો ચેટ થતી હતી... એન્ડ સરપ્રાઇઝિંગલી, એને હું

યાદ હતી. ગઈ કાલે પહેલી વાર પ્રત્યક્ષ મળી ત્યારે મારી સાથે કાનેેક્ટ થવામાં એણે જરાય વાર

ન લગાડી.”

“પણ તું સુમન સાથે શા માટે કાનેેક્ટ થવા માગે છે મિશેલ?” મોક્ષે તીક્ષ્ણતાથી પૂછી લીધું.

“ફોર ગોડ્‌સ સેક, વ્હાય?”

“વ્હાય નોટ?”

“સુમન સાથે તારે શું લાગેવળગે? તું જે કામ કરવા ઇન્ડિયા આવી છો તે કરને, સુમનને શા માટે

છંછેડે છે?”

“સુમનની હું ભાવિ સિસ્ટર ઇન લો છું, મોક્ષ મહેતા. એની સાથે કાનેેક્ટ થવાનો, એની સાથે

રિલેશનશિપ બનાવવાનો મને હક છે.”

“મારી સામે હક અને ફરજની વાતો ન કરતી છોકરી!” મોક્ષ ગરજ્યો, “હું તને સ્પષ્ટ શબ્દોમાં

કહું છું, સ્ટે અવે ફ્રોમ માય સિસ્ટર. સુમનથી તું દૂર જ રહેજે...”

“બટ વ્હાય?”

“બિકોઝ આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. હું તને ઓળખતો નથી, તને જાણતો નથી. તું કેવા મલિન ઇરાદા

લઈને ઓસ્ટ્રેલિયાથી અહીં આવી છે એની મને ખબર નથી... અને મારે તને ખુલાસાઓ

કરવાની જરૂર નથી. આ મારું ઘર છે. આઈ એમ ધ મેન ઓફ ધ હાઉસ. સુમન મારી બહેન છે,

મારી જવાબદારી છે એને કોને મળવા દેવી કે કોનાથી દૂર રાખવી એ હું નક્કી કરીશ. સમજે છે

તું? ભૂલતી નહીં આ વાત...”

“મોક્ષ, પ્લીઝ!” માયાએ વચ્ચે પડવું પડ્યું, “તું આટલો ઉશ્કેરાઈ ન જા. આને કશું કહેવા કરતાં

તું જરા ઉપર જઈને જા કે સુમન ઠીક તો છેને?”

મોક્ષ અટકી ગયો. મિશેલ તરફ ક્રોધભરી છેલ્લી નજર ફેંકીને એ સડસડાટ પગથિયાં ચડીને

સુમનના કમરામાં આવી ગયો. એ હજુ પલંગ પર એ જ મુદ્રામાં બેઠી હતી.

“સુમી... બહેના,” મોક્ષ એની સામે ઘૂંટણિયે બેસી ગયો, “ આ માળા... કાઢી નાખ, સુમી!”

સુમન કશું બોલી નહીં. મોં નીચું કરીને ચૂપચાપ પોતાના ગોઠણને ખંજવાળતી રહી.

“સુમન, તને કંઈ થાય છે?”

ગોઠણ પર ઘૂમી રહેલો સુમનનો હાથ થંભ્યો. હોઠ સહેજ ખેંચાયા. પછી મોં ઊંચું કરીને સામે

જાયું. સુમનની આંખો ત્રાંસી હતી. એ ચહેરા પર નજર ટેકવે તોપણ સામેવાળો જા અજાણ્યો

હોય તો એને એવું જ લાગે કે સુમન બીજે કશેક જાઈ રહી છે.

સુમન સહેજ મુસ્કુરાઈ. એ હસતી ત્યારે અણીશુદ્ધ નિર્દોષતાનો પારાવાર ઊછળતો. મોક્ષ એને

ઝીણવટભેર અવલોકી રહ્યો હતો. ના, સુમનની મુસ્કાનમાં એ જ હદય ભેદી નાખે એવી તાકાત

છે. એની ચેષ્ટાઓમાં કશો ફર્ક પડ્યો નથી. સુમન નોર્મલ છે, એને કશું નથી થયું.

“બેટા, આ તેં જે માળા પહેરી છેને એ મને આપી દે.” મોક્ષને હજુય સંતોષ નહોતો થયો,

“કાઢી નાખ એને. હું તને બીજી સરસ માળા લઈ આપીશ, બસ?”

સુમને આંખો પટપટાવી, પછી હાથ ગળા પાસે લઈ જઈને મણકાથી રમવા લાગી. માળામાં

ખરેખર કશું જ વિશિષ્ટ નહોતું. ઊલટાનું તેના અનિયમિત આકારના મણકા ભદ્દા અને કદરૂપા

દેખાતા હતા.

“લાવ, કાઢી આપું?”

સુમન પલંગ પર સરકીને પાછળ જતી રહી. માળા આપવાની એની ઇચ્છા નહોતી. મોક્ષ એને

તાકી રહ્યો. પછી કહ્યું, “ઠીક છે, તારી ઇચ્છા ન હોય તો રહેવા દે, પણ આ મિશેલ આવી છેને

આપણા ઘરમાં... એનાથી દૂર રહેવાનું, ઓકે?”

સુમન આડું જાઈ ગઈ.

બરાબર એ જ વખતે બાથરૂમમાં વેગપૂર્વક પાણી છૂટવાનો દબાયેલો અવાજ આવ્યો.

ઓહ...! મુક્તાબહેન હજુય બાથરૂમમાં જ છે.

મોક્ષે વિચાર્યું, એની ગેરહાજરીમાં મિશેલ સુમનને માળા પહેરાવીને જતી રહી ને મુક્તાબહેનને

ખબર પણ નથી. મુક્તાબહેનને સતર્ક કરી દેવાં પડશે મિશેલની ઉટપટાંગ હરકતો વિશે...

સુમન તરફ વહાલભરી દષ્ટિ ફેંકીને મોક્ષ બહાર નીકળી ગયો.

***

શરીરમાં રક્તને બદલે પવન વહેતો હોત તો?

મોક્ષના દિમાગમાં વિચાર ઝબકી ગયો. વિચાર અનુભૂતિ બની ગયો અને અનુભૂતિ

સૂક્ષ્માતિસૂક્ષ્મ રજકણ બનીને શરીરમાં ફૂંકાવા લાગી.

એ બિસ્તર પર લેટેલો હતો, પણ જાણે વજન વિહીન સ્થિતિમાં અવકાશમાં તરી રહ્યો હોય એવી

લાગણી કશેકથી ઝરી રહી હતી.

રક્તત્વ અને મનુષ્યત્વ વચ્ચે શો સંબંધ છે? શરીરની ભીતર જા આત્મા હોય તો શું એમાં પણ

લોહી ફરતું હોય છે? આત્માને પણ ધમની અને શિરા હોય? હદયની ધમની અને શિરા કરતાં એ

કેટલી જુદી હોય?

“મોક્ષ...”

સાવ નજીકથી માયાનો અવાજ રેલાયો ને અર્ધ સભાનાવસ્થામાં ઝૂલી રહેલા મોક્ષના વિચારો

સળવળીને સીધા થઈ ગયા.

એણે આંખો ખોલી. માયા નજીક આવીને બેઠી.

“મોક્ષ, મને લાગે છે કે આપણે જરા ઓવર રિએક્ટ કરી નાંખ્યું... ”

માયા ગંભીર દેખાતી હતી.

“તું શાની વાત કરી રહી છે માયા?” એ બેઠો થયો.

“ એ જ મિશેલની. એ તો જસ્ટ સુમનના ગળામાં સીધી સાદી માળા પહેરાવી રહી હતી, પણ

આપણે બૂમાબૂમ કરી મૂકી. આઈ મીન, આપણે કારણ વગર આટલા બધા ટેન્સ થઈ ગયાં.”

“એક મિનિટ, તું શાના પરથી કહે છે કે એ માળા સીધી સાદી છે?”

“વોટ ડુ યુ મીન?” માયાના કપાળ પર રેખાઓ ખેંચાઈ ગઈ. એણે મોક્ષ સામે ધારીને જાયું. “તું

શું એમ કહેવા માગે છે કે માળા સીધી સાદી નથી? મંતરેલી છે? તું આવા બધા જંતરમંતરમાં

ક્યારથી માનવા લાગ્યો મોક્ષ?

“અરે? મેં ક્યારે કહ્યું કે માળા મંતરેલી છે? અને હું જંતરમંતરમાં નથી જ માનતો પ્લીઝ, ઇટ્‌સ

બુલશિટ! હું તો ફક્ત એટલું કહી રહ્યો છું કે આ મિશેલ નોર્મલ નથી. એની તમામ હરકતો

મનમાં શંકા જન્માવે છે. સમથિંગ ઇઝ સિરિયસલી રોંગ વિથ હર. કશીક ગરબડ છે છોકરીમાં,

પણ એક્ઝેક્ટલી શું ગરબડ છે તે સમજાતું નથી.”

માયા મૌન રહી.

“અને આપણો વોચમેન અને મુક્તાબહેન...” મોક્ષ બોલતો ગયો. “એ બંનેને પણ સાવધાન

કરી દેવાં પડશે. કાલે રાત્રે આપણે તાજમાં ડિનર લઈને ઘરે આવ્યાં ત્યારે વોચમેન ક્યાં ગાયબ

થઈ ગયો હતો એની કશી ખબર પડી તને? અને મુક્તાબહેન સાથે તારી કંઈ વાત થઈ?”

ક્યાંય સુધી ઉત્તર ન મળ્યો.

માયા?

માયાએ સામે જાયું. એની નિઃશબ્દ આંખોમાં એક પ્રશ્ન તરફડી રહ્યો હતો. એવો પ્રશ્ન જે કેવળ

નિરુત્તર રહેવા સર્જાયો હતો.

***

શાકભાજી ખરીદીને, કસીને ભાવતાલ કર્યા પછી રૂપિયા ચૂકવીને મુક્તાબહેને બંગલા તરફ પગ

ઉપાડ્યા. છેલ્લાં દોઢેક વર્ષથી બંને ગોઠણમાં દર્દ વધી ગયું હોવાથી એમની ચાલ બદલાઈ ગઈ

હતી. મુખ્ય સડક વટાવીને જમણી તરફ વળે તે પહેલાં જ એક આદમી એની સામે ખડો થઈ

ગયો. કાળો ડાઘવાળો ચહેરો, જાડી મૂછો, કાળા ગાલ પર ઊંડા ઊભા ચીરાનું નિશાન.

“મારો ફોન કેમ ઉપાડતી નથી તું?” એણે બરછટ અવાજે સીધો સવાલ કર્યો.

મુક્તાબહેન ડઘાઈ ગયાં. બીજી ક્ષણે પેલાને હડસેલીને ચાલવા માંડ્યાં. “જવા દે મને.”

“તને એમ લાગે છે કે તું એટલી આસાનીથી છટકી શકીશ?” આદમીએ મુક્તાબહેનનું કાંડું

પકડી લીધું, “મારા એક જ સવાલનો જવાબ આપી દે. તને અબઘડીએ જવા દઈશ.”

એ કુત્સત હસ્યો. એની લાલ આંખોમાં જંગલિયત ઊપસી આવી. “તારી પેલી ગાંડી... શું નામ

છે એનું? હા, સુમન! એ ક્યારે ઘરમાં બિલકુલ એકલી મળશે? અડધો કલાક.... ખાલી અડધા

કલાકાનેું કામ છે અને આ અડધા કલાકમાં તો હું એ ગાંડીને....”

***