વાનગીઓ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અંગૂરી બાસુદી
સામગ્રીઃ
•૨ લિટર દૂધ
•૫૦ ગ્રામ પનીર
•૧ ટીસ્પૂન મેંદો
•૨ કપ ખાંડ
•૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
•૨ ટેબલસ્પૂન બદામની કતરી
•૧ ટેબલસ્પૂન ચારોળી
•૨ લિટર દૂધ
•૫૦ ગ્રામ પનીર
•૧ ટીસ્પૂન મેંદો
•૨ કપ ખાંડ
•૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
•૨ ટેબલસ્પૂન બદામની કતરી
•૧ ટેબલસ્પૂન ચારોળ
રીતઃ
પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી- ખાંડમાં પાણી નાખી ઉકાળવું- એક ચમચી દૂધ નાખી મેલ તરી આવે તે કાપી લેવો ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી- ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી-
એક વાસણમાં દૂધ નાખી ઉકાળવું- બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું- બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું- પછી તેમાં પનીરની ગોળીઓ એલચીનો ભૂકો છોલેલી બદામની કતરી અને ચારોળી નાખી રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી-
નોંધ - પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે આકર્ષક લાગશે-પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી- ખાંડમાં પાણી નાખી ઉકાળવું- એક ચમચી દૂધ નાખી મેલ તરી આવે તે કાપી લેવોૃ ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી- ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી-
એક વાસણમાં દૂધ નાખી ઉકાળવું- બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું- બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું- પછી તેમાં પનીરની ગોળીઓૃ એલચીનો ભૂકો છોલેલી બદામની કતરી અને ચારોળી નાખીૃ રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી-
નોંધ - પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે આકર્ષક લાગશે
રેડનો કોપરાપાક
સામગ્રીઃ
•૧ વાડકી બ્રેડનો ભૂકો
•૧ વાડકી નાળિયેરનું ખમણ
•૧ વાડકી ખાંડ દળેલી
•૧ ટીસ્પન એલચીનો ભૂકો
•૧/૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો
•ઘી, દૂધ, બદામ, ચારોલી, કેસ
•બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાપી,
•૧ વાડકી ભૂકો બનાવવો.
રીતઃ
એક વાસણમાં ૨ ચમચા ઘી મૂકી, તેમાં નાળિયેરનું ખમણ, ખાંડ અને થોડા ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. ખાંડ ઓગળે એટલે તેમાં બ્રેડનો ભૂકો નાંખવો. ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, કોપરાપાક ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરવી. તેને બદલે ચાંદીના વરખ પણ લગાડી શકાય
બ્રેડનો હલવો
સામગ્રીઃ
•કપ બ્રેડના કટકા
•કપ ખાંડ
•કપ દૂધ
•કપ માવો
•ટેબલસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•ટેબલસ્પૂન કોકો પાઉડર
•ટેબલસ્પૂન ઘી
•૮ કાજૂ, વેનિલા એસેન્સ,
•ચારોળી, અથવા ચાંદીના વરખ
રીતઃ
બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાપી, વાડકી ભૂકો બનાવવો. એક વાસણમાં ચમચા ઘી મૂકી, તેમાં નાળિયેરનું ખમણ, ખાંડ અને થોડા ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. ખાંડ ઓગળે એટલે તેમાં બ્રેડનો ભૂકો નાંખવો. ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, કોપરાપાક ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરવી. તેને બદલે ચાંદીના વરખ પણ લગાડી શકાય
બ્રેડ ફ્રૂટ્સ પુડિંગ
સામગ્રીઃ
•૬ બ્રેડની મોટી સ્લાઈસ
•૨ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
•૧ લિટર દૂધ
•૨ ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
•સીઝન ફ્રૂટ્સ - કેરી, સફરજન, ચીકુ, લીલી દ્રાક્ષ ગમે તે લેવાય.
•સજાવટ માટે - ૨૫ ગ્રામ માખણ, ૫૦ ગ્રામ આઈસિંગ શુગર,
•૧૨ ટીસ્પૂન ડરિકિંગ ચોકલેટ પાઉડર બધું ફીણી આઈસિંગ તૈયાર કરવું.
•જરૂર પડે થોડું પાણી નંખાય.
રીતઃ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. કસ્ટર્ડ પાઉડરને થોડા દૂધમાં મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી, ઠંડુ થાય એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાંખવુ.
બ્રેડની સ્લાઈસના વાડકીથી કાપી ગોળ કટકા કરવા. તેને તૈયાર કરેલા કસ્ટર્ડમાં પલાળી, ઠંડા કરવા. એક ડિશમાં બ્રેડનો ઠરેલો એક કટકો મૂકવો. તેના ઉપર ફ્રૂટ્સના કટકા મૂકવા. પછી તેના ઉપર બીજો બ્રેડનો કટકો મૂકી, આઈસિંગ કરી સજાવટ કરવી.
બ્રેડના ગુલાબજાંબુ
સામગ્રીઃ
•પેકેટ બ્રેડ
•૨૦૦ ગ્રામ માવો,
•૫૦૦ ગ્રામ ખાંડ
•ઘી, દૂધ, એલચી, ગુલાબજણ
•પીળો રંગ, પતાસું
રીતઃ
બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાપી, તેને દૂધમાં પલાળી, તરત કાપી લેવી. તેમાંથી દબાવી, દૂધ કાપી નાંખવું. પછી તેને ગ્રાઈન્ડરમાં વાટી, લોચો બનાવવો. તેમાં માવો નાંખી, બરાબર મિક્સ કરી, તેનાં જાંબુ બનાવવાં. જાંબુ બનાવતી વખતે તેમાં વચ્ચે એલચીના દાણા અને પતાસાની નાની કટકી મૂકવી. પછી ઘીમાં તલી લેવા.
એક તપેલીમાં ખાંડ, લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં દૂધ નાંખી, મેલ કાપવો. તેમાં પીળો રંગ નાંખી, ચાસણી એકતારી થાય એટલે તેમાં ગુલાબજાંબુ નાંખવાં. થોડી વાર ઉકાળી, ઉતારી લેવા. ૨ ચમચા ગુલાબજળ નાંખી, ત્રણ-ચાર કલાક ઠરવા દેવા.
બ્રેડ રસ બોલ્સ
સામગ્રીઃ
પૂરણ માટે -
•૧૦૦ ગ્રામ કોપરાનું ઝીણું ખમણ
•૫૦ ગ્રામ ખાંડ દળેલી
•૫૦ ગ્રામ માવો
•૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•૧/ ૨ ટીસ્પૂન એલચીનો ભૂકો
•માવાને સાધારણ શેકી, ઉતારી, તેમાં કોપરાનું ખમણ
•દળેલી ખાંડ, કાજુનો ભૂકો અને એલચી નાંખી મસળી પૂરણ તૈયાર કરવું.
•રબડી - ૧ લિટર દૂધ
•૩ ટેબલસ્પૂન ખાંડ
•૨ ટેબલસ્પૂન માવો
•કેસર અથવા યલો કલર
•બોલ્સ માટે - ૧ પેકેટ મોટી બ્રેડ,
•૧ કપ દૂધ, ઘી
સજાવટ માટે
•૨ ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો,
•૨ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
રીતઃ
એક પેણીને ઘી લગાડી, દૂધ ઉકાળવું, જાડું થાય એટલે ખાંડ અને ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. કેસરને બદલે યલો કલર અને કેસરનો એસેન્સ નાંખી શકાય. પછી તેમાં થોડો માવો મસળીને નાંખવો. બરાબર મિક્સ કરી રબડી ઉતારી, રેફ્રિજરેટરમાં મૂકી ઠંડી કરવી.
બ્રેડની ઉપર-નીચેની સ્લાઈસને ઉપયોગમાં લેવી નહિ. બ્રેડની આજુબાજુની કિનાર કાપી, દૂધમાં બોળી, દબાવી, દૂધ કાપી નાંખવું. પછી તૈયાર કરેલું પૂરણ ભરી, ગોળ બોલ્સ વાળવા. પછીથી ઘીમાં તળી લેવાં.
એક ડીશમાં તળેલા બોલ્સ ગોઠવી, તેના ઉપર રબડી રેડવી, બોલ્સ રબડી ચૂસી લેશે. ઉપર ચારોળી-કાજુનો ભૂકો નાંખી, બોલ્સ પીરસવા.
બૂંદીનો દૂધપાક
સામગ્રીઃ
•૨ લિટર દૂધ
•ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર
•ગ્રામ જીણી બૂંદી
રીતઃ
૨ લિટર દૂધને ઊંકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ૧ ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી, તે દૂધ નાંખવું. ઉકળે અને જાડું થાય એટલે ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી તેમાં ૫૦ ગ્રામ જીણી બૂંદી નાંખવી. છોલેલી બદામની કાતરી અને ચારોળી નાંખવાં. ચાર-પાંચ કલાક બૂંદી પલળવા દેવી. પછી ફ્રિજમાં મૂકી, દૂધપાક ઠંડો કરવો.
બટર આઈસિંગ
સામગ્રીઃ
•ગ્રામ માખણ (સફેદ)
•૧૦૦ ગ્રામ આઈસિંગ શુગર
•લાલ, લીલો, પીળો રંગ
•વેનીલા એસેન્સ
રીતઃ
એક વાસણમાં માખણને ખૂબ ફીણવું. પછી તેમાં ચાળેલી આઈસિંગ શુગર નાંખી ખૂબ ફીણવુ. તેના ત્રણ ભાગ કરી, જુદા જુદા રંગ નાંખવા. આઈસિંગ સિરિન્જ અથવા કોનમાં ભરી, કેક ઉપર રંગબેરંગી ડિઝાઈન પાડવી. વચ્ચે સ્વીટ વરિયાળી અને શુગર સીલ્વર બોલ્સથી સજાવટ કરવી.
ગાજરના ઘૂઘરા
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ લાલ ગાજર
•૨૦૦ ગ્રામ ખાંડ
•૫૦ ગ્રામ માવો
•૨૫ ગ્રામ કોપરાનું ખમણ (ઝીણું)
•૧ ટેબલસ્પૂન ખસખસ
•૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•૨૫૦ ગ્રામ મેંદો
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•ઘી, એલચી - પ્રમાણસર
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, લીલો અને સફેદ બાગ ન આવે તેમ છીણવાં. આ માટે ગાજરને બાજુથી ગોણ છીણવાથી વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાપી નાંખવો. પછી છીણને વરાળથી બાફી લેવું. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણાનો વઘાર કરી, છીણ સાંતળવું. પછી તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને સાધારણ કોરૂં પડે એટલે ઉતારી, સાધારણ શેકેલો માવો, કાજુનો ભૂકો, શેકેલી ખસખસ, કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી હલાવી, સાંજો તૈયાર કરવો.
મેંદાના લોટમાં કોર્નફ્લોર ભેળવી, તેમાં ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. એકાદ કલાક કણકને હાંકીને રહેવા દેવી. પછી ઠરેલું ઘી લઈ, કેળવી, તેમાંથી પૂરી બનાવવી. તેમાં તૈયાર કરેલો ગાજરનો સાંજો ભર, પૂરી બેવડીવાળી ઘૂઘરા કટરથી કાપી કિનારે કાંગરી પાડવી. પછી ઘીમાં તળી લેવા.
ગાજરના લાડુ
સામગ્રીઃ
•૧ કિલો ગાજર
•૫૦૦ ગ્રામ દળેલી ખાંડ
•૨ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
•૧ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ટીસ્પૂન એલચીનો પાઉડર
•ઘી પ્રમાણસર
રીતઃ
ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાપી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી. સૂકાઈ જાય એટલે તેનો મિક્સરમાં ભૂકો કરવો. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ કરવું. તેમાં ગાજરનો ભૂકો સાંતળવો. પછી તેમાં ખસખસ અને કોપરાનું ખમણ નાખી, થોડી વાર રાખી નીચે ઉતારી લેવું. સાધારણ ઠંડું થાય એટલે તેમાં એલચીનો ભૂકો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ગરમ ઘી નાંખી લાડુ વાળવા.
ગાજરની રબડી
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૫૦૦ ગ્રામ લાલ ગાજર
•૨૦૦ ગ્રામ માવો
•૨૫૦ ગ્રામ ખાંડ (આશરે)
•૨ ટેબલસ્પૂન ચારોળી
•૭ કાજુ, ૫ બદામ, ૭ અખરોટ
•વેનીલા એસેન્સ
રીતઃ
ગાજરને છોલી, સફેદ ભાગ કાપી, તેના કટકા કરવા.
કટકાને વરાળથી બાફી લેવા. માવાને ધીમા તાપે શેકી લેવો. પછી ગાજરના કટકા અને માવો ભેગો કરી મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. એક વાસણમાં દૂધ ઊંકળવા મૂકવું. તેમાં ખાંડ નાંખવી. દૂધ ઊંકળે એઠલે તેમાં ગાજર-માવાની પેસ્ટ નાખવી. ઘટ્ટ થાય એઠલે અખરોટ અને કજુના નાના કટકા નાખવા. બરોબર જાડું થાય એટલે ઉતારી વેનીલા એસેન્સ નાખી, હલાવી, છોલેલી બદામની કાતરી અને ચારોળી નાખી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી રબડી એકદમ ઠંડી કરી પીરસવી.
ગાજરની સુખડી
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ગાજર
•૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
•૩૦૦ ગ્રામ ગોળ (નરમ)
•૧ કપ દૂધ
•૨ ટેબલસ્પૂન સિંગદાણા
•૨ ટેબલસ્પૂન તલ
•ઘી, નંગ- ૩ એલચી
રીતઃ
ગાજરનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી તેનો લાલ ભાગ છીણાશે અને સફેદ રહેશે તે કાપી નાખવો. પછી છીણને મિક્સરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાખી, ગાજરનો માવો શેકવો. તેમાં દૂધ નાખી ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી અંદર શેકેલા તલ અને સિંગદાણાને શેકી, છોડાં કાપી, તેનો ભૂકો નાખવો. ઘઉંના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. એક વાસણમાં થોડું ઘી નાખી, તેમાં નરમ ગોળ નાખી, પાયો બનાવવો. ગોળ બરાબર ઓગળી જાય એટલે ગાજરનો માવો અને ઘઉંનો લોટ નાખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી, સુખડી ઠારી દેવી. તેમાં નાના નાના ચોરસ કાપા કરી રાખવા. ઠંડી પડે એટલે કટકા ઉખાડી દેવા.
ગાજરની મેવા લાપસી
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ગાજર
•૨૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ
•૨૫૦ ગ્રામ ખાંડ
•૨૫૦ ગ્રામ ઘી
•૧ લિટર દૂધ
•૨ ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
•૨ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
•૨ ટેબલસ્પૂન એલચી
•૧ ટીસ્પૂન એલચીનો પાઉડર
•૧/ ૨ ટીસ્પૂન એલચીદાણા
•૧/ ૨ ટીસ્પૂન જાયફળનો પાઉડર
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાપી, કટકા કરવા - પછી મિક્ચરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચી દાણા નાખી ઘઉંનો લોટ નાખવો - બદામી શેકાય એટલે તેમાં ગાજરનો માવો નાંખવો. થોડો શેકી તેમાં દૂધા, ખાંડ, દ્રાક્ષ, એલચી - જાયફળનો પાઉડર અને અડધા ભાગનો મેવો નાખવો. બરાબર ઘટ્ટ થઈ જાય અને ઘી બહાર નીકળે એટલે ઉતારી બદામ-પિસ્તા અને ચારોળીથી ડેકોરેશન કરવું.
ગાજરનો હલવો
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ ગાજર
•૧૦૦ ગ્રામ ખાંડ
•૫૦ ગ્રામ માવો
•ઘી, આઈસ્ક્રીમનો એસેન્સ
રીતઃ
ગાજરને છોલી, તેના લાલ ભાગનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી લાલ ભાગનું છીણ થશે અને વચ્ચે જે સફેદ ભાગ રહે તે કાપી નાંખવો. પછી ખાંડ ચોળીને અડધો કલાક રાખી મૂકવું. એક તપેલીમાં ઘી મૂકી ગરમ થાય એટલે ખાંડવાળું ગાજરનું છીણ નાંખી, ખૂબ ધીમા તાપે મૂકવું. છીણ બફાય એટલે માવો નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, આઈસક્રીમનો એસેન્સ નાંખી, દૂધીના હલવા ઉપર ઠારી દેવો. ગાજરનો પ્રાકૃતિક રંગ સચવાઈ રહે છે એટલે રંગ નાંખવાની જરૂર રહેતી નથી.
કેરટ પુડિંગ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ગાજર
•૧, ૧/ ૨ લિટર દૂધ
•૪૦૦ ગ્રામ ખાંડ
•૧ પેકેટ રાસબરી કસ્ટર્ડ પાઉડર
•૧/ ૨ કપ ફ્રેશ ક્રીમ
•૧૦ કોકોનટ કુકીઝ
•ઘી, ગુલાબી રંગ, રાસબરી એસેન્સ, કાજુ,
•ચીકુ, સંતરા, લીલી દ્રાક્ષ, રાયણ
•અથવા કોઈપણ સીઝન ફ્રૂટ્સ
રીતઃ
"ગાજરને છોલી, ધોઈ, તેનો સફેદ અને લીલો ભાગ આવે નહિ તેમ છીણવા, ચારે બાજુથી છીણવાથી લાલ ભાગ જ છિણાશે અને સફેદ ભાગ રહેશે તે કાપી નાંખવો. એક તપેલીમાં અડધો લિટર દૂધ ગરમ કરી, તેમાં ગાજરનું છીણ નાંખવું. છીણ બફાય એટલે ખાંડ અને થોડો ગુલાબી ખાવાનો રંગ નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી રાસબરી એસેન્સ નાંખી ઠંડું કરવું.
થોડા ઠંડા દૂધમાં રાસબરી કસ્ટર્ડ પાઉડર મિક્સ કરવો. એક વાસણમાં બાકી રહેલું દૂધ ગરમ મૂકવું. પછી તેમાં ખાંડ અને કસ્ટર્ડવાળું દૂધ નાંખવું. બરાબર ઘટ્ટ થાય એટેલ ઉતારી લેવું.
કેસરોલ ડિશમાં ઘી લગાડી, કોકોનટ કુકીઝ ગોઠવવી. તેના ઉપર ગાજરનું લેયર કરવું. તેના ઉફર ક્રીમ અને કાજુની કાતરી ભભરાવવી. પછી તેના ઉપર કસ્ટર્ડનું લેયર કરવું. આમ ઉપરાઉપરી બધાં પડ કરવાં. ુપરનું લેયર કસ્ટર્ડનું આવે તેમ ગોઠવવું. પછી સેટ થવા રેફ્રિજરેટરમાં મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે ચીકુના બારીક કટકા, લીલી દ્રાક્ષ, કેળાના કટકા અથવા કોઈપણ સસ્તાં સીઝન ફ્રૂટ્સથી સજાવટ કરવી. પછી ફ્રિજમાં મૂકી, ઠંડું કરી પીરસવું."
ચોકો ફીરની
સામગ્રીઃ
•૧/ ૧- ૨ લિટર દૂધ
•૧૦૦ ગ્રામ બાસમતી ચોખા
•૧૦૦ ગ્રામ ખાંડ
•૧૦૦ ગ્રામ મલાઈ ( ૧ ટીસ્પૂન દળેલી ખાંડ મિક્સ કરી)
•૧/ ૧- ૨ ટેબલસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•ચારોળી, સીઝન ફ્રૂટ્સ (કેળાં, હાફૂસ કેરી, દ્રાક્ષ, ચીકુ ગમે તે)
રીતઃ
ચોખાને ધોઈ, ૭- ૮ કલાક પલાળી રાખવા. પછી કરકરા વાટી, થોડા પાણીમાં મિક્સ કરવા. એક વાસણમાં દૂધ ઊંકળવા મૂકવું. ઊંકળે એટલે વાટેલા ચોખા નાંખવા. બફાય એટલે ખાંડ નાંખવી. દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ચોકલેટ પાઉડર દૂધમાં મિક્સ કરી નાંખવો. દૂધ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી જુદી જુદી નાની કટોરીમાં ફીરની ઠારી દેવી. ઠરે એટલે ઉપર ૧ ચમચી મલાઈ અને સીઝન ફ્રૂટ્સથી સજાવટ કરી રેફ્રીજરેટરમાં મૂકી ઠંડી કરી પીરસવી.
ચોકલેટી શિંગ બરફી
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ સિંગદાણા
•૧૦૦ ગ્રામ માવો
•૧૫૦ ગ્રામ દળેલી ખાંડ
•૩ ટેબલસ્પૂન ઘી
•૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
•ચારોળી, છોલેલી બદામની કતરી
•ચોકલેટી લેયર માટે - ૧૦૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ દળેલી ખાંડ,
•૧/ ૨ કપ દૂધ, ૨ ટેબલસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર, ૧/ ૨ ટીસ્પૂન કોકો પાઉડર
રીતઃ
"સીંગદાણાને શેકી, છોડાં કાપી, કરકરો ભૂકો કરવો. તેમાં દળેલી ખાંડ, માવો અને ઘી નાંખી, ધીમા તાપ ઉપર ગરમ કરવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો નાંખી, ઘી લગાડેલી થાળીમાં ઠારી દેવું.
માવામાં ખાંડ અને દૂધ નાંખી ગરમ કરવું. પછી તેમાં ડરિંકિંગ ચોકટેલ પાઉડર અને કોકો પાઉડર નાંખી, બરાબર મિક્સ કરી, સીંગદાણાની બરફી ઉપર સરખું પાથરી દેવું. ચારોળી અને બદામની કતરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી ઠરે એટલે કટકા કાપવા."
ચોકલેટ ચૂરમું બરફી
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
•૫૦ ગ્રામ મિલ્ક પાઉડર
•૭૫ ગ્રામ ખાંડ
•૨૫ ગ્રામ ડરાયફ્રૂટ્સનો ભૂકો (બદામ-કાજુ વગેરે)
•ઘી, એલચી, જાયફળ, કેસર, કંન્ડેન્સ્ડ મિલ્ક
•ચોકલેટ સોસ માટે - ૧૦ મિલ્ક ચોકલેટ ૧ ટેબલસ્પૂન ઘી, બદામ-કાજુની કતરી
રીતઃ
"ઘઉંના લોટમાં મૂઠી પતું મોણ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર ધીમા તાપે ઘીમાં શેકી લેવી. ઠંડી પડે એટલે ખાંડી, ચૂરમું બનાવવું.
એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે રોટલીનું ચૂરમું અને ખાંડ નાંખવાં. ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર, ડરાયફ્રૂટ્સનો ભૂકો, એલચી-જાયફળનો ભૂકો, અને કેસરની ભૂકી નાખી, ઉતારી લેવું. પછી કન્ડેસ્ડ મિલ્ક નાખી, લોચા જેવી મિશ્રણ થાય એટલે થાળીમાં ઘી લગાડી, મિશ્રણ ઠારી દેવું. રેફ્રિજરેટરમાં ૧ કલાક મૂકી ઠંડું કરવું.
ચોકલેટના કટકા કરી, બાઉલમાં ભરવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વાડકો મૂકવો. પાણી ઊંકળે એટલે ચોકલેટ ભરેલું બાઉલ વાડકા ઉપર મૂકવું. ચોકલેટ ઓગળે એટલે તેમાં ૧ ચમચો ઘી નાખી, ઠરેલી બરફી ઉપર સોસ રેડી દેવો. ઉપર બદામ-કાજુની કતરી નાખી સજાવટ કરવી. ઠંડી પડે એટલે કટકા કરવા.
નોંધ - વધેલી રોટલીનો ભૂકો ચૂરમાને બદલે લઈ શકાય."
લીલા કોપરાનો બિરંજ
સામગ્રીઃ
•૨ કપ ચોખા, ૫ ટેબલસ્પૂન ખાંડ
•૧/ ૨ કપ નાળિયેરનું ખમણ
•૧/ ૨ ટીસ્પૂન એલચીનો ભૂકો
•૪ ટેબલસ્પૂન ઘી
•તજ, લવિંગ, પીળો રંગ, ચારોળી - પ્રમાણસર
રીતઃ
"ચોખાને ધોઈ, થોડી વાર પલાળી રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ચોખા ઓરવા. બફાય એટલે ચાળણીમાં કાપી, પાણી નિતારી લેવું. ભાત છૂટો બનાવવો. થાળીમાં કાપી, તેમાં પીળો રંગ નાંખી, ઠંડો પાડવો.
બેકિંગ બાઉલમાં ભાત મૂકી તેમાં ખાંડ, નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો નાંખવો. ઘીમાંતજ, લવિંગનો વઘાર કરી ભાતમા નાંખી, હલાવી દેવો. પ્રિહીટેડ ઓવનમાં ૩૫૦ ફે. તાપે ૧૫ મિનિટ ચોખા છૂટા થાય ત્યાં સુધી રાખી, પછી કાપી લઈ ઉપર ચારોળી ભભરાવવી."
આલુ બિરયાની
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ બાસમતી ચોખા
•૩૦૦ ગ્રામ બટાકા
•૧૦૦ ગ્રામ ટામેટા
•૨ ડુંગળી, ૭ કળી લસણ
•૩ લીલાં મરચાં, કટકો આદુ
•૧/ ૨ ઝૂડી લીલા ધાણા
•૧/ ૨ કપ દહીં
•૨ ટેબલસ્પૂન માખણ
•૧ ટીસ્પૂન ગરમ મસાલો
•૧ ટીસ્પૂન ધાણાનો પાઉડર
•૧ ટીસ્પૂન જીરૂંનો પાઉડર
•મીઠું, હળદર, ખાંડ, તેલ - પ્રમાણસર
રીતઃ
"ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું નાંખી, ઊંકળે એટલે ચોખા ઓરી દેવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા.
બટાકાને સાધારણ કડક બાફી, છોલી તેના નાના કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં દહીં, મીઠું, હળદર અને થોડી ખાંડ નાંખી અડધો કલાક રહેવા દેવું.
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાંખવી. પછી ટામેટાના ઝીણા કટકા નાંખી સાંતળવા. તેમાં મીઠું, હળદર, જીરૂં નો પાઉડર, ધાણાનો પાઉડર, ગરમ મસાલો અને દહીં સાથે બટાકા નાખવા. થોડીવાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવો.
એક બેકિંગ બાઉલને માખણ લગાડી, તેમાં બિરીયાની ભરવી. ઉપર માખણ અને લીલા ધાણા નાખવા. પ્રિહીટેડ ઓવનમાં ૨૦૦૦ ફે. તાપે ૧૦ મીનીટ રાખી બરાબર સિઝાય એટલે કાપી લેવી."
પનીર કોફ્તા કરી
સામગ્રીઃ
કોફતા માટે -
•૨૫૦ ગ્રામ પનીર
•૧૦૦ ગ્રામ લીલા વટાણા
•૧૦૦ ગ્રામ બટાકા
•૨૫ ગ્રામ કોર્નફ્લોર
•૩ લીલાં મરચાં, કટકો આદું
•૧ નાની ઝૂડી લીલા ધાણા
•૧ ટીસ્પૂન ગરમ મસાલો
•૧/ ૨ ટીસ્પૂન ખાંડ, ૧ લીંબુ
•મીઠું, તેલ અથવા ઘી - પ્રમાણસર
ગ્રેવી માટે -
•૧ નાળિયેરનું દૂધ
•૨ ટેબલસ્પૂન ઘી
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૧/ ૨ કપ દૂધ, ૧ લીંબુ, મીઠું
સજાવટ માટે -
•૪ ટેબલસ્પૂન તાજી મલાઈ
•કોપરાનું ખમણ, લીલા ધાણા
•વાટવાનો મસાલો - ૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ, ૭ કાશ્મીરી લાલ મરચાં, ૫ કળી
•લસણ, ૨ કટકા આદું, ૧૦ કાજુ, ૧ ટેબલસ્પૂન ખસખસ, બધું વાટી પેસ્ટ બનાવવી.
•સૂકો મસાલો - ૫ લવિંગ, ૨ કટકા તજ, ૨ મરી, ૧ ટેબલસ્પૂન ધાણા, ૧ ટીસ્પૂન જીરૂં
•બધું ખાંડી મસાલો બનાવવા.
રીતઃ
બટાકાને બાફી, છોલી, માવો કરવો. વટાણાને વરાળથી બાફી, મસળી લેવા. પનીરને છીણી લેવું.
બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને કોર્નફ્લોર નાંખી, કણક તૈયાર કરી, તેમાંથી નાના ગોળા વાળી, દાબી, કોફ્તા તૈયાર કરી, ઘી અથવા તેલમાં તળી લેવા.
નાળિયેરના ખમણમાં ૧ કપ ગરમ પાણી નાંખી, થોડી વાર રહેવા દેવું. પછી લિક્વિડાઈઝરમાં વાટી, ગાળી નાળિયેરનું દૂધ તૈયાર કરવું. નાળિયેરનું તૈયાર દૂધ પણ મળે છે તો તેનો ઉપયોગ કરી શકાય.
એક વાસણમાં ઘી મૂકી, વાટેલો મસાલો અને સૂકો સાંતળવો. પછી તેમાં મીઠું, નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાંખવો.
તાપ ધીમો રાખવો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાંખી ઉતારી લેવું.
લીંબુનો રસ, લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખવું. પીરસતી વખતે ઉપર મલાઈ નાંખવી
ખારા ચીરોટા
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ ચોખા
•૨૫૦ ગ્રામ રવો
•૨૫૦ ગ્રામ મેંદો
•૧ ટીસ્પૂન જીરૂંનો ભૂકો
•૧ ટીસ્પૂન મરીનો ભૂકો
•મીઠું, ઘી, દૂધ - પ્રમાણસર
રીતઃ
ચોખાને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા. રોજ પાણી બદલવું. ઉનાળામાં બે વખત પાણી બદલવું. ચોથે દિવસે ચોખા સૂકવી તેનો ઝીણો લોટ દળાવવો, પછી મેંદાની ચાળણીથી ચાળી લેવો. ૧૦૦ ગ્રામ ઘટ્ટ ઘી લઈ તેને ફીણવું. મુલાયમ થાય એટલે તેમાં ચોખાનો લોટ ફીણી સાટો બનાવવો.
રવો અને મેંદાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, જીરૂં, મરીનો ભૂકો અને ઘીનું મોણ ાંખી દૂધથી કઠણ કણક બાંધવી. એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, સુંવાળી બનાવવી. તેના સરખા લૂઆ કરી, પતળી પૂરી વણવી, પૂરી ઉપર સાટો લગાડી, બીજી પૂરી મૂકવી. તેના ઉપર ત્રીજી પૂરી મૂકી સાટો લગાડવો. આમ પાંચ પૂરી મૂકવી. ઉપરની પૂરી ઉપર સાટો લગાડવો નહીં. પછી તેનો કઠણ વીંટો વાળી, કટકા કાપવા. કાપેલી બાજુ ઉપર રાખી, દાબીને જાડી, નાની પૂરી વણવી. તેને ઘીમાં તળી લેવી
આલુ ચાટ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ લંબગોળ બટાકા
•૨૦૦ ગ્રામ ફણગાવલા મગ (વરોડાં)
•૧ ડુંગળી, ૧ લીંબુ
•૩ લીલાં મરચાં, કટકો આદું
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ટીસ્પૂન ચાટ મસાલો
•મીઠું, ખાંડ, તેલ, હિંગ
સજાવટ માટે -
•લાલ, લીલી, પીળી બુંદી
•ચણાની ઝીણી સેવ.
•ચટણી - ૨૫ ગ્રામ સીંગદાણા, ૮ કળી લસણ, ૧ ટીસ્પૂન લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી, વાટી ચટણી બનાવવી.
•દહીં - ૨૫૦ ગ્રામ દહીંમાંથી પાણી કાઢી મસ્કો બનાવવો. તેમાં મીઠું, ખાંડ અને જીરૂંનો ભૂકો નાંખવો.
•૧૦૦ ગ્રામ ચણાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી, પાલકને વાટી તેના પલ્પથી ખીરૂં બાંધી, ઝારાથી તેલમાં બુંદી પાડી તળી લેવી.
•આવી રીતે લીલી બુંદી થશે. તે જ પ્રમાણે ટામેટના રસથી લાલ અને હળદર નાખી પીળી બુંદી બનાવવી.
•૩૦૦ ગ્રામ ચણાના લોટના ત્રણ ભાગ કરી, બુંદી બનાવવી.
રીતઃ
બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી તેના ઉપરની જાડી ચકતી કાપી લેવી.વચ્ચેથી બટાકાનો માવો કોરીને કાઢી લેવો. એટલે બટાકાના કપ તૈયાર થશે પછી તેને તેલમાં બદામી તળી લેવાં.
ફણગાવેલા મગને વરાળથી કડક બાફી લેવા. એખ વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર નાખવું. પછી મગ, મીઠું, વાટેલાં આદુ-મરચાં, ખાંડ નાખી, બરાબર મિક્સ થાય એટલે ઉતારી, તેમાં કોપરાનું ખમણ, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખવો.
બટાકાના કપમાં મગનું પૂરણ ભરી, ઉપર લાલ ચટણી રેડવી. તેના ઉપર દહીંનો મસ્કો મૂકવો. ઉપર સજાવટ માટે લાલ-લીલી-પીણી બુંદી મૂકવી. એક ડિશમાં બે આલુ કપ મુકી તેની આજુબાજુ મગનો મસાલો પાથરવો. તેના ઉપર ચણાની સેવ ભભરાવવી.
તેના ઉપર લાલ ચટણી રેડવી. છેલ્લે લાલ-લીલી-પીળી બુંદીથી સજાવટ કરી ડિશ સર્વ કરવી.
આલુ કસૂરી મેથીના ગોટા
સામગ્રીઃ
•૧ વાડકી ચણાનો લોટ
•૧/ ૨ વાડકી કણકી કોરમાનો કરકરો લોટ
•૧/ ૨ વાડકી કસૂરી મેથી (સૂકવેલી મેથીના પાન)
•૧/ ૨ વાડકી દહીં
•૧૦૦ ગ્રામ બટાકા
•૨ લીલાં મરચાં, ૪ કળી લસણ
•૧/ ૨ ઝૂડી લીલા ધાણા
•૧ ટીસ્પૂન તલ
•૧ ટીસ્પૂન ગરમ મસાલો
•૧ ટીસ્પૂન ખાંડ
•મીઠું, મરચું, હળદર, તેલ
રીતઃ
બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ (ઢોકળાનો લોટ) કસૂરી મેથી, દહીં, મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તલ, લીલાં મરચાંના બારીક કટકા, વાટેલું લસણ, લીલા ધાણા અને તેલનું મોણ નાંખી, ખીરૂં બાંધવું. તેલને ગરમ કરી, એક ચમચો ખીરામાં નાંખી, હલાવી તેલમાં ગોટા તળી લેવા. લીલી ચટણી સાથે સર્વ કરવા.
અનારપદ્મ
સામગ્રીઃ
•બટાકાના પડ માટે -
•૧ કિલો બટાકા
•૨ લીલા મરચાં,
•૨ લીલાં મરચાં,
•કટકો આદું
•૧ લીંબુ
•૫૦ ગ્રામ ચોખાનો લોટ
•૫૦ ગ્રામ મોનેકો બિસ્કિટનો ભૂકો
•૪ ટેબલસ્પૂન દૂધ, મીઠું, ખાંડ
•લીલો મસાલો -
•૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ
•૨૫ ગ્રામ કાજુની છડી
•મીઠું
•૨૫ ગ્રામ લાલ દ્રાક્ષ
•૩ લીલાં મરચાંનાં કટકા
•૧ ઝૂડી લીલા ધાણાને સમારી, ધોઈ કોરા કરી નાંખી મસાલો તૈયાર કરવો.
•સૂકો મસાલો -
•તજ, લવિંગ, એલચી, મરી, ધાણા અને જીરૂંને થોડા તેલમાં શેકી, ખાંડવું.
•બધી વસ્તુ મ ભાગે લઈ બે ચમચા મસાલો બનાવવો.
•સુશોભન માટે -
•દાડમના લાલ દાણા,
•લીલી હળદર, આદું
રીતઃ
બટાકાને બાફી, છોલી, વાટી લેવા. તેમાં મીઠું, દળેલી ખાંડ, વાટેલાં આદું-મરચાં, લીંબુનો રસ અને તૈયાર કરેલો સૂકો મસાલો નાંખી, સારૂં મસળવું. તેમાંથી બે મોટા લૂઆ લેવા. પછી ચોખાના લોટનું અટામણ લઈ તેના બે જાડા રોડલા બનાવવા.
એક ડિશમાં તેલ લગાડી થોડો બિસ્કિટનો ભૂકો પાથરવો. પછી અટામણવાળી બાજુ નીચે રાખી બટાકાનો રોટલો ગોઠવવો. એ રોટલા ઉપર લીલો મસાલો પાથરવો. તેના ઉપર તે જ માપનો બીજો રોટલો અટામણવાળી બાજુ ઉપર રહે તેમ ગોઠવવો.
પછી રોટલાને સ્ટાર આકારમાં કાપવો, મંદિરમાં ઘીનું કમણ બનાવવામાં આવે છે તે રીતે કિનારના કાપેલા કટકાને સ્ટારની વચ્ચે પાંદડી આકારમાં મૂકી, કમળનો આકાર કરવો. ઉપર થોડું દૂધ ચાંટી, મોનેકો બિસ્કિટનો ભૂકો ભભરાવવો.
પછી પ્રિહીટેડ ઓવનમાં ૩૫૦ ફે. તાપે બદામી રંગ થાય ત્યાં સુધી બેક કરી કાઢી લેવો. તદ્દન ઠંડો પડે એટલે દાડમના દાણા આકર્ષક રીતે લગાડી દેવા. રોટલાનું પડ કડક હશે એટલે સળીથી ધીમે રહી કાણું પાડી તેમાં દાડમના દાણા ગોઠવી દેવા. લીલી હળદર અને આદુંની બારીક લાંબી કાતરી દરેક સ્ટારના ખૂણે ખોસી દેવી.
અનુપમ
સામગ્રીઃ
•૧ કિલો બટાકા
•૭ લીલાં મરચાં, કટકો આદું
•૬ કળી લસણ, ૧ લીંબુ
•૧ ઝૂડી લીલા ધાણા
•૨૦૦ ગ્રામ ચણાનો લોટ
•૨૫૦ ગ્રામ ગાજર
•૨૫૦ ગ્રામ ફ્લાવરનાં ઉપરનાં ફૂલ
•૫૦૦ ગ્રામ લીલા વટાણા
•૧૦૦ ગ્રામ ખજૂર
•૫૦ ગ્રામ આંબલી
•૨૫ ગ્રામ લીલું લસણ
•૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ
•૫૦ ગ્રામ સિંગદાણા
•૫૦૦ ગ્રામ દહીં
•મીઠું, મરચું, તેલ, ખાંડ, ધાણાજીરૂં, લવિંગ,
•વરિયાળી, હિંગ, સોડા, મરીનો ભૂકો
રીતઃ
આ વાનગીના ત્રણ ભાગ કરવા - ( ૧) બટાકાવડાં ( ૨) બાજુએ મૂકવાનાં શક ( ૩) ત્રણ જાતની ચટણી.
બટાકાવડાં - બટાકાને બાફી, છોલી, મસળીને માવો બનાવવો. તેમાં મીઠું, વાટેલાં આદું-મરચાં અને ખાંડ નાંખવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી બટાકાનો માવો સાધારણ શેકી લેવો, જેથી ફરસાં બટાકાવડાં થશે. પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી મોટાં વડાં બનાવવા.
એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને સોડાં નાંખી, પાણીથી ખીરૂં બાંધવું. તેને હાથથી ખૂબ ફીણવું. ખીરૂં સાધારણ જાડું રાખવું. તેમાં બટાકાવડાં બોળી, તેલમાં તળી લેવા.
બાજુએ મૂકવાનું શાક - ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા. ફ્લાવરનાં નાનાં ફૂલ છૂંટા કરવા અને વટાણા બધું વરાળથી બાફી લેવું. થોડા તેલમાં હિંગનો વઘાર કરી, શાક વઘારવું. થોડું મીઠું, મરીનો ભૂકો અને ધાણાજીરૂં રાખવાં.
ચટણી - ખજૂરના ઠળિયા કાઢી અને આંબલી ગરમ પાણીમાં પલાળી રાખવાં. પછી વાટી, રસ ગાળી લેવો. ૧ ચમચી જીરૂં, ૧ ચમચી વરિયાળી, ૪ચમતી લવિંગ, ૮ દાણા મરી, ૨ એલચી અને ૨ ચમચા ચણાના દાળિયા નાંખી, ખાંડી, ચાળી મસાલો કરી, ખજૂર-આંબલીના રસમાં મેળવી દેવો. તેમાં મીઠું નાંખવું.
લીલી ચટણી - આદું-મરચાં, લીલા ધાણા, લીલું લસણ, નાળિયેરનું ખમણ, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી ચટણી કરવી.
લસણની ચટણી - લસણની કળી, લાલ મરચું, સિંગદાણા, મીઠું અને થોડો ગોળ નાંખી, તેની ચટણી વાટવી. થોડું પાણી નાંખી રસાદાર બનાવવી.
દહીને કપડામાં બાંધી, બધું પાણી કાઢી, મસ્કો બનાવવો. તેમાં ખાંડ, મીઠું અને જીરૂંનો ભૂકો નાંખી, હલાવી તૈયાર કરવું.
ગોઠવણી - એક ડિશમાં બટાકાવડાંને ચાર કાપા કરી મૂકવાં. તેના ઉપર એક ચમચી દહીં નાંખવું. દહીં ઉપર એક નાની ચમચી લસણની લાલ ચટણી નાંખવી. બટાકાવડાંની આજુબાજુ શાક મૂકી, ઉપર થોડું નાળિયેરનું ખમણ ભભરાવી, ખજૂર-આંબલીની ચટણી રેડવી. ઉપર ૧ ચમચી લીલી ચટણી ફરતી બધા ઉપર છાંટવી.
બેક્ડ મસાલા ઉપમા
સામગ્રીઃ
•ઉપમા માટે -
•૨ કપ રવો
•૪ કપ છાશ (પાતળી)
•૨ લીલાં મરચાં
•૧ ડુંગળી
•૧ ટીસ્પૂન અડદની દાળ
•મીઠું, તેલ, રાઈ, લીમડાનાં પાન, થોડા કાજુના કટકા
•લીલી ચટણી -
•૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ
•૨ લીલાં મરચાં
•૨ કટકા આદું
•૭ લસણની કળી
•૧/ ૨ ઝૂડી લીલા ધાણા
•મીઠું - પ્રમાણસર
•પૂરણ માટે -
•૧૦૦ ગ્રામ લીલા વટાણા, ૨ ટેબલસ્પૂન સૂકાં કોપરાનું ખમણ,
•૧ ટીસ્પૂન ધાણાજીરૂં
•૧/ ૨ ટીસ્પૂન ગરમ મસાલો
•૧/ ૨ ઝૂડી લીલા ધાણા
•મીઠું, તેલ, થોડી હિંગ, ચપટી ખાંડ
રીતઃ
"રવાને ધીમા તાપે બદામી રંગનો શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બ્રાઉન કલર થાય એટલે છાશ નાંખવી. ઉકળે એટલે રવો, મીઠું અને લીલાં મરચાનાં બારીક કટકા નાંખવા. તાપ ધીમો રાખવો. રવો બફાય એટલે કાજુના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું.
વટાણાને બાફવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી, વટાણા વઘારવા. તેમાં મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરૂં અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.
ઓવન ટ્રેને તેલ લગાડી, પહેલાં અડધા ભાગની ઉપમા નાંખી તેના ઉપર ચટણીનો થર કરવો. તેના ઉપર વટાણાનું લેયર કરવું. ફરી બાકી રહેલી ઉપમા પાથરી દેવી. ગરમ કરેલા ઓવનમાં બેક કરી લેવું. લીલી ચટણી સાથે પીરસવી."
બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
સામગ્રીઃ
•૧ પેકેટ સેન્ડવિચ બ્રેડ
•૨૫૦ ગ્રામ બટાકા
•૨૫૦ ગ્રામ લીલા વટાણા
•૫ લીલાં મરચાં, કટકો આદું
•૧ ઝૂડી લીલા ધાણા
•૩ ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
•૩ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧ ટેબલસ્પૂન તલ
•ટીસ્પૂન ખાંડ, ૧ લીંબુ
•મીઠું, માખણ - પ્રમાણસર
રીતઃ
"બટાકાને બાફી, છોલી માવો બનાવવો. લીલા વટાણાને મિક્સરમાં વાટી ભૂકો કરવો. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો વાટેલાં આદું-મરચાં, કાજુનો ભૂકો, નાળિયેરનું ખમણ, તલ,લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા નાંખવા.
બ્રેડની સ્લાઈસની ચારે બાજુની કિનાર કાપી, તેના ઉપર માખણ લગાડવું. પછી તૈયાર કરેલો મસાલો મૂકી, સ્લાઈસના બન્ને છેડા પાણી લગાડી ચોંટાડી દેવા. બીજા બે છેડા એમ ને એમ રાખવા. પછી તેના ઉપર છરીથી માખણ લગાડી, ગરમ ઓવનમાં ૩૫૦૦ ફે. ઉષ્ણતામાને કાઢી, ટોમેટો સોસ સાથે પીરસવા."
ભાખરવડી (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
સામગ્રીઃ
•૪ ડુગળી મોટી
•૪ ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
•૧ જીડવું લસણ
•૨૫૦ ગારમા સુકૂં કોપરૂં
•૬ લીલાં મરચાં
•૨૫ ગ્રામ ખસખસ
•૧ ઝૂડી લીલા ધાણા
•૪૦૦ ગ્રામ ચણાનો લોટ
•૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
•મીઠું, હળદર, તેલ - પ્રમાણસર
રીતઃ
"વાટવાનો મસાલો - ડુંગળીને ગેસ ઉફર જાળી મૂકી શેકવી. અંદરથી બફાય એટલે તેના ઉંપરના ંકાળા છોડાં કાઢી નાંખી, તેના કટકા કરવા. તેમાં ત્રણ ચમચા દક્ષિણી ગરમ મસાલો (ખાસ દક્ષિણી ગરમ મસાલો જ વાપરવો. રીત - માટે જુઓ મસાલા વિભાગ) અડધા જીડવાની લસણની કળી, મીઠું અને થોડોક ગોળ નાંખી વાટી મસાલો તૈયાર કરવો.
બાખર - કોપરાને છીણી થોડું તેલ મૂકી, શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ઝીણું બનાવવું. લીલાં મરચાના બારીકકટકા કરી થોડા તેલમાં સાથારણ સાંતળવા. લસણને ફોલી, તેની લાંબી કાતરી કરી થોડાક જ તેલમાં જરાક શેકી લેવી.કડક કરવી નહિં. તલ અને ખસખસને શેકવા. લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરવા. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું અને ગરમ મસાલો નાંખી, બાખર તૈયાર કરવું.
ચણઆનો અને ઘઉંનો લોટ ભેગો કરી મીઠું, થોડીક જ હળદર અને તેલનું મોણ નાંખી કઠણ લોટ બાંધો. પછી તેને કેળવી તેમાંથી લૂઆ પાડી, પાતળો મોટો રોટલો વણી, તેના ઉપર વાટેલો મસાલો ચોપડવો. તેના ઉફર બાખર પાથરી, તેનો કઠણ વીટો વાળવો. તેને ઉપરથી દાબી તેના કટકા કાપવા. કટકાને હાથમાં લઈ બરાબર દબાવી, પેણીમાં તેલ મૂકી બાખરવટી તળી લેવી.
નોંધ - બાખરવડીના કટકાને ઓવનમાં બદામી રંગના બેક કરી, પછી તેમાં તળવાથી મસાલો છૂટો પડી તેલ બગડતું નથી. તેમજ તેલ ઓછું વપરાય છે એટલે ઓવનની સગવડ હોય તો તેમણે બાખરવડી ઓવનમાં બેક કરી પછીથી તળવી."
ચાટ મસાલો
સામગ્રીઃ
•૫૦ ગ્રામ ધાણા
•૨૫ ગ્રામ જીરૂં
•૧૦ ગ્રામ તજ
•૧૦ ગ્રામ કાશ્મીરી મરચાં
•૫ ગ્રામ લવિંગ
•૧ ટેબલસ્પૂન સંચળનો પાઉડર
•૧ ટેબલસ્પૂન મરીનો પાઉડર
•૨ ટેબલસ્પૂન અનારદાણા
•૧/ ૨ ટીસ્પૂન હિંગ
રીતઃ
ધાણા, જીરૂંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો.
અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો.
છોલેનો મસાલો
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ ધાણા,
•૧૦૦ ગ્રામ જીરૂં
•૧૦ ગ્રામ તમાલપત્ર
•૧૦ ગ્રામ લવિંગ
•૧૦ ગ્રામ મોટી એલચી
•૧૦ ગ્રામ સૂકાં મરચાં
•૧૦ ગ્રામ કાળાં મરી
•૫ ગ્રામ સૂંઠ
•૧ ટીસ્પૂન વરિયાળી, ૧ ટીસ્પૂન મેથી
•૧ ટીસ્પૂન સંચળનો ભૂકો
•૧ ટીસ્પૂન આમચૂર પાઉડર
•૧ ટીસ્પૂન હળદર, ૧/ ૨ ટીસ્પૂન હિંગ
રીતઃ
બધી વસ્તુ થોડા તેલમાં શેકી, તેમાં સંચળનો ભૂકો, આમચૂર પાઉડર, હળદર અને હિંગ નાંખી, ખાંડી ચાળી, મસાલો તૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો.
કરી પાઉડર
સામગ્રીઃ
•૫૦ ગ્રામ ધાણા, ૫૦ ગ્રામ જીરૂં
•૧૦૦ ગ્રામ ખસખસ
•૨૫ ગ્રામ સૂકાં આખાં મરચાં
•૧૦ ગ્રામ મરી
•૧૦ ગ્રામ રાઈની દાળ
•૧૦ ગ્રામ મેથી
•૧ ટેબલસ્પૂન હળદર
રીતઃ
સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં. બીજી બધી વસ્તુ ધીમે તાપે શેકવી. પછી બધું ખાંડી, તેમાં હળદર ભેળવી, કાચની પેક બરણીમાં કરી પાઉડર ભરી રાખવો.
દક્ષિણી ગરમ મસાલો
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ સૂકા ધાણા
•૫૦ ગ્રામ તલ
•૨૫ ગ્રામ ખસખસ
•૧૦૦ ગ્રામ સૂકું કોપરૂં
•૧૦ ગ્રામ સૂકાં આખાં મરચાં
•૧૦ ગ્રામ શાહજીરૂં
•૧૦ ગ્રામ લવિંગ
•૧૦ ગ્રામ તજ, ૧૦ ગ્રામ મરી
•૫ ગ્રામ મસાલાની એલચી
•૫ ગ્રામ દગડફૂલ
•૫ ગ્રામ વરિયાળી
•૫ ગ્રામ તમાલપત્ર,
•૫ ગ્રામ જાવંત્રી
•૫ ગ્રામ નાગકેસર
•૧ હળદરનો ગંગડો
•૧ નાનો કટકો હિંદ, ૧/ ૨ જાયફળ
રીતઃ
ધાણાને થોડા તેલમાં શેકવા. બધી જ વસ્તુને થોડા તેલમાં જુદી જુદી શેકવી. તલ અને ખસખસને તેલ વગર શેકવાં. સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકવું. સૂકાં આખા મરચાંને તેલમાં ધીમે તાપે સાંતળવા. શાહજીરૂં શેક્યા વગર નાંખવુ. બધું, ખાંડી, ચાળી, બરણીમાં ભરી લેવું. મસાલો બનાવવો હય તેને આગલે દિવસે બધી વસ્તુ શેકીને રાખવી, જેથી તેલ સુકાઈને કોરી થઈ જાય અને ખાંડવામાં હરકત પડે નહિ. આ મસાલો દરેક ફરસાણ, દાળ, શાક વગેરેમાં વપરાય છે. વધારે દિવસ રાખવો હોય તો કોપરૂં, તલ અને ખસખસને અંદર ન નાંખતાં જુદાં રાખવાં.
ધાણાજીરૂં
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ સૂકા ધાણા
•૨૫૦ ગ્રામ જીરૂં
•૫ ગ્રામ તજ, ૫ ગ્રામ લવિંગ
•૫ ગ્રામ એલચી
રીતઃ
ધાણા અને જીરૂંને શેકી, તેમાં તજ, લવિંગ, એલચી નાંખી, ખાંડી, ચાળી, કાચની બરણીમાં થોડું મીઠું નાંખી, દાબીને ભરવું. ઉપર મીઠાનો થર પાથરવો. લાંબા સમય સુધી બગડશે નહિ.
લસણનો મસાલો
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ સૂકું લસણ
•૧૦૦ ગ્રામ સૂકાં આખાં મરચાં
•૧૦૦ ગ્રામ સિંગદાણા
•૫૦ ગ્રામ સૂકું કોપરૂં
•૫ ગ્રામ અનારદાણા
•૨૫ ગ્રામ તલ
રીતઃ
લસણને ફોલી, તેની કળીઓને તેલમાં કડક તળવી. સૂકાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં. સિંગદાણાને શેકી, છોડાં કાપવાં. કોપરાને છીણી, થોડાક તેલમાં સાંતળવું. પછી અનારદાણા નાંખી, બધું ખાંડવું. તલને શેકી અંદર ભેળવી મસાલો તૈયાર કરવો.
જીરાળુ (સુરતી પદ્ધતિ)
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ જીરૂં
•૧૦૦ ગ્રામ સિંધવ
•૫૦ ગ્રામ સફેદ મરચું
•૨૫ ગ્રામ સૂંઠ
•૧૦ ગ્રામ સંચળ
•૧૦ ગ્રામ હળદર
•૫ ગ્રામ હિંગ
રીતઃ
બધું ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવું.
ગરમ મસાલો (ગુજરાતી)
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ધાણા
•૨૦૦ ગ્રામ જીરૂં
•૨૫ ગ્રામ તજ
•૨૫ ગ્રામ લવિંગ
•૨૫ ગ્રામ મરી
•૨૫ ગ્રામ મસાલાની એલચી
•૧૦ ગ્રામ દગડફૂલ
•૧૦ ગ્રામ શાહજીરૂં
•૧૦ ગ્રામ તમાલપત્ર
•૧૦ ગ્રામ બાદિયા
રીતઃ
દરેક વસ્તુને થોડા ઘીમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો. પછી પેક શીશીમાં ભરી લેવો. આ મસાલો કોરો થાય છે તેથી વધારે દિવસ રહી શકે છે.
મસાલોનો લોટ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ ચણાની દાળ
•૧૦૦ ગ્રામ મગની દાળ
•૫૦ ગ્રામ તુવેરની દાળ
•૫ ગ્રામ તજ, ૫ ગ્રામ લવિંગ
•૫ ગ્રામ મસાલાની એલચી
•૫ ગ્રામ મરી, ૫ ગ્રામ વરિયાળી
•નંગ- ૫ સૂકાં આખાં મરચાં
•૫૦ ગ્રામ સૂકું કોપરૂં
•૨૫ ગ્રામ તલ
રીતઃ
ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળને જુદી જુદી શેકી, પછી ભેગી કરી દળાવવી. તજ, લવિંગ, મસાલાની એલચી, મરી, વરિયાળી અને સૂકા આખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, ખાંડી, ચાળી, બધો મસાલો લોટમાં ભેળવી દેવો. કોપરાને છીણી, થોડા તેલમાં સાંતળી, ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરી અંદર નાંખવું. તલને શેકી, અંદર નાંખી, મસાલાનો લોટ તૈયાર કરી કાચની પેક બરણીમાં ભરી રાખવો. કોઈપણ છૂટા શાકમાં લોટ તૈયાર રાખ્યો હોય તો નાંખવો સુગમ પડે છે.
મસાલો - રસાદાર શાક માટે
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ ચણાની દાળ
•૨૦૦ ગ્રામ શિંગદાણા
•૫૦ ગ્રામ કોપરાનું ખમણ
•૨૫ ગ્રામ તલ, ૨૫ ગ્રામ ખસખસ
•૫ ગ્રામ તજ, ૫ ગ્રામ લવિંગ
•૫ ગ્રામ મસાલાની એલચી
•૫ ગ્રામ તમાલપત્ર
•૫ ગ્રામ વરિયાળી
•૪ સૂકાં આખાં મરચાં
•૨ જીડવાં સૂકું લસણ
રીતઃ
ચણાની દાળને ધીમે તાપે શેકી, બદામી રંગની થાય એઠલે ઉતારી, ઠંડી પડે એટલે ઝીણો લોટ દળાવવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી સંચાથી ઝીણો ભૂકો કરવો. કોપરાના છીણને થોડા તેલમાં સાંતળી, ખાંડી લેવું. તલ અને ખસખસને શેકીને ખાંડવાં. તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, વરિયાળી અને આખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, બધું કોરૂં પડે એટલે ખાંડવું. લસણની કળીને ફોલી, તેલમાં તળી ખાંડવી. પછી બધું ભેગું કરી, કાચની પેક બરણીમાં મસાલો ભરી રાખવો. રસાદાર શાક બનાવતી વખતે ૧ ચમચો મસાલો નાંખવાથી શાક ઘટ્ટ અને રસાદાર બને છે. દહીંવાળા શાકમાં પણ નાંખી શકાય.
સૂરણની ખીચડી
સામગ્રીઃ
•૧ કિલો સૂરણ
•૧ ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
•૨૫૦ ગ્રામ શિંગદાણા
•૧ ટેબલસ્પૂન તલ
•૫ લીલાં મરચાં, કટકો આદું
•૧ ટેબલસ્પૂન ઘી
•૧ લીંબુ
•૧૦૦ ગ્રામ લીલા ધાણા
•મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ - પ્રમાણસર
રીતઃ
"સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, છીણને નિચોવી, મીઠું અથવા સિંધવ ચોળી અંદર નાંખવું. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો કરી નાંખવો. ખૂજ ધીમા તાપ ઉપર રાખી, ઉપર નાની થાળી ઢાંકી, તેમાં પાણી મૂકવું. જેથી વરાળથી બરાબર બફાય. સૂરણ નવું (આસો મહિનાનું) ન હોય તો થોડું પાણી છાંટવું. બરાબર બફાય એટલે મરચું, તલ, વાટેલાં આદું-મરચાં, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને એક ચમચો ઘી નાંખવા. બરાબર મિક્સ થઈ લોચા જેવું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.
નોંધ - સૂરણ નવું ન હોય તો સૂરણની છીણને વરાળથી બાફી પછી ખીચડી બનાવવી."
બુંદીનો દૂધપાક
સામગ્રીઃ
•૨, ૧/ ૨ લિટર દૂધ
•૪૦૦ ગ્રામ ખાંડ (સ્વાદાનુસાર)
•૫૦ ગ્રામ શિંગોડાનો લોટ
•૫૦ ગ્રામ મોરિયાનો લોટ
•૧ ટેબલસ્પૂન છોલેલી બાદમની કતરી
•૧ ટેબલસ્પૂન ચારોળી
•૧/ ૨ ટીસ્પન એલચીનો ભૂકો
•૧/ ૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો
•ઘી, કેસર - પ્રમાણસર
રીતઃ
"શિંગોડાનો અને મોરિયાનો લોટ ભેગો કરી, તેમાં ૧ ચમચી ગરમ ઘી નાંખી, પાણીથી પાતળું ખીરૂં તૈયાર કરવું. પેણીમાં ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં ઝારા વડે બુંદી પાડવી. બદામી રંગની થાય એટલે કાઢી લેવી.
એક વાસણમાં દૂધ ઊંકળવા મૂકવું. ઉકળે એટલે ખાંડ, અને કેસરને સાધારણ શેકી, મસળી, દૂધમાં ઘૂંટીને નાખવું. દૂધ ઘટ્ટ થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી ઉતારી લેવું. એક બાઉલમાં દૂધ કાઢી, તેમાં બુંદી, બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી, દૂધપાક ઠંડો કરી પીરસવો."
ખજૂરની રસમલાઈ
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૧૦૦ ગ્રામ ખજૂર
•૨૫ ગ્રામ માવો
•૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ
•૨૫ ગ્રામ દળેલી ખાંડ + ૩ ટીસ્પૂન ખાંડ
•૨ ટેબલસ્પૂન શિંગોડાનો લોટ
•ઘી, કેસર, બદામ, પિસ્તાં, ચારોળી, એલચી
રીતઃ
"એક વાસણમાં દૂધ ઊંકળવા મૂકવું. થોડું જાડું થાય એટલે ખાંડ નાંખવી. કેસરને વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. બાસુદી જાડી થાય એટલે એલચીનો ભૂકો નાંખી ઉતારી લેવું.
ખજૂરના બી કાઢી, મિક્સરમાં વાટવું. તેમાં માવો, નાળિયેરનું ખમણ અને દળેલી ખાંડ નાંખી નાના બોલ્સ બનાવી શિંગોડાના પાતળા ખીરામાં બોળી, ઘીમાં તળી લેવાં. એક ડિશમાં બાસુદી કાઢી, તેમાં ખજૂરના બોલ્સ મૂકવા. ઉપર છોલેલી બદામ-પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરી, ફ્રિજમાં મૂકી, રસમલાઈ ઠંડી કરવી."
ફરાળી ફ્રૂટ ચાટ
સામગ્રીઃ
•૩૦૦ ગ્રામ શક્કરિયાં, ૧૦૦ ગ્રામ બટાકા
•૩ લીલાં મરચાં, કટકો આદું
•૧/ ૨ ઝૂડી લીલા ધાણા, ૧ લીંબુ
•૫૦ ગ્રામ ક્રીમ, ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ
•૩ ચીકું, ૨ કેળાં,
•૧ સફરજન, ૧ લાલ દાડમ,
•ટામેટાં, ૧ કેપ્સીકમ,
•૧ ટેબલસ્પૂન આરારૂટ
•૧-૧/ ૨ ટેબલસ્પૂન ફરાળી મસાલો
•૧ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•મીઠું અથવા સિંધવ, તેલ, ચેરી, પપૈયાના કટકા
•ફરાળી મસાલો - ૪ લવિંગ, ૮ મરી, કટકો તજ, ૧ ચમચી જીરૂં, ૧ ચમચી ધાણા, બધું સાધારણ શેકી, ખાંડી તેમાં સિંધવ અને આમચૂર નાંખી, ફરાળી મસાલો બનાવવો.
રીતઃ
"શક્કરિયાં અને બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને આરારૂટ નાંખી, મસળી કટલેસ બનાવી, તવા ઉપર તેલ મૂકી તળી લેવી.
એક ડિશમાં કટલેસના ચાર કટકા કરી મૂકવા. તેના ઉપર ક્રીમ પાથરવું. તેના ઉપર ચીકુને છોલી તેની ચીરી, કેળાના બારીક કટકા, લીલી દ્રાક્ષ, સફરજનને છોલી, પાતળી ચીરી, બધું વારાફરતી મૂકવું. તેના ઉપર ફરાળી મસાલો ભભરાવવો. વચ્ચે દાડમના લાલ દાણા, કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા.
સજાવટ માટે - કટલેસની આજુબાજુ ટામેટાંની રિંગ, કેપ્સીકમની રિંગ ગોઠવવી. દાડમના લાલ દાણા અને ચેરી મૂકવી. વચ્ચે સફરજનનું છીણ ગોઠવી તેના ઉપર ટામેટાને સજાવીને મૂકવું. ટુથપિકમાં મોટી લીલી દ્રાક્ષ ઉપર ચેરી મૂકી, વચ્ચે ખોસવી, આજુબાજુ પપૈયાના કટકા, કેળાના કટકા, ચેરી બધુ ટૂથપિકમાં લગાડી ટામેટામાં ખોસી ટામેટું ફ્રટથી સચાવી મૂકવું. "
ફરાળી હલવાસન
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૨૦૦ ગ્રામ ખાંડ (દળેલી)
•૧ ટેબલસ્પૂન રાજગરાનો લોટ
•૧ ટેબલસ્પૂન શિંગોડાનો લોટ
•૧ ટીસ્પૂન ગુંદરની ભૂકી
•૩ ટેબલસ્પૂન ઘી
•૧ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
•૧ ટેબલસ્પૂન ચારોળી
•૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
•૧/ ૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો
•ચાંદીના વરખ, લીંબુના ફૂલ
રીતઃ
"એક તપેલીમાં દૂધ ઊંકળવા મૂકવું. ઊંકળે એટલે લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાંખવાં. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરી, તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખી શેકવો. અંદર ગુંદરની ભૂકી નાંખવી. બધું શેકાય એટલે ફાટેલા દૂધમાં નાંખી હલાવ્યા કરવું. પિત્તળના વાસણમાં દળેલી ખાંડ નાંખી, ધીમા તાપે શેકવી. બદામી રંગની થાય એટલે દૂધમાં નાંખવી. બદામની કતરી, ચારોળી, એલચી-જાયફળનો ભૂકો નાંખી ઘટ્ટ ગોળો વળે તેવું થાય એઠલે ઉતારી, જાયફળનો ભૂકો નાંખી, ઘટ્ટ ગોળો વળે તેવું થાય એટલે ઉતારી, ઠંડુ પડે એટલે ગોળ પેંડા જેવા હલવાસન વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડવા.
નોંધ - ગોળ હલવાસન વાળવાને બદલે થાળીમાં ઘી લગાડી, હલવાસન ઠારી, ઉપર ચાંદીના વરખ અથવા છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરી, કટકા કરી શકાય."
ફરાળી નાનખટાઈ
સામગ્રીઃ
•૨ કપ ઘી
•૨ કપ દળેલી ખાંડ
•૧ કપ શિંગોડાના લોટ
•એલચીનો ભૂકો
રીતઃ
એક થાળીમાં ૨ કપ ઘી અને ૨ કપ દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે ૧ કપ શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી. ઉપર ચારોળી લગાડી ઓવનમાં અથવા બિસ્કીટના સંચામાં શેકી લેવી.
સ્ટફ્ડ રસાદાર બટાકા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ બટાકા
•૧૦૦ ગ્રામ પનીર
•૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ
•૨ ટેબલસ્પૂન છોલેલા શિંગદાણાનો ભૂકો
•૧ ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
•૧ ટીસ્પૂન ગરમ મસાલો
•૧/ ૨ ટીસ્પૂન ખાંડ
•૧ ઝૂડી લીલા ધાણા
•નંગ- ૨ ડુંગળી, ૧ લીંબુ
•મીઠું, મરચું, હળદર, તેલ, હિંગ
•સજાવટ માટે - સોસ
•૫૦૦ ગ્રામ ટામેટા
•૨ ટેબલસ્પૂન ખાંડ
•૫ કળી લસણ
•મીઠું - મરચું
રીતઃ
ટામેટાના કટકા કરી, થોડું પાણી નાંખી, બાફી લેવા. ઠંડા પટે એટલે મિક્સરમાં વાટી, એકરસ કરી ગાળી લેવા. તેમાં મીઠું, મરચું, ખાંડ નાંખી રસને ગરમ કરવો. ઘટ્ટ થાય એટલે લસણની પેસ્ટ નાંખી, સોસ ઉતારી લેવો.
ફરાળી ભજિયાં
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ
•૫૦ ગ્રામ મોરિયાનો લોટ
•મીઠું, મરચું, ખાંડ,
•૧ ચમચી તલ,
•૧ ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો,
•૧ ચમચો દહીં
•૫૦૦ ગ્રામ દહીં
રીતઃ
૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ અને ૫૦ ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, ૧ ચમચી તલ, ૧ ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, ૧ચમચો દહીં અને થોડું તેલનું મોણ નાંખી, ખીરૂં બાંધવું. અડધો કલાક ઢાંકીને રહેવા દેવું. પછી તેલમાં નાના ભજિયાં તળી લેવા. ૫૦૦ ગ્રામ દહીંમાંથી પાણી કાઢી, મસ્કો બનવી, તેમાં મીઠું, ખાંડ, વાટેલાં આદું-મરચાં, નાળિયેરનું ખમણ, દ્રાક્ષ અને થોડા લીલા ધાણા નાંખી, ચટણી બનાવી ભજિયા સાથે પીરસવી.
શિંગના લાડુ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ શિંગદાણા
•૪૦૦ ગ્રામ ખાંડ
રીતઃ
૫૦૦ ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી, સંચાથી ભૂકો કરવો. તેમાં ૪૦૦ ગ્રામ ખાંડ, થોડો એલચીનો ભૂકો અને ઘીને ગરમ કરી નાંખીને તેના લાડુ બનાવવા અથવા ખાંડની અઢીતારી ચાસણી બનાવી, તેમાં શિંગનો ભૂકો અને એલચી નાંખી, થાળીમાં ઘી લગાડી ઠારીને ચકતાં પાડવાં.
મોરૈયાની બરફી
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ મોરૈયો
•૧૦૦ ગ્રામ ખાંડ
•૧૦૦ ગ્રામ માવો
•૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ
•૨, ૧/ ૨ કપ દૂધ (કેસર નાંખીને)
•૨ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•૨ ટેબલસ્પૂન ચારોળી
•ઘી, એલચી, કેસર સજાવટ માટે ૨૫ ગ્રામ ખસખસ,
•છોલેલી બદામની કતરી, ચારોળી
રીતઃ
મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખવો. પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો. કોરો થાય એટલે એક તપેલીમાં ૨ ચમચા ઘી મૂકી, એલચીના દાણાનો વઘાર કરી, મોરિયો સાંતળવો બદામી રંગ થાય એટલે કેસર નાંખેલું દૂધ નાંખવું. મોરિયો બફાય એટલે ખાંડ નાંખવી. પછીથી માવો, નાળિયેરનું ખમણ, કાજુનો ભૂકો, ચારોળી અને એલચીનો ભૂકો નાંખી, ધીમા તાપ ઉપર સીઝવા મૂકવું. ફૂલી જાય એટલે ૨ ચમચા ઘી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઉપર ખસખસ ભભરાવી, બદામની કતરી અને ચારોળી નાંખી સજાવટ કરવી.
પંચરત્ન શીરો
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ
•૫૦ ગ્રામ શિંગોડાનો લોટ
•૫૦ ગ્રામ માવો (ઘીમાં શેકીને)
•૧૦૦ ગ્રામ ખાંડ
•૨ કપ દૂધ
•૨ ટેબલસ્પૂન ખજૂરની પેસ્ટ
•૧ ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
•૧ ટેબલસ્પન એલચી-જાયફળનો ભૂકો, ઘી
રીતઃ
એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં. ઘટ્ટ થાય એટલે માવો, ખજૂરની પેસ્ટ, નાળિયેરનું ખમણ, કાજુ-એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી ઉતારી લેવો.
ચોકલેટ સોસ
સામગ્રીઃ
•૨ ટેબલસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•૨ ટેબલસ્પૂન કોકો પાઉડર
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર, ૫ ટેબલસ્પૂન ખાંડ
•૧ ટેબલસ્પૂન માખણ (સફેદ-મોળું)
•વેનિલા એસેન્સ
રીતઃ
એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું. તેમાં માખણ નાખી જાડું થાય એટલે ઉતારી વેનિલા એસેન્સ નાખવું. આ સોસ સાધારણ ઠંડો પડે એટલે આઈસક્રીમ ઉપર રેડવો. ચોકલેટ આઈસક્રીમ ઉપર પણ નાંખી શકાય.
ઓરેન્જ સોસ
સામગ્રીઃ
•૧ કપ સંતરાનો રસ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૪ ટેબલસ્પૂન ખાંડ
•૧ ટીસ્પૂન માખણ
•ઓરેન્જ કલર, ઓરન્જ એસેન્સ
રીતઃ
કોર્નફ્લોરમાં પાણી નાંખી, પેસ્ટ બનાવવી પછી તેમાં થોડું વધારે પાણી નાંખી પાતળવું કરવું. તેને ઉકળવા મૂકવું. તેમાં ખાંડ અને સંતરાનો રસ નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. જાડું થવા આવે એટલે માખણ નાંખી હલાવતાં રહેવું. સોસ જાડો થાય એટલે ઉતારી થોડોક જ ઓરેન્જ કલર અને ઓરેન્જ એસેન્સ નાખવો. બરાબર હલાવી સોસ તૈયાર કરી રાખવો અને ઓરેન્જ આઈસક્રીમ પીરસતી વખતે ઉપર છાંટવો.
બટરસ્કોચ આઈસક્રીમ
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૨૦૦ ગ્રામતાજું ક્રીમ
•૨ ટેબલસ્પૂન હોલ મિલ્ પાઉડર
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૧૨ ટેબલસ્પૂન ખાંડ
•૨ ટીસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•૧/ ૨ ટીસ્પૂન કોકો પાઉડર
•૭ બદામ, ૧૦ કાજુ
•આઈસક્રીમ, એસેન્સ
ખાંડની કણી - એક જાડા તળિયાવાળી તપેલીમાં ૧ ટેબલસ્પૂન ખાંડ નાખી ધીમા તાપ ઉપર ગરમ થવા મૂગવું. ખાંડ ઓગળે એટલે તેમાં ૧ ટીસ્પૂન ચોકલેટ નાખી હલાવવું. કણી પડે એટલે તરત ઉતારી લેવું. તેનો અધકચરો ભૂકો કરવો.
રીતઃ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દુધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો પછી ખાંડ નાંખી જાડું થાય એટલે ઉતારી ઠંડું પાડવું. તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર નાખી મિક્સરમાં મિક્સ કરવું. જામી જાય એટલે કાઢી, ફરી મિક્સરમાં એકરસ કરવું જેથી બરફની કણી ભાંગી જાય. પછી તેમાં છોલેલી બદામની કતરી, કાજુની કતરી (થોડા અલગ કાઢી) ખાંડની કણી અને એસેન્સ નાખી ફરી ડબ્બામાં ભરી ઉપર બદામ-કાજુની કતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં સેટ થવા મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.
કેશ્યુનટ રેઈન્બો આઈસક્રીમ
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ કાજુ
•૧, ૧/ ૨ લિટર દૂધ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૨૫૦ ગ્રામ ખાંડ (ટેસ્ટ પ્રમાણે)
•૪૦૦ ગ્રામ ક્રીમ
•૧ ટીસ્પૂન કસ્ટર્ડ પાઉડર
•૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
•ગુલાબી, લીલો લિક્વિડ કલર
રીતઃ
કાજુને થોડા દૂધમાં ૨ કલાક પલાળી રાખવાં. પછી તેને મિક્સરમાં બારીક વાટી લેવાં.
એક તપેલીમાં દૂધ ઊંકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરી, ઉકળતા દૂધમાં નાખવો. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં કાંડ અને વાટેલાં કાજુ નાખવા. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ અને એલચીનો ભૂકો નાખી બરાબર હલાવવું.
આ મિશ્રણના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં ગુલાબી રંગ, બીજામાં લીલો રંગ (લાઈટ ગ્રીન થાય તેટલો જ) અને ત્રીજો ભાગ સફેદ રાખવો. ત્રણે ભાગને જુદા જુદા વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં મૂકવા. ઠરાવ આવે એટલે તેને મિક્સરમાં અથવ ચમચાથી ફીણવા, જેથી બરફની કણી રહે નહિ. પછી આઈસક્રીમના કપમાં ઓછા લીલા રંગનું મિશ્રણ ભરી ફ્રિઝમાં મૂકવું. જ્યારે લીલો આઈસ્ક્રીમ ઠરી જાય એટલે તેના ઉપર સફેદ આઈસક્રીમ ભરી ફ્રિઝમાં મૂકવો. સફેદ આઈસક્રીમ ઠરે એટલે તેના ઉપર ગુલાબી આઈસક્રીમ ભરી, તેના ઉપર થોડા કાજુનો ભૂકો ભભરાવી, ફ્રિઝરમાં આઈસક્રીમ જામવા મૂકવો. આઈસક્રીમના કપ બરાબર ઢાંકેલા રખવા, જેથી બરફની કણી રહે નહિ.
નોંધ - આઈસક્રીમના કપને બદલે એલ્યુમિનિયમના ઢાંકણાવાળા ડબ્બાનો ઉપયોગ કરી શકાય.
ચીકુનો આઈસક્રીમ - ચોકલેટ કપમાં
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૨૫૦ ગ્રામ ખાંડ
•૬ ચીકુ
•૪ કપ ક્રીમ
•૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
•૧ ટેબલસ્પૂન અખરોટનો ભૂકો
•૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•૧ ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો
•૧ ટેબલસ્પૂન ચોકલેટ પાઉડર
•૧/ ૨ ટીસ્પૂન એલચીનો પાઉડર
•૧/ ૪ ટીસ્પૂન જાયફળનો પાઉડર
•ચોકલેટ કપ માટે -
•૨૫૦ ગ્રામ ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•૧, ૧/ ૨ ટેબલસ્પૂન ઘી
રીતઃ
એક વાસણમાં પાણી ઉકળવા મૂકવું. બીજા નાના વાસણમાં ઘી અને ચોકલેટ મૂવી. થોડીવારમાં ઘી અને ચોકલેટ ઓગળી જશે એટલે બરાબર મિક્સ કરી દેવી. પછી કાગળના કપની અંદર ચમચીથી ચારેબાજુ ચોકલેટનો જાડો થર લગાડવો. પછી ડીપ ફ્રિઝરમાં કપ મૂકી દેવો. બરાબર જામી જાય એટલે ધીમે ધીમે કપનો બહારનો કાગળ કાઢી નાખવો. એટલે ચોકલેટનો કપ તૈયાર થશે. એક વાસણમાં દૂધ ઊંકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવો. તેમાં ખાંડ નાખી જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ચીકુને છોલી બારીક કટકા, ચોકલેટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી-જાયફળનો પાઉડર અને ક્રીમ નાખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ડીપ ફ્રિઝમાં મૂકી જમાવવું, જામી જાય એટલે કાઢી ફરી, મિક્સરમાં એકરસ કરવુ જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી ડરાયફ્રૂટનો ભૂકો નાખી ફરી ફ્રિઝમાં મૂકવો. બરાબર જામી જાય એટલે ચોકલેટના કપમાં ભરી, ઉપર ડરાયફ્રૂટ્સથી સજાવટ કરી આઈસક્રીમ આપવો.
ચીકુની મટકા કુલપી
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૧૦૦ ગ્રામ માવો
•૧/ ૨ ડઝન ચીકુ
•૧/ ૨ ટીન મિલ્કમેડ
•૨ ટેબલસ્પૂન ખાંડ
•૧ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
•૧ ટેબલસ્પૂન પિસ્તાની કતરી
•૧ ટેબલસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•વેનિલા એસેન્સ
રીતઃ
ચીકુનો ધોઈ, છોલી, માવો બનાવવો. એક વાસણમાં દૂધ અને મિલ્કમેડ ભેગા કરી ગરમ કરવું. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. થોડીવાર પછી ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, ચીકુનો માવો અને ડરિંકિંગ ચોકલેટ નાખી, મિક્સરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કતરી અને એસેન્સ નાખી બરાબર હલાવી, નાની મટકી (કુલડી)ને ધોઈ તેમાં ભરી, લાલ એલ્યુમિનિયમના ફોઈલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડીપ ફ્રિઝરમાં કુલફી સેટ થવા મૂકવી. બરાબર ઠરી જાય એટલે કાઢી કટકા કરવા.
ચોકો - કોકોનટ કુલફી
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૧૦૦ ગ્રામ નાળિયેરનું ખમણ
•૧૦૦ ગ્રામ ક્રીમ
•૧/ ૨ ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
•૩ ટેબલસ્પૂન ખાંડ
•૨ ટેબલસ્પૂન ડરિકિંગ ચોકલેટ પાઉડર
•૧ ટીસ્પૂન કોકો પાઉડર
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૧ ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
•૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•વેનિલા એસેન્સ
રીતઃ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો. પછી તેમાં ખાંડ નાંખવી. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે તેમાં નાળિયેરનું ખમણ, ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં વેનિલા એસેન્સ, ચારોળીનો ભૂકો અને કાજુનો ભૂકો નાખી કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટર (ફ્રિઝર)માં મૂકવું. કુલફી સેટ થઈ જાય એટલે કાઢી લેવી.
ચોકલેટ આઈસક્રીમ
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૨૫૦ ગ્રામ ખાંડ
•૪ કપ ક્રીમ
•૧ ટેબલસ્પૂન ડરિંકિંગ ચોકલેટ પાઉડર
•૧ ટીસ્પૂન કોકો પાઉડર
•૧ ટેબલસ્પૂન હોલ મિલ્ક પાઉડર
•૪ ટીપાં ચોકલેટ એસેન્સ અથવા વેનિલા એસેન્સ
•૭ છોલેલી બદામ, ૭ કાજુ - સજાવટ માટે
રીતઃ
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર અને એસેન્સ નાખી, મિક્સરમાં બીટ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં (ફ્રિઝરમાં) મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી અને કાજુની કતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં મૂકવું. બરાબર જામી જાય એટલે કાઢી, ૨- ૩ મિનિટ પછી ઉપયોગ કરવો.
કસ્ટર્ડ એપલ આઈસક્રીમ
સામગ્રીઃ
•૩ મોટાં સીતાફળ
•૫૦૦ ગ્રામ દૂધ
•૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૧ ટિન કન્ડેન્સ્ડ મિલ્ક
•૨ ટેબલસ્પૂન કાજુના કટકા
•૨ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
•વેનિલા એસેન્સ
રીતઃ
સીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. જામી જાય એટલે મિક્સરમાં બીટ કરી ફરી ડબ્બામાં ભરી, ઉપર બદામ-કાજુની કતરી ભભરાવી, ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કઢી, ઉપયોગ કરવો.
ડરીમલેન્ટ સન્ડે
સામગ્રીઃ
•૧ લિટર દૂધ
•૧૫૦ ગ્રામ ખાંડ (આશરે)
•૨૫૦ ગ્રામ ક્રીમ
•૭ અંજીર
•૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
•વેનિલા એસેન્સ, બદામ, પિસ્તાં
રીતઃ
એક વાસણમાં દૂધમાં ખાંડ અને અંજીરના ઝીણા કટકા નાંખી ઉકળવા મૂકવું. અંજીરના કટકા નરમ થાય અને દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું થાય એટલે તેમાં મિલ્ક પાઉડર, ક્રીમ અને એસેન્સ નાખી મિક્સરમાં બીટ કરી લેવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવો. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય, પછી ડબ્બામાં ભરી ઉપર છોલેલી બદામ-પિસ્તાંની કતરીથી સજાવટ કરી ફરી ફ્રીઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.
અમેરિકન ફ્રૂટ સલાડ
સામગ્રીઃ
•૩ કપ કોબીજ બારીક કાપેલી
•૧ કપ કાકડી બારીક કાપેલી
•૧ કપ પાઈનેપલના કટકા
•૧ કપ સફરજનના કટકા
•૧૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની)
•૧/ ૨ કપ મેયોનીઝ
•મીઠું, રીનો ભૂકો, ખાંડ
•સજાવટ માટે -
•૪ પાઈનેપલની સ્લાઈસ
•લીલી દ્રાક્ષ, ચેરી, સલાડનાં પાન,
•સફરજનની ચીરીઓ
રીતઃ
કોબીજ, કાકડી, પાઈનેપલના કટકા, સફરજનના કટકા, લીલી દ્રાક્ષ, મીઠું, ખાંડ અને મેયોનીઝ નાંખી, હલાવી, લંબગોળ સલાડ પ્લેટમાં સલાડનાં પાન ગોઠવી, તેમાં સલાડ ભરી, ઉપર પાઈનેપલની સ્લાઈસ, સફરજનની ચીરીઓ, લીલી દ્રાક્ષ અને ચેરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી, ખૂબ ઠંડું કરી પીરસવું.
એપલ સલાડ
સામગ્રીઃ
•૫ મોટાં સફરજન
•૧ લીંબુ, ૧ કાકડી
•૧ નાનું પાઈનેપલ
•૨૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની)
•૧ કપ અખરોટના કટકા
•૧ કપ મેયોનીઝ
•૧ કપ ક્રીમ
•૧ કેપ્સીકમ
•મીઠું, ખાંડ, સલાડનાં પાન, મરીનો ાઉડર
•લીલાં મરચાના કટકા, ચેરી
રીતઃ
સફરજનની છાલ કાઢી, બારીક કટકા કરી, લીંબુનો રસ છાંટવો. પાઈનેપલના નાના કટકા કરવા. થોડી પાઈનેપલની સ્લાઈસ અને થોડી સફરજનની ચીરી સજાવવા માટે જુદી રાખવી. કાકડીનાં ગોળ પતીકાં કરવાં. ત્યારબાદ સફરજનના કટકા, પાઈનેપલના કટકા, અડધા ભાગની દ્રાક્ષ, થોડા અખરોટના કટકા, થોડા લીલા મરચાંના કટકા, મીઠું, ખાંડ, મરીનો પાઉડર, મેયોનીઝ અને ક્રીમ નાંખી, હલાવી, સલાડ તૈયાર કરવું. એક ડિશમાં સલાડનાં પાન મૂકી, સલાડ ભરી, ઉપર પાઈનેપલ સ્લાઈસ, કેપ્સીકમની રિંગ, લીલી દ્રાક્ષ, કાકડીનાં પતીકાં અને અખરોટના કટકાથી સજાવટ કરવી. આજુબાજુ સફરજનની ચીરીઓ ગોઠવવી. દરેક પાઈનેપલ સ્લાઈસ ઉપર એક ચેરી મૂકવી. પછી ફ્રિજમાં સલાડ ઠંડું કરી પીરસવું.
કેબેજ સલાડ
સામગ્રીઃ
•૧ નાની કોબી
•૨ ગાજર
•૨ પાકાં ટામેટાં
•૧ કપ સલાડ ડરેસિંગ
•૨ કેપ્સીકમ
•૨ લીલી ડુંગળી
•૧ સફરજન
•૧ ટીસ્પૂન ખાંડ
•સલાડનાં પાન, મીઠું, મરીનો પાઉડર,
•લીંબુનો રસ, અખરોટના કટકા
રીતઃ
કોબીને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. કડક થાય એટલે પાણી નિતારી લેવું. ગાજરને છોલી વચ્ચેનો સફેદ-લીલો ભાગ ન આવે તેમ છીણી લેવું. ટામેટાંના કટકા કરવા. બધુ ભેગું કરી, સલાડ ડરેસિંગ નાખવું. એક બાઉલમાં સલાડનાં પાન ગોઠવી, સલાડ મૂકી, ઉપર કેપ્સીકમની રિંગ, લીલી ડુંગળીની રિંગ, સફરજનની ચીરી (લીંબુનો રસ છાંટેલી) અને અખરોટથી સજાવટ કરી ફ્રિજમાં મૂકી, ઠંડું કરી પીરસવું.
કેરટ રેલિશ સલાડ
સામગ્રીઃ
•૧ પેકેટ જેલી-ઓરેન્જ ફ્લેવરવાળી
•૧/ ૨ કપ ચીઝ
•૧/ ૨ ટીસ્પૂન લીંબુની છાલ
•૧/ ૨ કપ ઓરેન્જ જ્યુસ
•૨ કપ ગાજરનું છીણ
•૧ કપ સફરજનના કટકા, ૨ સંતરા
•૨ ટેબલસ્પૂન લેમન જ્યુસ
•મીઠું, મરીનો ભૂકો, કાજુના કટકા
રીતઃ
એક કપ ગરમ પાણીમાં જેલી ક્રીસ્ટલ્સ નાંખી, બરાબર હલાવવું. ઓગળી જાય એટલે તેમાં મીઠું અને લીંબનો રસ નાંખવો. તેમાં ઓરેન્જ જ્યુસ અને લીંબુની છાલ નાંખી, રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે એક પ્લેટમાં અનમોલ્ડ કરી, ગાજરનાં પતીકાં, સંતરાની ચીરીઓ ખમણેલું ચીઝ અને કાજુના કટકાથી સજાવટ કરી, ફરી થોડી વાર ફ્રિજમાં મૂકી, પછી આપવું.
કોલી ફ્લાવર-સીઝ સલાડ
સામગ્રીઃ
•૧/ ૪ કપ સલાડ ઓઈલ
•૧/ ૮ સફેદ વિનેગર
•૧ ટીસ્પૂન મીઠું, ૫ કાજુ
•૧ ટીસ્પૂન મરચાંનો પાઉડર
•૩ કોલી ફ્લાવરનાં ફૂલ
•૧/ ૨ કપ મૂળાના કટકા, થોડાં પૈતા
•૧/ ૨ કપ લેટયૂસના ઉપરના
•કટકા અને થોડાં પાન
•૧/ ૨ કપ ચીઝ (ખમણેલું)
•૧ કેપ્સીકમ, ૨ લીલી ડુંગળી
•૧ ટેબલસ્પૂન ખાંડ
રીતઃ
સલાડ ઓઈલ, વિનેગર, મીઠું અને મરચું મિક્સ કરવા. તેમાં કોલીફ્લાવરના ફૂલના કટકા, મૂળાના કટકા, લેટયૂસના કટકા, વગેરે વેજિટેબલ્સ નાંખી, હલાવી, ૩૦ મિનિટ રહેવા દેવું. પછી સલાડ ડિશમાં લેટ્યૂસનાં પાન મૂકી, તેના ઉપર સલાડ ભરી, ઉપર ખમણેલૂં ચીઝ, કેપ્સીકમની રિંગ, મૂળાનાં પૈતાં, ડુંગળીની રિંગ અને કાજુના કટકાથી ડેકોરેટ કરી, ફ્રિજમાં ઠંડું કરવું.
કોટેજ ચીઝ સલાડ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ કોટેજ ચીઝ
•૧/ ૨ ટીન પાઈનેપલ સ્લાઈસ
•૨ સફરજન
•૧૦૦ ગ્રામ લીલી નાની દ્રાક્ષ (બી વગરની)
•૧ કાકડી, ૧ કેપ્સીકમ
•૨ પાકાં ટામેટાં
•૧/ ૨ કપ ક્રીમ
•૧/ ૨ કપ અખરોટના કટકા
•મીઠું, મરીનો ભૂકો, ખાંડ, લેટ્યૂસનાં પાન
રીતઃ
કોટેજ ચીઝમાં પાઈનેપલના કટકા, એક સફરજનના કટકા, થોડી લીલી દ્રાક્ષ, અખરોટના કટકા, મીઠું, ખાંડ અને મરીનો ભૂકો નાંખી, તૈયાર કરવું. એક ડિશમાં લેટ્સનાં પાન મૂકી, વચ્ચે ચીઝ મૂકવું. પછી સફરજનની ચીરીઓ (લીંબુનો રસ નાંખીને) અને લીલી દ્રાક્ષ ચીઝની આજુબાજુ ગોઠવવાં. કેપ્સીકમની રિંગ, ટામેટાંની સ્લાઈસ અને છોલેલી કાકડીનાં ગોળ પૈતાંથી સજાવટ કરવી. ઉપર ક્રીમ પાથરી, થોડું પાઈનેપલનું સીરપ રેડી, ફ્રિજમાં મૂકી, ઠંડું કરવું.
ફ્રેન્ચ ડરેસિંગ
સામગ્રીઃ
•૨ કપ સલાડ ઓઈલ
•૩ ટેબલસ્પૂન સફેદ વિનેગર
•૩ ટેબલસ્પૂન ખાંડ
•૨ ટીસ્પૂન રાઈનો પાઉડર
•૨ ટીસ્પૂન મરીનો પાઉડર
•૨ ટીસ્પૂન મીઠું
રીતઃ
જારમાં બધું ભેગું કરી, હલાવી તૈયાર કરવું.
ગાર્લિક ફ્રેન્ચ ડરેસિંગ
સામગ્રીઃ
•૧/ ૨ કપ સલાડ ઓઈલ
•૨ ટેબલસ્પૂન સફેદ વિનેગર
•૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
•૩ ટેબલસ્પૂન ખાંડ
•૧ ટીસ્પૂન લસણનો પાઉડર
•અથવા ૭ કળી વાટેલું લસણ
•૧/ ૨ ટીસ્પૂન મીઠું
રીતઃ
જારમાં ભેગું કરી, ખૂબ સારૂં હલાવી, તૈયાર કરવું.
ઈન્ડિયન ડરેસિંગ
સામગ્રીઃ
•૧/૪ કપ સલાડ ઓઈલ
•૫ લીલાં મરચાં
•૧૫ ફુદીનાનાં પાન
•૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
•૧/૨ ટીસ્પૂન મીઠું
•૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો
રીતઃ
લીલાં મરચાંના અને ફુદીનાનાં પાન વાટી લેવાં. તેમાં મીઠું, લીંબુનો રસ, મરીનો ભૂકો અને સલાડ ઓઈલ નાંખી, ખૂબ હલાવી ડરેસિંગ તૈયાર કરવું.
બદામ સૂપ
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ બદામ
•૧૦૦ ગ્રામ બટાક
•૧૦૦ ગ્રામ ક્રીમ
•૨ કપ દૂધ
•૧ કપ શાકનો સ્ટોક
•૧ ટેબલસ્પૂન માખણ
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૧ ટીસ્પૂન ખાંડ
•૧/૪ ટીસ્પૂન એલચીનો ભૂકો
•મીઠું, સફેદ મરીનો ભૂકો
રીતઃ
બદામને ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી તેની છાલ કાઢવી. પાંચજ બદામ બાજુએ રાખી, બીજી બદામ મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી. બટાકાને બાફી, છીણવા. એક વાસણમાં ગરમ કરી, બટાકાની છીણ નાંખવી, તેમાં વ્હાઈટ સ્ટોક નાખવો.
ઉકળે એટલે કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાખવો. બાકી રહેલા દૂધમાં બદામની પેસ્ટ મિક્સ કરી નાખવું. દૂધ ઉકળે એટલે ખાંડ અને એલચીનો ભૂકો નાખી ઉતારી મીઠું ્ને મરીનો ભૂકો નાખવો. આપતી વખતે સૂપમાં ક્રીમ નાખી, સાધારણ ગરમ કરી, છોલેલી બદામની કતરી નાખવી
બ્રાઉન સ્ટોક
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ ગાજર
•૧૦૦ ગ્રામ ટામેટાં
•૧ ડુંગળી
•૨ બટાકા
•૧ શલગમ
•૨ દાંડી સેલરી,
•મીઠું
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. ટામેટાં, ડુંગળી, બટાકા, શલગમ અને સેલરીના કટકા કરી, મીઠું નાંખી ૬-૭ કપ પાણી નાંખી પ્રેશર કૂકરમાં બાફી, કિચન માસ્ટરમાં પાણી ગાળી, સ્ટોકની જગ્યાએ વાપરવું.
ગાજર સૂપ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ ગાજર
•૧૦૦ ગ્રામ બટાકા
•૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો
•૧/૨ ટીસ્પૂન તજનો પાઉડર
•૧ કપ વ્હાઈટ સોસ
•૧/૨ કપ ક્રીમ
•મીઠું, બ્રેડના તળેલા કટકા
રીતઃ
એક વાસણમાં ૫ કપ પાણી મૂકી ઉકાળવું. ગાજરને છોલી, ધોઈ,વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. બટાકા અને ડુંગળીને છોલી કટકા કરવા. ટામેટાના કટકા કરવા. પછી બધું પાણીમાં નાંખવું. બફાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે લિક્વિડાઈઝરમાં નાંખી, એકરસ કરી ગાળી લેવું. પછી ઉકળવા મૂકવું. તેમાં મીઠું, મરીનો ભૂકો, તજનો પાઉડર, વ્હાઈટ સોસ અને ક્રીમ નાંખી સૂપ ઉતારી લેવો. બ્રેડના તળેલા કટકા સાથે ગરમ સૂપ આપવો.
કેશ્યુનટ સૂપ
સામગ્રીઃ
•૧ ટેબલસ્પૂન માખણ
•૧ ડુંગળી
•૧ શલગમ (બારીક કાપીને)
•૧ બટાકો,
•૧ ગાજર (છીણ)
•૧ કપ દૂધ
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૨૫ ગ્રામ કાજુ
•૧/૨ ટીસ્પૂન ખાંડ
•૧/૨ કપ ક્રીમ
•૧/૪ ટીસ્પૂન એલચીનો ભૂકો
•૧/૮ ટીસ્પૂન જાયફળનો પાઉડર
•મીઠું - પ્રમાણસર
રીતઃ
એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે ડુંગળી કાપીને નાંખવી. બદામી થાય એટલે શલગમ, બટાકાના કટકા, ગાજરનું છીણ અને પાણી નાંખી, બફાવા મૂકવું. બરાબર બફાઈ જાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે મિક્સરમાં એકરસ કરી ગાળી લેવું. પછી તેને ઉકળવા મૂકવું. દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખી, થોડી વાર ઉકાળી ઉતારી લેવું. તેમાં કાજુનો કરકરો ભૂકો, મીઠું અને ખાંડ નાંખી, હલાવી લેવું. સૂપ ગરમ કરી, ક્રીમ અને એલચી- જાયફળનો પાઉડર નાંખી આપવો.
દૂધીનો સૂપ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ દૂધી
•૨ ગાજર
•૫૦ ગ્રામ ફણસી
•૨ દાંડી સેલરી
•૨ બટાકા
•૨ ડુંગળી
•૧૦૦ ગ્રામ લીલા વટાણા
•૧ ટેબલસ્પૂન માખણ
•૧ કપ દૂધ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો
•૧/૨ ટીસ્પૂન તજનો ભૂકો
•૧ કપ તાજું ક્રીમ
•મીઠું - પ્રમાણસર
રીતઃ
દૂધીને છોલી કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા. ફણસી, સેલરી અને ડુંગળી સમારવી. બધું ભેગું કરી તેમાં વટાણા અને ૫ કપ પાણી નાંખી, પ્રેશર કૂકરમાં બાફવું. બફાઈ જાય એટલે લિક્વિડાઈઝર કરી, કિચન માસ્ટરમાં ગાળી લેવું.
એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં શાકનું મિશ્રણ નાંખી ઉકાળવું. પછી તેમાં દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. બરાબર ઉકળે એટલે તાપ ધીમો કરી મીઠું, મરીનો ભૂકો, તજનો પાઉડર અને ક્રીમ નાંખી, હલાવી, ગરમ સૂપ આપવો.
ગ્રીન ચીઝ સૂપ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ લીલા વટાણા
•૨ બટાકા
•૧ ડુંગળી
•૫૦ ગ્રામ લીલા ધાણા (સમારીને)
•૧ કપ ચીઝ (ખમણેલું)
•૧/૨ કપ દૂધ
•૨ ટેબલસ્પૂન માખણ
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો
•૧/૨ ટીસ્પૂન તજનો ભૂકો
•મીઠું, ક્રીમ, ફ્રૂટોન્સ પ્રમાણસર
રીતઃ
એક વાસણમાં એક ટેબલસ્પૂન માખણ મૂકી, ગરમ થાય એટલે તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે બટાકાના કટકા, લીલા વટાણા અને લીલા ધાણાં નાંખી થોડીવાર સાંતળી તેમાં પાણી નાંખવું.
બરાબર બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી સૂપ ગાળી લેવો. એક તપેલીમાં ૧ટેબલસ્પૂન માખણ મૂકી, ગાળેલો સૂપ નાંઘવો. તેમાં મીઠું, મરીનો ભૂકો, તજનો ભૂકો અને દૂધમાં કોર્નફ્લોર ઓગળી નાંખવું. પછી તેમાં થોડું ખમણેલું ચીઝ નાંખી, બરાબર ઉકળે એટલે ઉતારી સૂપમાં ૧ ટીસ્પૂન ક્રીમ, ખમણેલું ચીઝ અને ફ્રૂટોન્સ નાંખી સૂપ સર્વ કરવો
લીલા વટાણાનો સૂપ
સામગ્રીઃ
•૧ ટેબલસ્પૂન માખણ
•૫૦૦ ગ્રામ લીલા વટાણા
•૧૦૦ ગ્રામ બટાકા
•૨ પકાં ટામેટાં
•૧ કપ દૂધ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો
•૧/૨ ટીસ્પૂન તજનો પાઉડર
•૧/૨ કપ ક્રીમ
•૧ ડુંગળી
•મીઠું, તળેલા બ્રેડના કટકા
રીતઃ
એક વાસણમાં મૂકી, ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને છોલેલા બટાકાના કટકા નાંખી હલાવવું. તેમાં બે કપ પાણી અને મીઠું નાંખી, ઉકાળવું. શાક બફાય એટલે તેમાં ટામેટાંના કટકા નાંખવા. ટામેટાં બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે લિક્વિડાઈઝ કરી સૂપના સંચાથી ગાળી લેવું. પછી ગરમ મૂકી તેમાં ખાંડ નાંખી, ઉકળે એટલે દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એઠલે ઉતારી, મરીનો ભૂકો, તજનો પાઉડર, ૧ ચમચી ક્રીમ અને બ્રેડના તળેલા કટકા નાંખી, ગરમ સૂપ પીરસવો.
મિનીસ્ટોન સૂપ
સામગ્રીઃ
•૨૫ ગ્રામ મેક્રોની
•૫૦ ગ્રામ લીલા વટાણા
•૨૫ ગ્રામ ફણસી
•૨ ડુંગળી,
•૨ ગાજર
•૨ સળી સેલરી
•૨ ટેબલસ્પૂન માખણ
•૧ કપ બ્રાઉન સ્ટોક
•૨ ટીસ્પૂન કોર્નફ્લોર
•૪ ટેબલસ્પૂન ટોમેટો કેચપ
•૧ કપ ચીઝ (ખમણેલું)
•મીઠું
•મરીનો ભૂકો
•તજનો પાઉડર
•ચપટી સોડા
રીતઃ
મેક્રોનીને પાણીમાં મીઠું અને ૧ ચમચી તેલ નાંખી બાફી, ઠંડા પાણીમાં રાખવી. વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા જેથી રંગ લીલો રહે. ફણસીના રેસા કાઢી, બારીક સમારવી. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, નાના કટકા કરવા.
ડુંગળી અને સેલરીની સળીના કટકા કરવા. એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં બધાં શાક સાંતળવા, પછી બ્રાઉન સ્ટોક નાંખવો. પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી, તે પાણી અંદર નાંખવું.
બધાં શાક બફાય એટલે વટાણા, ટોમેટો કચપ, મીઠું, મરીનો ભૂકો અને તજનો પાઉડર નાંખી, થોડી વાર ઉકાળી ઉતારી લેવું. ખમણેલું ચીઝ અને મેક્રોની નાંખી, ગરમ સૂપ આપવો.
પોટેટો-વોલનટ સૂપ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ બટાકા
•૧ ડુંગળી
•૩ દાંડી સેલરી
•૧૦૦ ગ્રામ અખરોટના કટકા
•૨ કપ દૂધ
•૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
•૧ ટેબલસ્પૂન માખણ
•૩ કપ વ્હાઈટ સ્ટોક
•૧ કપ ક્રીમ
•૧/૨ ઝૂડી પાર્સલી
•મીઠું, મરીનો ભૂકો, જાયફળનો પાઉડર
રીતઃ
બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. સેલરીની દાંડી સમારવી. અખરોટના કટકા દૂધમાં ઉકાળવા. દાંડી સમારવી. અકરોટના કટકા દૂધમાં ઉકાળવા. પછી નીચે ઉતારી દૂધ ઠંડું પડે એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરવો.
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં બટાકા ડુંગળી અને સેલરી નાંખી, સાંતળવું. પછી તેમાં વ્હાઈટ સ્ટોક નાંખી ઉકાળવું. શાક બફાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે લિક્વિડાઈઝડ કરી, સૂપના સંચાથી ગાળી લેવું. સૂપને ઉકાળી તેમાં અખરોટ અને કોર્નફ્લોરવાળું દૂધ નાંખવું. બે-ત્રણ ઉભરા આવે એટલે ઉતારી, મીઠું, મરીનો ભૂકો અને જાયફળનો પાઉડર નાંખવો. ક્રીમ અને બારીક કાપેલી પાર્સલી નાંખી ગરમ સૂપ આપવો.
રેડ સોસ
સામગ્રીઃ
•૧ કપ ટોમેટો સોસ
•૧ ટેબલસ્પૂન માખણ
•૧ ટેબલસ્પૂન મેંદો
•મીઠું, મરચું - પ્રમાણસર
રીતઃ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકવો. પછી ધીમે ધીમે ટામેટાનો સોસ નાંખવો. જાડો થાય એટલે ઉતારી, મીઠું અને મરચું નાંખવું.
આલુ કલમા
સામગ્રીઃ
•બટાકા માટે -
•૫૦૦ ગ્રામ પાકાં ટામેટાં
•૫૦૦ ગ્રામ બટાકા
•૨૫૦ ગ્રામ લીલા વટાણા
•૧ ડુંગળી, ૧ લીંબુ
•૫ લીલાં મરચાં, કટકો આદું
•૨૫ ગ્રામ કોપરાનું ખમણ
•૧ ઝૂડી લીલા ધાણા
•મીઠું, ખાંડ, તેલ, હિંગ
•સૂકો મસાલો - ૩ લવિંગ, ૪ કટકા તજ, ૫ દાણા મરી, ૪ એલચી, ૪ કટકા તમાલપત્રને થોડા તેલમાં શેકી, ખાંડી મસાલો બનાવવો.
•વાટવાનો મસાલો - ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, ૨૫ ગ્રામ સિંગદાણા, ૫ લીલાં મરચાં, કટકો આદું, ૫ કળી લસણ, ૧/૨ ઝૂડી લીલા ધાણા બધું ભેગું કરી, મસાલો વાટવો.
રીતઃ
ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો. બટાકાને છોલી, તેના આડા બે કટકા કરવા. તેને ચપ્પુથી કોરી, બધો ગલ કાઢી લેવો. વટાણાને વાટવા. બટાકાનો જે માવો નીકળ્યો હોય તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી ડુંગળી સમારીને નાંખવી.
બદામી રંગ થાય એટલે તેમાં વટાણા-બટાકાનો માવો સાંતળવો. પછી મીઠું, વાટેલાં આદું-મરચાં અને ખાંડ નાંખી, હલાવી, ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
બટાકાના પોલાણમાં મસાલો ભરી, બે પડ ભેગાં કરી, સળીથી બન્ને ભાગ બરાબર જોડી દેવા. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે બટાકા મૂકવા. ધીમા તાપે મૂકી બદામી થાય એટલે ઉતારી લેવા.
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ટામેટાંનો સૂપ, મીઠું, હળદર અને ખાંડ નાંખી, ઉકળે એટલે બટાકા મૂકવા. ઘટ્ટ થાય એટલે વધેલો મસાલો નાંખી ઉતારી કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
સૂરણ નાંખેલા લીલવા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ તુવેરના લીલવા
•૧૦૦ ગ્રામ સૂરણનું છીણ
•૧ ટીસ્પૂન ધાણાજીરૂં
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧/૨ ટીસ્પૂન ખાંડ
•૧ ટેબલસ્પૂન તલ
•૫ લીલાં મરચાં, કટકો આદું
•૭ કળી લસણ
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ઝૂડી લીલા ધાણા
•મીઠું, હળદર
•મરચું
•તેલ
•હિંગ
•થોડું ઘી
•ચપટી સોડા
રીતઃ
એક તપેલીમાં પાણી, મીઠું સોડા અને થોડું તેલ નાંખી, દૂધિયું બનાવી ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તુવેરના લીલવા નાંખવા. લીલવા સાધારણ બફાય એટલે સૂરણના છીણને ધમાં સાંતળી નાંખવાં.
સૂરણ બફાય અને લીલવા સાથે એકરસ થાય એટલે હળદર, મરચું, ધાણાજીરૂં, ગરમ મસાલો, ખાંડ, તલ, વાટેલાં આદું-મરચાં નાંખી, હલાવી, ઉતારી લેવું. વાટેલું લસણ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
કલરફુલ ભેળ શાક
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ લીલા વટાણા
•૧૦૦ ગ્રામ ગાજર
•૧૦૦ ગ્રામ ફણસી
•૧૦૦ ગ્રામ બટાકા
•૧૦૦ ગ્રામ કેપ્સીકમ
•૧૦૦ ગ્રામ ડુંગળી
•૧૦૦ ગ્રામ નૂડલ્સ (બાફેલા)
•૧/૨ કપ દૂધ
•૨ ટેબલસ્પૂન દાળિયાનો ભૂકો
•૨ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
•૧ ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
•૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
•૧/૨ ઝૂડી લીલા ધાણા, ૧ લીંબુ
•મીઠું, મરચું, ખાંડ, તેલ, જીરૂં, હિંગ
•સજાવટ માટે- ચણાની ઝીણી સેવ
•ખમણેલું ચીઝ,
•કેચપ
•કોપરાનું ખમણ
રીતઃ
"ગાજરને છોલી, વચ્ચેનો ભાગ કાઢી નાના કટકા, ફણસીના રેષા કાઢી કટકા બટાકાને છોલી કટકા, કેપ્સીકમની લાંબી કતરી, અને વટાણા બધું શાક વરાળથી બાફી લેવું.
એક વાસણમાં તેલ મૂકી, તેમાં જીરૂં અને હિંગ નાંખી ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખવી. પછી બાફેલા શાક, મીઠું, મરચું, ખાંડ અને દાળિયાનો અને કાજુનો ભૂકો દૂધમાં મિકસ કરી નાંખવો. કોરૂં થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.
એક બાઉલમાં બાફેલા નૂડલ્સમાં થોડું તેલ, મીઠું, અને મરચું નાંખવું.
એક ઉંડી બેકિંગ ડિશમાં પહેલા શાક પાથરવું. તેના ઉપર નૂડલ્સનું લેયર કરવું. ફરી શાકનું લેયર કરી, કેચપ ચારે બાજુ લગાડવો. ઉપર ચણાની સેવ, ખમણેલું ચીઝ, થોડા લીલા ધાણા અને કોપરાનું ખમણ ભભરાવી સજાવટ કરી પ્રિહીટેડ ઓવનમાં પાંચ મિનિટ બેક કરી, કાઢી ગરમ સર્વ કરવું."
સૂકા મસાલાના લીલવા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ તુવેરના લીલવા
•૧ ટીસ્પૂન ધાણાજીરૂં
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧ ટેબલસ્પૂન તલ
•૧૨૨ ટીસ્પૂન ખાંડ
•૫ લીલાં મરચાં, કટકો આદું
•૨૫ ગ્રામ શિંગદાણા
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૭ કળી લસણ
•૧ ઝૂડી લીલા ધાણા
•મીઠું, હળદર, મરચું, તેલ, રાઈ, હિંગ
રીતઃ
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, હિંગનો વઘાર કરી, પાણી વઘારવું. ઉકળે એટલે તેમાં તુવેરના લીલવા, મીઠું અને ચપટી સોડા નાંખવો. બરાબર બફાય એટલે હળદર, મરચું, ધાણાજીરૂં, ગરમ મસાલો, તલ, ખાંડ અને વાટેલાં આદું-મરચાં નાંખવા. પાણી બધું બળી જાય અને તેલ દેખાય એટલે સિંગદાણાનો સંચાથી કરેલો બારીક ભૂકો નાંખવો. થોડી વાર હલાવી તેમાં કોપરાનું ખમણ નાંખી, ઉતારી, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા.
સૂકા મસાલાનાં રવૈયાં
સામગ્રીઃ
•૫૦ ગ્રામ સૂકું કોપરૂં,
•૫૦ ગ્રામ શિંગદાણા
•૧ ટેબલસ્પૂન તલ
•૫૦૦ ગ્રામ નાની ડુંગળી
•(અથવા કોઈ પણ શાક)
•મીઠું, હળદર, તેલ, મરચું, રાઈ, હિંગ, તમાલપત્ર
•સૂકો મસાલો - તજ, લવિંગ, એલચી, મરી, ધાણા, જીરૂં, તમાલપત્ર અને સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં શેકી, ખાંડી, ૨ ચમચા ગરમ મસાલો બનાવવો.
રીતઃ
સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરવો. સિંગદાણાને શેકી છોડાં કાઢી, ભૂકો કરવો. તલને શેકવા. પછી બધું ભેગું કરી મીઠું, હળદર અને જરૂર હોય તો મરચું નાંખી, ડુંગળી અથવા કોઈપણ શાકના રવૈયામાં મસાલો ભરવો. એક તપેલીમાં તેલમ ૂકી, હિંગ અને તમાલપત્રનો વઘાર કરી, રવૈયાં વઘારવાં. તાપ ધીમો રાખવો. બફાઈ જાય એટલે વધેલો મસાલો ભભરાવી, ઉતારી લેવાં.
ફાફડા વાલોળ અને મેથીનાં મૂઠિયા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ફાફડા વાલોળ (કુમળી)
•૫ લીલા મરચાં, કટકો આદું
•૫ લસણની કળી
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧ ટીસ્પૂન ધાણાજીરૂં
•૧ ટેબલસ્પૂન તલ
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ઝૂડી લીલા ધાણા
•મીઠું, હળદર, મરચું, ખાંડ,તેલ ચપટી સોડા
•મૂઠિયાં - ૨૫૦ ગ્રામ મેથીની ભાજી, ૧૦૦ ગ્રામ લીલા ધાણા, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦ ગ્રામ રવો, ૧ ચમચો તલ, ૨ ચમચા દહીં, મીઠું, હળદર, મરચું, ખાંડ અને તેલનું મોણ નાંખી, લોટ બાંધી, તેનાં મૂઠિયાં બનાવવાં. પછી વરાળથી બાફી, ઠંડા કરવાં. મૂઠિયાં ખૂબ નાનાં બનાવવાં.
રીતઃ
ફાફડા વાલોળના રેસા કાઢી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, મરચાંના કટકા અને લસણની કટકી નાંખી, વઘાર કરી, વાલોળ વઘારવી. તેમાં પ્રમાણસર પાણી, મીઠું અને સોડા નાંકવા. શાક બફાય એટલે તેમાં હળદર, મરચું, થોડીક ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરૂં અને મૂઠીયાં નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. પાણી બધું બળે અને તેલ દેખાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
ફણસી અને વડીનું શાક
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ફણસી
•૫ લીલાં મરચાં, કટકો આદું
•૧ ઝૂડી લીલા ધાણા
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ટેબલસ્પૂન તલ
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧ ટીસ્પૂન ધાણાજીરૂં,
•૧૨૨ ટીસ્પૂન ખાંડ
•મીઠું, હળદર, મરચું,
•તેલ, રાઈ, હિંગ, ચપટી સોડા
•વડી માટે -
•૨૫૦ ગ્રામ ચણાનો લોટ
•૩ લીલાં મરચાં, કટકો આદું
•૧/૨ ઝૂડી લીલા ધાણા
•૧/૨ ઝૂડી લીલું લસણ
•૧ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ટેબલસ્પૂન તલ
•મીઠું, મરચું, હળદર, તેલ - પ્રમાણસર
રીતઃ
"ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું, વાટેલાં આદું-મરચાં, તલ, કોપરાનું ખમણ, તેલનું મોણ, લીલા ધાણા અને લીલા લસણને બારીક સમારી, ધોઈ, નિતારીને નાંખી, કણક બાંધવી. તેનો જાડો રોટલો બનાવી, પાતળા ઢાંકણમાં મૂકવો. એક તપેલીમાં પાણી ભરી, ઉપર છીણું કપડું બાંધી, કાપ ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે રોટલાવાળું ઢાંકણું મૂકી, ઢાંકણ ઢાંકવું. રોટલો બફાઈ જાય એટલે ઉતારી ઠંડો પડે એટલે વડી કાપવી.
ફણસીને લાંબી, પાતળી સમારી, ધોઈ, એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગ નાંખી, ફણસી વઘારવી. તેમાં મીઠું, પાણી અને ચપટી સોડા નાંખવો. ફણસી બફાય એટલે હળદર, મરચું, વાટેલા આદું-મરચાં, તલ ખાંડ, ગરમ મસાલો અને ધાણાજીરૂં નાંખવું. ખદખદે એટલે વડી નાંખવી. વડી પોચી થાય અને શાક રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા."
લોટ ભરેલાં રવૈયાં
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ નાની ડુંગળી
•અથવા કોઈપણ શાક
•૨૫૦ ગ્રામ ચણાનો લોટ
•૧ ટીસ્પૂન લાલ મરચું
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧ ટેબલસ્પૂન તલ
•૧ ટીસ્પૂન ધાણાજીરૂં
•મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ
•આખાં લાલ મરચાં
રીતઃ
ડુંગળી અથવા કોઈપણ શાકને રવૈયાં જેમ કાપવું. ચણાના લોટમાં મીઠું મરચું, હળદર, ગરમ મસાલો, તલ અને તેનું મોણ નાંખી, લોટ તૈયાર કરી રવૈયામાં ભરવો. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને મરચાંના કટકાનો વઘાર કરી તેમાં રવૈયાં મૂકવાં. ઢાંકણ ઢાંકી, તાપ ખૂબ ધીમો રાખવો. બફાઈ જાય એટલે વધેલો લોટ ઉપર ભભરાવવો. લોટ શેકાય એટલે ઉતારી લેવું.
આવી રીતે બટાકા, ભીંડા, ટામેટાં, ટીંડોરાં, કાકડી, પરવળ, કારેલાં, રીંગણાં, કેળાં વગેરે શાકનાં લીલા મસાલાનાં સૂકા મસાલાનાં અને લોટવાળાં રવૈયા થી શકે. ટામેટાં, કેળા જેવા કુમળા શાકનાં રવૈયામાં ચણાનો લોટ અને તેલનું મોણ દઈ શેકી, મસાલો નાંખી, પછી રવૈયામાં લોટ ભરવો. પરવળ, ટીંડોરા, બટાકાના રવૈયામાં ઉપર લોટ ભભરાવ્યા પછી એક ચમચો પાણી છાંટી બાફવા દેવાં.
તળ્યા વઘારનું શાક
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ લીલવા,
•૨૦૦ ગ્રામ પાપડી
•૧૦૦ ગ્રામ ફાફડા વાલોળ
•૧૦૦ ગ્રામ લીલી વાલોળ
•૨૦૦ ગ્રામ રીંગણાં,
•૨૫૦ ગ્રામ બટાકા
•૨૫૦ ગ્રામ શક્કરિયાં
•૧૦૦ ગ્રામ મેથીની ભાજી
•૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
•૧ ટેબલસ્પૂન તલ
•૭ લીલાં મરચાં, કટકો આદું
•૨૦૦ ગ્રામ ચણાનો લોટ
•૧૦૦ ગ્રામ લીલા ધાણા
•મીઠું, મરચું, હળદર, ગોળ, આબલી,
•તેલ, રાઈ, હિંગ, આખાં મરચાં
રીતઃ
એક મોટી તપેલીમાં પાણીનું અધરણ મૂકી, પાણી ઉકળે એટલે તુવેરના લીલવા, પાપડીના લીલવા, ફાફડા વાલોળના કટકા, લીલી વાલોળના કટકા અને લીલા વટાણા નાંખવા. પછીથી બટાકા અને શક્કરિયાંને છોલી, તેના કટકા કરી, તેલમાં તળીને નાંખવા.
મેથીની ભાજીને ઝીણી સમારી, ધોઈ, નિતારીને નાંખવી. બધું બરાબર બફાઈ જાય એટલે મીઠું, મરચું, ગરમ મસાલો, તલ, વાટેલાં આદું-મરચાં અને ૧ ચમચો ચણાનો લોટ પાણીમાં મિક્સ કરી, નાંખવો.
તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકા નાંખી વઘાર કરવો અને ગોળ-આબલીનું જાડું પાણી નાંખવું. બધું બરાબર ઉકળે અને જાડું રસાદાર થાય એટલે ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, ખીરૂં બાંધી, નાના ભજિયાં તેલમાં તળી અંદર નાંખવા.
પછી ઉતારી લીલા ધાણા ભભરાવવા. (આ મેળવણીનું શાક ખાસ સંક્રાન્તિને દિવસે કરવાનો કેટલીક જ્જ્ઞાતિમાં રિવાજ હોય છે.)
ગાર્ડન પેપર બોટ્સ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ મકાઈ
•૨૫૦ ગ્રામ સુરતી પાપડીના લીલવા
•૫૦૦ ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
•૧ ઝૂડી લીલા ધાણા,
•૧ ડુંગળી
•૨૦૦ ગ્રામ ટામેટાં
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૫૦ ગ્રામ બ્રેડક્રમ્સ
•મીઠું, મરીનો ભૂકો, માખણ અથવા ઘી
રીતઃ
મકાઈને છોલી, છીણી, વાટી લેવાં. પછી મકાઈનો ભૂકો અને પાપડીના લીલવાને વરાળથી બાફી લેવાં. મરચાંનાં ડીંટાં અને બી કાઢી, તેના બે અડધિયાં કરવાં. પાણીમાં મીઠું નાંખી, મરચાં સાધારણ બાફવાં અને કોરાં કરવા.
માખણ અથવા ઘીને ગરમ કરી, તેમાં ડુંગળી સાંતળવી. બ્રાઉન થવા દેવી નહિ. પછી તેમાં મકાઈના ટામેટાંના કટકા, લીલવા, કોપરાનું ખમણ અને મીઠું નાંખીને મિક્સ કરી ઉતારી લેવું. પછી મરચાંમાં શાક ભરવું.
મરચાં ઉપર મરીનો ભૂકો છાંટવો, બેકિંગ ડિશમાં ઘી લગાડી મરચાં મૂકવાં. તેના ઉપર વધેલો મસાલો, લીલા ધાણા અને બ્રેડક્રમ્સ ભભરાવી, એક ચમચો માખણ અથવા ઘી રેડી, ગરમ ઓવનમાં ૩૫૦ ફે. તાપે ૩૦ મિનિટ બેક કરવું.
કાજુ કોયા
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ કાજુ,
•૧૦૦ ગ્રામ પનીર
•૨૫ ગ્રામ ખસખસ
•૧ કપ દહીં,
•૧ ડુંગળી
•૨ ટેબલસ્પૂન ઘી,
•૩ ટેબલસ્પૂન મલાઈ
•૧/૨ ટીસ્પૂન ખાંડ
•મીઠું, હળદર
•વાટવાનો મસાલો -
•૨ લીલાં મરચાં, ૭ કળી લસણ, કટકો આદું
•૨ સૂકા મરચાં,
•૧ ડુંગળી
•૧/૨ ઝૂડી લીલા ધાણા
•૧/૨ ટીસ્પૂન ધાણાનો પાઉડર
•૩ લવિંગ,
•૨ કટકા તજ
•બધું વાટી મસાલો બનાવવો.
રીતઃ
૧૦૦ ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. ૧૦૦ ગ્રામ કાજુના કટકા કરવા. એક વાસણમાં ઘી મૂકી, ડુંગલીનું કચુંબર નાખવું. સાધારણ શેકાય એટલે વાટેલો મસાલો સાંતળવો.
ઘી દેખાય એટલે તેમાં દહીં, કાજુની પેસ્ટ, મીઠું, ખાંડ, હળદર અને પાણી નાંખવું. ઉકળે એટલે વાટેલા આદું-મરચાં, કાજુના કટકા, અને પનીરને બરાબર છૂટું કરી નાખવું.
ચના મસાલા
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ કાબુલી ચણા
•૨૫૦ ગ્રામ બટાકા
•૫૦૦ ગ્રામ પાકાં ટામેટાં
•૧ ટીસ્પૂન ચાની ભૂકી
•૪ મોટી એલચી,
•૨ લવિંગ
•મીઠું, ઘી - પ્રમાણસર
•વાટવાનો મસાલો -
•૪ સૂકાં લાલ મરચાં,
•૧ ડુંગળી
•૨ લીલાં મરચાં, કટકો આદું
•૧ ઝૂડી લીલા ધાણા
•૩ ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
•૧ ટેબલસ્પૂન ખસખસ
•મીઠું - પ્રમાણસર
•સૂકો મસાલો -
•૫ લવિંગ, ૨ કટકા તજ
•૪ મોટી એલચી, ૪ કટકા તમાલપત્ર
•૧ ટેબલસ્પૂન આમચૂર
•બધું ખાંડી મસાલો બનાવવો.
રીતઃ
ચણાને પાણીમાં ૭-૮ કલાક પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની પોટલી બાંધી નાંખવી અને મોટી એલચી નાંખવી. બફાય એટલે ચણા કાઢી લેવા.
એક વાસણમાં ઘી મૂકી, તેમાં લીલો મસાલો સાંતળવો. પછી તેમાં ટામેટાના કટકા નાંખવા. બરાબર એકરસ થાય એટલે ચણા અને સૂકો મસાલો નાંખવો. થોડું ચણા બાફેલું પાણી નાંખવું. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવા. પરોઠા સાથે પીરસવા.
નવરત્ન કોરમા
સામગ્રીઃ
•૨ ગાજર,
•૧ ડુંગળી
•૧૦૦ ગ્રામ બટાકા,
•૧૦૦ ગ્રામ ફ્લાવર
•૧૦૦ ગ્રામ લીલા વટાણા
•૩ ટેબલસ્પૂન ઘી,
•૧ કપ મોળું દહીં
•૫ કાજુ, ૫ કટકા અખરોટ
•૧૦ લાલ દ્રાક્ષ
•૧/૨ કપ તાજી મલાઈ
•૧૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ,
•૧ સફરજન
•મીઠું - પ્રમાણસર
વાટવાનો મસાલો - ૩ ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, ૧/૨ ટેબલસ્પૂન સૂકા ધાણા, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧/૨ ટીસ્પૂન જીરૂં, ૪ કળી લસણ, ૨ ડુંગળી, ૨લાલ મરચાં, ૨ લીલાં મરચાં, કટકોઆદું, ૩ લવિંગ, ૨ કટકા તજ, ૭ દાણા મરી, ૧૨૨ ઝૂડી લીલા ધાણા, બધું વાટી લેવું.
રીતઃ
ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી કટકા, છોલેલા બટાકાના કટકા, ફ્લાવરના કટકા અને વટાણા બધું વરાળથી શાક બાફી લેવું.
એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે છીણી સમારેલી ડુંગળી અને વાટેલો મસાલો સાંતળવો. મસાલો સંતળાઈ જાય અને ઘી ઉપર આવે એટલે દહીં નાંખવું. ગ્રેવી ઉકળે એટલે બાફેલાં શાક, કાજુના કટકા, દ્રાક્ષ અને અખરોટના કટકા નાંખવા.
ગ્રેવી ઉકળે એટલે તાપ ધીમો કરી મલાઈ અને લીલી દ્રાક્ષ નાંખી,૨ મીનીટ ઉકાળી નીચે ઉતારી લેવું. પીરસતી વખતે તની અંદર સફરજનનો છોલી, બારીક કટકા કરી, હલાવી ઉપયોગ કરવો."
પનીર ભૂર્જા
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પનીર
•૨ ડુંગળી,
•૫ બદામ
•૧ કપ ક્રીમ
•મીઠું, હળદર, ઘી
•વાટવાનો મસાલો - ૩ ટેબલસ્પૂન કોપરાનું ખમણ, ૪ નંગ લીલા મરચાં, કટકો આદું, ૪ કળી લસણ, ૧ ટેબલસ્પૂન ખસખસ, ૧ ટેબલસ્પૂન ચારોળી, બધું મિક્સરમાં વાટી મસાલો તૈયાર કરવો.
•ગરમ મસાલો - ૧ ટેબલસ્પૂન ધાણાનો ભૂકો, ૧ ટીસ્પૂન જીરૂંનો ભૂકો, ૧ ટીસ્પૂન તજનો ભૂકો, ૧ ટીસ્પૂન લવિંગનો ભૂકો, ૧ ટીસ્પૂન મરીનો ભૂકો, ૧/૨ટીસ્પૂન જાયફળનો ભૂકો - બધું ભેગું કરી ગરમ મસાલો બનાવવો.
•સજાવટ માટે - ૧૦ કાજુના તળેલા કટકા
•૪ ટેબલસ્પૂન ક્રીમ
રીતઃ
૧૫૦ ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. ૧૦૦ ગ્રામ પનીરને મસળી લેવું.
એક વાસણમાં ઘી મૂકી, તેમાં ડુંગળીને વાટીને નાંખવી અને સાંતળવી. પછી વાટેલો મસાલો અને અર્ધો ગરમ મસાલો નાંખી સાંતળવો. સાંતળતી વખતે થોડું પાણી છાંટવું. ઘી છૂટું પડે એટલે તેમાં નીરના તળેલા કટકા, મીઠું, હળદર, બાકી રહેલો ગરમ મસાલો નાંખવો. પછીથી ક્રીમ, બદામની પેસ્ટ અને પનીરનો ભૂકો નાંખી, એકરસ થાય એટલે ઉતારી બાઉલમાં કાઢી, ઉપર તળેલા કાજુના કટકા, કોપરાનું છીણ અને ક્રીમ નાંખી સજાવટ કરવી.
પનીર મખ્ખની
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પનીર નાના કટકા
•૫૦૦ ગ્રામ ટામેટાં - બાફી પ્યુરી
•૧/૨ કપ દૂધ
•૧ કપ ક્રીમ
•૨ ટેબલસ્પૂન ટોમેટો કેચપ
•૨ ટેબલસ્પૂન કાજુની પેસ્ટ
•૩ ટેબલસ્પૂન ઘી
•૧ ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ
•મીઠું, મરચું, ધાણાજીરૂં, ગરમ મસાલો, જીરૂ
રીતઃ
એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરૂં નાંખી, તતડે એટલે આદું-લસણની પેસ્ટ નાંખવી. સાધારણ શેકી તેમાં ટોમેટો પ્યુરી, ટોમેટો કેચપ, મીઠું, મરચું, ધાણાજીરૂં અને ગરમ મસાલો નાંખવો.
શેકાય એટલે કાજુની પેસ્ટ અને થોડું પાણી નાંખી ધીમા તાપ ઉપર રાખવું. પછી પનીરના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું. ઠંડા પડેલા પનીર-મસાલામાં ઘટ્ટ થાય તેટલું દૂધ નાંખવું. દૂધ નાંખ્યા પછી સાધારણ ગરમ કરવું. વધારે ગરમ કરવું નહિ.
કારણ ફાટી જવાનો સંભવ રહે છે. પછી ક્રીમ નાંખી ખૂબ ધીમા તાપ ઉપર ગરમ કરી ઉતારી લેવું. ૧/૨ ટીસ્પૂન ક્રીમ નાંખી, પીરસવું.
પનીર ટીકા મસાલા
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ પનીર
•૧૦૦ ગ્રામ વટાણા
•૨ ડુંગળી,
•૭ કાજુ
•૭ કળી લસણ, કટકો આદું
•૧/૨ ઝૂડી લીલા ધાણા
•૫ ટેબલસ્પૂન ટોમેટો પ્યુરે
•૧ ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો
•ઘી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂં,
•કેસરી ફ્રૂટ કલર
રીતઃ
પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરવું. વટાણાને બાફવા-લસણ-આદુંની પેસ્ટ બનાવવી.
એક વાસણમાં ઘી મૂકી, ડુંગળીનું છીણ સાંતળવું. પછી તેમાં ટોમેટો પ્યુરે નાંખી સાંતળવું. તેમાં વટાણા, પનીરના કટકા, આદું-લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરૂં, ગરમ મસાલો નાંખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, બાઉલમાં કાઢી, તળેલા કાજુના કટકા અને લીલાધાણા નાંખી સજાવટ કરવી."
પંજાબી પાંઉભાજી
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ બટાકા
•૧૦૦ ગ્રામ મટર
•૧૦૦ ગ્રામ ફ્લાવર,
•૨૫૦ ગ્રામ ટામેટાં
•૨ ટેબલસ્પન માખણ
•મીઠું, હળદર, ચમટી હિંગ
•વાટવાનો મસાલો -
•૧ ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, ૧ ટીસ્પૂન ખસખસ,
•૧ ડુંગળી,
•૭ કળી લસણ,
•૨ લીલાં મરચાં, કટકો આદું, બધું ભેગું કરી, થોડું પાણી નાંખી વાટવું.
•પાંઉભાજીનો મસાલો -
•૧ ટીસ્પૂન ધાણા,
•૧/૨ ટીસ્પૂન જીરૂ
•૨ લવિંગ, ૧ કટકો તજ
•૨ એલચી, ૪ દાણા મરી
•૧/૨ ટીસ્પૂન શાહજીરૂં
•૧/૪ ટીસ્પૂન બાદિયા
•૧/૪ ટીસ્પૂન અનારદાણા
•૨ તમાલપત્ર
•દરેક વસ્તુ ધીમા તાપે શેકી, ખાંડી, કોરો મસાલો બનાવવો.
રીતઃ
બટાકાને બાફેલી, છોલી, છૂંદો કરવો. તેમાં મીઠું, હળદર, હિંગ અને પાંઉભાજીનો મસાલો નાંખવો. મિક્સરમાં અધકચરા વાટી લેવાં. ફ્લાવરનાં ફૂલને બાફી સમારવાં. ટામેટાંના કટકા કરવા.
એક તપેલીમાં માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં મરટનો ભૂકો, ફ્લાવર અને ટામેટાંના કટકા નાંખી ધીમે તાપે સાંતળવા. બરાબર સંતળાઈ જાય એટલે બટાકાનો છૂંદો નાંખવો.
પછી તેમાં સાધારણ ગરમ પાણી થોડું થોડું નાંખતાં જવું. બરોબર લોચા જેવું થાય એટલે ઉતારી લેવું. નાના ગોળા પાંઉને તવા ઉપર માખણમાં તળી શાક સાથે પીરસવા.
શાહી પનીર
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પનીર
•૫૦૦ ગ્રામ ટામેટા અથવા ૧, ૧/૨ કપ પ્યુરે
•૧૦૦ ગ્રામ ક્રીમ,
•૭ કાજુ
•૨ ડુંગળી,
•૨ કેપ્સીકમ
•૫ કળી લસણ, કટકો આદું
•૧ ટીસ્પૂન ગરમ મસાલો
•૧ ટીસ્પૂન ધાણાજીરૂ
•૧/૪ ટીસ્પૂન ખાંડ
•મીઠું, મરચું, હળદર, ઘી
રીતઃ
૧૫૦ ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવા, ૧૦૦ ગ્રામ પનીરનું છીણ કરવું. ટામેટાને મ્કસરમાં વાટી પ્યુરે બનાવવો. લસણ અને આદુંને વાટી પેસ્ટ બનાવવી.
એક વાસણમાં ઘી ગરમ કરી ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે આદું-લસણની પેસ્ટ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, ખાંડ અને ગરમ મસાલો નાંખવો. સાધારણ સંતળાય એટલે તેમાં ટોમેટો પ્યુરે અને કેપ્સીકમનાં બી કાઢી કતરી નાંખવી.
થોડી વાર પછી મિક્સ થાય એટલે તેાં પનીરના તળેલા કટકા, પનીરનું છીણ અને કાજુના કટકા નાંખવા. બરાબર ઘટ્ટ થાય એટેલ ક્રીમ નાંખી ઉતારી લેવું. પરોઠા-નાન સાથે ગરમ પીરસવું.
વેજિટેબલ જયપુરી
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ કોબી,
•૧૦૦ ગ્રામ લીલા વટાણા
•૨ બટાકા,
•૨ ગાજર
•૩ ટામેટાં,
•૩ લીલાં મરચાં૩ ટેબલસ્પૂન ઘી, ૧/૨ ટીસ્પૂન ખાંડ
•૧/૨ ટીસ્પૂન લાલ મરચું
•૧ ઝૂડી લીલા ધાણા
•મીઠું - પ્રમાણસર
•વાટવાનો મસાલો - ૨ ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, ૧ ટેબલસ્પૂન સૂકા ધાણા, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧ ડુંગળી, ૫ કળી લસણ બધું ભેગું કરી, થોડું પાણી નાંખી મસાલો વાટવો.
•સૂકો મસાલો - ૫ કટકા તજ, ૫ લવિંગ, ૭ દાણા મરી, ૧/૨ ટીસ્પૂન જીરૂ ખાંડી, મસાલો બનાવવો.
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા, છોલેલા બટાકાના કટકા અને લીલા વટાણા બધું વરાળથી બાફી લેવું. કોબીજને ઝીણી સમારવી.
એક તપેલીમાં ૨ ચમચા ઘી મૂકી, વાટેલો મસાલો સાંતળવો. સુગંધ આવે એટલે કોબીજ નાંખી, હલાવું. થોડું કપાણી છાંટી ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દેવું. ત્યારબાદ વટાણા, બટાકા, ગાજર, સૂકો મસાલો અને ટામેટાંના કટકા નાંખી શાક સાંતળવું. થોડું પાણી છાંટતાં જવું. પછી લીલાં મરચાંના કટકા, મીઠું, ખાંડ અને લાલ મરચું નાંખી, થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. પીરસતી વખતે લીલા ધાણા નાંખી, પરોઠા સાથે ઉપયોગમાં લેવું. ઉપર ૧ચમચી ઘી નાંખવું."
વેજિટેબલ મખ્ખનવાલા
સામગ્રીઃ
•૨ ડુંગળી, ૨ ગાજર,
•૧૦૦ ગ્રામ ફણસી
•૧૦૦ ગ્રામ બટાકા,
•૧૦૦ ગ્રામ કોલીફ્લાવર
•૧૦૦ ગ્રામ લીલા વટાણા
•૪ ટેબલસ્પૂન માખણ
•૨ ટામેટાં
•૧ લીંબુ
•૧ કપ નાળિયેરનું જાડું દૂધ
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૧ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
•૧ નાની ઝૂડી લીલા ધાણા
•મીઠું, કાજુ, દ્રાક્ષ - પ્રમાણસર
•વાટવાનો મસાલો -
•૪ લવિંગ, ૩ એલચી,
•૩ કટકા તજ, ૫ દાણા મરી
•૩ લીલા સૂકાં મરચાં
•૧/૪ ટીસ્પૂન હળદર
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, લાંબી ચીર, ફણસીના લાંબા ટકતા, બટાકાને છોલી લાંબી ચીર, ફ્લાવરનાં ઉપરનાં ફૂલના કટકા અને વટાણા બધું વરાળથી બાફી લેવું.
એક વાસણમાં ૨ ચમચા માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ડુંગળીનું કચુંબર નાંખી, સાંતળવું. ત્યારબાદ તેમાં બધાં બાફેલાં શાક, મીઠું અને ટામેટાંના કટકા નાંખવા.
બરાબર સંતળાય એટલે નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. ઉકળે એટલે કાજુના કટકા, લાલ દ્રાક્ષ અને બદામી કતરી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. લીંબનો રસ અને લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે ૨ ચમચા માખણ નાંખી, પરોઠા, બ્રેડ, નાન સાથે ઉપયોગ કરવો.
આબળાનું અથાણું
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ ખાંડ
•૧૦૦ ગ્રામ આદું
•૧૦૦ ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો
•૧૦૦ ગ્રામ મરચું
•૧૦૦ ગ્રામ મીઠું
•૧૦૦ ગ્રામ રાઈનો પાઉડર
•૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
રીતઃ
હળદર, રાઈ, હિંગ, તેલ પ્રમાણસર, એક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ રાખી, ઉતારી લેવું. જેથી આબળાં કડક રહે. આબળાં ઠંડા પડે એટલેકટકા કરી, કોરાં કરવા. તેમાં લીંબનો રસ નાંખી ૧ કલાક આથી રાખવાં.
મેથીનો કરકરો ભૂકો, મીઠું, મરચું, રાઈનો પાઉડર અને હળદર નાંખી, મસાલો તૈયાર કરવો. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ નાંખી, આદુંને છોલી કટકી કરી નાંખવી. બરાબર સંતળાય એટલે ઉતારી, વધારો ઠંડો પડે એટલે મસાલો વઘારવો..
આંબળાનો જામ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ આંબળા
•૩૫૦ ગ્રામ ખાંડ
•૨ ચમચી એલચી પાઉડર
•મીઠું સ્વાદ અનુસાર
રીતઃ
સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો.
- ક્રશ કરેલા આંબળાને એક તપેલીમાં કાઢી તેમાં ખાંડ ઉમેરી ગેસ પર ધીમા તાપે બરાબર હલાવો.
- જ્યાં સુધી બધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતાં રહો.
- પછી તેમાં એલચી પાઉડર અને મીઠું ઉમેરી હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
- ઠંડુ થયા પછી એક બોટલમાં ભરી લો. આંબળાના જામને બ્રેડ સાથે પરોઠા સાથે સર્વ કરો.
નોંધઃ આંબળાને બાફતી વખતે ધ્યાન રહે કે તેમાં બિલકુલ પાણી ન હોય.
આબળાનો મેથંબો
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ આબળાં
•૫૦૦ ગ્રામ ગોળ
•૧૦૦ ગ્રામ મેથીનો મસાલો
રીતઃ
તેલ, જીરૂં, વરિયાળી, ધાણા રાઈ, હિંગ, આખાં સૂકાં મરચાં, આબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી.
બી કાઢી નાંખવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, જીરૂં, વરિયાળી, ધાણા, હિંગ અને આખાં મરચાંનો વઘાર કરી, આબળાંના કટકા વઘારવા. તેમાં ચપ્પુથી કાપી ગોળ નાંખવો. ગોળનો રસો જાડો થાય એટલે ઉતારી, મેથીનો મસાલો નાંખી હલાવવું.
આબળાનું રાઈનું અથાણું
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ આબળાં
•૫૦ ગ્રામ રાઈનો પાઉડર
રીતઃ
મીઠું, હળદર, ગોળ, તેલ રાઈ, હિંગ, મેથી - પ્રમાણસર","આબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના આંકા પ્રમાણે ચીરીઓ કરવી. રાઈના પાઉડરને પાણીમાં સારો ફીણવો. ચડે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ નાંખી સારી રીતે ફીણી તેમાં આબળાંના કટકા રગદોળવા. તેલમાં રાઈ, હિગ અને મેથી (ભાવે તો) નાંખી વઘાર કરવો. ઠંડો પડે એટલે આબળાંમાં રેડી દેવો.
આંબળા વિથ ડરાયફ્રૂટ મુરબ્બો
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ બાફેલા આંબળા
•૫૦૦ ગ્રામ ખાંડ
•૫૦ ગ્રામ કાજુના ટુકડા
•૧/૨ કપ પાણી
•૧ ટીસ્પૂન એલચી પાઉડર
રીતઃ
સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો.
- એક પેનમાં ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બે તારી ચાસણી બનાવો.
- ચાસણી બની ગયા પછી આંબળાની પેશી નાખી ફરી ૧૦ મિનીટ ઉકળવા દો.
- પછી નીચે ઉતારી લો. મુરબ્બો ઠંડો થયા બાદ તેમાં કાજુના ટુકડા અને એલચી પાઉડર ઉમેરો.
- આંબળા વિથ ડરાયફ્રૂટ મુરબ્બો તૈયાર છે.
એપલ પીકલ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ખાંટા સફરજન
•૧૫૦ ગ્રામ ગોળ
•૧૫૦ ગ્રામ મેથીનો સંભાર
•૧ લીંબુ, તેલ - મીઠું - પ્રમાણસર
રીતઃ
સફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, ૪-૫ કલાક, રહેવા દેવા. પછી કટકાને કોરા કરી, તેલમાં રગદોળવા. તેમાં મેથીનો સંભર અને ગોળનો બારીક ભૂકો નાંખી હલાવી બરણીમાં ભરી દેવું.
બોરની રાયતી
સામગ્રીઃ
•૧ કિલો બોર
•૧૦૦ ગ્રામ ખાંડેલી રાઈ
રીતઃ
મીઠું, હળદર, તેલ, ખારેક વરિયાળી, મરી, ગોળ, લીંબુનો રસ","બોરને લીંબુના રસમાં મીઠું નાંખી, એ દિવસ આથી રાખવાં. ખાટાં બોર હોય તો એકલા મીઠામાં આથવા. બીજે દિવસે બી કાઢી અડધિયાં કરી, તડકામાં સૂકવવાં. વધારે સુકાઈ જાય નહિં તેની કાળજી રાખવી. રાઈને પાણીમાં ફીણી, સરસ ચઢે એટલે તેમાં મીઠું હળદર, થોડો કાતરેલો ગોળ અને તેલ નાંખી ફીણવું પછી તેમાં બોર રગદોળવાં. ખારેકને લીંબુના રસમાં મીઠું નાંખી આથી રાખવી. પછી તેમાંથી બી કાઢી, કટકા કરી, નાંખવી. આખાં મરી અને છડેલી વરિયાળી નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું. સરસિયાંનું તેલ ભાવતું હોય તો તેનો ઉપયોગ થઈ શકે.
કેપ્સીકમ મરચાંનું અથાણું
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ રાઈનો પાઉડર
•૧૦૦ ગ્રામ લીંબુનો રસ
•૫૦૦ ગ્રામ કેપ્સીકમ
•૩ ટેબલસ્પૂન તેલ
•૧ ટીસ્પૂન તજનો પાઉડર
•૧ ટીસ્પૂન લવિંગનો ભૂકો
•૧ ટીસ્પૂન મરીનો ભૂકો
રીતઃ
મીઠું, હળદર - પ્રમાણસર, રાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી મૂકવો. રાઈ ફૂલીને અથાઈ જશે. મોટાં મરચાંને ધોઈ, કોરાં કરી, લાંબી, જાડી, કાતરી કરવી. એક વાસણમાં તેલ ગરમ મૂકી, સારૂં ગરમ થાય એટલે ઉતારી, તજ-લવિંગ-મરીનો ભૂકો નાંખવો. તેલ બરાબર ઠંડું થાય એટલે તેમાં મરચાંની કાતરી અને ફીણેલી રાઈ ભેળવી, અથાણું બરણીમાં ભરી લેવું. બરણીને બે-ત્રણ કલાક તડકામાં મૂકવી જેથી અથાણાંમાં રાઈ સારી રીતે મિક્સ થાય.
નોંધ - આ અથાણું તાજું જ સ્વાદિષ્ટ લાગે છે. ૧૦ થી ૧૫ દિવસ ટકી શકે છે. અથાણાંના શોખીન પણ વધુ તીખું ન ખાઈ શકે તેને માટે આ અથાણું અતિ ઉત્તમ છે.
ગાજરનાં ખારિયાં
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ લાલ મોટાં ગાજર
•૫૦ ગ્રામ ખાંડેલી રાઈ
•૪ લીંબુ,
•મીઠું, હળદર, તેલ, થોડો ગોળ
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ અને લીલો ભાગ કાઢી લાંબી ચીરીઓ કરવી. લીંબુનો રસ અને મીઠું નાંખી, સાત-આઠ કલાક આથી રાખવી. પછીથી તેને તડકામાં સાધારણ સૂકવવી. ઉપરનું પડ સુકાય એટલા જ સૂકવવા, વધારે નહિ, પછી દળેલી રાઈને થોડા પાણીમાં ખૂબ ફીણવી. સરસ ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ અને તલનું તેલ નાંખી, પીણી તેમાં ચીરીઓ રગદોળવી. બરણીમાં ભરી લેવી.
નોંધ - આ કારિયાં વધારે દિવસ રહી શકે નહિ પણ ગાજરનું પોષણમૂલ્ય વધારે હોવાથી શિયાળામાં બીજાં અથાણાનો વપરાશ ઓછો કરી, આવું અથાણું તાજું બનાવી ઉપયોગ કરવો.
ગાજરનું અથાણું
સામગ્રીઃ
•૧ કિલો ગાજર
•૫૦૦ ગ્રામ લીંબુ
•૧૦૦ ગ્રામ રાઈનો પાઉડર
•૫૦ ગ્રામ વરિયાળી
•૫૦ ગ્રામ આદું
•૨૫ ગ્રામ લીલી હળદર
•૨ ચમચા મરીનો મોટો ભૂકો
•૨ ચમચો મરચાંની ભૂકી
•૧ જીડવું લસણ, મીઠું, તેલ, હળદર
રીતઃ
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને છોલી બારીક કતરી કરવી. વરિયાળીને અધકચરી ખાંડવી. લસણને ઝીણું વાટવું. એક થાળીમાં બધો મસાલો ભેગો કરી તેમાં મીઠું, હળદર, મરચું, મરીનો ભૂકો, રાઈનો ભૂકો, અને તેલ નાંખી, ગાજરની કાતરી, આદું અને હળદરની કાતરી રગદોળી દેવી. એક બરણીમાં અથાણું ભરી તેમાં લીંબુનો રસ નાંખી, ચમચાથી હલાવવું. બરણીનું મોઢું એક કપડાથી બાંધી બરણી તડકામાં મૂકવીં. એક બે દિવસ તડકામાં બરણી રાખવીં. એક વાર રોજ અથાણું હલાવું.
એપલ-ટામેટાની ચટણી
સામગ્રીઃ
•ટામેટાં - ૨૫ ગ્રામ
•સફરજન - ૧૫૦ ગ્રામ
•ખાંડ - ૧૦૦ ગ્રામ
•આદું - ૧૦૦ ગ્રામ
•એસિટિક એસિડ -જરૂર પ્રમાણે
•તજ - ૨ નંગ
•લવિંગ - ૪-૫ નંગ
•એલચી - ૩-૪ નંગ
•મરચું - ૧ ચમચી
•મીઠું - સ્વાદ મુજબ
રીતઃ
ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ ઉકાળો. સહેજ ઠંડું થાય એટલે મિકસરમાં ક્રશ કરી તેમાં ખાંડ અને આદું નાખી ફરીથી થોડી વાર ઉકાળો. ઘટ્ટ થવા આવે એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. છેલ્લે બધા મસાલા અને પ્રીઝર્વેટિવ મિક્સ કરીને સ્વચ્છ ડબ્બામાં ભરી લો.
દાળિયાની ચટણી
સામગ્રીઃ
•૨૫ ગ્રામ ચણાના દાળિયા
•૫ લીલાં મરચાં
•કટકો આદું
•૨૫ ગ્રામ લીલા ધાણા
•થોડું લીલું લસણ
•મીઠું
•ખાંડ
રીતઃ
૨૫ ગ્રામ ચણાના દાળિયા, ૫ લીલાં મરચાં, કટકો આદું, ૨૫ ગ્રામ લીલા ધાણા, થોડું લીલું લસણ, મીઠું અને ખાંડ નાંખી ચટણી વાટવી. ૫૦ ગ્રામ દહીંને વલોવી, તેમાં ચટણી મિક્સ કરવી.
લસણ ચટણી
સામગ્રીઃ
•સિંગદાણા
•સૂકું મરચું
•મીઠું
રીતઃ
મોટું જીડવું સૂકું લસણ લઈ, ફોલી, તેમાં ૨૫ ગ્રામ સિંગદાણા, ત્રણ ચમચા સૂકું મરચું અને મીઠું નાંખી વાટવું. વાટતી વખતે પાણી લેવું. પછી તેમાં ગોળ નાંખી, વાટી, લાલ ચટણી બનાવવી.
લીલા લસણની ચટણી
સામગ્રીઃ
•૫૦ ગ્રામ લીલું લસણ
•૨૫ ગ્રામ સિંગદાણા
•૫ લીલાં મરચાં
રીતઃ
૫૦ ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં ૨૫ ગ્રામ સિંગદાણા, ૫ લીલાં મરચાં, કટકો આદું, લીલા ધાણા અને મીઠું નાંખી વાટી તેમાં થોડો ગોળ નાંખી બરાબર વાટી લીલી ચટણી બનાવવી.
પાઈનેપલની ચટણી
સામગ્રીઃ
•પાઈનેપલનું છીણ - ૨ કપ,
•રાઈ - ૧ ચમચી,
•ખાંડ - ૪ ચમચા,
•કિશમિશ - ૧ ચમચી,
•ચાટમસાલો - ૧ ચમચી,
•લાલ મરચાં - ૧ નંગ,
•તેલ - ૧ ચમચી,
•મીઠું - પા ચમચી
રીતઃ
ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ લાલાશ પડતા થાય એટલે રાઈ નાખી તતડે પછી પાઈનેપલનું છીણ નાખો. ખાંડ અને મીઠું ઉમેરી પંદર મિનિટ રહેવા દો. પછી આંચ પરથી ઉતારી ઠંડી થાય એટલે ચાટમસાલો ભેળવો. આ ચટણી સેન્ડવિચ કે પરોઠા સાથે બાળકોને ખૂબ ભાવશે.
કોઠાંની ચટણી
સામગ્રીઃ
•૨ પાકાં કોઠા
•સૂકું મરચું
•મીઠું, જીરૂં
રીતઃ
૨ પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરૂં નાંખી વાટવો.
બી બરાબર વટાઈ જાય એટલેજેટલો ગળ હોય તેથી ડબલ ગોળ નાંખવો.
વધારે ગળી ચટણી બનાવવી હોય તો અઢીગણો ગોળ પણ નાંખી શકાય.
તેમાં એક ચમચો સૂકું મરચું નાંખી ચટણી વાટવી.
વાટતી વખતે પાણી નાંખી, નરમ રાખવી.
કારણ થોડીવાર પછી કઠણ થઈ જાય છે.
બીજે દિવસે ચટણીનો ઉપયોગ કરવો હોય તો થોડું તેલ ગરમ કરી, તેમાં થોડી હિંગ નાંખી, તેલ ઠંડું પડે એટલે ચટણીમાં નાંખી, હલાવી, રાખવાથી ચટણી કઠણ થતી નથી.
બ્લૂ લાઈમ શરબત
સામગ્રીઃ
•લીંબુ,
•બ્લૂ કલર,
•સુગર ક્યૂબ,
•આદુ,
•સોડા,
•બરફ,
•ડેકોરેટ સ્ટ્રોક
રીતઃ
સૌપ્રથમ બ્લૂ કલર, સુગર, આદું અને બરફને મિક્સર ગ્રાઈન્ડરથી મિક્સ કરી લો. હવે લીંબુને કાપીને તેનો રસ નીકાળો. તૈયાર મિક્સચરને એક જગમાં નીકાળો. તેમાં લીંબુનો રસ અને સોડા નાખીને બરાબર હલાવો. ગ્લાસને ડેકોરેટ કરવા માટે ડેકોરેટ સ્ટ્રોક લગાવી દો. આ સાથે લેમનની એક સ્લાઈસ પણ લગાવી દેવી. લો તૈયાર થઈ ગયો તમારો કૂલ બ્લૂ લાઈમ જ્યૂસ.
ફગવા રબડી ચણા ગોલા
સામગ્રીઃ
•ધાણી - ૧૦૦ ગ્રામ
•ખાંડ - ૧૦૦ ગ્રામ
•દૂધ - ૧ લિટર
•ચણા-૧૦૦ ગ્રામ
•પનીર-૫૦ ગ્રામ
•કાજુ, બદામની કતરણ-જરૂર મુજબ
•કાજુ, બદામ પાઉડર-૧ ચમચી
•એલચી પાઉડર-૧ ચમચી
•ટોપરાનું છીણ-૧ ચમચી.
રીતઃ
સૌપ્રથમ ધાણીને મિક્ષચરમાં ક્રશ કરીને સાઈડ પર રાખવી. ત્યારબાદ એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ ઉકળવા આવે ત્યારે તેમાં ધાણી ક્રશ કરેલી નાંખવી ને દૂધ ઘટ્ટ થઈને મલાઈ થવા આવે ત્યારે ઉતારીને બાજુ પર રાખવું. ચણાને મિક્ષચરમાં ક્રશ કરીને પનીર દૂધ મિક્સ કરી ચણાનો પાઉડર, એલચી પાઉડર, કાજુ પાઉડર, ટોપરાનું છીણ બધું મિક્સ કરીને ખૂબ જ મસળવું. એકદમ મુલાયમ થઈ જાય ત્યારબાદ તેના ગોળા વાળીને રાખો. રબડી ઠંડી કરીને તેમાં ગોળા નાખીને બાઉલમાં કાઢીને સર્વ કરો. બદામની કતરણથી ર્ગિાનશ કરી સર્વ કરવું.
જામફળ-લેમન શરબત
સામગ્રીઃ
•જામફળ - ૧ કિલો
•પાણી - જામફળ બાફવા માટે
•લીંબુ - ૫૦૦ ગ્રામ
•ખાંડ - દોઢ કિલો
•પાણી - ૫૦૦ ગ્રામ ચાસણી બનાવવા માટે
•મરીનો પાઉડર - ૨૦ ગ્રામ
•સંચળ - ૨૦ ગ્રામ
•જીરૂં પાઉડર - ૨૦ ગ્રામ
•મીઠું - સ્વાદ મુજબ
રીતઃ
જામફળના ટુકડા સમારી તેને પાણીમાં બાફી લો. ઠંડા થવા દઈ મિક્સરમાં ક્રશ કરી લો. ખાંડમાં પાણી ઉમેરી તેની ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી હલાવીને ચાસણી ગાળી લો. ચાસણી ઠંડી પડે એટલે તેમાં બાકીનો લીંબુનો રસ, જામફળનો પલ્પ, મરીનો પાઉડર, જીરૂં, સંચળ અને મીઠું ભેળવો. પછી તેને બોટલમાં ભરી લો. સર્વ કરતી વખતે ગ્લાસમાં નેક્ટર રેડી તેનાથી ચાર ગણું પાણી ઉમેરી હલાવો.
લેમન-ફૂદિના મોકટેઈલ
સામગ્રીઃ
•૨ લીંબુનો રસ
•૧/૨ કપ ખાંડ
•૧ કપ તાજો ફૂદિનો
•૩ કપ પાણી
•૧ ટીસ્પૂન મરી પાવડર
રીતઃ
એક મોટા વાસણમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીને ઓગાળો.
- તેમાં ફૂદિનાના પાનને ઝીણા સમારીને અથવા પીસીને મિક્સ કરો જેથી તેનો રસ મિશ્રણમાં ભળી જાય.
- હવે તેમાં પાણી ઉમેરી બરાબર હલાવો. હવે તેમાં મરી પાવડર ઉમેરો.
- તરત પીવા માટે આઈસ ક્યૂબ નાંખીને હલાવીને પી શકો.
- થોડી વાર પછી પીવા માટે ફ્રિઝમાં મૂકી દો.
સ્ટ્રોબેરી લિચી લેયર્ડ યોગર્ટ
સામગ્રીઃ
•૧/૨ કપ-દહીંનો મસ્કો, (૫૦૦ મીલી દહીંમાંથી બનાવેલ હંગ કર્ડ) ૬-તાજી સ્ટ્રોબેરી
•૨ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી ક્રશ
•૩ ટેબલસ્પૂન-કન્ડેન્સ્ડ મિલ્ક
•૪ ટેબલસ્પૂન-આઈસિંગ સુગર
•૨ ટેબલસ્પૂન-લિચી ક્રશ
•૧ ટી.સ્પૂન-બદામની ઝીણી કતરણ
•૨ ટીપાં-વેનિલા એસેન્સ.
રીતઃ
(૧) ૪ સ્ટ્રોબેરીના નાના ટુકડા કરવા. ૨ સ્ટ્રોબેરીની પાતળી સ્લાઈસ કરવી. સ્ટ્રોબેરીના ટુકડામાં ૧ ટેબલસ્પૂન આઈસિંગ સુગર મિક્સ કરવી.
(૨) મસ્કામાં બાકી રહેલી આઈસિંગ સુગર અને કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી લેવું. આ મસ્કાના ત્રણ ભાગ કરવા.
(૩) પહેલા ભાગમાં સ્ટ્રોબેરી ક્રશ મિક્સ કરવો.
બીજા ભાગમાં લિચી ક્રશ મિક્સ કરવો.ત્રીજા ભાગમાં બદામની કતરણ અને વેનિલા એસેન્સ મિક્સ કરવું.
(૪) ડેઝર્ટ સર્વ કરવા માટે ૩ નાના ઊંંડા કાચના બાઉલ્સ અગર ઊંભા નાના કપ લેવા. જેમાં સૌથી નીચે સ્ટ્રોબેરી ક્રશ મિશ્રિત મસ્કો દરેક કપમાં મૂકવો. તેના ઉપર સ્ટ્રોબેરીના ઝીણા સમારેલા ટુકડા ગોઠવવા. તેની ઉપર લિચી ક્રશવાળો મસ્કો ગોઠવવો. ફરી સ્ટ્રોબેરીના ટુકડા ગોઠવવા. છેલ્લા લેયર માટે વેનિલા એસેન્સ અને બદામની કતરણવાળું હંગકર્ડ / મસ્કો પાથરી સ્લાઈસ કરેલ સ્ટ્રોબેરી અને બદામની કતરણથી સજાવી ફ્રીજમાં ખૂબ ઠંડું કરવા મૂકવું.
(૫) ત્રણ રંગનું આ લેયર્ડ યોગર્ટ બરાબર ઠંડું થઈ સેટ થયા બાદ સર્વ કરવું. (૩ નાના સર્વિંગ્સ)
સફરજનનું શાક
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ લાલ સફરજન
•૨ ડુંગળી, ૨ કેપ્સીકમ
•૨ લીલા મરચાં, કટકો આદું
•૧/૪ ઝૂડી લીલા ધાણા
•૧ ક્યુબ ચીઝ
•૧ ૧/૨ કપ નાળિયેરનું દૂધ
•૧/૨ કપ ફ્રેશ ક્રીમ
•૧ ટેબલસ્પન કોર્નફ્લોર
•૧ ટેબલસ્પૂન માખણ
•મીઠું, મરચું, હળદર,
•ખાંડ - પ્રમાણસર
રીતઃ
સફરજનની છાલ કાઢી, ચોરસ કટકા કરી, મીઠાના પાણીમાં રાખવા. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરવો.
એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાખવું. પછી તેમાં કેપ્સીકમની પાતળી ચીરી, અને ખમણેલું ચીઝ નાંખવું. પછી નાળિયેરનું દૂધ, મીઠું, મરચું, હળદર, ખાંડ અને વાટેલા આદું-મરચાં નાંખી હલાવવું, ઉકળે એટલે સફરજનના કટકા નાંખી પાંચ મિનિટ ઉકાળવુહં. બરાબર મિસ્ક થાય એટલે ઉતારી ક્રીમ અને લીલા ધાણા નાંખી આપવું.
સૂરણ-વટાણાનું રસાદાર શાક
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ સૂરણ
•૨૫૦ ગ્રામ લીલા વટાણા
•૧ ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
•૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
•૧ ટેબલસ્પૂન તલ,
•૧ લીંબુ
•૧ ટીસ્પૂન કોર્નફ્લોર
•૨ કપ નાળિયેરનું દૂધ
•મીઠું, હળદર, મરચું, ખાંડ, તજ, લવિંગ, તેલ
•સજાવટ માટે - ચણાની ઝીણી સેવ
•લીલા ધાણા, લીલી ચટણ (ઐચ્છિક)
રીતઃ
સૂરણને છોલી, કટકા કરી બાફી લેવા. પછી તેલમાં તળી લેવા. વટાણાને બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલેતજ-લવિંગ (અધકચરા ખાંડી) નાંખી, સૂરણ અને વટાણા વઘારવા. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવું. પછી મીઠું, હળદર, મરચું, ખાંડ, તલ, આદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લીંબુનો રસ નાંખવો. એક બાઉલમાં શાક કાઢી ઉપર ચણાની સેવ અને લીલા ધાણા ભબરાવી સર્વ કરવું.
ગ્રીન ગ્રેવીમાં વડીનું શાક
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ લીલી વટાણા
•૨૫૦ ગ્રામ મગની અથવા અડદની દાળની વડી
•૨૦૦ ગ્રામ બટાકા (બાફેલા)
•૧ કપ દહીં
•૧ ટીસ્પૂન ધાણા,
•૧ ટીસ્પૂન જીરૂં, ૫ લવિંગ,
•૪ કટકા તજ, ૩ મોટી એલચી,
•૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો
•૧/૨ ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી
•મીઠું, હળદર, ખાંડ, તેલ, હિંગ, જીરૂં
રીતઃ
એક વાસણમાં થોડું તેલ મૂકી હિંગ નાખી વટાણા વઘારવા. મીઠું અને પાણી નાખી બાફવા. બફાઈ જાય એટલે ઉતારી તેમાં ધાણા-જીરૂં-લવિંગો, તજ અને મોટી એલચીને થોડા તેલમાં શેકી નાંખી, ઠંડા પડે એઠલે મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. મગની અથવા અડદની દાળની વડીને થોડા તેલમાં શેકી લેવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં જીરૂં નાખી વટાણાની પેસ્ટ વઘારવી. થોડું મીઠું, જરાક હળદર, મરચું, ખાંડ અને મરીનો ભૂકો નાંખવો. બટાકાના મોટા કટકા અને તળેલી વટી નાંખી, થોડું પાણી નાખવું. ગ્રેવી જાડી થાય એટલે દહીં નાખવું. બરાબર ખદખદે એટલે ઉતારી લીલા ધાણા નાખવા.
પાતળભાજી
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ ચણાની દાળ
•૧૦૦ ગ્રામ અળવીના પાન
•૨૫ ગ્રામ સિંગદાણા,
•૨૫ ગ્રામ ચણાનો લોટ
•૨ ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
•૨ ટેબલસ્પૂન તલ,
•૭ કળીલસણ
•૫ લીલાં મરચાં,
•૧ કટકો આદું
•મીઠું, મરચું, હળદર, ગોળ, આબલી,
•સોડા,તેલ, રાઈ, હિંગ
•આખાં મરચાં - પ્રમાણસર
રીતઃ
એક તપેલીમાં પાણીનું અધરણ મૂકી, ઉકળે એટલે ચણાની દાળ ધોઈને નાંખવી. ચપટી સોડા નાંખવો. અડધી બફાય એટલે તેમાં અળવીનાં પાનની નસ કાઢી, સમારી, ધોઈ, અંદર નાંખવા. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, અધકચરા ખાંડીને નાંખવા. બધું બરાબર બફાય એટલે ચણાના લોટને પાણીમાં મિક્સ કરી અંદર નાંખવો. પછી મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, તલ, વાટેલાં આદું-મરચાં અને ગોળ-આબલીનું જાડું પાણી નાંખવું. તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાના કટકાનો વઘાર કરવો. જાડું રસાદાર થાય એટલે ઉતારી, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા.
બટાકાની પાતળભાજી
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ બટાકા,
•૧ લીંબુ
•૧ ટેબલસ્પૂન તલ
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•૧ ઝૂડી લીલા ધાણા
•મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ, રાઈ, હિંગ
•વાટવાનો મસાલો -
•૩ ડુંગળી, ૭ કળી લસણ,
•૩ લીલાં રમચાં, કટકો આદું
•૨ ટેબલસ્પૂન દક્ષીણી ગરમ મસાલો
•૨ ટેબલસ્પૂન કોપરાનું છીણ
•ડુંગળીને ગેસ ઉપર જાળી મૂકી શેકવી. કેળાં છોડાં કાઢી, કટકા કરવા. તેમાં કોપરાનું ખમણ, લસણ, આદું-મરચાં, દક્ષિણી ગરમ મસાલો, (રીત મસાલા વિભાગમાં આપેલી છે) અને મીઠું, નાંખી, બારીક મસાલો વાટવો.","બટાકાને બાફી છોલી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને આખાં સૂકાં મરચાંના કટકાનો વગાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં બટાકાના કટકા નાંખવા. એકાદ વખત હલાવી તેમાં ૧ કપ પાણી, મીઠું, મરચું, હળદર, ખાંડ અને તલ નાંખવા. જાડું રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
ભરેલાં પરવળ (મદ્રાસી)
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ પરવળ (મોટાં)
•૨૫૦ ગ્રામ બટાકા
•૨ ડુંગળી, ૧ લીંબુ
•૫ લીલાં મરચાં, ૨ કટકા આદું
•૧૦૦ ગ્રામ ચણાનો લોટ
•૨ ટેબલસ્પૂન કોપરાનું ખમણ
•મીઠું, હળદર, તેલ, રાઈ, મરચું,
•મીઠાં લીમડાના પાન
રીતઃ
પરવળને ધોઈ આખા અથવા બે કટકા કરી, અધકચરા (કડક) બાફવા. પછી તેનાં બી કાઢી, મીઠું ભેળવી અલગ રાખી મૂકવાં. બટાકાને બાફી, છોલી, છૂંદો કરવો. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ ને મીઠા લીમડાના પાન નાંખી, ડુંગળીને સમારીને નાખવી. બદામી રંગ થાય એટલે તેમાં બટાકાનો છૂંદો મરચાંના બારીક કટકા, વાટેલું આદું, મીઠું અને મરચું નાંખી, હલાવી, ઉતારી, લીંબુનો રસ નાંખવો. પરવળમાં બટાકાનું મિશ્રણ ભરવું. ચણાના લોટમાં મીઠું અને થોડીક હળદર નાંખી, પાતળું ખીરૂં બાંધવું. તેમાં પરવળ બોળી, તેલમાં તળી લેવા.
ખમણ પૌઆ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પૌંઆ
•૨૫૦ ગ્રામ ચણાની દાળ
•૧૦૦ ગ્રામ બટાટા
•૫૦ ગ્રામ સિંગદાણા
•૧૫ નંગ કાજુ
•૧૫ નંગ કિસમિસ
•૩ નંગ લીલા મરચાં
•૧ કટકો આદું
•૧ ટી સ્પૂન તલ
•૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
•૧ ઝૂડી લીલા ધાણા
•૧ નંગ લીંબુ
•૭ કળી લસણ
•૧૦૦ ગ્રામ ઝીણી સેવ
•૨ ટેબલ સ્પૂન બટાટાની તળેલી કાતરી
•૨ ટેબલ સ્પૂન ટોપરાનું છીણ
•મીઠું સ્વાદાનુસાર
•મરચું
•હળદર
•ખાંડ
•તેલ
•તજ
•લવિંગ
•તમાલપત્ર
રીતઃ
સોપ્રથમ પૌંઆને ધોઈને થાળીમાં છૂટા કરી દો. ચણાની દાળને રાત્રે પલાણી દેવી. સવારે તેને જાડી પીસી લેવી. પછી કૂકરમાં બાફી લેવી. ઠંડી પડે એટલે છૂટો ભૂકો કરવો. બટાટાને બાફીને, છોલીને કટકા કરી લેવા. સિંગદાણાને બાફીને છોતરી કાઢીને કટકા કરી લેવા. એક પેનમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર કરવો. ત્યાર બાદ તેમાં ચણાની દાળનો ભૂકો, પૌંઆ, બટાટાના કટકા, સિંગદાણાના કટકા, કાજુના કટકા, દ્રાક્ષ(કિસમિસ), મીઠું, મરચું, હળદર, ખાંડ, લીલા મરચાંના ઝીણા ટુકડા, આદુંનું છીણ, તલ અને ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો. પછી તેમાં લીંબુનો રસ, વાટેલું લસણ અને લીલા ધાણા નાખો. ફરીથી બરાબર હલાવો. હવે એક ડિસમાં ખમણ-પૌંઆ ભરી, ચણાની સેવ અને બટાટાની કાતરી નાખી પીરસવુ.
ચટાકેદાર કુરમુરે પૌંઆ
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ મમરા
•૩ લીલાં મરચાં
•૩ સમારેલાં ટામેટાં
•૨ સમારેલી ડુંગળી
•૧/૨ કપ સીંગદાણા
•૧/૨ કપ ઝીણી સેવ
•૧/૨ કપ પાલકની સેવ
•૧ કપ સમારેલી કોથમીર
•૫ થી ૭ પાન મીઠો લીમડો
•૧ ટીસ્પૂન જીરૂં
•મીઠું સ્વાદાનુસાર
•હળદર
રીતઃ
મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરવો. તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં તેમજ સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો. થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા. ત્યાર બાદ પલાળેલા મમરા નાખીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય. તે પછી આંચ પરથી નીચે ઉતારી લો. આ ચટાકેદાર કુરમુરે પૌઆને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને નાસ્તાનો સ્વાદ માણી શકો છો.
પૌઆના ઢોકળા
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પૌઆ
•૨૫૦ ગ્રામ દહીં
•૧ ટેબલ સ્પૂન આદુ-મરચા પેસ્ટ
•મીઠું સ્વાદાનુસાર
•વઘાર માટે-
•૨ ચમચી તેલ
•૧/૨ ચમચી રાઈ
•૩/૪ ચમચી હિંગ
•કોથમીર
રીતઃ
સૌપ્રથમ પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચા અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા થાળીમાં આ મિશ્રણને પાથરી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનીટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોશો.
પૌઆ-બટાકાની પેટિસ
સામગ્રીઃ
•૧ કપ પૌંઆ
•૩ નંગ બાફેલા બટાકા
•૪ લીલાં મરચાં
•૧ ટી.સ્પૂન લાલ મરચું
•૧ કપ શેકેલા સીંગદાણાનો ભૂકો
•મીઠું સ્વાદાનુસાર
•તેલ તળવા માટે
રીતઃ
પૌઆને એક ચારણીમાં લઈ થોડા ચાળી લેવા, જેથી કચરો નીકળી જાય. પછી ચારણીમાં પાણી નાખીને પૌઆ ધોઈ લેવા અને પાણી નિતારવા મૂકવા. ત્યાર બાદ એક બાઉલમાં બટાકાનો માવો કરીને તેમાં લીલાં મરચાં સમારીને નાખવા.
આ સિવાય અન્ય મસાલા જેવા કે, મીઠું, હળદર, લાલ મરચું, શેકેલા સીંગદાણાનો ભૂકો અને પૌઆ નાખીને મિક્સ કરી લેવો.
બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. પછી માવામાંથી ગોળ પેટિસ બનાવી લેવી. પૌઆની ટીકીઓ તૈયાર થાય એટલે નોન સ્ટિક પેનમાં તેલ મૂકી બધી જ ટીકીઓને બંને તરફ ગોલ્ડન રંગની શેકી લેવી.
બધી જ પેટિસ આ રીતે શેકાઈ જાય પછી તેને કિચન પેપર પર મૂકી દેવી એટલે વધારાનું તેલ શોષાઈ જાય. પેટિસને તમે લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો.
પૌઆ ડિલાઈટ
સામગ્રીઃ
•૨ કપ પૌઆ
•૧ લીટર દૂઘ
•૧ ટી સ્પૂન કેસર
•૧ ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર
•૧૦૦ ગ્રામ માવો
•૧/૨ કપ ખાંડ
•૧/૨ કપ નારિયળનુ છીણ
•૧૦ થી ૧૫ કિશમિશ
•૧ ચમચી માખણ
•પિસ્તા કતરન
•ગુલાબ જળ
રીતઃ
સૌપ્રથમ પૌઆને ઘોઈ લો. દૂધને ઉકાળી લો. તેમા પૌઆ નાખીને ઘટ્ટુ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ ખાંડ ભેળવી લો. હવે કેસર, ઈલાયચી, કિશમિશ, માવો, માખણ નાખીને થોડી વાર ઉકાળો. છેલ્લે ગુલાબ જળ નાખીને બરાબર હલાવી ગેસ બંધ કરો. મનપસંદ આકારના (ચોરસ, ગોળ) ડિલાઈટ બનાવો. નારિયળના છીણમાં લપેટીને પિસ્તાને કતરણથી સજાવીને સર્વ કરો.
પૌંઆનો ચેવડો
સામગ્રીઃ
•પાતળા પૌંઆ
•લીલા મરચાં
•તેલ
•હિંગ
•લીમડાના પાન
•કાચી સિંગ
•દાળિયા
•કાજુ
•તલ
•લીંબુ
•મીઠું
•હળદર
રીતઃ
પતલા પૌઆને પેહલા ચાળી લો. અને ધીમા તાપે શેકી નાખવાના. હલાવતા રેહવું, જેથી પૌઆ નીચે બળી ના જાય. બરાબર શેકી લીધા પછી ફરી થી ચારણી થી ચાળી લેવ. પાવડર જેવો ભૂકો નીકળી જશે, અને કકરા પૌઆ બાજુ પર મૂકી રાખવા. સાઈડ પર થોડા લીલા મરચા ઝીણા સમારીને રાખવા. એક પેનમાં તેલ ગરમ કરવા મુકવું. બહુ નહિ, ફક્ત મસાલો શેકવા માટે. તેલ ગરમ થાય એટલે એમાં થોડી હિંગ નાખવી. સાથે લીમડા ના પાન નાખવા. તતડે એટલે લીલા સમારેલા મરચા નાખો. અડધી મિનિટ પછી થોડી કાચી શીંગ, થોડા દાળિયા, થોડા કાજુ અને તલ નાખી હલાવતા રેહવું. આ બધું તતડવા દેવું, પણ બળી ના જાય એનું ધ્યાન રાખવું. થોડું બદામી બ્રાઊંન થાય એટલે એમાં સેહજ લીંબુ નીચવી નાખવું અને સેહજ મીઠું નાખવું અને સેહજ હળદર નાખવી. ત્યાર બાદ, જરા ધીમા તાપે શેકવું. તૈયાર છે પૌંઆ ચેવડો.
પૌઆ ફિરની
સામગ્રીઃ
•૩ કપ પૌઆ
•૧ લીટર દૂધ
•૧ ટેબલ સ્પૂન કોર્નફ્લોર
•૨ ટી સ્પૂન ઠંડુ દૂધ
•કેસર સજાવવા માટે
•ખાંડ સ્વાદાનુસાર
રીતઃ
પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો પણ તે ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ પૌંઆને ઠંડા કરી મિક્સરમાં એકવાર ફેરવી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ અને શેકેલા પૌંઆ નાખી ૩થી ૪ મિનિટ ઉકાળો. ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી રાખો. દૂધ સરખી રીતે ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરી ૨ થી ૩ ઉકાળા આવવા દો. ઉપરથી કેસર અને ડરાયફ્રૂટથી સજાવો.
બટેકા પૌઆ
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પૌઆ
•૧૦૦ ગ્રામ સીંગદાણા
•૧૦૦ ગ્રામ કાજુ, કિશમિશ
•૧૦૦ ગ્રામ બાફેલાં વટાણા
•૧ નંગ ગાજર
•૧ નંગ બાફેલા બટાકા
•૧ નંગ ડુંગળી
•૨ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
•૧ વાટકી ઝીણી સમારેલી કોથમીર
•રાઈ
•જીરૂં
•લીમડો
•મીઠું
•તેલ
•લીંબુનો રસ
•ખાંડ
રીતઃ
સૌપ્રથમ પૌંઆને સાફ કરીને પલાળી લો. ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. એક કડાઈમાં તેલનો વઘાર મૂકીને રાઈ, જીરૂં, લીમડો નાખો. તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. ત્યાર બાદ બાફેલાં વટાણા, ગાજર, બટાકા, શીંગદાણા, પૌઆ, મિક્સ કરી સરખું હલાવો. હવે કિશમિશ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર મિકસ કરો. એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર, કાજુ અને કિશમિશ નાખીને સર્વ કરો.
ઘઉંના ફાડાનો ઉપમા
સામગ્રીઃ
•૧/૪ કપ ઘઉંના ફાડા
•૧ નંગ ડુંગળી સમારેલી
•૧ નંગ લીલું મરચું સમારેલું
•૧/૪ કપ લીલા વટાણાં
•૧/૪ કપ ગાજર સમારેલા
•૧ ટેબલ સ્પૂન તેલ
•મીઠું સ્વાદાનુસાર
•કોથમીર
રીતઃ
સૌપ્રથમ ઘઉંના ફાડાને ધોઈને સાફ કરી લો. ત્યાર બાદ તેને બે કપ ગરમ પાણીમાં પાંચેક મિનિટ માટે પલાળી રાખો. પાણી નીતારીને એકબાજુ પર મૂકો. હવે પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં વટાણાં, ગાજર અને ઘઉંના ફાડા નાખીને ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. હવે તેમાં એક કપ પાણી નાખીને એકાદ સીટી વગાડી લો. કૂકર ઠંડુ થાય એટલે ઉપમાને સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીરથી ગાર્ન્િાશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
પ્રોટિન પરાઠા
સામગ્રીઃ
•૧/૨ કપ પનીર છીણેલું
•૨ નંગ લીલી ડુંગળી સમારેલી
•૩/૪ કપ ઘઉંનો લોટ
•૨ નંગ લીલા મરચાં સમારેલાં
•મીઠું સ્વાદાનુસાર
•મરી પાવડર સ્વાદાનુસાર
•તેલ જરૂર મુજબ
રીતઃ
એક મોટા લોટ બાંધવાના વાસણમાં બધી જ સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ જરૂર મુજબનું પાણી લઈને પરાઠાની કણક બાંધી લો. કણકને ઢાંકીને થોડીવાર માટે મૂકી રાખો. ત્યાર બાદ તેમાંથી જરૂર મુજબના લુઆ લઈને પરાઠા વળી લો. જરૂર લાગે તો અટામણ પણ લઈ શકો છો. હવે નોન સ્ટિક તવીને ગરમ કરવા માટે મૂકો. તવી ગરમ થાય એટલે તેના પર થોડું તેલ લગાવીને તૈયાર કરેલા પરાઠાને બંને બાજુથી લાલ થાય એ રીતે શેકી લો. ગરમા-ગરમ પરાઠાને ટોમેટો સોસ અથવા તો દહીં સાથે સર્વ કરો.
પાલક-ગાજર પુલાવ
સામગ્રીઃ
•૨ કપ રાંધેલા ભાત
•૧/૨ ટી સ્પૂન જીરૂં
•૧/૨ કપ સમારેલી ડુંગળી
•૧/૨ કપ છીણેલું ગાજર
•૧ કપ સમારેલી પાલક
•૨ ટેબલ સ્પૂન બટર
•મીઠું સ્વાદાનુસાર
•મરી પાવડર સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ એક મોટી નોન સ્ટિક કડાઈમાં બટર ગરમ કરો. બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળો. ત્રણેક મિનિટ સુધી સાંતળવી. ત્યાર બાદ તેમાં ગાજર અને પાલક નાખીને બે મિનિટ સુધી સાંતળવા. ત્યાર બાદ તેમાં ભાત, મીઠું અને મરી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લેવા. પુલાવને પાંચથી સાત મિનિટ માટે ધીમા તાપે ચઢવા દેવો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવુ. ત્યાર બાદ ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરવુ.
ચીઝી નૂડલ વેજિટેબલ કટલેસ
સામગ્રીઃ
•૧-૧/૨ કપ ઈન્સન્ટ કૂક નૂડલ્સ
•૧/૨ કપ બાફેલી મકાઈના દાણા
•૨ નંગ લીલા મરચાં સમારેલાં
•૨ નંગ લીલી ડુંગળી સમારેલી
•૩ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
•૧/૨ કપ પ્રોસેસ ચીઝ
•૧/૨ કપ બ્રેડ ક્રમ્બસ
•મીઠું સ્વાદાનુસાર
•મરી પાવડર સ્વાદાનુસાર
•બ્રેડ ક્રમ્બસ કોટિંગ માટે
રીતઃ
સૌ પ્રથમ એક બાઉલમાં નૂડલ્સ, ક્રશ કરેલા મકાઈના દાણા, લીલા મરચાં, લીલી ડુંગળી, ટોમેટો સોસ, ચીઝ, બ્રેડ ક્રમ્બસ, મીઠું અને મરી પાવડર નાખીને હાથેથી બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ આ મિશ્રણને ૧૨ સરખા ભાગમાં વહેંચો. હવે તેને કટલેસનો આકાર આપો. તૈયાર થયેલી કટલેસને બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને કોટિંગ બરાબર કરી લો. હવે આ કટલેસને નોન સ્ટિક પેનમાં શેલો ફ્રાય કરી લો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ ગરમા-ગરમ કટલેસને ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો.
પોંઆ પાવર
સામગ્રીઃ
•૨ કપ પોંઆ
•૧/૨ કપ બાફેલા કાબુલી ચણા
•૧ ટેબલ સ્પૂન તેલ
•૧ ટી સ્પૂન જીરૂં
•૧/૨ કપ સમારેલી ડુંગળી
•૧/૨ ટી સ્પૂન હળદર
•૧/૨ કપ સમારેલા ટામેટાં
•૧/૨ ટી સ્પૂન લીલા મરચાં
•૧/૪ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૨ ટેબલ સ્પૂન ખાંડ
•૧૧/૨ ટી સ્પૂન લીંબુનો રસ
•૨ ટેબલ સ્પૂન કોથમીર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ પોંઆને સાફ કરીને ધોઈ લો. ત્યાર બાદ તેને ચારણીમાં નીતરવા માટે મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી નાખીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવા દો. ત્યાર બાદ તેમાં હળદર, ટામેટાં અને કાબુલી ચણા નાખીને બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેમાં લીલા મરચાં, મરચું પાવડર, મીઠું અને બે ચમચી જેટલું પાણી નાખીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ તેમાં પોંઆ, લીંબુનો રસ, ખાંડ અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
ચણા ચાટ
સામગ્રીઃ
•૧-૧/૨ કપ બાફેલા કાબુલી ચણા
•૧/૨ કપ પનીર
•૧ નંગ કાકડી
•૧ નંગ લીલી ડુંગળી
•૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
•૧ ટી સ્પૂન ચાટ મસાલો
•૧ ટી સ્પૂન કોથમીર સમારેલી
રીતઃ
સૌ પ્રથમ પનીરના નાના-નાના ટુકડા કરી લો. ત્યાર કાકડીને ધોઈને, છોલીને તેના પણ નાના-નાના ટુકડા કરી લો. લીલી ડુંગળીને પણ ઝીણી સમારી લો.હવે એક મોટા બાઉલમાં બાફેલા કાબુલી ચણા, પનીર, કાકડી અને લીલી ડુંગળી નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં ટોમેટો કેચપ અને ચાટ મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે તેને સર્વ કરતી વખતે તેને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરવુ.
ડરાય ભાખરવડી
સામગ્રીઃ
•પડ માટે -
•૪૦૦ ગ્રામ ચણાનો લોટ
•૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
•મીઠું
•મરચુ
•હળદર
•તેલ પ્રમાણ સર
•ફિલીંગ માટે-
•૨૦૦ ગ્રામ ચણાનો લોટ
•૧૦૦ ગ્રામ ઝીણી સેવ
•૨૫ ગ્રામ સુકુ ટોપરૂં
•૧ ટેબલ સ્પૂન તલ
•૧ ટેબલ સ્પૂન ખસખસ
•૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
•૧ ટેબલ સ્પૂન ખાંડ
•આમચુર પાવડર
•ઘાણાજીરૂં, મીઠું
•ચટણી માટે
•૫૦ ગ્રામ સિંગદાણા
•૧૦ કળી લસણ
•૧ ચમચો લાલ મરચું
•મીઠું સ્વાદાનુસાર
•ગોળ
રીતઃ
સૌપ્રથમ ચટણી માટેની બધી જ સામગ્રી ભેગી કરીને ચટણી વાટી લો.વાટતી વખતે થોડું પાણી નાખી રસાદાર બનાવો. ત્યાર બાદ ચણા અને ઘઉંનો લોટ ભેગો કરી લો. તેમાં મીઠું થોડી હળદર અને તેલનું મોણ નાખી કઠણ કણક બાંધી લો. ચણાના લોટમાં મીઠું મરચુ અને તેલનું મોણ નાંખી ખીરૂં બાંધવું. પેનમાં તેલ મુકી ભજિયાં તળી લેવા. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી રવાદાર ભૂકો બનાવી લો. તેમાં ચણાની સેવ નાંખવી, સુકુ કોપરાનું છીણ ઉમેરો. આ ફિલીંગમં શેકેલા તલ ખસખસ મીઠુ ગરમ મસાલો ઉમેરો. ધાણાજીરૂં, ખાંડ અને આમચૂર પાવડર પણ ઉમેરો. કણકમાંથી પાતળો મોટો રોટલો વણી લો. રોટલા પર ચટણી લગાડો અને મસાલો પાથરો. પછી તેનો સખત વીંટો વાળી કટકા કરી લો. આ કટકાને બરાબર દબાવી તેલમાં તળી લો તૈયાર છે ભાખરવડી.
ચકરી
સામગ્રીઃ
-૧ મોટો વાટકો ઘઉંનો લોટ
-૧/૨ કપ દહીં
-૬ ટેબલ સ્પૂન તલ
-૪ ટેબલ સ્પૂન મરચાં પાવડર
-૧ ટેબલ સ્પૂન હળદર
-૫ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
-સેવ પાડવાનો સંચો
રીતઃ
ઘઉંના લોટમાં મીઠું, હળદર, મરચું ,તલ, તેલ અને દહીં ઉમેરી નોર્મલ કરતાં જરાં ઢીલો કણક બાંધો. હવે આ કણકના મોટા લુવા બનાવી લો. તેને સ્ટારવાળું બીબુ મુકી સંચામાં ભરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે ચકરીને રેડિશ થાય ત્યા સુધી ડિપ ફ્રાય કરો. જો સ્પાઈસી ખાવાના શોખીન હોવ તો આ ચકરી ઉપર મસાલો ભભરાવી શકો. તૈયાર છે ટેસ્ટી ઈન્ડિયન સ્નેક્સ ડિશ ચકરી.
પૌંઆનો ચેવડો
સામગ્રીઃ
•૨૫૦ ગ્રામ પૌંઆ
•૫૦ ગ્રામ દાળિયા
•૫૦ ગ્રામ સિંગદાળા
•૧ ટેબલ સ્પૂન કાજુ
•૧ ટેબલ સ્પૂન કિસમિસ
•૧ ટી સ્પૂન વરિયાળી
•૧ ટી સ્પૂન તલ
•૧ ચપટી હિંગ
•૧/૨ ટી સ્પૂન હળદર
•૧૦ નંગ મીઠા લીમડાના પાન
•૧ ટી સ્પૂન મરચું પાવડર
•૨ ટેબલ સ્પૂન ખાંડ
•૧/૪ ટી સ્પૂન લીંબાના ફૂલ
•૧/૪ ટી સ્પૂન સંચળ પાવડર
•મીઠું સ્વાદાનુસાર
•તેલ તળવા માટે
રીતઃ
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકીને દાળિયા, સિંગદાણા, કાજુ અને કિસમિસને તળીને એકબાજુ પર રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સિંગદાણા, કાજૂ અને કિસમિસ મિક્ષ કરી દો. હવે વગાર માટે વગારિયામાં બે ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર અને લાલ મરચું નાખીને બરાબર મિક્ષ કરીને વગાર તૈયાર કરો. ત્યાર બાદ તૈયાર થયેલા વગારને પૌંઆવાળા મિશ્રણમાં રેડી દો. ઉપરથી દળેલી ખાંડ, મીઠું, સંચળ અને લીંબુના વાટેલા ફૂલ નાખીને પૌંઆવાળું મિશ્રણ બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે ટેસ્ટી પૌંઆનો ચેવડો, જે બાળકોને ખુબ જ પસંદ પડશે.
ફૂલવડી
સામગ્રીઃ
-૨૫૦ ગ્રામ કરકરા ચણાનો લોટ
-મરી
-ધાણાનાં ફાળિયા
-ખાંડ
-તેલ પ્રમાણસર
-મીઠું સ્વાદાનુસાર
-મરચું
-હળદર
-ધાણાજીરૂં
-હીંગ
-સોડા
-દહીં
રીતઃ
ચણાના લોટમાં તેલ અને દહીં નાખી સાધારણ બાંધવો. તેમાં ધાણા તથા મરી નાખી લોટને એકાદ કલાક રહેવા દેવો. પછી ૧ ચમચો ગરમ તેલ રેડવું. લોખંડની કડાઈમાં તેલ ભરી ફૂલવડીનો ઝારો રાખવો. ઝારા પર તૈયાર લોટ ઘસીને ફૂલવડી પાડવી. લાલ થાય એટલે ઉતારી લેવી.
ભાવનગરી ગાંઠિયા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ ચણા લોટ
•૫૦ ગ્રામ ચોખા લોટ
•૫૦૦ ગ્રામ તેલ
•૪ ચમચી મરચું
•૨ ચમચી અજમો
•સંચળ
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
ચણાના અને ચોખાના લોટને ભેગા કરી તેમાં મરચું, મીઠું, અજમો, સંચર નાખી કઠણ કડક બાંધો. કણકને તેલ વડે મસળીને નરમ કરો. કડાઈમાં તેલ ગરમ કરી મશીનમાં લૂઆ મૂકી તેને દબાવીને ગાંઠિયા સીધા તેલમાં પાડી તળી લો. રતાશ પકડે એટલે કાઢીને તેનો ઉપયોગ કરો. તૈયાર છે તીખા ગાંઠિયા.
વડોદરા લીલો ચેવડો
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ પાલક
•૧/૨ કપ મેંદો
•૧/૨ કપ ચણાનો લોટ
•૧/૨ કપ સીંગદાણા
•૧ કપ પૌંઆ
•૧/૨ પ્યાલો લીલા સૂકા વટાણા
•૧/૨ કપ કાબુલી ચણા
•૧/૨ ચમચી ખાવાનો સોડા
•૫ થી ૬ નંગ લીલાં મરચાં
•૧ ચમચી જીરૂં
•૧ ચમચો તલ
•૧/૪ સૂકું કોપરૂં
•૨ ચમચા કિસમિસ
•૧૫ થી ૨૦ નંગ કાજુ
•૧ ચમચી મીઠું
•૧ ચમચી ખાંડ
•તેલ તળવા માટે
રીતઃ
સૌપ્રથમ સો ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક, એક ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો. બાકી વચેલી અડધી પાલકમાં એક ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો. લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં છથી સાત કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો. કોપરાની લાંબી પાતળી ચિપ્સ કાપો. લીલાં મરચાં લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો અડધો સે.મી. જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો. ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી તળી નાખો. ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. વધેલી આખી પાલકનાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરૂં, તલ અને લીલાં મરચાં અડધી ચમચી તેલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્તુઓ મિક્સ કરો. લીલો ચેવડો તૈયાર છે.
ચોખાના પકોડા-
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ ચોખા
•૨૫૦ ગ્રામ બટાકા
•૧ ડુંગળી
•૩ થી ૪ લીલા મરચાં સમારેલા
•૧ ચમચી ઝીણું સમારેલો આદું
•૧/૨ ચમચી ખાંડ
•૧/૨ લીંબૂનો રસ
•૧ ચમચી લાલ મરચું
•મીઠું સ્વાદાનુસાર
•કોથમીર
•હીંગ
•જીરૂ
•વરિયાળી
•ગરમ મસાલો
•હળદર
•તેલ
રીતઃ
સૌપ્રથમ ચોખાને ધોઈને બાફી લો. તેને વાટીને મૂકી રાખો. બટાકાને બાફીને છોલીને મેશ કરો. થોડુ તેલ ગરમ કરો. હીંગ, જીરૂ નાખીને કાપેલી ડુંગળી અને આદુ સેકો. બટાકા અને મસાલા પણ નાખીને શેકી લો. સમારેલા ઘાણા, મરચું અને લીંબૂનો રસ ભેળવો. વાટેલા ચોખાની નાની-નાની પૂરી બનાવીને બટાકાનુ મિશ્રણ ભરીને ગોલ બોલ બનાવો. ધીમા તાપે સોનેરી તળી લો. ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
મકાઈના પકોડા
સામગ્રીઃ
•૧ મકાઈના દાણા
•૨ ટેબબ સ્પૂન સમારેલી કોથમીર
•૨ નંગ બારીક સમારેલું મરચું
•૩ ટી સ્પૂન ચોખાનો લોટ
•૩ ટી સ્પૂન ચણાનો લોટ
•મીઠું સ્વાદાનુસાર
•તેલ તળવા માટે
રીતઃ
એક તપેલીમાં મકાઈના દાણા, લીલું મરચું, કોથમીર, ચણાનો લોટ, ચોખાનો લોટ અને મીઠું લો. જરૂર પ્રમાણે પાણી નાખી ખીરૂં બનાવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. નાના-નાના પકોડા તળી લો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ગરમા-ગરમ સર્વ કરો.
દૂધી પકોડા
સામગ્રીઃ
•૧ મધ્યમ સાઈઝની દૂધી
•૧ કપ ચણાનો લોટ
•૨ ચમચા ચોખાનો લોટ
•૧ મધ્યમ કાંદો સમારેલો
•૩ થી ૪ કળી લસણ ઝીણું સમારેલું
•૩ લીલાં મરચાં બારીક સમારેલાં
•૧ ચમચી ચાટ મસાલો
•૧ ચમચી લાલ મરચું
•૧/૨ ચમચી હળદર
•૧/૨ ચમચી કાળું મીઠું
•૧ ચમચો બારીક સમારેલી કોથમીર
•મીઠું સ્વાદાનુસાર
•તેલ તળવા માટે
રીતઃ
દૂધીની છાલ કાઢી એને છીણી લો. એમાં મીઠું મિક્સ કરી પંદરથી વીસ મિનિટ રહેવા દો. ત્યાર બાદ દૂધીને નિચોવી પાણી કાઢી લો અને એક બૉલમાં ટ્રાન્સફર કરો. હવે એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કાંદા, લસણ, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, હળદર, કાળું મીઠું, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ભજિયાં બને એવું ખીરૂ બનાવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાંથી એક ચમચો ભરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં નાની સાઈઝનાં ભજિયાં પાડો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટમેટો કેચ-અપ સાથે પીરસો.
પાલક પકોડા
સામગ્રીઃ
•૩ કપ ધોઈને ઝીણી સમારેલી પાલક
•૧૧/૨ કપ ચણાનો લોટ
•૨૧/૨ ટેબલ સ્પૂન ચોખાનો લોટ
•૧/૨ ટી સ્પૂન લાલ મરચું
•૧/૨ ટી સ્પૂન જીરૂં પાવડર
•૨ થી ૩ સમારેલા લીલા મરચાં
•૧ ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ
•૧૦ ફુદીનાના પાન સમારેલા
•૨ ટેબલ સ્પૂન કોથમીર
•૨ ટેબલ સ્પૂન તેલ
•પાણી જરૂર મુજબ
•મીઠું સ્વાદાનુસાર
•તેલ તળવા માટે
રીતઃ
બધી સામગ્રીને ભેગી કરી તેમાં પાણી ઉમેરો અને બે ચમચી ગરમ તેલ નાંખો અને ખીરૂ તૈયાર કરો. આ ખીરૂ વધુ પાતળું ન હોવુ જોઈએ એ ધ્યાન રાખો. હવે પાલકના પાન તે ખીરામાં સારી રીતે રગદોળી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને જ્યારે તેમાંથી ધુમાડો નીકળે એટલે તાપ ધીમો કરી ખીરામાં રગદોળેલા પાલકના પાનને ડીપ ફ્રાય કરી લો. જ્યારે આ પાન સોનેરી રંગના અને કરકરા થાય એટલે તેને કાઢી લો. તેને પેપર નેપકીન પર મુકી દો. આ પકોડાને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.
કોર્ન બ્રેડ પકોડા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ મકાઈ
•૧/૨ કપ દૂધ
•૧ ટેબલ સ્પૂન કોર્નફલોર
•૧/૨ ટી સ્પૂન મરીનો ભૂકો
•૧ ટી સ્પૂન સોયાસોસ
•૧ ટી સ્પૂન ચીલીસોસ
•૧ નંગ ડુંગળી
•૧ નંગ કેપ્સીસમ
•૧/૪ કપ મેંદો
•સેન્ડવીચ બ્રેડ
•તેલ જરૂર મુજબ
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ મકાઈના દાણા કાઢીને બાફી લેવા. ઠડા દૂધમાં કોર્નફલોર ઓંગાળી વાઈટ સોસ બનાવવો. તેમાં મકાઈના દાણા, મીઠું, મરીનો ભૂકો, સોયાસોસ, ચીલીસોસ, ડુંગળી ઝીણી સમારેલી અને કેપ્સીસમ નાનાં સમારેલા ઉમેરવા. મેંદામાં મીઠું અને પાણી નાખી ખીરૂં તૈયાર કરવું. બ્રેડની કિનારી કાઢી ચોરસ ટુકડા કરવા. બ્રેડ ઉપર માવો મૂકી, માવાવાળી બાજુ ખીરામાં બોળીને તળવા. જો માવો ઢીલો લાગે તો માવા ઉપર રવો કે ટોસ્ટનો ભૂકો પાથરવો. પછી ખીરામાં બોળીને તળવા. લાઈટ બ્રાઉન થાય એટલે કાઢીને ગરમા-ગરમ સર્વ કરવા.
ફ્લાવર પકોડા
સામગ્રીઃ
•૧ નંગ ફ્લાવર
•૧/૪ કપ મેંદો
•૩ ચમચી કૉર્નફ્લોર
•૧ લીલા કાંદાની ઝૂડી
•૩ ચમચા તેલ
•૨ ચમચી લાલ મરચાંનો પાઉડર
•૧ ચમચી દૂધ
•૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
ફ્લાવરના નાના ટુકડા કરો અને લીલા કાંદાને પણ ઝીણા સમારી લો. હવે ફ્લાવરને પાણીમાં બાફી લો. પછી એ પાણીમાં એક ચમચી દૂધ નાખીને બે મિનિટ પછી તેમાંનું પાણી નિતારી દો. હવે મેંદો અને એક ચમચો કૉર્નફ્લોરને ભેગા કરી એમાં એક ચમચી લાલ મરચાંનો ભૂકો, આદું-મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરીને ખીરૂં તૈયાર કરો. એક પૅનમાં તેલ ગરમ થાય એટલે ફ્લાવરના ટુકડાને ખીરામાં પલાળીને તળી નાખો. હવે લાલ મરચાંને ક્રશ કરીને એમાં આદું-મરચાંની પેસ્ટ એક પૅનમાં થોડું તેલ લઈને લાલ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલા લીલા કાંદા અને મીઠું નાખીને બે મિનિટ રહેવા દો. હવે તેમાં પોણો ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો. હવે અડધી ચમચી પા કપ પાણીમાં મિશ્ર કરીને આ ઊંકળી રહેલી ગ્રેવીમાં ગ્રેવી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી નાખો. હવે ફ્રાય કરેલા ફ્લાવરને તૈયાર મન્ચુરિયનમાં નાખો અને એમાં સ્વાદ અનુસાર સૉય સૉસ ઉમેરી બે મિનિટ સુધી ઊંકળવા દો. રાઈસ કે નૂડલ્સ સાથે આ ગરમાગરમ ફ્લાવર મન્ચુરિયન પીરસો.
સાબુદાણા પકોડા
સામગ્રીઃ
•૧૫૦ ગ્રામ સાબુદાણા
•૨ લીંબુનો રસ
•૪ ચમચી નાળીયેરનું છીણ
•૨ નાની ડુંગળી
•૨ મોટા બટાકા
•૮ થી ૧૦ ફુદીનાના પાન
•૧/૨ ચમચી મરી પાવડર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌ પ્રથમ પાણીમાં મીઠું નાખી એમાં સાબુદાણાને અડધા પલાળો. બટાકાને બાફી, છોલી એનો માવો તૈયાર કરવો. પછી ડુંગળી અને લીલા મરચાને ઝીણા સમારી દેવા. નાળિયેરને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકવું. હવે સાબુદાણામાંથી બધું જ પાણી નીતારી લેવું અને તેમાં બાકીનો મસાલો ભેળવવો. આ મિશ્રણમાં એક ચમચો ગોળ નાંખી તેનું ખીરૂં તૈયાર કરવું. અને બદામી રંગના પકોડા તળવા અને ગરમા-ગરમ પીરશો.
દાળ અમૃતસરી
સામગ્રીઃ
•૩/૪ કપ અડદની દાળ
•૧ કપ ડુંગળી ઝીણી સમારેલી
•૧ ટી સ્પૂન આદુંની છીણ
•૧/૨ કપ ફ્રેશ ક્રીમ
•૧ ટેબલ સ્પૂન તેલ
•૧ ટેબલ સ્પૂન ઘી
•૧ ટી સ્પૂન આદુંની પેસ્ટ
•૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
•૧ ટી સ્પૂન લીલાં મરચાં ઝીણા સમારેલા
•૧/૨ કપ ટામેટાં ઝીણા સમારેલા
•૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૧/૨ ટી સ્પૂન હળદર
•૧/૨ ટી સ્પૂન આમચૂર
•૧/૨ ટી સ્પૂન ધાણા પાવડર
•૧/૨ ટી સ્પૂન જીરૂં પાવડર
•૧/૨ ટી સ્પૂન પંજાબી ગરમ મસાલો
•૧ ટેબલ સ્પૂન કોથમીર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌ પ્રથમ અડદ દાળને ધોઈને સાફ કરીને આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી પાણી કાઢીને અડધો કપ ડુંગળી, આદું, મીઠું અને અઢી કપ જેવું પાણી નાખીને બરાબર બાફી લો. ત્યાર બાદ કૂકરને ઠંડુ પડવા દો. હવે દાળને બરાબર વલોવીને ફરીથી ગેસ પર ગરમ કરવા મૂકો. દસેક મિનિટ સુધી ઉકાળીને દાળને ઘટ્ટ કરો. ત્યાર બાદ વઘાર તૈયાર કરો. વગારિયામાં તેલ અને ઘી ગરમ કરો. હવે તેમાં બાકીની ડુંગળી, આદું-લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખીને અડધી મિનિટ માટે સાંતળો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, આમચૂર પાવડર, ધાણા પાવડર, જીરૂં પાવડર, પંજાબી ગરમ મસાલો અને મીઠું નાખીને બેથી ત્રણેક મિનિટ માટે સાંતળો. હવે આ વગારને દાળની અંદર નાખીને ઉકળવા દો. લગભગ પાંચેક મિનિટ બાદ ગેસ બંધ કરીને કોથમીર નાખીને સર્વ કરો.
દાળ બંજારી
સામગ્રીઃ
•૧ કપ અડદની દાળ
•૧/ ૨ કપ ચણા દાળ
•૧/ ૪ ટી સ્પૂન હળદર
•૧ નંગ ડુંગળીની સ્લાઈસ
•૨ નંગ લવિંગ
•૧ કટકો તજ
•૨ નંગ સૂકાં લાલ મરચાં
•૧ ટી સ્પૂન લીલાં મરચાં ઝીણા સમારેલા
•૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૨ ટેબલ સ્પૂન ઘી
•મીઠું સ્વાદાનુસાર
•કોથમીર
રીતઃ
સૌ પ્રથમ બધી જ દાળને બરાબર ધોઈ લો. ત્યાર બાદ પ્રેશર કૂકરમાં હળદર, મીઠું અને ત્રણેક કપ પાણી નાખીને ચારથી પાંચ સીટી વગાડો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડુંગળી, લવિંગ, તજ અને લાલ મરચાં નાખીને બરાબર સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ, લીલાં મરચાં અને લાલ મરચું પાવડર નાખીને ફરીથી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં બાફેલી દાળ નાખીને ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળો. ગરમ-ગરમ દાળને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.
દરબારી દાળ
સામગ્રીઃ
•૧/ ૩ કપ મસૂર દાળ
•૧/ ૩ કપ મગની દાળ
•૨ ટેબલ સ્પૂન તુવેર દાળ
•૩ ટેબલ સ્પૂન ઘી
•૧ ટી સ્પૂન જીરૂં
•૧/ ૩ કપ ડુંગળી ઝીણી સમારેલી
•૧/ ૨ ટી સ્પૂન કસૂરી મેથી
•૧/ ૨ ટી સ્પૂન લીલા મરચાં સમારેલા
•૧/ ૨ ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ
•૧/ ૨ કપ ટામેટાં ઝીણા સમારેલા
•૧/ ૪ ટી સ્પૂન હળદર
•૧૧/ ૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૧૧/ ૨ ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર
•૧/ ૨ ટી સ્પૂન ગરમ મસાલો
•૨ ટેબલ સ્પૂન દહીં
•૨ ટેબલ સ્પૂન ક્રીમ
•મીઠું સ્વાદાનુસાર
•કોથમીર
રીતઃ
સૌ પ્રથમ બધી જ દાળને ધોઈને એક કલાક માટે પલાણી રાખો. ત્યાર બાદ તેને નીતારીને એકબાજુ પર રાખો. હવે એક પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં, ડુંગળી, કસૂરી મેથી, લીલાં મરચાં અને આદું-લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાં, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં પાવડર અને ગરમ મસાલો નાખીને ધીમી આંચે પાંચેક મિનિટ સુધી સાંતળો. આ દરમિયાન સતત હલાવતા રહો. હવે તેમાં દાળ, મીઠું અને અઢી કપ જેવું પાણી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરીને ત્રણેક સીટી વગાડો. ધીમી આંચે વધુ એક સીટી વગાડીને ગેસ બંધ કરો. ત્યાર બાદ કૂકર ઠંડુ પડે એટલે તેમાં દહીં અને ક્રીમ નાખીને બરાબર મિક્ષ કરીને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.
ઢાબાની દાળ
સામગ્રીઃ
•૧/ ૨ કપ અડદની દાળ
•૧/ ૪ કપ ચણાની દાળ
•૧/ ૪ કપ રાજમા
•૧ ટેબલ સ્પૂન લસણ સમારેલું
•૧ કપ ડુંગળી સમારેલી
•૨ નંગ લીલા મરચાં ઉભાં બે કટકા કરેલા
•૧ કપ ટામેટાં સમારેલા
•૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૨ ટી સ્પૂન જીરૂં પાવડર
•૧/ ૪ કપ કોથમીર
•૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી
•૨ ટી સ્પૂન તેલ
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌ પ્રથમ અડદ દાળ, ચણા દાળ અને રાજમાને બરાબર સાફ કરીને છ કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી પાણી નીતારીને તેમાં છ કપ પાણી નાખીને બાફી લો. લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ચઢવા દો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેમાં લસણ, ડુંગળી અને લીલા મરચાં નાખીને ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો. ડુંગળીને લગભગ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં, લાલ મરચું પાવડર, જીરૂં પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. હવે તેમાં બાફેલી દાળ અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી નાખીને એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરીને ગરમ-ગરમ સર્વ કરો.
હરિયાળી દાળ
સામગ્રીઃ
•૧/ ૨ કપ મસૂર દાળ
•૧ ટી સ્પૂન જીરૂં
•૨ ટી સ્પૂન તેલ
•૧/ ૪ કપ ડુંગળી સમારેલી
•૧૧/ ૨ કપ લીલા ભાજી(મેથી, કોથમીર, ચોળી ભાજી લઈ શકાય)
•૧ ટી સ્પૂન આમચૂર
•૧/ ૨ કપ ટામેટાં ઝીણા સમારેલા
•૧/ ૨ ટી સ્પૂન હળદર
•-મીઠું સ્વાદાનુસાર પીસવા માટે-
•૩ કળી લસણ
•૨ લીલાં મરચાં
•૧ કટકો આદું
રીતઃ
સૌ પ્રથમ દાળને ધોઈને સાફ કર્યા બાદ બે કપ પાણી નાખીને કૂકરમાં બાફી લો. ત્રણેક સીટી વગાડવી. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી નાખીને બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ, લીલી ભાજી, આમચૂર પાવડર, ટામેટાં, હળદર અને આદું-લસણ-મરચાંની પેસ્ટ, અડધો કપ પાણી અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. દાળને સાતથી દસ મિનિટ સુધી ઉકળવા દો. ગરમા-ગરમ દાળને સર્વ કરો.
દાળ કબિલા
સામગ્રીઃ
•૧ કપ અડદની દાળ
•૩ ટેબલ સ્પૂન ઘી
•૧ ટુકડો તજ
•૩ નંગ લવિંગ
•૨ ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ
•૩ નંગ સૂકાં લાલ મરચાં
•૧ ટી સ્પૂન લીલાં મરચાં સમારેલા
•૧ કપ ટામેટાં સમારેલા
•૧/ ૨ ટી સ્પૂન ગરમ મસાલો
•૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૧/ ૪ ટી સ્પૂન હળદર
•૨ ટી સ્પૂન ધાણા પાવડર
•૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ
•૨ કપ કોથમીર સમારેલી
•૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
•૨ ટેબલ સ્પૂન ઘી
•૧ ટી સ્પૂન જીરૂં
•૧/ ૨ ટી સ્પૂન ગરમ મસાલો
•મીઠું સ્વાદાનુસાર
•કોથમીર
રીતઃ
સૌ પ્રથમ અડદ દાળને ધોઈને એક કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેને નીતારીને તેમાં પાણી અને મીઠું નાખીને બેથી ત્રણ સીટી વગાડો. ત્યાર બાદ કૂકરને ઠંડુ થવા દો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં લવિંગ અને તજ નાખીને થોડી વાર સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ, બે લાલ મરચાં, લીલા મરચાં નાખીને લગભગ બે મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને સાંતલો. મસાલામાંથી ઘી છૂટે ત્યાં સુધી તેને સાંતળતા રહો. હવે તેમાં બાફેલી દાળ, લીંબુનો રસ, કોથમીર અને ક્રીમ નાખીને બરાબર મિક્ષ કરો. દાળને ઉકળવા દો. આ દરમિયાના વગાર તૈયાર કરો. તેના માટે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં, સૂકાં લાલ મરચાં અને ગરમ મસાલો નાખીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેને ઉકળતી દાળમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. દાળ ઉકળી જાય એટલે કોથમીર નાખીને સર્વ કરો.
ખાંડેશી દાળ
સામગ્રીઃ
•દાળ માટે-
•૧/ ૩ કપ અડધની દાળ
•૧/ ૨ કપ મિક્ષ દાળ(મસૂર, ચણા, મગની દાળ)
•૧/ ૪ ટી સ્પૂન હળદર
•મીઠું સ્વાદાનુસાર મસાલા માટે-
•૧ ટી સ્પૂન તેલ
•૧/ ૪ કપ નારિયેળનું છીણ
•૧/ ૨ કપ ડુંગળીની સ્લાઈસ
•૪ નંગ સૂકાં લાલ મરચાં
•૨ ટેબલ સ્પૂન ધાણા પાવડર
•૪ થી ૫ નંગ લવિંગ
•૪ નંગ ઈલાયચી
•૧ ટુકડો તજ
•૨ નંગ કાળા મરી
•૩ કળી લસણ
•અન્ય સામગ્રી-
•૨ ટેબલ સ્પૂન તેલ
•૧ ટી સ્પૂન રાઈ
•૧ નંગ સૂકું લાલ મરચું
•૧ નંગ તમાલપત્ર
•૨ ટી સ્પૂન લીંબુનો રસ
•૨ ટેબલ સ્પૂન કોથમીર
સૌ પ્રથમ દાળને ધોઈને સાફ કરી બે કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ પાણી નીતારીને એક કૂકરમાં બધી જ દાળ, બે કપ પાણી, મીઠું અને હળદર નાખીને બેથી ત્રણ સીટી વગાડી લો. કૂકર ઠંડુ પડે એટલે દાળને બરાબર વલોવી લો. ત્યાર બાદ એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં નારિયેળને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લાલ મરચાં, ધાણા પાવડર, લવિંગ, તજ, ઈલાયચી અને કાળા મરી નાખીને ધીમી આંચે એકથી બે મિનિટ માટે શેકો. હવે તેમાં આદું નાખીને ફરીથી અડધી મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરીને મસાલાને ઠંડો પડવા દો. મસાલો ઠંડો થઈ જાય એટલે તેને મિક્ષરમાં પીસી લો. તૈયાર થયેલા મસાલામાંથી અડધી ચમચી જેટલો દાળમાં નાખો. તેને બરાબર મિક્ષ કરીને સાઈડમાં રાખો. હવે વઘાર તૈયાર કરો. એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં લાલ મરચાં અને તમાલપત્ર નાખીને અડધી મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ એમાં દાળ નાખીને બરાબર મિક્ષ કરો. લગભગ ત્રણેક મિનિટ સુધી તેને સતત હલાવ્યા બાદ તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને ફરીથી ધીમી આંચે બે મિનિટ સુધી ચઢવા દો. ગરમા-ગરમ સર્વ કરો.
લીલા લસણની દાળ
સામગ્રીઃ
•૧ કપ તુવેર દાળ
•૧/ ૨ ટી સ્પૂન હળદર
•૧/ ૨ લીલું લસણ સમારેલું
•૧/ ૨ ટી સ્પૂન જીરૂં
•૨ નંગ સૂકા લાલ મરચાં
•૧/ ૨ ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ
•૧/ ૪ ટી સ્પૂન હિંગ
•૧/ ૪ કપ ટામેટાં ઝીણા સમારેલા
•૨ ટેબલ સ્પૂન તેલ
•મીઠું સ્વાદાનુસાર
•કોથમીર
રીતઃ
સૌ પ્રથમ તુવેરદાળને ધોઈને બરાબર સાફ કરીને અડધા કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેને પ્રેશર કૂકરમાં હળદર, મીઠું અને ત્રણ કપ પાણી નાખીને બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને એકબાજુ પર મૂકો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં સૂકાં લાલ મરચાં, આદું-મરચાંની પેસ્ટ, લીલું લસણ અને હિંગ નાખીને બેથી ત્રણેક મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટાં નાખીને બરાબર મિક્ષ કરીને સાંતળો. ટામેટાં બરાબર ચઢી જાય અને તેમાંથી તેલ છૂટે એટલે તેમાં દાળ અને અડધો કપ પાણી નાખીને ફરીથી ઉકળવા દો. દાળ બરાબર ઉકળી જાય એટલે તેને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.
મોગલઈ દાળ
સામગ્રીઃ
•૩/ ૪ કપ તુવેર દાળ
•૧/ ૪ કપ ચણા દાળ
•૧ કપ ટામેટાં સમારેલા
•૨ કપ દૂધી સમારેલી
•૧/ ૪ ટી સ્પૂન હળદર
•૨ ટેબલ સ્પૂન તેલ
•૧ ટી સ્પૂન જીરૂં
•૧/ ૨ ટી સ્પૂન લસણ સમારેલું
•૧ ટી સ્પૂન લીલાં મરચાં સમારેલા
•૧ ટી સ્પૂન આદું સમારેલું
•૩/ ૪ કપ ડુંગળીની સ્લાઈસ
•૨ ટેબલ સ્પૂન કોથમીર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌ પ્રથમ બધી જ દાળને ધોઈને અડધો કલાક માટે પલાણીને મૂકો. ત્યાર બાદ તેને નીતારીને એક કૂકરમાં ટામેટાં, દૂધી, હળદર, મીઠું અને ત્રણ કપ પાણી સાથે બાફી લો. લગભગ ત્રણથી ચાર સીટી વગાડો. કૂકરને ઠંડુ પડવા દો. હવે એક પેનમાં તેલને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં લસણ, લીલા મરચાં, આદું અને ડુંગળી નાખીને બરાબર સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. હવે તેમાં બાફેલી દાળ, થોડું મીઠું અને લગભગ અડધો કપ જેટલું પાણી નાખીને ઉકળવા દો. દાળ બરાબર ઉકળી જાય એટલે તેને કોથમીર વડે ગાર્ન્િાશ કરીને સર્વ કરો.
શાહજહાની દાળ
સામગ્રીઃ
•૨ કપ કાબૂલી ચણા પલાળેલા
•૧૧/ ૨ ટેબલ સ્પૂન ઘી
•૧ ટી સ્પૂન શાહજીરૂં
•૧/ ૨ કપ ડુંગળી જીણી સમારેલી
•૨ નંગ લવિંગ
•૨ નંગ ઈલાયચી
•૧ ટુકડો તજ
•૧/ ૨ ટી સ્પૂન હળદર
•૧/ ૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૧/ ૨ ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર
•૨ ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ
•૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
•૨ ચપટી ગરમ મસાલો
•૧ ચમચી કોથમીર સમારેલી
•મીઠું સ્વાદાનુસાર
સૌપ્રથમ કૂકરમાં કાબુલી ચણામાં પાણી અને મીઠું નાખીને પાંચેક સીટી વગાડી લો. ત્યાર બાદ કૂકર ઠંડુ પડે એટલે તેને કાઢીને મિક્ષરમાં ક્રશ કરી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં શાહજીરૂં નાખો. અડધી મિનિટ બાદ ડુંગળી, લવિંગ, ઈલાયચી, તજનો ટુકડો નાખીને ધીમી આંચે એકથી બે મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર, ધાણાજીરૂં અને લાલ મરચું પાવડર નાખીને ફરીથી બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં કાબૂલી ચણાનું મિશ્રણ, લીલાં મરચાંની પેસ્ટ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ધીમી આંચે બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં ફ્રેશ ક્રીમ, ગરમ મસાલો અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરીને ધીમી આંચે ચારેક મિનિટ સુધી ઉકાળીને ગેસ બંધ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
મટર કી દાલ
સામગ્રીઃ
•૧ કપ અડદની દાળ
•૧/ ૨ ચમચી હિંગ
•૧ કપ વટાણા
•૧ નાની ચમચી સૂંઠ
•૧ નાની ચમચી આખું જીરૂં
•૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર
•૨ સુકાયેલાં આખાં લાલ મરચાં
•૧ મોટી ચમચી આદું પીસેલું
•૨ ચમચી ઘી
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌ પ્રથમ એક કૂકરમાં ઘીને ગરમ કરો. હવે તેમાં જીરૂં, હિંગ, સૂંઠ તથા સૂકા લાલ મરચાનો વઘાર કરો અને આદુંની પેસ્ટને સાંતળી લો. હવે તેમાં અડદ અને વટાણા નાખીને થોડી વાર સુધી સાંતળો. મીઠું અને મરચું મિક્સ કરીને કૂકરમાં ચડવા મૂકો.
આલુ બર્ગર
સામગ્રીઃ
•૪ બટાકા
•૧ ચીઝ સ્લાઈસ
•૪ નાની વેજીટેબલ કટલેસ
•મિક્સ્ડ વેજીટેબલ્સ
રીતઃ
બટાકાની છાલ ઉતારી લો. તેની પહોળાઈ મુજબ બે ભાગમાં કાપી લો. તેને કાંટામા ભરાવીને તળી લો. નીચેના ભાગ પર વેજીટેબલ, કટલેટ અને ૧/ ૪ ચીઝ ગોઠવી દો. તેની પર બટાકાનો બીજો ભાગ ગોઠવી દો અને એક ટુથપીક ભરાવી દો.
બ્લેક બીન્સ બર્ગર
સામગ્રીઃ
•૪ બર્ગર બન(બર્ગર બનાવવા માટે)
•૧ મોટું બર્ગર બન(ટૂકડાં કરેલું)
•૩ ચમચી ઓલિવ ઓઈલ
•૨ ચમચી લસણ સમારેલું
•૧૦૦ ગ્રામ રાજમા
•૧ ટેબલ સ્પૂન લાઈમ લિંડ
•૩/ ૪ ચમમી મરચું પાવડર
•૧/ ૨ ચમચી ફ્રેશ ઓરેગાનો
•૧/ ૪ ચમચી મીઠું
•૧ ફેંટેલું ઈંડું
•૧ મોટા ઈંડાની સફેદી(સામાન્ય ફેંટેલી)
•ટોમેટો સૉસ
•ટોમેટો સ્લાઈસ
•એવોકેડો
•ડુંગળી
•ગ્રીન લીવ્સ(કોબીજ).
રીતઃ
સૌથી પહેલા ક્રમ્બ્સ તૈયાર કરવા માટે બનના ટૂકડાંને ફૂડ પ્રોસેસરમાં ૪ વખત પ્રોસેસ કરો જેથી ઓછામાં ઓછું ૧ કપ ક્રમ્બ્સ તૈયાર થાય. હવે તેને બાઉલમાં કાઢી લો. હવે ફૂડ પ્રોસેસરમાં ૧ ચમચી ઓઈલ સાથે લસણ તથા બીન્સ નાંખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. એક બાઉલમાં આ મિશ્રણની સાથે ક્રમ્બ્સ નાંખો. પછી લાઈમ રિંડ તથા બાકી બચેલી સામગ્રી પણ ઉમેરી દો. સૂકા હાથે મિશ્રણને ૪ બરાબર ભાગમાં વહેંચો. ચારેય ભાગને ત્રણ ઈંચની ટિક્કીનો આકાર આપો.
હવે એક નોનસ્ટિક પેનમાં ૨ ચમચી ઓઈલ નાંખી ટિક્કીઓને ૪ મિનિટ માટે સામાન્ય આંચ પર એ રીતે ચઢવો જેથી કિનારીઓ અને ઉપર નીચેનો ભાગ પૂરી રીતે ચઢી જાય. અંદાજે ત્રણ-ચાર મિનિટમાં ટિક્કી ચઢીને તૈયાર થઈ જશે. હવે ટિક્કીને એક બનમાં ટોમેટો સૉસ, ટોમેટો સ્લાઈસ, ગ્રીન લીવ્સ, એવોકેડો, ડુંગળી સાથે ગાર્ન્િાશ કરી સર્વ કરો.
હેલ્ધી બર્ગર
સામગ્રીઃ
બર્ગર માટે-
•૧ બાઉલ મગની ફોતરાવાળી દાળ પલાળેલી
•૧૧/ ૨ ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
•-મીઠું સ્વાદાનુસાર
•૩ ટી સ્પૂન બાફેલા લીલા વટાણા
•૩ ટી સ્પૂન સમારેલી લીલી ડુંગળી
•૩ ટી સ્પૂન પાલક-કોથમીર-ફુદીનાની પેસ્ટ
પેટીસ માટે-
•૧/ ૪ કપ ઘઉંના ફાડા
•૧/ ૪ કપ ઓટ્સ
•૨ નંગ બટેટા
•૩ ટી સ્પૂન આદું-મરચા-લસણની પેસ્ટ
•૧ ટી સ્પૂન ચાટ મસાલો
•૧/ ૪ કપ બાફેલ ગાજર, વટાણા, ફણસી
•૧/ ૪ કપ કોથમીર
•૨ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્બ્સ
•૧ ટી સ્પૂન કિચન કિંગ મસાલો
•૩ ટેબલ સ્પૂન કોર્નફલોર
•૨ ટી સ્પૂન કાજુ
•૨ ટી સ્પૂન કિસમિસ
•બટર જરૂર પ્રમાણે
•મીઠું સ્વાદાનુસાર
સલાડ માટે-
•બાફેલા બીટની ગોળ સ્લાઈસ
•કાકડીની સ્લાઈસ
•ટામેટાની સ્લાઈસ
•ડુંગળીની સ્લાઈસ
અન્ય સામગ્રી-
•લીલી ચટણી
•ટોમેટો કેચપ
•ચીઝ સ્લાઈસ
રીતઃ
સૌ પ્રથમ બર્ગર બનાવવા માટે પલાળેલ મગની દાળને મિક્સરમાં ક્રશ કરી તેમાં આદું-મરચાની પેસ્ટ, હાફ ક્રશ કરેલ વટાણા, પાલક-કોથમીર-ફુદીનાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મીઠું બધું જ નાખી ધોકડીયામાં ૧૦ મિનિટ બાફવું. ઠંડુ પડે એટલે એક મોટા કુકી-કટરથી ગોળ સ્લાઈસ કરી અલગ રાખવું. હવે પેટીસ બનાવા માટે
ઘઉંના ફાડા, ઓટ્સ, બાફેલ બટેટા, વટાણા, ગાજર, ફણસી, કોથમીર, આદું-મરચા-લસણની પેસ્ટ, ચાટ મસાલો, બ્રેડ ક્રમ્બ્સ, કાજુ-કીસમીસ, મીઠું બધું જ મિક્સ કરી બર્ગરમાં યુઝ કરેલ કુકી-કટરની સાઈઝ પ્રમાણે જ પેટીસનો શેપ આપવો. નોન-સ્ટીક તવા પર બે ચમચી અથવા જરૂર પ્રમાણે બટર મૂકી શેલો ફ્રાય કરી પેટીસ તૈયાર કરી લેવી.
સર્વિંગ કરતી વખતે લીલી મગની ફોતરાવાળી દાળના બર્ગરની એક સ્લાઈસ પર લીલી ચટણી લગાવી તેની ઉપર તૈયાર કરેલ પેટીસ મૂકી તેની ઉપર બીટ, કાકડી, ટામેટા, અને ડુંગળી મુકવી. તેના પર ચાટ મસાલો છાંટી તેની ઉપર ચીઝની સ્લાઈસ મુકવી. હવે બર્ગરની અન્ય એક સ્લાઈસ પર ટોમેટો કેચપ લગાવી પ્રથમ તૈયાર સ્લાઈસ પર મૂકી પરફેક્ટ બર્ગર તૈયાર કરવો. ચીઝની પાતળી કટ કરેલ પટ્ટી, લીલી ચટણીના કોન અને ટોમેટો કેચપના કોન વડે બર્ગરને ડેકોરેટ કરી સર્વ કરવો.
આલુ-મૂંગ બર્ગર
સામગ્રીઃ
•૪ બર્ગર બન
•માખણ જરૂર મુજબ
•૨ ક્યુબ છીણેલુ ચીઝ
•૧ નંગ સફરજન સમારેલું
•૧/ ૨ ચમચી લીંબૂનો રસ ટિક્કિ માટે-
•૨ નંગ બટાકા છીણેલા
•૧/ ૨ કપ મગની દાળ પલાળેલી
•૧ મોટી ચમચી માખણ
•૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
•૧ મોટી ચમચી ટોમેટો કેચઅપ
•મીઠું સ્વાદાનુસાર
•૧/ ૪ ચમચી આમચૂર પાવડર
•૧/ ૨ ચમચી જીરૂં પાવડર સેકેલો
•૧/ ૨ ચમચી ગરમ મસાલો
•૧ નંગ બ્રેડ સ્લાઈસ
રીતઃ
સૌ પ્રથમ મગને પ્રેશર કૂકરમાં ૧/ ૪ કપ પાણી અને ૧/ ૪ નાની ચમચી મીઠુ નાખીને એક સીટી વગાડી લો. અને તેને જુદી મુકી દો. હવે એક મોટી ચમચી માખણ ગરમ કરીને તેમા ડુંગળીને ગુલાબી સેકી લો. તેમા મગની દાળ નાખો, એક મિનિટ પછી ઉતારી લો. મસલેળા બટાકા, ટોમેટો કેચઅપ, ચીઝ, જીરા પાવડર, ગરમ મસાલો, આમચૂર અને મીઠુ સ્વાદ મુજબ નાખીને મિક્સ કરી લો. બનના આકારની ટિક્કી બનાવો, આખી રાત ફ્રિજમાં મુકો. સવારે પેનમાં થોડુ તેલ ગરમ કરી તળી લો. હવે બર્ગર બનને વચ્ચેથી કાપી લો અને બંને ભાગ પર માખણ લગાવો અને ગરમ તવા પર સેકી લો. એક બનના પીસ પર ટિક્કી મૂકો. હવે સફરજનએન ગોળ કાપી લો, થોડો લીંબૂનો રસ છાંટી દો. બન પર ગોળ સફરજનની સ્લાઈસ મૂકો. બીજા બનના ભાગ વડે ઢાંકી દો અને સર્વ કરો.
વેજ.બર્ગર
સામગ્રીઃ
•૨ નંગ બર્ગર બન
•બટર બન શેકવા માટે
•૨ થી ૩ નંગ બાફેલા બટાકા
•૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
•૧ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
•૧ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ગાજર
•૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોબીજ
•૧ નંગ બ્રેડ
•૨ થી ૩ નંગ લીલા મરચાં
•૧ ટી સ્પૂન આદુ ક્રશ કરેલું
•૧ ટી સ્પૂન ગરમ મસાલો
•૧ ટી સ્પૂન ખાંડ
•૨ ટેબલ સ્પૂન લીલી ચટણી
•૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
•૧ નાની કાકડીની સ્લાઈસ
•૧ નાના ટામેટાની સ્લાઈસ
•૧ નાની ડુંગળીની સ્લાઈસ
•૪ થી ૫ પાન કોબીજના
•૨ સ્લાઈસ ચીઝ
•મીઠું સ્વાદાનુસાર
•ટોસનો ભૂકો
•ટોમેટો કેચપ
રીતઃ
સૌપ્રથમ બાફેલા બટાકાને છીણીને તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ડુંગળી, ગાજર અને કોબીજ નાખી સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ખાંડ, ગરમ મસાલો અને બ્રેડની સ્લાઈસ પલાળી નીચોવી નાખી મિક્સ કરીને, પેટીસ જેવું બનાવી લો. ત્યાર બાદ તેને ટોસના ભૂકામાં રગદોળી નોન સ્ટીક તવીમાં શેલો ફ્રાય કરીને સાઈડ પર રાખો. બર્ગરના બનને વચ્ચેથી કાપી તવી પર શેકી લો, નીચેના બન પર લીલી ચટણી લગાવી તેની પર કાકડીની સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ ગોઠવી તેની પર પેટીસ મૂકી તેની પર ડુંગળીની સ્લાઈસ અને કોબીજના પાન મૂકી ઉપરના બન પર કેચપ લગાવી તેની પર મુકો. નોન સ્ટીક તવી પર બર્ગરના બન એક મિનીટ માટે મૂકી ગરમ-ગરમ પીરસો. બર્ગરને વચ્ચેથી કાપી ટોમેટો કેચપ સાથે પીરસો. ચીઝ બર્ગર બનાવવું હોય તો કાકડી, ટામેટા, ડુંગળીની સ્લાઈસ અને કોબીજના પાનને બદલે ચીઝ સ્લાઈસ મુકવી.
ચના મસાલા બર્ગર
સામગ્રીઃ
•૪૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા
•૨ ચમચા છીણેલું આદું
•૫ થી ૬ લીલાં મરચાંની પેસ્ટ
•૧/૪ કપ કોથમીર ઝીણી સમારેલી
•૧/૪ કપ ફુદીનાનાં ઝીણાં સમારેલાં પાન
•૨૦૦ ગ્રામ પનીર
•૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
•૧૧/૨ ચમચી ધાણાજીરૂં પાઉડર
•૧૧/૨ ચમચો ચાટ મસાલો
•૧ ચપટી આમચૂર પાઉડર
•૨ થી ૩ ચમચા ચણાનો લોટ
•મીઠું સ્વાદાનુસાર
•તેલ શેકવા માટે
•બર્ગરના પાઉં - વચ્ચેથી કાપેલા અને બટર લગાવેલા
•કાકડી, કાંદા અને ટમેટાની સ્લાઈસ જરૂર પ્રમાણે
રીતઃ
સૌપ્રથમ બાફેલા ચણા અને આદુંની પેસ્ટને મિક્સરમાં અધકચરા વાટી લો. એમાં પાણી ન ઉમેરવું. પનીરને છીણી લો. ત્યાર બાદ એમાં કાંદા, કોથમીર, ફુદીનો, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું, ચાટ મસાલો, આમચૂર અને ધાણાજીરૂં પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો અને મિશ્રણને ૩૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. હવે ચણાની પેસ્ટ અને પનીરવાળું મિશ્રણ મિક્સ કરો. એમાંથી ૧૦થી ૧૨ મધ્યમ કદની પૅટીસ બનાવો. આ પૅટીસને ચણાના લોટમાં રગદોળી નૉન-સ્ટિક પૅનમાં તેલ લગાવી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે બર્ગરનું બન લઈ એમાં કાંદા, ટમેટા અને કાકડીની સ્લાઈસ મૂકી તૈયાર કરેલી પૅટીસ મૂકો. ઉપરથી બીજો પાઉં મૂકી ટૂથપિક ખોસો અને ગરમ-ગરમ સર્વ કરો. ચીઝની સ્લાઈસ પણ મૂકી શકાય. સર્વિંગ-પ્લેટમાં કાઢીને એને સર્વ કરો.
ગ્રીન ફ્રૂટ મઠો
સામગ્રીઃ
•૧ કિલો મોળું દહીં
•૧ કપ ઝીણા સમારેલા સફરજન અને ચીકુ
•૫૦ ગ્રામ લીલી અને કાળી દ્રાક્ષ સમારેલી
•૨ ટેબલ સ્પૂન દાડમના દાણા
•૧ કપ દળેલી ખાંડ
•૨ થી ૩ ટીપા વેનિલા એસેન્સ
•૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
રીતઃ
દહીંને મલમલના ટૂકડામાં નાખી તેની પોટલી બાંધીને દહીંમાંથી બધું જ પાણી નિતારી નાખો. જો આ કામ ઝડપથી કરવું હોય તો એકવાર પોટલીને દબાવીને થોડું પાણી કાઢી નાખો અને ત્યારબાદ આખા કપડાને કાગળ ઉપર ફેલાવીને થોડી વાર દહીં હલાવો, આમ કરવાથી દહીંમાંનું પાણી કાગળમાં ઉતરી જશે બે ત્રણ વાર કાગળ બદલી નાખો અને થોડી વાર પંખો ચાલુ કરીને દહીંના મસ્કાને ફેલાવી દો અને તેમાનું પાણી સૂકાઈ જવા દો. જેટલો બને તેટલો આ મસ્કાને કોરો થવા દો, જ્યારે તેમાં ખાંડ ઉમેરીએ ત્યારે ફરી પાણી વળશે. ત્યાર પછી કપડામાંથી મસ્કાને એક બાઉલમાં કાઢીને તેમાં દળેલી ખાંડ નાખી એકરસ થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં મિલ્ક પાવડર તેમજ વેનિલા એસેન્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ બાકીના બધા ફળોના ટૂકડા ભેળવીને એક કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકો.એકદમ ઠંડું થાય એટલે પીરસો.
ચીકુની બરફી
સામગ્રીઃ
•૧ કિલો ચીકુનો માવો
•૬૦૦ ગ્રામ ખાંડ
•૫૦ ગ્રામ ગ્લુકોઝ
•૧૬૦ ગ્રામ કન્ડેન્સ મિલ્ક
•૧૦૦ ગ્રામ ચોખ્ખુ ઘી
•૨ ગ્રામ ચોકલેટ કલર
•એસેન્સ જરૂર પ્રમાણે(પસંદગી મુજબનું)
રીતઃ
ચીકુને પાણીથી ધોઈ છાલ ઉતારી, બી કાઢી નાના નાના ટુકડા કરો. પછી તેને મિકસરમાં ક્રશ કરી માવો બનાવો. હવે આ માવાને ગરમ કરી સતત હલાવતા રહો. ત્રીજા ભાગનો માવો રહે ત્યારે તેમાં ખાંડ, ગ્લુકોઝ અને થોડું ઘી નાખી સતત હલાવતા રહો. માવો ફરી ઘટ્ટ થાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં કલર અને એસેન્સ નાખી સરખી રીતે મિકસ કરો. હવે એક વાસણમાં ઘી લગાડી આ માવો તેમાં એકસરખો પાથરી દો. પછી તેને એકથી દોઢ કલાક ઠરવા દો. ઠરી જાય એટલે તેના પીસ કાપી લો અથવા તેને મનપસંદ આકાર આપો.
સ્ટ્રોબેરી લસ્સી
સામગ્રીઃ
•૨ કપ દહીં
•૧ કપ સમારેલી સ્ટ્રોબેરી
•૧/૨ કપ ખાંડ
•૧/૨ ટી સ્પૂન વાટેલી ઈલાયચી
•૧/૨ કપ ક્રશ્ડ બરફ
•૨ ટેબલ સ્પૂન મલાઈ
•૨ ટેબલ સ્પૂન તૂટીફ્રૂટી
રીતઃ
મલાઈ અને તૂટીફ્રૂટીને છોડી બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે. આ લસ્સીને ગ્લાસમાં ભરો. ઉપરથી થોડી મલાઈ અને તૂટીફ્રૂટી નાખો. ચમચી સાથે ઠંડી-ઠંડી લસ્સી સર્વ કરો. આ લસ્સી દેખાવમાં સુંદર અને પીવવામાં સ્વાદિષ્ટ લાગે છે.
સફરજનની ખીર
સામગ્રીઃ
•૩ થી ૪ છીણેલા સફરજન
•૧ કપ મિલ્કમેડ
•૧ કપ દૂધ
•૨ ચમચી ખાંડ
•ઈલાયચીનો પાવડર
•કાપેલા ડરાય ફ્રૂટ્સ
રીતઃ
સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઈ જાય એટલે તેમાં એક કપ મિલ્કમેડ નાંખી ફરીથી એક મિનિટ માટે રાંધો. હવે ગેસની આંચ બંધ કરી દો. રંધાઈને તૈયાર થયેલી ખીરમાં ઉપરથી ઈલાયચીનો પાવડર અને ડરાય ફ્રૂટ્સ નાંખીને ગાર્ન્િાશ કરો. તૈયાર છે તમારી સફરજનની ખીર. આ ખીર મહેમાનોને પીરસો તે પહેલા તેને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લો. અલબત, તમે ઈચ્છો તો ગરમ-ગરમ ખીરનો સ્વાદ પણ માણી શકો છો.
વોટરમેલન હલવો
સામગ્રીઃ
•૧ કપ તરબૂચના ટુકડા
•૧ કપ દૂધ
•૧/૪ કપ ખાંડ
•૨ ટી સ્પૂન ઘી
•કેસર
•ઈલાયચી પાવડર
•સૂકામેવાના ટુકડા
રીતઃ
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં તરબૂચના ટુકડા નાખીને એકાદ મિનિટ સુધી શેકો. ત્યાર બાદ તેમાં દૂધ, ખાંડ અને કેસર નાખીને ધીમી આંચે બરાબર ચઢવા દો. હલવામાંથી ઘી છૂટવા લાગે ત્યાં સુધી તેને ચઢવા દો. વચ્ચે-વચ્ચે બરાબર હલાવતા રહો. છેલ્લે તેમાં ઈલાયચી પાવડર નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. છેલ્લે તેના પર ડરાયફ્રૂટના ટુકડા નાખીને ગરમા-ગરમ સર્વ કરો.
મિક્સ ફ્રૂટ જામ
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ પાઈનેપલના ટુકડા
•૨૫૦ ગ્રામ સફરજનના ટુકડા
•૨૫૦ ગ્રામ પાકી ગળી કેરીના ટુકડા
•૭૫૦ ગ્રામ ખાંડ
•૫ થી ૧૦ ગ્રામ સાઈટ્રિક એસીડ
•૧ ચપટી ઈલાયચીનો ભૂકો
રીતઃ
સૌપ્રથમ પાઈનેપલ, સફરજન અને કેરીને છોલીને તેના ટુકડા કરવા. બધાને ભેગા કરી મિક્સરમાં ક્રશ કરવા. માવો બનાવવો. તેમાં ખાંડ અને પાણીમાં ઓગળેલું સાઈટ્રિક એસીડ નાખી તાપ પર મુકવું. બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો. ઠંડુ પડે એટલે પહોળા મોઢાની કાચની બોટલમાં ભરી લો.
પપૈયા ચટણી
સામગ્રીઃ
•૨૧/૨ કપ કાચું પપૈયુ
•૧૧/૪ કપ ખાંડ
•૧/૩ કપ પાણી
•૧/૪ કપ લીંબુનો રસ
•૧ નંગ સૂકું લાલ મરચું
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ પપૈયાની છાલ કાઢીને તેને બરાબર કટ કરી લો. વચ્ચેથી બી અને રેસા કાઢી લો. ત્યાર બાદ પપૈયાની પાતળી વેફર્સ જેવી સ્લાઈસ કરી લો. હવે એક પેનમાં પાણી અને ખાંડની સાથે ગરમ કરવા માટે મૂકો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં પપૈયાની સ્લાઈસ ઉમેરીને ફાસ્ટ ગેસે તેને ઉકળવા દો. જ્યાં સુધી પપૈયુ એકદમ સોફટ થઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરો. હવે પપૈયા સ્લાઈસને સ્પૂનની મદદથી કાઢી લો. ખાંડના પાણીને ધીમા તાપે વીસ મિનિટ સુધી હજુ ચઢવા દો. એકદમ ચાસણી બની જાય ત્યાં સુધી. જ્યારે તે એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાર બાદ તેમાં પપૈયુ, લીંબુનો રસ, આખા લાલ મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે પપૈયુ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરીને જામ જેવી ચટણી સર્વ કરો.
વેજ.પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ
સામગ્રીઃ
•૧ કપ સોજીની મેક્રોની (ન હોય તો મેંદાની ચાલશે)
•૧ નંગ ડુંગળી લાંબી સમારેલી
•૧ નંગ ટમેટું લાંબુ સમારેલું
•૫ નંગ ફણસી લાંબી સમારેલી
•૧ નાનું ગાજર લાંબુ સમારેલું
•૧ નંગ કેપ્સીકમ લાંબુ સમારેલું
•૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
•૨ ટેબલ સ્પૂન ટોમેટો પ્યુરી
•૧ ટેબલ સ્પૂન ખાંડ
•૧ ટી સ્પૂન મરી પાવડર
•૧/૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
•૧ ટી સ્પૂન ઓરેગાનો
•૨ ક્યુબ છીણેલી ચીઝ
•૧ ટેબલ સ્પૂન મેંદો
•૨ ટેબલ સ્પૂન તેલ
•મીઠું સ્વાદાનુસાર
ગાર્નીશિંગ માટે-
•૨ ક્યુબ છીણેલી ચીઝ
•ચીલી ફ્લેક્સ
•ઓરેગાનો
ગાર્લિક બટર માટે-
•૨ ટેબલ સ્પૂન બટર
•૨ કળી છુન્દેલું લસણ
•૧ ચપટી મીઠું
•૧/૪ ટી સ્પૂન ઓરેગાનો
•૧/૪ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
રીતઃ
સૌ પ્રથમ સોજીની મેક્રોનીને તેલ અને મીઠું લઈ બાફી લો. ચડી જાય એટલે ઠંડા પાણીથી ધોઈ બાજુ પર રાખો. બીજા એક પેનમાં ઉકળતા પાણીમાં ફણસી અને ગાજર બાફી લો. હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો થોડી સંતળાઈ જાય એટલે તેમાં ગાજર અને ફણસી નાખી સાંતળો. હવે તરત જ કેપ્સીકમ નાખો અને છેલ્લે ટામેટા નાખો. હવે તેમાં ટામેટાની પ્યુરી નાખો ત્યાર બાદ તેમાં ટમેટો કેચપ ઉમેરો. હવે તેમાં પાસ્તા નાખી દો અને એક કપ પાણીમાં ઓગળેલો મેંદો નાખો. બરાબર ઉકાળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને ઓરેગાનો નાખી હલાવી લો. પછી તેમાં છીણેલી છીઝ નાખી અને ખાંડ નાખી હલાવી ઉતારી લો. હવે તૈયાર પાસ્તાને એક ઓવન પ્રૂફ બાઉલમાં કાઢી ઉપરથી છીણેલી ચીઝથી ગાર્નીશ કરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી બે મિનિટ માટે માઈક્રોવેવ માં મુકો. (માઈક્રો વેવમાં મુક્યા વગર પણ ચાલે.) તૈયાર પાસ્તાને ટોસ્ટ કરેલી બ્રેડ અને ગાર્લિક બટર સાથે સર્વ કરો.
ગાર્લિક બટર માટેની રીત-
ગાર્લિક બટરની બધી જ સામગ્રી ભેગી કરી બરોબર હલાવી લો. આવી જ રીતે અચારી બટર પણ બનાવી શકાય. તેમાં બટરમાં ખાટ્ટા અથાણાનો મસાલો નાખીને હલાવી લેવું.
ચાટ પાસ્તા
સામગ્રીઃ
•પાસ્તા
•તેલ
•કાંદા (ઝીણાં સમારેલા)
•બાફેલા બટેટા
•બાફેલા કાબુલી ચણા
•૧ નંગ મરચું (ઝીણું સમારેલું)
•કોથમરી (ઝીણી સમારેલી)
•પીસેલું આદું
•ચાટ મસાલો
•મરચું
•મીઠું સ્વાદાનુસાર
•ધાણાજીરૂં
રીતઃ
સૌપ્રથમ પાસ્તાને ગરમ ઉકળતા પાણીમાં મીઠું અને એક ચમચી તેલ નાખીને બાફી લો. ત્યાર બાદ કડાઈમાં બે ચમચા તેલ મૂકીને તેમાં જીરૂં મુકો, ત્યારબાદ તેમાં કાંદા ઉમેરો. કાંદા આછા ગુલાબી રંગના થઈ જાય પછી ઝીણાં સમારેલા બાફેલા બટાટાં, ચણા ઉમેરો. પછી મરચું, મીઠું, ધાણાજીરૂં, પીસેલું આદું, ચાટ મસાલો નાખીને હલાવો. ત્યાર બાદ પાસ્તા નાખો અને ફરી બધું મિક્ષને કોથમરી ભભરાવીને ગરમાગરમ સર્વ કરો. ચાટ પાસ્તાને ચણા ને બટેટા નાખ્યા વગર પણ બનાવી શકાય.
ક્રીમી પાસ્તા
સામગ્રીઃ
•૨૦૦ ગ્રામ પાસ્તા (૨-કપ)
•૧ કપ કોબી (બારીક સમારી લેવી)
•૧ કપ ગાજર અને કેપ્સિકમ(બારીક સમારવા)
•૧/૨ કપ તાજા લીલાં વટાણા
•૨ ટેબલ સ્પૂન માખણ
•૧૦૦ ગ્રામ ક્રીમ (૧/૨ કપ)
•૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
•૧ ટૂકડો આદું (૧ ઈંચ લંબાઈનો) (છીણી લેવું)
•૧/૪ ચમચી કાળા મરી (થોડા ઓછા ચાલશે)
•૧ નાનું લીંબુ
•૧ ટેબલ સ્પૂન લીલી કોથમીર (બારીક સમારવી)
રીતઃ
સોપ્રથમ એક વાસણમાં એટલું પાણી લઈને રાખો કે જેમાં પાસ્તા સારી રીતે બાફી શકાય. લગભગ પાસ્તાથી ત્રણ ગણા પાણીમાં અડધી ચમચી મીઠું અને એકથી બે ચમચી તેલ નાંખવું. પાણીમાં ઉભરો આવ્યા બાદ, પાસ્તાને પાણીમાં નાંખવા અને ચઢવા દેવા. થોડા સમય બાદ, ચમચાની મદદથી પાસ્તા હલાવતાં રહેવા. પાસ્તામાં ફરી ઉભરો આવે, ત્યારે તાપ ધીમો કરી દેવો. લગભગ પંદરથી વીસ મિનિટમાં પાસ્તા ચઢી જશે. પાસ્તાને હાથથી દબાવીને જોઈ લેવા કે તે નરમ થઈ ગયા છે કે નહીં. પાસ્તાને ચઢવા દઈ તે દરમ્યાન બધા જ શાક બારીક સમારીને તૈયાર રાખવા. પાણીમાં ઉકાળેલા પાસ્તાને ચારણીમાં કાઢી અને તેની ઉપર ઠંડું પાણી રેડવું, કારણ તેનાથી તેમાં રહેલી ચિકાસ નીકળી જશે. હવે એક કડાઈમાં માખણ લેવું અને તેણે ગરમ કરવું. આદુ અને બધા જ શાક સમારેલા તેમાં નાખો. શાકને ચમચાની મદદથી હલાવી બે મિનિટ સુધી ચઢવા દેવું. શાક થોડું ચઢી જાય કે તેમાં ક્રીમ, મીઠું અને કાળા મરી સારી રીતે મિક્સ કરવા અને ચમચાની મદદથી એકથી બે મિનિટ ચઢવા દેવા. બસ, હવે પાસ્તાને નાંખી સારી રીતે ચમચાથી હલાવી મિક્સ કરી એકથી બે મિનિટ ફરી ચઢવા દેવા. ગેસ બંધ કરી દેવો. પાસ્તામાં લીંબુનો રસ અને લીલી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરી દેવું. સ્વાદિષ્ટ-મઝેદાર ક્રિમી પાસ્તા તૈયાર છે.
ઈટાલિયન પાસ્તા
સામગ્રીઃ
•૫૦૦ ગ્રામ પાસ્તા
•૧ કાપેલી ડુંગળી
•૧ કાપેલું ગાજર
•૧ બારીક કાપેલું કેપ્સિકમ
•૧૧/૨ ચમચી લસણની પેસ્ટ
•૪ થી ૫ લીલા મરચાં
•૪ ચમચી ટોમેટો પ્યુરી
•૧ ચમચી ચિલિ સૉસ
•૧ ચમચી લાલ મરચું પાવડર
•૧/૨ ચમચી આમચુર પાવડર
•૨ ચમચી કાળા મરીનો પાવડર
•૧ ચમચી જીરૂં
•૧/૨ ચમચી ગરમ મસાલો
•૪ કપ પાણી
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સોપ્રથમ એક કઢાઈમાં પાણી ગરમ કરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા અને થોડું મીઠું નાંખો. પાસ્તા સારી રીતે ચઢી જાય એટલે તેમાંથી પાણી કાઢીને પાસ્તા એકબાજુએ મૂકી દો અને ઠંડા થવા દો. હવે એક કઢાઈ લો. તેમાં લસણની પેસ્ટ અને કાપેલા લીલા મરચાં નાંખો. તેને મિક્સ કરો ઉપરથી કાપેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ પણ ઉમેરો અને આ મિશ્રણને ધીમી આંચે ચઢવા દો. જ્યારે શાકભાજી થોડા-થોડા ચઢી જાય એટલે તેમાં સ્વાદાનુસાર મીઠું, ચાર કપ પાણી, ટોમેટો પ્યુરી, ગરમ મસાલો, જીરૂં પાડવર, લાલ મરચું, આમચુર પાવડર, લીલું મરચું, કાળા મરીનો પાવડર અને ચિલિ સૉસ નાંખી ઉકાળો. જ્યારે આ પેસ્ટ થોડી ઘટ્ટ થઈ ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા ઉમેરો અને થોડીવાર સુધી મધ્યમ આંચે પાસ્તામાં પેસ્ટનો મસાલો ચઢે એ રીતે રંધાવા દો અને થોડીવાર બાદ ગેસની આંચ બંધ કરો. ત્યારબાદ પાસ્તાને કોઈપણ વાસણમાં કાઢી ઉપરથી થોડી કોથમીર અને ચીઝ છીણથી ગાર્ન્િાશ કરી ગરમાગરમ પીરસો.
વોલનટ પેસ્ટો પાસ્તા
સામગ્રીઃ
•૧૦ થી ૧૨ નંગ અખરોટ
•૧ કપ તુલસીનાં પાન
•૨૦૦ ગ્રામ પાસ્તા (બાફેલા)
•૨ થી ૩ કળી લસણ
•૩ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ
•૫૦ ગ્રામ ચીઝ
•૨ ટેબલ સ્પૂન ક્રીમ
•મીઠું સ્વાદાનુસાર
•મરી પાવડર સ્વાદાનુસાર
રીતઃ
સોપ્રથમ તુલસીનાં પાનને મિક્સરમાં ક્રશ્ડ કરી લો. ત્યાર બાદ તેમાં લસણ, અખરોટ, ઓલિવ ઓઈલ, ચીઝ નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં આ બધી જ સામગ્રી અને પાસ્તા પા કપ પાણી નાખી મિક્સ કરી લો. આ મિશ્રણમાં એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ નાખી મિક્સ કરો. ત્યાર પછી તેમાં ક્રીમ, મીઠું અને મરી પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરી લો. પાસ્તાને ર્સ્િાંવગ બાઉલમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો.
પાસ્તા
સામગ્રીઃ
•૧૦૦ ગ્રામ બાફેલા પાસ્તા
•૧૦૦ ગ્રામ બારીક સમારેલું ટમેટું
•૧૦૦ ગ્રામ સમારેલી ડુંગળી
•૧૦૦ ગ્રામ મશરૂમ (લાંબા સમારેલાં)
•૨ ચમચા સમારેલી કોથમીર
•૧ નંગ સમારેલું કેપ્સિકમ
•૧ ચમચો તેલ
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સોપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી સાંતળો. ત્યાર બાદ ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટમેટાં નાખીને સાંતળો. હવે તેમાં સમારેલું કેપ્સિકમ, બાફેલા પાસ્તા, મશરૂમ અને મીઠું ભેળવી હલાવો. બરાબર તૈયાર થાય સમારેલાં લીલાં મરચાં અને કોથમીરથી સજાવીને સર્વ કરો.
પાસ્તા સલાડ
સામગ્રીઃ
•૧ કપ બાફેલા પાસ્તા
•૧ નંગ નાનું ગાજર
•૧ નંગ નાની કાકડી
•૧ નંગ કેપ્સીકમ
•૧ નાનું ટમેટું
•૧/૨ નંગ સફરજન
•૨ ટેબલ સ્પૂન ક્રીમ (સિંગલ ફેટનું)
•૧/૨ ટી સ્પૂન મરી પાવડર
•મીઠું સ્વાદાનુસાર
•ફુદીનાના પાન
રીતઃ
સોપ્રથમ પાસ્તા સલાડ બનાવવા માટે પાસ્તાને બાફી લો. તેમાં એક ટેબલ સ્પૂન તેલ અને મીઠું નાખી પ્રેશર કુકરમાં એક વ્હીસલ વગાડી દેવી. મેંદાના પાસ્તાને બફાતા વધારે વાર લગાશે, જયારે સોજીના પાસ્તા જલ્દી બફાઈ જશે. શંખ કે બો શેપ ના પાસ્તા લઈ શકાય. બફાયેલા પાસ્તાને ઉકળતા પાણીમાંથી બહાર કાઢી નળના પાણી વડે ધોઈ પાણીમાં ડુબાડી રાખવા. જરૂર હોય ત્યારે જ ગરણીમાં ગાળીને વાપરવા. પાસ્તા વધારે ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવુ. ગાજર, કાકડી, ટમેટુ અને કેપ્સીકમને ધોઈ પાસ્તાની સાઈઝ પ્રમાણે પીસ કરવા. ટામેટાના બીયા અને રસો કાઢી લેવો. સફરજનને પણ ધોઈ સમારી લેવું. નારંગીની પેશી સાફ કરી ટુકડા કરી લેવા. ક્રીમમાં રાઈનો પાવડર અને મીઠું તથા મરી પાવડર નાખી હલાવી લેવું. પાસ્તા સલાડ બનાવવા માટે સૌ પ્રથમ પાસ્તાને પાણીમાંથી બહાર કાઢી નીતરી લો ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા શાક અને ફ્રૂટ નાખી હળવે હાથે હલાવી લો. ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલું ક્રીમ રેડી હલાવી લો. તૈયાર સલાડને ફુદીનાના પાન વડે ગાર્નીશ કરી ઠંડુ જ સર્વ કરો.
પાસ્તા ઉપમા
સામગ્રીઃ
•૧ કપ પાસ્તા (બોઈલ)
•૨ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
•૧/૨ ટી સ્પૂન રાઈ
•૨ નંગ લીલાં મરચાં
•૧ ટેબલ સ્પૂન અડદની દાળ
•૬ નંગ આખાં મરચાં
•૧ ટેબલ સ્પૂન ચણાની દાળ
•૨૦ થી ૨૫ પાંદડાં મીઠો લીમડો
•૩ ટેબલસ્પૂન સિંગદાણા
•૨ ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી
•૧/૪ ટી સ્પૂન હળદર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીલાં મરચાં, અડદની દાળ, ચણાની દાળ, મીઠો લીમડો, સિંગદાણા, આખાં મરચાં અને ડુંગળી નાખી સરખી રીતે સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલા પાસ્તા, હળદર, લાલ મરચું અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો. પાસ્તા ઉપમાને સર્વિંગ બાઉલમાં કાઢી બ્લેક ઓલિવની સ્લાઈસ નાખી ગરમ-ગરમ સર્વ કરો.
ચીઝી પાસ્તા પુલાવ
સામગ્રીઃ
•૩ કપ રાંધેલો છૂટો ભાત (બાસમતી ચોખાનો)
•૧ કપ બાફેલી મેક્રોની
•૧ કપ ટોમેટો પ્યુરી
•૧ ક્યુબ છીણેલી ચીઝ
•૩ ટેબલ સ્પૂન તેલ
•સ્વાદ પ્રમાણે મીઠું
•૧/૪ કપ બાફીને લાંબી સમારેલી ફણસી
•૧/૪ કપ બાફીને લાંબા સમારેલા ગાજર
•૧/૪ કપ લાંબી સમારેલી ડુંગળી
•૧/૪ કપ લાંબા સમારેલા લાલ,લીલા,પીળા કેપ્સીકમ
•૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
•૧ ટી સ્પૂન ઓરેગાનો
•૧/૨ ટી સ્પૂન મરી પાવડર
•૧ ટી સ્પૂન મેંદો
•ગાર્નીશિંગ માટે-
•૨ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
•૧ ક્યુબ છીણેલી ચીઝ
રીતઃ
સૌ પ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં ડુંગળી સાંતળો. ત્યાર બાદ તેમાં બીજા શાક નાખી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટોમેટો પ્યુરી નાખી તે ઉકાળવા લાગે એટલે તેમાં બે ચમચી પાણીમાં ઓગળેલો મેંદો નાખો. બરોબર ઘટ્ટ થાય એટલે તેમાં ચીઝ નાખો અને પછી બાફેલા પાસ્તા ઉમેર બરોબર હલાવી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો. ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરીને સાચવીને હલાવી લો. તૈયાર થયેલા પુલાવને એક ગ્રીસ કરેલા બાઉલમાં કાઢી બરાબર પ્રેસ કરી સર્વિંગ પ્લેટમાં અન-મોલ્ડ કરો. છીણેલી ચીઝ અને કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો.
હ્લીંેંષ્ઠષ્ઠૈહૈ પાસ્તા
સામગ્રીઃ
•૧ કપ હ્લીંેંષ્ઠષ્ઠૈહૈ પાસ્તા બાફેલા
•૧ કપ ટોમેટો પ્યોરી
•૧/૨ કપ ટમેટો સોસ
•મીઠું સ્વાદાનુસાર
•૩ મોટી ચમચી માખણ
•૨ મોટી ચમચી કોથમીર
•૨ મોટી ચમચી લાલ મરચું
•૧/૨ કપ તાજી મલાઈ
•૧ નાની ચમચીઓરીગાનો પાવડર
•૧ નાની ચમચી લાલ મરચાંના ફ્લકેસ
રીતઃ
સોપ્રથમ પાસ્તાને બાફો. હવે ટમેટો પ્યોરી માટે ૩ થી ૪ ટમેટોનો ઉપયોગ કરો. સૌપ્રથમ એક કડાઈને ગરમ કરો. કડાઈ ગરમ થાય એટલે તેમાં માખણ નાખીને પીગાળાવો. હવે તેમાં ટમેટો પ્યોરી ઉમેરો. જાડું થાય ત્યાં સુધી ગરમ કરો ને હલાવો. હવે તેમાં મલાઈ ભેળવીને બરાબર હલાવો. હવે તેમાં મીઠું, લાલ મરચું, ઓરીગાનો પાવડર, લાલ મરચાંના ફ્લકેસ અને ટમેટો સોસ પણ ભેળવો. જાડું થાય ત્યાં સુધી ગરમ કરો ને હલાવો. હવે ગ્રેવી તેયાર છે બાફેલા પાસ્તા તેમાં ભેળવો. હળવેકથી હલાવવું જેથી તૂટે નહી. થોડીક મિનિટો હજી ચડવા દેવું. તૈયાર છે ગરમાગરમ પાસ્તા. કોથમીર અને સોસથી શણગારો.
પીઝા સેન્ડવીચ
સામગ્રીઃ
•૬ નંગ સેન્ડવીચ બ્રેડ
•૩ ટેબલ સ્પૂન પીઝા સોસ
•૨ ક્યુબ ચીઝ
•૧૦૦ ગ્રામ પનીર
•૧૦૦ ગ્રામ ડુંગળી
•૧૦૦ ગ્રામ કેપ્સીકમ
•૧૦૦ ગ્રામ ટામેટા
•૨ ટી સ્પૂન મરી પાવડર
•૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
•૧ ટી સ્પૂન ઓરેગાનો
•૧ ટી સ્પૂન તેલ
•મીઠું સ્વાદાનુસાર
•બટર જરૂર પ્રમાણે
•પિઝા સોસ માટે-
•૧ કપ ટોમેટો પ્યોરી
•૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
•૧ ટી સ્પૂન તેલ
•૧ નંગ ઝીણો સમારેલી ડુંગળી
•૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
•૧ ટી સ્પૂન લાલ મરચું
•૨ ટી સ્પૂન ખાંડ
•૨ ટી સ્પૂન ઓરેગાનો
•૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
•૨ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
•૧૦૦ ગ્રામ ચીઝ
•૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ આપણે મસાલા માટેની તૈયારી કરી લઈએ. તેના માટે ડુંગળી,પનીર અને કેપ્સીકમના નાના-નાના ટુકડા કરી લો. ડુંગળી, કેપ્સીકમ અને પનીરને એક બાઉલમાં લઈ તેમાં મીઠું પોણી ચમચી મરી પાવડર અને પોણી ચમચી તેલ નાખી ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. આવી જ રીતે ટામેટાના પણ નાના ટુકડા કરી તેને અલગ બાઉલમાં મૂકો. તેમાં પા ચમચી તેલ, પા ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને પણ ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. હવે એક નોન સ્ટીક પેનમાં ડુંગળી, પનીર અને કેપ્સીકમ નાખી શેકી લો. બે મિનીટ પછી ટામેટા નાખો. ટામેટા નાખીને તરત જ ગેસ બંધ કરી લો. જેથી ટામેટા પોચા ન પડી જાય. હવે સોસ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલ તેમાં ડુંગળી અને લસણ સાંતળો. ત્યારબાદ તેમાં ટોમેટો પ્યોરી ઉમેરીને સાંતળો. એકાદ મિનિટ બાદ તેમાં ખાંડ, મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને કેપ્સીકમ ઉમેરીને બરાબર મિક્ષ કરો. ટોમેટો કેચપ ઉમેરો. હવે થોડા પાણીમાં કોર્નફલોર ઉમેરી બરાબર ઓગાળી તેને ગ્રેવીમાં મિક્સ કરો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ સોસ. હવે પીઝા બનાવવા માટે સૌપ્રથમ ૩ સ્લાઈસ બ્રેડ લઈ તેની બંને બાજુ બટર લગાવી લો. હવે એક સ્લાઈસ પર પીઝા સોસ લગાવો. તેના પર એક ક્યુબ ચીઝ છીણી લો. ત્યાર બાદ તેની પર બીજી સ્લાઈસ બ્રેડ મૂકી દો. હવે તેના પર મેરિનેટ કરી અને શેકેલા પનીર, કેપ્સીકમ, ડુંગળી અને કેપ્સીકમ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. તેના પર ત્રીજી સ્લાઈસ બ્રેડની મૂકી દો. આવી જ રીતે બીજી સેન્ડવીચ તૈયાર કરી દો. તૈયાર સેન્ડવીચને ગ્રીલરમાં મૂકી ગ્રીલ કરી લો. ગ્રીલર ન હોય તો સેન્ડવીચ ટોસ્ટર પણ વાપરી શકાય,તો ૨ જ બ્રેડની સેન્ડવીચ બનાવવી પીઝા સોસની ઉપર જ પનીર, કેપ્સીકમ, ડુંગળી, ટામેટા મૂકીને ચીઝ ભભરાવી દેવી. ગ્રીલ થઈ જાય એટલે બહાર કાઢી કટ કરી સોફ્ટ ડરીંક સાથે સર્વ કરવું.
પિઝા બન
સામગ્રીઃ
•૪ નંગ ડિનર રોલ
•૨ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
•૨ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ટામેટા
•૨ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
•૨ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા પનીરના પીસ
•૨ ટી સ્પૂન મરી પાવડર
•૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
•૨ ટી સ્પૂન ઓરેગાનો
•૪ ટેબલ સ્પૂન છીણેલી ચીઝ
•૪ ટેબલ સ્પૂન પીઝા સોસ
•૧ ટેબલ સ્પૂન બ્લેક ઓલીવ્સ
•મીઠું સ્વાદાનુસાર
•બટર રોલ શેકવા માટે
•પિઝા સોસ માટે-
•૧ કપ ટોમેટો પ્યોરી
•૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
•૨ ટી સ્પૂન તેલ
•૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
•૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
•૧ ટી સ્પૂન લાલ મરચું
•૨ ટી સ્પૂન ખાંડ
•૧/૨ ટી સ્પૂન ઓરેગાનો
•૧/૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
•૧/૨ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
•૧૦૦ ગ્રામ ચીઝ
•૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર
•મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ સોસ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી અને લસણ સાંતળો. ત્યારબાદ તેમાં ટોમેટો પ્યોરી ઉમેરો. એકાદ મિનિટ બાદ તેમાં ખાંડ, મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને કેપ્સીકમ ઉમેરી ખદ્ખદવા દો. ટોમેટો કેચપ ઉમેરો. હવે થોડા પાણીમાં કોર્નફલોર ઉમેરી બરાબર ઓગળી તેને ગ્રેવીમાં મિક્સ કરો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો. પીઝા બન બનાવવા માટે સૌપ્રથમ ડુંગળી, ટામેટા, પનીર અને કેપ્સીકમમાં મીઠું અને મરી પાવડર નાખી પાંચથી સાત મિનીટ માટે રાખી મુકો. ત્યાર બાદ તેને એક કે બે મિનીટ માટે નોન સ્ટીક પેનમાં સાંતળી લો. અને સાઈડ પર રાખી મુકો. હવે ડીનર રોલને વચ્ચેથી આડો કાપી બટરની મદદથી થોડો શેકી લો. કડક કરવાની જરૂર નથી. હવે નીચેના બનની અંદરની સાઈડ પર પીઝા સોસ લગાવી લો. તેના પર તૈયાર કરેલા ડુંગળી, ટામેટા, કેપ્સીકમ અને પનીર પાથરી દો. ત્યારબાદ તેના પર છીણેલી ચીઝ ભભરાવી સોસ લગાવી દો. તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઓલીવના પીસ મૂકો. હવે તેના પર ઉપરનો બનનો પીસ મૂકી ઉપર થોડું બટર લગાવી ગ્રીલરમાં કે માઈક્રોવેવમાં ઢાંકીને ગરમ કરો. અથવા નોન સ્ટીક તવી પર ઢાંકીને ગરમ કરો. ગરમ-ગરમ પીઝા બન કોલ્ડ ડરીંક સાથે સર્વ કરો.
ચાઈનીઝ પીઝા
સામગ્રીઃ
•પીઝા બેઝ
•ઝીણી ખમણેલી કોબીજ
•ગાજર
•ડુંગળી
•ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું
•ટામેટાની ગ્રેવી
•બાફેલા નુડલ્સ
•ગરમ મસાલો
•લસણની ચટણી
•સોયા સોસ
•ચીલી સોસ
•ચીઝ
•મીઠું
•લાલ મરચું
રીતઃ
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં ટામેટાની ગ્રેવી સાંતળવી, તેમાં ઝીણી ખમણેલી કોબીજ, ગાજર, ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું, અને બાફેલા નુડલ્સ મિક્સ કરવા. ત્યારબાદ ગરમ મસાલો, સોયા સોસ, ચીલી સોસ તેમજ સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું મિક્સ કરવું. પીઝા બેઝનું નીચેનું પળ કડક થાય ત્યાં સુધી શેકો, ઉપરના પડ પર લસણની ચટણી અને ચીલી સોસ લગાવો. ત્યાર બાદ તેના પર મસાલો મુકવો અને થોડી વાર ગરમ કરવો. ત્યાર બાદ તેના પર ચીઝ ખમણીને ગરમા-ગરમ સર્વ કરવુ.
ઈન્સ્ટન્ટ બ્રેડ પીઝા
સામગ્રીઃ
•ગોળ કાપેલી બ્રેડની સ્લાઈસ
•ટામેટાની ગ્રેવી અથવા સોસ
•બારી કાપેલા ડુંગળી
•ટામેટા
•કેપ્સીકમ
•ચીઝ
રીતઃ
બ્રેડને ગોળાકારમાં કાપી લો. તેની ઉપર ટામેટાની ગ્રેવી અથવા સોસ લગાડો. તેની ઉપર બારીક કાપેલા ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ મુકો. તેની ઉપર ખમણેલી ચીઝનો થર કરો. હવે એક નોનસ્ટીક પેનમાં થોડું બટર લગાડી બ્રેડને શેકવા માટે ગેસ ઉપર મુકો. ચીઝ ઓગળે ત્યાં સુધી મીડીયમ તાપે શેકાવા દો. ચીઝ ઓગળે અને બ્રેડ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી એક સર્વિંગ પ્લેટમાં બધા બ્રેડ પીઝા ગોઠવી દો. સલાડથી પ્લેટ સજાવો. મોકટેલ અથવા કોલ્ડરીંક સાથે સર્વ કરો.
બ્રેડ મિની પિઝા
સામગ્રીઃ
•૬ સ્લાઈસ બ્રેડ
•૧ ટેબલ સ્પૂન અંકુરિત ચણા
•૧ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
•૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
•૧ ટેબલ સ્પૂન રવો
•૧ ટેબલ સ્પૂન મકાઈનો લોટ
•૧ ક્યુબ ચીઝ
•૫૦ ગ્રામ પનીર
•રાઈ
•મીઠો લીમડો
•કોથમીર
•ચટણી
•ટોમેટો સોસ
•મીઠું સ્વાદાનુસાર શાકભાજી-
•ગાજર
•લીલી ડુંગળીના ચીઝ
•કોબીજ
•શિમલા મરચાં
રીતઃ
સૌપ્રથમ બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને ૧૫ મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા, પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં ૧૫૦ સે. પર ૨૫૩૦ મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ અને લીલી ચટણી લગાવીને ગરમા-ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.
પનીર-અંજીર પિઝા
સામગ્રીઃ
•૧ નંગ પીઝા બેઝ
•૮ થી ૧૦ નંગ અંજીર
•૧૦૦ ગ્રામ પનીર
•૧/૪ સ્પૂન સફેદ મરચું
•૮ થી ૧૦ તુલસીના પાન
•મીઠું સ્વાદાનુસાર
•નોન સ્ટિક કૂકિંગ સ્પ્રે
રીતઃ
ઓવનને ૩૫૦ ડિગ્રી ફેરનહિટ પર રાખો. પિઝા બેઝ પર નોનસ્ટિક કૂકિંગ સ્પ્રે કરો. એક બાઉલમાં પનીર અને રિકોટા નાંખીને સારી રીતે મિક્ષ કરો. બેઝ પર ચીઝ મિશ્રણ પાથરો. તેની પર અંજીર નાંખો. અંજીર પર મીઠું તથા મરચું ભભરાવો. બેઝને દસથી બાર મિનિટ બેક કરો. ચીઝ બ્રાઉન થઈ જશે. ઉપરથી તુલસીના પાન નાખીને સર્વ કરો. અંજીર જો એકદમ પાકેલા હશે તો પીઝાનો સ્વાદ ડેઝર્ટ જેવો લાગશે.
મેંગો એપલ સ્મૂધી
સામગ્રીઃ
•૧ નંગ કેરીના ટુકડા
•૧/૨ નંગ ક્રશ કરેલું સફરજન
•૫૦ મિલી ઠંડું દૂધ
•૩૦૦ ગ્રામ ખાંડ
•૧૦૦ ગ્રામ દહીં
•થોડી કેરીની સ્લાઈસ
•સફરજનના ટુકડા
રીતઃ
સૌપ્રથમ કેરીના ટુકડા મિક્સરમાં ફેરવી લો. પછી એમાં દૂધ, દહીં અને ખાંડ ઉમેરી મિકસર પાછું ચલાવી બધું મિશ્રણ એકરસ કરી લો. હવે આ સ્મૂધીને એક ગ્લાસમાં કાઢી ઉપર ક્રશ કરેલું સફરજન પાથરો. ત્યાર બાદ કેરીની સ્લાઈસ અને સફરજનના ટુકડાથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.
બ્લેક ગ્રેપ્સ સ્મૂધી
સામગ્રીઃ
•૧ કપ સમારેલી કાળી દ્રાક્ષ
•૧ કપ દહીં
•૪ ટેબલ સ્પૂન ખાંડ
•આઈસ ક્યૂબ જરૂર મુજબ
રીતઃ
બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરની મદદથી સ્મૂધ પેસ્ટ બનાવી લો. તૈયાર છે ટેસ્ટી સ્મૂધી. થોડા સમય માટે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકો. ઠંડી થયા બાદ તેને ગ્લાસમાં રેડો. આઈસ ક્યૂબ નાખીને સર્વ કરો.
ઓરેંજ બનાના સ્મૂધી
સામગ્રીઃ
•૧/૨ કપ નારંગીના ટુકડા
•૩/૪ કપ કેળાના ટુકડા
•૧૧/૨ કપ દહીં
•૧/૨ કપ દૂધ
•૨ ટી સ્પૂન દળેલી ખાંડ
•૪ નંગ આઈસ ક્યૂબ
રીતઃ
બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરની મદદથી સ્મૂધ પેસ્ટ બનાવી લો. તૈયાર છે ટેસ્ટી સ્મૂધી. હવે ચાર ગ્લાસમાં સરખા ભાગે રેડો. આઈસ ક્યૂબ નાખીને સર્વ કરો
ચોકો ચીકુ સ્મૂધી
સામગ્રીઃ
•૧ કપ ચોકલેટ આઈસક્રીમ
•૧ કપ ક્રશ્ડ ચીકુ
•૩ ટેબલ સ્પૂન ખાંડ
•૧ કપ બરફ
•૪ ટેબલ સ્પૂન ક્રશ્ડ બરફ
•થોડી ચીકુની સ્લાઈસ
•થોડી ક્રશ્ડ ચોકલેટ
રીતઃ
સૌપ્રથમ એક બાઉલમાં ચોકલેટ આઈસક્રીમ, ચીકુ, ખાંડ અને બરફ બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લો. હવે ર્સ્િાંવગ ગ્લાસમાં ૨ ટેબલ સ્પૂન ક્રશ્ડ બરફ નાખો. તેમાં ચીકુ સ્મૂધી નાખો. ત્યાર બાદ ગ્લાસને ચીકુની સ્લાઈસ અથવા ચોકોથી ગાર્ન્િાશ કરી ઠંડું-ઠંડું સર્વ કરો.
હની મૅન્ગો સ્મૂધી
સામગ્રીઃ
•૩/૪ કપ પાકી કેરીના ટુકડા
•૧૧/૨ કપ ખાંડ
•૧ ચમચી મધ
•૧ કપ મલાઈ કાઢી લીધેલું દૂધ
•૧/૨ ચમચી લીંબુનો રસ
•થોડા બરફના ટુકડા
•થોડાં ફુદીનાનાં પાન
રીતઃ
સૌપ્રથમ મિક્સરના જારમાં કેરીના ટુકડા, સાકર અને મધ લઈ બ્લેન્ડ કરો. એમાં દૂધ અને લીંબુનો રસ ઉમેરી સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. લાંબા ગ્લાસમાં બરફના ટુકડા નાખો. એના પર તૈયાર કરેલી સ્મૂધી રેડો. કેરીના ટુકડા અને ફુદીનાનાં પાનથી સજાવી ઠંડું-ઠંડું સર્વ કરો.
વોટરમેલન સ્મૂધી
સામગ્રીઃ
•૩ કપ તરબૂચના ટુકડા
•૧ કપ દૂધ
•૧/૨ કપ દહીં
•૩ ચમચા ચાસણી
રીતઃ
સૌપ્રથમ તરબૂચના બી કાઢી લઈ તેના અડધા ઈંચના નાના-નાના ટુકડા સમારો. તરબૂચના ટુકડા જેટલા નાના હશે, એટલા સ્મૂધી બનાવવામાં વધારે સારા રહેશે.તે પછી બ્લેન્ડરમાં દૂધ, તરબૂચના ટુકડા, દહીં, ચાસણી નાખો અને બ્લેન્ડ કરીને સ્મૂધી તૈયાર કરો. ગ્લાસમાં નાખીને સર્વ કરો.