Ahinsa parmo dharm in Gujarati Spiritual Stories by Vishal Zala books and stories PDF | અહિંસા પરમો ધર્મ

Featured Books
Categories
Share

અહિંસા પરમો ધર્મ

અહિંસા પરમો ધર્મ

એ પ્રજા ખરેખર ખમીરવંતી કહેવાય કે જેના ભગવાન જરાય પ્રતિકાર વગર ખીલે જડાયા તો જ એ પ્રજા જાતે લડતા શીખી, પ્રજા સમજી ગઇ કે જે ભગવાન પોતાની રક્ષા ના કરી શકયો એ આપણી કયાથી કરશે.!!

આપણા તો બધાજ દેવી દેવતા ઓ હાથમા શસ્ત્રો રાખીને ઉભા હોય એટલે આપણે બની ગયા કાયર, હંમેશા એક આશા રાખનારા કે આપણુ રક્ષણ કરવા ભગવાન શસ્ત્ર ઉઠાવશે... પાછું "યદા યદા હી ધર્મસ્ય" એ આવી માન્યતાને દ્દઢ બનાવી..!!!

“અહિંસા પરમો ધર્મ” આટલું કહી ને જે મહાનુભાવો વિરમી જાય છે તેના સંદર્ભ માં એટલું જ કહેવાનું કે આ અધુરો શ્લોક છે , "અહિંસા પરમો ધર્મ , ધર્મ હિંસા તથેવ ચ." એ પૂરો શ્લોક છે.. આ શ્લોક નો ઉતર્રાધ ભાગ સિફતપૂર્વક ભુલાવી દેવામાં આવ્યો..!! અહિંસા મનુષ્ય નો પરમ ધર્મ છે પણ ધર્મ માટે હિંસા કરવી તે એનાથી પણ શ્રેષ્ઠ છે..અહી ધર્મ નો અર્થ સંકુચિત નથી કરવાનો ,,ધર્મ એટલે સત્ય અને ન્યાય ,,જ્યાં સત્ય અને ન્યાય ની રક્ષા માટે હિંસા કરવી પડે તો ત્યાં કરવી એવું મૂળ ગ્રન્થ કરતા કહેતા હોય ત્યારે એમના વિચારો ને તત્વજ્ઞાન અને અધૂરા શ્લોકો વડે સંકોચી દેવા એ કેટલો મોટો અન્યાય છે ,,બસ આ જ અન્યાય સામે જ મને વાંધો છે પરંતુ ધર્મ ને બદલે સપ્રદાય ની ભવ્યતા ,દિવ્ય સંસ્કૃતિ,અધ્યાત્મ ની વાતો કરનારા નો કાલ્પનિક કેફ વિનાશકારી બની રહ્યો. અફીણી કેફ માં પ્રશ્નો નથી સમજતા કે નથી સ્વીકારતા વાસ્તવિકતા.. કલ્પનાથી વાસ્તવિકતા સુધી પહોચવામાં હજી ઘણો સમય લાગશે. હિન્દુ પ્રજા ઉપર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે, જેમાં રામાયણ-મહાભારત અને પુરાણો વગેરે ખરાં, પણ આ બધાંમાં એકવાક્યતા નથી, પ્રયત્ન કરીને એકવાક્યતા કરવી પડે છે. આ બધાના કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ-સચોટ થઈ શકતો નથી. તેની પાસે બધું ઘણુંઘણું છે, ઘણાં શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે, ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો છે. સૌકોઈ પોતપોતાની રુચિ પ્રમાણે આ ઘણાબધામાંથી કાંઈક સ્વીકારી લે છે, કાંઈક અસ્વીકારી પણ દે છે.

ભૂતકાળમાં આપણાં મંદિરોની સમૃધ્ધિએ જ મોહમદ ગઝ્ની જેવાને સતર સતર વાર આપણાં દેશ ઉપર આક્રમણ કરવા પ્રેરેલો, અને તે સમયે કોઈ રાજા કે રજવાડાઓ મંદિરો કે મૂર્તિઓની લૂંટ્-ફાટ કે ભાંગ ફોડ રોકી શકવા સમર્થતા નહિ દાખવી શકેલા જેની ઈતિહાસ શાક્ષી પૂરે છે.. મંદિરને બચાવવા શ્રદ્ધાળુઓ અને ગામના સ્ત્રી-પુરુષો આડશ બની ને ઊભા રહ્યા, પારધીના વારને રોકવા પારેવડા સંગઠિત થાય એવું કરુણાસભર હતું. આશરે ૫૦૦૦૦ જણાને બેરહમીપૂર્વક મારી નાખ્યા.. લોકો તો ભૂલી જવાને ટેવાયેલા છે..નહિતર સત્તર વખત ચડાઇ કરી હતી..અફધાન થઇ આવતા એમના હજારો સૈનિકો ના કાફલાઓ સાથે ના મહમદ ગઝનીએ રસ્તામાં જેટલા મંદિરો આવ્યા હશે તેને પણ તોડયા હશે... લુટયા હશે... સોમનાથ ની લુંટ નો માલ જેવો ખલાસ થાય એટલે પછી બીજી લુંટ કરવા આવતો.. તો ૧૭ લુંટમાં કેટલાય વર્ષ લાગ્યા હશે ને ?? એ વખતે કોઇ વાહનો ના હતા.. ધોડા અને ઉંટો ઉપર આવતા જતા... આપણે કયારેય શિખ્યા હતા મંદિરના સતત પરાજયો થી ?? અંધશ્રધ્ધા આટલી હદે ગહેરી પચાવી જવામાં આપણે અવ્વલ નંબર ના છીએ.... નહિતર માણસ ફકત એક થપ્પડ ખાઇ તો જાગી જવો જોઇએ .. પણ અહિ તો સત્તર થપ્પડો ખાધી તો પણ આપણે જાગ્યા ના હતા. હજુય અંધશ્રધ્ધા ને મજબુત કરનાર ની વાહવાહ જ ચારે બાજુ થાય છે. છેલ્લે એ સોમનાથ ભગવાન ની મુરતીને તોડી ને એના ટુકડા સાથે લઇ ગયો..કહેવાય છે કે એ ટુકડાઓથી મસ્જીદનુ પગથીયુ બનાવ્યુ હતુ.. આવા ધોર અપમાન ની તકો ઉભી કરી આપનાર જવાબદાર જો કોઇ હોય તો ધર્મગુરુઓ તથા એનાથી દોરવાતા અંધશ્રધ્ધાળુઓ છે.. જો પ્રથમવાર ના આક્રમણ વખતે હિંદુપ્રજાએ સંગઠિત થયીને ખાલી છુટા પથ્થરના ઘા કરીને પણ જો સામો મુકાબલો કર્યો હોત તો એ બીજી વાર આક્રમણ નાં કરત, એ જાણી ગયો કે આ પ્રજા નિર્માલ્ય છે..!!

ગીતાને ધર્મગ્રંથનુ બિરુદ આપ્યુ પણ કયારેય ગીતા સમજયા નહિ, અન્યાય સામે હથીયાર ઉઠાવો ,,ધર્મ ની રક્ષા માટે પ્રાણ ત્યજી દો,,નિર્બળો ની રક્ષા કરો ,,આવા સીધા સાદા મેસેજો ને તત્વજ્ઞાન ની ભાષા માં તોડી મરોડી ને રજુ કરવાની શું જરૂર છે ? કર્મ વગર ફળની આશા રાખનાર આ કાયર અને નઠારી પ્રજા સ્વર્ગ ના સપના માં રાચે છે અને પશ્ચિમ ના દેશોએ પોતાની ધરતી પર સ્વર્ગ ઉભું કર્યું છે..!!! હજુ પણ આપણે શસ્ત્રોની બાબત માં રશિયા , અમેરિકા, ફ્રાંસ , ઈઝરાઈલ અને સ્વિત્ઝરલેન્ડ જેવા નાના દેશો ના ઓશિયાળા છીએ..!!

આપણે ભલે હિંસાવાદી નાં થઈએ પરંતુ હિંસા આપણ ને ખાઈ જાય તેટલા અહિંસાવાદી પણ નાં થઈએ. શત્રુને શક્તિ વધારવાની તકો નાં આપવી અને આક્રમણ કરવાની શક્તિ વધારતા રહેવું. આજે પણ નવા શસ્ત્રોની પહેલ પાકિસ્તાન કરે છે અને પછી અપને તેને સમોવડિયા થવા માટે બીજા શસ્ત્રો આયાત કરીએ છીએ. શાંતિ સામ્થર્યથી આવતી હોય છે, આંખ મીંચી દેવાથી નથી આવતી..!!