Pincode -101 fast forword in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 ફાસ્ટ ફોરવર્ડ

Featured Books
Categories
Share

પિન કોડ - 101 ફાસ્ટ ફોરવર્ડ

પિન કોડ - ૧૦૧

વહી ગયેલી વાર્તાનો સાર

નતાશા નાણાવટી અતિ શ્રીમન્ત એનઆરઆઈ કુટુમ્બની દીકરી છે, પણ તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા હીરોઈન બનવા માટે પિતા સાથે ઝઘડીને મુમ્બઈ આવી ગઈ છે. તે હિરોઈન તરીકે બ્રેક મેળવવા સન્ઘર્ષ કરી રહી છે. તે એક એકલવાયી મહિલાના ફ્લેટમા પેઈન્ગ ગેસ્ટ તરીકે રહે છે અને નાટકોમા નાના-મોટા રોલ કરીને અને મોડેલિન્ગ કરીને જેમતેમ પોતાનો ખર્ચ કાઢે છે. જો કે તેને છેલ્લા થોડા મહિનાઓથી કોઈ કામ નથી મળ્યુ એટલે તે આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે. તેની પાસે છેલ્લા બેચાર હજાર રુપિયા જ બચ્યા છે અને તે કેટલાક મહિનાઓથી તે જેની સાથે રહે છે તે મહિલાને પણ પૈસા ચૂકવી નથી શકી.

આવા સન્જોગોમા એક દિવસ તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક વિખ્યાત ફિલ્મ ડિરેક્ટર કમ પ્રોડ્યુસરનો કોલ આવે છે. તે નતાશાને કહે છે કે હુ તને મારી નવી ફિલ્મમા સુપરસ્ટાર દિલનવાઝ ખાન સામે હિરોઈન તરીકે સાઈન કરવાનુ વિચારી રહ્યો છુ. તે નતાશાને જુહુની એક ફાઇવ સ્ટાર હોટેલની કોફી શોપમા મળવા બોલાવે છે. નતાશા તેને હોશેહોશે મળવા જાય છે. તે ફિલ્મ પ્રોડ્યુસર તેને ફિલ્મ માટે ટોકન સાઇનિન્ગ અમાઉન્ટ તરીકે હજારની નોટ પર પોતાની સાઈન કરીને આપે છે અને કહે છે કે કાલે તને મારી ઓફિસમાથી પાન્ચ લાખ રુપિયાનો સાઇનિન્ગ અમાઉન્ટનો ચેક પણ મળી જશે. નતાશા એવી અનુભુતિ કરે છે કે તે જાણે આસમાનમા વિહરી રહી હોય, પણ એ જ વખતે પેલો ફિલ્મ પ્રોડ્યુસર તેનો હાથ પકડીને કહે છે કે મે આ હોટેલમા એક સ્વીટ બૂક કરાવ્યો છે, આપણ્રે આજે સેલીબ્રેટ કરીએ! નતાશા ઉશ્કેરાઈને તેને લાફો ઝીન્કી દે છે અને સડસડાટ હોટેલમાથી બહાર નીકળી જાય છે.

આક્રોશ, હતાશા અને એકલતાની લાગણી અનુભવી રહેલી નતાશા ચાલતી ચાલતી જુહુ બીચ પર જાય છે ત્યા તે દરિયાના મોજાઓને તાકતા તાક્તા વિચારોમા ખોવાયેલી હોય છે એ વખતે અચાનક કોઇ પુરુષ તેના ખભા પર હાથ મૂકે છે. માર્શલ આર્ટની ચેમ્પિયન નતાશા વીજળીવેગે પાછળ ફરીને તે પુરુષના બે પગ વચ્ચે પૂરી તાકાતથી પોતાનો ઘૂન્ટણ ફટકારી દે છે. પેલો પુરુષ બેવડો વળીને નીચે પડી જાય છે અને બીજા લોકો પણ તેની ધૂલાઈ શરૂ કરી દે છે. એ વખતે અચાનક નતાશાનુ ધ્યાન તે પુરુષના ચહેરા તરફ જાય છે. તે તેનો કોલેજ સમયનો ગાઢ દોસ્ત સાહિલ સગપરિયા હોય છે. અચાનક નતાશાને જોઈને તેને સરપ્રાઈઝ આપવા જતા તેણે માર ખાવો પડે છે.

સાહિલ ઓટૉમોબાઈલ એન્જિનીયર છે. તે પણ મુમ્બઈમા સન્ઘર્ષ કરી રહ્યો હોય છે. તે અમદાવાદ પાસેના એક નાના ગામમા તેના ભાઈ અને ભાભી સાથે રહેતો હતો, પણ તેની મહત્વાકાન્ક્ષા ના સમજનારા તેના ભાઈએ તેને ધન્ધામા જોડાઇ જવા માટે દબાણ કર્યુ હોવાથી તે મુમ્બઈ આવી ગયો હોય છે. તે બે અનોખા વાહનની કલ્પના સાકાર કરવા માટે મથી રહ્યો છે. તેણે થોડુ રીસર્ચ પણ કર્યુ હોય છે, પણ આગળ વધવા માટે તે ઓટૉમોબાઈલ કમ્પનીઝની ઓફિસીસમા ધક્કા ખાતો હોય છે. નતાશા અને સાહિલનો કોલેજ પછી સમ્પર્ક તૂટી ગયો હતો પણ ત્રણેક વર્ષ પછી બન્ને અનાયાસે મુમ્બઈમા મળી જાય છે એટલે બન્નેને એક્બીજાનો સહારો મળી જાય છે. બન્ને કલાકો સુધી વાતો કરીને છૂટા પડે છે. સાહિલ વાતવાતમા નતાશાને પોતે એક મિત્રની સાથે ક્યા રહે છે એ કહે છે. એ જ રાતે મોડેથી નતાશા અચાનક સાહિલના મિત્રના ભાડાના ફ્લેટ પર પોતાના સામાન સાથે જઈ ચડે છે. તે કહે છે કે મારી ફ્લેટમાલકણે મને કાઢી મૂકી છે. બીજી સવારે સાહિલનો દોસ્ત નતાશાને જોઈને ભડકી જાય છે અને સાહિલને અલ્ટિમેટમ આપી દે છે કે તારી ફ્રેન્ડને હમણા ને હમણા જ રવાના કરી દે નહી તો હુ તને પણ કાઢી મૂકીશ.

સાહિલ અને નતાશા એક રેસ્ટોરામા બેસીને વાત કરતા હોય છે કે હવે શુ કરવુ જોઈએ. એ વખતે સાહિલની નજર એક શન્કાસ્પદ માણસ પર પડૅ છે. તેને શન્કા જાય છે કે તે માણસ નતાશા પર નજર રાખી રહ્યો છે. તે નતાશાને એ માણસ વિશે કહે છે, પણ નતાશા તેની એ વાત હસવામા કાઢી નાખે છે. પણ નતાશા અને સાહિલ છૂટા પડે છે એ પછી તે શન્કાસ્પદ માણસ નતાશાને રસ્તા વચ્ચે ઊભી રાખીને ઓફર કરે છે કે હુ તને કામ અપાવી શકુ એમ છુ. નતાશા તેની સાથે શન્કાભરી દલીલ કરે છે, પણ પેલો એક્ઝિકયુટિવ જેવો લાગતો માણસ તેને પોતાનુ વિઝિટિન્ગ કાર્ડ આપીને કહે છે કે તમને મારી ઓફર સ્વીકારવાની ઇચ્છા થાય તો તમે મારી ઓફિસે આવીને મને મળી શકો છો.

સન્જોગો એવા સર્જાય છે કે નતાશાએ તે માણસ પાસે જવુ પડે છે. તે સાહિલને કોલ કરીને કહે છે કે હુ પેલા માણસને મળવા જવાની છુ. એ વખતે સાહિલ તેને એ માણસને મળવા જવાની ના પાડે છે, પણ નતાશા કોલ ડિસ્કનેક્ટ કરી નાખે છે અને પેલા માણસને મળવા તેની ઓફિસમા જાય છે. ઓમર હાશમી નામનો તે માણસ મોડેલ કો-ઓર્ડિનેટિન્ગ એજન્સી ચલાવતો હોય છે. તે નતાશાને તેનુ નામ પૂછે છે ત્યારે તેના પર વિશ્વાસ ના બેસવાને કારણે નતાશા પોતાનુ સાચુ નામ છૂપાવીને તેણૅ ક્યાન્ક સામ્ભળેલુ નામ કહી દે છે. તે કહે છે કે હુ મોહિની મેનન છુ. એ નામ સામ્ભળીને ઓમર હાશમી ચોન્કી ઉઠે છે. છેવટે નતાશા પોતાનુ સાચુ નામ આપે છે. ઓમર હાશમી તેને પોતાની એજન્સી સાથે મોડેલિન્ગનો કરાર કરવાની ઓફર આપે છે અને પચાસ હજાર રુપિય એડવાન્સ આપે છે. તે નતાશાને એગ્રીમેન્ટ સાઈન કરવા માટે બીજા દિવસે બપોરે એક વાગ્યે આવવાનુ કહે છે. નતાશા તેની ઓફિસમાથી નીકળે છે એ પછી તે કોઈને કોલ કરીને કહે છે કે ભાઈજાન, ચીડિયા પીન્જરેમે આ ગઈ હૈ!

બીજી બાજુ ઓમર હાશમીઍ જેને નતાશાનો પીછો કરવાનુ કામ સોન્પ્યુ હોય છે એ સલીમ મુમ્બઈ પોલીસના ક્રાઈમ ઇન્ટેલીજન્સ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારેને કોલ કરીને બાતમી આપે છે કે ઓમર કોઈ છોકરીના અપહરણનુ કાવતરુ ઘડી રહ્યો છે. તેણે તે છોકરીના યાર પર નજર રાખવા પણ માણસો મૂક્યા છે.

સાહિલ અને નતાશા મળૅ છે ત્યારે ચિન્તિત સાહિલ નતાશાને વળગીને પ્રેમનો એકરાર કરે છે. બન્ને વધુ નજીક આવી જાય છે. પહેલા બન્ને માત્ર ગાઢ મિત્રો હતા, પણ હવે તેમની વચ્ચે પ્રેમની શરૂઆત થાય છે. સાહિલ અને નતાશા તે રાતે અન્ધેરીની એક હોટેલમા રોકાઈ જાય છે. બન્ને ડ્રિન્ક લે છે અને રૂમમા ગયા પછી બન્ને શારીરિક સમ્બન્ધ સુધી પહોચવાની અણી પર હોય છે એ વખતે સાહિલ પોતાની જાત પર કાબુ મેળવી લે છે.

બીજા દિવસે સવારે સાહિલ બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રને મળવા જાય છે અને નતાશા ઓમર હાશમીની ઓફિસે જવા માટે તૈયાર થઈ રહી હોય છે એ વખતે હોટેલના રૂમના ફોન પર તેને કોઈ અજાણ્યા માણસનો કોલ આવે છે. તે નતાશાને ઓમર હાશમીની ઓફિસે ન જવાની ચેતવણી આપીને કોલ ડિસ્કનેક્ટ કરી નાખે છે. ડઘાઇ ગયેલી નતાશા સાહિલને કોલ કરે છે, પણ રાજ મલ્હોત્રા સાથે મીટિન્ગમા હોવાથી સાહિલ તેનો કોલ કાપીને સ્વિચ ઓફ્ફ કરી દે છે. સાહિલના આઇડિયાઝમા રસ પડ્યો હોવાથી પાન્ચ મિનિટનો સમય આપ્યો હોવા છતા રાજ મલ્હોત્રા તેમની બધી અગત્યની મીટિન્ગ્સ અટકાવીને સાહિલ પાસેથી તેના મલ્ટિ પર્પઝ વાહન અને ફ્લાઈન્ગ કાર વિશે માહિતી મેળવવામા ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ દરમિયાન કોઇ અજાણી જગ્યાએ એક બન્દીવાન બનાવાયેલી યુવતી તેને બન્દીવાન બનાવનારા માણસો સામે કરગરી રહી હોય છે કે મે તમારુ કામ કરી આપ્યુ, હવે તો મને અને મારા માતાપિતાને છોડી દો.

એ વખતે એક માણસ તેને કહે છે કે તે અમારુ અડધુ જ કામ કરી આપ્યુ છે, બાકીનુ અડધુ કામ કરી આપ એટલે અમે તને છોડી દઈશુ.

પેલી યુવતી કહે છે કે તમે જે કામ કહો છો એ દુનિયામા કોઈ કરી શકે એમ નથી.

પેલો માણસ તેને કહે છે કે અમને ખબર છે કે આખ વિશ્વમા કોઇ એ કામ કરી શકે એમ નથી, સાયન્ટિસ્ટ મોહિની મેનન સિવાય! આઈ મીન તમારા સિવાય!

હવે વાચો આગળ.