Strine samajavi chhe in Gujarati Comedy stories by Nipun Choksi books and stories PDF | સ્ત્રીને સમજવી છે...

Featured Books
Categories
Share

સ્ત્રીને સમજવી છે...

સ્ત્રીને સમજવી છે ?(હાસ્ય લેખ)

પતિ અને પત્ની ....શબ્દ કેવી રીતે બન્યા હશે ?પતિ શબ્દ બોલવા માં અને સમજવા માં સરળ છે જયારે પત્ની શબ્દ બોલવા માં અઘરો અને સમજવા માં તેથી પણ અઘરો છે .જે પતી જાય એ પતિ અને પતાવી નાખે એ પત્ની એવું કહેવાય ? .’પતિ’ શબ્દ માં ના ત્ ને અધમુઓ કરી પાછળ ‘ની’ લગાવો એટલે પત્ની શબ્દ બને ..!.કાનોમાત્ર વગરના 'નર' શબ્દને મચેડો,વાળો અને એના પર ભાર મૂકો એટલે નારી બને ..પણ સ્ત્રી શબ્દ તો બોલવા ,સમજવાઅને લખવામાં પણ એથી પણ અઘરો છે. ગામડાના લોકો ‘અસ્ત્રી’ બોલે છે .. અંગ્રેજીમાં વુમન કહે છે. મેન આગળ 'વું' નો શણગાર મુકો એટલે વુમન થાય . એટલે કે શબ્દને પણ શણગારો, એને વજન આપો ,થોડો અઘરો બનાવો ત્યારે આ શબ્દ બને .

આ સ્ત્રી ને કેવી રીતે સમજવી? એ ભલભલા મહારથીઓ માટે મોટો વણઉકેલ્યો કોયડો છે.જે વૈજ્ઞાનિકો મોટી શોધખોળો કરે છે ,અહીં બેઠા બેઠા અવકાશ ,તારાઓ ,નિહારિકાઓ વગેરેને સમજી શકે છે.તેઓ સ્ત્રી પાસે હોવા છતાં એને સમજી શકતાં નથી .એની ના માં હા હોય અને હા માં ના હોય.ગ્રહો અને ગ્રહોની ગતિવિધિ જાણનાર જ્યોતિષ પણ એને સમજી શકતાં નથી.વરસાદ અને સ્ત્રીના વર્તન વિશે સાચી આગાહી થઇ શકે નહિ..
વ્યવહારીક રીતે, પુસ્તકો વાંચવાથી, અનુભવી વડીલોને પૂછવાથી અમને ખબર ન પડી એટલે થયું ચાલો સીધા ભગવાન ને જ પૂછીએ ....સૌથી વધુ અનુભવી એવા કૃષ્ણ ભગવાન પાસે અમે ગયા ...
અમે: હે પ્રભો ..! અમ ભક્તોને મદદ કરો.ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં આ સ્ત્રીઓ અમોને સમજાતી જ નથી.કયારે ખુશ થાય અને ક્યારે અમારું ઠુંશ કાઢી નાખે એ કાઈ કહેવાય જ નહી.જેમ વરસાદના મૂડની આગાહી ના થઇ શકે કે ક્યારે વાદળો ગરજ્શે અને ક્યારે વરસાદ વરસશે ? એવું જ સ્ત્રીઓ બાબતે પણ કહી શકાય ..!કારણ વગર જ ગરજ્શે અને પછી વરસશે .ઋતુઓ ભલેને ગમે તે હોય ! ઋતુઓ માં તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે પણ આ સ્ત્રીઓ ને સમજવાના મીટર હજુ બન્યા નથી પ્રભો ..! આ સ્ત્રી ને સમજવા અમ પામર પુરુષોએ શું કરવું.?
શ્રીકૃષ્ણ ઉવાચ : વત્સ .! આ સ્ત્રી ને સમજવા જ મારા પાર આવતી દરેક એપ્લીકેશન હું

સ્વીકારતો એટલે જ ૧૬૧૦૮ રાણીઓ હતી ને ! હા રાધાને હું સમજતો હતો એવું બધા કહે છે તોય હું બરાબર સમજી શક્યો નથી પણ હે વત્સ તું “ફળની આશા વગર કર્મ કરે જા “ મને સ્ત્રીઓ ને સમજવા કરતા વાંસળી વગાડવાનું વધુ ગમશે !
એટલે આ બાબત સમજવા માટે અમે વિષ્ણુ ભગવાન પાસે ગયા .
વિષ્ણુ ભગવાન :જુઓ પ્રિય વત્સ “ આ વિષય બહુ ગહન છે હું પણ હજુ સુધી સમજી શક્યો નથી હા ,એટલી મને ખબર છે કે લોકો મારા કરતા લક્ષ્મીજીને વધુ યાદ કરે છે અને પૂજા અર્ચના એમની જ વધુ કરે છે.એમને જ સાચવે છે.એમના થકી જ બધાને મૂલવે છે. આ કલયુગમાં એમનું માનપાન બહુ છે .
અમે રહ્યાં સરસ્વતી ના આરાધક એટલે લક્ષ્મીજી અમને ભાવ ન આપે એમ વિચાર્યું હા સરસ્વતી ના આરાધક તરીકે અનેક પુસ્તકો વાંચી સ્ત્રી વિશે સમજવા અમે પ્રયત્ન જરૂર કર્યો પણ એમાં વાસ્તવિકતા ઓછી અને કલ્પનાઓ વધુ હતી ..!
હવે થયું કે ચાલો આપણા પ્રિય એવા શંકરદાદા ને પૂછીએ ...
શંકર ભગવાન:..હે ભોળાનાથ..આપ તો જાનીજાનનહાર છો આપ બતાઓ આ સ્ત્રીઓ ને સમજવી કેવી રીતે ..?
શંકરદાદા : હે ભક્ત ...જો મને જ આની ખબર હોત તો હું હિમાલય જઈને શા માટે બેઠો હોત ..?મને તો એ બધી બબાલમાં પડવાને બદલે હિમાલયમાં બેસીને તપ કરવું બહુ ગમશે ..!એમાં જ મને અત્યંત શાંતિ મળે છે .તારે પણ એ બધી મગજમારી માં ના પડવું હોય તો મારી પાસે અહી હિમાલય આવતો રહે .
ઓહો ..હવે ક્યાં જવું.? હા..બ્રહ્માજીને ખબર હશે ..એમણે સુષ્ટિનું નિર્માણ કર્યું છે "
હે પ્રભો તમેજ સ્ત્રી,પુરુષ અને સમગ્ર જગત નું નિર્માણ કર્યું છે આ સ્ત્રીને સમજવાનો ઉપાય બતાવો ."
બ્રહ્માજી : હે વત્સ ! મારું કામ સર્જન કરવાનું ...એને સમજવાનું નહી.મારા સર્જનને તો તમારે જાતેજ સમજવું પડે...! હું એમાં મદદરૂપ ન થઇ શકું.
અમે બહુ નિરાશ થઇ ગયા ..હવે કોની પાસે જવું ?

અમને કાંઈ જ સમજણ ના પડે એટલે અમે કવિતા લખીએ છીએ . કદાચ કવિ બનવાથી સ્ત્રી વિશે સમજી શકાય .કારણ કે કવિઓ અને લેખકોએ સ્ત્રી વિશે ઘણું લખ્યું છે .એટલે અમે ઘણા બધા કવિ અને લેખકને મળ્યા અને પૂછ્યું "
કે તમે આટલું બધું સ્ત્રી પાત્રની વિશે લખો છો તો તમે સ્ત્રીને જરૂર સમજતા હશો ..!"

એટલે એમણે બધાએ કહ્યું કે ભાઈ "અમે તો માત્ર કલ્પનાઓ કરીને લખીએ છીએ અને પાનાંઓ ભરીયે છીએ બાકી વાસ્વિક રીતે સ્ત્રીને સમજવાનું અમારું ગજું નહી. એટલે અમે આ કવિતા લખી .કદાચ એનાથી આ શૃષ્ટિના પુરુષોને સ્ત્રીને સમજવામાં મદદ મળે ..!

સ્ત્રી એટલે કે .....(હાસ્ય કવિતા )
ગણિત ની પહેલી હોય તો આમ ચપટી માં ઉકેલીએ,
સ્ત્રી નામની પહેલી ને તો વળી કેમ કરીને ઉકેલીએ ??
આંખોમાં એની રમે કયારેક પ્રેમ, તો ક્યારેક ગુસ્સો,
સમજવો કેમ કરીને આ ઘાયલ કરે એવો ઠસ્સો .!
ક્યારે રિસાય અને ક્યારેક વળી તે માની જાય,
એનો જગતની કોઈ ‘ડિક્ષનેરી’માં ના મળે કદી પત્તો.!
ભેજાના ભજીયા કરીએ કે મગજનો કરીએ મહોનથાળ,
તોય ખબર ના પડે એના નાના મગજનો કારોબાર.!
દિલ દિલ કરીને સદા બિલોના ફાડીએ અનેક ચેક ,
તોય એના દિલમાં કદી કરવા ન મળે કોઈ ખેપ ..!!-
નિપુણ ચોકસી


અચાનક અમને ‘ગુગલ મહારાજ ’યાદ આવી ગયા ..બધા સવાલો ના જવાબ ગુગલ માં સર્ચ કરવાથી મળે છે .આ ગુગલ પાસે આખી દુનિયાની લગભગ બધી જ માહિતી હોય છે .અને સ્ત્રી વિશે ઈન્ટરનેટ પર જે ખજાનો ,જે માહિતી હોય છે એવી બીજી ક્યાંય ન હોય ..!
એટલે અમે ગુગલ માં ‘woman’ શબ્દ ટાઇપ કરી સર્ચ બટન દાબ્યું ..એટલે ગુગલ મહારાજે ઇન્ટરનેટની ૮૦ % સાઈટ ઓપન કરી દીધી જેમાં સ્ત્રી ને લગતા ફોટા ,વિડીયો,બુક્સ ,ગેમ્સ અને ભળતી સળતી અનેક વેબસાઈટ હતી....પણ અમારે જે જોઈતું હતું તે આ નહોતું ...અમારે તો એમ પૂછવું હતું કે ‘સ્ત્રી ને સમજવી કેવી રીતે ‘?...એટલે મેં ટાઈપ કર્યું ‘how to understand woman?
એટલે શરૂઆત માં તો ત્રણ વાર કમપ્યુંટર hang થઇ ગયું ....CPU એકદમ ગરમ થઇ ગયું ,MONITOR ના સ્ક્રીન પર લીટાઓ અને ચકરડા આવવા લાગ્યા ..એમાંથી જાત જાતના અવાજ આવવા લાગ્યા .સર્વર ડાઉન થઇ ગયું અને થોડા સમય પછી મેસેજ આવ્યો ..
VIRUS FOND YOUR COMPUTER MAY BE AT RISK….
તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ કર્યું એટલે મેસેજ આવ્યો..
SO MANY COMPLICATION NO RESULT FOUND …
પણ અમે એમ કઈ હિંમત હારીએ ?....એટલે ફરી ટાઈપ કર્યું “સ્ત્રી ને સમજવી છે “....
આખરે ગુગલ મહારાજનો જવાબ આવ્યો ....
આપણી જોડે બહુ માથાકૂટ નહિ કરવાની “

એટલે અમે હવે નક્કી કર્યું કે જેની સાથે કોઈ જ માથાકૂટ ના કરતું હોય એની સાથે આપણે માથાકૂટ શું કામ કરવી?...એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે ......!અને મિત્રો જો તમે સ્ત્રીને સમજી શક્યા હોય તો અમને જાણ કરી ઉપકૃત કરશો જી ..!

-નિપુણ ચોકસી

૯૮૨/૨ ,સેક્ટર -૪ ડી ,ગાંધીનગર

મો.૯૩૨૭૦૮૮૮૭૪