એક કલાક ની મુસાફરી રોજ ની...!
હાશ.... કોલેજ માં અંતે એડમિશન મળી ગયું એ ભી પસંદગી ના ફિલ્ડ માં. રામે ઘરે આવીને બેગ નો સોફા પર ઘા કરીને કહ્યું. પગ નો અવાજ સાંભળીને જ રસોડા માંથી બહાર આવતા મમ્મી એ આ ભી સાંભળ્યું.
આજે એની ખુશી રેકોર્ડ તોડી નાખે એવી લાગતી હતી. અને કેમ ના લાગે? જે રીતે ઘરે રોજ રોજ આ વાત પર થતી બોલાચાલી થી બધા કંટાળી ગયા હતા. અને વધુ માં આ છેલ્લો રાઉન્ડ હતો એડમિશન નો.... રામ સિવાય બધા ની તો કોલેજ પણ ચાલુ થઈ ગઈ હતી. પણ રામ ના મમ્મી એ તો જાગ્યા ત્યાર થી સવાર ના મુડ માં રામ ને સમજાવાનું ચાલુ કરી દીધું.
"જો બેટા!.. હવે બસ ચાર જ વર્ષ તારે ભણવાનું છે પછી તો તું એન્જિનિયર બની જઈશ અને તને ખબર છે ચાર વર્ષ તો આમ આંખ ના પલકારા માં નીકળી જશે તને ખબર ભી નઈ પડે તું જોયા કાર દીકરા."
પણ આ બાજુ રામ ના સપનાઓ કઈ અલગ જ ઉડાન ભરવા જઈ રહ્યા હતા.
"હવે તો કોલેજ માં આવી ગયા ભાઈ જલસા ના પાર નઈ ,
જુવાની ની હદ નઈ,
નવા સપનાઓ અને દીવાસ્વપ્નો ના એ પ્રેમવૃક્ષ થી છવાયેલા જંગલ ની મસ્તી અને ઘણું બધું આ બધું
એ નજર સામે જોઈ જ રહ્યો હતો કે પપ્પા આવ્યા મમ્મી એ એ ખબર સંભળાવ્યા.... એના જુના પણ કાટ નહીં લાગેલા અંદાજ માં " સાંભળ્યું?... રામ નું એડમિશન થઈ ગયું..
બેવ ની વાત વચ્ચે થી અટકાવતા જ રામે કીધું પણ કોલેજ બારડોલી છે. હું બસ માં અપ-ડાઉન કરીશ કોલેજ ની કોલેજ બસ ભી આવે છે અહીં થી એટલે કોઈ ચિંતા ની કરતા અને એ ભી પાંચ બસ આવે છે બોલો!.....
નવી સવારે રામ વહેલો ઉઠી ગયો અને આ એની નવી મુસાફરી નું પહેલું પગલું હતું.
કોલેજ બસ માં ગોઠવાયો અને શરૂ થઈ એની એક કલાક ને એક કલાક ની રોજ ની મુસાફરી ... એને આખી બસ માં નજર ફેરવી તો એને ઘણા ચેહરાઓ દેખાયાં -
હસતા, હૃદય ના એ ઉમળકાઓ,
કોલેજ ની મસ્તી ની શરૂવાત જેની આંખો માં જળહળતી હતી એવી અનેક કોમળ કળીઓ અને
એની પોતાની જેવા અનેક ભમરાઓ
અરે વાહ! રામ ના મોં માંથી ઉદગાર નીકળી ગયો એને ત્યાં બસ માં કેટલાક આ બાગ ના માળીઓ ને ભી નોંધ્યા. નવાઈ ભી લાગી અને સારું પણ લાગ્યું.
આવા જ વિચારો ના વમળ માં બસે આખા બાગ ને કોલેજ ના પાર્કિંગ માં લાવી મુક્યો.
બસ આ જ દિવસ અને એ દિવસ ની સવાર જોવા રામે કેટકેટલા ધમપછાડા કર્યા હતા અને છેવટે એ ત્યાં આવીને ઉભો હતો રામ ને આ બાગ માં પ્રવેશ મળી ગયો હતો એ ખુશી ક્યાં ઓછી હતી કે એને આ બાગ ની વિશાળતા નજરોનજર નિહાળી ને જાણે એના મોં માં લસલસતાં ગુલકંદ વાળું પણ મૂકી દીધું હોય એવું આહલાદક લાગ્યું.
રામ ને તો જાણે પેહલી નજર નો પ્રેમ એ કોલેજ સાથે જ થઈ ગયો હતો. બેગ બરાબર કરીને એ આગળ ચાલતો થયો અને નવીનવેલી પુત્રવધુ જેમ ગૃહપ્રવેશ કરે એ ઠાઠ થી જાણે તેને કોલેજ પ્રવેશ કર્યો.
રામ ની ધડકનો વધી ગઈ. આ ધડક માં ડર, પ્રેમ, ખુશી અને આવા કેટલાય ભાવો નો સમુદ્ર ઘૂઘવતો હતો.
"સિવિલ ફર્સ્ટ યર નો ક્લાસ કયો?" રામે એક સીધા સાદા અને પોતાના કામ માં વ્યસ્ત એવા એક વ્યક્તિ ને પૂછ્યું.
પેહલા તો એ વ્યક્તિ એ રામ ને નીચે થી શરૂ કરીને ઉપર સુધી નીરખી લીધો. રામ વધેલી ધડકન સાથે ખાસ કઈ ગતાગમ વગર જોઈ જ રહ્યો.
"ઓહ્હ... હેલ્લો મિત્ર મારું નામ હેતલ ભાઈ અને તને ખબર છે. હું સિવિલ ડિપાર્ટમેન્ટ નો જ તો પટાવાળો છું. બાકી સાચા માણસ ને પકડ્યો છે. તારી નજર એ ભી. તારું નામ તો બોલ ગાંડા તું હેતલ સામે ઉભો છે. અહીં તને આ સંસ્થા ની તમામ વિગતો મળશે. અને હવે જ્યાં સુધી તું છે ત્યાં સુધી મળતી રેવાની."
રામ ઝબકી ગયો.. જાણે તેના હજારો વિચારો જે પુરપાટ ગતિ એ દોડતા હતા તે વગર કોઈ સિગ્નલે પણ પટાવાળા ના સ્પીડબ્રેકર થી થંભી ગયા!...
"ઓહ્હ... હલ્લો હું રામ ગાંધી મેં અહીં સિવિલ માં એડમિશન લીધું છે તો સિવિલ ફર્સ્ટ યર નો કલાસ ક્યાં છે એ જાણવું હતું સર."
"અલા એમ બોલ ની સુ તું હો યાર એકદમ ચૂપ જ થઈ ગેલો લા.!.. આ બી વિંગ આખી સિવિલ ડિપાર્ટમેન્ટ જ છે લા. એમાં પહેલા માળ પર બી-101 જ તારો ક્લાસ છે. જલસા કર ની..."
રામ આભાર વ્યક્ત કરીને નવાઈ સાથે ત્યાં થી એના કુરુક્ષેત્ર માં જવા રવાના થયો....
હવે નવાઈ એ બ=વાત ની થયેલી કે હેતલ ભાઈ એ જે જવાબ ની ભાષા રાખેલી એ થોડી નવી લાગી પણ એને ક્યાં ખબર હતી આ બારડોલી છે અહીં આટલું તો રેવાનું જ. ખરો ખેલ તો હવે થવાનો હતો.
બાજીરાઓ ક્લાસ માં પ્રવેશી ગયા હવે... હતા એટલા બધા મિત્રો બની ચુક્યા હતા અને એ ગ્રુપ માં બેસી ને આ નવા જોશ ને જોઈ રહ્યા હતા. આ બગીચા ની દિલ ની ક્યારીઓ માં આ એક નવો છોડ. એવા માં જ ક્લાસ માં એક ખાધા પીધા ઘર ના લાગતા હોય એવા તંદુરસ્ત સર એ પ્રવેશ કર્યો...
અસલ વિજય માલ્યા જેવી દાઢી પણ સફેદ નહોતી. તરત જ સ્ટેજ પર ચડી ને બોલી પડ્યા
"હેલ્લો, ન્યુ કમર્સ... લેટ, મી ટેલ યુ વન થીંગ! યુ આર ઈન અ વન ઓફ દ બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજીસ"
રામ વિચારતો જ રહી ગયો....
"કે ભાઈ રામ!.. તારી આસ પાસ ના આ ફૂલછોડ ને તો આ નવા મળી ની આદત પડી ગઈ છે. તું એકલો શું કરીશ?..."
ઉપરાછાપરી ત્રણ સેશન થઈ ગયા...
રામ હજુ એ જ વિચારતો હતો કે અહીં એક સેશન પછી કેમ પ્રાર્થના થઈ? સ્કૂલ માં તો બધા ની પેહલા જ થાય છે, સુ બધી કોલેજ માં આવું જ થતું હશે કે? સાલું જબરું છે આ બારડોલી નું તો... આ વિચાર માં ને વિચાર માં લન્ચ બ્રેક પડી ગયો.
રામ બહાર આવ્યો અને આવતા ની સાથે જ જાણે પાણી ના એક ટીપા માટે તરસતાં ને જાણે મીઠું સરોવર મળી ગયું હોય એવું લાગ્યું.
લોબી માં સજેલા નવપલ્લવિત ફૂલો ના મેળાવડા નો આ માહોલ હતો અને એની ખુશ્બુ અને જાદુ ના લીધે થયેલા આ રામ ના હાલહવાલ હતા.
એવામાં ખભા પર પાછળ થી કોઈ નો હાથ પડ્યો..!.
"હાઈ બ્રો!... ન્યુ એડમિશન?" એક ફૂલ અને મસ્તીભર્યા અવાજ સાથે કોઈ બોલ્યું...
કોણ હતું એ?...
કોઈ સિનિયર હતો કે પછી એના જ ક્લાસ નો કોઈ એની જેવો ફૂલ નો ભમરો હતો?.....
શું થયું રામ ના એ નવી મુસાફરી ના પેહલા દિવસે?
શું એ ભમરા ને કોઈ ખીલવા જઈ રહેલી કળી મળશે કે?
બસ રામ ના પહેલા પહેલા ડગલાંઓ આગળ ના અંક માં........