Endless love in Gujarati Short Stories by vinod manek books and stories PDF | Endless love

Featured Books
Categories
Share

Endless love

૧ : એન્ડ લેસ લવ !

એનું નામ જય. શ્રીમંત પિતાનો એકનો એક દીકરો જય દોમ-દોમ સાહેબીમાં ઉછર્યો હોય એ સ્વાભાવિક હતું. આ જયના જીવનમાં એક ઘટનાનું મહત્વ એટલા માટે હતું કે તેના બાલમંદિરથી માંડીને કોલેજકાળ સુધી એક હસ્તી સતત એના સાંનિધ્યમાં રહીને અભ્યાસ કરતી હતી, એ હતી જ્યોતિ. તેના રૂપ આગળ ચંદ્ર પણ ઝાંખો લાગે, જ્યોતિનું રૂપ નામની માફક ઝળહળતું હતું, બંનેમાં એક વાતનું સરખાપણું એ હતું કે બંને એકમેકને ચાહતા હતાં જાણે કે બંને એકબીજાને માટે જ સર્જાયા હોય !

કોલેજની પીકનીકમાં અંતાક્ષરીની રમતમાં છોકરાઓના ગૃપનો લીડર જય હતો અને છોકરીઓની ગૃપલીડર જ્યોતિ હતી. ભલેને રમત બે ગૃપ વચ્ચે રમાતી હતી પરંતુ મુખ્ય હરીફ તો જય અને જ્યોતિ જ હતાં, અંતાક્ષરીમાં જયે એક ગીત ગાયું : ‘નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે?’ તો જ્યોતિએ વળતો જવાબ પાઠવ્યો : ‘મારી થઇ ગઈ છે ભૂલ મને માફ કરો, જીગરને આમ તડપાવીને ચાલ્યા ક્યાં તમે?’ બંને ગૃપોમાંથી વાહ ! વાહ ! ના પોકારો થવા માંડ્યા.

અંતાક્ષરી પછી શેર-શાયરીનો દોર શરુ થયો આ વખતે જ્યોતિએ શરૂઆત કરી, “તું કહે સાયબા ! હું વસુ છું, ક્યાં ક્યાં ? જીગરમાં, નજરમાં કે બીજે ક્યાં ક્યાં ?” તો જયે વળતો પ્રતિભાવ અભિવ્યક્ત કર્યો : “નસેનસ મહી રક્તમાં છો ભળેલી, વહે શ્વાસમાં તું સદાયે છલોછલ !” “ધડકતા જીગરમાં, ફફડતી નજરમાં ચમકતા અધરમાં જાનેમન ! તું વસી છો !” દુબારા-દુબરનો શોર-ગુલ થવા માંડ્યો. આમ ખુબ ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે પીકનીકમાં શેર-શાયરીની જમાવટ થઇ હતી ત્યાં તો અચાનક જયને ઉધરસ ઉપડી તેને છાતીમાં ગભરામણઅને બેચેનીની ફરિયાદ કરી, ત્યાં તો થોડીવારમાં તે બેભાન થઇ ગયો.

જ્યોતિ અને બધા કોલેજના મિત્રો જયને ડોક્ટરની પાસે લઇ ગયા. બધા જયની તબિયતના સમાચાર જાણવા ખુબ જ આતુર હતા. ત્યાં તો ડોકટરે બહાર આવી સમાચાર આપ્યા કે જય ભાનમાં આવી ગયો છે પરંતુ તેને વાતચીત દ્વારા ડિસ્ટર્બ કરશો નહિ, ફક્ત દુરથી જોઇને વળી જજો, સૌ પ્રથમ જ્યોતિ જય પાસે દોડી ગઈ તેની આંખમાંથી હર્ષાશ્રુ ખરી પડ્યા. ત્યાર પછી તે ડોક્ટરની ચેમ્બરમાં દોડી ગઈ. ડોક્ટરને જયના બેભાન થવાનું કારણ પૂછતાં જાણવા મળ્યું કે જયે ડ્રગ્સ લેવાનું શરુ કરેલું. આ એક એવું ઘાતક વ્યસન છે કે તે સમયસર ન મળવાથી દર્દી બેભાન તો શું ક્યારેક મારી પણ જાય છે, ડોકટરે જ્યોતિને કહ્યું કે તું જયને ખુબ જ ચાહે છે ને ! તો પછી જયને તું સમજાવીને આ વ્યસનની જાળમાંથી મુક્ત કરી દે નહિતર જાળમાં સપડાયેલી માછલીની માફક તેની જિંદગીની લાંબી રેખા અચાનક ટૂંકી થતા વાર નહી લાગે.

હોસ્પીટલમાંથી જયને રાજા મળી ગઈ એટલે જ્યોતિ, જયની સાથે બહાર ફરવા ચાલી. તેણે બગીચામાં ગુલમહોરના લચેલાં ફૂલો બતાવી જયને કહ્યું : ‘જો જય, આ વૃક્ષના જીવનમાં કેવી વસંત ફૂટી છે. વાતાવરણ પણ કેવું આહલાદક લાગે છે. પરંતુ જયારે પાનખર આવશે ત્યારે ફૂલો નહી હોય? અરે લીલાછમ પર્ણોના સ્થાને પીળા પચ્ચરકપાંદડાઓ થશે અને ખરી પડશે, જો તું તારી જ્યોતિને સાચા હૃદયથી ચાહતો હોય તો મને વચન આપ કે તારી યુવાનીની વસંતને આ ડ્રગ્સના વ્યસનથી પાનખરમાં ફેરવવાને બદલે જો તું ડ્રગ્સને છોડી દે અને મને તારા જીવનમાં જોડી દે તો ફક્ત તારી કે મારી જ નહિ પરંતુ આપની જિંદગીની વસંત કંઇક ઓર જ ખીલી ઊઠશે. જય તું શ્રીમંત પિતાનો એકનો એક પુત્ર હોવાથી તારા અમુક મિત્રોના સંગથી તું માર્ગ ભૂલી ગયો છે. દિશા ભૂલી ગયો છે. પરંતુ આ બાજુના માર્ગમાં જો તારી મંઝિલ જ્યોતિ બે હાથ ફેલાવીને તારો ઇંતેજાર કરી રહી છે. હજુ કંઇ જ મોડું નથી હું તને મારા સાથ અને સહવાસથી તને હિંમત, નવચેતન અને પ્રેરણા આપીશ. જય નાના બાળકની માફક ડૂસકા ભરવા માંડ્યો. તેને જ્યોતિને બાહુપાશમાં જકડી લીધી અને બંનેએ ચુમીઓની આપ-લે કરી. જયના જીવનમાં જ્યોતિ પ્રવેશી અને ડ્રગ્સનો કારમો અંધકાર સદાને માટે અલવિદા થઇ ગયો. જ્યોતિ, જય સાથેના લગ્નનાં શમણાં જોતી હતી. પરંતુ અચાનક એક દિવસે જયે જ્યોતિના દિલને ભારે ઠેસ પહોંચાડી એણે જ્યોતિને કહ્યું કે તારા ગરીબ પિતાજી દહેજમાં મને માત્ર બે કોડીની કિમતની જ્યોતિ જ દેશે કે બીજું કંઇ ? જ્યોતિ ભાંગી પડી તેનું મન જયની આ વાતો માનવા તૈયાર ન હતું, આ તરફ જયે ગંભીર રીતે જ્યોતિ તરફ નફરતની દીવાલો ચણી દીધી હતી.

આવી વાતો કે વર્તન કરવા પાછળ જય દોષિત ન હતો, કારણ કે એક વખત જય એના બંગલાની સીડી ઉપરથી સંગેમરમરના પગથિયા પરથી લપસી પડ્યો. તેને પાંસળીમાં જોરદાર ઈજાઓ થઇ. તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું. વળી તેનું લોહીનું ગૃપ ઓ નેગેટીવ હતું. માંડ માંડ ત્રણ બોટલ લોહીની મળી. જય તો બચી ગયો. પરંતુ કુદરતને જાણે આ વાત માંન્જુર્ણ હોય તેમ જયને આ ઓપરેશન પછી એઈડ્સનો ચેપી રોગ લાગુ પડ્યો. કારણ કે ઉતાવળમાં લોહીનુ ચેકઅપ ન થવાથી તેને એઈડ્સના દર્દીનું લોહી આવી ગયેલું. આ વાતની જાણ જયારે જયને થઇ ત્યારે તેણે મનોમન નક્કી કરી લીધું કે પોતે જ્યોતિના જીવનમાંથી દુર થઇ જશે. જ્યોતિનું જીવન બગાડવાની તેની ભાવના ન હતી. આથી પોતે જ આ દહેજનું નાટક ઉભું કરીને નફરતની આગમાં ઘી હોમ્યું.

આ સમાચાર તો જ્યોતિને ઠેઠ ત્યારે મળ્યા, જયારે જય જીવનના છેલ્લા શ્વાસ લઇ રહ્યો હતો. જ્યોતિ જય પાસે દોડી ગઈ. જયને જ્યોતિનું આગમન અંત:ક્ષણે ખુબ જ આનંદ આપી ગયું ફરી બીજા ભવમાં મળવાના કોલ સાથે જયે આંખ ફેરવી લીધી. જ્યોતિના જીવનમાં હવે માત્ર અંધારૂ જ હતું. એક તબક્કે આપઘાતનો વિચાર પણ મનમાં આવી ગયો પરંતુ જેમ લાખો નિરાશામાંએક અમર આશા છુપાઈ છે તેમ જ્યોતિના અંધકારમય જીવનમાં એક પ્રકાશનું કિરણ દેખાયું. તેની નજર સામે હજારો જય દેખાયા. તેને થયું કે હું આ દેશના હજારો યુવાનને ડ્રગ્સના વ્યસન અને એઈડ્સના રોગથી બચાવવા ઝુંબેશ શરૂ કરું. આથી તેણીએ જય-જ્યોતિ ટ્રસ્ટની સ્થાપના કરી પોતાનો જય તો અસ્ત થયો પરંતુ આજે હજારો યુવાનોના જીવનમાં જ્યોતિના કિરણથી નવ જિંદગીનો વિજય થયો.

એક ઢળતી સાંજે જ્યોતિ વિચારોમાં ખોવાયેલી હતી. તેને મનોમન લાગ્યું કે જયના આત્માને સાચું અર્પણ તો આ જ હતું. ત્યાં તો જ્યોતિ સામે જય હસતો-હસતો બોલતો દેખાયો... હા જ્યોતિ મને, મારા આત્માને સદગતી મળી ગઈ... જ્યોતિ તું પણ, હા જય હું પણ આવી રહી છું. એમ કહેતાં જ જ્યોતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

ગોવાની મિશનરી સ્કુલમાં નર્સરીમાં એડમીશન લેવા માટે એક દિવસ એક પેરેન્ટ્સ તેની પુત્રી જેનીને લઈને આવે છે.. ત્યારે એ જ સમય બીજા પેરેન્ટ્સ પોતાના પુત્ર જ્હોનને લઈને એડમીશન માટે આવે છે. બંનેને એડમીશન મળી જતાં... બંને બાળકોની સાથે મુલાકાત થાય છે.

જ્હોનને જેનીમાં જ્યોતિ દેખાઈ અને જેનીને જ્હોનમાં જય દેખાયો... બંને એ હાથ પકડી ક્લાસરૂમ તરફ ડગ માંડ્યા... જાણે ફરી નવજીવન તરફ એમના ડગલાં મંડાયા... ખરેખર પ્રેમ દિવ્ય છે... અમર છે... અનંત છે... અને કેમ ન હોય ? કારણ કે આ તો એન્ડ લેસ લવ છે !