TIMIR MADHYE TEJ KIRAN - 14 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | તિમિર મધ્યે તેજ કિરણ - 14

Featured Books
Categories
Share

તિમિર મધ્યે તેજ કિરણ - 14

ઘરથી હોસ્પિટલના રસ્તે રીક્ષા તેજ રફતારથી ભાગી રહી હતી .રીક્ષામાં બેઠેલો અશ્ફાક મનોમન જ ધૂંધવાતો હતો... અબ્બુ માટે એને માન હતું. એમણે આપેલો ઉછેર, પોતા પર હંમેશા કરેલો વિશ્વાસ એ બધા વિચાર આવે ત્યારે એને હમેશા લાગતું કે પોતે નસીબ વાળો છે. અબ્બુએ પરેશાન થઈને પણ પોતાને બહાર ભણવા મુક્યો હતો. પણ આજે જયારે સારા નરસાનો ભેદ કરતા પોતે શીખ્યો છે ત્યારે પોતાનાજ પરિવારને સંકુચિતતાઓમાં ભસ્મીભૂત થતાં કઈ રીતે જોઈ શકાય? અબ્બુ ખુબજ પાક વ્યક્તિ હતા. હંમેશા એમણે વડીલોની ઈજ્જત કરવી એ શીખવ્યું હતું. ભાગ્યેજ ઊંચા અવાજમાં બોલતો અને બુઆજીનો લીહાજ રાખતો પોતે આજે કઈ રીતે બોલીને નીકળી આવ્યો! એક સાલસ જીવને એ કોરી ખાતું હતું. પરંતુ ફૂલ જેવી સંજીદા આમ છુંદાઈ જાય એ એણે સ્વીકાર્ય નો’તું.

વિચારોમાં જ હોસ્પિટલ આવી ગઈ. હોસ્પિટલના પ્રાંગણમાં એને અનિકેત રીક્ષામાં બેસતો દેખાયો. અશ્ફાક તરત ત્યાં પહોચ્યો, “અરે યાર મેરે, કહાં ચલ દિયે? ક્યા કુછ હુઆ? બોલ તો સહી ઐસે હી કહાં જા રહા હૈ ઇતની જલ્દી મેં?”

“ અરે લાલે દી જાન, આ રહા હૂં ,સંજીદા સો રહી થી. ઉઠતી હી હોગી, તું ઉપર જા. ઉસકો દવાઈયાં દે દી થી. અબ આધે ઘંટે બાદ ફીર દેની હૈ ,લેના. મૈ જરા આતા હું, તું ના , સંજીદાકા ખયાલ રખ.”

“ અનિ યહાં નયા હૈ તુ. ઐસે અકેલે મત જા. એક તો તેરા ફોન ભી ઢંગ સે લગતા નહિં યહાં પે .” અશ્ફાક હજી ચિંતા અને આશ્ચર્યની મિક્સ્ડ ફીલિંગમાં હતો.

અનિકેતે રિક્ષાવાળા કાકાના ખભા પર હાથ મુકતા કહ્યું, “દેખ અશુ! યે મેરે દુર કે ચાચા હૈ ઉનકે યહાં બિરીયાની ખાને જા રહા હું. બસ અબ તુ જા ,સંજીદા કા ખયાલ રખ. ઉસકો મૈને કિતના પકાયા વો જરા સુન. મેરી ફિકર કરના છોડ.“ બોલીને એ બેસી જ ગયો.

“ચલો ચાચા ! હઝરતગંજ માર્કેટ ચલો”

અશ્ફાક રિક્ષાને જતી જોઈ રહ્યો. એ દોડીને ઉપર આવ્યો અને જોયું તો સંજીદા જાગી ગઈ હતી. એ આવ્યો ત્યારથી સંજીદાએ એની સાથે આંખો નો’તી મેળવી. અત્યારે પણ એ શર્મિન્દગી અનુભવતી હોય એમ નીચું જોઈને બેઠી હતી. જરા નજર ઉંચી કરી એણે અશ્ફાક સામે જોયું.

“યે અંગૂર ખા”, દ્રાક્ષને એક ડીશમાં મૂકીને ,સંજીદા તરફ જોતાં એ સંજીદાની ખાલી આંખો જોઈ રહ્યો .ખબર નહિં કેમ પણ એને સંજીદાની ખાલી આંખોમાં પ્રણાલીની ખાલી આંખો દેખાઈ. એક ક્ષણ માટે એ વિચારોમાં સરી ગયો કે અચાનક કેમ પ્રણાલી યાદ આવી અને એ પણ આ રીતે!

“ભાઈજાન!!???” અશ્ફાક ચમક્યો... “ભાઈજાન અનિકેતજી કહાં ગયે?”

“અરે વો પતા નહિં કહાં ગયા હૈ.. કમાલકા લડકા હૈ... હવાકે ઝોકે જૈસા હૈ અપને મનસે લહેરાતા હૈ! દેખ તુને થોડીસી બાતેં ક્યાકી ઉસસે , ઉસમેં ભી થોડી બહોત ખીલી હુઈ લગ રહી હૈ તુ"

સંજીદાના ફીકા ચહેરા ઉપર એક માસુમ મુસ્કાન આવી. “ચંદરજી સે બાત કરને કે બાદ તો મૈને સોચા થા અબ કભી હસ નહિં પાઉગી. ઔર ઐસી જિંદગી કા ક્યા મતલબ? , પર આપકે દોસ્ત બડે સાફ દિલ વાલે હૈ. પતા નહિં ઉનસે મિલકે અપને આપ અપને મન કા બોજ હલકા કરતી ચલી ગઈ. બાતો બાતોમેં કિતના કુછ પૂછ લીયા મેરે બારે મેં , મેરી નાકામિયાબ મહોબ્બતકે બારેમેં . ભાઈજાન, વહ તો બોલ રહે થે કી યહાં આપ કે અલાવા કિસી સે તાલ્લુકાત નહિં હૈ. તો ફિર ઐસે કહાં ચલ દિયે વહ?“

“શાયદ હઝરતગંજ કા બોલ રહા થા રીક્ષાવાલે ચાચા... માર્કેટ ગયા હોગા ... આ જાએગા.”

સંજીદાના ચહેરા પર ચિંતાના ભાવનું સ્થાન હવે પ્રશ્નાર્થે લીધું... “હઝરતગંજ માર્કેટમેં તો...” શબ્દો ત્યાજ અટકી ગયા!

* * * * *

હઝરતગંજ માર્કેટ , લખનૌની એક વખણાતી જગ્યા હતી જ્યાં અલગ અલગ હસ્તકલા અને વખણાતી વસ્તુઓનું બજારપાનું લાગતું એટલે લખનૌ બહારના લોકોની ભીડ પણ ઘણી દેખાતી હતી. દિવસના કોઈ પણ ભાગમાં દુકાનોમાં માણસોની અવાર જવર રહેતીજ. અનિ રેડ એન્ડ બ્લ્યુ નાના ચેક્સ વાળું કેઝ્યુઅલ શર્ટ અને બ્રાન્ડેડ ડેનીમ જીન્સમાં સોહામણો લાગતો હતો. એક ખૂણામાં ઉભી રેબેનના એવીએટર્સ માંથી અનિની આંખો એક ચોક્કસ પ્રકારના ચહેરા મહોરા વાળા, દુકાનના ગલ્લા પર બેઠેલા નમણા યુવાનને તાકી રહી હતી. સંજીદાના કહ્યા મુજબ જ સ્વીટ લાગતો હતો ચંદર વાસવાની... સંજીદાનો ચંદર! થોડી વારે એક વડીલ એ દુકાન માંથી બહાર આવ્યા અને હવે એકલો ચંદર જ હતો... અનિ ને જોઈતો મોકો મળી ગયો અને એ તરત જ અંદર ઘુસી ગયો.

“જી, બતાઈયે જનાબ! ક્યા મદદ કર સકતા હું મૈ આપકી?” ચંદરે એક સારા વ્યાપારીની રીતે અનિને આવકાર્યો..

“મદદ તો જો ખુદ કી કરે વહી ઇન્સાન હંમે પસંદ આતા હૈ! હમ નજબગઢ કે નવાબ હૈ!” અનિએ અદાકારની જેમ બોલવા માંડ્યું

ચંદરને સમજાયું નહિં. “જી મૈ કુછ સમજા નહિં...આપ ક્યા કહ રહે હે?”

“ખુદ પ્યાર કરતે હો તો ઉસે પાને કે લીયે ખુદકી મદદ ભી કિયા કરો. પતા હૈ એક માસુમ સી કલી કી ક્યા હાલત હુઈ હૈ?” અનિએ વાતોમાં ઈશારો આપ્યો.

“આપ બૈઠીયે... સંજીદા કે યહાં સે આયે હૈ? કૈસી હૈ વો? કુછ કહા હૈ મેરે લીયે?” ચંદરના હાવભાવમાં ત્વરિત પલટો આવ્યો

“ઇતની ફિકર હૈ તો છોડા કયું?” અનિકેત હજી કટુતાથી પ્રશ્નો જ કરવાના મૂડમાં હતો.

કોણ જાણે કેમ પણ ચંદરને લાગ્યુકે સામે બેઠેલો કાંઇક કડવાશથી વાત કરતા યુવાનની કડવાશ પાછળ પણ એક ગોપિત મીઠાશ હતી . આ કોઈ દિવસ નહિ જોયેલા યુવાન સાથે વાતો કરવામાં કેમ એક સરળતા લાગતી હતી એને? અનાયાસે જ ચંદર પોતાના પરિવારની પરિસ્થિતિ, પરિવારનો એકજ પુત્ર હોવાને લીધે માતા પિતાનું દબાણ અને તેની સામે સંજીદા માટે પોતે કરેલા પ્રયત્નોનું વર્ણન કરતો ગયો . ચંદરની વાતો પરથી અનિકેત એટલું તો સમજી ગયોકે ચંદરે પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા જ હતા પણ સ્વનિર્ભર ન હોવાને લીધે અને હિંમતના અભાવે અંતે હાર માની ગયો હતો. એનો સંજીદા માટેનો પ્રેમ તો અનિ જોઈ શક્યો. કાંઇક વિચારીને એણે નવો પેંતરો લગાવ્યો.

"ભાઈ સાબ , આપકો આપકી ફેમિલી , આપકી ઈજ્જત મુબારક . બસ એક છોટીસી રીક્વેસ્ટ હૈ . બસ એક બાર આપ હોસ્પિટલ આકે આપકી પુરાની મહોબ્બતસે એક દફા મિલ લીજીયે . વૈસે વક્ત હમારી પાસ બહોત કમ હૈ .યે દુસરી દફા ઉસને સુઈસાઈડકી કોશિષ કી . મર જાતી તો અચ્છા હોતા . યે તો બેચારીકા પાંવ કટ ગયા . શુકર હૈ , વો બમ્બઈ વાલી ફેમીલીકા , જો વો લોગ અબ ભી શાદી કરના ચાહતે હૈ , સંજીદાસે . પતા નહિ આગેકી જિંદગી ઉસકી કૈસી હોગી ?, એક બાર આપકે દીદાર કર લેગી તો , વો કુછ તો ખુશી લેકર લખનૌકો છોડ પાયેગી હંમેશાકે લીયે ..." થોડી અતિશયોક્તિ સાથે વાત કરતાં કરતાં અનિકેતની ખુદની આંખો ક્યારે ભરાઈ આવી એનો એને ખુદને પણ ખ્યાલ ના રહ્યો .

“અરે ઐસે કૈસે ..?દેખિયે મૈ ભી મિલના ચાહતા હું સંજીદા સે. આપ પ્લીઝ મુજે .." ચંદર આગળ ના બોલી શક્યો . એ પોતાની જગ્યા પરથી ઉભો થઇ ગયો. હાથમાં ગાડીની ચાવી લીધી અને દુકાનના ખાસમને જરૂરી સૂચનાઓ આપી સીધો બહાર તરફ જ ચાલ્યો . એની પાછળ ચાલતા અનિકેતના અનિકેતના ચહેરા પર હવે એક નટખટ મુસ્કાન હતી .

રસ્તામાં ચંદરના ચહેરા પર તંગ નસો વર્તાઈ આવતી હતી.

“વૈસે જિસ સે સંજીદા કી શાદી હો રહી હૈ વહ ભી લડકા તો ગોરા ચિટ્ટા હી હૈ! બસ...”

“બસ ક્યા? “ચંદરના અવાજમાં શંકા ડોકાઈ

“અબ ઇસ હાલાતમેં કોઈ જવાન લડકા તો મિલેગા નહિં.. થોડા વજનમેં જ્યાદા હૈ ઔર ઉમ્ર મેં બડા... પર હાં પૈસે હૈ , પાપાકી બડી કોઠી હૈ... સંજીદા કો કમી નહિં હોગી કિસી ચીજ કી.. ખુશ રખેગા! “

ચંદરનું લોહી ઉકળતું હતું એ સ્પષ્ટ હતું. એનાથી રહેવાયું નહિં “ હુંહ... ઉન કાગઝ કે ટુકડો સે અગર કિસી કા દિલ ધડક પાતા, તો દોસ્ત અસ્પતાલમેં ડોક્ટર કી ઔર ઘરોમેં અલ્લાહ યા ભગવાન કી જગહ હી નહિં હોતી. સંજીદા જૈસી નાજુક દિલ વાલી લડકી કો સિર્ફ પ્યાર હી ચાહિએ હોતા હૈ. આપ પૈસે વાલે લોગ કહાં યે સબ સમજ પાઓગે” અવાજમાં ભારોભાર સચ્ચાઈ અને ધૃણા દેખાઈ.

"અરે , બેચારીકા પાંવ કટ ગયા ..કિતના દર્દ હુઆ હોગા ? અપને હાથોમે ઉઠા કર ઘુમાઉંગા પુરી જિંદગી , નહિ જાને દૂંગા ઉસે કિસી ઔરકે સાથ ..." ..ચંદર જનૂનભેર બોલી રહ્યો હતો .

અનિકેત ફરી મલક્યો.. ચંદરને નવાઈ લાગી, “આપ મુસ્કુરા રહે હૈ?”!

હોસ્પિટલ આવી ચુકી હતી. ગાડી પાર્કિંગ એરિયામાં ઉભી રહી. અનિકેત જોરથી હસવા લાગ્યો અને ચંદરના ખભા પર હાથ મૂકીને કહે, “અરે રે મેરે ચંદુ... અગર યે કાગઝ કે ટુકડો કી ઔકાત કા જ્ઞાન હૈ, સંજીદા કે દિલ કા ખયાલ હૈ તો ફીર પિતાજી કી જાયદાદ યા પૈસો કી કમી કયું ખલ રહી હૈ? સંજીદા સે ઇતના પ્યાર નહિં કરતા કી અપને બલબુતે પર પ્યાર કી દો રોટી ખીલા સકે?”

ચંદરની આંખોમાં પાણી આવ્યું અને જે આંખમાં અત્યાર સુધી સંજીદા નો પ્રેમ હતો ત્યાં હવે એક ખુમારી , દ્રઢ નિશ્ચય અને અનિકેત માટે માન છલકતું હતું. કઈ બોલવા માટે ચંદર પાસે હતું નહિં. એ ઉતરી ને સીધો રીસેપ્શન પર સંજીદાનો રૂમ નંબર પૂછવા ગયો અને દોડી ને એના બેડ પાસે જઈ પહોચ્યો.

સંજીદા નિરાશ વદને નીચું મોં કરી બેઠી હતી. પગરવે તેને ઊંચું જોવા મજબુર કરી, નજર ઉંચી થતાની સાથે ચંદર અને અશ્ફાક ભેટેલા દેખાયા. તેને વિશ્વાસ નો’તો કે એની જીવાદોરી જેવો એનો ચંદર એની સામે ઉભો છે! , સંજીદા એક ઝાટકે ઉભી થઇ ગઈ , અને ચંદર એના સાબુત પગ તરફ ફાટી આંખે જોઈ જ રહ્યો .

પાછળથી આવેલા અનિકેતનો હાથ ચંદરનો ખભો પ્રેમથી દબાવી રહ્યો હતો . "ચંદુ , તેરી સંજીદાકો હાથોમે ઉઠાનેકી જરૂરત નહિ હૈ . બસ ઉસકા હાથ પકડકે સાત ફેરે લે લે , બસ ઇતના દેખ લે કે વો ફિર કભી ઐસી હરકત ના કર પાયે ..."

બેય પ્રેમીઓની આંખોના તારામૈત્રક રચાયા. શબ્દો હવે જાણે જરૂરી જ નો’તા. ચંદરે સંજીદાને આદાબ ફરમાવ્યું અને સામે સંજીદાની ભીની આંખોમાંથી પણ એક સલામ આવી. જાણે કાઝી વગર ઇશ્ક નામના અલ્લાહની સાક્ષીએ કુબૂલ હૈ ના રસ્મો રીવાઝ થઇ ગયા!

“મુજે માફ કર દો સંજુ... તુમ્હે હિંમત દેને કી બજાય મૈ ખુદ હી તૂટ ગયા... ઔર અબ કભી ઇસ રિશ્તેકો તોડને કી નહિં સોચૂંગા. અબ સે તુમ મેરી અમાનત હો ઔર અપને આપ કો નુકસાન પહુચાયા તો મુજસે બુરા કોઈ ના હોગા.” ચંદર હક થી બસ બોલી ગયો.

“ભાઈ જાન આપકે યે દોસ્ત એક ફરિશ્તા હૈ હમારે લીયે! યે ના હોતે તો શાયદ મૈ હમારે પ્યાર કા ગલા હી ઘોટ દેતા.” ચંદરે અશફાકના બન્ને હાથ પકડીને અનિકેત સામે માનભરી નજરે જોતાં કહ્યું .

અશફાકના ચહેરા પર અનિકેતના દોસ્ત હોવાનો ગર્વ છલકાતો હતો!

અનિકેતે વચ્ચે જ ઝંપલાવ્યું, “અરે ભાઈ... અભી તો બાત આધી હી પૂરી હુઈ હૈ. અભી હંમે બુઆજી ઔર અશુ, ધ ડાર્લિંગ, કે અબ્બુ સે ભી મિલના હૈ!”

અશ્ફાક અને સંજીદાના ચહેરા પર એક ચિંતાની લહેરખી આવી. પણ આજે ચંદરમાં આત્મવિશ્વાસ અને પ્રેમ જુવાળ હતો અને અનિકેતનું નેતૃત્વ! વધુ કોઈ ચર્ચા વગર એ ત્રણેય અશફાકના ઘેર ગયા.

અશુ અને અનિકેતને સાથે જોતાં જ સવારની અશફાકની ટકોર યાદ આવી ગઈ અબ્બુ ને .એમણે માનપૂર્વક એમને બેસાડ્યા. પણ સાથે આવેલા ત્રીજા યુવાનને જોઈ થોડી શંકા થઇ અને જયારે અનિકેતે એની ઓળખાણ ચંદર વસવાની તરીકે આપી ત્યારે અબ્બુ તો એ છોકરાની હિંમત જોઈ જ રહ્યા. જાણે વર્ષોનો સંબંધ હોય અને આ ઘરમાં આવતો જતો હોય એમ અનિકેતે અશફાકની ફઈને મહેમાન માટે ચા નાસ્તો લાવવાનું કહી દીધું. એ જાણતો હતો લખનવી તહેઝીબ પ્રમાણે મહેમાનને પુરતી આગતા સ્વાગતા હોય અને અજાણ્યા સામે સીધું કોઈ ઊંચા અવાજમાં નહિં બોલે. બુઆજી અંદર ગયા કે તરત અનિકેતે તક ઝડપી લીધી અને અશ્ફાકના અબ્બુ પાસે બેસી એમનો હાથ પકડી બોલ્યો ....

“અબ્બુ , આપકો પતા હૈ? મૈને કિતને સાલ હો ગયે મેરે પિતાજી સે હાથ નહિં મિલાયા! અરે મૈને ઉનકો મેરે સામને ભીનહિ દેખા સાલોં સે. આપકા અશ્ફાક આપસે બહોત મુહબ્બત કરતા હૈ આપકો દુખ હો ઐસા કતઈ નહિં ચાહતા. આપકી નસીહત સે એક ઝીમ્મેદાર ઇન્સાન હો ગયા હૈ ઔર અબ જબ વો જાનતા હૈ કુછ ચીઝે ઔર ઉસ હિસાબ સે એક પુરાની જીદ છોડને કી બાત કહે રહા હૈ તો ક્યા ગલત હૈ? સંજીદાકી જિંદગી દો બાર બચી હૈ વો શાયદ ઇસી લીયે કી ખુદા ભી ચાહતે હૈ કી સંજીદા ખુશ હો કે અપની ઝીંદગી જીયે. ચંદર એક તહેઝીબદાર લડકા હૈ. સંજીદા કો જીતના ખુશ વો રખ પાએગા શાયદ હી કોઈ ઔર રખ પાએ. ક્યા સંજીદા કી ખુશી હી સબસે ઉપર નહિં હોની ચાહિયે? અશ્ફાક ભી તો વહી કર રહા હૈ” .

અશ્ફાક પોતાના જ ઘરમાં જાણે પ્રેક્ષક બની ગયો હતો! અબ્બુએ એની સામે જોયું. શું કહેવું એ અશ્ફાકને સમજાયું નહિં.

એ પણ અબ્બુની સામે આવીને બેઠો, “અબ્બુ આપ હી બતાઈએ બુઆજી કો સુબહ જો મૈને કહા થા ક્યા વાહ ગલત હૈ? ક્યા પા લિયા હમને રેહાના કે રિશ્તે સે? હમ કુછ કર ભી પા રહે હૈ ઉસકી ઝીંદગી કો સવારને કે લીયે? અબ્બુ આપને કહા થા કી ભરોસા હૈ આપકો મુજ પર.. મુજે ભરોસા હૈ ચંદર ઔર સંજીદા પર.. ઉનકે પ્યાર પર... સંજીદા કો ઝીંદગી ભર કી ખુશી કી દૌલત અગર હમ દે પાએ તો ઉસ સે બેહતર ક્યા હોગા?”

અબ્બુએ એક ઊંડો શ્વાસ લીધો... આંખો બંધ કરી કૈક વિચારવા લાગ્યા. એજ વખતે એમના પગ પર કોઈ અજાણ્યો હાથ અડ્યો, એ ચંદર હતો “ મૈ સંજીદા કે બડોકી નામર્ઝી સે સંજીદા કે સાથ ઘર નહિં બસાના ચાહતા. સંજીદા આપકો બહોત માનતી હૈ ઔર વો બડે નાજુક દિલ કી હૈ. આપ અગર હસ કર હમારે સર પર હાથ રખ દે , તો ફિર હંમે કિસી અલ્લાહ કિસી ભગવાન કી દુઆ કી ભી જરૂરત નહિં. “

અનિકેતે અબ્બુનો હાથ દબાવ્યો અને આંખોમાં આંખ નાખી જોયું. ખબર નહિં શું ખેંચાણ હતું એ આંખોમાં કે અશ્ફાકનો આ મિત્ર એમને પરાણે વહાલો લાગતો હતો અને એની કોઈ વાત ખોટી નહોતી લાગતી. અનિનો હાથ છોડાવી અબ્બુએ ચંદર સામે જોઈ કહ્યું, “ અગર મેરી મર્ઝી-નામર્ઝી કે ઉપર આપકા મિલના તય હોતા હો તો આપકે વાલીદ કી મર્ઝી ભી ઉતની હી ઝરૂરી હૈ. આપ ઉનસે એક બાર હમારા મિલના તય કીજીયે હમ ઉન્હેં બતાના ચાહતે હૈ કી ઉનકે બેટે બડે તમિઝ્દાર હૈ! ઔર હમારી સંજીદા ભી ઉનકા ઉતના હી ખયાલ રાખ્ખેગી.”

અનિ રીતસર ઉછળી પડ્યો અને અબ્બુના કપાળ પર ચૂમી ભરી લીધી! થોડી વાર માટે સૌ સ્તબ્ધ થઇ ગયા કે આ ખુશીમાં અને ખુશીમાં અનિ શું કરી રહ્યો છે . બુઆજી પણ પોતાની નારાજગી દફનાવી ચૂક્યા હતા . બુઆજી અને અબ્બુના હસવાના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. નિરાશા અને તંગદીલી હંમેશને માટે આ ઘર માંથી જતાં જતા આવનારી ખુશીઓ માટે જગ્યા કરી રહી હતી .

આ ખુશીના સમાચાર સંજીદાને મળતાં જ સંજીદાની તબિયતમાંના સુધારા એ વેગ પકડ્યો . ચાર દિવસે તો એને હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ મળી ગયો આ ચાર દિવસ દરમિયાન એક એક પળ અનિ અશફાકની સાથે જ પડછાયાની જેમ રહ્યો . સંજીદાને હસાવતો રહ્યો .

અશ્ફાક થોડા દિવસ વધુ રોકવાનો હતો એણે અનિકેતની એકલાની ફ્લાઈટમાં રીટર્ન ટીકીટ કરાવી આપી હતી. સંજીદા એ તો અનિ ભાઈજાનને રોકવા માટે રીતસરની રીસ કરી હતી પણ અનિકેતે એને માથે હાથ મૂકતાં કહ્યું .."આઉંગાના તેરે નિકાહમેં , ઇતને દિન યહાં પડા રહૂંગા કી તંગ આ જાઓગે આપ લોગ .."

અનિકેત ઢળતી સાંજે અશ્ફાકના ઘરની છત પર એક પગ દીવાલે ટેકવી સિગરેટ ફૂંકી રહ્યો હતો. એના મનમાં અત્યારે ઘણું બધું ચાલી રહ્યું હતું. આટલા દિવસમાં એણે જોયું હતુંકે અશ્ફાકનું ખાનદાન જો અત્યંત પૈસાદાર ન હતું , તો ગરીબ પણ ન હતું . પ્રણાલી માટેનો તેનો પ્રેમ એને સતત ખેંચતો હતો પણ એનાથી દુર રહેવું અસહ્ય છતાં જરૂરી બન્યું હતું. પ્રેમ સ્વાર્થી તો નજ હોઈ શકે ને! પ્રનીનો સાથ એની દવા હતી પણ તેનો પોતાનો સાથ જ જો પ્રની માટે ઘાતક નીવડે તો એ કોઈ રીતે પોતાને માફ ન કરી શકે. અશ્ફાકનો સહવાસ એને ટકાવી રાખવામાં કારગર નીવડ્યો હતો. એના જીવનમાં એક નવા યુગનો આરંભ થવાનો હોય એવા એંધાણ થતા હતા. અહીંથી નીકળીને સૌ પ્રથમ એ એપાર્ટમેન્ટ અને બેન્કિંગના પેપર્સનું સેટિંગ કરવાનો હતો એને આ અપાર્ટમેન્ટ , પ્રની ,અશ્ફાક બધાની બહુ યાદ આવવાની હતી એ વાત એ જાણતો હતો. એની નજર સામે કોલેજ લોબીમાં “અનિ , સાલા... આજે તો છોડું જ ના” કહીને હસતી પ્રણાલી... કોલેજ પાછળના ગાર્ડનની લોન પર બેઠેલા અનિ , પ્રની અને અશફાકની ત્રિપુટી આંખોમાં પાણી આવી ગયા હોય ત્યાં સુધી હસતી તાદ્રશ્ય થઇ રહી હતી” અનિકેતના ચહેરા પર અનાયાસે એક મીઠી મુસ્કાન આવી ગઈ હતી..

છત પર આવીને અટકતી સીડીઓના છેલ્લા પગથીયે ઉભેલો અશ્ફાક અનિકેતના ચહેરાની મુસ્કાન અને આંખોનું દુ:ખ બંને જોઈ રહ્યો હતો.

અનિકેતની પીઠ પર હળવો ધબ્બો આવ્યો! “બસ કર રાજ્જા, કમ ફૂંક. નીચે સે દેખ રહ હું મૈ દો તો પી હી ગયા તુ. અબ યહાં આકે એક દિનકા ભી આરામ નહિં કિયા તુને. ફિરસે ઉધર જા કે મત કામ કરના કુછ. તેરી ટીકીટ હો ગઈ હૈ! સમજ રહા હૈ તું? તેરી સેહત નાસાઝ હૈ ,સબકો ખુશ કરતા રહેતા હૈ તો જરા અપના ભી દેખ લિયા કર. ”

અશ્ફાકની સલાહો અને પ્રેમ જોઈ અનિકેત ફિક્કું હસ્યો અને બોલ્યો

“ અપને હાલાત કા અહેસાસ નહિં હેં મુજકો; મૈને ઔરો સે સુના હૈ બોહોત પરેશાન રહેતા હું મૈ!”

તું ફિકર મત કર યાર મેરી ઇતની. તેરી ફિકર કરને વાલી ઢૂંઢ .સંજીદાકા તો હો ગયા અબ તેરે લિયે દીપિકા કો ભી તો મનાના હૈ ના યાર! અભી કિતને કામ પડે હૈ કુછ પતા ભી હૈ તુજે! અનિકેત વળી પોતાના મૂળ સ્વભાવ પર આવી ગયો.

“ અરે મેરે બાપ! દીપિકા કો રણવીરકે લિયે છોડ મુજસે લડકિયોં કી ચે-ચે પે-પે નહિં સંભાલી જાતી. તુ જાનતા તો હૈ. બહોત હાઈ મેઈનટેનન્સ હોતા હૈ યાર “ અશ્ફાકે હાથ જોડીને કહ્યું.

“અરે બચ્ચુ, ઐસે તો કોઈ લડકી હી નહિં મિલેગી મેરે યાર કો. મત ઢા ઇતના જુલ્મ ખુદ પર. ઔર દેખના તુજે હી સબસે હાઈ મેઈનટેનન્સ વાલી લડકી કે સાથ જિંદગી ગુજારની પડેગી ,સબ સુન રહા હૈ ઉપરવાલા... ” અનિ હજી આગળ બોલવા જતો હતો અની પણ એને ઉધરસ ચડી અને એની બોડી લેન્ગવેજ પરથી લાગતું હતું એને ઠંડી લાગી રહી હતી.

“અરે અરે! ચલ નીચે ચલ ઔર પાની પી. મૈ તુજે ખાને કે લિયે હી બુલાને આયાથા તુને લગા દિયા દીપિકાકે ચક્કરમે મુજે. ઔર ઠંડ લગ રહી હૈ તુજે? ચલ ખાને મેં સૂપ ભી હૈ. થોડા અચ્છા લગેગા. જલ્દી સો જાના ફિર દવાઈ લેકે. કલ સુબહ સુબહ તેરી ફ્લાઈટ હૈ.“ અશફાક અનિકેતના ખભા પર હાથ રાખીચાલવા લાગ્યો. બંને દોસ્ત એકબીજાનો સહારો હતા જાણે.

***

વહેલી સવારે પૂજા કરી વોક લઇ મીના બહેન ચા પીતા હતા. છેલ્લા થોડા દિવસથી બહુ જ બેચેન રહેતા હતા. પોતાની અને પ્રણાલીની હસતી તસ્વીર દીવાલ પર લાગેલી જોઈ રહ્યા હતા. કેટલી હુંફ હતી એ બંને વચ્ચે! પ્રણાલી એક ઉમર પછી એમની સખી જ થઇ ગયેલી એ પણ કોઈ પ્રયત્ન વગર. અને પોતે અચાનક એક સામાન્ય માં જેવું વર્તવા માંડ્યા હતા એટલે બંનેની વચ્ચે કેટલી ઊંડી ખાઈ થઇ હતી. દીકરીના હિતમાં એક માં જેમ વર્તવા માંડ્યું તો એક ઉમદા સંબંધ ખોયો. અને એ સંબંધનો ખાલીપો મનમાં એક ટીસ ઉભો કરતો હતો. અંદર વ્યક્તિ તરીકેની મીના,અને માં તરીકેની મીના વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી રહી હતી. શું સાચું શું ખોટું કઈ સમજાઈ રહ્યું નો’તું. અતિશય વિશાદ, ચિંતા અને બેચેનીથી ઘેરાઈ ગયા હતા. મીનાબહેન મનમાં ચાલતા યુધ્ધને અટકાવવા બેય આંખો પર હાથ મૂકી બેસી રહ્યા.

એમના ખભા પર એક જાણીતો હુંફાળો સ્પર્શ થયો જે શરીર ને ગમ્યો. મીનાબહેનની ચા ઠંડી થઇ ગઈ હતી જે સરૈયા સાહેબે પાછી ગરમ કરીને ટેબલ પર મૂકી.

“ડોક્ટર સાહેબ, બધું ધૂંધળું લાગે છે બધું. બેચેની વધી ગઈ છે મનમાં. ઈચ્છા છે કે કૃપાનંદ સ્વામીજીના આશ્રમમાં થોડા દિવસ વિતાવી આવું. મનને શાંતિ મળશે, તો આગળ હું વધુ સારી રીતે પ્રનીને સાંભળી શકીશ. ત્યાં અરીગનારના આશ્રમમાં બહુ શાન્તિ હોય છે. તમને તો ખ્યાલ છે જીવનમાં જયારે મૂંઝવણ અનુભવું ત્યારે હું સ્વામીજી પાસે જઉં જ છું. દર વર્ષે જઉં છું એ પણ નથી જવાયું આ વર્ષે “

“પણ મીના, તને ખ્યાલ છે ને ત્યાં જવાનો મતલબ છે કે તું મોબાઈલ નેટવર્કથી સદંતર કટ થઇ જઈશ. હું તો સતત કલીનીક પર હોઉં છું. અહી અનિકેતને કઈ થયું તો? પ્રણાલીને તારી જરૂર પડી તો?” સરૈયાએ મીનાને સમજવાનો એક પ્રયત્ન કર્યો. કેમ કે એ જાણતા હતા કે મીના એક વાર નક્કી કરે એટલે જશે તો ખરી જ.

“ઉફ્ફ, મહેરબાની કરી અનીલ તમે મને એ છોકરાના નામ પર રોકવાનો પ્રયત્ન ન કરો. હું અહી મારી દીકરીને જ ન્યાય નથી આપી શકતી એવું લાગે છે. અને આ બધું એ છોકરાના જીવનમાં આવેલા ઝંઝાવાતની અસરો હેઠળ છે. એ લખનૌ ગયો છે અને અત્યારે પ્રણાલી કોલેજ એક્ઝામ અને પ્રોજેક્ટમાં થોડી બીઝી છે. મારી માટે સ્વામીજીને મળવું જરૂરી થઇ ગયું છે હવે. એમના સહવાસમાં અને આશ્રમના શાંત વાતાવરણમાં જો હું સમય પસાર કરીશ તો મને સારું લાગશે. તમે બસ મારી ચેન્નાઈની ટીકીટ કરવો અને ત્યાંથી કેબ પણ બુક કરાવી આપો.” મીનાબહેન સડસડાટ એક જોડે બોલી ગયા. વધુ દલીલ સરૈયાને પણ નિરર્થક લાગી. એમને પણ થયું અહી બેસીને એ ચિંતા કરે એના કરતા સ્વામીજીના આશ્રમમાં મીના વધુ શાંતિ અનુભવશે.

“ઠીક છે હું આજ સવાર પછીની કોઈ ફ્લાઈટ હોય તો બુકિંગ કરાવી આપું છું. તું તૈયારી કર”

***

મળસ્કાના આછા અજવાળામાં એરપોર્ટ તરફ ટેક્ષી દોડી રહી હતી . એરપોર્ટ સુધીના રસ્તામાં અશ્ફાકની અવિરત સલાહોનો મારો અનિકેત પર ચાલુ જ હતો .એરપોર્ટની અંદર જતા પહેલા અનિકેત એક મિનીટ સુધી અશ્ફાકને ભેટી રહ્યો. જાણે છુટ્ટા પડવાનું મન જ ન થતું હોય. ફ્લાઈટનું અનાઉન્સમેન્ટ થયું એટલે અનિકેતે જવું પડ્યું. ચેક ઇન પ્રોસીજર પતાવી અનિકેત પોતાની જગ્યા પર ગોઠવાયો. સવારે ઉઠ્યો ત્યારથી થોડો થાક અને ઠંડી વર્તાતી હતી. એને થયું અઠવાડિયા આખામાં ઊંઘ ઓછી અને રખડપટ્ટી વધુ થઇ હતી એટલે હશે. થોડી વાર મેગેઝીન્સ વાંચ્યા, એર હોસ્ટેસ સાથે મસ્તી કરી ને એણે પોતાનો સમય પસાર કર્યો.

સૌ પોતાની ગતિ વિધિઓમાં હતા. એણે આંખો બંધ કરી કનેક્ટીકટના પોતાના ઘરનું સ્મરણ કર્યું. પોતે થોડા દિવસો પછી મોમ અને ડેડ સાથે ખબર નહિં કેટલા વર્ષે એક નાના બાળક જેમ વચ્ચે બેસીને લાંબી વાતો કરશે. એ વિચારોમાં જ સારી પડ્યો અને આંખો ક્યારે બંધ થઇ ખ્યાલ જ ન રહ્યો. વિચારો માંથી ઝબકયો ત્યારે લેન્ડીંગની સૂચનાઓ અપાઈ રહી હતી. બહાર નીકળી તરત જ એણે એના એપાર્ટમેન્ટ તરફની કેબ કરી લીધી.

ચાવી ખોલી એન્ટર થતાં જ ઘર જાણે અનિને ભેટવા માગતું હોય એવું તેને લાગ્યું. બેગ્સને એક બાજુ મૂકી અનિકેતે પાણી પીધું. થાક હજી વર્તાતોજ હતો ઠંડી પણ વધતી જતી હતી. શરીરમાં તાવ જેવું લાગતું હતું. પોતે આવ્યો છે એવો મેસેજ તો પ્રણાલીને એરપોર્ટ પરથી કરી દીધેલો. એ વધુ વિચારે એ પહેલા એણે જે કાઉચ બેઠો હતો ત્યાંજ પડતું મુક્યું અને એની આંખો ઘેરાવા લાગી.

***

બેડ રૂમમાંથી બહાર આવી પ્રણાલી પોતાની પાણીની બોટલ ભરી સીધી રૂમમાં જતી રહી. સવારે વહેલા ઉઠીને એ હંમેશા ગરમ પાણી પીતી અને મોમ-ડેડને હગ કરતી. ઉઠીને હસવું બહુ જરૂરી હોય છે એવું એ માનતી જે એણે હમણાંથી બંધ કરી દીધેલું. ગઈ કાલથી તો મોમ પણ ચેન્નાઈ જતી રહી હતી। એના મનમાં એકસાથે એટલા વિચારો કોઈ વાર ચાલતા કે એમને બંધ કરવા એ કાન પર હાથ દાબી દેતી. અત્યરે પણ રૂમમાં આવી પોતે શાવર લેવા બાથરૂમમાં ઘુસી. કોલેજ જવું જરૂરી રહેતું એટલે કોલેજ જવું અને ક્લાસમાં બેસવું એ યંત્રવત પતાવી દેતી. અનિકેતને એ ક્યારેય પોતાનાથી અળગો નહિં થવા દે. એને આખી દુનિયા તેના અને અનિના પ્રેમની વિરુદ્ધ લાગી રહી હતી. એણે શાવર લઇ લીધો હતો છતાં એ ઉભી હતી એ વાતનું ધ્યાન આવતા એ ફટાફટ વોર્ડરોબ તરફ ભાગી અને રેડી થઇ ગઈ. ડાઈનીંગ ટેબલ પર મહારાજે મૂકેલી સેન્ડવીચ હાથમાં ઉપાડી, પ્રણાલી તેની એકટીવા તરફ ગઈ. પાર્કિંગ લોટમાં રમી રહેલા નાના ભૂલકાઓ એની વ્હાલી પ્રની દીદીને આવતી જોઇને એને વીંટળાઈ ગયા , પણ આજે પ્રનીનું એ કોઈ તરફ ધ્યાન નો'તું .

રસ્તામાં પણ અનિના વિચારો એને છોડતા નહોતા. કાને લગાવેલા અનિએ ગીફ્ટ કરેલા આઈ પોડ પર “ ગુંજા સા હૈ કોઈ ઇક તારા” ગીત પ્રણાલીના કર્ણપટલ પર પડી રહ્યું હતું. છેલ્લા કેટલા સમયથી જાણે આખી દુનિયા અલગ અને પોતે એક અલગ ખૂણામાં ફેંકાઇ ગઈ હોય એવું લાગતું હતું. એની દ્રષ્ટિથી એને જે દેખાતું હતું એ એકેય વાત પર એને વિશ્વાસ નહોતો આવતો. મમ્મીનું વર્તન બીજી તરફ તોફાની અનિ જાણે એકએક પીઢ થઇ ગયો હોય એમ પોતાનાથી દુર રાખતો હતો! પહેલા પ્રોજેક્ટ અને પછી લખનૌનું બહાનું કરી જતો જ રહ્યો! દૂર એણે સી .સી.ડીની સાઈન જોઈ ત્યારે જ એને ખ્યાલ આવ્યોકે।,કોલેજ તો ક્યાય પાછળ રહી ગઈ હતી . આમ કેમ કોલેજનો રોજનો રસ્તો ચુકાઈ ગયો ? , કમબખ્ત અનિને કારણે જ સ્તો ...!!એણે તરત જ એકટીવાને બ્રેક મારી સાઈડ પર ઉભાડી. અનિ સવારે આવી ગયો હશે એ યાદ આવતા જ યુ ટર્ન લેવાને બદલે અનિકેતના ઘર તરફ જ એકટીવા મારી મૂકી. એકટીવા દોડતી રહી , અને દોડતા એકટીવા સાથે જ ઉડી ગયું , હમણાં એકબીજાને ન મળવાનું અનિને આપેલું પ્રોમિસ ..!!!

કેટલા દિવસે અનિને જોશે એ વિચારે એ ઉત્તેજિત હતી. અપાર્ટમેન્ટના ચાર પગથિયા ચડતાં પણ એને હાંફ ચડી ગઈ . દરવાજો ખુલ્યો અને અનિએ તેને બાહોમાં લઇ એક મીઠી ચૂમી ભરી લીધી! શરીરમાંથી જાણે વીજળી પસાર થઇ હોય એવો રોમાંચ થઇ આવ્યો! લાલ થઇ જતી કાનની બુટ , હાંફતો છાતીનો ઉભાર , અને પ્રણાલી મીઠું મલકી ઉઠી ...!!!

એ મીઠું મલકી ત્યાં ભાન થયું કે એ હજી દરવાજે જ ઉભી છે. . પોતાના માથા પર હળવી ટપલી મારી પ્રણાલીએ નોક કર્યું. એક વાર ... બે વાર.. ત્રણ...!!

(ક્રમશ: )

એંજલ ધોળકિયા