“ઉપદેશ
કેરી સમજણ”
નાટક
જીગ્નેશ પટેલ (જીગર)
:પાત્રો:
પભો,તભો,સવિતા,રુપલી,એક સાધુ.
કથા
ઘણા બધા લોકો ઉપદેશ આપતા હોયછે,
પરંતુ તે પોતેજ,જયારે વિકટ પરિસ્થિતિ માંથી, પસાર થાય છે.ત્યારેજ તેમને બબર પડેછે… કે….
ઉપદેશ આપવો સહેલો છે,પરંતુ તેનું પાલન કરવું કેટલું કઠિન છે.
તેની સમજ આપતુ, રમુજ કરાવતું,આ કોમિક નાટક, ઘણું બધું કહી જાયછે.
દૃશ્ય :પહેલું
પરદો બૂલે ત્યારે,પભો ઢોલીયો ઢાળીને ઘરની બહાર બેઠો છે.અને એજ સમય દરમિયાન, સામેથી તેનો મિત્ર તભો આવતો દેબાય છે.
પભો: આવ.. આવ,તભા બેસ,
તને કહુછું સાંભળું કે..! પાણી લાવ મારી વાલી. આતો વાલી કઉને એટલે જલદીથી આવે,બાકિ તુતો તારી ભાભી ને જાણસજ…. ને….
તભો: હાજતો વળી ભલા અને ભોળાછે.
મારા ભાભી.(હસતા,હસતા)
શું તંબુરો?
(હસતા,હસતા) કેમ લાં પભલા આજ, બેતરે નથી જાવું.
પભો: નાં… નાં.. આજ નઇ,કાલે બેતરના શેઢે, ઉગેલા બોરડિ અને બાવળિયા બોદવા જાવું છે.
આ જોયુ હજી પાણી લઇને નથી આવી,અને તું પાસો વબાણ કરેછે.
સવિતા: આલ્યો ગળામાં કાંઇ સોસ પડ્યા છે
ક્યારનાં, બોટી રાડો પાડોછો.
તભો: થોડુ અમનેય પીવડાવો પાણી, મારા
ભાઈબંધ પભાના ઘરવાળી.
સવિતા: આ તમારા ભાઇબંધ ને, વાતે વાતે વધારાનું બોલવાની આદત ગઇ નઇ.
તભો: આ સંધી આદત લાકડામાં જાહે,સવિતા સાચી.
સવિતા: લાકડાતો ઘરમાં ઘણાં પડ્યાં છે,
કેતા હોયતો, બડકલો કરુ.
તભો: પભલા, આ તારી ઘરવાળી, કેદિ મારી વાતનો કહેવાનો મતલબ સાચો સમજછે.
હું મયૅાં પછીની વાત કરુછું, અને આ મારી ભાભી, પણ તારી ઘરવાળી અટાણથીજ લાકડા બડકવાની વાત કરેછે.
પભો: (હસતા,હસતા) જો તારી અને મારી ઘરવાળી, સમજણિ હોતતો…!
આપણા ઘર ક્યાંથી બંધાણા હોત…!
હવે તું કાંઈ સમજો?
તભો: બડ-બડાત, હસતા….સાચી વાત
સાવ સાચી વાત,તેતો માંરા મનની વાત કિધી.હું પણ રોજ બરોજ મારી રૂપલી ને
વાતે વાતે ટોકયા કરું, કે આમાં તને ના બબર પડે.
મારી વાલી મને રોજ સામે જવાબ આપે,
કહે બબર નહોતી પળી,એટલેજ તમારૂ ઘર બંધાયું છે.
પભો: ભાઈ,ભાઈ, સાવ સાચી વાત “સો”આના સાચી વાત.
તભો: ચાલો ત્યારે હવે રજા લઉ, અને હાં! પભાના ઘરવાળી, તમારા લાકડા સાચવીને રાબજો; અને જયારે મારી રૂપલીને જરુર પડે ત્યારે આપજો…... જાયછે.
પભો: વાહ,વાહ…. વાહ.
સવિતા:તમે શુ, વાહ વાહ કરોછો,ઇતો રુપા બેન સારાછે,એટલે બાકિ તમારા ભાઈબંધ ને કોણ ટકે.
પભો: પણ હું કયાં નાં પાડુ છુ, હુંય કહુજ છું, એતો બહુજ સારા ને સુંદરછે
સવિતા: ઓ… હો.. આ હડકાયા કૂતરા જેવું કરવાનું બંધ કરો, હુ તો રુપાબેનના ગુણની વાત કરતી હતી. સમજ્યા?
પભો:હું પણ એજ કહેતો હતો,મારી વાલી, ચાલ હવે ઘરમાં કંઈક આઘુ પાછુ, કામ કાજ કરીએ.
(ઘરમાં જાયછે)પહેલો પ્રવેસ સમાપ્ત.
દૃશ્ય:બીજુ
સવારનું વાતાવરણ છે,પભો ઘરની બહાર ઢોલીયામાં, નસકોરા બોલાવતો સુતો છે.
સવિતા:(ઘરમાંથી પાણીનો લોટો ભરીને પોતાના પતિને જગાડેછે…… )
“ઉઠો,... ઉઠો, મારા ઘેઘુંર વડલા જેવા વર,આલ્યો પાણી, મોઢું બંગારો ને સીરામણ કરીને જટ બેતરે જાવ,
શેઢે ઉગેલા બાવળિયાની સાથે, બોરડીને જળમૂળથી કાઢી નાબજો,.... સાંભળુ કે….
પભો:હા,..... ઉ.. ઉહ,.. આહ..(ઉઠેછે)
લાવ પાણી જટ,અને ભાત બાંધી આપ બેતરે જઇને શીરાવીસ,અને હા તીકમ કોદાળી મને આપીદે,(બેતર ભણી જાયછે,બેતરના શેઢે પહોંચી, ધરતીમાંને વંદનકરી કામે લાગી જાય છે)
પભો:કોદાળીના ઘા મારતો જાય છે, હિસ,.. હિસ… અનાયાસ એવો અવાજ મોઢે થી નિકળતો જાય છે.
(ત્યાંથી વટેમારગુ એક સાધુ પસાર થાય છે,પભા પાસે આવીને…..
સાધુ : રામ,રામ,... ભાઈ થોડુ પાણી પીવડાવસો. (પાણી પીધા પછી)
ભાઈ તું, મહેનત કરીને આ બેતરમાં પરસેવો પાડી, ધાનના ઢગલા કરીને, ધરતીપુત્ર એવા નામને બરા અથૅ માં સાથૅક કરેછે,
વાહ…, વાહ,.. ધન્ય-ધન્ય, પણ…!
એક ઉપદેશ મારો સાંભળ,આ.. કોદાળીના
“ઘા” મારવાની સાથે, હિંસ,.. હિંસ.. જેવો બોટો કકરાટ કરેછે,
તુ, ઘા,મારતોજા અને રામ.. રામ બોલતોજા,તારો બેડોપાર થઇ જાસે.
પભો:સાધુ મહારાજ, અમે નાના માણસો,
આતો અમારા બાપદાદાનો ધંધો છે,
તમે કિધૂ ઇ.. વાત માં મને મજાતો આવી,પણ! કંઇ સમજાયું નહિ,આલ્યો કોદાળી રામના નામ સાથે કામ કરી બતાવો,ત્યાંસુધી હું થોળો પોરો બાઇ લવ.
સાધુ :એમ,બેટા… આ,,, જગતનો ભાર, અમેય ઉપાડવીછી, લાવ થોડો તારો ભાર હળવો કરું.
(સાધુ કોદાળીના ઘા,મારવા લાગ્યા, એકાદ, બે બોરડી બોદિ કાઢી, ઘા મારવાની સાથે સાધુ, રામ બોલતા જાયછે)
પભો:બસ બાપુ, લાવો હવે મને કોદાળી આપી દો,તમે પરસેવાથી રેબજેબ થઈ ગયા છો…
સાધુ: નાં, બેટા,, ના,,.. આ કોદાળીના
ઘા,કરવાની સાથે રામનું નામ લેવાની મજા આવે છે,હજી થોડીવાર મને કામ કરવા દે.
પભો: ભલે સાધુમહારાજ તમારી ઇચ્છા, (સ્વગત, પભો.. આંપણુતો કામ થાય છેને)
સાધુ :જય શ્રી રામ,(ભગવાન નું નામ લેતા લેતા કામ કરતા જાયછે, પણ!
થોડિવાર થઇને સાધુ રામ બોલવાનું ભુલી ગયા)
પભો:જોસ જોસથી મલક્યો,બાપુ રામ,
સાધુમહારાજ રામ બોલવાનું કેમ ભુલી ગયા,તમારા મુબ માંથી પણ હવે, હિંસ,હિંસ નો અવાજ નિકળવા લાગ્યો.
સાધુ :(હસતા,હસતા)બાપલીયા આ કામ અઘરું છે,ભુલવું નથી મારે રામ, પણ,.... આતો,. કોદાળીના હાથામાંથી હિંસ, હિંસ, એવો અવાજ નિકળે છે.
પભો :રામનેય બબર પડે અમે નાના માણસો, અમારો રામ અમારી મહેનત માંજ છુપાયોછે,મુબ માં ભલે ગમેતે હોય.
સાધુ :વાહ.. વાહ.. ધન છે તને,મારો ઉપદેશ મને મુબારક, આજ સાચી વાત મનેય સમજાણી, છે સહેલો ઉપદેશ આપવો, કઠિન ભારી એને પાળવો….
હવે હું રજા લઉ, ચાલો ત્યારે હું મારા પંથે નિકળુ રામ….. રામ….
પભો:તમારો આભાર મને થોડી મદદ થઈ, અને તમારા આપેલા ઉપદેશ નું પણ મારાથી માન રહી ગયું, રામ.. રામ.
(સાધુ મહારાજ પોતાના પંથે ચાલ્યા જાય છે)
પભો :(સ્વગત)ચાલો બહુ થયું કામ,જીંદગી આબી આજ કરવાનું છે.હવે કરીએ ઘરે જઇને થોડો આરામ.
(ઘર તરફ ચાલતો થાયછે, પ્રવેશ પુરો થાય છે)
દૃશ્ય :ત્રીજું
(પભો અને સવિતા ઘરની અંદર છે,અને બહારથી રુપા રડતાં.. રડતાં બુમો પાડી તેમને ઘરમાંથી બહાર બોલાવે છે)
રુપા:બહા૨ આવો” ઘરમાંથી, તમે જલદીથી બેય બહાર આવો, હાય.. હાય ક્યાં મરીગયા?”
સવિતા: રુપાબેન શું થયુ?”
શેની બુમાબુમ કરોછો?
પભો: “કંઈક કહો તો બબર પડેને!
કેમ થંભી ગયા?”
રુપા: “પભા ભાઈ! આ તમારા ભાઈબંધ,
આબો દિવસ મને વાતે વાતે ટોક્યા કરે છે”વાતે વાતે મને વઢ્યા કરેછે, મારે હવે એકપળ પણ!.... તમારા ભાઈબંધ સાથે નથી રહેવું…. હવે બહુ થયુ….. બસ.. આજેજ આ વાતનો ફેસલો તમેજ કરો.
પભો:તો પછી અહીંયા રહી જાવ..!
(સવિતા પોતાના ધણી પભા સામે ડોળા ફાડીને જોવે છે)
પભો,... એટલે એમ કે આ..વાતનો ફેસલો ના થાય ત્યાં સુધી ભલેને આપળા ઘરે રોકાય, બરાબર ને સવી….?
સવિતા : શું.. તંબુરો બરાબર…!
હાલને હાલ બોલાવો તમારા ભાઈબંધ ને,
આજતો ફેસલો કરવોજ પડશે,
“તમે,જરાય ગભરાતા નહિ, રુપાબેન હું છુને….,
પભો: બોલાવાની જરૂર નથી, “ઇ” સામેથીજ અેજ આવતો દેબાય છે,
એનેય બબરહોય ભૂતનું રહેઠાણ ક્યાં હોય….,
રુપા:(જોસ.. જોસ થી રડવા લાગે છે)
તભો:(આવીને )મને બબરજ હતી, કે એડ્રેસ ના ચીપકાવુ તો પણ પાસૅલ તારા ઘરેજ પહોંચ્યું હોય.
રુપા:જોયુ… જોયુ..?, સવિતા આ…… આવા લબણ કરી કરીને મને હેરાન કરી નાખી છે..
“મારોતો અંદરથી માયલો સળગી ઉઠે છે”
તભો:આોહો..! થોડી વાર શાંતિ રાબ હું ફોન કરીને બોલાવુ છું.(મોબાઇલ કાઢી ને નંબર ડાયલ કરે છે )
પભો:અલા તભા, આ મોકાણે તું કોને ફોન કરે છે…?
તભો:આ… આ… આનો માયલો સળગેછે, તને ઓલવતા આવળે છે?
પભો: ના… હો… ઇ.. મને નો આવડે.
તભો: “તો શાંતિ રાબ, હું ફાયર…. વાળાને બોલાવુ છું, કદાચ એમને સળગતા આના માયલાને ઓલવતા આવળતુ હોય.
રુપા:જોયું ….. જોયું…., મારે માથે દુઃખ ના ડુંગર છે…. (રડતાં, રડતાં )
પભો: ફોન લગાવ તભાઅ….
તભો:કોને લગાવુ?
પભો:હવે તો ક્રિષ્ન ભગવાનેજ બોલાવવા પડે ને, ડુંગર કોણ ઉપાડે?
રુપા:મારો જીવ જાય છે,અને તમને મજાક સુજે છે.તમે બેય સરબાજ છો.
તભો:પભા હજી થોડી રાહ જોવુ છું,કદાચ સીધી “સબ વાહિની” બોલાવવી પડેતો કામ થઈ જાય,.... (તભો,, હસતાં, હસતાં બોલે છે)
રુપા: આવીજ રીતે હેરાન કરવાની હતી,
તો સું કામ જાન લઇને દોળી આવ્યાતા?
મોટા ઉપાડે…….
તભો: ઇ.. અ… જ,મોકાંણ છે,મોટા ઉપાડે આયોતો, ત્યારે જાનળીયું ગાતીતી.. “ભમરો ઉડો રંગ મોલમાં, રંગ ઉડે ભમરો જાનમાં”.. પણ ત્યારે મને સમજાયું નહિં, અને હવે આ.. તારા,ભમરા પડેલા રોટલા બાઈ.. ખાઇ ને થાકી ગયો….!
સવિતા : બસ હવે…હું કંઇ બોલતી નથી એટલે, વાંક તમારોજ છે..કોક દિવસ પોતાની જાતને પુછી જુવો,મેણાં મારતાતો બધાને આવડે,એક સ્ત્રીની વ્યથાને ક્યારેક પોતાની કરી જુવો,..
તોજ બબર પડે તમને.
પભો: તારી વાત એકદમ સાચી છે.
“વાહ દોસ્ત વાહ”સાત જનમના કોલ દઇને આટલામાં થાકી ગયો,જ્યારે કોઈ હાથ નહિ પકડેને ત્યારેપણ ઘર વાળીજ સાથ આપછે,એ વાત નાં ભુલી જવી દોસ્ત…
“અને તભા પેલી વાત તું…. કેમ વિસરીગયો… કે……?
આપણાં ઘર એટલેજ બંધાણા છે, કે.,
આપણી ઘરવાળીને સમજ ઓછી હતી,
નહિતર...હજી પણ…. આપણે વાંઢાંજ હોત.
તભો: સાવ સાચી વાત મારા ભાઈ, દોસ્ત હવે મને સત્ય સમજાયું.(પોતાની પત્ની ની સામે જોઈ ને)
તું મારી જાનછે.. ચાલ ચાલ ઘરે ચાલ મારી વાલી.
રુપા: (આંસુ લુસીને હસતાં મોઢે )
હાં મારા વાલા, મારે બીજું કાંઈજ ના જોવે,તમારા બે મીઠા વેણથીજ સંધુય સુખ છે.
સવિતા :સાચી વાત મારી બેન પણ આ મરદ મુસાળા સમજેતોને..! બાકિ બધુ હરામ છે.
પભો: એટલે તું કહેવા સું માગે છે? હું તને નથી સમજતો….!
તભો: સીબામણ મને આપીને પાછો તું ભુલ્યો,...આપણે હવે સમવું પડશે કે,
ઇ.. ન.. સમજ્યા એટલેજ આપણાં ઘર મંડાણાં છે,
“નહિતર,,,,,, નહિતર,.. બધા એક સાથે બોલી ઉઠેછે,..”જય ગીરનારી.
(બધાજ બીલબીલાટ હસી પડેછે,
સાચી સલાહની સાથે નાટક સમાપ્ત થાય છે)
……. આભાર