The Play - 7 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | The Play - 7

Featured Books
Categories
Share

The Play - 7

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

મેઘની હાલત અલગ જ હોય છે, અચાનક એ કાગળ પર પોતાની યાદો લખવા બેસે છે. એ બન્નેની ડેટનો દિવસ લખે છે. બન્ને વચ્ચે પ્રણય રચાય છે, શિવ અને સરસ્વતિ ભેગા થાય છે, ઇન્દ્ર શિવને મળવા આવે છે, ઇન્દ્ર કંઇક વિચાર્યા મુજબ સ્ટેજ પોર્ટલથી સ્ટેજ પર છૂપાઈને એન્ટ્રી લે છે. હવે આગળ.

7. Moment

‘એમ આઇ સ્પીકીંગ ટુ મિસ ખ્યાતિ?’, ઇન્દ્રએ ફોન પર પૂછ્યુ.

‘હા બોલો.’, ખ્યાતિએ આશ્ચર્ય સાથે કહ્યુ.

‘મિસ ખ્યાતિ હું ફનાટિકા રેસ્ટોરન્ટનો મેનેજર બોલી રહ્યો છું, તમે આજના લકી વિનર છો. સો તમને મળી રહ્યુ છે. ફ્રી ડિનર અમારા તરફથી.’, ઇન્દ્રએ કહ્યુ.

‘ઇઝ ધીઝ જોક ઓર પ્રેંક?’, ખ્યાતિને થોડુ વધુ આશ્ચર્ય થયુ.

‘નો મેમ. સો વુડ યુ લાઇક ટુ બુક?’, ઇન્દ્રએ કહ્યુ. ખ્યાતિ આવા ફેમસ રેસ્ટોરન્ટમાં ફ્રી ડિનર જવા દેવા નહોતી માંગતી.

‘યા સ્યોર ફોર ટુમોરો. થેંક્યુ વેરી મચ.’, ખ્યાતિએ કહ્યુ.

‘યુ આર વેલકમ.’, ઇન્દ્રએ કહ્યુ અને ફોન કટ કર્યો. એના ચહેરા પર એ શૈતાની સ્માઇલ હજુ એમને એમ જ હતી.

ખ્યાતિએ તરત જ તર્જનીને કોલ લગાવ્યો. ખ્યાતિએ તર્જનીને ડિનર વિશે વાત કરી. તર્જની તૈયાર થઇ. બન્નેએ નક્કિ કર્યુ કે આવતી કાલે રાત્રે દસવાગે ફનાટિકા પર મળે.

***

નવ્યા અને મેઘ બન્ને એકબીજાની સામે હતા. નવ્યા આજે પણ એની સાદાઈમાં આવી હતી. નવ્યાનાં ચહેરા પર આછી સ્માઇલ હતી, મેઘ સતત નવ્યાને પ્રેમની નજરોથી તાકી રહ્યો હતો.

‘જઇશું?’, નવ્યાએ થોડું હસીને કહ્યુ. મેઘ માટે નવ્યાનો સાથે એ સૌથી ઉત્કૃષ્ઠ અનુભવ હતો. મેઘ નવ્યા પાસે ગયો. ધીમેંથી એણે નવ્યાના હાથમાં હાથ પરોવ્યો. નવ્યાએ મેઘ સામેં જોયું. મેઘ નવ્યાની મોટીં સ્માઇલ જોઇ રહ્યો. નવ્યાએ ધીમેંથી મેઘનોં હાથ દબાવ્યો. વરસાદ થોડીવાર પહેલાં જ પડ્યો હતો. રસ્તા હજુ ભીના હતા. બન્ને મૌન હોંઠે એકબીજાનોં હાથ પકડીને ચાલી રહ્યા હતા. થોડું ચાલ્યા. આગળ એક લાકડાનાં બાંકડા પર બન્ને બેસ્યા.

‘વિચિત્ર નથી લાગતુ?’, નવ્યા બોલી. એની ધડકનો સતત તેજ હતી.

‘શું?’, મેઘે ખુબ જ શાંત અવાજે પૂછ્યુ.

‘આપણે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા પણ નથી અને છતા આ બધુ થઇ રહ્યુ છે.’, નવ્યા બોલી.

‘યુ આર ધ ફર્સ્ટ પરસન. જેની સાથે હું ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છું.’, મેઘ બોલ્યો. નવ્યાએ મેઘની આંખોનાં ઉંડાણમાં જોયુ.

‘મને ખબર છે આ ઘસાઇ ગયેલ સવાલ છે, બટ હું જ કેમ?’, આ પ્રશ્ન કેટલીય લાગણીઓને ભરીને જન્મ્યો હતો. મેઘ થોડીવાર માટે કંઇ બોલી ન શક્યો.

‘આઇ ડોન્ટ નો યટ. એવી કોઇ વસ્તુ છે જે મને ખબર નથી પણ મને તમારા તરફ ખેંચે છે. કદાચ તમારૂ ઇનોસન્સ, કદાચ તમારી સુંદરતા. આઇ ડોન્ટ નો.’, મેઘે કહ્યુ.

‘ધીઝ ઇઝ સો વીઅર્ડ.’, નવ્યાએ થોડુ હસીને કહ્યુ. મેઘ પણ ધીમેંથી હસ્યો.

‘આઇ રીઅલી ડોન્ટ નો વોટ ટુ સ્પીક ઓફ. હું બસ ચાહું છું આપડે આમ બેસ્યા જ રહીએ.’, મેઘ બોલ્યો. નવ્યાએ ફરી મેઘ સામે સ્મિત સાથે જોયુ. નવ્યાએ ધીમેંથી મેઘનાં હોઠ પર પોતાની આંગળી મુકી.

‘ધેન ડોન્ટ સ્પીક.’, નવ્યા બોલી. નવ્યા મેઘની આંખોમાં સતત જોઇ રહી હતી જાણે એની આંખો અધીરી થઇને કંઇક કહેવા માંગતી હોય. એણે મેઘનોં હાથ ભીંસી રાખ્યો હતો. બન્નેના હાથની પકડ વધારે મજબુત થઇ રહી હતી. બન્નેના મૌન હોઠ કોઇનું માન્યા વિના આગળ વધી રહ્યા હતા. આ મૌનને તોડવાનું કામ હોંઠને સોંપાયેલું હતુ. બન્નેનાં હોંઠ સ્પર્શ્યા અને એકરૂપતાની સુંદરતા ફુંટી નીકળી.

એકરૂપતા પછી દ્વંદો વિલીન થઇ જતા હોય છે. એકરૂપતા દ્વેત શરીરમાં પરિવર્તીત થઇ.

‘શું થયુ?’, મેઘે ખુબ જ ધીમેંથી પૂછ્યુ.

‘આઇ એમ ઇન લવ મેઘ. આઇ એમ ઇન લવ.’, નવ્યાની આંખો ક્યારની ભીની થઇ ચુકી હતી. મેઘે એને કસીને જકડી લીધી. મેઘ એના હોંઠ એની ગરદન પાસે લઇ ગયો અને એને હુંફ આપી.

‘જો આને જ પ્રેમ કહેવાતો હોય તો. આઇ એમ ઇન લવ ટુ.’, મેઘે કહ્યુ. મેઘ ફરી એના હોંઠ નવ્યાના હોંઠ પાસે લઇ ગયો. એણે ધીમેંથી એના હોંઠ ચુમ્યા. એ પછી બન્ને વચ્ચે જરૂરી અને સમજપૂર્વકનું અંતર હતુ, પણ બન્ને અલગ નહોતા.

***

‘આઇ એમ ડાન્સર સો ડોન્ટ ટીચ મી હાઉ ટુ ડાન્સ હા.’, નવ્યાએ એક આંખ મારીને મેઘને કહ્યુ.

‘ચલો નહિં શીખવું, બટ તમારે હવે મને ડાન્સ કરીને બતાવવો પડશે.’, મેઘ થોડું હસ્યો.

‘આઇ એમ નોટ રોડ ડાન્સર.’, નવ્યાએ મેઘની પાસે આવીને કહ્યુ.

‘તો હું ક્યારે જોઇ શકીશ?’, મેઘે નવ્યાનોં હાથ પકડીનેં પૂછ્યુ.

‘વેરી સુન, એક નૃત્યનોં કાર્યક્રમ થોડા જ સમયમાં આવશે.’, નવ્યાએ મેઘના બન્ને હાથ પકડ્યા. મેઘ નવ્યાનાં હાથ પકડીને ઉભો થયો.

‘મારે ઘણી રાહ જોવી પડશે એમને.’, મેઘે સ્મિત કરીને કહ્યુ.

‘ના, હું એક મુદ્ર કરીને બતાવુ.’, નવ્યા બોલી. એ ચંચળતાથી મેઘનાં હાથમાંથી સરકી અને એણે એ બધી જ મુદ્રાઓ કરી જે રાધા અને ક્રિષ્નનાં નૃત્યમાં આવે.

વિષ્નુ બધુ જોઇને ખુબ હરખાઇ રહ્યા હતા. એમણે ભજવેલા પાત્રને હજુ લોકો ભુલ્યા નથી વાત એમને આનંદિત કરી રહી હતી.

‘રાધે.’, મેઘ પાછળથી પોતાના હોઠ નવ્યાના કાન સાથે સ્પર્શ કરાવીને બોલ્યો.

‘ક્રિષ્ન.’, નવ્યા થોડું લજ્જાઇને બોલી.

***

‘હુઉ… હા.’, અચાનક મેઘ નવ્યા સામે ઉભો થઇ ગયો અને કરાટેની કરી. વિચારોમાં ખોવાયેલી નવ્યાનેં જટકો લાગ્યો.

‘ડરાવી દીધી મને તમે.’,

‘શું વિચારતા હતા?’,

‘ટાઇમ.’, નવ્યાએ મેઘ સામે જોયુ.

‘હુઉ… હા. મને કંઇ ખબર ન પડી.’, મેઘ ફરી હસીને બોલ્યો.

‘ક્યારેક એવુ લાગે છે આ સમય ખુબ કન્ફ્યુઝ કરે છે. મેં ક્યારેય વિચાર્યુ પણ નહોતું કે હું આવી રીતે કોઇ સાથે હોઇશ. મેં વિચાર્યુ હતુ કે મારી લાઇફ ખુબ શાંત અને બોરીંગ થઇ જશે. અને અત્યારે એટલી એક્સાઇટેડ છું કે આઇ વોન્ટ ટુ ફ્રીઝ ધીઝ મોમેન્ટ્સ.’, નવ્યાએ મેઘનો હાથ પકડી જ રાખ્યો હતો.

‘લેટ ઇટ બી લાઇક અ રીવર.’, મેઘે નવ્યાના ચહેરા પર પોતાનોં હાથ મુક્યો.

‘આઇ વોન્ટ ટુ મેક ધીઝ ટાઇમ સ્ટોપ, હું આ પળોને હંમેશા જીવતી રાખવા માંગુ છું.’,

‘ધેર ઇઝ નો ટાઇમ. ધેર ઇઝ મોમેન્ટ્સ. લેટ્સ લીવ.’,

‘અને એ કઇ રીતે?’, નવ્યાએ થોડુ હસીને કહ્યુ.

‘હુ… હા, મેં સમય હું.’, મેઘ હસી પડ્યો.

‘પાગલ… પાગલ’, નવ્યા બોલી અને મેઘને પોતાની બાહોં પાશમાં લઇ લીધો.

***

‘મને એ પણ ખબર નથી કે તમે શું કરો છો?’, નવ્યા મેઘના ખોળામાં માથુ મુકીને લાંબી થઇ હતી. મેઘ આ સાંભળીને થોડુ હસી પડ્યો.

‘યુ નો આઇ એમ રીચ ગાય.’, મેઘે ખડખડાટ હસીને કહ્યુ.

‘એટલે તમે આખો દિવસ કંઇ કરતા જ નથી એમને.’,

‘એક્ચુઅલી આઇ ટ્રાય્ડ મેની થીંગ્સ. કુડન્ટ સેટલ. બટ આઇ મેક મની.’, મેઘ થોડો ગંભીર થઇને બોલ્યો.

‘એવરીવન હેવ અ પર્પઝ ઇન લાઇફ.’, નવ્યા પોતાનો હાથ મેઘના ચહેરા તરફ લઇ ગઇ.

‘પરહેપ્સ માઇન ઇઝ ટુ લવ યુ.’, મેઘે પણ નવ્યાના ચહેરા પર હાથ ફેરવ્યો.

***

‘તો તમને શું ગમે છે?’, મેઘે પૂછ્યુ. બન્ને એક નાની સડકના કિનારે હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હતા.

‘એક પ્લેસ છે “સ્વગત”. આઇ એમ પાર્ટ ઓફ ધીઝ પ્લેસ. ત્યાં અમે વિકેન્ડમાં નાના બાળકોને ભેગા કરીએ છીએ. કોઇ જ ડિસ્ક્રીમીનેશન વિના. ઝુંપડ પટ્ટીના હોય કે પછી કોઇ ઉંચાખાનદાનના તમારી જેમ.’, નવ્યાએ જાણી જોઇને હસીને કહ્યુ.

‘જસ્ટ કિડીંગ, તો એ દિવસે અમે લોકો સવારથી બાળકોને બોલવીએ. બાળકો સાથે જ જમવાનું બનાવીએ. બાળકો પાસેથી અલગ અલગ પ્રશ્નો પૂછીને જવાબ મેળવીએ. જેમકે પ્રેમ એટલે શું. એમના જવાબો એટલા માસુમ હોય છે કે આપણને એમ થાય કે શામાટે આપણે મોંટા થઇએ છીએ. પછી એ લોકો સાથે રમીએ, ફિલ્મો જોઇએ. કોઇ પાસે ગીતો ગવરાવીએ, કોઇ પાસે એને આવડે એવો ડાન્સ કરાવીએ અને અમે પણ નાચીએ ખરા. સંગિત વગાડીએ, સાંભળીએ અને જ્યારે સાંજ પડે ત્યારે અમે નદિ કિનારે જઇને શાંતિથી માત્ર નદિને સાંભળવા એક કલાક બેસીએ અને પછી તરત જ છુટા પડીએ. તો મને આ કરવુ ખુબ ગમે છે. આઇ એમ હાઇલી કનેક્ટેડ વિથ નેચર.’, મેઘ નવ્યાનાં એક એક શબ્દને ખુબ જ ધ્યાનથી સાંભળ્યો.

‘તમને શું ગમે છે?’, નવ્યાએ ધીંમેંથી પૂછ્યુ.

‘મને વરસાદમાં નહાવું ખુબ ગમે છે. મને વરસાદમાં નહાવાથી ક્યારેય કંટાળો નથી આવતો. મારી મમ્મીનું એવુ કહેવું છે કે મને વરસાદે વરદાન આપ્યુ છે.’, નવ્યા અને મેઘ બન્ને હસી પડ્યા.

‘એક્ચુઅલી મારો જન્મ જંગલની વચ્ચે ધોધમાર વરસાદમાં થયો હતો.’, મેઘ અટકીને બોલ્યો.

‘“મેઘ” અને મેઘના તાંતણા.’, નવ્યાએ થોડી સ્માઇલ કરીને કહ્યુ. તરત જ આકાશમાંથી કેટલાંક છાંટા આવ્યા અને નવ્યાના હાથે એનો અનુભવ કર્યો.

‘બન્ને મેઘને નવ્યાના હાથના સ્પર્શની તરસ છે.’, મેઘ થોડુ હસીને બોલ્યો.

‘હશે !’, નવ્યા મૃદુ હસીને મેઘના હાથમાંથી સરકીને આછા શરૂ થયેલા વરસાદમાં નાચવા લાગી. મેઘને નવ્યાનું હશે સ્પર્શી ગયુ. મેઘ પોતાની આનંદ ભરી આંખે વરસી રહેલા બધા જ પ્રકારના વરસાદને માણતો રહ્યો.

***

‘યાદ રાખજો, હું જ તમારૂ સુખ છું અને હું જ તમારૂ દુખ છું.’, નવ્યા થોડા મસ્તીના મુડમાં હતી.

‘પૂસ્તકો વાંચવાનોં શોખ લાગે છે?’, મેઘ હસ્યો.

‘આઇ એમ ડેન્જરસ.’, નવ્યા ફરી બોલી.

‘આઇ ડેર.’,

‘હું તમારી સાથે હોવ ત્યારે તમને ગમે છે?’, નવ્યાએ પ્રશ્ન કર્યો.

‘બહુ જ.’

‘ચેતજો, ક્યાંક હું તમને બહુ રડાવું નહિં.’, નવ્યાનાં ચહેરા પર થોડાક ગંભીર ભાવો આવ્યા.

‘જો તમે સાથે હશો, તો આંસુ ગમશે મને.’

‘કિસ મી.’, નવ્યાએ મેઘના ચહેરા પાસે ચહેરો લાવીને મેઘની આંખોમાં જોઇને કહ્યુ.

‘નો, લેટ ઇટ હેપ્પન.’, મેઘની આંખો બંધ થઇ ગઇ. થોડી વારે આંખો જાતે જ ખુલી ગઇ.

‘ઇટ હેપ્પન્ડ, મેં કંઇજ નથી કર્યુ.’, નવ્યાએ હસીને કહ્યુ.

‘શું થયુ? કંઇ થયુ?’, મેઘે પણ હસીને જવાબ આપ્યો.

‘આઇ કાન્ટ ઇમેજીન સિંગલ મોમેન્ટ વિધાઉટ યુ.’, નવ્યા મેઘની આંખોમાં જોઇને બોલી. બન્નેની આંખો ભીની હતી.

‘મેઘ ક્યારેય પણ તમને એમ લાગે કે તમે મને ઇચ્છો છો અને હું ત્યારે ન હોવ તો અહિં આવી જજો. આ જગ્યા અને આ નદી સાથે મેં ઘણો સમય વિતાવ્યો છે. ખબર નહિં આ નદી કેટલી સફરો ખેડીને એના પ્રેમને મળતી હશે. મારી એક ઇચ્છા છે કે ક્યારેક આના કિનારે આની સાથે એના અંતિમ સ્થાન સુધી જાવ. હું ક્યાંય પણ હોવ પણ મારો એક ટુંકડો અહિં તો રહેશે જ. મેં તો પપ્પાને પણ કહેલું છે, જીવ્યા પછી મને આ પ્રવાહી વહેતી આત્માના કાંઠે ભસ્મ કરી દેજો. અથવા આની સાથે વહાવી દેજો.’, નવ્યા ખુબ જ શાંતિથી બોલી.

‘એ પહેલા આ નદિની જેમ જ ઘણુ વહેવાનું છે.’, મેઘે નવ્યાનો ચહેરો પોતાના ચહેરા સાથે ભીંસ્યો.

‘યાદ રાખજો હું અહિં જ હોઇશ.’,

‘જ્યાં તું હોઇશ ત્યાં હું હોઇશ.’, મેઘે સ્મિત કરીને કહ્યુ.

***

‘ધ્યાન રાખજો.’, નવ્યા ઘરમાં જતા પહેલા મેઘના ગળે મળી.

‘ધ્યાન રાખજો.’, મેઘે નવ્યાના કપાળ પર ચુંબન કર્યુ.

***

‘હુ…હા’, નવ્યાએ કારનો દરવાજો ખોલ્યો એટલે એ મેઘની સ્ટાઇલમાં બોલી. મેઘ ચોંકી ગયો.

‘આ શું થયુ તમને?’, મેઘ ચોંકીને હસતા બોલ્યો.

‘મેઘનો રોગ લાગ્યો.’, નવ્યા શરમાઇને બોલી.

***

‘આમને મેઘનો રોગ લાગ્યો છે.’, જેવો મેઘ ઘરમાં એન્ટર થયો, એવું મેઘ બોલ્યો. નંદિની દરવાજા પર જ ઉભી હતી.

‘આમની પાસેતો દવા પણ છે.’, નવ્યા જુંકીને નંદિનીના પગે લાગી.

‘બન્ને દર્દીઓ ક્યારેય સાજા ના થાવ.’, નંદિનીએ બન્નેને આશિર્વાદ આપ્યા.

***

બન્નેના પ્રેમમાં કોણ ના પડે? બ્રહ્મા દાદાને કેમ સમજાવું?’, શિવે મેઘ અને નવ્યાને જોતા પાર્વતિને કહ્યુ.

ભોલેનાથ ભોલેનાથ.’, પાર્વતિએ ગાંજાની ચલમ બનાવીને શિવને આપી. શિવે સળગાવીને એક ઉંડો કશ માર્યો.

તો માત્ર નાટક છે.’, શિવના ચહેરા પર ગંભીર ભાવો આવી ગયા.

***

ડ્રોઇંગ હોલમાં મેઘના નાના-નાની, નંદિની અને એક સોફા પર મેઘ અને નવ્યા બેસેલા હતા. નંદિની સતત સ્મિત સાથે મેઘ અને નવ્યા સામે જોઇ રહી હતી.

‘કેમ છે બેટા હવે તને.’, નાનાએ વાત શરૂ કરી.

‘એકદમ મસ્ત.’, નવ્યાએ મેઘ સામે જોઇને જવાબ આપ્યો.

‘આ તને હેરાન તો નથી કરતો ને?’, દાદી બોલ્યા.

‘ના દાદી, થોડા તોફાની છે પણ હું હેન્ડલ કરી લવ છું.’, નવ્યા હસીને બોલી.

‘આખો દિવસ નાના છોકરાઓની જેમ હુ…હા હુ…હા કર્યે રાખે છે.’, દાદીએ થોડુ હસીને કહ્યુ. નવ્યા અને મેઘ બન્ને હસવા લાગ્યા.

‘દાદી એ તો તમને કરાટે શીખવતો હોવ છું. જુઓ હુ…હા.’, મેઘ મોંટેથી બોલ્યો. નવ્યાએ તરત જ મેઘ સામે જોયુ.

‘હું ડરી ગયો.’, મેંઘે ધીંમેંથી નવ્યાનાં કાન પાસે જઇને કહ્યુ.

‘નવ્યા ચલ મારી સાથે.’, નંદિનીએ કહ્યુ. મેઘ અને નંદિની બન્ને ઉભા થયા.

‘તમે નહિં મિત્ર. માત્ર નવ્યા.’, નંદિનીએ મેઘનેં ચેતવણી આપી.

‘આ રોગ ચેપી છે, ધ્યાન રાખજો તમને પણ ના લાગી જાય.’, મેઘ બોલ્યો.

‘હા, જણાવવા બદલ આભાર હો તમારો. હવે તમે થોડિવાર માટે અહિં રહેવાની કૃપા કરશો?’, નંદિનીએ શુધ્ધ ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરી. મેઘ પોતાના નાના નાની પાસે જઇને બેસી ગયો.

‘નવ્યા, હું તને થોડા પ્રશ્નો પૂછી શકું, મેઘ વિશે?’, નંદિની બોલી.

‘મમ્મી, બિન્દાસ્ત પૂછો.’,

‘મમ્મી કહેવાનું તો શરૂ કરી જ દીધુ છે એમને અત્યારથી.’, નંદિની એના ચહેરા પર મોટી હસી લાવીને બોલી. નવ્યા થોડું શરમાઇ.

‘એ પઝેસીવ તો નથી થયોને?’, નંદિનીએ પ્રશ્ન પૂછ્યો.

‘ના ક્યારેય નહિં.’, નવ્યાએ તરત જ જવાબ આપ્યો.

‘એણે તને આઇ લવ યુ કહ્યુ છે?’, નંદિનીએ બીજો જ પ્રશ્ન પૂછ્યો. જે નવ્યાનેં થોડો અજીબ લાગ્યો હતો.

‘અમે બન્નેમાંથી કોઇએ પ્રપોઝ નથી કર્યુ. વિ હેડ અ ફિલીંગ. અમને બન્નેને એવુ લાગે છે, કદાચ આ જ પ્રેમ હશે. બટ વિ ડોન્ટ લાઇક ટુ સે આઇ લવ યુ. અમે બન્ને અનૂભવ કરી જ રહ્યા છીએ કહેવાની જરૂર નથી.’

‘એણે તારી સાથે કોઇ મોટા પ્રોમીસ તો નથી કર્યાને?’, એકાએક પૂછાઇ રહેલા પ્રશ્નોથી નવ્યા થોડું અજીબ અનૂભવી રહી હતી. પરંતુ એ પૂરેપૂરી ઇમાનદારીથી જવાબ આપી રહી હતી.

‘ના, અમે બન્ને માત્ર સાથે રહેવા માંગીએ છીએ.’, નવ્યાએ ખુબ શાંતીથી જવાબ આપ્યો.

‘તુ બહું સુંદર લાગે છે આજે.’, તરત જ નંદિનીએ પોતાની વાત ફેરવી.

‘થેંક્યુ મમ્મી.’, નવ્યાએ ખુબ જ વિનમ્રતાથી જવાબ આપ્યો.

‘ચલ હું તને મેઘનો રૂમ બતાવુ.’, નંદિની નવ્યાને મેઘનાં રૂમમાં લઇ ગઇ.

‘અહિંયાં મેઘની બધી જ યાદો છે’, નંદિની બોલી અને નવ્યાને ફોટો વોલ તરફ લઇ ગઇ.

‘અહિંયા મેઘના એક વર્ષથી લઇને અત્યાર સુધીનાં ફોટોઝ છે. આ જો, બાળપણમાં એને રમકડા ખરીદીને થોડા દિવસ રમીને એ જ રમકડાને સળગાવી નાખવાનોં શોંખ હતો. મિત્રએ સ્પેશીયલ એક લાકડાનું પાટીયુ રાખેલું જેના પર એ રમકડા સળગાવતો. આ ફોટામાં એના હાથમાં એ જ પાટીયુ છે’, નંદિનીએ દિવાલ પર ચોંટાડેલ ફોટો બતાવતા કહ્યુ.

‘પછી શું થયુ, કઇ રીતે આદત છુટી એમની?’, નવ્યાને વાતમાં રસ પડ્યો.

‘એક દિવસ એણે એક પ્લાસ્ટીકનું રમકડુ સળગાવ્યુ, એ પાટીયાને હાથમાં પકડીને જઇ રહ્યો હતો અને હું સામેંથી આવી. મારૂ ધ્યાન નહોતું ને હું એની સાથે ટકરાણી. એ પાટીયુ મારા પગ પર પડ્યુ અને હું દાઝી ગઇ. મારા મોંમાંથી ચીસ નીકળી ગઇ હતી. મેં એના પર ગુસ્સો નહોતો કર્યો. મારાથી રડાઇ ગયુ હતુ. મને એ હાલતમાં જોયા પછી એણે ક્યારેય એ પાટીયા પર કોઇ રમકડું નથી સળગાવ્યુ. એ ખુબ કેરીંગ છે. એ જેને ચાહે છે એની આંખમાં એ આંસુ નથી જોઇ શકતો.’, નંદિનીએ કહ્યુ.

‘એ તમને બહુ જ પ્રેમ કરે છે.’, નવ્યા બોલી.

‘એને રખડવાનો શોખ બહુ જ છે, ફોટોગ્રાફી પાછળ પણ પાગલ છે. અત્યાર સુધી એણે ઓલમોસ્ટ બધી મેઇન સ્ટ્રીમ ફિલ્ડ ટ્રાય કરી લીધી છે. બટ એ ક્યાંય થોભ્યો નથી. ખબર નહિં એને શું કરવું છે.’, નંદિની બોલી.

‘આ બધા જ ફોટોઝ એણે ક્યાંકને ક્યાંક બનાવેલી મેમરી છે. અને આ રૂમમાં એક દિવાલ સિવાય બધી જ જગ્યાએ કંઇક ને કંઇક લખાયેલુ હશે.’, નંદિનીએ કોરી દિવાલ બતાવતા કહ્યુ.

‘કેમ અહિં કંઇ નથી લખાયેલ?’, નવ્યાએ બેડની સામેંની દિવાલ જોઇને આશ્ચર્યથી પૂછ્યુ.

‘કારણ કે અહિં તારા સિવાય કોઇને જગ્યા નથી મળી.’, નંદિનીએ નવ્યાનો હાથ પકડ્યો અને દિવાલની નજીક લઇ ગઇ.

‘આ જો.’, નંદિનીએ દિવાલ પર લખેલુ વંચાવ્યુ.

‘નવ્યા.’, નવ્યાએ દિવાલ પર પોતાનું જ નામ વાંચ્યુ. એનાં અંગેઅંગમાં મેઘ માટે પ્રેમ ભરાઇ ચુક્યો હતો. એનું દરેક રૂવાંટું ઉભુ થઇ ચુક્યુ હતુ.

***

‘લાંબી ચાલી તમારી ઘર દર્શન યાત્રા.’, જેવા નંદિની અને નવ્યા નીંચે આવ્યા એવું જ મેઘ બોલ્યો.

‘દિવાલ કોરી હતી એટલે વહેલા પૂરી થઇ ગઇ.’, નવ્યા સ્મિત કરતા બોલી. નંદિની અને નવ્યા એકબીજા સામે જોઇને હસ્યા. નંદિની, મેઘ અને નવ્યાની ઘણી વાતો ચાલી. ઘડિયાળ ચાલતી ગઇ અને એના ક્ષણિક વિરામે આવીને ઉભી રહી.

‘મિત્ર અમારે ડિનર પર જવાનું છે આજ, એ તો ખબર છે ને?’, નવ્યા અને નંદિનીને એકબીજા સાથે સતત વાત કરતા જોઇને મેઘ બોલ્યો.

‘તમને બહુ ઉતાવળ છે ને આજ કંઇ.’, નંદિની બોલી.

‘મમ્મી સાડા નવ થયા. દસ વાગ્યાનું અમારૂ ડિનર છે અમારૂ ફનાટિકામાં.’, મેઘે નંદિની સામે જોઇને કહ્યુ.

‘હા મિત્ર હા, તૈયાર થઇ જાવ તમે.’, નંદિની હસીને બોલી. મેઘ અને નવ્યા બન્ને ડિનર માટે તૈયાર થયા.

‘યુ આર ગિફ્ટ.’, નંદિનીએ નવ્યાના કપાળ પર હોંઠ ચોડતા કહ્યુ. નવ્યાએ ફરી નંદિનીના પગનો સ્પર્શ કર્યો.

‘ખુશ રહો.’, નંદિની બોલી.

‘આનું ધ્યાન રાખજે, માત્ર ખાવામાં ધ્યાન ન રાખતો.’, નાની બોલ્યા.

‘હુ…હા..’, મેઘ મોટેંથી બોલ્યો. મેઘ અને નવ્યા બન્ને હસી પડ્યા.

***

‘રેડી?’, તર્જનીએ ખ્યાતિને પૂછ્યુ.

‘એકદમ રેડી.’, ખ્યાતિ દરવાજો લોક કરતા બોલી.

‘તો હો જાયે ફ્રી કા ડિનર.’, તર્જની બોલી. બન્ને ફનાટિક તરફ જવા નીકળ્યા.

***

‘હો જાયે ડિનર.’, ઇન્દ્ર જોઇને બબડ્યો અને હસ્યો.

***

એવું તે શું થયુ હતુ મેઘ સાથે, શું નવ્યા અને મેઘ અલગ પડી ગયા હતા? ઇન્દ્ર શું હરકત કરશે? શું ખ્યાતિ મેઘને મળશે. શું નવ્યાની સામે ખ્યાતિ કહેશે કે મેઘ સાથે એણે એક રાત વિતાવેલી છે? શું શિવ માત્ર જોઇ રહેશે કે કોઇ રસ્તો કાઢશે? જાણવા માટે વંચો ધ લાસ્ટ યર ચેપ્ટર – ૮. આવતા શુક્રવારે. Please to Share and Rate store. Don’t forget to send me your views and reviews.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com