નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૧
‘હેપી પ્રપોઝલ ડે, માયા!
અવાજ મોક્ષનો હતો. એ નજીકથી રેલાયો હતો, સાવ પાસેથી, છતાંય માયાને લાગ્યું કે તે લાખો પ્રકાશવર્ષ દૃૂરથી ઉડતો ઉડતો આવ્યો છે. જાણે અવાજનું મૂળ વિરાટ અવકાશના કોઈ અજાણ્યા પદૃાર્થમાં દૃટાયેલું છે અને પોતાના સુધી પહોંચતા સુધીમાં આ ચાર શબ્દૃોનું વજન લગભગ શૂન્ય થઈ ગયું છે.
માયા કશું બોલી નહીં. એ માત્ર સહેજ મરકી. એના હોઠનો જમણો ખૂણો સ્મિતમાં વંકાઈને પાછો સ્થિર થઈ ગયો. એની દૃષ્ટિ ‘ઝોડિયેક ગ્રિલ રેસ્ટોરાંના વિરાટ બ્લુ ઘુમ્મટમાં ઝગમગી રહેલા તારા પર ટેકવાયેલી રહી.
‘ક્યાં ખોવાઈ ગઈ? મેં તને કશુંક કહ્યું... મોક્ષ હસ્યો.
માયાએ એની સામે જોયું. જાણે સમગ્ર બહ્માંડનું કેન્દ્ર મોક્ષ હોય, એમ. મોક્ષની આંખોમાં ઉહ્લલાસ હતો. સ્પર્શી શકાય એવો નક્કર પણ શાંત ઉહ્લલાસ.માયાને સંતોષ થઈ ગયો.
‘થેન્ક્યુ કહેવાની જરુર છે? માયાએ પૂછ્યુંં.
‘તારે મને ક્યારેય કોઈ વાત માટે થેન્ક્યુ કહેવાની જરુર નથી.
‘થેન્કયુ!
મોક્ષ હસી પડ્યો. એ હસતો ત્યારે આંખો ઝીણી થઈ ને પ્રકાશી ઉઠતી.
માયાએ કહ્યું, ‘આ સારું છે. તેં મને પ્રપોઝ કયુર્ર્ હતું અને મેં તને હા પાડી હતી. એમાં સેલિબ્રેશન શાનું!
‘કેમ? આખી કોલેજના છોકરા તારી પાછળ પડ્યા હતા, પણ એ બધા લંગૂરોને તેં આઉટ કરી નાખ્યા ને આપણો ચાન્સ લાગી ગયો! મેં તને પ્રપોઝ કર્યું તે દિૃવસે પંદૃરમી જુલાઈ હતી. આજે પણ પંદૃરમી જુલાઈ છે. સેલિબ્રેશન તો બનતા હૈ!
‘અચ્છા? માયાએ મોઢું બનાવ્યું: ‘આટલાં વર્ષે તને એકાએક પંદૃરમી જુલાઈ યાદૃ આવી ગઈ? લગ્નનાં આઠ વર્ષે ?
મોક્ષે નેપ્કિનથી હોઠ લૂછ્યા:
‘લગ્નનાં આઠ વર્ષ થઈ ગયાં હોય ત્યારે જ આ બધું યાદૃ કરવું પડે છે!
માયા કશું બોલી નહીં. ફકત હસતી રહી. બન્ને વચ્ચે શાંતિ સ્થિર થતાં જ પિયાનોના સૂર હળવેથી સપાટી પર આવી ગયા. રસ્ટોરાંના એક ખૂણામાં એક મધ્યવયસ્ક યુરોપિયન સ્ત્રી મસ્તીથી પિયાનો વગાડી રહી હતી. આંશિક કેસરી લાઈટ્સને કારણે આખી રેસ્ટોરાંનાં ઈન્ટીરિયર પર સૂર્યાસ્ત જેવા પ્રકાશનું આછું આવરણ ચડી ગયું હતું. આસપાસ એક સરસરી નજર ફેરવીને માયાએ પાછું મોક્ષ તરફ જોયું. એ સરસ દૃેખાઈ રહ્યો હતો. ડાર્ક બ્લુ બ્લેઝર, હાફ પોલોનેક ટીશર્ટ અને આંખોમાં બહુ જ ખુશ હોય ત્યારે દૃેખાતી વિશિષ્ટ ચમક.
'મોક્ષ, યાદૃ છે, ફર્સ્ટ વેિંડગ એનિવર્સરી વખતે અહીં આવેલા ત્યારે આપણે પહેલી વખત કેવિયર ટેસ્ટ કર્યું હતું? માયા બોલી.
‘હા. કેવિયર અને વાઈન. તારા માટે વાઈન પણ નવી વસ્તુ હતી એ વખતે.
‘યેસ... વાઈન પણ! તેં આગ્રહ કરી-કરીને મને વાઈન પાયો હતો. માયા એકદૃમ કૃત્રિમ ભડકી,'મને ડ્રિન્કસના રવાડે ચડાવનાર તું જ છે! આ તારું પાપ છે!
‘પણ એ વખતે મને ખબર નહોતીને કે તું આટલી મોટી દૃારુડિયણ નીકળીશ! મોક્ષ હસતો રહ્યો, ‘બાય ધ વે, તું હજુ એટલી બધી પાપી પણ નથી બની. ત્રણ-ચાર મહિનામાં એક જ વાર ડ્રિન્ક લેનાર તો સંત ગણાય!
‘શટ અપ! હું તારા બધા ફ્રેન્ડ્ઝને કહી દૃેવાની છું કે મહેરબાની કહીને ફોરેનથી દૃારુની બાટલીઓ લાવી-લાવીને તને ગિફ્ટ કરવાનું બંધ કરે. આટલું કહીને માયાએ ધીમેથી તોફાની અવાજે ઉમેરી દૃીધું: ‘સાલું પછી મને પણ મન થઈ જાય છે!
‘ધન્ય છે! મોક્ષ મુસ્કુરાયો: 'મારે ખરેખર કોઈ સાધુ-બાવાને પકડીને જાણવું પડશે કે ગયા જન્મમાં મેં એવાં કયાં પુણ્ય કયાર્ર્ હતાં કે આ ભવમાં મને આવી... દૃારુની બાટલી જોઈને ચલિત થઈ જનારી મસ્ત બૈરી મળી!
‘શટ અપ!
‘ડ્રિન્ક ઓર્ડર કરું તારા માટે?
માયા ચુપ થઈ ગઈ. એકાએક ગંભીર થઈને એ મોક્ષ સામે જોઈ રહી. પછી ધીમેથી બોલી: 'મોક્ષ, લેટ્સ ગો.
‘બસ? નીકળવું છે?
‘બહુ સમય થઈ ગયો.
‘શ્યોર?
‘યાહ.
‘ઓકે! મોક્ષના ખુશમિજાજ ચહેરા પર કોઈ ભાવપલટો ન થયો, ‘યુ આર રાઈટ, એકચ્યુઅલી. આપણે આખું મુંબઈ ક્રોસ કરીને ઘરે પહોંચવાનું છે.
બન્ને બહાર આવ્યાં. હોટલ તાજની ચકચકિત લોબીમાં હળવી ચહલપહલ હતી. મોક્ષની આંગળીઓમાં માયાની લાંબી કલાત્મક આંગળીઓ આપોઆપ પરોવાઈ ગઈ. લોબીની બન્ને બાજુ શોિંપગ આઉટલેટ્સમાં ચીજવસ્તુઓ આકર્ષક રીતે ગોઠવાયેલી હતી. કાચની પારદૃર્શક દૃીવાલો પર ત્રાંસા પ્રકાશમાં બન્નેનાં પ્રતિિંબબ ઝિલમિલાયા વગર શોષાઈ ગયાં. હોટલના મુખ્ય પ્રવેશની બહાર શોફરો એક પછી એક ગાડીઓ લાવી રહ્યા હતા અને માણસો એમાં બેસીબેસીને રવાના થઈ રહ્યા હતા. મોક્ષને ઉતાવળ નહોતી. ખુહ્લલો આહ્લાદૃક દૃરિયાઈ પવન જાણે બન્નેના બહાર આવવાની રાહ જ જોઈ રહ્યો હોય તેમ વીંટળાઈ વળતા મોક્ષનો થનગનાટ વધી ગયો.
'માયા, ચાલ...
‘ક્યાં?
‘ક્યાં એટલે? સામે! બીજે ક્યાં?
‘પણ-
રસ્તો ક્રોસ કરીને બન્ને ગેટ વે ઓફ ઈન્ડિયા નજીકની પાળી પાસે આવી ગયાં. રસ્તા પર, ફૂટપાથ પર, પાળીની સપાટી પર જે રીતે નિયોન ભીનાશ ચમકતી હતી એના પરથી લાગતું હતું કે ઝરમર વરસાદૃ થોડી વાર પહેલાં જ અટક્યો હશે. દૃરિયા પર રાત્રી મક્કમતાપૂર્વક પથરાઈ ચુકી હતી. મોક્ષ સમુદ્ર તરફ મોં કરીને દૃૂર અંધકારમાં કશેક તાકવા લાગ્યો. એની આંખોમાં આનંદૃ હતો.
‘તું ખરો છે, મોક્ષ. આખી િંજદૃગી તેં સી-ફેિંસગ બંગલામાં વીતાવી છે, છતાંય અત્યારે એવી રીતે બિહેવ કરી રહ્યો છે જાણે ક્યારેય દૃરિયો જોયો જ ન હોય.
‘આપણો મઢ આઈલેન્ડનો દૃરિયો છે, માયા. આ ગેટવે ઓફ ઈન્ડિયા છે. દૃરિયા-દૃરિયામાં ફર્ક હોય છે. છોડ. તું નહીં સમજે.
માયા કશું બોલી નહીં. આમેય એ સહેજ થાકી હતી. દૃરિયા તરફ પીઠ ફેરવીને એ પાળીના ટેકે ચુપચાપ ઊભી રહી. સમુદ્ર પરથી સરકીને આવતા તેજીલા પવનમાં ખભા સુધી કપાયેલા એના ખુહ્લલા લિસ્સા વાળ ઉડઉડ કરતા હતા અને એનું સ્લીવલેસ પર્પલ ગાઉન ફરફરી રહ્યું હતું. મોક્ષના ઉત્સાહની તીવ્રતા યથાવત હતી.
‘આપણે ટાઉનમાં આવવાનું વધારવું જોઈએ. ડોન્ટ યુ થિન્ક સો, માયા?
માયાએ ઊંડો શ્ર્વાસ લીધો:
‘પણ ટાઉન સુધી લાંબા થવાનું કારણ પણ જોઈએને?
‘કારણ ન હોય તો ઊભાં કરવાનાં! આજે જેમ હેપી પ્રપોઝલ ડે સેલિબ્રેટ કર્યો એમ જુદૃા જુદૃા ડે શોધી કાઢવાના. હેપી ફર્સ્ટ ડેટ ડે, હેપી ફર્સ્ટ કિસ ડે, હેપી એંગેજમેન્ટ ડે, હેપી હનીમૂન કંપલીશન ડે...
‘...અને હેપી કારણો ખૂટી પડે તો દૃુખ યાદૃ કરીકરીને સેલિબ્રેટ કરતાં જવાનું, રાઈટ? માયા વ્યંગથી બોલી ગઈ, ‘તને મળ્યા પછી હું પહેલી વાર રડી હતી એ દિૃવસ ઊજવવાનો. પછી આપણે પહેલી વાર ઝઘડ્યા હતા એ દિૃવસ, આપણી વચ્ચે પહેલી વાર ગેરસમજ થઈ હતી એ દિૃવસ, પછી ગેરસમજો વધતી વધતી બોમ્બની જેમ ફાટી એ દિૃવસ અને ફાયનલી આપણે એકબીજાને...
'માયા, સ્ટોપ ઈટ! મોક્ષ આતંકિત થઈ ગયો, ‘તું શું કામ યાદૃ કરે છે આ બધું? હું ખુશ છું, સરસ મૂડમાં છું એ નથી સહન થતું તારાથી?
મોક્ષનો ચહેરો તરડાઈ ગયો હતો. માયાએ આંખો મીંચી દૃીધી. એના ચહેરા પર પીડા ખેંચાઈ આવી હતી. કેટલીક અસ્વસ્થ ક્ષણો ઘસડાતી કણસતી બન્નેની વચ્ચેથી પસાર થઈ ગઈ. આખરે માયાએ આંખો ખોલી. એના કપાળની પરની કરચલીઓ અદૃશ્ય થઈ ગઈ હતી.
‘આઈ એમ સોરી મોક્ષ, એણે કહ્યું, ‘હું તને હર્ટ કરવા નહોતી માગતી.
મોક્ષ મૌન રહ્યો. માયા અપેક્ષાથી એેને જોઈ રહી.
‘કમ ઓન, મોક્ષ. હું એકચ્યુઅલી મજાકના અર્થમાં બોલવા માગતી હતી, પણ મારો ટોન કંઈક જુદૃો જ નીકળ્યો. સોરી.
‘ઈટ્સ ઓકે, મોક્ષે નિશ્ર્વાસ ફેંક્યો. ‘આ બધું એટલું જલદૃી ભુલાવાનું નથી. સમય લાગશે. ચાલ.
માયાનો હાથ પકડી, રોડ ક્રોસ કરી બન્ને પાછા સામે આવીને કારની પાછલી સીટ પર ગોઠવાઈ ગયાં. કાર અટકતી, ગતિ કરતી આગળ વધવા લાગી. મ્યુઝિક સિસ્ટમમાંથી જૂનાં હિન્દૃી ગીતો રેલાતાં રહ્યાં, પણ બન્ને વચ્ચે ક્યાંય સુધી ખામોશીનો પડદૃો ઝુલતો રહ્યો. આખરે માયાએ કહ્યું, 'મોક્ષ?
‘હં...
. આર યુ ઓકે?
મોક્ષે એના તરફ જોયું. માયાની આંખોમાં ઠંડી વેદૃના હતી. મોક્ષે એક હાથ માયાની પીઠ પાછળ લઈ, એને ખભેથી હળવેથી પકડીને પોતાની પાસે ખેંચી લીધી.
‘કમ હિઅર.
માયાએ મોક્ષના ખભા પર એણે માથું ઢાળી દૃીધું. મોક્ષે એની આંખોમાં ઊંડે જોયું. પછી નજાકતથી માયાના કપાળ પર, ગાલ પર, હોઠ પર આંગળી ઘુમાવવા માંડી. માયાની આંખો અનાયાસ બંધ થઈ ગઈ. મોક્ષ ક્યાંય સુધી એને જોતો રહ્યો. પછી મોઢું ઝુકાવીને માયાના હોઠ પર લાંબું ચુંબન કર્યું. આ ક્ષણ બહુ લાંબી ચાલી. બન્ને ચહેરા અલગ થયા ત્યાં સુધીમાં માયા હાંફવા માંડી હતી અને મોક્ષના લોહીમાં ગરમી પ્રસરવા લાગી હતી. થોડી વાર પહેલાં બન્ને વચ્ચે પેદૃા થઈ ગયેલો તનાવ આ હાંફ અને ગરમાટામાં વરાળ બનીને અદૃશ્ય થઈ ગયો. હવામાં પુન: રોમેન્ટિક ચમક ફેલાઈ ગઈ.
‘ડ્રાઈવર બુઢો હોય એનો આ ફાયદૃો! મોક્ષે ફરી ઝુકીને માયાના કાન ચુમ્યા, ‘એનું ધ્યાન હંમેશાં આગળ રહે છે, પાછલી સીટ પર નહીં!
‘ઈનફ! માયાએ મલકીને, સહેજ સંકોચાઈને એને અળગો કર્યો.
વરલી સીફેસ વટાવીને સી-લિન્ક પર પહોંચતા જ કારની ગતિ અત્યંત તેજ થઈ ગઈ. બારીની બહાર અંધકારમાં ઓગળી ગયેલો વિરાટ કાળો સમુદ્ર ભયાવહ લાગી રહ્યો. આત્મહત્યા કરવાનું મન થઈ જાય એવો. મોક્ષે સમય જોયો.
‘સવા અગિયાર... એના અવાજમાં એકદૃમ િંચતા ઉતરી આવી, ‘સુમન સૂઈ ગઈ હશે, નહીં?
સુમન મોક્ષની નાની બહેન હતી. માનસિક રીતે વિકલાંગ. જન્મજાત પાગલ. એક લાચાર, પરાધીન મનુષ્યજીવ.
માયા એક ક્ષણ અટકી ગઈ. પછી ઘીમેથી બોલી, ‘હા.
‘બરાબર જમી લીધું હોય તો સારું. આજકાલ એનો ખોરાક સાવ ઘટી ગયો છે. તેં માર્ક કર્યું?
'મને નથી લાગતું કે એનો ખોરાક ઘટી ગયો હોય. મુકતાબેન એનું બરાબર ધ્યાન રાખે છે.
'મુકતાબેન બરાબર ધ્યાન નથી રાખતાં, માયા, એ જ તો પ્રોબ્લેમ છે... મોક્ષનો અવાજ ઊંચો થઈ ગયો.
માયાના હોઠ પર કશાક શબ્દૃો આવ્યા, પણ એ બોલી નહીં. ચુપ રહી. સુમનની વાત આવે ત્યારે વિરોધ ન કરવાનું અને સંયમિત રહેવાનું એ અનુભવે શીખી ગઈ હતી. એણે મોક્ષ તરફ આર્દ્રતાથી જોયું, ‘તું, મોક્ષ, બહુ વિચારો કરે છે. ડોન્ટ વરી. શી ઈઝ ફાઈન.
એણે મોક્ષના કલીન શેવન ગાલ પર ચુંબન કર્યું. પછી એનો હાથ થપથપાવવા લાગી, પણ એકાએક તાનપલટો થયો હોય એમ મોક્ષનો ચહેરો ઉતરી ગયો હતો. ઘર નજીક આવી રહ્યું હતું એમ મોક્ષ અસ્થિર થવા માંડ્યો.
'મોક્ષ, તને કંઈ થાય છે? માયાને િંચતા થઈ આવી.
'માયા... મોક્ષની આંખો ચકળવકળ થઈ રહી હતી,‘સમિંથગ ઈઝ રોંગ. કંઈક ગરબડ છે...
‘શું?
‘આઈ ડોન્ટ નો.
‘કશી જ ગરબડ નથી, મોક્ષ. તારે પાણી પીવું છે? આપું?
મોક્ષ નકારમાં માથું ધૂણાવીને બારીની બહાર જોવા માંડ્યો. એ સાચો હતો. કશીક ગરબડ જરુર હતી. ઘરે પહોંચતા મોક્ષ જ નહીં, માયા પણ ચોંકી. મઢ આઈલેન્ડના દૃરિયા સામે ઊભેલો એમનો ત્રણ માળનો બંગલો અંધકારમાં ખોવાઈ ગયો હતો.
‘કમ્પાઉન્ડની લાઈટ્સ કેમ બંધ છે, માયા? લાઈટ ગઈ છે? મોક્ષનો અવાજ ફરી ગયો.
'મને શી રીતે ખબર પડે? હું પણ તારી સાથે જ આવી છુંને! માયાએ ગરદૃન લંબાવીને ઉપર જોયું, ‘ના, ઈલેકિટ્રસિટી તો છે. ઉપર બાહ્લકનીનો લેમ્પ તો ઑન દૃેખાય છે.
મોક્ષ સપાટામાં મુખ્ય દૃરવાજા પાસે પહોંચી ગયો. દૃરવાજો ખુહ્લલો હતો.
‘ગેટ અંદૃરથી કોઈએ બંધ કેમ કર્યો નથી? મોક્ષના દિૃમાગમાં એકસાથે કેટલાય વિચાર કૌંધી ગયા, ‘વોટ્સ રોંગ?
દૃરવાજાને ધક્કો મારીને બન્ને અંદૃર ઘુસ્યાં. કશીક તીવ્ર અજાણી વાસ એમની નાસિકામાં ઘૂસી ગઈ. બન્ને એકબીજાને તાકવા લાગ્યાં. માયાનો ચહેરો ખેંચાઈ ગયો, ‘આ શાની સ્મેલ છે, મોક્ષ?
ગૂંચવાયેલો મોક્ષ જવાબ આપવા ન રોકાયો. એ સીધો વક્રાકાર સીડીનાં બબ્બે પગથિયાં ચડવા લાગ્યો. જુદૃી જુદૃી જગ્યાએ જલતા નાઈટ લેમ્પ્સના આંશિક પ્રકાશમાં આખું ઘર જાણે શ્ર્વાસ રોકીને ઊભું હતું. પહેલા માળે જમણી બાજુએ સુમનના કમરા તરફ ધસી જઈને મોક્ષે અધ્ધર જીવે અંદૃર ડોકિયું કર્યું.
સુમન પોતાના ડબલબેડ પર ઘસઘસાટ સૂતી હતી. ઉંમરના પ્રમાણમાં નાનું રહી ગયેલું એનું શરીર શ્ર્વાસોચ્છવાસને લીધે ચોક્કસ લયમાં ધીમું ધીમું હલી રહ્યું હતું. આદૃત મુજબ એનું મોં ખુહ્લલું હતું. રજાઈ અસ્તવ્યસ્ત ઓઢી હતી. મુકતાબેન રોજની જેમ સહેજ દૃૂર નીચે પથારી પાથરીને આડે પડખે સૂતાં હતાં. એ પણ ભરઊંઘમાં હતાં. સાઈડટેબલ પર ગોઠવાયેલા લેમ્પની ડિમ લાઈટમાં બધું નોર્મલ દૃેખાઈ રહ્યું હતું.
સુમન બરાબર છે... હેમખેમ છે!
મોક્ષની પહેલી પ્રતિક્રિયા ત્વરિત નિરાંતની હતી, પણ બીજી જ ક્ષણે એનું મન અપ્રિય શક્યતાઓથી ડહોળાઈ ગયું.
તો પછી મેઈન ડોર ખુહ્લલો કેમ છે? ચોરી-બોરી? ઘરફોડી?
'મોક્ષ... માયાનો દૃબાયેલો અવાજ સંભળાયો. એ બહાર આવ્યો. માયા સખ્ખત ગભરાયેલી ઊભી હતી.
'માયા?
'મોક્ષ... ત્યાં કંઈક છે!
‘ક્યાં?
‘ઉપર... આ સ્મેલ ત્યાંથી જ આવી રહી છે.
બંગલાના બીજા માળે બે બેડરુમ હતા, જે મહેમાનો માટે ખૂલતા. મોક્ષ કોરીડોરમાં ધીમે ધીમે આગળ વધી પગથિયાં ચડવા લાગ્યો. માયા એને પકડીને પાછળ પાછળ દૃોરવાઈ. ઉપલા ફ્લોર પર પહોંચ્યાં ત્યાં સુધીમાં હવામાં ફેલાયેલી વાસ એકદૃમ જલદૃ બની ચુકી હતી. બન્નેએ એકસાથે ટેરેસવાળા બેડરુમ તરફ જોયું. દૃરવાજો અંદૃરથી બંધ નહોતો. એની તિરાડમાં પ્રકાશની ઊભી રેખા ખેંચાઈ ગઈ હતી. અંદૃરથી કશોક અસ્પષ્ટ ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. જાણે એકસાથે અનેક ભમરાં પાગલ થઈને ઉડી રહ્યાં હોય.
‘અંદૃર કોઈક છે, મોક્ષ... માયા ભયભીત થઈ ગઈ, ‘કોણ હશે?
‘તું ડર નહીં. હું છું ને. તું અહીં જ ઊભી રહે. હું જોઉં છું.
‘ના. હું આવું છું તારી સાથે.
બન્ને ધીમાં પગલે આગળ વધ્યાં. ગણગણાટ મોટો થતો ગયો. એનો ધ્વનિ હવે સહેજ પકડાતો હતો. અસ્ખલિત મંત્રોચ્ચાર જેવો એ અવાજ હતો. માયાએ ગભરાટથી મોક્ષ સામે જોયું. મોક્ષનો ચહેરો સખત થઈ ગયો હતો. એણે ધીમેથી દૃરવાજાને ધક્કો મારીને ખોહ્લયો. એ જ ક્ષણે ધુમાડાનો મોટો ગુબ્બારો બહાર ફેંકાયો. મોક્ષ અને માયા ઝાટકો ખાઈ ગયાં. ધુમાડો વીખરાતાં કમરાની અંદૃરનું દૃશ્ય સ્પષ્ટ થતું ગયું...
...અને જે કંઈ સામે નજરે ચડ્યું એ જોઈને બન્નેની આંખો ફાટી ગઈ!