Coffee House - 22 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 22

Featured Books
Categories
Share

કોફી હાઉસ - 22

કોફી હાઉસ પાર્ટ – 22

રૂપેશ ગોકાણી

વિષય – લવ સ્ટોરી

(આપણે અગાઉના પ્રકરણમાં જોયુ કે રાજકોટથી નાસીપાસ થઇ પ્રવીણૅ જામનગર પરત આવી જાય છે. ઘરે પહોંચીને જુવે છે તો તેના પાપાને ખુબ જ તાવ અવી ગયેલ જાણી તેને દવાખાને લઇ જાય છે. બીજે દિવસે જ્યારે તે દર્શન કરી બેઠો હોય છે ત્યારે તેનાથી થોડે જ દૂર બેઠેલા પ્રેમી યુગલની વાત સાંભળી તેને પોતાની પરિસ્થિતિનું ભાન થઇ આવે છે અને મનોમન કુંજ પ્રત્યેનો પોતાનો પ્રેમ મનોમન દફનાવી તે પોતાની વેઇટરની નોકરી કરવા તરફ ચાલતા થાય છે. હવે જોઇએ આગળ........)

“અરે આવો આવો સાહેબ, બેસો ચા-પાણી લઇ આવુ તમારે માટે? કે પછી ઠંડુ ચાલશે?” આલોકસેઠના છોકરાએ હોટેલમાં પગ મુકતાવેંત જ મને કટુ શબ્દો સંભળાવ્યા. “માફ કરજો માલિક, મારા પાપાની તબિયત સારી ન હતી એટલે આખી રાત દવાખાને હતો તો જરા આવવામાં મોડુ થઇ ગયુ.” “તારા બાપની તબિયત ઠેકાણે ન હોય તો શું અહી મારે ગ્રાહકોને ચા-કોફી વેચતુ ફરવાનુ? એક તો જીંદગીમાં પહેલી વાર આટલો વહેલો ઉઠ્યો અને અહી આવીને જોઉ છું તો વેઇટરોનો સરદાર જ નથી આવ્યો. તને ખબર તો છે ને કે વહેલી સવારે કેટૅલી ટ્રાફીક હોય છે? અને ત્યારે અહી કાઉન્ટર સંભાળુ કે પછી ચા-કોફી આપવામાં ધ્યાન આપુ?” “માફ કરજો સાહેબ. આગળથી આવી મુસિબત ઉભી નહી કરુ તમારા માટે.” કહેતો હું મારા કામે ચડી ગયો. “એ’ય ચા-કોફી બનાવવી નથી આજે તારે. એ કામ મન્યો કરી લેશે. તુ એક કામ કર, જા બહાર જે પ્યાલીઓ અને કપ-રકાબી છે તે સાફ કરી નાખ.”

“ઠીક છે સાહેબ.” કહેતો હું બહાર પ્યાલી અને કપ-રકાબી સાફ કરવા તરફ વળ્યો. “આજે આખો દિવસ ચા-પ્યાલી જ સાફ કરવાના છે તારે અને ૫૦% પૈસા પણ તારા કટ. સમજ્યો? બહુ આવ્યો બાપને મજા નથી વાળો. ખબર નહી ક્યાં રંગરલીયા મનાવતો ફરતો હશે બાપના નામે?” તેણે ઘણી વખત બકવાસ કરવાનુ ચાલુ જ રાખ્યુ પણ મે મનને કઠણ કરી કાંઇ બોલ્યો નહી, બસ ચુપચાપ મનમાં સતત ભગવાનને યાદ કરી કામ જ કરતો રહ્યો. સાયદ તે મને ઉશ્કેરવા જ માંગતો હતો પણ મોકો એવો ન હતો તેથી હું શાંત જ રહ્યો. મનમાં તો ગુસ્સારૂપી દરિયો હિલોળે ચડ્યો હતો પણ ચહેરા પર સ્મિતની ઠંડી લહેર રાખીને જ મે કામને લક્ષ્ય બનાવ્યુ.

**********

“અરે પ્રવીણ, આજે કેમ આ ગંદા વાસણ સાફ કરવામાં લાગી ગયો?” સાંજે આલોક સેઠ આવ્યા ત્યારે મને વાસણ સાફ કરતો જોઇ તે અચરજથી પુછી બેઠા. “સાહેબ આ છોકરાઓ કપ રકાબી અને પ્યાલીઓ સરખા સાફ કરતા નથી તો થયુ કે આજે હું વ્યવસ્થિત સાફ કરી નાખુ એટલે બસ.”

“અરે જુઠ્ઠુ શું કામ બોલે છે? કહી દે ને કે મોડો આવવા બદલ મે તને સજા આપી છે. નિયત તો ખોટી છે જ સાથે સાથે જબાન પણ ખોટી જ છે.” સેઠનો છોકરો બોલ્યો. “અરમાન, એમ ન બોલ પ્રવીણ વિષે. ન તો તેની નિયત ખોટી છે કે ન તેની જબાન. બહુ સાફ દિલનો માણસ છે પ્રવીણ.” "”ડેડી તમે બહુ ભોળા છો. જરાક માણસ મીઠુ બોલે કે તેના પર વિશ્વાસ કરી બેસો છો, બાકી આવા બધા હરામીઓના મનમાં તો ચલકપટ જ હોય છે.” “તારો બકવાસ બંધ કર. આ રીતે વર્તન કરે છે તું? તારા કરતા જાજી દિવાળી જોઇ છે મે સમજ્યો? કોણ કેવુ છે તે હું તેને એક જ દિવસમાં ઓળખી જાંઉ છું. આ બધા વેઇટરો અને કામ કરવાવાળાને ટકોરા મારી મારીને ઓળખીને જ મે રાખ્યા છે અને સામેવાળુ કોઇ પણ હોય તેને હરામી કહેવાનો હક આપણે બિલકુલ નથી સમજ્યો?” આલોકસેઠના અવાજમાં ગરમી આવી ગઇ હતી. “વેરી ફાઇન ડેડી, નાઉ આઇ એમ ગોઇંગ. કાઉન્ટરમાંથી પાંચ હજાર રૂપિયા લીધા છે.” કહેતો તે નીકળી ગયો. “પ્રવીણ મારા છોકરાના બદલે હું માંફી માંગુ છું. તેની વાતને દિલમાં ન ઉતારજે. એક કાનથી સાંભળી બીજા કાનેથી બહાર ફંગોળી કાઢજે.

“સાહેબ તમે માંફી ન માંગો. અમે રહ્યા નોકર, માલિકોના સ્વભાવને સહન તો કરવો જ રહ્યો. દરરોજ તમારી ભલમનસાઇમાં અમે રહેતા હોઇએ તો કોઇ દિવસ આ રીતે કટુ સ્વભાવ પણ સહન કરવો જ રહ્યો.” “હવે બસ કર. એ ક્યાં રોજ આવે છે અહી? સાચુ કહુ તો તેને આ ધંધો ઉકલતો જ નથી. તેને તો બસ બાપના પૈસા ઉડાવવામાં જ રસ છે. હજુ કાલની જ વાત છે સાલો એ તેના મિત્રો સાથે રાજકોટ કાર લઇને ચા પીવા ગયો હતો. જાણે પિતાજીના નામે તો બે-ત્રણ વહાણ વિદેશોમાં ન ચાલતા હોય? તેને નાનપણથી જ લાડકોડથી ઉછેર્યો છે એટલે હવે તે એક નો એક હોવાનો ફયદો ઉઠાવે છે.” “ચિંતા ન કરો સાહેબજી સૌ સારા વાના થઇ જશે એક દિવસ.” કહેતો હું ફરી મારા રેગ્યુલર કામ પર ચડી ગયો. “હવે તો આલોકસેઠ સામેથી જ તેને કોઇ દિવસ હોટેલ આવવા દેતા નહી. પોતાને જ્યારે કામથી બહાર જવાનુ થાય ત્યારે મારા ભરોસે આખી હોટેલ છૉડીને ચાલ્યા જતા. અરમાન સેઠ અમુક અમુક ટાઇમે આવતા પણ જ્યારે પૈસાની જરૂરિયાત હોય ત્યારે જ, બાકી હોટેલ આવતા જ નહી. તેના અમુક મિત્રોના ખાતા દસેક હજાર સુધી પહોંચી ગયા હતા પણ અરમાન સેઠની મનાઇ હતી કે તેની પાસે પૈસાની ઉઘરાણી કરવી જ નહી. હું પણ કાંઇ બોલ્યા વિના બસ ચુપચાપ માર અકામ પર ધ્યાન આપતો. બિચાળા આલોકસેઠની મને દયા આવતી કે યુવાન દિકરો હોવા છતા તેને ધંધાની ચિંતા કરવી પડે છે, પણ આપણૅઅથી તો શું થાય???” આમને આમ બે વર્ષ વીતી ગયા મારા વેઇટર બન્યાની કારકિર્દીને. આ બે વર્ષમાં પાપાની હાલતમાં કોઇ સુધાર આવ્યો જ નહી, દિવસે ને દિવસે તેની હાલત ખરાબ જ થાતી હતી. કસરતનો કોર્ષ પુરો કરી લીધો હતો, છતા હ્રદયમાં બ્લોકેજ સંપુર્ણ દૂર થયો ન હતો.ધીરે ધીરે પપ્પાનું ચુસ્ત અને ભરાવદાર શરીરની જગ્યાએ મમ્મીની કમીને કારણે ઢીલુ અને નબળાઇનુ ઘર બની ગયુ હતુ. ન તેમના જમવાનું કાંઇ ઠેકાણું હતુ કે ન તો આરામનું કાંઇ ભાન હતુ. ઘણી વખત તો આખી આખી રાત ઊંઘ કર્યા વિના બેસી રહેતા. મમ્મીના ગયા પછી બીડી પીવાનુ વ્યસન પણ હદ્દથી વધી ગયુ હતુ. હું આખો દિવસ ઘરે ન હોઉ ત્યારે પાછળથી બીડીનું વ્યસન ખુબ વધી ગયુ હતુ. હું જ્યારે સમજાવતો ત્યારે બસ તેમનો એક જ જવાબ રહેતો કે હવે મારી શું જરૂર છે આ દુનિયામાં?, તારી મા પાસે જતો રહુ તો તને પણ શાંતિ અને મને પણ દિલને ટાઢક મળી જશે. આમ કહીને વાતને ટાળી દેતા. ધીમે ધીમે તેમનું શરીર હરતુ ફરતુ હાડપીંજર બની ગયુ હતુ તેમ કહુ તો કંઇ ખોટુ ન કહેવાય. પહેલા તો પાપાને સાચવવાની મારી કોઇ ખાસ જવાબદારી ન હતી. પોતાની મેળે તે જમી લેતા, બહાર હવાફેર કરવા જતા રહેતા, હું રાત્રે આવુ ત્યારે જમીને આરામથી રવેસમાં બેઠા હોય અને ભગવાનના નામની માળા જપતા બેઠા હોય પણ હમણા તો થોડા દિવસોમાં પથારીવશ બની ગયા હતા. માત્ર જમવા પુરતુ જ તે જમવા બેઠા થતા બાકી બસ પથારીમાં પડ્યા રહેતા જેના કારણે પાચનની તકલિફ અને બીજી ઘણી શારિરીક તકલિફો વધી ગઇ હતી. મને પાપાની બહુ ચિંતા થતી હતી આથી આલોકસેઠની રજા લઇ હું દરરોજ નવ વાગ્યે જ નોકરી છોડી આવી જતો અને પાપાને જમાડી તેમને ચાલવા માટે લઇ જતો. લગભગ દરરોજ અડધો કલાક ચાલ્યા બાદ આવી પાપાને દવા ખવડાવી પ્રેમથી સુવડાવતો અને તે સુઇ ગયા બાદ જેવુતેવુ જમી ફરી ૧૦.૩૦ વાગ્યા આસપાસ ફરી હોટેલ પહોંચી જતો અને રાત્રે ૧.૦૦ વાગ્યા સુધી ડ્યુટિ નિભાવતો. મે અનુભવ્યુ હતુ કે પાપાનો સ્વભાવ નાના છોકરા જેવો બની ગયો હતો. તેમને નાના બાળકની કેર કરીએ તે રીતે સાર-સંભાળ રાખી અને સાચવવા પડતા હતા. બે-ત્રણ વખત આલોકસેઠે મને બહાર પેમેન્ટ આપવા જવાનુ કામ સોંપ્યુ પણ મે પાપાની તબિયતની વાત કરી તેથી તે સમજી ગયા ત્યાર બાદ મને બહારગામનું કામ સોંપતા નહી. સાચુ કહુ તો બહુ ભલા હતા આલોક સેઠ. એક રાત્રે પાપાને અચાનક હ્રદયમાં દુખાવો થતો હતો પણ તેમણે મને કાંઇ કહ્યુ નહી. ઉધરસ પણ ખુબ આવતી હતી. હું ઉઠ્યો તો તેણે બહાનુ કરીને દવાખાને જવાની વાત ટાળી દીધી અને મને સુઇ જવા કહ્યુ. બે-ત્રણ વખત કહ્યુ ત્યાં તે ગુસ્સો કરવા લાગ્યા તેથી હું પણ તેમને પાણી પીવડાવી સુવા પથારીએ ગયો પણ મારુ સંપુર્ણ ધ્યાન પાપા પર જ હતુ. મને સંકા તો ગઇ કે પાપાને વધુ તકલિફ છે પણ તેમની પાસે જવાની મારી હિમ્મત થતી ન હતી આથી હું બહાર રવેશમાં ગયો અને રીક્ષાવાળાને ફોન કર્યો અને તેને ઘરે આવવા બોલાવી લીધો. “પાપા ઉધરસ બંધ જ નથી થતી તમારી, મને તમારી ચિંતા થાય છે. ચાલો આપણે દવાખાને જઇ આવીએ.” મારો અવાજ ગળગળો થવા લાગ્યો. “દીકરા તુ હિમ્મત ન હારજે મારી વાત સાંભળ, મને લાગે છે હવે મારી અંતિમ ઘડી આવી ગઇ છે. છેલ્લી અડધી કલાકથી મને છાતીમાં ખુબ જ અસહ્ય દુખાવો થાય છે, જીવ પણ બહુ મુંજાય છે મારો પણ સાલો આ જીવ છે કે નીકળવાનુ નામ જ લેતો નથી.” પાપા બોલતા બોલતા અચાકાતા હતા અને સાથે સાથે ઉધરસ પણ વધી રહી હતી અને ખુબ પરસેવો વળી રહ્યો હતો પાપાને. “પાપા તમને કાંઇ નહી થાય, તમે....તમે ચિંતા ન કરજો. હું તમારો દિકરો તમારી સાથે જ છું. જો.....જોવ તો ખરા મે રીક્ષો પણ બોલાવી લીધો છે, જોવ હમણા જા આવી જશે રીક્ષાવાલો ભાઇ અને આપણે.....આપણે જલ્દીથી દવાખાને પહોંચી જઇશું. બાકી.....બાકી......હું તમને કાંઇ નહી થવા દઉ. મારે તમારી ખુબ જરૂર છે પાપા. એ પપ્પા..... તમે પણ મને આમ છોડીને જતા રહેશો તો હું અનાથ બની જઇશ. આ દુનિયામાં મારુ કોણ રહેશે?” હું લગભગ રડી જ પડ્યો પાપાને બાથ ભરીને. “પ્રવીણ તુ રડ નહી. આ દુનિયામાં તારે હજુ ઘણું નામ સોહરત કમાવવાની છે. મારા જેવા માયકાંગલાની સેવા ચાકરીમાથી છુટીશ તો કાંઇક નામ સોહરત કમાઇશ ને દિકરા. હવે હું થાકી ગયો છું આ દુનિયાથી. તારી મા મારાથી દૂર ગઇ છે ત્યારથી મને હવે કાંઇ ગમતુ જ નથી. હવે બસ મારા પ્રત્યેની લાગણીને ઓછી કરી નાખ અને મને જાવા દે તારી મા પાસે. મારે એ’ને મળવુ છે અને બે હાથ જોડીને માંફી માંગવી છે.” શ્વાસ ચડવા લાગ્યો, છાતી ફુલવા લાગી પાપાની. એકદમ જીવ મુંજાતો હતો. ઊંચા ઊંચા શ્વાસ ભરવા લાગ્યા હતા પાપા. “એ પાપા........ પાપા....... મને ચિંતા થાય છે તમારી. આ રીક્ષાવાળાને પણ આજે જ મોડુ કરવાનુ હતુ??? તમે આરામ કરો અને આ ગોળી મોઢામાં જીભ નીચે રાખો, હું હમણા જ નીચેથી રીક્ષાવાળાને બોલાવી લાવું છું.” હું પાપાના મોઢામાં ગોળી મુકી ઉભો થવા ગયો કે પાપાએ મારો હાથ પકડી લીધો. “પ્રવીણ, બસ હવે બસ. કોઇને....બોલાવા......જવા... નથી..... અહી બેઠો રે...... અને મારા.... કાળીયા.... ઠાકોરની..... માળા...........ઝપવા લાગ..... એટલે..... તારા..... આ અભાગીયા.....બાપનો જીવ.... જીવ.... જીવ..... જતો રે......” ઉહકારા ભરતા પાપાને મે મારી બાથમાં જકડી લીધા અને મોટે મોટેથી શ્રી કૃષ્ણ શરણં મમઃ ના પાઠ કરવા લાગ્યો. મારુ મન પણ ખુબ ગભરાતુ હતુ. ન તો પાપાને છોડીને નીચે જઇ શકુ તેમ હતો કે ન અહી રહીને તેમની હાલત જોઇ શકુ તેમ હતો. ખુબ દ્વિધા થતી હતી. મે પણ આંખ બંધ કરી લીધી હતી અને ભગવાનને બસ મનોમન એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે જલ્દી રીક્ષાવાળો આવી જાય તો સારૂ.

બહુ બેચેની થવા લાગી હતી મને. મમ્મી અને દાદાજીના મૃત્યુની ઘડીએ હું તેમની સાથે ન હતો પણ પાપાને આ રીતે મારા ખોળામાં તડપતા જોઇ મને બહુ દુઃખ થતુ હતુ પણ હું લાચાર હતો. મારાથી કાંઇ પણ થઇ શકે તેમ ન હતુ.

“પાપા.... પપ્પા કાંઇક તો બોલો. કેમ કાંઇ કહેતા નથી તમે? હું તમને કાંઇ નહી થવા.............” મારુ વાક્ય અધુરૂ રહી ગયુ. પાપાની આંખો જોઇ હું સમજી ગયો કે પાપા અને મમ્મીનું મિલન થઇ ચુક્યુ છે. મને આ દુનિયામાં એકલો અટુલો મુકીને પાપા મમ્મી અને દાદા પાસે હંમેશાને માટે જતા રહ્યા છે. “એ પપ્પા....... પાપા...... આમ દગો ન કરી શકો તમે મારી સાથે. જોવ રીક્ષાવાળો આવી જ ગયો લાગે છે, આપણે હમણા જ દવાખાને જઇશું અને તમે ફરી ચુસ્ત તંદુરસ્ત થઇ જશો. તમે મને એકલો મુકીને નહી જાઓ તેમ તમે મને કહ્યુ હતુ ને અને આ રીતે તમે મધ રાહે મને છોડીને જાઓ તે ઠીક ન કહેવાય.” પાપાના પાર્થીવ દેહને બાથ ભરીને હું રડી પડ્યો.

“ઓહ માય ગોડ અંકલ, તમારા પાપા તમને છોડીને જતા રહ્યા? બહુ ખરાબ થયુ તમારી સાથે.” પાર્થ બોલી ઉઠ્યો. “દિકરા હવે રડ નહી. જે થયુ તેમાં કાંઇક ભગવાનની બીજી ઇચ્છા હશે. હવે જે થયુ તે તો થઇ ગયુ, અત્યારે રડવાથી શું ફાયદો? બસ કર બેટા. જીવને ધરપત આપ તારા.” હેમરાજભાઇએ પ્રવીણની પીઠ થપથપાવતા દિલાસો આપ્યો. “હા દિકરા, તારા મમ્મીના મૃત્યુ બાદ તારા પપ્પા ભાંગી ગયા હતા અને તેમને મનોમન તારી મમ્મી સાથે તેમણે કરેલા ખરાબ વર્તન બદલ દુઃખ થતુ હતુ અને તેથી જ બહારની મતલબી દુનિયા પ્રત્યે તેમણે લગાવ ઓછો કરી દીધો હતો એટલે જ તે કહ્યુ તેમ જીવનના અંતિમ સમયે તેના મનમાં એક ભગવાનનું સ્મરણ ચાલતુ હતુ અને બીજુ તારા મમ્મી પાસે જવાની અને તેમની માંફી માંગવાની ઇચ્છા જોર થઇ આવી હતી અને આ જ ઇચ્છાએ તેમનો જીવ પંચ મહાભુતોમાં વિલિન થઇ ગયો. “દિકરા સબંધ હોય કે સફર, જ્યારે પ્રશ્નના જવાબ મળવાનુ બંધ થઇ જાય ત્યારે સમજી લેવાનુ કે જીવન એક નવો વણાંક લેવા જઇ રહ્યુ છે. હું ખાતરીપુર્વક કહી શકુ છું કે તારા પપ્પાના આ દુન્યવી લૌકીક જીવનનો અંત એ તારા જીવનમાં કાંઇક નવીન વણાંક સાબિત થયો જ હશે. હું સાચો કે નહી???” ઓઝાસાહેબે કહ્યુ. “હા કાકા, તમે એકદમ સાચા છો પણ પાપાના મૃત્યુ બાદ એ એહસાસ થયો કે જીવનમાં સૌથી ખરાબ ચીજ હોય તો તે છે એકલતા. દુનિયામાં સૌથી મોટી સજા એકલતા છે. પાંચ હાથ પુરો અને પડછંદ કહેવાતો માણસ પણ એકલતામાં બેબાકળો બની જાય છે, એમ કહુ તો ચાલે કે માણસ પાગલ જ બની જાય છે. તેવી જ હાલત થઇ ચુકી હતી મારી, જ્યારે પાપાની ક્રિયા બાદ બધા લોકો પોતપોતાને ઘેર જતા રહ્યા અને હું અહી એકલો જામનગરમાં રહી ગયો ત્યારે.

To be continued..