એક સાથે હંમેશા!
ચારો તરફ રોસની હતી અને હોટલ ને એક દુલ્હન ની જેમ સજાવામાં આવી હતી.શહેર ના મધ્ય માં આવેલી એક વૈભવી હોટલ માં રાહુલ એ પોતાના પુત્ર ના જન્મ ની ખુસી માં પાર્ટી રાખેલી હતી.અને આ ખુસી માં સામેલ શહેર ના મોટા બધા ઉદ્યોગપતિ અને નામચીન લોકો હાજર હતા.કારક કે રાહુલ એ બુજ ઓછા સમય માં પોતાના ના ધંધા ને એકદમ વિશાળ કરી દીધો હતો.અને રાહુલ સફળતા ની ટોચ પર હતો અને એની એક વૈભવી જીંદગી જીવે છે.
પાર્ટી માં આવેલા બધા લોકો ને રાહુલ આવકારે છે અને એવા માં રાહુલ ની નજર ખૂણા માં ઉભેલી એક સ્વરૂપ વાન સ્ત્રી પર પડે છે. રાહુલ એની નજીક જાય છે અને મોઢા માંથી નીકળી જાય છે અરે સુકન્યા તું. સામે થી પેલી સ્ત્રી પણ એવોજ પ્રતિભાવ આપે છે.સુકન્યા અને રાહુલ બંને એકજ કોલેજ માં હતા. અને બંને સારા મિત્રો હતા.સુકન્યા ને મોડેલીંગ માં રૂચી હતી અને રાહુલ એને ચાહતો હતો.એક દિવસ રાહુલે એને પોતાના પ્રેમ નો પ્રસ્તાવ સુકન્યા ને કર્યો. અને સુકન્યા એ મુસ્કુરાઈ ને કીધું રાહુલ મારે મારી જિંદગી મોડલિંગ માં બનાવી છે.અને મારી પાસે પ્રેમ માટે સમય નથી પણ આપડે બંને સારા મિત્રો બની ને હમેશા રયીસુ.
સુકન્યા એક ખુબ જ સુંદર અને સ્વરૂપવાન હતી તે કોલેજ ની એક પ્રખ્યાત છોકરી હતી.કોલેજ માં ઘણા છોકરાઓ એને જોવા માટેજ આવતા હતા.ખુબ સુરતી ની સાથે એ બહાદુર પણ હતી.હરેશ ને મારેલી થપ્પડ હજુ પણ કોલેજ ની કેન્ટીન માં સંભળાય છે.રાહુલ અને સુકન્યા બંને સારા મિત્રો હતા અને ઘણા છોકરાઓ ની રાહુલ સાથે એટલે મિત્રતા હતી કે સુકન્યા જોડે મિત્રતા હતી.રાહુલ ને એના મિત્રો બુજ નસીબદાર માનતા હતા. અને એને હમેશા ચીડવતા કે તારી મિત્રતા સુકન્યા જોડે કેવી રીતે થઇ.
રાહુલ ને હજુ એ વરસાદ ની રાત યાદ છે.એ રાત માં ભંયકર વરસાદ અને વાવાઝોડું હતું.રાહુલ એની કોલેજ તરફ થી એક ટ્રેકિંગ કેમ્પ માં ગયા હતા.કેમ્પ માં કોલેજ નું મોટું ગ્રુપ હતું.અને સવાર માં બધા એક સાથે ટ્રેકિંગ માં ગયા.ત્યારે વાતાવરણ એમ દમ સરસ હતું.અને વરસાદ આવે એવું લાગતું નહતું.એવા માં અડધા સુધી પહોચી ગયા પછી ધીમે ધીમે વરસાદ ચાલુ થયો.એવા માં આગળ જાઉં એટલે જીવ નું જોખમ એટલે બધા નીચે ઉતરવા લાગ્યા પરતું સુકન્યા ઉપર જ જવા લાગી એની પર્વત ની ટોચ પર જો પહોચવું હતું.ટોચ પર પહોચવા નો એને પહેલે થી જ ચસ્કો હતો.રાહુલ એ ઉપર જતા સુકન્યા ને જોઈ અને એને લાગ્યું આજ સમય છે એની જોડે વાત કરવાનો અને એને સાથ આપવાનો એ પણ એની સાથે ચાલવા લાગ્યો.
પર્વત ના ટોચ પર પહોચી ગયા પછી સુકન્યા એ રાહત નો શ્વાસ લીધો.એવા માં રાહુલ પણ ત્યાં આવ્યો શરૂઆત માં સુકન્યા ને થોડું અ સહજ લાગ્યું પરતું પછી બંને એક બીજા સાથે વાતો કરવા લાગ્યા. વાતો માં એટલા ખોવાઈ ગયા કે સાંજ પડી ગઈ અને એ ભૂલી ગયા કે નીચે પણ ઉતરવાનું છે.એવા માં સુકન્યા એ રાહુલ ને કીધું આપડે હવે નીચે ઉતરવું જોઈએ. બંને નીચે ઉતરવા લાગ્યા ભંયકર વરસાદ વરસી રહ્યો હતો.સુકન્યા પાસે વારસદ માટે કોઈ કપડા નહતા. રાહુલ એ રેઈનકોટ પહેરેલો હતો.રાહુલ એ સુકન્યા ને રેઈનકોટ પેરવા માટે આપ્યો. અને એવા માં ઉતરતા સુકન્યા નો પગ લપસી ગયો.અને ને પડી ગઈ એને સમય ઈજા થઇ હતી પરતું ચાલવામાં તકલીફ પડતી હતી.રાહુલએ એને સહારો આપી અને નીચે ઉતારી.અને બંને વચે સારી મિત્રતા થઇ ગઈ.
કોલેજ માં આવ્યા પછી બંને સાથે જ જોવા મળતા.બંને ની મિત્રતા બુજ ગાઢા થઇ ગઈ હતી.સુકન્યા પણ રાહુલ ને ચાહવા લાગી હતી.પરતું એ ને ક્યારેય રાહુલ ને એ વાત નો એહસાસ થવા ના દીધો.
અને કોલેજ નો આખરી દિવસ હતો. સમય હતો એક બીજા થી અલગ થવાનો અને સાથે વિતાવેલી યાદો ને યાદ કરી જીંદગી જીવનો.રાહુલ અને સુકન્યા અલગ થાય અને સુકન્યા એ રાહુલ ને કીધું કે આપડે હવે ભવિષ્ય માં મ્દીસું કે ની પરતું આપડે મિત્રો હતા, છીએ, અને રહીશું.
એ દિવસ પછી રાહુલ એ નાનો વ્યવસાય સારું કર્યો પોતાની આવડત અને કાર્ય કુસળતાથી એ આગળ વળતો ગયો.અને સુકન્યા મુંબઈ ચાલી ગઈ પોતાની મોડેલીંગ ને ટોચ પર પોહ્ચાડવા.રાહુલ પોતાની આવડત થી ટૂંક સમય માં લોકો ની જુબાન પર આવી ગયો હતો અને એને પોતાનો બીઝનેસ એક મોટા મુકામ પર પોહ્ચાવી દીધો હતો.અને એને એક પરિવાર હતો. એક સુંદર પત્ની હતી અને એક સુંદર પુત્ર ના જન્મ ની પાર્ટી હતી.
બીજી તરફ સુકન્યા મુંબઈ ગયા પછી એની મોડલિંગ માં કામ મળવા લાગ્યું અને એને સારું એવું નામ કમાઈ લીધું હતું. એવા માં એ શહેર ના મસહુર ઉદ્યોગપતિ મુકેશ ની નજર માં આવી અને મુકેશ એને પોતાનું દિલ દઈ બેઠો હતો.અને એને પામવા એ ગમે તે હદ સુધી જઈ સકે એમ હતું.મુકેશે પોતાની દિલ ની વાત સુકન્યા ને કરી સુકન્યા ને ક્યારેય કલ્પના નહતી કે એને આટલો મોટો વ્યક્તિ પ્રેમ કરે છે અને સુકન્યા ને ના પાડવા માટે એની પાસે કોઈ કારણ નહતું.એને મુકેશ ના પ્રસ્તાવ ને સ્વીકારી લીધો.
મુકેશ અને સુકન્યા લગ્ન ગ્રંથીતી જોડાઈ ગયા.મુકેશ એક મોટો ઉદ્યોગપતિ હતો એટલે એની લેટ નાઈટ પાર્ટી ઓ બૌ જ રહેતી.એને એ સુકન્યા ને પોતાની પાસે રાખતો.જેમ કે પેહ્લાના ના સમય માં રજાઓ પોતાની સુંદર તા વધારવા મોંઘા કપડા પહેરતા એમજ મુકેશ માટે સુકન્યા એટલે એની પ્રતિસ્થા માં વધારો.સરુઆત માં સુકન્યા ને ખુબ ગમતું પરતું મુકેશ બસ એને પાર્ટીઓ માં લઇ જતો અને પોતાના સર્કલ માં ખોવાઈ જતો અને સુકન્યા એક ખૂણા માં બેસી રહેતી.આ રોજ નો ક્રમ હતો.સુકન્યા પાસે.મુકેશ ને ફરિયાદ કરવાનું કોઈ કારણ નહતું.અને એ બસ મુકેશ ની સુંદરતા વધારતા કપડા સમાન હતી.
સુકન્યા થોડા વારસો માં પાર્ટી ઓ માં જવાનું બંધ કરી દીધું અને મુકેશ હંમેશ પોતાની બીઝનેસ ટૂર પર જ રહેતો.અને સુકન્યા વિશાળ બંગલામાં એક પીંજરા માં પુરાયેલી પક્ષી જેવી જિંદગી હતી.એને એ સમજાતું નહતું ગાડી,બંગલો,નોકર બધું હોવા છતાં જીંદગી માં શેની કમી છે.
રાહુલ ના પાર્ટી નું આમંત્રણ આવતા એ આવી એને થયું એ બહાને પોતાના જુના મિત્રને મળશે પરતું રાહુલ સાથે સામે ચાલીને વાત કરવાની હિમત એમાં નહતી અને એક ખૂણા માં ઉભી હતી.જો રાહુલ ની એના પર નજર ના પડી હોત તો કદાચ સુકન્યા વાત ના કરી સકત.રાહુલ એ સુકન્યા ને કીધું કેમ છે? તારી મોડેલીંગ નું કરિયર ને એવી બધી વાતો સારું થઇ. સુકન્યા અને રાહુલ ખસી આવી વાત કરી અને બંને એ પોતાના મોબાઇલ નમ્બેર એક બીજા ને આપ્યા.
બીજા દિવસે રાહુલ ને સુકન્યા નો મેસેજ આવ્યો કે જો તું ફ્રિ હોય તો આપડે બંને સાંજે મળીયે.રાહુલે સુકન્યા ને કુધુ એ ફ્રિ જ છે. અને બંને એ સુકન્યા ના બંગલે મળવાનું નક્કી કર્યું.રાહુલ નક્કી કરેલા સમય પર સુકન્યા ના બંગલા પર પહોચી ગયો અને સુકન્યા એ રાહુલ ને આવકારી અને અનુ ઘર બતાવ્યું અને કોફી પીવડાવી.સુકન્યા એ રાહુલ ને કીધું રાહુલ તને યાદ છે એ વરસાદ વાડી રાત જયરે આપડે મળ્યા હતા અને એ દિવસ જયારે તે મને પ્રેમ નું પ્રસ્તાવ મુકેલો.
રાહુલે સુકન્યા ના હાથ માં હાથ લઈને કીધું હા મને બધું યાદ છે. એ પળ ને એ ક્યારેય ભૂલી નઈ સકે.
સુકન્યા રાહુલ ના સ્પર્સ થી વિચલિત થઇ અને રાહુલ ને પોતાની બહુ પાસ માં લઈને રડવા લાગી.રાહુલ એ એને શાંત રાખી અને કીધું તું કેમ દુખી છે.ત્યારે સુકન્યા એ પોતાના પર જે વીતતી હતી એની આખી વાત કરી અને કીધું જીંદગી માં બધુછે પરંતુ એક સાચા મિત્ર એક હમદર્દ ની કમી છે.
રાહુલે સુકન્યા ને કીધું કે હું ત્યારે પણ તારો મિત્ર હતો અને આજે પણ તારો મિત્ર છું. આપડે બંને જ્યાં સુધી જીવાસુ મિત્રતા રહેશે.રાહુલે સુકન્યા ના બંગલાની બાજુમાં બંગલો લઇ લીધો અને રાહુલ નો પારવાર અને સુકન્યા વચે પવિત્ર મિત્રતા બંધાઈ.રાહુલ પણ સુકન્યા ને એક માત્ર મિત્ર તરીકે જ રાખતો હતો. અને બંને ના પરિવાર માં એક સાચી,પવિત્ર,અને વાસના રહિત મિત્ર તા બંધાઈ હતી.અને પોતાના ના આજીવન મિત્રતા ના વચન ને નિભાવ લાગ્યા.
હવે સુકન્યા એક દમ નોર્મલ છે અને એને રાહુલ જેવો એક પિતા સમાન મિત્રને મેળવી એ પોતાની જીંદગી ને ભાગ્યશાળી મને છે.