પિતૃ તર્પણ
- હરેશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પિતૃ તર્પણ
હમણા પંદર દિવસ શ્રાધ્ધ પક્ષના દિવસ ચાલે છે. ભાદ્રપદ માસનો કૃષ્ણપક્ષએટલે શ્રાધ્ધ પક્ષ. આ દિવસો એટલે આપણા પૂર્વજો અને ઋષિમુનીઓના સ્મરણ અનેતર્પણના દિવસો, શ્રાધ્ધ એટલે શું...? સંસ્કૃતમાં લખાયું છે ’શ્રધ્ધયા યત્ ક્રિચત તત્ ।’શ્રધ્ધાપૂર્વક જે અંજલિ આપવામાં આવે છે એને શ્રાધ્ધ કહેવાય. આપ સૌ હૃદય ઉપરહાથ મૂકીને કહેજો કે શ્રાધ્ધ કરનારા કેટલા હૃદયપૂર્વક પિતૃઓને યાદ કરી તર્પણ કરે છે.અગાસીમાં જઈ વાસ જરૂર નાંખશે પણ ખરા હૃદયથી કેટલા કરતા હશે...? મોટાભાગનાલોકો એક રિવાજ છે, એક પ્રથા છે, એક પરંપરા છે એટલે કરતા હોય છે અને જે કરે છેદિલથી એને તમે ધ્યાનથી જોજો અગાસીમાં વાસ નાંખી વંદન કરતા એમની આંખોભીંજાઈ જાય, એને મનમાં થતું હશે કે તમારા વગર હું એકલો પડી ગયો છું. તમે કેમનથી...? બાકી હમણા જ આ લખું છું એ ક્ષણે જ બાજુમાં રહેતા પડોશીએ એમનાદીકરાને બૂમમારી કહ્યું કે ’લે આ અગાસીમાં છજા પર મૂકી આવ...’ બસ...? આટલુંજ...? દીકરાને સમજાવો શું કરાય...? શું કામ કરાય...? ઈ કાંઈ જ નહીં બસ, ઉપરમૂકી આવ, અરે તમારા પિતૃ, તમારા ઘેર પ્રસંગે બહાર હાથમાં વાટકા લઈ ઉભેલા ભિક્ષુક છે, અરે, એ તો તમારા રક્ષક છે. પણ રિવાજ પરંપરા, લાગણી નહીં.
જે પિતૃઓએ આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાંખી, પગ ઘસી નાંખ્યા,લોહીનું પાણી કરી તમને ઉછેર્યા, ભણાવ્યા, તૈયાર કર્યા, એમનું શ્રધ્ધાપૂર્વક સ્મરણકરીએ, તેઓ જે યોનિમાં હોય ત્યાં એમને દુઃખ ન પડે, સુખ અને શાંતિ મળે એ માટેપીંડદાન અને તર્પણ કરવાનું હોય શ્રધ્ધાથી તર્પણ એટલે તૃપ્તી, એમના આત્માને તૃપ્ત કરવાનો સંતુષ્ટ કરવાનો, એને કહેવાય તર્પણ, એ જ છે સાચું તર્પણ. તમે ગમે તેટલાપાપ કરો એ પાપનું અનેક પ્રકારે પ્રાયશ્ચિત થઈ શકે પણ પિતૃઓની એમના જીવતા જેલાગણી દુભાઈ હોય એનું પ્રાયશ્ચિત કે માફીની અર્ચના છે શ્રધ્ધાપૂર્વકનું શ્રાધ્ધ.તમારા માતા-પિતાને તમે દુઃખ પહોંચાડ્યું હશે તો એમણે તમને કંઈ જ નહીં કહ્યું હોય,પણ એકલા ખૂણામાં, કોઈ બાંકડે, મંદિરના ઓટલે કે મંદિરમાં ઈશ્વરની સામે કે માબાપે એકબીજાની આંખમાં આંખ પરોવી આંસુ સારી લીધા હશે એ લોકો વિચારતા હશેકે, જાત ઘસી નાંખી, માંદગી અવગણી નાંખી, બચત ન રાખી, મૂડી બાળકના ઉછેર, ભણતર ગણતરમાં ખર્ચી નાંખી અને એમને સારી નોકરી, પગાર, સન્માન મળે એ માટે લોહીનું પાણી કરી નાંખ્યું, અને એમણે...? આંસુ આપ્યા...? આવા સંતાનો માબાપના મૃત્યુ પછી તર્પણ કરે, માફી માંગે, આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે, અરેનારાયણબલિ જેવી વિધિ કરે એનો શું અર્થ...? અરે કોડા, એ તો પ્રેમથી શ્રાધ્ધ કરીશતો માફ જ કરશે. તારા મા-બાપ છે, પણ જીવતા જીવ એમને જો પ્રેમપૂર્વક સાચવ્યા હોત તો જરાય ચિંતા હોત...?
જો કે હવે તો પૂજાવિધિ કે કર્મકાંડ કરાવનાર પણ યજમાનને કહેતા હોય છે કેકોઈ પિતૃ અતૃપ્ત છે, દુઃખી છે, એમનો આત્મા મુક્ત નથી થતો એટલે નારાયણબલિપિતૃદોષનું પૂજન કરાવો અને પરિવાર ભેગું થઈને કરશે હવે ઓલાને જીવતા જીવ જજો ધન્ય ધન્ય રાખ્યા હોત તો, ધન કે ધાનમાં કોઈ તકલીફ પડત...?
દરેક માણસે શ્રાધ્ધમાં વાસ નાંખતી વખતે એટલું જ વિચારવું જોઈએ કે આજેહું મારા પિતૃઓનું તર્પણ કરૂં છું એમજ કાલે મારા સંતાનો મારૂં તર્પણ કરશે. શ્રાધ્ધકરશે, હવે શ્રધ્ધાપૂર્વક કરશે કે વહેવારિક રિવાજ પ્રમાણે એ તમારે જોવાનું. તમારોઅને એનો પરસ્પરનો વહેવાર, પણ કરૂણતા એ છે કે, લોકો, પૂજા કરશે પાંચ બ્રાહ્મણોનેજમાડશે, દાન કરશે, પછી કાંઈ નહીં, આ આખી પ્રક્રિયામાં પૂર્વજોને યાદ કરી વંદન કેટલા કરશે...? હું તો ઘણાને જોઉં છું, છાપરે કે અગાસીમાં જાય, રાડુ પાડે, કાગડાને આ...આ...આ... પછી કાગડો આવે કે સમડી એ જોવા ન ઉભો રહે, એક કાગડોદેખાય, એટલે, ઓલો વાસણ મૂકી નીકળી જાય, પછી ઉપર જે થાવું હોય એ થાય.
અમારા એક મિત્ર છે, બહું જ મજાના માણસ, એ તો હંમેશાં આ શ્રાધ્ધ, વાસ નાંખવી એને નાટક જ કહે છે, અને એ મારી દૃષ્ટિએ સાચા જ છે. એ નાના હતા,સમજણા થયા ત્યારથી કોઈકે કહ્યું હશે એટલે રોજ સવારે નાંહી ધોઈ, મા-બાપના ચરણસ્પર્શ કરે, પહેલા લોકોને એમ લાગે કે બાળક છે ને મોટો થાય પછી નહીં કરે, પણ પછીતો એ સ્કૂલે જવા માંડ્યો, અને પહેલા જ દિવસથી નાંહી ધોઈને તો મા-બાપના ચરણ સ્પર્શ કરે જ પણ જ્યારે સ્કૂલે જાય ત્યારે ચરણ સ્પર્શ કરીને જ જાય, એ સ્કૂલમાં આગળવધતો જ ગયો, મા-બાપની આજ્ઞાનું પૂરેપૂરૂં પાલન કરે, એનાથી કોઈ ભૂલ થાય, એકાંઈ ખોટું કરે તો પિતાજી પ્રેમથી સમજાવે- આ ખોટું કર્યું બેટા આવું ન કરાય, અને પેલોબાળક કાન પકડી માફી માંગે અને એટલું જ કહે ’ભૂલ થઈ ગઈ ફરી વાર આવું નહીંથાય’ અને પિતાજી એના માથે હાથ મૂકી વ્હાલ કરે, એ કોલેજમાં આવ્યો ત્યારે પણ,એના મા-બાપને પગે લાગે જ. મિત્રો લેવા આવ્યા હોય ત્યારે પણ શરમન અનુભવે.મિત્રો પૂછે કેમપગે લાગ્યો, કાંઈ છે...? તો કહે ના રે આ તો નાનો હતો ત્યારથી જબહાર નીકળું ત્યારે ચરણ સ્પર્શ કરૂં છું. મેં તમને કીધું...? તમે કરો એવું...? અરે એતમારો વિષય છે. મારે તો એ લોકો ખૂશ અને પ્રસન્ન રહેવા જોઈએ, આપણા માટે કેટલી હાડમારી ભોગવી આપણને તૈયાર કરતા હોય છે, અને આ મિત્ર ભણી રહ્યો ખૂબભણ્યો અને બહું જ ઉંચા પગારની નોકરી મળી, એને કાર લેવા આવી ઘેર, મા-બાપનેચરણ સ્પર્શ કરી નીકળ્યો, પેલા ડ્રાઈવરને થયું કે, નવી નોકરીનો પહેલો દિવસ છે એટલેચરણ સ્પર્શ કરતો હશે, પણ એણે તો રોજ જોયું કે, સાહેબ તો રોજ, મા-બાપના ચરણસ્પર્શ કરી નીકળે છે. એ મોટો સાહેબ આગળ વધ્યો, ઘેર બીજી ગાડી હતી, ડ્રાઈવરનેઘણીવાર મોકલે કે મમ્મી-પપ્પાને બહાર જવું છે, મંદિરે જવું છે, તીર્થસ્થળો જોવા જવુંછે લઈ જાશો, અને મા-બાપને સહેજ પણ ઓછું ન આવે, લગ્ન થયા પછી પણ નહીં,અને કાળક્રમે મા-બાપ, ગુજરી ગયા, એ રોજ ઘરમાં પૂજા કરે ત્યારે મા-બાપની પણપૂજા કરે, એટલે શ્રાધ્ધ પક્ષમાં તર્પણ કરે પણ કરવા માટે, બાકી એ કહે, મેં મારા માબાપને જીવતા જીવ ક્યારેય દુઃખી નથી કર્યા, એમની આંખમાં આંસુ આવ્યા હશે પણહર્ષના જ, એટલે મારા મા-બાપનો આત્મા અમર જ થઈ ગયો હોય, ભટકતો ન હોયઅતૃપ્ત ન હોય, એ સાચા અર્થમાં દેવ થઈ ગયા હોયજ.
એટલે એ કહે, એમને જીવતા જ દુઃખી ન થવા દો પછી એમને સંતોષ જ રહે,કોઈ વસ્તુમાં જીવ રહે નહીં, એ તૃપ્તિ સાથે આનંદમાં હોય અને આમેય, જીવતા તમેએમને ત્રાસ પોકારી દીધો હોય, એમની સામે ઘાંટા પાડ્યા હોય, જાહેરમાં ઉતારી પાડ્યાહોય, ખૂણામાં ગોંધી રાખ્યા હોય, કે વૃધ્ધાશ્રમમાં તગેડી મૂક્યા હોય તો ય તમારૂં તો એ ભલું જ ઈચ્છે, એ મૃત્યુ પછી નડે નહીં, હા, અસંતોષભર્યો એમનો આત્મા હોય.
શ્રી ગણેશજીએ જ આખા જગતને દાખલો બેસાડ્યો છે કે મા-બાપ એટલેઆખું બ્રહ્માંડ, બધા દેવોનું સન્માન, મા-બાપમાં જ છે. જ્યારે મહાન ઋષિને પૂછવામાંઆવ્યું કે, ગણેશ અને કાર્તિકેયમાં મોટું કોણ...? તો ઋષિએ કહ્યું કે, જે બ્રહ્માંડનીપ્રદક્ષિણા પહેલા કરીને આવે એ મોટું, એટલે કાર્તિકેય તરત ઉપડ્યા, ગણેશજી હલ્યાપણ નહીં, કોઈને થાય ગણેશજી આટલા ભારે શરીરના, ક્યારે જાશે ને ક્યારે આવશે,પણ એ તો ઉભા થયા, શંકર અને પાર્વતીની પ્રદક્ષિણા કરી, ઋષિને વંદન કરી કહ્યું,બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ ગઈ. ઋષિ ધન્ય થઈ ગયા અને સ્મિત આપ્યું. એટલે ગણેશજીએકહ્યું, મા-બાપમાં જ છે આખું બ્રહ્માંડ અને દેવો તો એમની જ પ્રદક્ષિણા કરાય અનેએમને જ પૂજાય, એટલે બધું જ આવી ગયું.
સંતાનોએ સમજવું જોઈએ, વડીલોનું મૂલ્ય, એ લોકો તો અણમોલ છે. એમને જીવતા છે ત્યારે જ સંતોષ આપો, એમનો આત્મા મોક્ષને માર્ગે જ જશે, અતૃપ્ત ક્યારેય નહીં હોય.
અને માનો કે દાદા-દાદી, કે અન્ય કોઈ વડીલનું શ્રાધ્ધ પણ કરો, કે મા-બાપનુંપણ શ્રાધ્ધ કરો તો પૂરી શ્રધ્ધાથી કરો, આવતીકાલે માં નું શ્રાધ્ધ હશે, સૌભાગ્યવતિ સ્ત્રીનું શ્રાધ્ધ, પૂરી શ્રધ્ધાથી કરજો, કાલના દિવસને ’અવિધવા નોમ’ કહેવાય. માંને તૃપ્તકરજો. માં ને વંદન કરજો, માં હંમેશાં તૃપ્ત, સંતુષ્ટ હોવી જોઈએ, માં ઈશ્વર છે, તમેભગવાનને જેમકહો, કે ભગવાન તું મારૂં કલ્યાણ કર, એમજ માંને તમે ’તું’ કહી શકશો.બાપને તો ’તમે’ જ કહેશો, માં એ માં છે, કાલે પૂરી શ્રધ્ધાથી શ્રાધ્ધ કરજો, માં ને વંદન કરજો.
મા-બાપ હયાત હોય તો સાચવજો એટલે પછી એમને મોક્ષ જ મળે, અનેએટલું યાદ રાખજો કે તમે મા-બાપને સાચવશો તો તમારા સંતાનો તમને સાચવશે અનેકાલે એ લોકો જ તમારૂં શ્રાધ્ધ કરશે, એટલે વિચારજો.બસ, શ્રધ્ધાથી કરજો શ્રાધ્ધ...