પ્રેમની ફોરમ
- હરેશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રેમની ફોરમ
કેશવ એની માં ને કાગળ લખતો હતો ફોરમ વિષે. આમતો અત્યાર સુધીજ્યારે જ્યારે માં ને કાગળ લખે ત્યારે અપરંપાર ખુશીઓ, આનંદ, પ્રેમના ઉભરા સાથે લખતો હોય, પણ અત્યારે... કલમ ચાલતી નહોતી. સામાન્ય રીતે અડધો કલાકમાં ૩૪લાઈનવાળા સાત પાના ભરી નાંખતો, એટલી ઝડપ હતી એની. મનમાં ઉઠતા તરંગોનીસાથે ફુવારાની જેમ છૂટતા શબ્દોની ઝડપને કલમ પહોંચી નહોતી વળતી, પણ આજે કલાક થયો, છતાં એક પાનું અડધું ભરાયું નહોતું. શબ્દો જ નહોતા જડતા. ગમે તેમ કરીએણે કાગળ લખ્યો ખરો. આમ તો મોબાઈલ, ફોન, કોમ્પ્યુટરના જમાનામાં હવે કાગળો પોસ્ટમાં મોકલવાનો રિવાજ સાવ જ ઓછો થઈ ગયો છે પણ એવું આજે પણ બને કે શબ્દોના ઘૂઘવતા સાગરને કલમ વડે કાગળ પર ઉતારવાની જે મજા છે એ બીજા શેમાંય નથી.
કેશવ જ્યારે પહેલી વાર ફોરમને મળ્યો ત્યારે જાણે પાનખરમાં અચાનક વસંતખીલી જાય એવું થયેલું. એવું ફિલ્મોમાં જોવા મળે કે સુક્કા ભઠ્ઠ છોડને અચાનક કુંપળોફૂટે ને આખું ઉપવન લહેરાવા માંડે, કપડાથી ઢાંકેલા વાદ્યોને અચાનક જીવ આવી જાયઅને પ્રેમના તરંગો સાથે સુરાવલી રેલાઈ જાય એવું જ થયેલું, દરેક વ્યક્તિને, (સ્ત્રી હોયકે પુરુષ) મનમાં પ્રીતિપાત્ર માટેની એક કલ્પના હોય છે કે મારો પ્રેમી કે પ્રેમિકા આ હોયએ મને ગમે, શરીર સૌષ્ઠવ કદ, રંગ, સુંદરતા, વિચારો વગેરે વગેરે... એમજ કેશવનામનમાં કલ્પના હતી પોતાની પ્રેમિકા, પ્રિયતમા જીવનસંગીની માટેની અને પહેલી વારએનું પ્રતિબિંબ જોયું જ્યારે એણે ફોરમને જોઈ. જાણે મનમાં એક ઘંટડી વાગી કે બસઆ...જ, આવીજ જોઈએ સંગીની. અને અ જે ક્ષણે ધારી ધારીને ફોરમને જોઈ રહ્યો હતો ત્યારે ફોરમ એને જોઈ રહી હતી. એણે પણ જેવો કેશવને જોયો ત્યારે એક પગલુંઅટકી જ ગઈ હતી. એને પણ જાણે હૃદયના ખૂણે કોઈએ તાર છંછેડ્યો હોય એવીલાગણી તો થઈ જ હતી.
પણ આ સ્ત્રી કહેવાય, દરેક સંજોગોમાં પોતાની લાગણી, ઈચ્છા એ છતી નથવા દે, મને રસ નથી એવો કોલ કરે, અને તમે આડક્તરી રીતે પણ લાગણી સંતોષાયઅવું કોઈ વર્તન ન કરો તો તમને ડફોળ પણ કહે. (આવું બધા કિસ્સામા ના હોય એટલેજ્યાં ત્યાં પ્રયત્નો નહીં કરવાના નહીં તો ચુંબનની અપેક્ષામાં ચપ્પલ આવશે) એટલેફોરમે એક નજરે જોઈ રહેલા કેશવને કહ્યું, ’ઓ... હલો... શું જોઈ રહ્યા છો, ચાલો, લીફ્ટમાં આવવાનું હોય તો’ અને કેશવ વિચારોમાંથી બહાર આવ્યો અને કહે ’હેં...?હા...હા...’ એ ત્રાંસી નજરે ફોરમને જોઈ રહ્યો હતો અને ફોરમ લીફ્ટની ચમકતીદીવાલમાં કેશવનું પ્રતિબિંબ જોઈ રહી હતી. બન્ને એક જ માળ પર બહાર નીકળ્યા અનેએણે ફોરમને પૂછ્યું ’સાંભળો, તમે અહીં જોબ કરો છો...?’ તો ફોરમે ડોક ધુણાવી હાપાડી પછી પૂછ્યું કે મધુકર સાહેબ ક્યાં બેસે છે...? મારે મળવું છે. ફોરમને એક ક્ષણથયું કે આમને મધુસરનું શું કામ હશે...? સ્માર્ટ છે, પ્રતિભાશાળી છે એટલે માર્કેટિંગમાટે મધુસરને મળવું હશે. ફોરમે કહ્યું ’અહીં જ બેસે છે. મારા બોસ છે આવો...’ અંદરગયા અને ફોરમે કહ્યું, ’આ જમણી બાજુ જે કેબીન છે એ...’ ત્યાં જ કેશવ બોલ્યો ’હાઆજ, મધુકરજી.’ અને એ જ ક્ષણે મધુકરે કેશવને જોયો એટલે ઈશારો કર્યો આવો અંદરઅને કેશવ અંદર ગયો. એટલે મધુકરે કહ્યું, તમારી જ રાહ જોતો હતો. બેસો, સૌ પહેલાતો અનેક શુભેચ્છા. તમે અહીં સફળ થાઓ અને તમારી પ્રગતિ થાય. એથી પણ વિશેષતમે અહીં જ રહો. તમને મારી કંપનીમાં લાવવા માટે મે બહું પ્રયત્ન કર્યા છે. માર્કેટમાંતમારૂં નામ, તમારા સંબંધો અને વ્યવસાય વધારવાની તમારી આગવી સુઝને જોઈ હુંપ્રભાવિત થયેલો. બસ ત્યારથી મેં મનમાં નક્કી કરેલું કે તમને મારી સાથે લઈ લઉં અનેએક ખૂટતી કડી જોડી સફળતાની સાંકળ પરોવી લઉં અને હું સફળ થયો. અચ્છા, ચ્હાપીશું ને...? કેશવેે હા જ પાડી અને કહ્યું, ’તમનેે ખબર છે મને ચ્હા કેેટલી પ્રિય છે’ પછીમધુકરે બેલ મારી પ્યુનને બોલાવ્યો અને એ આવનાર પણ પ્રેમથી બોલ્યો જી મધુસર, શુંજોઈએ...? એ માણસનો આદરયુક્ત પ્રેમ જોઈ કેશવ ખુશ થયો અને મધુસરને કહી જદીધું, કે ’એક પ્યુન આ રીતે પ્રેમભર્યા આદર સાથે આટલી મોટી કંપનીમાં ભાગ્યે જજોવા મળે’ તો મધુકર કહે, ’પરસ્પર છે. આ બધા સભ્યોને હું જ એટલો પ્રેમ આપું છું,સાચવું છું કે, અ પણ મને અટલું જ સાચવે’. જો કે આ વાત થતાં પહેલા જ્યારે પેલામાણસ પૂછ્યું ત્યારે મધુકરે કહી જ દીધેલું કે ’બે કામ એક તો અમારા બન્ને માટે સરસ ચ્હાઅને બીજું બહાર જાવ એટલે ફોરમને અંદર મોકલો તરત જ’ પછી વાત આગળ ચાલીઅને મધુકરે કહ્યું, આ શહેેરમાં એકલા રહેશો...? પરિવારમાં બીજું કોણ છે...? તોમધુકર કહે મમ્મી-પપ્પા છે. એમને હું સેટ થાઉ એટલે બોલાવી લઈશ અને આમેયપપ્પાને હજી રીટાયર થવાની વાર છે. એકાદ વરસ છે. મારાથી મોટી બહેન છે એકોલકત્તા છે અને નાનો હું. એટલે મધુકર કહે ’લગ્ન નથી કર્યા...? અર, હવે તો સમયછે. આટલી સરસ નોકરી, આવક, હવે તો કંપનીનો ફ્લેટ, ભાઈ માર્કેટિંગમાંથી બહાર આવો, તમારૂં માર્કેટિંગ કરો. કંઈક વિચારો’ અને એ જ વખતે ફોરમ દાખલ થઈ અનેકેશવ બોલ્યો ’હવે વિચારીશ’ અને પછી મધુકર કહે આ અમારી ફોરમ હરતું ફરતુંકોમ્પ્યુટર. કંઈપણ પૂછો, તારીખ, સમય સાથે વેંચાણ, ઉઘરાણી, બાકી લેણા બધું બોલી જાય. એને કોઈ કામ બાકી ના ગમે એને સોંપો એટલે ફટાફટ ફેંસલો. પણ, એક કામ.ત્યાં જ ફોરમ બોલી ’ઓહ નો સર પ્લીઝ’ અને આ વાત કેશવ પણ સમજી ગયો અનેબોલ્યો, મારી જેવો જ પેન્ડીંગ કિસ્સો છે. મધુકરે હા પાડી અને કહ્યું, ’જો’ ફોરમ આ છેકેશવ આજથી આપણી કંપની સાથે જોડાશે, મારી ટીમમાં, સોરી આપણી ટીમમાં.એટલે ફોરમ કહે, ’એટલે તમે જેમના માટે ઘણા સમયથી મહેનત કરતા હતા એ જ’ પછીકેશવ સામે હાથ લંબાવી કહે ’વેલકમ આપણે બધા મળી, કંપનીનું નામ કરીએ’ અનેકેશવે હાથ લંબાવી કહ્યું, ’ચોક્કસ, આજથી જ.’ અને મધુકરે કહ્યું, ફોરમ, આ તારીકેબીનમાં જ બેસશે. અને પછી કેશવને કહ્યું અહીં બે બે જણા વચ્ચે કેબીન શેરીંગ છે.એટલે તમારી જગ્યા આ બાજુમાં. આ બધું જ છે. બસ એેક દીવાલ સિવાય. કેશવ કહે,અરેે અમે બન્ને એક જ છીએ. કામ એક છે. એમાં વાંધો શું...?
આ પહેલા જ દિવસે, એણે રાત્રે માં સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, એકસરસ વાત છે હું તને ફોન પર નહીં કહું કાગળ લખીશ. માં ને થયું, આને વળી શું લખવુંહશે. અને માં ને કાગળ મળ્યો એમાં લખ્યું હતું ’પ્રિય માં... આજે મને પહેલી વાર એકછોકરી બહું જ ગમી. તું હંમેશાં કહેતી હતી ને...? કે તું હવે કંઈક વિચાર, તેં બે-ત્રણછોકરીઓ સાથે ગોઠવ્યું પણ બન્ને પક્ષે કોઈકને કોક કારણસર મેળ ન પડ્યો અને તું કહેતીહતી કે તને જરાય રસ નથી. અરે કામ તો છે જ. સંસાર પણ માંડવાનો હોય. તો માં,હવે તારા ભગવાન ઈચ્છશે તો વાત પતી જશે તું જાત જાતની બાધા રાખે છે ને તો તારા ભગવાનને કહેજે કે ગોઠવે’ માં કાગળ વાંચતા જ હસવા માંડી અને આંખોમાં આંસુઆવી ગયા. માં નો જીવ છે ને બાળક ગમે તેટલું મોટું થાય એ બહારગામ જાય એકલુંરહેવાનું હોય તો એ કેમરહેશે, ક્યાં રહેશે, શું ખાશે, બરાબર જમશે ને...? આ બધુંમનમાં થાય. આ નોકરી સ્વીકારી ત્યારે જ માંએ કહેલું તું વહુ લઈ આવ્યો હોત તો તમેબન્ને સાથે હોત. બેયની ચિંતા નહીં. ભલે કંપનીએ મોટો ફ્લેેટ અને ગાડી આપ્યા છે પણબાકીનું શું...? આ કાગળ વાંચી આંસુ લુછતા કાગળ એક બાજુ મૂક્યો અન ભગવાનનેપ્રાર્થના કરી કે આ છોકરાને પહેલી વાર કોઈ મનમાં બેઠું છે. હવે સામે છોકરીને પણ મારો કેશવ ગમે એ જોજો.કેશવ અને ફોરમની દોસ્તી ફાગણના ફૂલની જેમ ખીલી ગઈ, વસંતની મસ્તીની જેમરેલાઈ ગઈ અને, એકબીજાના મન-હૃદયમાં ગોઠવાઈ ગઈ પણ દોસ્તી. ફોરમના પક્ષે.કેશવ તો દિલ દઈ બેઠો હતો. એને ફોરમ એટલી બધી ગમી ગયેલી ઘેર એકલો હોયત્યારે એકલો એકલો મનમાં હસતો હોય, ફોરમનું સ્મિત, એના લહેરાતા વાળ, એનીમસ્ત આંખો અન બે હોઠ દબાવી, જીણી આંખ કરી મીઠો ગુસ્સો કરવાની રીત, મનમાં વિચારતા, એના મનમાં ફોરમજ રમ્યા કરતી હતી. એ ઘરમાં, રસોડામાં, ગાડીમાં,બાજુમાં ફોરમની જ કલ્પના કરતો એને એમ હતું કે ફોરમ પણ એના પ્રેમમાં પડી ગઈ છે પણ એ વાત પા ભાગ જ સાચી હતી. એટલે કે પચ્ચીસ ટકા જ. એને કેશવ ગમતો,ઓફિસમાં ન જુવે તો બે જણાનેે પૂછે, બપોરે કેશવ લંચમાં પહોંચે નહીં તો રાહ જુવેઅન સાથ જમે. અહીં જ લોચા હતા. ફોરમને કેશવ માટે લાગણી હતી અને કેશવ ભરપૂર પ્રેમમાં હતો.
સમય જવા માંડ્યો, કેશવ એની માંને બધું લખે, સાથે જમ્યા, સાથે ગયા, એ મારી રાહ જોતી હતી, મારા વગર જમી નહીં, વગેરે... વગેરે... પછી ફોટો પણમોકલ્યો, સાંજે તો બન્ને સાથે જાય, પહેલા ફોરમનું ઘર આવે પછી કેશવનું એટલે સવારેકેશવ નીકળે અટેલે ડ્રાઈવરને સૂચના જ હતી, ઓફિસમાંથી કે કેશવસાહેબને લઈ ફોરમમેડમને લેવાના પછી સાંજે જતા ફોરમને ઉતારી કેશવ સાહેબને ત્યાં જવાનું. ગાડી ત્યાંજ છોડી દેવાની. કેશવ સાહેબને બહાર જવું હશે તો લઈ જશે. રાત્રે ઘણીવાર કેશવફોરમને ઘેર જમવા આવતો. ફોરમના માં-બાપે તો પૂછી પણ લીધું હતું કે તમારાપરિવારમાં કોણ કોણ...? માતા-પિતા-બહેન ક્યાં છે...? શું કરે છે...?વગેરે...વગેરે... એમને સરનામું, ફોન નંબર બધું જ કેશવે આપી દીધેલું. અરે, એકદિવસ તો ફોરમના ઘેરથી પોતાના માં-બાપ સાથે વાત કરી હતી અને ફોરમને પણમમ્મી સાથે વાત કરાવી હતી. કેશવની માં બહું જ ખુશ થઈ માત્ર અવાજ સાંભળીનેવાત કરવાની રીતથી કેટલી સરળ, નમ્ર, પ્રેમાળ છોકરી છે. આ જોઈ કોઈને પણ લાગે ક પાક્કુ જ છે.
એક દિવસ, સવારે જ્યારે કેશવ ફોરમ ઓફિસે જતા હતા ત્યારે રસ્તામાંફોરમે કહ્યું, બપોરે મારે ઘેર આવી જવાનું છે, આમને કહેશો...? મને બપોરે ઘેર મૂકી જાય...? તો કેશવ કહે, એમાં કહેવાય શું...? આવશે જ. તો ફોરમ કહે ના, આ તમેઆવ્યા આ તરફ રહેવા એટલે આ ગોઠવાયું છે બાકી હું મારી રીતે જ ઓફિસ જતીઆવતી હતી. ગાડી તો તમારા માટે છે સાહેબ. ત્યાં જ ડ્રાઈવર બોલ્યો ચિંતા ન કરોબહેન, મૂકી જઈશ કેટલા વાગે આવવું છે...? તો ફોરમ કહે ત્રણ વાગે ત્યાં જ કેશવબોલ્યો મહેમાન આવવાના છે...? તો ફોરમ કહે, હા... છોકરાવાળા આવવાના છેમને જોવા... કહે છે બહું સારૂં ઘર છે એકનો એક છોકરો છે ખૂબ ભણેલો પોતાનો ધંધોછે. મારા ફોઈએ ગોઠવ્યું છે. આટલું સાંભળતા જ કેશવનો ચહેરો જોવા જેવો થઈ ગયેલો. કાપો તો લોહી ન નીકળે. જાણે, ભરપૂર ખીલેલી વસંતમાં પાનખર આવી ગઈહોય અને પછી તો એ બોલતો જ બંધ થઈ ગયા, મગજ બંધ થઈ ગયું, કાંઈ કામ સૂજેનહીં, ફોરમે આ વર્તનની નોંધ તો લીધી જ એણે એક ટકોર પણ ઓફિસમાં કરી કે ’આમતો ચ્હા જેવી ટેબલ પર આવે ને તરત પી જાઓ છો આજે ચ્હા એમ જ પડી છે અને તમેઅડ્યા પણ નથી, કલાક થયો બીજી ચ્હાનો સમય થયો...’ પણ કેશવ શું બોલે...?
બીજા દિવસે કેશવે પૂછ્યું કે કામ કેમ રહ્યું...? છોકરો કેવો છે...? તો ફોરમકહે, ’સરસ... માણસો સારા, છોકરો મજાનો, માધવ નામ છે. કેવું સરસ નામ...?’ જોઈએહજી કાંઈ નક્કી નથી. અહીં કેશવનો તો જીવ ઊડી ગયેલો, જે ઉમળકાથી રીપોર્ટ આપતી હતી, એ જોઈ.
આ બધી વાતનો ચિતાર આપવા કેશવ કાગળ લખતો હતો માંડ માંડ લખ્યોઅને માંને મળ્યો પણ ખરો. માં એ ફોન પર કહ્યું પણ ખરૂં કે તું ફોરમને કહે તો ખરો કેતું મને ગમે છે, તું કહે તો અમે એના માં-બાપ સાથે વાત કરીયે, કેશવ કંઈ જ ના કહે.
એક દિવસ ફોરમે બોમ ફોડ્યો હું બે દિવસ રજા પર છું. મમ્મી-પપ્પા સાથેબહારગામ જવાનું છે. મારા ફોઈ પાસે. પછી છોકરાવાળાને ઘેર. કેશવ શું બોલે...?ફોરમ તો ગઈ અને પાંચ દિવસ પછી તો કેશવના માં-બાપ આવી ગયા. માં એ કેશવનીઉદાસી જોઈ કહ્યું, તું ફોરમને ભૂલી જા, આપણે બીજી છોકરી એના જેવી જ જોઈ છે.એના માં-બાપ પણ સારા છે... છોકરી તને ગમશે જ. કાલે જ મળવા જવાનું છે.
સવારે ગાડી આવી ગઈ, કેશવ મમ્મી-પપ્પાને લઈ ગાડીમાં નીકળ્યો. કેશવકહે માં ક્યાં જવાનું છે...? તો માં કહે, આ ભાઈને ખબર છે અને ગાડી, ફોરમના ઘર પાસે જ આવી ઉભી રહી. કેશવ સમજ્યો નહીં, પછી કહે, ફોરમને ઓફિસે મૂકવાજવાનું છે...? તો ડ્રાઈવર કહે, હા, અંદર જઈએ પછી એ લોકો ઘરમાં ગયા તો ઘરભરેલું. મધુકર પણ ત્યાં જ અને બધા બેઠા. મમ્મીએ કહ્યું, આજે છોકરી જોવા આવ્યાછીએ ત્યાં જ અંદરથી સુંદર સજેલી ફોરમ આવી. બધા હસવા લાગ્યા, કેશવ જોઈરહ્યો, પછી મમ્મી કહે, આ લોકો ગયા અઠવાડિયે જ આપણે ઘેર આવી ગયા. એનાફોઈ એટલે મારી સખી. મેં એને જ વાત કરેલી ત્યારે એણે જ કહ્યું એ તો મારી ભત્રીજી.પછી આ ગોઠવાયું. છોકરી પસંદ છે ને...? કેશવ તો જોવા જેવો લાગતો હતો. નબનવાનું બની ગયું. જાણે ’ના હોય, મને ચીટીયો ભરી જુવો આ સાચું છે...?’
પછી બન્ને અંદર ગયા અને ફોરમ કેશવને પહેલી વાર આલિંગન આપી કહે’જીવનમાં બે વસ્તુ શોભે, પ્રેમ માટે કેસુડાનો રંગ અને આનંદ માટે જીવનમાં પ્રેમનીફોરમ. ફોરમ મારા કેસુડા વગર હોય...? તારા બધા ખેલ જોઈ મેં ખાનગીમાં જ બધુંકર્યું.’ પછી બે ભ્રમર ઉલાળી ફોરમ કહે, કેવું લાગ્યું...? માર્કેટીંગનો નિષ્ણાત પોતાનામાટે ’ઢ’ અને પછી કેશવ ફોરમના જીવનમાં વસંત ખીલી. જીવનમાં આનંદના રંગ સાથે ફોરમ ખીલી.