૧."જીવ્યા કરીશ"
જીવ્યા કરીશ એ સઘળું અવિરત
એ વાતો એ રાતો એ યાદો હમેશા
પાંપણ પર પાણી ન લાવીશ કદી હું
બસ રડ્યા કરીશ મનોમન હમેશા
મળી છે મને જો તક કોઈ એવી
ખબર તારી પૂછતો રહીશ હમેશા
ભલે તારા કદમો રહી શક્યા ના અડીખમ
આ પાગલ હ્રદય માં રહીશ તુ હમેશા
૨. "માં....."
કેવી અજાયબીભરી વ્યક્તિ છે 'માં'...
જમવાની ના પાડીએ તો પૂછે જ કે 'કાં' ?
ના પાડ્યા છતાં જમવા બેસાડી જ દે
ને પેટ ભરાઈ ગયા છતાં કહે 'હજી ખા!'
કેવી ગજબની વ્યક્તિ છે 'માં'...?
કોઈ વસ્તુ માંગીએ તો પહેલા કહે 'ના'
કેમેય કરી ને મેળ બેસાળ્યા પછી
સામે ધરીને એ વસ્તુ કહે 'લે આ'....
કેવી અજાયબભરી વ્યક્તિ છે 'માં'...?
૩. "હું અને તું"
હું બન્યો તારા માટે, તું બની મારા માટે
હું અને તું બન્યા બસ એકબીજાની માટે
મન મારું લાગે નહીં, તારા વિના ગમે નહીં
મન મારું ભમે પડ્યું તારા ખયાલોની વાંહે
વારે ઘડી ફોન ખણુ ને વ્હોટ્સએપ ચેક કરુ
બાવરો હું થઈ જાઉં તારો મિસકોલ જો ન આવે
હું નથી તારી સાથે તુ નથી મારી સાથે
પણ મનથી આપણે રહીશું એકબીજાની સાથે
હું બન્યો તારા માટે, તું બની મારા માટે
હું અને તું બન્યા બસ એકબીજાની માટે
૪. "તું અને તારી વાતો...."
તું અને તારી વાતો
વિચારતાં જાગું આખી રાતો
કેવો ગજબ નો છે આ નાતો
જવાબ શોદ્યે નથી શોધાતો..
ખુલ્લી આંખે જોઉં સપના
સપનામાં જોઈ તને હરખાતો
પીધા છે જામ તારી ચાહતના
થાક ઉજાગરાનો કેમેય નથી વર્તાતો..
સરોવરથી પણ ઊંડી તારી આંખો
અણકહ્યો પ્રેમ છે એમાં છલકાતો
મુખની મારા રેખાઓ જોઈ
ચહેરો છે તારો મસ્ત મલકાતો..
ફુરસદ મળે અનુભવિજો મનમાં
કિસ્સો તારોમારો કેવો છે ગરમાતો
સ્નેહના સાગરમાં વ્હાલની કસ્તી પર
એકમેકના હૈયે હસીન છે ચિતરાતો..
૫. "સ્વપ્નસુંદરી"
ઝંખનાઓનો સાપ હૃદયમાં ભીતર દંશ મારે
દિલ પ્રેમરૂપી ઝેરનું મારણ પામવા વલખાં મારે
તડપની આ ખરબચડી સડકની પેલી પારે
સ્વપ્નોની સુંદરી રમતિયાળ નયનો ઉછાળે
સમય આવશે ત્યારે કિસ્મત ના સથવારે
થશું એ સ્વપ્નસુંદરીના અમે પ્રાણદુલારે
આગમનથી જેના જીવન ઉત્સવ બનશે અમારું
રાહ જોતી હશે એ નાર ક્યાંક પોતાને દ્વારે
૬."પ્રેમ પ્રસ્તાવ"
હોઠો પર લાવવી મનની વાત,
બહુ મહેનત માંગે છે
શી ખબર મળશે કે નહીં સંગાથ,
એતો કિસ્મત માથે છે
મારું હૃદય તારા રુદીયામાં રહેવા
આમરણ અનામત માંગે છે
શાણી થઇ તું પ્રેમ બક્ષીપંચી હોવાનું
સાચું પ્રમાણપત્ર માંગે છે
સાલું, ગમ્મત તો નથી પણ તને
આ ગમ્મત લાગે છે...
મારો પ્રેમ પ્રસ્તાવ પણ તને
એક રમત લાગે છે...
૭."તું મળી છે જ્યારથી"
તું મળી છે જ્યારથી
ઘેલો થયો છું ત્યારથી
તારી ચાહતને પામવા
હું મથ્યો છું ત્યારથી
મન છે મારું પતંગીયું
તું ગુલાબ નું મહેકતું ફૂલ
મોહ લાગ્યો તારી સુંગંધનો
ન્યોછાવર થવાની કરવી છે ભૂલ
૮.અડધી રાત્રે...
અડધી રાત્રે રોડ લાઈટસ ના દુધિયા પ્રકાશમાં ચાલવું ગમે છે..
એમાં જો આછો આછો વરશાદ હોય તો મન પતંગીયું થઈ રમે છે
ક્યારેક કુતરાઓ પણ મારો સથવારો થૈ વરશાદ્માં મારી હારે ભમે છે..
કોઈ સાથે હોય છે છતાં પણ એક પ્રકારનું એકાંત ગમે છે
વિચારોના વમળમાં મન મસ્ત મગન થઈ ને ભમે છે
ભૂત વર્તમાન કે ભવિષ્ય, કાઈ પણ વાતે ના એ ખમે છે
એતો એજ કરે છે જે એને ગમે છે...
કોઈ એક ચોક્કસ ગીત તયારે હોઠો પર સતત રમે છે..
જે ગીત દિલને અત્યંત ગમે છે...
અડધી રાત્રે આછા આછા વરશાદ માં ભિન્જાતા ચાલવું ગમે છે..
૯. મૈત્રી...
અત્યારે યાદ નથી કે આપણી મૈત્રી ની શરૂઆત ક્યારથી થઇ...
જ્યારથી પણ થઇ પણ એની સિંચાઇ સારા વ્યવહાર થી થઇ..
વીચાર્યું પણ નહોતુ કે આટલો પંથ કાપશે આ સંબન્ધ..
વર્ષો વીત્યા ની સાથે સાથ બનશે મજબૂત અકબંધ..
ક્ષણ બે ક્ષણ થોભિને જોઉં છું જો પાછો વળીને
આનંદ આપે છે એ ક્ષણો અંતરમનમાં સમૂઘી વિસ્તરીને..
દૂર છે તું છતાં તારી હાજરી હોય એવું લાગ્યા કરે ક્યારેક..
અને હર્ષ ની પળોમાં તારી ગેરહાજરી ખલે છે ક્યારેક..
દૂર થયા પછી વધારે તો કઈ નથી મળી શક્યા આપણે
છતાં પણ એકબીજાથી દૂર નથી થઇ શક્યા આપણે..
૧૦. દિવસ રાત જાગતું શહેર...
દિવસ રાત જાગતું આ શહેર
હર પળ હર ક્ષણે ભાગતું આ શહેર
દિવસ રાત જાગતું આ શહેર
કોઈક ના જીવનમાં ખુશીઓની લહેર
તો કોઈ પર વરસાવતું દુઃખોનું કહેર
દિવસ રાત જાગતું આ શહેર
લાખો લોકોને સમાવતું આ શહેર
હજારો લોકોને ભરખતુંયે આ જ શહેર
દિવસ રાત જાગતું આ શહેર
આશાઓ, સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ
જે લઈને આવે એને રાખતું આ શહેર
દિવસ રાત જાગતું આ શહેર
૧૧. બદલવી દશાઓ..
બદલવી દશાઓ બદલવી દિશાઓ
બદલવા બધાના વિચારો હવાઓ
નામુમકીન કહે લોકો એ પણ બદલવું
મુજ નાજુક સા હાથોને સઘળું બદલવું
જોવું છું હું સપના છે ઊંચા વિચારો
આ આંખોના દરિયાના સપના હજારો
હું છોકરી છું તો ટોકે છે લોકો
મને ડગલે ને પગલે વર્તાતો મુંજારો
નારી નારાયણી સહુ કહેતા ફરે છે
બસ આટલું કહી બધા શું કરે છે?
દેવીઓ સહુ પૂજે આરાધે કરે ભક્તિ
દેવી સમાન નારીની કમ આંકે છે શક્તિ
ઊડવું ખુલ્લા સુંદર નીલા આ આભે
મુજ પાંખો મુજને છે ઊડવા પુકારે
બદલવી દશાઓ બદલવી દિશાઓ
બદલવા બધાના વિચારો હવાઓ