Sajish - 4 in Gujarati Adventure Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સાજીશ - 4

સાજીશ (ભાગ-૪)

અત્યાર સુધી.....

(સ્નેહા અમદાવાદ થી રાજકોટ માં વૃંદાવન સોસાયટીમાં રહેવા આવે છે, પણ સ્નેહા ખૂબ જ ઉદાસ રહેતી હોય છે, અવારનવાર જૂની યાદો માં ખોવાયેલી રહેતી હોય છે. અમદાવાદ માં કોલેજ માં એની મુલાકાત મૌલિક નામ ના એક છોકરા સાથે થાય છે, જે પોતે પણ કોલેજ માં નવો આવેલો હોય છે. મૌલિક સાથે ની મુલાકાત પછી સ્નેહા મૌલિક તરફ આકર્ષાય છે. મૌલિક ને એક વેન માં કોઈ લોકો પોતાની સાથે લઇ જાય છે ત્યાં એક બોસ હોય છે જે મૌલિક ને એની સાથે કામ કરવાની ઓફર કરે છે.)

હવે આગળ.....

મૌલિક વિચારતો હતો કે એને શા માટે અહી બોલાવ્યો હતો.

“હા..તો મૌલિક માત્ર એટલું સમજી લે કે તું જે કામ કરવાનું છેલા ૧૦ વરસ થી વિચારે છે, એ કરવામાં અમે તારી હેલ્પ કરીશું જો તું અમારી સાથે કામ કરવા તૈયાર હો તો.” બોસે કહ્યું.

“હું કઈ સમજ્યો નહિ” મૌલિકે કહ્યું.

“કહેવાનો મતલબ એ અમે તને ટ્રેનીંગ હથિયાર પૈસા બધુંજ આપીશું તારે માત્ર અમારી સાથે રહી ને અમારા દરેક કામ માં અમારી મદદ કરવાની છે.”

“પણ આ મહેરબાની નું કારણ?, અને હું જ શું કામ બુજુ કોઈ કેમ નહીં?”

“કારણ કે તારી અને અમારી બંને ની દુશ્મની સરકાર થી છે. અને કહેવાય છે ને કે દુશ્મન નો દુશ્મન દોસ્ત કહેવાય. અને તું એક જ છો જે છેલ્લા ૧૦ વર્ષ થી એક જ આગ માં બળે છે. અને તારા માં એટલી આવડત છે કે તું બધું જ કરી શકે એમ છે. અને આમ પણ તું પૈસા, માણસો , હથિયારો વગર કઈ નહિ કરી શકે. એટલા માટે આપણે બંને ને એકબીજા ની જરૂર છે.” બોસે કહ્યું.

“મને વિચારવા નો સમય આપો” મૌલિકે કહ્યું.

“જયારે લક્ષ્મી ઘરે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય માટે જે કઈ નક્કી કરવાનું હોય એ અત્યારે જ કરી લે.” બોસે કહ્યું. થોડી વાર વિચાર્યા પાછી...

“ઠીક છે હું તૈયાર છું.” મૌલિકે કહ્યું.

“શાબાશ.... સમજદાર છો મને ખબર હતી કે તું ના નહી પાડે.” બોસે હસતા કહ્યું.

“તો હું જાઉં હવે?”મૌલિકે પૂછ્યું.

“હા તું જઈ શકે છે પણ અમારી એક શરત છે કે તું કોલેજ પૂરી નહિ કરે અને આપણા વચે ની વાત કોઈ જાણવું ના જોઈએ.”બોસે કહ્યું.

"આવતી કાલ થી જ તારી ટ્રેનીંગ શરૂ થઇ જશે. તને લેવા અમારા માણસો આવી જશે." બાજુમાં ઉભેલા પી.એ. કહ્યું. મૌલિક ત્યાંથી ઘરે જાય છે. રાત્રે જમ્યા પછી પોતાના રૂમ માં પાથરી પર સુતા સુતા મૌલિક આજ ના દિવસ અને બોસ વિષે વિચારે છે. તે શું કામ કરવા જઈ રહ્યો હતો એનું પરિણામ શું આવી શકે એના વિષે ની ગણતરી પણ કરતો હતો. આ માટે તેને તેના પરિવાર અને સ્નેહા ની નજર માં અપમાનિત થવું પડે એમ હતું. પણ આખરે એ છેલ્લો નિર્ણય લઇ લે છે. એના માતાપિતા ની મૃત્યુ ના બદલા માટે કઈ પણ કરવા તૈયાર થઇ ગયો હતો.

પણ મૌલિક ક્યાં જાણતો હતો કે એની બદલા ની ભાવના નો ફાયદો બોસ ઉપાડવા માંગતો હતો. જેનું પરિણામ મૌલિકે ભોગવવું પડે એમ હતું. પણ અત્યારે મૌલિક ને બીજું કઈ સુજતુ પણ નહતું. એટલે જે થશે એ જોયું જશે એમ વિચારી બોસ નો સાથ આપવા તૈયાર થઇ ગયો. બીજા દિવસે મૌલિક કોલેજ જવા માટે ઘરે થી નીકળે છે પણ કોલેજ ના બદલે એ સીધો બોસ ના અડ્ડા એટલે કે ફેકટરીમાં પહોચે છે. તયાં થી મૌલિક ને એક અજાણ્યા સ્થળે લઇ જવામાં આવે છે. મૌલિક ને કોઈ પણ પરીસ્થીતી માં કેમ રહેવું, ફીઝીકલ ફીટનેસ, હથિયારો નો ઉપયોગ, અને રાઈફલ થી શૂટિંગ ની ટ્રેનીગ આપવાની હતી. ટ્રેનીગ લેતા લેતા બે થી ત્રણ મહિના નો સમય લાગવાનો હતો. ્મૌલિક બે મહિના ની ટ્રેનીગ પછી એકદમ તૈયાર થઇ જાય છે. અને હવે તે બોસ ના બધા ગેરકાયદેસર કામ માં સાથ આપવા લાગે છે. હવે બોસ નો ખાસ વિશ્વાસુ માણસ બની જાય છે.

આ તરફ સ્નેહા અચાનક મૌલિક ના છોડી ને જવા થી એકદમ ઉદાસ થઈ જાય છે. સ્નેહા મનોમન મૌલિક ને પસંદ કરવા લાગી હતી.ને એ છેલ્લા આઠ મહિના થી સાથે જ હતા અને મૌલિક અચાનક આમ કોલેજ છોડી ને જતો રહે છે એટલા માટે સ્નેહા ખૂબ જ પરેશાન હોય છે. સ્નેહા નું ધ્યાન કોલેજ માં પણ બરાબર લાગતું નથી. સ્નેહા ના માતાપિતા સ્નેહા ની ઉદાસી નું કારણ જાણવાની કોશિષ કરે છે. પણ સ્નેહા કઈ જણાવતી નથી. એક દિવસ પાયલ સ્નેહા ને મળવા એના ઘરે જાય છે. જાય છે ત્યારે પાયલ જ સ્નેહા ના મમ્મી ને બધી વાત કરે છે. અને સ્નેહા ની ઉદાસી નું કારણ એના મમ્મી ને જણાવે છે. સ્નેહા ના મમ્મી સ્નેહા ના પપ્પા ને બધી વાત કરે છે. સ્નેહા ના પપ્પા સ્નેહા પર ખૂબ જ ગુસ્સે થાય છે અને સ્નેહા રડતી રડતી એના રૂમ માં જઈ ને સુઈ જાય છે. બીજા દિવસે સ્નેહા ના પપ્પા ઓફીસ થી આવી સ્નેહા ના રૂમ માં જાય છે અને સ્નેહા ને પ્રેમ થી સમજાવે છે.

“જો બેટા સ્નેહા તું એકદમ સમજદાર છે તું ખૂદ સમજી શકે છે. તું તારી પસંદ ના છોકરા જોડે લગ્ન કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ અમારે એ છોકરા અને એના પરિવાર ને મળી ને અમારી મંજૂરી પણ આપવી પડે ને, આમ કોલેજ માં તું આવું કરે એ યોગ્ય નથી.”

***********************************

આ વાત ને બે મહિના બીજા વીતી જાય છે પણ સ્નેહા ના હાવભાવ હજી એવા જ રહે છે. સ્નેહા બધા સાથે હોય ત્યારે તો બરાબર રહેતી હોય છે પણ એકલા માં પાછી મૌલિક ના જ વિચાર માં ખોવાયેલી હોય છે. હમેશા ક્લાસ માં ટોપ પર રહેવા વાળી સ્નેહા કોલેજ ના પાહેલા વર્ષમાં આખરે ફેલ થઇ જાય છે, આથી એના પપ્પા સ્નેહા નું કોલેજ જવા નું જ બંધ કરાવી દે છે. અને એમની ઓફીસ માં બદલી ની અરજી કરે છે અને થોડા દિવસ માં એમને રાજકોટ માં બદલી મળી જાય છે. સ્નેહા પપ્પા રાજકોટ માં એમના દોસ્ત થી મકાન ની વાત કરે છે અને રાજકોટ ની વૃંદાવન સોસાયટી માં એમના દોસ્ત શેઠ હસમુખ પટેલ નું મકાન મળે છે. અને તેઓ રાજકોટ રહેવા માટે આવી જાય છે. આમ તો સ્નેહા માટે ઘણા છોકરાઓ ના લગ્ન પ્રસ્તાવ આવતા પણ કોલેજ ના લીધે સ્નેહા ના માતાપિતા હા પાડતા ન હતા. પણ હવે સ્નેહા મૌલિક ને ભૂલી ને નવી શરૂઆત કરી શકે એટલા માટે જ તેઓ રાજકોટ રહેવા માટે આવ્યા હતા.

************************************

વૃંદાવન સોસાયટીમાં દરેક છોકરાઓ સ્નેહા ને મળવાનો મોકો શોધતા હતા, અને આખરે થાકી ને હાર માની લેતા હતા. પણ સોસાયટીમાં કોઈ એવું હતું જે હજુ સુધી કોઈ રોમીયોગીરી કરી ને સ્નેહા ની નજર માં આવવાની કોશિષ પણ કરી ન હતી, અને એ હતો આદર્શ. આદર્શ સોસાયટી માં રહેતા જજ એવા શ્રીકાંત મિશ્રા નો એક નો એક લાડકો દીકરો હતો. આદર્શ નાનપણ થી જ સુખ સાહ્યબી માં ઉછર્યો હતો દૂધ માંગતો તો એના માટે ખીર હાજર થતી. પણ આદર્શ એકદમ સંસ્કારી હતો. અને બધાનું ખૂબ જ ધ્યાન રાખતો. દેખાવ માં ખૂબ જ સુંદર અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર. હમેશા કોલેજ માં ટોપ પર રહેનાર આદર્શ પર કોલેજ ની કેટ કેટલી છોકરીઓ મરતી હતી,અને કેટલીય છોકરીઓ સામે ચાલી ને આદર્શ ને પ્રપોસ કરતી પણ આદર્શ હમેશા પ્રેમ થી સમજાવી ને કહી દેતો કે એના મનમાં કોઈ એવી લાગણી નથી, પણ ફ્રેન્ડ જરૂર બની શકે. આથી આદર્શ સૌ ના દિલ પર રાજ કરતો.

ક્રમશ)

શું વૃંદાવન સોસાયટી માં આવી ને સ્નેહા પહેલા જેમ ખુશ રહી શકશે? શું આદર્શ અને સ્નેહા ની મુલાકાત થશે? જાણવા માટે વાચતા રહો સાજીશ. તમારા રીવ્યુ જરૂર થી આપશો.

તરુણ વ્યાસ.

whats app no... ૯૦૩૩૩૯૦૫૦૭

mail. vyas.tarun@yahoo.com