TIMIR MADHYE TEJ KIRAN - 13 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | તિમિર મધ્યે તેજ કિરણ -13

Featured Books
Categories
Share

તિમિર મધ્યે તેજ કિરણ -13

મુંબઈ શહેર જાગવા માટે ક્યારેય સુરજની રાહ જોતું નથી .શહેર તો ક્યારનું જાગી ગયું હતું . સુરજના કિરણો ધીરે ધીરે પોતાનો ધરતી સાથેની શનાસાઈ વધારી રહ્યાં હતાં .શહેરના શાંત પરામાં આવેલ અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ , જેનો ઘણા ધનિક એન.આર.આઈ ના સંતાનો પ્રાઈવેટ હોસ્ટેલ તરીકે ઉપયોગ કરતા હતા। એના એક અસ્તવ્યસ્ત રૂમમાં અશ્ફાક અને અનિકેત ગાઢ નિંદ્રામાં બેફિકરાઈથી પોઢી રહ્યા હતા.થોડાક કલાકો પહેલા પ્રવેશેલા સૂરજના કિરણો હવે અશફાકની પેસાની સુધી પહોંચી ગયા હતા.ધીરે ધીરે એણે સળવળાટ ચાલુ કર્યો,અને અચાનક ચમકીને બેઠો થઇ ગયો .પથારીમાં હાથ ફેરવતો ટાઇમ જોવા માટે મોબાઈલ શોધવા માંડ્યો,અનિકેતની પથારી તરફ જઈને ત્યાં પણ જોયું,ત્યાં ફક્ત અનિકેતનોજ મોબાઈલ હતો.અશ્ફાકના ફાંફાફોળાના અવાજથી અનિ પણ ઉઠી ગયો. માથા પર એકદમ કોઈક પત્થર મૂકી ગયું હોયએવું એ અનુભવી રહ્યો હતો . અનિ બોલ્યો"અરે અશ્ફાક કેટલા વાગ્યા?" અશ્ફાકે તરતજ અનિ નો મોબાઈલ હાથમાં લઇ જોયું દસ વાગી ગયા હતા .એ એકદમ વિચારમાં પડી ગયો કે મારો મોબાઈલ શું રાત્રે બારમાં જ રહી ગયો કે શું?"
અની દસ બજ ચૂકે હૈ , યાર તેરે મોબાઈલ સે લગાના મેરા નંબર , યહી કહી કોનેમે પડા હોગા ,મેરા ફોન ."

અનિએ ફોન લઈને અશફાકની સામે ધર્યો .." ડાયલ ઈટ યાર , એક તો યે હેડેક , ઉપરસે આઈ એમ ફીલિંગ સો વીક .."

પોતાનો ફોન સ્વીચ ઓફ આવતા અશફાકને શંકા પડી કે ક્યાંક રાત્રે, ક્યાંક રસ્તામાં પડી ગયો હશે કે શું? એણે તરત જ બીજો ફોન શીશાબારમાં લગાવ્યો સામેથી અવાજ આવ્યો"હેલો શીશાબાર ...કિસકા કામ હૈ?"

અશ્ફાક અધીરો થઈને બોલ્યો "કોન માનસિંહ બોલ રહા હે ના....અરે માનસિંહ મેં અશ્ફાક બોલ રહ હું ..કલ રાતકો મેરા ફોન શાયદ મેં વહાં ભૂલ ગયા હું.""
હાં સહી બાત હે .અશ્ફાક, મેરે પાસ હી પડા હે ..લે જાઓ ..એક ઘંટે કે બાદ મેં ઘર ચલા જાઉંગા ઉસકે પહેલે લે જાઓ." સામેથી આવેલા જવાબથી અશફાકને રાહત થઇ.

સુનિયે મેરે અઝીઝ,આપ આરામ ફરમાઈયે .મુજે જલ્દ વહાં પહોંચના હોગા .ઓર એક બાત સુન લો ,આઇન્દા મુજે કભી વો શીશાબારમેં જાને કો મત કહેના .જનાબ,આપકી સેહતક ખયાલ મુજે હી તો રખના હોગા .વરના આપકે સસુરજી તો હમારી જાન નહિ બખ્શને વાલે , આઈ બાત કુછ દિમાગે શરીફમેં ?"

ફટાફટ તૈયાર થતાં અશ્ફાક નસીહતની ઝડી વરસાવી રહ્યો હતો . અને અનિ હજુય ઘેનમાં હોય તેમ નિરુત્તર વર્તી રહ્યો હતો.ફક્ત દસ મિનીટ બાદ અશ્ફાક બારણું બંધ કરીને શીશાબાર પર જવા નીકળી ગયો.
આંખ મીંચીને અનિકેતે પાછું પલંગ પર પડતું મુક્યું અને મનોમન જાણે એક દ્રશ્ય નિહાળી રહ્યો હતે કે ...કનેક્ટીકટના વૈભવી ગ્રીનીજ એરિયામાં બેઠા ઘાટનું સિંગલ ફેમીલી હાઉસ .. મેહોગાની ડોરની પેનલ પરની ડોરબેલને એની આંગળી દાબી રહી હતી . અનિને જોઇને દરવાજે આવેલી મોમ એકદમ વળગી જ પડી .અંગ અંગમાં હુંફનો સંચાર થઇ રહ્યો હતો .ઘરમાં આવેલી વસંત ને એ નજરો નજર દેખી રહ્યો હતો,મોમ અને ડેડની કેમિસ્ટ્રી .!!!,ઓહ ..આ જ તો ખૂટતું હતું . .જીવનની આવનારી આવી મધુર અને અહલાદક પળોનો એહસાસ એના રોમેરોમને સ્ફૂર્તિ બક્ષી રહ્યો .ધીરે રહીને એ પથારીમાંથી ઉભો થયો . થોડીવારમાં અશ્ફાક આવી પહોંચ્યો .યે મેરે દોસ્તકી સુરત ઇતની બેનૂર કયું લગ રહી હૈ , યા સિર્ફ મુજે હી ઐસા લગ રહ હૈ ? સ્વીચ ઓફ થયેલો મોબાઈલ ચાર્જ કરવા મૂકતા અશફાક વિચારી રહ્યો.ચાર્જ થયેલા મોબાઈલમાં સંજીદાના સાત અને અબ્બુના ચાર મિસ્ડ કોલ જોઈ એના મોઢા પરનું નૂર પણ ઉડી ગયું .ચિંતાગ્રસ્ત ચહેરે એણે તરત અબ્બુને પહેલો ફોન લગાવ્યો . સુન્ન થઇ ગયું દિમાગ ..ફોન લગભગ હાથમાંથી છટકી ગયો ...!!

"ફિકર મતકરીએ અબ્બાજાન . ઓર ખુદાકે વાસ્તે અબ આપ રોઇએ મત ... મેં ઇસી વક્ત નિકલ રહા હું ..બસ આપ સબર કરીએ” ***

ખરાબ ફોન કનેકશનને કારણે , બસ એટલી ખબર પડી હતી કે સંજીદા હોસ્પીટલમાં હતી , અને અબ્બુની તબિયતે પણ ભયંકર ઉથલો માર્યો હતો .

અનિકેત અશફાકના ખભે હાથ મુકીને બોલ્યો "હું તારું લખનૌનું બુકિંગ કરાવી લઉં?"
અરે હાં યાર પ્લીઝ કર દે ના તેરી મહેરબાની હોગી."

અશફાકનો જવાબ સાંભળી અનિકેત બોલ્યો "ઓય મહેરબાની તો તેરી કિતની ઉધાર હે ઔર આગે ભી અબ તુજે હી કરની હોગી મેરી લાઈફમેં ..સાલે મેં અગર ઉસમેં સે કુછ ચુકા ભી પાયા ના..!! તો ઉપરવાલે કી મહેરબાની ..સમજા ?"

"સોરી યાર ..સાલા યે મહેરબાની લફ્ઝ કહાં આ ગયા બીચમે....? અબ બાતે મત કર તું મેરી બુકિંગ કરવા લે પહલે ..ઔર હાં તું અપની યુએસકી બુકિંગ કા ભી દેખ લેના હુઆ કે નહિ?" અશ્ફાક બેગમાં જેમતેમ કપડા પેક કરતો બોલ્યો.

થોડીવારમાં જ અનિકેતે ફોન લગાડીને કહ્યું "જોસેફ અરજન્ટ મેં દો બુકિંગ લખનૌકા કર દે"

સાંભળીને અશ્ફાક ચમકયો "ઓયે લલ્લુ દો કિસકી કરવાતા હૈ ...ક્યા મુઝે તેરી દુલ્હન કો ભી સાથમે લેકર જાના હૈ ..ક્યા તું ડર ગયા હે કી કહી તેરી ગૈરમોજુદગી મેં વો ડોક્ટર કિસી ઓર સે પ્રણાલી કી શાદી ના કરવા લે ઇસ વજહ સે ??..હે ના, એસે મેં થોડીના સમાલ પાઉંગા તેરી અમાનત ?" અશ્ફાકને ધીરે ધીરે રીલેકસ થતા જોઇને અનિને બહુ સારું લાગ્યું .

"નહિ યાર મેં હી આ રહા હું સાથમે" ધબ્બ દઈને પલંગ પર બેસતાં અનિ બોલ્યો.

"ક્યા બાત કર રહા હૈ?.યાર તું યુએસ જાના ચાહતા હૈ તો વહી પે જા યાર ....એક બાર તેરે મોમ-ડેડ કો ભી મિલ લે.” અશ્ફાક હજુ દ્વિધામાં હતો કે એને કેવી રીતે સમજાવવો.
"મેરી જાન... તું તો ઐસે બોલ રહા હે જેસે મેરે પાસ વક્ત બહુત કમ હૈ, ઐસા ડોક્ટરને બોલા હો...કહી સચમુચ તો નહિ બોલા હે ના ..?" અનિકેતે મજાકના મુડમાં પૂછી લીધું.
પણ આ પ્રશ્ન અશ્ફાક સાંભળીને હેબતાઈ ગયો અની આંખોમાં ઝળહળિયા આવી ગયા . હવે શબ્દોની જરૂર ના હતી .. "ચૂપ કર યાર , ડોન્ટ બી સીલી .." અશ્ફાક અનિને ભેટી પડ્યો . હવે શબ્દોની જરૂર ક્યાં હતી ...?

ગળગળા સ્વરે અનિ બોલ્યો "યાર સચ બાત તો યે હે કી અબ યે નાચીઝ ભી અકેલા કહી જાના ચાહતા નહિ હે .....અબ મુઝે યે નહી માલુમ કી ક્યા તુ મેરી વિકનેસ ઔર નેસેસીટી દોનો બન ગયા હે ....યા યે મેરી હાલત હી મુઝે જબરજસ્તી યે માનને સે મજબુર કર રહી હે..."

દેખ ફિરસે ઈમોશનલ હોકર તુ અપની બાત મનવા રહા હૈ,તું લખનૌ આ કે ક્યા કરેગા..? વૈસે ભી તેરી તબિયત ઐસી તો હે નહિ કે તું લખનૌ તક જર્ની કર સકે ...યુએસ તો ફલાઈટ મેં જાના થા ઈસલીયે ..વરના મેં થોડા અકેલે જાને દેતા તુઝે?""
ઓ જીગર કે ટુકડે ,ઈસલીયે મેંને ફલાઈટ કી હી બુકિંગ કરવાઈ હૈ લખનૌકી..અબ બતા ક્યા કહેના હૈ?" અનિ હળવેથી અશફાકના ગાલ પર ટપલી મારતા બોલ્યો.
અશ્ફાક ફરી પાછો બોલ્યો"પર તુ વહાં આ કે ....યાર’

‘તુ બહસ મત કર મેં ભી પેકિંગ કર રહા હું ...તું તેરે કામ નીપટા દે...એક ઘંટે કે બાદ એરપોર્ટ પહોંચના હે જોસેફ અપની ટીકીટ વહી લેકર આ રહા હૈ,મેરી યુએસ બુકિંગકી કેન્સલેશન કી બાત મેં ઉસે વહાં બતા દુંગા.

અશ્ફાક જાણતો હતો કે હવે કોઈ ચર્ચાને અવકાશ છે જ નહિ એટલે એ પણ મૂંગો થઇ ગયો,થોડીવારમાં એ બંને એરપોર્ટ જવા માટે ટેક્ષીમાં બેસી ગયા.ટેક્ષીમાં બંને જણા ચુપચાપ હતા પણ ટેક્ષીનું ટેપ મધુર સુર રેલાવી રહ્યું હતું ...
વાદે ઉમ્રભર સાથ દેને કે થે ,વો વાદે કહાં સે નીભાઉં
રિશ્તે નાતે છોડ ભી દેતા પર,વો યાદે કહાં મેં છુપાઉં **********************

મધ્યમ કક્ષાની કહી શકાય એવી હોસ્પીટલમાં સંજીદા હાથમાં પ્લાસ્ટર સાથે સુતી હતી. આંખો નીચે હજી પણ ગઈ કાલ નું દ્રશ્ય દેખાતું હતું . ટ્રેનનું ધસી આવતું એન્જીન ,છેલ્લી ઘડીએ ખુદકશીનો ઈરાદો ડગમગી ગયો હતો .પણ ટ્રેક પરથી ખસી શકવાનો સમય રહ્યો ના હતો .એક મસીહાઈ હાથે એને ઝાટકો મારીને ખેંચી લીધી હતી . ટ્રેકની એક બાજુએ પડતા એના જમણા હાથનાં હાડકાનો જાણેકે ચૂરો થઇ ગયો હતો . એની જાણ બહાર ક્યારે એ ફકીર એને ઊંચકીને સામેની દરગાહ સુધી લઇ ગઈ ગયો હતો . બસ એક જ વાત એ દોહરાવતો હતો .."અચ્છા હુઆ ,તશ્બી કરતે હુએ , મૈને તુજે દેખ લિયા મોહતરમા, અલ્લાતાલાકી દિ હુઈ ઝીન્દગીકી ઐસી તૌહીન ? " પ્લાસ્ટર નીચેના હાથમાં એક સણકો આવ્યો અને એ જાગી ગઈ .આવો જ સણકો દિલમાં ચંદરની યાદ આવતાં ઉઠી ગયો .બારણું ખુલતાની સાથે અશ્ફાક અને અનિકેત અંદર આવ્યા .અનિકેતે એક નજર સંજીદાના ચહેરા પર નાખી .સાદગી સુંદરતા સાથે કેવી દેખાય એ સંજીદાના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું.અશ્ફાકની એ માફી માંગવા માટે સહેજ બેઠી થાવા ગઈ ,પણ અશ્ફાકે એને સુવાડી દીધી .."કુછ મત બોલ ..., બસ લેટી રહે "
સંજીદાને એના કૃત્ય પ્રત્યે તેને ભારોભાર પસ્તાવો હતો એ એના ચહેરા પર પણ વાંચી શકાતું હતું.અશ્ફાક ડોક્ટર પાસેથી બધી માહિતી લઈને પાછો આવ્યો ત્યાં સુધી અનિ અને સંજીદા વારે વારે એકબીજાની સામું નજર નાખી લેતા હતા પણ સંવાદની પહેલ કોઈએ કરી નહિ.

‘ચલ અનિ ઘર જાતે હૈ અબ્બુ કો ફોન કર દિયા હૈ કી હમ લોગ સીધે યહાં આયે હૈ ઔર અબ વહાં આતે હે વો ઇન્તઝાર કરતે હોંગે, યહાં નર્સ ઓર ડોક્ટર લોગ બહોત અ ચ્છે હૈ ઔર વૈસે ભી અબ યે સો જાયેગી હમ શામ કો વાપિસ આ જાયેંગે.’ અશ્ફાક સંજીદાના હાથ પર હાથ મૂકી બોલ્યો.

નહિ યાર ઐસા કર તું અકેલે હી જા ઘર પે ...મેં યહાં સંજીદા કે સાથ બેઠા હું...મેરે ના હોને સે તેરે અબ્બુ તેરે સાથ આરામ સે બાત કર સકેંગે તું શામ કો વાપિસ આ ..તબ તક મેં યે ઇન કે સાથ બેઠા હું.’ અનિ બોલ્યો.

અશફાકને એમાં કઈ અજુગતું લાગ્યું નહિ , સંજીદા સાથે ઘણી વાર વાતોમાં અનિકેતનો જીક્ર થઇ ચૂક્યો હતો ."સંજુ , અનિકો તો જાનતી હૈ ના , હમારી બાત હુઈ થી ઉસકે બારે મેં .., કાશ યે લડકી હોતા , તો મેં કબકી શાદી કર ચૂકા હોતા ઇસસે ." અનિની દાઢી પર હાથ ફેરવતાં , અશ્ફાકે વાતાવરણ હળવું બનાવવા પ્રયત્ન કર્યો .પણ પછી અચાનક જ ગંભીર થઇ ગયો .

‘અનિ તુઝે ભુખ લગે તો નીચે કેન્ટીનમેં સબ મિલતા હૈ ઔર ખુદા કે વાસ્તે યે લડકી કો ભી થોડા સમજાના, અપાહિજ હોકર જીના કિતના મુશ્કિલ હૈ..હરબાર ખુદા ઇતના મહેરબાન નહી હોતા’ આટલું બોલી અશ્ફાક ત્યાંથી નીકળી ગયો.
થોડીવારમાં બાજુના મ્હોલ્લામાંથી માઈકમાં બાંગ પોકારવાનો અવાજ આવતા જ અનિ ની ચુપ્પી તૂટી ‘ચલ ઉઠ ,ખડી હો જા માલુમ નહિ પડતા નમાઝ કા વક્ત હો ગયા.’ અનિકેત વરસોથી સંજીદાને ઓળખતો હોય એમ હક્કથી બોલ્યો અને ઉભો થઈને હોસ્પીટલની બારીમાં જઈને ઉભો રહ્યો.

પાંસળીમાં થતા દુખાવાથી અનિકેતની વાત પર ખુલીને એ હસી શકી નહિ પણ મીઠું હસતા બોલી ‘વો સબ તો અબ કહાં હોતા હી થા જબસે વહાં દિલ લગાયા તબસે દરગાહકે ચક્કર ભી બંદ કર દિયે થે , શાયદ ઇસીકી સજા હૈ યે . .શાયદ અબ્બુ ઠીક કહેતે હૈ ઇસ વજહ સે હી હમારી યે હાલત હુઈ હૈ.’ આટલું બોલતા સંજીદાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા .

અરે ઐસા થોડી હોતા હે ..શાયદ તેરાવાલા વો ક્યા નામ થા ..હાં ..ચંદન ???..અરે વો ચંદન નહિ હોગા નીમકા પેડ હોગા તુને સમજને મેં ભૂલ કર દી ..’ અનાયાસે અનીકેતથી સંજીદાના આંસુ લુછી ગયા. ખુદકશી નો પ્રયાસ કરનારી આ છોકરી માટે એને કેમ આટલી લાગણી થઇ આવી ?..એ વિચારી રહ્યો ..શાયદ એ જિંદગીની કિંમત હવે સમજી ચૂક્યો હતો .

‘ઉસકા નામ ચંદર હૈ ઓર વો નીમકા પેડ નહિ થા વો તો ચંદનકા પેડ હી હૈ મેંને પહેચાનને મેં કોઈ ગલતી નહિ કી, બસ ઉસકે ઘરવાલે ..’ ગળગળા સાદે એ બોલી ‘
ઓહ ..તો વો પેડ તો ઠીક થા ઉસકે ખેતમે લોચા થા યે બોલ ના ...’અનિકેત હસતા હસતા બોલ્યો

‘કયા આપ ભી ભાઈજાન..!!’ સંજીદા પણ હસવા લાગી.

‘ક્યા વો ચંદર કો પતા હે કી તુને યે સબ લફડા કિયા હૈ ?’

‘નહિ ભાઈ અબ ઉસકો પતા હો યા ના હો ક્યા ફર્ક પડતા હૈ?વો તો કિસી ઓર સે શાદી કરનેવાલા હૈ.’ નિરાશ વદને સંજીદા એ ઉત્તર આપ્યો."
અરે તું ફિકર મત કર અશ્ફાક કો આને દે વો ચંદર તો ક્યા ઉસકે બાપ કો ભી લેકર આયેંગે., તુને ઈશ્ક કિયા હૈ વો મજાક થોડી ના હૈ "અનિકેત પ્રેમથી સંજીદાના માથા પર હાથ મુકીને મક્કમતાથી બોલ્યો.

નર્સ આવતાં વાતોમાં ભંગ પડ્યો , એનો અણગમો સંજીદાના ચહેરા પાર સાફ દેખાતો હતો .

"સર પ્લીઝ આપ થોડી દેર કે લિયે બહાર જાયેંગે બડે ડોક્ટર સાબ રાઉન્ડમેં નીકલે હૈ.""
સ્યોર વ્હાય નોટ? બાય ધ વે યે કેન્ટીન કિધર હૈ બતાયેંગી આપ?"
અનિકેતે ભૂરા રંગનો એપ્રન પહેરેલી એ કેરાલીયન જેવી દેખાતી નર્સને પૂછ્યું.

‘યસ સર યે સીડીઓં સે નીચે જાકર લેફ્ટ કો જાના મિલ જાયેગી.’ પેલી કેરાલીયને બેધ્યાનપણે એની સામું જોયા વગર જવાબ આપ્યો.

કેન્ટીનમાં જઈ ને ચા સાથે ઈડલીની પ્લેટ મોકલવાનો ઓર્ડર કાઉન્ટર પર આપીને અનિકેતે એક ખુરશી પર બેસીને કેન્ટીનનું અવલોકન ચાલુ કર્યું અમુક ડોક્ટર અને અમુક નર્સિંગ સ્ટાફને માસ્ક ચઢાવેલા ફરતા જોઇને એ વિચારતો હતો કે હોસ્પિટલના નિયમો કડક હોવા જોઈએ એટલે જ આ લોકો માસ્કનું પાલન કરતા હશે.ચા પીતા પીતા બાજુના ટેબલ પર બેઠા બે ડોક્ટર એક નર્સની કામ વગર ખપાવતા હોય એવું લાગ્યું.જોકે નર્સ દેખાવમાં હતી જ એટલી સુંદર કે ડોક્ટર તો શું દર્દી પણ પ્રેમમાં પડી જાય.એ ડોક્ટર લોકોની વાતો પરથી એણે એવો ખ્યાલ આવ્યો કે શહેરમાં વધતી જતી ઠંડીને કારણે વ્યાપેલા ન્યુમોનિયાના વાઇરસથી બચવા આ લોકો માસ્ક પહેરીને ફરતા હતા.કેન્ટીનમાં બેઠેલા ઘણા લોકોની નજર પેલી નર્સ પર મંડાઈ હતી એમાં અનિકેત પણ બાકાત ન હતો એણે પણ બે ડોક્ટર વચ્ચે થી દેખાતી એ નર્સના રૂપનું પાન કરવાનું ચાલુ કર્યું.નજરમાં પેદા થયેલો વિકાર કોઈ ચોક્કસ સ્થાને પહોંચે એ પહેલા એને પ્રણાલી યાદ આવી ગઈ.પ્રણાલીને પોતાનાથી દુર કરવાનો વિચાર કોઈ રીતે શક્ય ન હતો એવું એ જાણતો હતો પણ આમ અચાનક એને કીધા વગર અહી આવી ગયા એ વાત જાણી એ પણ ગુસ્સે થશે એમ વિચારી એણે પ્રણાલીને ટેક્ષ્ટ મેસેજ કર્યો. ****

ઘેર પહોંચેલા અશફાકને જોઇને તેના અબ્બુના આંખમાંથી આંસુ નીકળી આવ્યા,થોડીવાર સુંધી કોઈ બોલ્યું નહિ,ફક્ત અશફાકનો માંસલ હાથ લબડી પડેલી ચામડી વાળા અબ્બુના હાથ પર ફરતો રહ્યો.પાણી લઈને આવેલી એની બુઆ એ શરૂઆત કરી કે "તું બસ તેરા હી સંભાલ, તુજે કહાં ફિકર હે તેરે અબ્બુકી,ઇતને બડે બેટે જિસકે ઘરમે હો, ઉસ ઘરમે અપને વાલીદ કો કિતના સુકુન હોતા હે ..!! ઓર આપ હે જો અપની મસ્તીમે હી હો."

એને વચ્ચેથી રોકતા અશફાકના અબ્બુ ધીમેથી બોલ્યા "તુજે મેંને મના કિયા થા ને .પર તુમ ભી કહાં સુનતી હો .., એ ક્યા મૌકા હૈ ગીલે શીક્વેકા ?"

અશ્ફાક હજુ કંઈ બોલે એ પહેલા તો એની બુઆએ ફરી મશીનગન ચાલુ કરી "ભાઈજાન યે આપકી વજહ સે હી હુઆ હે આપને હી બડેભાઈ કો વાદા કિયા થા સંજીદાકો અચ્છી જિંદગી દુંગા ઓર આપ હી મુકર રહે હો ....આજ વો મર જાતી કો ઉપર જાકર ક્યા મુંહ દિખાતે ...બતાઈયે મુઝે ..પઢાયા ઉસકા યે મતલબ થોડા હૈ કી અપની ઔલાદ હમારા કુછ સુને હી નહિ?"

"બુઆ આપ ઇત્મીનાન રખીયે હમ આરામ સે બાત કરેંગે આપસે,અભી અબ્બુ કો આરામ કરને દો." અશ્ફાકે પોતાનો આવેગ દબાવીને શાંતિથી જવાબ આપ્યો અને ત્યાંથી ઉભો થઇ બહાર જતો રહ્યો.

થોડીવાર બારીમાંથી મહોલ્લાની ચહલપહલ જોઈ રહ્યો કશું જ બદલાયું નથી આ મહોલ્લો,આ રસ્તા પરની ચહલપહલ,સામે આવેલી ‘જુલી’ જનાના સિલાઈની દુકાન પરની ભીડ અને ઘરમાં ઘુસેલી સંજીદાની શાદી વાળી બીમારી.બુઆને રસોઈમાં પોતાના કામમાં મશગુલ જોઈ અશ્ફાક પાછો અબ્બુની જોડે જઈને બેસી ગયો.અબ્બુ પ્રત્યેનો એનો લગાવ ક્યાંક પોતાના નિર્ણયને ઢંઢોળી ન નાખે એવી બીકે એણે અબ્બુને કહ્યું કે ‘અબ્બુ મેં કિસી ભી તરહ સંજીદા સે શાદી નહિ કર સકતા,મેંને ઉસે બચપન સે બહન કી નઝરસે દેખા હૈ.’

એટલામાં તો ફરી પાછળથી બુઆનો અવાજ આવ્યો "કયું નહિ કર સકતા ઉસમેં બુરાઈ હી ક્યા હૈ? હમને ભી તો મેરી રેહાના કી શાદી કી હે ઉસકી મૌસીકે બેટે વઝીર કે સાથ..કયું તુઝે નહિ માલુમ?"

"તો આપકો ક્યા મિલા આપકો મુઝે બતાઈયે??..વો રેહાના બિચારી દિમાગી બીમાર બેટે ઝુબેરકો સંભાલતી હૈ ઓર વો વઝીર નઈ રાની લેકર ઘૂમતા હૈ ..નહિ માલુમ ક્યાં આપકો?" અશ્ફકથી ગુસ્સામાં બોલાઈ ગયું.

"દેખો ભાઈજાન યે પઢાઈ કા નતીજા,અબ યે મુઝસે ભી જબાન લડાયેગા ક્યા?" બુઆએ અશફાકના અબ્બુ સામે ગુસ્સાથી જોઈ પૂછ્યું.

‘હા સચ બોલતા હું બુઆ રેહાનાકી પઢાઈ છુડાકર શાદી કર કે ઉસકી જિંદગીકો આપને હી દોઝખ બના દિયા હૈ ..કભી સર પે હાથ રખકર ઉસસે હી પૂછના ..મેરે સે જ્યાદા બુલવાઓ મત અબ.’ આટલું બોલીને બુઆ કશું બોલે એ પહેલા એ બોલ્યો કે ‘અબ્બુ મેં હોસ્પિટલ જા રહા હું ..કુછ કામ હો તો બતાઈયે આપ.....ઔર હાં આપકો બતા દેતા હું કી અબસે સંજીદાકી જિમ્મેદારી મેરી હૈ ..હો સકે તો મેં ઉસકો શહર ભી લે જાઉંગા ઉસકી જીંદગી મેં સંવારૂંગા ..કિસ તરહ સે ,વો ભી આપ સોચના છોડ દો ....મેં રાત કો વાપિસ આઉંગા તો મેરા દોસ્ત અનિકેત સાથ હોગા તો તબ યે સબ બહસ નહિ કરેંગે.
અશફાકના આવ્યા પછી એના અબ્બુમાં પણ જાણે સ્ફૂર્તિ વર્તાતી હોય તેમ બોલ્યા ‘બેટા હમારે શહરમે ન્યુમોનિયા કા કહર હૈ ઈસલીયે ખયાલ રખના હોસ્પિટલમેં,ઔર હો સકે તો ડોક્ટર કો પૂછ ભી લેના કી સંજીદા કો ઘર કબ લા સકતે હૈ? યે મહામારી કે માહોલમે જ્યાદા હોસ્પિટલમેં રહના મુનાસીબ નહિ.’

પોતાના ગુસ્સાથી ગ્લાની અનુભવતો હોય તેમ બુઆ સામું જોયા વગર અબ્બુને સલામ કરી અશ્ફાક ત્યાંથી હોસ્પિટલ માટે રવાના થઇ ગયો.****

અનિ નો મેસેજ વાંચીને તરત જ પ્રણાલીએ એને ફોન કર્યો ..કેટલીય ટ્રાય પછી નેટવર્ક મળતા ફોન જોડાયો .એને છોડીને જવા બદલ મીઠો ગુસ્સો એ કરી રહી .
યાર , પ્રની ..અહીં તો નેટવર્ક ઇસ સો રોટન . લૂક , આઈ થીંક એકાદ વિક તો મારે લખનૌ રોકાવું પડશે . ડુ મી એ ફેવર , યાર , તું મારા અપાર્ટમેન્ટ પર જઈને ફાઈનલ પ્રોજેક્ટની ફાઈલ થમ્બ ડ્રાઈવમાં છે એ ઈ-મેલ તો કરી આપ પ્લીઝ ..દોડાદોડીમાં એ લેપટોપ સાથે લેવાનું જ રહી ગયું .

બસ વાત અધુરી જ રહી ગઈ ..નેટવર્કને પણ આ બે પ્રેમીઓનું મળવું જાણે મંજૂર ના હતું .

અનિકેતના અપાર્ટમેન્ટમાં પ્રણાલી , અનિકેતને ઈ મેલ કરીને કોમ્પ્યુટર શટ ઓફ કરતાં એ બન્નેની આ જગ્યાની છેલ્લી મુલાકાત વિશે વિચારી રહી હતી . આ અનિ પણ કેટલો બેદરકાર , નીકળી ગયો અશ્ફાક સાથે ..., અનિ પરના માલિકીપણાનો ભાવ એનામાં રોષ જગાડી ગયો . અચાનક લેન્ડ લાઈન રણકી ઉઠી . અસંદિગ્ધ મનથી એણે રીસીવર ઊંચક્યું .

"હેલ્લો અનિ બેટા ..."

અવાજ સાંભળીને એક મિનીટ થડકી ઉઠી પ્રણાલી .."હલો .." આગળ ના બોલી શકાયું .
પણ હલો સાંભળતા જ એકદમ ખુશમિજાજી રણકા સાથે ભારતી બોલી ઉઠી ‘તું પ્રણાલીને ?પ્રણાલી તારું નામ જ મને એટલું ગમી ગયું કે મને થયું જ કે અનિની પસંદ છોકરી બાબતે તો શું નામ બાબતે પણ કેટલી અવ્વલ છે પણ બેટા તું પણ આ સંબંધ બાબતે સીરીયસ છે ને ?’ ’

હા આંટી.. કેમ અનિ સાથે તમારે વાત થઇ જ હશે ને, મારા કરતા તો સાચો જવાબ હવે એ આપી શકશે પ્રણાલીએ સામે શુષ્ક ઉત્તર આપ્યો,એ મનોમન વિચારી રહી હતી કે શું અનિકેતની બીમારી વિષે આ લોકો કશું જ નહિ જાણતા હોય.નહીતર પેરેન્ટ્સ એની તબિયત વિષે પહેલા વાત કરે પછી જ બીજી વાત કરે.મનોમન વિચાર કરતી પ્રણાલી સામેથી પુછેલા ભારતીના બીજા પ્રશ્ન વિષે બેધ્યાન હતી એટલે એ જવાબ જ ન આપી શકી .

‘હેલો પ્રણાલી ..આર યુ ધેર?’

એકદમ વિચારમાંથી જાગેલી પ્રણાલી બોલી’હા બોલો આંટી સોરી ...આઈ કાન્ટ હિયર ..વ્હોટ ડીડ યુ આસ્ક?’

‘બેટા, આન્ટી નહિ , હવે મમ્મી ... મેં તને એમ પૂછ્યું કે તમે બંને લાઈફ સાથે વિતાવવા માંગતા હોય તો હું તારા પેરેન્ટ્સ ને વાત કરું ...સો પ્લીઝ ગીવ મી યોર મોમ્સ નંબર ..આઈ વિલ ટોક વિથ હર ...મે આઈ ??’ભારતીનો આ ઉત્સાહ પ્રણાલીના મનમાં કેટલાય તુફાન જગાવી ચુક્યો.

ફરી ઊંડા વિચારમાં ગરકાવમાં થયેલી ત્યારે એટલું બોલી કે ‘હમમ ..હા ..આ ઈ વિલ સેન્ડ અ મેસેજ.‘અને ફોન મુકાઈ ગયો.

ફોન પરની આટલી ટૂંકી અને નિરુત્સાહી વાતચીતથી ભારતી ઓઝપાઈ ગઈ .બાજુમાં બેઠેલો હેરી બધું ચુપચાપ સાંભળી રહ્યો હતો.એ ફક્ત એટલું બોલી " હેરી,મને કશુંક એની વાતમાં ખૂટતું લાગે છે.જરૂર કઈક ગડબડ છે.કાલે ફરી અનિકેત સાથે વાત કરવી પડશે."

ઘર સુધી ડ્રાઈવ કરતા પ્રણાલી વિચારી રહી હતી કે હું શું જવાબ આપું કે એણે ઓલરેડી પ્રપોઝ કરેલું જ છે એમ,કે હવે એની માંદગી પછીના બદલાયેલા માનસિક ફેમીલી સમીકરણોનો ..???

પોતાના બેડરૂમમાં છત ઉપરના બંધ પંખા પર નજર સ્થિર કરી પ્રણાલી વિચાર કરતી રહી કે શું અનિ એટલો સાજો થઇ ગયો કે લખનૌ પહોંચી ગયો?શું એ એવો સાજો થઇ ગયો કે એની ખબર પણ એના પેરેન્ટ્સે ન પૂછી ?શું અશ્ફાક મારા કરતા પણ સારી રીતે એને રાખી શકે છે ?શું એ લોકોએ આવી તબિયતે ત્યાં જવા માટે ડેડીની સલાહ હશે ?શું મોમ મારી સંવેદનાને ક્યારેય સમજી શકશે ? સ્થિર પંખાની સાથે ચકરાવે ચડેલું મન ..ઓહ , હજી કેટલા ઝંઝાવાતોનો સામનો કરવાનો હશે એણે ? ...નહિ મોમ તો કોઈનું નહિ સાંભળે ..અનિ લખનૌથી આવી જાય એટલે ,કાયમ માટે એની સાથે રહેવા માટે દરેક સાથે લડી લેશે .ધવલ દંતાવલી નીચે મક્કમતાથી દબાયેલા ગુલાબી હોઠ પર ,એની જાણ બહાર સેંથીમાંના લાલ સિંદૂર જેવો ટશિયો ફૂટી નીકળ્યો હતો .. ...!!

WRITTEN BY CHETAN SHUKLA