ડર શા માટે ?
સ્વાતિ શાહ
ડર શબ્દ સાંભળતા જ વ્યક્તિ નાં મનમાં નિરાકાર ચિત્ર તૈયાર થઇ જતું હોય છે . ડર કહીએ કે ભય કે પછી બીક . સલોની નું મહિના કે દિવસ માં જેની ઉંમર ગણી શકાય તેવું નાનું બાળક ઘણીવાર ઊંઘ માં ઝબકતું જોયું ને પછી એકદમ તે બાળક રડવા લાગ્યું , તેનાં દાદી બોલી ઉઠ્યા ," ચોક્કસ ગયા ભવ ની કશુંક યાદ આવ્યું હશે તેથી ગભરાઈ ને રડ્યું . " હજીતો ભાખોડિયા ભરતાં થયું ને રસોડામાં કૂકર ની સીટી વાગતાં બાળક રડે તો કહે મોટાં અવાજ થી ડરી ગયું ... આમ વાતે વાતે ડર લાગ્યો શબ્દ આવી જાય . ક્યારેક અવાજ નો ડર તો ક્યારેક કોઈ ખરાબ વિચાર આવી જાય અને તે સાચો પડે તેનો ડર . બાળક હજુ નાસમજ હોય અને એને ડર શબ્દ ની ઓળખ કરાવવામાં આવે ."રાતે વહેલા નહી ઊંઘે તો બાવો આવશે , એકવાર અનુ બહુ રડવા ચડી તો મીના કહે , " ચુપ થઇ જા નહીતો દાદા એક થપ્પડ લગાવી દેશે ." આમ દાદાની પણ બીક બતાવી ને ડરાવવા નું ચાલુ !!!!
જેમજેમ ઉંમર વધે તેમતેમ ડરાવવા નાં પ્રકાર બદલતાં જાય . શાળાએ જાય એટલે શિક્ષક નાં ડરનો ઉમેરો થાય . આગળ વધતાં પરીક્ષા , પિતા,પરમેશ્વર વગેરે નાં ડરનો ઉમેરો ...ડર બતાવવા માટે પરમેશ્વર ને પણ નથી છોડવામાં આવતાં ,"આમ કહ્યું નહિ કરે તો ભગવાન નારાજ થઇ જશે . " આમ મનુષ્ય નાં જીવન માં ડર ની intarodaction કરાવવા માં આવતી હોવાનું લાગે !! જો જે ગલીમાં સંભાળી ને જજે પેલું કુતરું બધાં બહુ ને કરડે છે . " આવાં સૂચન સાંભળી થાય અત્યારસુધી અવાજ અને માણસો થી ડરાવવા માં આવતાં તેમાં હવે પ્રાણી નો ડર બતાવવો શરુ .ને ધીમે ધીમે ડર રૂપી રાક્ષસ મગજમાં એક સ્થાન ધારણ કરે છે .અને શરુ થાય ડર સાથેની ઘનિષ્ટતા .
જેમેજેમ સમજ આવે તેમ તેમ ઓળખ થયેલાં ડર ની વ્યાખ્યા પણ બદલાય . જે કુકરની સીટીનાં અવાજથી ગભરાતી હતી તેનાં જીવનમાં એ કાર્ય તો રોજનીશી માં લખાઈ ગયું . રોજ સવારે હવે પોતે કુકર ચડાવે ત્યારે એજ સ્ત્રી કુટુંબનાં સભ્યો માટે ખુબ પ્રેમથી તે કાર્ય કરતી થઇ જાય . બાળપણમાં શાળાની પરીક્ષાનાં ડરનું સ્થાન હવે નોકરીમાં બોસ નાં ગુસ્સાએ લીધું કે પછી સમાજ વિરુધ્ધ પ્રેમલગ્ન કરી સમાજ માં કેવું લાગશે તેનાં ડરે લીધું !!!
કોઈને કોઈ પ્રકારે ડર થી પીછો છુટતો નથી . પછી એ નારાજગી રૂપે હોય કે પ્રેમમાં પણ હોય . પતિ વિચારે કે આમ કરીશ તો પત્ની નો ખોફ વહોરવો પડશે ને તે વિચાર માત્રથી ડરી જાય , અને પત્ની પણ વિચારે કે આજે પતિની આંખમાં નારાજગી છે તો શું પોતાનાંથી કંઈ ખોટું થયું હશે ને એ આંખ નો પણ ડર લાગે .
આપણે અત્યાર સુધી જે ડરની વાત કરી તે કોઈ ને કોઈ પ્રકારે બીજા દ્વારા જન્માવેલા ડરની , પછી એ નિર્જીવ વસ્તુ ની હોય કે જીવિત વ્યક્તિ ની !!! પણ ઘણીવાર સ્વાનુભવે પણ ડર નો અનુભવ થતો હોય છે જે કદાચ પ્રાણી અને પક્ષી નાં જીવનને જોતાં સચોટ લાગે .ક્યારેક આપણા ઘરમાં માળો કરી ઈંડા મુકાયેલા હોય અને એમાં થી બચ્ચાં નો જન્મ થાય ત્યાંથી માંડી ને તે બચ્ચાં ઉડીને જાય ત્યાં સુધી પ્રક્રિયા ક્યારેક જોશો તો તેનો ખ્યાલ આવશે , એનાં ઉપરથી આપણને પણ શીખ મળે છે . રસોઈ કરતાં ક્યારેક હાથ દાઝ્યો હોય તો તે સ્વાનુભવે જન્મેલાં ડર નાં દાયરા માં આવે .
આમ આપણે બીજાં દ્વારા જન્માવેલા ડર ની , સ્વાનુભવે થયેલા ડરની વાત કરી , નિર્જીવ નાં ડરની તો જીવંત વ્યક્તિ નાં ડરની વાતો કરી . એવી કોઈ ભાગ્યેજ વ્યક્તિ હશે કે જે આ ડરના સકંજા માંથી છુટી શકે .જેમજેમ પરિપક્વતા આવે તો પણ મગજ માં ઊંડા થોપયેલાં એ ડર કેટલાં અંશે સાચો છે કે ખોટો એવું વિચારનારા કેટલાં !!!
કારણકે પરિપક્વતા એ પહોચ્યાં ત્યાંસુધીમાં ડર શબ્દ સાથે હજી એ આવડત ના હિસાબે સાચ્ચા ડર અને કૃત્રિમતા નાં ડર ... હવે પરિપક્વ ઉંમર નો માણસ ઘણી પ્રકારના ડર માંથી બહાર તો આવ્યાં છે , પરંતુ પોતેજ કરેલાં કાર્યો નાં ફળસ્વરૂપે સમજીને તે ડરની બહાર નીકળવું જ હિતાવહ સાબિત થાય .આ લેખ લખતી વખતે મનમાં થાય આ ડરની વાત વ્યવસ્થિત વિચાર માંગીલે છે . ડર નાં જન્મ વિશેની ઘણી માહિતી આપણને નજરો નજર જોવા મળે છે તો હવે આ ડર નામનાં નાગિરક ને અનામત અપાવી અને દરેક લોકો નિર્મળ તા થી સ્વીકાર કરી લે અને એ આપણી ઉપર હુકમ કરે તે કેમ ચલાવી લેવાય ...
હા અમુક ડર રાખવો જરૂરી છે .જેમકે પોતાના આત્માથી ડરવું જરૂરી છે .ડર વ્યકિતની પ્રગતિ માં અડચણ પેદા કરી શકે છે ,અવરોધરૂપ થાય છે.ડરનું હોવું સમસ્યા નથી પણ ડરથી ડરવું એ મોટી સમસ્યા છે .
ઘણા લોકો કહે,હવે આ અમુક ડર મોત સાથે જ જશે !!" પણ એટલું બોલતી વખતે મોત નો ડર તો સતાવતો જ હોય છે . આમ ડર જન્મ થી તે મરણ સુધી જોડાઈ રહ્યો છે તે શું એમનેમ જવાનો ??
ઘણાં બધાં ડર સાથે માણસની ઉંઘ હરામ થઇ જાય છે .હાલતાં ચાલતાં સબ્કોન્શીય્સ મગજમાં ભય અથવાતો જેને આપણે ડર કહીએ છીએ તે પજવતો રહે છે .તે પ્રકારના લોકો એ મનોચિકિત્સકો ની સહાય લઈને પણ એ પરિસ્થિતિ માંથી બહાર આવવું જોઈએ .મજબુત મનોબળ કેળવવાની જરૂરિયાત વધતી જાયછે .
આ ડરનું નિરાકરણ લાવનાર એકજ શક્તિ ... આપણો પોતાનો આત્મા . જો એકવાર આ ડરની કેસ ફાઈલ પોતાના અંતરાત્માને કરી દેવાની ... જેથી એકદમ સાચો માર્ગ મળશે ..પણ આજકાલનાં માણસો એવી દુનિયા માં છે કે તેઓ હવે પોતાનાં આત્મા થી પણ ડરતાં ના હોય અને આત્માનું કહેલું અવગણી ને ચાલવાની આદત પર એક ગુરુર રાખતા હોય છે .
પહેલા આત્મા ને સ્વચ્છ કરી તે જે આદેશ આપે તેમાં શ્રધ્ધા પૂર્વક આસ્થા અને સજાગતા રાખીએ તો આ ડર રૂપી રાક્ષસ થી છુટકારો મેળવી શકાય .આપણી આજુબાજુ જોઈએ તો આત્માનો સચોટ અવાજ સાંભળનારા કેટલાં ?
સંત મહાત્મા જેમ કહેછે કે મનોબળ મજબુત કરો અને ડરો તો પોતાની જાત થી ડરો .બાહ્ય ભય રાખી રોજ બલીના બકરાં જેવી જીન્દગી છોડી વનરાજની જેમ ઊંચાં મસ્તકે જીવો .
મનુષ્ય પરમેશ્વર નો અને પોતાના આત્માનો ડર ખાલી રાખે તો તેને બધા ડર થી છુટકારો મળે .... ઘણીવાર ડર ના ફાયદા પણ થતાં હોય છે ..આ વિષય તો જેટલો છીણવો હોય તેટલો વિસ્તાર પામે . પરંતુ અંતે તો જો કોઈ પણ પ્રકારના ડર માંથી બહાર આવવું હોય તો જાતે આત્મા ને સ્વછ કરી શરૂઆત કરીએ તો યોગ્ય ફળ મળશે . આત્મા ને પવિત્ર રાખો તો બધો ડર નાશ પામશે .
સ્વાતિ શાહ
swatimshah@gmail.com
9429893871.