સાજીશ (ભાગ-૩)
(અત્યાર સુધી.....
(સ્નેહા અમદાવાદ થી રાજકોટ માં વૃંદાવન સોસાયટીમાં રહેવા આવે છે, પણ સ્નેહા ખૂબ જ ઉદાસ રહેતી હોય છે, અવારનવાર જૂની યાદો માં ખોવાયેલી રહેતી હોય છે. અમદાવાદ માં કોલેજ માં એની મુલાકાત મૌલિક નામ ના એક છોકરા સાથે થાય છે, જે પોતે પણ કોલેજ માં નવો આવેલો હોય છે. મૌલિક સાથે ની મુલાકાત પછી સ્નેહા મૌલિક તરફ આકર્ષાય છે.)
હવે આગળ....
પ્રોજેક્ટ સબમિટ કરી સ્નેહા અને પાયલ કેન્ટીન તરફ જાય છે ત્યાં બેસી સ્નેહા પૂરી ડીટેલ માં વાત કરે છે. સ્નેહાને પહેલી વખત આવો રોમાંચક અનુભવ થયો હતો. એ દિવસે રાત ના ૧૨ વાગ્યા છતાં સ્નેહા ની આંખો માં ઊંઘ ન હતી. બસ એ મનમોહક છોકરો કોણ હતો પહેલા તો ક્યારેય એને કોલેજ માં જોયો નથી. એવા વિચારો માં ખોવાયેલી હતી. જાણે કેમ પણ સ્નેહા ને મૌલિક તરફ આકર્ષણ થવા લાગ્યું હતું. કાલે વહેલા કોલેજ પહોચી ને એને થેન્ક્સ કહીશ એવું વિચારી સ્નેહા સુઈ જાય છે.
બીજા દિવસે કોલેજ માંથી છૂટ્યા પછી સ્નેહા એની ફ્રેન્ડસ સાથે કેમ્પસ માં વાતો કરતી હોય છે આમ તો સ્નેહા કોલેજ પછી સીધી ઘરે જ જતી હોય છે પણ આજે વાત કઈક અલગ જ હતી. સ્નેહા ઉભી તો દોસ્તો સાથે હતી પણ એની નજર કોલેજ માં થી બહાર આવતા સ્ટુડેંટ પર હતી, અચાનક સ્નેહા ની નજર મૌલિક પર પડે છે. અને સ્નેહા મૌલિક તરફ આગળ વધે છે.
“હાય” સ્નેહા મૌલિક તરફ હાથ લાંબો કરતા કહે છે.
“હેલ્લો” મૌલિક હાથ મિલાવે છે.
“મારું નામ સ્નેહા છે.”
“હું મૌલિક “
“થેંક યુ મૌલિક કાલ માટે મારું ધ્યાન જ નતું. હું થોડી ઉતાવળ માં હતી.”
“ ઇટ્સ ઓકે સ્નેહા, સાચું કહું તો મારું પણ ધ્યાન નહતું.” બને હસે છે.
“તો હું નીકળું... બાય ” કહી મૌલિક ત્યાંથી જતો રહે છે. સ્નેહા પણ હાથ હવા માં ઉંચો કરી બાય કહે છે.
દુર થી પાયલ સ્નેહા અને મૌલિક ને જોતી હોય છે. મૌલિક ના ગયા પછી પાયલ સ્નેહા પાસે આવે છે.
“શું વાત છે મેડમ ?” પાયલે કહ્યું.
“કઈ વાત નથી” સ્નેહા એ કહ્યું.
“તો આખી કોલેજ ને પોતાના ઇશારા પર નચાવા વળી કોને ઇશારા કરી રહી છે?” પાયલે પૂછ્યું.
“એવું કઈ નથી, આ તો મૌલિક હતો કાલે સીડી પર પડતા પડતા એણે જ બચાવી હતી એટલે ખાલી હાય હેલો...બીજું કઈ નથી.” સ્નેહા એ કહ્યું.
“છોકરાઓ થી દુર ભાગવા વાડી ક્યાર થી હાય, હેલો કરતી થી ગઈ.”
“કઈ નહિ ચાલો ઘરે જઈએ.” સ્નેહા એ કહ્યું. અને બને ઘર તરફ જવા નીકળે છે. પણ હકીકત માં સ્નેહા ધીરે ધીરે મૌલિક ને પસંદ કરવા લાગે છે. ધીરે ધીરે સ્નેહા અને મૌલિક ની દોસ્તી થાય છે. બંને કોલેજ થી છુટ્ટી ને ક્યારેક કેન્ટીન માં નાસ્તો કરવા તો ક્યારેક પિક્ચર જોવા સાથે જતા હોય છે. ક્યારેક કાંકરિયા તળાવ પર ફરવા જાય છે. મૌલિક સમજદાર હતો તેમ છતાં તે પણ સ્નેહા તરફ આકર્ષાવા લાગ્યો હતો. પણ સ્નેહા અને મૌલિક ને ક્યાં ખબર હતી કે આતો માત્ર આકર્ષણ જ હતું. તરુણાવસ્થા માંથી જવાની ના ઉંબરે આવી ને ઉભેલા બંને વચે આવું થવું કઈ નવાઈ ની વાત નહતી.
મૌલિક એક દિવસ કોલેજ થી ઘર તરફ બાઈક પર જતો હોય છે ત્યાં જ અચાનક એક મારુતિ વેન મૌલિક ના રસ્તા વચ્ચે આડી આવી ને ઉભી રહી જાય છે. મૌલિક અચાનક આવેલી વેન ને જોઈ ને જોરદાર બ્રેક લગાવે છે, છતાં બાઈક વેન થી ભટકાતાં માત્ર ૧ ફૂટ દુર રહે છે. વેન કાળા કલર ની હોય છે અને કાંચ પર પણ કાળા કલરની ફિલ્મ લગાવેલી હોવાથી મૌલિક જોઈ નથી સકતો ક અંદર કોણ બેઠું છે. ત્યાં વેન નો દરવાજો ખુલે છે અને એક જાડો માણસ નીછે ઉતરે છે. જોવા માં એકદમ સાઉથ ઇન્ડિયન જેવો હોય છે. મૌલિક નો હાથ પકડી ને કહે છે.
“ભાઈ ને તુમકો બુલાયા હે ચલો અભી કે અભી”
“કોન ભાઈ” મૌલિક એ કહ્યું.
“વો તુઝે વહા ચલકે પતા ચલ જાયેગા.”
મૌલિક એનું બાઈક બાજુ માં આવેલી એક દુકાન પાસે પાર્ક કરી ને વેન માં બેસી જાય છે. પંદર થી વીસ મિનીટ પછી વેન એક વેરણ ખુલ્લી જગ્યા માં આવેલ જૂની લગતી બંધ પડેલી ફેક્ટરી પાસે આવી ને ઉભી રહે છે. ફેક્ટરી નો ૮-૧૦ ફૂટ મોટો લોખંડ નો દરવાજો ખુલ્લે છે. અને વેન ફેક્ટરી માં દાખલ થાય છે. વેન ફેક્ટરી માં આવેલા મોટા ખુલ્લા મેદાન માં ઉભી રહે છે. વેન માંથી ૫ વ્યક્તિ ઉતરે છે, મૌલિક અને ૪ ગુંડા જેવા લોકો. મૌલિક જુએ છે. ફેક્ટરી ની આગળ ખુલ્લી જગ્યા હતી જેમાં પંદર થી વીસ ગાડીઓ આરામ થી પાર્ક થી શકે. અને એની ચારે બાજુ મોટી દીવાલ ની કિલ્લેબંધી હતી, સીધા આગળ વધતા ફેક્ટરી નો દરવાજો હતો. અંદર ગોડાઉન જેવી ખુલ્લી જગ્યા હતી જ્યાં ટ્રક આસાની થી અંદર આવી શકે. ત્યાં થી આગળ એક સીડી હતી જે ઉપર ના બે માળ સુધી જતી હતી. પહેલા માળે ચાર પાંચ જાણ હાથ માં બંદુક લઇ ને ઉભા હતા. અને ઉપર ના બીજા માળે એક શાનદાર કાંચ ની કેબીન બનેલી હતી જે બોસ ની ઓફીસ હતી. મૌલિક ને એક માણસ બોસ ની ઓફીસ પાસે લઇ જાય છે. તે વ્યક્તિ બારે ઉભો રહી ને મૌલિક ને અંદર જવા નો ઈશારો કરે છે. અહી પણ કાંચ ની દરવાજાઓ પર ફિલ્મ લાગેલી હોવાથી બહાર થી અંદર જોવું અશક્ય હતું. જયારે અંદર થી બહાર શું ચાલી રહ્યું છે એ જોઈ શકાતું. મૌલિક દરવાજો ખોલી અંદર આવે છે. અહી એક વ્યક્તિ ઉભી હોય છે. અને બીજી વ્યક્તિ ટેબલ ની બીજી તરફ શાનદાર ચેર માં બેઠી હોય છે. મૌલિક સમજી જાય છે કે આ જ બોસ છે. પણ બોસ ચહેરો ઉલટી દીશા માં હોવાથી મૌલિક ને માત્ર પીઠ જ દેખાતી હતી. બાજુ માં ઉભેલી વ્યક્તિ બોસ નો પી.એ. હોય છે. પી.એ. મૌલિક ને સામે રહેલી ચેર માં બેસવા કહે છે. મૌલિક ચેર માં બેસે છે.
“હા, તો મૌલિક અહી પહોચવા માં કોઈ તકલીફ તો નથી થઇ ને?” બોસે કહ્યું.
એક જાડો અવાજ મૌલિક ના કાને સંભળાયો. અવાજ પર થી જ એ વ્યક્તિ નો રૂઆબ છલકતો હતો, એ વ્યક્તિ બોસ હતી એમાં કોઈ શક ન હતો.
“ના સર, કોઈ તકલીફ નથી થઇ” મૌલિકે કહ્યું. મૌલિક ના ચહેરા પર આશ્ચર્ય હતું.
“ગુડ.....વેરી ગુડ.”
“પણ સર તમને મારું નામ.......”
“હા..હા...હા... નામ શું તારી જન્મકુંડળી પણ અમારી પાસે છે.” બોસે હસતા હસતા કહ્યું.
મૌલિક હજી એજ વિચારતો હતો કે એને શા માટે અહી લાવવા માં આવ્યો છે. પણ મૌલિક ને ક્યાં ખબર હતી કે એ એક ભયાનક સાજીશ માં ફસાવા જઈ રહ્યો હતો.
ક્રમશ)
બોસે મૌલિક ને શા માટે બોલવ્યો હતો જાણવા માટે વાંચતા રહો સાજીશ. અને તમારા રીવ્યુ જરૂર થી આપશો.
તરુણ વ્યાસ. મો. ૯૦૩૩૩૯૦૫૦૭
mail. vyas.tarun@yahoo.com