Hu Gujarati-17 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati-17

Featured Books
Categories
Share

Hu Gujarati-17

હુંુ ગુજરાતી - ૧૭

“સ્ટોરીની સાથે વળગી રહેવું હાન્સ ટેરીફિક ઝીમરની સ્ટાઈલ છે”

હર્ષ પંડ્યા

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Matrubharti.

Matrubharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

• એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બૂચ

•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

•કૌતુક કથા - હર્ષ પંડયા

•માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

•સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

•બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

•લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એડિટરની અટારીએથી...

હોળી ગઈ અને ગરમી આવી. અરે ના! બે મિનીટ ઉભા રહો. ૠતુ આ વખતે રસ્તો ભૂલી ગઈ હોય એમ લાગે છે. એકજ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ૠતુઓનો એકસાથે થતો અનુભવ આપણને ચકરાવે ચડાવી દે છે. સ્વેટરો માળીયે માંડ માંડ મુકાયા હતાં ત્યાં તો છત્રી ઉતારવા જેવું થઈ રહ્યું છે. ફેસબુક પર કવિઓ પણ આ વાતાવરણની અસરમાં જોરમાં આવી જીને મૌસમને ઈન્સાનની જેમ જ બેવફા હોવાના ઉપનામો આપી રહ્યા છે. કમોસમી વરસાદ પડવાને લીધે ખેડૂતો તરફથી અત્યારથી જ પાક નિષ્ફળ જવાને લીધે ભાવ વધારો આવશે એવી ચીમકી અપાઈ ગઈ છે.

ઉનાળાની ૠતુમાં અતિ પ્યારી પ્યારી લગતી કેરીમાં પણ આ વખતે ભાવવધારાની ખટાશ ઉમેરાશે એવું કહી દેવામાં આવ્યું છે. મૌસમના આમ કરવા પાછળ આપણે જ જવાબદાર છીએ એની આપણને બધાંને જાણ છે જ, પણ હવે શું? બસ હવે તો એકજ રસ્તો છે કે જે થાય છે એને સ્વીકાર કરો. તકલીફ પડે તો એનાથી ટેવાવાની કોશિશ કરો. કારણકે મૌસમતો એનો મીજાજ જારીજ રાખવાનું છે તો પછી આપણેજ કુદરતની આ લીલાનો સ્વીકાર કરવો રહ્યો. એવીજ રીતે જેવી રીતે આપણે જીવનના અમુક સંજોગોનો સ્વીકાર કરતાં આવ્યા છીએ. બીજું કામ આપણે એ કરી શકીએ કે આપણાથી બને તેટલું પર્યાવરણને ઓછું નુકસાન થાય એવી કોશિશ કરીએ અને બીજા બે-ત્રણ મિત્રોને આ બાબતે સમજાવીએ. બાકી આપણી હાયવોયની ન તો મૌસમને પડી છે કે ન તો ઉપરવાળાને એટલે જો આ બંને પોતપોતાનું કામ કરે જતાં હોય તો આપણે તો પામર જીવ....

ટીમ હું ગુજરાતી તરફથી ખુબ શુભેચ્છાઓ .

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

રે એક છોકરો છે સાવ પાગલ.

રે એક છોકરો છે સાવ પાગલ.

ચાલીસથી નીકળેલાં ચહેરાની જુરીઓમા બિટવીન ધી લાઈન્સ એ વાંચે,

માથાની લટની આછી સફેદી એને નભની સિલ્વર લાઈન ભાસે.

રે હવે રહી રહીને થઈ ગ્યો છે ઘાયલ.

રે એક છોકરો છે સાવ પાગલ.

છોકરીનું સમજોને, એવું જ છે કાંઈક.

માથાની મહેંદીથી પાછી હથેળીઓ રંગવાને કાંઈક ઝાવાં નાખે,

ચાલીસથી નીકળેલી છોકરીને સથવારે સત્તરનાં સપનાંઓ નાચે.

રે એના ટહુંકામાં ખનકે છે પાયલ.

રે એક છોકરી પણ થઈ ગઈ છે ઘાયલ.

અડધાં ખૂલેલાં આ બારણાની આડાશે દૂર રહી આંખોથી હસતાં,

દરિયાની ભરતિમા ભળવાને મથતાં પણ પાછાં કિનારેથી ખસતાં.

એણે પરપોટે બાંધ્યાં છે વાદળ,

પછી અંતરને સીંચે છે ઝાકળ.

રે એક છોકરો છે સાવ પાગલ.

રે એક છોકરી છે સાવ પાગલ.

ગોપાલી બુચ.

રણઝણતું,ખળખળતું ગીત.આમ તો આવુ લખુ એટલે વહુના વખાણ વહુ જ કરે એમ કહેવાય.પણ કબુલ તો કરશો જ ને કે ચાલીસી વટાવી ગયા પછી પાછોતરા વરસાદ જેવો આ પ્રેમ આમ તો આવો જ હોય્‌.

ચહેરા પર ચરબીની સાથે સાથે કરચલીના થર પર મઢાતા જતા હોય ત્યારે કોઈ ચહેરાને વાંચી જાણે તો સાલુ,સારૂં તો લાગે જ.એમા પણ આ એવો સમય છે જ્યારે ઘર(વાળા)નુ ધ્યાનાપણા ચહેરા સામે ઓછુ અને બારી કે બારણાની બહાર વધું રહેતુ હોય છે. એવુ ના હોય તો એની મુંડી ઓફિસની ફાઈલો અને પાસબુકમા હોય .જો કે હવે મોબાઈલ અને લેપટોપ પણ એમા આવરી લેવાના.ઍનીવે,પણ આવે સમયે જો કોઈ નહી કહેવાયેલી વાતો વાચી જાણે તો ભાઈ એની મજા કાંઈક જુદી જ છે.

નૌટી એટ ફોર્ટી,કે લાઈફ બિગીન્સ ઍટ ફોર્ટી વાળી વાત થઈ આ તો.પણ ચાલીસી ઉતર્યા પછી જીવનના અનુભવો એ માથામા સફેદી સાથે અનુભવોની સમૃધ્ધિ પણ આપી જ દીધી હોય છે.લાઈફમા સૅટલ્ડ થઈ ગયા પછી એ પોતાના માટે જીવવાનો પડાવ હોય છે.(અફકૉર્ઝ,જવાબદારીઓ સાથે)ત્યારે અજાણતાં જ ક્યાંક આવી બિટવીન્સ ધી લાઈન્સ વાંચવાં મળી જાય ત્યારે ચાલીસનો ભાયડો પાગલ છોકરૉ તો બની જ જાય.(એ સારૂં કે ખરાબ એની મથામણમા નથી પડતાં.મારે તો માત્ર ગીત પુરતું જ કહેવું છે.માતે નૈતિકતાની કાગારોળ ન મચાવવી)પછી તો એને સામેવાળીના માથાની લટમા આકાશી સિલ્વર લાઈન દેખાવાની જ.એ પછી એક કાલ્પનિક જીવન શરૂ થાય છે.

જેટલું જીવનનું સત્ય પુરૂષોને લાગુ પડે છે એટલું જ સ્ત્રીને પણ લાગુ પડે છે. સૌંદર્યને સજાવવું એ તો ઈવના જમાનાથી એનાં જીન્સમા રહેલું છે.એમા એને ચહેરાના સળને સુલજાવવા વાળો મળે તો એની શું દશા થાય !ફોર્ટી વાળી બધી જ વાતો એને પણ સ્પર્શતી તો હોય જ છે.એક સમજદાર સ્ત્રીમા એક સત્તરની અલ્લડ યૌવના ક્યારે આવીને ગોઠવાઈ જાય છે એની એને પણ સમજણ નથી પડતી.જીવનની ઘણી જવાબદારીથી મુક્ત થઈને એકલતાની અવઢવ વચ્ચે એ પોતાની જાતને ફંફોસતી હોય છે.

આ એકધારા રૂટિનથી સર્જાતો ખાલિપો ભરવાની વાત છે.વિજાતિય આકર્ષણ છે ,પણ સાથે સમજદારી પણ પુર્ણ છે.એટલે જ બન્ને દુર રહીને મનના જરાક ખૂલેલાં બારણામાથી ડોકિયું કરીને હસી જાય છે.આપણા માટે ક્યાંક કોઈક દુર દુર પણ હસી રહ્યું છે એ અહેસાસ પણ ઉમરના આ પડાવને ખેંચી નાખવાનું જોર આપી જતુ હોય છે.અને એટલે જ વારંવાર તણાઈ જવાના અવસર હાથવગા હોવા છત્તાં કિનારેથી બન્ને પાછા વળી જાય છે.જેમ દરિયો શક્તિવર હોવા છત્તાં કિનારો નથી લાંઘતો એ જ રીતે પાગલ છોકરો અને છોકરી બન્ને વહે રાખે છે.

બન્નેનુ સામર્થ્ય તો જુવો કે હવાની નાની અમથી લહેરખીથી પણ ફુટી જાય એવા પરપોટામા એમણે ગોરંભાયેલાં વાદળ બાંધ્યા છે.અને વાદળ સાવ હાથમા હોવા છતા ઝાકળથી અંતર સીંચે છે.

સાચે જ આ પાગલપન જ છે.કદાચ આને જ દિવાનગી કહેતા હશે, ફરી કહેવાનુ મન થાય કે...

"તુ પણ સમજે ,હું પણ સમજુ,સજ્યા સમજણના સથવારાં,

મનભર મોસમ ક્યા માણીશું,મૌનમા થોડી વાતો દઈદે.

કાચો દઈદે,પાકો દઈદે,રસભર રંગ રાતો દઈદે.....

ગોપાલી બુચ.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કુન ફાયા કુન

જરા વિચારો. બેટમેન બિગીન્સ, ડાર્ક નાઈટ, ડાર્ક નાઈટ રાઈઝીસ, ઈન્સેપ્શન અને ઈન્ટરસ્ટેલરમાં કોમન શું છે? હોલીવુડ મુવીઝ ના રહુડીયા મિત્રો તરત કહેશે. ‘અલ્યા, એટલીય ખબર નથી? આ ક્રિસ્ટોફર નોલનની બનાવેલી ફિલ્મો છે.’ એગ્રી, ઉપર કહી એ તમામ ફિલ્મોમાં હજુ ય એક વસ્તુ કોમન છે. કહું? વેલ, એ નામ છે હાન્સ ઝીમર. યેસ્સ, આજે કૌતુક કથામાં આ ધુરંધર કમ્પોઝરની નેવરબિફોર માંડેલી વાત કરીએ.

થ્રી ઈડિયટ્‌સ ની ભાષામાં કહીએ તો આ ઈડિયટે સંગીતની ફોર્મલ તાલીમ લીધી જ નથી. કોઈ ફેરફાર અનુભવાય છે તાલીમ નથી લીધી તો? આવા સવાલના જવાબમાં બાપુ ફરમાવે છે કે ર્“ંહર્ હી રટ્ઠહઙ્ઘ, ૈં િીખ્તિીં ર્હં રટ્ઠદૃૈહખ્ત ર્કદ્બિટ્ઠઙ્મ ંટ્ઠિૈહૈહખ્ત, હ્વેંર્ હ ંરીર્ ંરીિ રટ્ઠહઙ્ઘ, ૈં ંરૈહા ૈં દ્બટ્ઠાીજ દ્બી જઙ્મૈખ્તરંઙ્મઅ ઙ્મીજજ ઙ્ઘૈઙ્ઘટ્ઠષ્ઠૈંષ્ઠ ટ્ઠર્હ્વેં દ્બેજૈષ્ઠ. ૈં ષ્ઠટ્ઠહ ર્ખ્ત કર્િદ્બ ેહા ખ્તેૈંટ્ઠજિ ર્ં મ્ટ્ઠષ્ઠર ૈહર્ હી ર્જુર્. ડ્ઢેાી ઈઙ્મઙ્મૈહખ્તર્ંહ જટ્ઠૈઙ્ઘ ૈં િીટ્ઠઙ્મઙ્મઅ ુીઙ્મઙ્મઃ “્‌રીિી ટ્ઠિીર્ હઙ્મઅ ૨ ંઅીજર્ ક દ્બેજૈષ્ઠઃ ર્ખ્તર્ઙ્ઘ દ્બેજૈષ્ઠ ટ્ઠહઙ્ઘ હ્વટ્ઠઙ્ઘ દ્બેજૈષ્ઠ.” ૈં ર્ઙ્ઘહ’ં રટ્ઠદૃી ંરી ુીટ્ઠર્હજર્ ક ર્કદ્બિટ્ઠઙ્મ દ્બેજૈષ્ઠટ્ઠઙ્મ ંટ્ઠિૈહૈહખ્ત, ર્જ ંરી ટ્ઠઙ્ઘદૃટ્ઠહંટ્ઠખ્તી ર્કિ દ્બી ટ્ઠજ ટ્ઠ કૈઙ્મદ્બ ર્ષ્ઠદ્બર્જીિ ંરટ્ઠં ૈં ષ્ઠટ્ઠહ િીટ્ઠઙ્મઙ્મઅ રટ્ઠહખ્તર્ હ ર્ં ૈજ ંરટ્ઠં ૈં રટ્ઠદૃી ંરી ર્કષ્ઠેજ ટ્ઠહઙ્ઘ ટ્ઠદ્બ ટ્ઠહ્વઙ્મી જંટ્ઠઅ ૈહ-ઙ્મૈહી ુૈંર ંરી જર્િંઅ.” (ર્જીેષ્ઠિીઃ છહજુીિર્ હ ર્ઊેટ્ઠિ.ર્ષ્ઠદ્બ ખ્તૈદૃીહ હ્વઅ રૈદ્બજીઙ્મક))

પુરા નામ હાન્સ ફોર્લિયન ઝીમર. નોલન સાથે તો હમણાં થોડા વર્ષોથી આ જર્મન કમ્પોઝરે કામ શરૂ કર્યું છે પણ બાપુ ફિલ્ડના ઘણા જુના ખેલાડી છે. આમ ૈંસ્ડ્ઢમ્ પર કે ઉૈૌીઙ્ઘૈટ્ઠ પર એમના વિષે વાંચો તો ખબર પડે કે આ માણસ આટલું બધું સર્જન કઈ રીતે કરી શકતો હશે? એ પણ ફોર્મલ ટ્રેનીંગ વગર? પણ ત્યારે આપણને આપડો રહેમાન દેખાય છે. એ ય આવો જ ધૂની સર્જક છે જેને સાંભળી સાંભળીને આપણે સૌ ત્રીસીએ પહોંચવા આવેલા અને એની પહેલાની આપણા મોટા ભાઈ-બહેનોની પેઢી સહીત મોટા થયા છીએ. પહેલા જ સ્પષ્ટતા કરી દઈએ માય લોર્ડ કે આપણે રહેમાન અને ઝીમરને સરખાવવા માંગતા નથી. બેય એમના ફિલ્ડના બાહોશ સંગીતકારો છે. બેય પાસે રીસર્ચનું ઊંંડાણ અને અનુભવ છે, તગડો એટલે બહુ તગડો ફેનબેઝ છે અને દુનિયા આખીમાં ભરપુર આદર આપતા એમના જ કલીગ્સ અને સર્જકો છે. એટલે બહરહાલ, આપણે ઝીમરબાપુની મહેફિલ જમાવીશું. રહેમાન માટે તો આપણને ધાંય ધાંય ગર્વ છે, અને એમના બહુ મોટા ઈન્ડસ્ટ્રીયલ બ્લેડવાળા પંખાઓ (એટલે કે ફેન્સ)માં હમોની ગણતરી કરવામાં આવે એવું હમો માનીએ છીએ. વિશ્વાસ ન આવતો હોય તો આ લેખનું આ વખતનું ટાઈટલ જુઓ... ;)

જોઈ લીધું ટાઈટલ? અચ્છા, તો વાત ચાલી છે હાન્સ બહેતરીન ઝીમરની. તમે એમણે બનાવેલો કોઈ પણ ટ્રેક સાંભળો. તમને એનું સંગીત થીમને સજ્જડ રીતે ચોંટેલું લાગશે. એનું કારણ એમનું આખી સ્ટોરી સાથેનું સંધાન હોય છે. કોઈ પણ ટ્રેકમાં શરૂઆતનું મ્યુઝીક ઈન્ટ્રો કહેવાય, વચ્ચેનું ઈન્ટરલ્યુડ કહેવાય અને અંતમાં એન્ડીંગ કહેવાય. ઈન્ટ્રોમાં ધીમી તર્જ લે, ધીમે ધીમે કી-બોર્ડ અને ડરમની અસર વધતી જાય અને ઈન્ટરલ્યુડમાં ડરમ્સની પકડાપકડી રમતા રમતા છેવટે ટ્રેકનું સંગીત એન્ડમાં ચરમ શિખરે પહોંચે. આમ જુઓ તો એમનું કામ બહુ જ વેરાયટી વાળું છે. એ બેકગ્રાઉન્ડ સ્કોર બનાવે, ગેમ સાઉન્ડમાં પણ સંગીત બનાવે, એડસ માટે જિંગલ્સ બનાવે, ‘સર્કલ ઓફ લાઈફ’ જેવું આલાતરીન સોંગ પણ એમની જ ભેટ અને ધીમા પણ મજબુત ટ્રેકસની અંદર માત્ર પર્ક્ર્શન્સ-સ્ટીલ ડરમ અને કી-બોર્ડની જુગલબંદી પણ એમનું જ ભેજું. મૂળ તો હાન્સ ઝીમર જર્મનીમાં જન્મી,મોટા થઈને યુ.કે. ભાગી આવેલા યહૂદી માતા-પિતાનું સંતાન. માતા બેઝીકલી મ્યુઝીશિયન, પિતા એન્જીનીયર કમ સંશોધક એટલે બેયના જીન્સનો વારસો એમને કી-બોર્ડમાં પ્રયોગો કરવા પ્રેરતો. યુ.કે.માં ઘણા બધા બેન્ડસ સાથે કામ કરીને જુદો જુદો અનુભવ લઈને બાપુ પોતાને નિખારતા ગયા. ક્રાકાટોઆ બેન્ડથી શીખવાની અને નીખરવાની શરૂઆત કરી અને ઈટલી, સ્પેનના બેન્ડસ સાથે પણ કામ ચાલુ રાખ્યું. આ પ્રકારનું માઈગ્રેશન હંમેશા આઈકોન બનવામાં મદદરૂપ થતું હોય છે. (‘ફરે તે ચરે’ ઉક્તિ કોને યાદ આવી?) અને પછી ઝીમરે સ્ટેન્લી માયર્સ નામના વિખ્યાત કમ્પોઝર સાથે કામ શરૂ કર્યું જેમાં એમનો મુખ્ય રસ હતો-ટ્રેડીશનલ વાદ્યોને ઈલેક્ટ્રોનિક વાદ્યો સાથે ભેળવી સંગીત બનાવવા માટે ઉપયોગમાં કઈ રીતે લેવા? ૧૯૮૭ માં એમણે ફિલ્મ ‘ધ લાસ્ટ એમ્પેરર’ માટેના સ્કોર માટે સ્કોર પ્રોડયુસરનું કામ કર્યું. એ ફિલ્મે બેસ્ટ ઓરીજીનલ સ્કોરનો એકેડેમી એવોર્ડ જીત્યો. એ પછી તો બાપુ વધુ નીખર્યા અને એક પછી એક પ્રોજેક્ટ્‌સ આવતા ગયા. એમની કામ કરવાની સ્ટાઈલ એકદમ સ્પષ્ટ છે. સ્ટોરીની સાથે વળગી રહેવું. તમને યાદ દેવડાવું માય લોર્ડ કે સ્ટોરીને સામે રાખીને કમ્પોઝ કરનારા અનેક સંગીતકારોમાં ઝીમર, રહેમાન અને મર્હુમ નૌશાદસાહેબનો સમાવેશ થાય છે.

હવે વાત કરીએ થોડી એચીવમેન્ટ અને ક્રિસ્ટોફર નોલન સાથેના તાલમેલની. ૧૯૯૪માં એમણે લાયન કિંગના સ્કોર માટે એકેડેમી એવોર્ડ મળ્યો. રસપ્રદ વાત એ છે કે પાયરેટ્‌સ ઓફ ધ કેરેબિયનના ‘કર્સ ઓફ ધ બ્લેક પર્લ’ ટ્રેક માટે એમને ક્રેડીટ અપાઈ નહોતી. હાલાંકી એમાં એમના જુના કલીગ ક્લાઉસે એમના સજેશનના આધારે જ થીમ બનાવી હતી. એ પછીની ત્રણેય પાયરેટ્‌સ ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે. જેક સ્પેરો પેલા મોટ્ટા વ્હીલની અંદર ચાલે છે એ સાથે જે ધડબડાટીવાળું મ્યુઝીક આવે છે એ સિન્થેસાઈઝર અને સ્ટીલ ડરમ્સની જ કમાલ છે. નોલન સાથે કામ કઈ રીતે કરો છો? એવા સવાલના જવાબમાં બાપુ ફરમાવે છે કે એ મને બાંધતો નથી. અમારી ચર્ચા જ ઘણાબધા આઈડીયાઝ આપી દે છે જેમાંના કેટલાક અમે ઉપયોગમાં લઈએ છીએ. નોલને સુપરમેનની એક ફિલ્મ બનાવી છે. ‘મેન ઓફ સ્ટીલ’. એમાં પહેલીવાર જયારે સુપરમેનને એના પાવરની ખબર પડે છે અને એને એ અજમાવે છે એ વખતે જે તાન ચડાવી દેતું મ્યુઝીક આવે છે એ ‘ફ્લાઈટ’ ટ્રેક માટે ઝીમરે પાંચ ડરમ રાખ્યા. ચાર ચોરસના ચાર ખૂણે અને પાંચમું વચ્ચે. દરેક ડરમરને અલગ અલગ ટુકડાઓ આપવામાં આવેલા અને આખો ટ્રેક એ રીતે બન્યો છે. સાંભળીને વિચારજો. તમને જે એક(અથવા વધુમાં વધુ બે) જ ડરમ લાગે છે એ વાસ્તવમાં પાંચ ડરમની મિલીભગત છે.

ના, પાંચ નહીં, એક જ માણસની કમાલ છે. હાન્સ ટેરીફિક ઝીમરની.

પાપીની કાગવાણીઃ

ઝીમરે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ફિલ્મના મ્યુઝીકની ક્રેડીટમાં એ તમામ કલાકારોના નામ લખે છે જેમણે કોઈક રીતે એ મ્યુઝીકમાં પ્રદાન આપેલું હોય છે. એ કહે છે, ‘મારે સ્ેજૈષ્ઠ મ્અ ૐટ્ઠહજ ઢૈદ્બદ્બીિ એવું શું કામ લખાવવું જોઈએ? આખો સ્કોર બધાનો સામુહિક પ્રયાસ હોય છે, મારા એકલાનો નહીં.’

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો...

આ દુનિયામાં વસ્તુઓ-સેવાઓ વેચનારા સેલ્સમેન તો ઘણાં થઈ થયાં. કેટલાંક વહી જાય છેપ કેટલાંક તરી જાય છ. ને બાકીના રહી જાય છે. પણ આ ‘જો જીરાર્ડ (ર્ત્ની ય્ૈટ્ઠિઙ્ઘિ)’ ની તો વાત જ અનોખી છે. આ માણસ તો એના અચિવમેન્ટ્‌સ દ્વારા ઘણું બધું કહી જાય છે.

જુવો ભાઈઓ-બહેનો... જો જીરાર્ડ સાહેબની હાલની ૮૬+ વર્ષની ઝીંદગી વિશે વાત તો બહુ થઈ શકે. તેઓ કોણ છે..કેવા છે?, એમનો જન્મ, એમના શરીરનો બાંધો, એમનું મન, એમનું પરિવાર, એમનું કરંટ-બેંક બેલેન્સ, એમની માલ-મિલ્કિયત, એમના કપડાં, એમની પસંદ-નાપસંદ, એમનો શોખ, એમનું આવવું-જવું-ઉઠવું-બેસવું, એમના સગા-વહાલાંઓ, એમનું સામાજિક કનેક્શન્સ (ર્જીષ્ઠૈટ્ઠઙ્મ દ્ગીર્ુંિાપર્રૂે જીી!), એમનું રોજ-બરોજનુ શેડયુઅલ..વગેરે...વગેર.. વગેરે...

પણ જો આજે એ જ વાત કરવી હોત તો એમની આખી બાયોગ્રાફી અહિયાં ‘આપડી ઈસ્ટાઈલ’માં લખતા મને કંટાળો ન આવત ને તમને વાંચતા. પણ ઈન્ટરનેટ પર એવી જોઈતી માહિતીઓનું રસોડું ખુલ્લુ હોવાથી જે સ્માર્ટ હોય છે એ તો ત્યાં જીને જમી આવે છે. એટલે ટૂંકમાંપજીરાર્ડ સાહેબ તો પોતાના વ્યાપારિક-કર્મોથી પોતાની આવનારી પેઢી માટે ઘણું-ઘણું કમાયા છે...

એ પણ નોકરી કરીને!

ઝટકો લાગ્યોને?- પણ જોબના બોજને વેપારમાં ફેરવી નાખનાર માર્કેટિંગનાં એ મેજીશિયનનું નામ એટલે જો જીરાર્ડ.

બાપ્પા!..એ તો સમજ્યા કે નોકરી કરીને આજના વખતમાં અસામાન્ય સ્કિલ્સ બતાવી મિલીઓનેર બનવું આમ વાત થઈ રહી છે. પણ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં એવું વિચારવું શરીરમાં ‘આમવાત’ લાવી દે એવું હતું. એ વખતે જો ભ’ઈએ કાર-સેલ્સના એવા એવા તો કારનામાં કર્યા છે કે આજ-દિન સુધી એના જેવી તેન્ડુલકરી (બેસ્ટ-અચિવમેન્ટનું સર્વનામ જ ને?) બીજું કોઈ કરી શક્યું નથી.

એટલે એમણે શું કર્યું છે એના બદલે બીજા એમના જેવું શું નથી કરી શક્યા એવુ કહેવું આપણા સૌ માટે વધારે લાભદાયક છે...

•એક દિવસમાં એવરેજ ૧૮ ઓટોમોબાઈલ્સ (કાર ને બદલે એમનો આ વ્હાલો શબ્દ) એમના સિવાય બીજું કોઈ વેચી શક્યું છે?- (એમાં એમને કોણ કહેવા જાય કે...”અરે સાહેબ! બ્રેક તો લો!” )

•એક મહિનામાં એવરેજ પોણાં-બસ્સો ગાડીઓ બીજું કોણ વેચી શકે છે?- (બોલો આમાં આપણી તો સૂઊંઊંઊંઉ કરતીપહવા નીકળી જાય કે ની?!?!!)

•એક વર્ષમાં એવરેજ ૧૪૨૫ વિહીક્લ્સ વેચવાની આપણાંમાંથી કોની તાકાત છે?- (હુફ્ફ્ફ્ફ! બોલે તો...લિખતે લિખતે અપણા પેએટરોલ-ઓઈલ તો ઈધરહીચ ખલ્લાઆઆસ હો જાવે ભીડું!!!

•એમની ૧૫ વર્ષની ‘કાર’કિર્દીમાં આશરે ૨૨,૦૦૦ જેટલાં વાહનો વેચી (અને વહેંચી) આવો ધંધો કર્યો હોય ત્યારેપકંપનીનો ગુમાસ્તો તો શું..ગિનીસબૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાઓ સામેથી એવોર્ડ આપવા દોડતાં ન આવે તો બીજે જાય પણ ક્યાં?

પણ આટલી બધી ધમાધમી કર્યા પછી પણ જો ભાઈને તો એમનુ આ અચિવમેન્ટ સાવ સામાન્ય લાગે છે.

એમનું કહેવું છે કે “જો હું કરી શકું તો તમે પણ તમારા ફિલ્ડમાં એનાથી હજુ વિશેષ કરી શકો. જરૂર છે ફક્ત ગાડીની પાછળ રહેલી વેચવાની અ(સામાન્ય) સાયકોલોજીને સમજવાની. સાચું કહું તો મેં ક્યારેય કોઈને કાર ખરીદવા માટે ફોર્સ કર્યો નથી. મેં માત્ર એટલું જ કર્યું કે તેમની વાત સાંભળી અને તમને શું ચલાવવું છે એવું વાહન સગવડોથી ભરીને આપી દીધું. બસ...પછી ‘ધન-ધનાધન મારૂં ખિસ્સું ભરતું ગયું. ”

પણ આ ક્વોટ વાંચીને તમે તમારી ગાડીની પાછળ ડીકીમાં જી નજર નાં કરજો શેઠ!પમને રડવું આવશે!

એ સાયકોલોજી કોઈ પણ કોલેજમાં આપવામાં નથી આવતી. એના માટે વિચારોનાં રીસાયકલિંગથી શરૂઆત કરવી પડે છે.

તો પછી કરવુ શું? - સિદ્‌ધિ તો આપણે સૌએ હાંસિલ કરવી છે. એ માટે અઢળક કામો થઈ શકે છે. હાલ પૂરતું એટલું થઈ શકે તો સારૂં.

૧. જેમને માર્કેટિંગનાં વાંચનનો શોખ છેપ.ખાંખાખોળા કરવાનો શોખ છેપસક્સેસફુલ થતા રહેવાનો શોખ છે.. એમને માટે ઈન્ટરનેટ ખુલ્લું પડયું છે. એમની લખેલી બૂક્સ વાંચવાની ઝડપી શરૂઆત કરવાની છે..દિલ-દિમાગનું લોહી વધારવાનું છે...ધીમે ધીમ...

અથવા...

૨. આજદિન સુધી તમે સેલ્સની બાબતે કોઈ એવું સાવ ‘હટકે’ કામ કર્યું છે જેનાથી તમને કોઈ એવોર્ડ કે રિવોર્ડમળ્યો હોય? જો હા હોય તો મને હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ પર ઈ-મેઈલ કરી સેલ્સ માટેની એ વાત બિન્દાસ્ત બોલવાની છે. શક્ય છે કે કાલે કરેલા અચીવમેંટને હું મારા બ્લોગ કે ફેસબૂક સ્ટેટસમાં પણ ટપકાવી શકું. (ઓફિસમાં ભલેને પ્રમોશન ન મળ્યું હોય પણ એટ લિસ્ટ અહીં પ્રમોટ થઈ શકો છો.

શીખતા રહેવાની ક્યા કોઈ મોસમ હોય છે?

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દુનિયાના પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સઃ

મને ખરેખર ખાવાના પ્રત્યે પ્રેમ છે તેથી હું ઘણી વાર વિવિધ દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ ચાખું છું, બનવું છું, ઉપરાંત તેને રીલેટેડ વિવિધ લેખો પણ વાંચું છું (અને ઓફકોર્સ, લેખો લખું પણ છું). હમણાં આવી જ રીતે અમુક વિવિધ ક્વીઝીન્સ વિષે જાણતા, તેમને માણતાં મને અમુક રેફરન્સ મળ્યા કે જે દર્શાવતા હતા એવા ક્વીઝીન્સ જે દુનિયાભરમાં પ્રચલિત છે સ્વાદિષ્ટ હોવા અંગે. કોઈપણ ક્વીઝીન એની અલગતા અને સ્વાદને કારણે પ્રચલિત થાય છે, આ પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સમાં પણ એ જ ખાસિયતો છે અને દુનિયાના અન્ય ક્વીઝીન્સ કરતા આ ખાસિયતો આ પાંચ જગ્યા એ પુષ્કળ પ્રમાણમાં છે.

‘સ્વાદિષ્ટ’ની વ્યાખ્યા બધા માટે અલગ અલગ છે પરંતુ આ પાંચ ક્વીઝીન્સ બધાને સ્વાદિષ્ટ જ લાગે છે. શું તમારે જાણવું છે કે આ પાંચ ક્વીઝીન્સ કયા છે? તો આગળ વાંચતા રહો!

* ફ્રેન્ચ ક્વીઝીનઃ આ રાંધણકળા તેના સ્વાદિષ્ટ ચીઝ અને વાઈન માટે ખૂબ પ્રખ્યાત છે. મધ્ય યુગથી શરૂ કરીને છેક ફ્રેન્ચ ક્રાંતિ યુગ સુધી, ફ્રેન્ચ ભોજન રાંધવાની તરકીબોમાં સુધારા-વધારા થતા રહ્યા અને અંતે એકવીસમી સદીમાં ઉચ્ચ પ્રકારના ભોજન તરીકે ગણવામાં આવ્યું. પેરિસ માં, લગભગ ૫, ૦૦૦ જેટલી, વિવિધ મેનુ અને ભાવ સાથેની, ખાણીપીણીની જગ્યાઓ છે. ફક્ત તમારા સ્વાદ, અને સાથે સાથે તમારા બજેટ, સાથે મેળ ખાતા સ્થળ પસંદ કરો.

* ઈટાલિયન ક્વીઝીનઃ આ ક્વીઝીનનો સમાવેશ વિશ્વના સૌથી જૂના ક્વીઝીન્સમાં કરી શકાય, કારણકે તેનું અસ્તિત્વ લગભગ ઈ.સ. પૂર્વે ચોથી સદી સુધી ટ્રેક કરી શકાય છે. આ ક્વીઝીનનું રોજબરોજનું ભોજન વિવિધ ભાગોમાં વહેચાયેલું છે જેમકે એન્તીપેસ્તો(એપેટાઈઝર), પ્રાઈમો(પાસ્તા અથવા રાઈસ), સેકેન્ડો (મીટ) અને ડોલ્સે (મીઠાઈ). આ ઉપરાંત ઈટાલિયા તેના પ્રખ્યાત પર્મેજિઅનો રિજાનો સહિતના ૪૦૦ થી વધુ વિવિધ પ્રકારના ચીઝ અને ૩૦૦ વિવિધ પ્રકારના સોસેજ માટે પણ પ્રખ્યાત છે.

* ચાઈનીઝ ક્વીઝીનઃ આ ક્વીઝીનને આજે વિશ્વની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો દ્વારા માણવામાં આવે છે. તેને બનાવવું સરળ છે, સસ્તું છે અને આ ભોજન સ્વાદિષ્ટ પણ છે પરિણામે તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ક્વીઝીનની ઘણી વાનગીઓ નાના નાના કદના ટુકડાઓ માં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક વાનગીને એક વાટકી જેટલા રાંધેલા ભાત સાથે પીરસવામાં આવે છે તો વળી, અન્ય કેટલીક વાનગીઓ એક સાથે અનેક લોકો ખાઈ શકે તે રીતે મોટા હિસ્સામાં પીરસવામાં આવે છે. અમુક ખોરાકને જેવા કે ફાકાઈ મોસ જેવા દુર્લભ સામગ્રી સાથે રાંધીને તૈયાર કરવામાં આવે છે.

* ઈન્ડિયન ક્વીઝીનઃ ઈન્ડિયન ક્વીઝીનની આપણે કોઈ જાતની ઓળખાણ કરવાની જરૂરત નથી, છતાં પણ જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ, ઈન્ડિયન ક્વીઝીનને મ્યુખ્ત્વે ચાર ભાગમાં વહેંચી શકાય છેઃ નોર્થ ઈન્ડિયન ક્વીઝીન, સાઉથ ઈન્ડિયન ક્વીઝીન, ઈસ્ટ ઈન્ડિયન ક્વીઝીન અને વેસ્ટ ઈન્ડિયન ક્વીઝીન. પરંતુ દુનિયાભરમાં આજે સૌથી પ્રસિદ્ધ ઈન્ડિયન ક્વીઝીન છે નોર્થ ઈન્ડિયન ક્વીઝીન, કે જેને આપણે મુઘલાઈ અથવા પંજાબી તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે શાકાહારી વ્યંજન ધરાવતું ક્વીઝીન હોવા છતાં અમુક વાનગીઓ ચિકન, લેમ્બ મીટ અથવા ફીશ સાથે બનતી જોવા મળે છે.

* થાઈ ક્વીઝીનઃ આ ક્વીઝીન એક તેના ખાતા,મીઠા, તીખા અને તૂરા સ્વાદના પરફેકટ અને સંતુલિત કોમ્બિનેશનને કારણે અત્યંત પ્રચલિત છે. તે વિવિધ તાજી વનસ્પતિ અને મસાલા જેમ કે ખાટાં ફાળો, લેમન ગ્રાસ, અને તાજી કોથમીરનો મહત્તમ ઉપયોગ કરે છે. સાથે સાથે અન્ય એશિયાઈ ક્વીઝીનની જેમ, રાઈસ આ ભોજનનો મહત્વનો ઘટક છે. તમે નૂડલ્સ અને નામ પ્લા (ઝીંગા પાસ્તા સાથે મિશ્ર માછલીનો સોસ)ના ઘણા પ્રકાર શોધી શકો છો. આ ક્વીઝીનની ખાસિયત તેમાં વપરાતી સામગ્રીની તાજગી અને સુગંધ છે.

આજે આપણે આ પાંચમાંથી બે એવા ક્વીઝીનની વાનગીઓ જોઈશું જે આપણે ફૂડ સફારીમાં ક્યારેય જોયા નથી, એટલે કે ફ્રેંચ ક્વીઝીન અને થાઈ ક્વીઝીન.

ફ્રેંચ ક્વીઝીનમાં આપણે જોઈશું ક્રીમી પોટેટો-લીક સૂપ જે એક પારમ્પરિક ફ્રેંચ સૂપ છે જેની વિશિષ્ટતા એ છે કે તેને ગરમીમાં ઠંડો અને શિયાળામાં ગરમ એમ બંને રીતે સર્વ કરી શકાય છે.

થાઈ ક્વીઝીનમાં આપણે જોઈશું ફ્રાઈડ ટોફૂ વિથ પીનટ ડીપીંગ સોસ જે એક એપેટાઈઝર છે.

ક્રીમી પોટેટો-લીક સૂપ

સામગ્રીઃ

૧ ટેબલસ્પૂન માખણ અથવા માર્જરિન

૩ મધ્યમ લિક્સ, સફેદ ભાગ ઝીણો સમારેલો (૩ કપ)

૧ ટેબલસ્પૂન વરીયાળી, પલાળેલી

૧ કળી લસણ

૧/૪ કપ વેજીટેબલ સ્ટોક

૩ મોટા બટાકા, છોલીને સમારેલા અને પાસાદાર ભાત (૩ કપ)

થોડા થાઈમના પાન

૧/૨ કપ ક્રીમ

ભ કપ સમારેલી તાજી લીલી ડુંગળી (ફક્ત લીલો ભાગ)

મીઠું અને મરી સ્વાદ મુજબ

રીતઃ

* મધ્યમ ગરમી પર એક મોટા સોસપેનમાં માં માખણ ઓગાળો. તેમાં લીક, વરિયાળી અને લસણ ઉમેરો; ઢાંકો, અને મધ્યમ થી ઓછી ગરમી પર ૨૦ મિનિટ માટે, અથવા લીક નરમ થાય ત્યાં સુધી પકવવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

* મધ્યમ થી વધુ ગરમી પર આંચ વધારો. લીક સાંતળવા લાગે ત્યારે તેમાં સ્ટોક ઉમેરો, અને ૧ થી ૨ મિનિટ રંધાવા દો. બટાકા, થાઈમ, અને ૫ કપ પાણી ઉમેરી બરાબર હલાવો.

* આંચ મધ્યમ થી ઓછી ગરમી પર ઘટાડી, ઢાંકીને ૪૫ મિનિટ સુધી ખદખદવા દો, અથવા બટાટા ખૂબ નરમ થાય ત્યાં સુધી. હેન્ડ બ્લેન્ડર કે ફૂડ પ્રોસેસરની મદદથી સ્મૂધ પ્યુરી બનાવો. ક્રીમ ઉમેરીને ઠંડુ થવા દો (જો ઠંડુ પીરસતા હોવ તો). મીઠું અને મરી ઉમેરી લીલી ડુંગળીથી સજાવીને સર્વ કરો.

ફ્રાઈડ ટોફૂ વિથ પીનટ ડીપીંગ સોસ

સામગ્રીઃ

૧ પેક ટોફૂ

તળવા માટે તેલ

સોસ માટેઃ

૫-૭ ડાળખી કોથમીર, ઝીણી સમારેલી

૧ ચમચી તાજા મરચાંની પેસ્ટ

૨ ચમચી શેકેલી અને અધકચરી છુન્દેલી મગફળી

૧ ચપટી મીઠું

૨ ચમચી ખાંડ

૨ ચમચી સરકો

રીતઃ

* ટોફૂના ચોરસ ટૂકડા કરો.

* એક મોટા પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ટોફૂના ટુકડાને ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.

* એક માઈક્રોવેવ પ્રૂફ બાઉલમાં ખાંડ, તાજા મરચાંની પેસ્ટ, મીઠું અને સરકો ભેગા કરો. એક મિનિટ માટે અથવા ખાંડ ઓગળે ત્યાંસુધી હાઈ પાવર પર માઈક્રો કરો. એક ચમચી વડે બધી જ સામગ્રી ભેળવી દો. ઉપરથી મગફળી અને કોથમીર ઉમેરો.

* આ સોસને એક બાઉલમાં કાઢી, તળેલા ટોફૂ જોડે સર્વ કરો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફેમીલી બિઝનેસમાં સંધર્ષ ટાળવો જરૂરી છે

ભારતમાં ફેમીલી બિઝનેસની ખુબ જ બોલબાલા છે. વર્ષોથી કરવામાં આવતાં બિઝનેસને લોકો હવે આધુનીકરણથી સજ્જ કરી રહ્યા છે. ખાસ કરીને વિવિધ પ્રોજેક્ટ કે પ્રોડક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને ધંધાના વ્યાપને વિકસાવવામાં આવે છે. આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટને કારણે લોકોને રોજગારી મળે છે અને દેશની ઈકોનોમી આગળ આવે છે. જૂના જમાનાની જો વાત કરીએ તો દાદાઓની પેઢીથી શરૂ કરેલો ધંધો આજે તેમનો પોત્ર કે પોત્રી ચલાવતા જોવા મળે છે. કોલેજમાંથી એમ.બી એ. કરીને બહાર પડેલા આ યુવાનોને જીવનમાં કશુક કરી છૂટવાની એક મહત્વાકાંક્ષા હોય છે જે આગળ જતા તેને સફળતા અપાવે છે. જેઓ ફેમીલી બીઝનેસમાં છે તેઓને વર્ષોનો બહોળો અનુભવ હોય છે. દીકરો કે દીકરી સવારે કોલેજમાં જાય અને બપોર પછી પોતાના ધંધાની અલગ અલગ રીત રસમો શીખવા માટે ઓફીસ કે દુકાને આવતાં હોય છે.

જયારે યુવાધન હોય ત્યાં થોડી પરિપક્વતાનો અભાવ જોવા મળતો હોય છે. તેઓના સપનાં હંમેશા તેના બીઝનેસને આગળ લઈ જવા માંગતા હોય છે. જયારે તેના વડીલ પિતા કે જે આ બીઝનેસને વર્ષોથી ઓળખે છે તેઓને ગઈકાલની અને આવતીકાલની ગ્રાહકલક્ષી સૂઝબૂઝ પહેલેથી જ હોય છે કેમ કે તેમને તે કામનો અનુભવ હોય છે. હવે આ પરિસ્થિતિમાં મોટા ભાગે બિઝનેસને અંતર્ગત મતભેદ થતાં જોવા મળે છે. ધંધાનો વ્યાપ વધારવાનો હોય, કોઈ નવી પ્રોડક્ટ બજારમાં મુકવાની હોય, ગ્રાહકલક્ષી સેવા આપવાની હોય કે પછી કોઈ જગ્યાએ પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે પિતા, પુત્ર કે પુત્રી વચ્ચે વાતચીતમાં થોડો સંઘર્ષ જોવા મળે છે.

આ સંઘર્ષને ટાળવા માટેના થોડા સૂચનો જોઈએ.

* દરેક વસ્તુનો એક સમય હોય છે તેવી જ રીતે બીઝનેસની કમાન ક્યારેય પણ સંતાનોને સીધી સોંપવી જોઈએ નહિ. તેમને બિઝનેસનો કોઈ બીજી જગ્યાએ અનુભવ લેવા દો. અનુભવ તેમને સફળતા અને નિષ્ફળતાના પાઠ શીખવશે.

* તેમનો મોટા ભાગનો સમય નવા ઉદ્યોગ સાહસિકો વચ્ચે રાખો. આમ કરવાથી તેમને ધંધાકીય ગતિવિધિના પાસાઓની ખબર પડશે.

* રતન ટાટા, આદિત્ય બિરલા, ધીરૂભાઈ અંબાણી, સ્ટીવ જોબ્સ, જેવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની બાયોગ્રાફી, વિડીયો સ્પીચ કે તેમની સફળતાના પુસ્તકો વાંચવાનું કહો. આમ કરવાથી તેમનામાં બિઝનેસના વિવિધ પાસાઓ જેમ કે, માર્કેટિંગ સ્કીલ્સ, પ્રોડક્ટ ઈનોવેશન, ગ્રાહકની સર્વિસ વિશે ઊંંડાણપૂર્વક સમજ પડશે.

* તેમની સાથે દલીલ કરવાને બદલે તેમને ધ્યાનપૂર્વક સાંભળો. તેમના આઈડિયાને પ્રોત્સાહન આપો. દલીલ કરવાથી મતભેદ વધશે અને તેમને ધ્યાનપૂર્વક સાંભળવાથી તેમનામાં પરિપક્વતા આવશે.

* તેમણે કરેલા અભ્યાસને હંમેશા માન આપો. આમ કરવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે.

* તેમને પ્રોડક્ટનો વિગતવાર અભ્યાસ કરવાનું કહો. અને પછી તે અભ્યાસ અંગેનો રીપોર્ટ માંગો. આમ કરવાથી તેમની નિર્ણય લેવાની શક્તિ, પ્રોડક્ટને સમજવાની, માર્કેટિંગ કરવાની સ્કીલમાં વધારો થશે અને તમને ખ્યાલ પડશે કે તે કેટલું કામ કરવા માટે સક્ષમ છે.

* ગ્રાહકને આપવા અંગેની સર્વિસ અંગે તેમને જરૂરી દરેક માહિતી પૂરી પાડો. ગ્રાહકને સમજવાની, તેમની ખરીદશક્તિ અંગેનો નિર્ણય, વાતચીત કરવાની કળા વિશે બને તેટલી બધું માહિતી આપો.

* કોમ્યુનીકેશન, પ્રેઝેન્ટેશન, નેગોશિયેશન જેવી સ્કીલ અપગ્રેડ થાય તે માટે જરૂરી કોર્સીસ કરવા માટે પુરતો સપોર્ટ આપો.

* તમારા સંતાન પાસે ડમી ગ્રાહક મોકલીને બિઝનેસનો વાસ્તવિક અનુભવ કરાવવો જોઈએ.

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

“માર્ચ એન્ડિંગ - સરવૈયા અને સરવાળા”

ટેન્શનથી ધમધમતો એવો હેક્ટિક સમય એટલે ‘માર્ચ એન્ડિંગ’! એક તરફ માથુ ફાડી નાખે એવા તડકાની શરૂઆત થઈ ગઈ હોય, બીજી તરફ હાઈ-સ્કૂલ, કોલેજની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોય અને ત્રીજી તરફ બેન્ક-ટેક્સ-એકાઉન્ટ્‌સના હિસાબ માટેની દોડધામ ચાલુ હોય - આ ત્રિપાંખિયા જંગમાં પીસાતા, વલોવાતા, કચડાતા હોય મારા-તમારા જેવા ‘મેંગો પીપલ’! કમાતી-ધમાતી પ્રજા માટે ‘ટેક્સ ભરવાની ૠતુ’ એટલે ‘માર્ચ એન્ડિંગ’! કવિ મુકેશ જોષી તેમની એક કવિતામાં કહે છે કે ભલે પોતાની પાસે સોનેરી કિરણોની મબલક મિલકત હોય પણ રોજ એક અનોખી-અદભૂત-મઝાની સાંજ આપીને સૂરજ એના ભાગનો ઈન્કમટેક્સ ભરે છે. પણ આપણે કેટકેટલીયે મિલકતના ધણી હોવા છતાં ઈન્કમટેક્સ ભરવાનો આવે ત્યારે અવનવાં અડપલાં કરીએ છીએ. આખું વર્ષ લેવડ-દેવડના હિસાબ અને લેખાં-જોખાં રાખવાનું આપણે ટાળીએ અને છેલ્લી ઘડીએ ઈન્કમટેક્સ રીટર્નના થોથામાં ગોથાં ખાઈએ છીએ. જ્યારે ઢગલો ઓવરૂં અને વિકેટું હાથમાં હોય ત્યારે જોશથી ન રમીએ તો છેલ્લી ઓવરમાં ભાગી-દોડીને રન લેવાં પડે. ‘ટાઢા પોરે આગળ નહીં વધો તો તડકા વખતે હેરાન થશો’ આ કહેવત આપણને માર્ચ એન્ડિંગના સમયે સાચી થતી દેખાય છે. ફોર્મ-૧૬, ફોર્મ ૧૨-છ, ટી.ડી.એસ., બેલેન્સશીટ, પાન (ઁછદ્ગ) નં., સ્મોલ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ, સસ્પેંસ અકાઉન્ટ, એચ.યુ.એફ. (હિન્દુ યુનાઈટેડ ફેમિલી) - આવા શબ્દો ગૂંજતાં થાય એટલે સમજવાનું કે માર્ચ એન્ડિંગ નજીકમાં છે. પેલો દબંગ ફિલ્મનો ડાયલોગ છે ‘થપ્પડસે ડર નહીં લગતાં સાહેબ, પ્યાર સે લગતા હૈ’ એમ લોકોને ટેક્સ ભરવામાં કોઈ જ વાંધો નથી પણ રીટર્ન્સ મેળવવામાં બહુ લોચા પડે છે. સત્યનારાયણની કથામાં ગોરબાપા જ્યાં કહે ત્યાં આપણે ચમચી ભરીને પાણી મૂકીએ છીએ એમ ઈન્કમટેક્સ રીટર્ન ભરતી વખતે આપણા સી.એ. જ્યાં કહે ત્યાં આપણે સહી કરી દઈએ છીએ. કારણ કે સી.એ. થી બધાં બહુ બીએ!

ખરૂં કહીએ તો હિસાબ માનવજીવનના સ્વભાવમાં છે. સાગરને પોતાના કિનારે પાણીની વધ-ઘટ થાય એની પરવા હોતી નથી પણ આપણે તો વેપાર હોય કે જીવન, હિસાબો સતત કરવા અને રાખવા જ પડે છે. સેલ્સ-માર્કેટીંગમાં કામ કરતાં લોકોને માસિક કે ત્રિમાસિક કેટલું વેચાણ કરવું તેનાં ટાર્ગેટ અપાય છે અને સમય આવ્યે એનો હિસાબ થાય છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે આખું વર્ષ જે ભણ્‌યા, તેનો હિસાબ ત્રણ કલાકની પરીક્ષામાં આપી દેવાનો. પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ પોતાની યાદશક્તિ, આવડત માટે આપવાનો હિસાબ જ છે. કહેવાય છે કે સંબંધોમાં હિસાબ ન હોય પણ લોકો તો એય રાખે છે.

હિસાબો રાખવાના માનવીય સ્વભાવને કારણે આપણા સામાજિક સંબંધોમાં ખોટું લગાડવાનો એક રિવાજ ચાલ્યો આવ્યો છે અને એમાં સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું છે. “એણે સહુને પ્રમોશનની પાર્ટી આપી. મને ના બોલાવ્યો”, “ઘણાં વર્ષે હું એની ઘરે ગયો પણ મને જમવાનો આગ્રહ પણ ના કર્યો”, “મારી એકની એક દીકરીના લગ્નની કંકોત્રી દેવા હું પોતે ગામડે ગયો હતો પણ તમે જોયું ને લગ્નમાં કોઈ આવ્યું નહિ”, આવા અનેક ઉદાહરણો બાદ હવે ફેસબુકના માધ્યમથી ખોટું લગાડવા માટે એક નવું કારણ મળ્યું છે. “મારા સ્ટેટસ અને ફોટાઓ કોઈ લાઈક કરતા જ નથી”. લગ્નપ્રસંગમાં પણ દીકરીને શું દીધું અને કોણે કેટલો ચાંદલો કર્યો તેના હિસાબ રખાય છે. શાસ્ત્રો મુજબ સત્કર્મ અને દુષ્કર્મના હિસાબો અનુસાર ફળ મળે છે અને તે અનુસાર પછીનો અવતાર, જન્મ કે મોક્ષ નક્કી થાય છે. ઈસ્લામ ધર્મ એવી માન્યતા ધરાવે છે કે કયામતના દિવસે ખુદાના ફરિશ્તા કર્મોનો હિસાબ માંગશે. કર્મોનાં બંધન, કર્મોમાંથી મુક્તિ આ બધી કર્મની થિયરી આખરે હિસાબો જ છે. ચિત્રગુપ્તનો ચોપડો અને સ્વર્ગ-નર્‌ક પણ હિસાબ જ છે. ‘હરેશ મહેતા’ નામના એક કવિની સુંદર કવિતા છે - ‘બેહિસાબ બિનહિસાબ’

અડધી રાત્રે બંધ પાંપણમાં જામેલી ઊંંઘ હડસેલીને

ચિત્રગુપ્ત પૂછે છેઃ ‘ટેક્સ ભર્યો?’

‘ક્યારનો!’ હું વટપૂર્વક જવાબ દઉં છું.

ચોપડો ચકાસી ચિત્રગુપ્ત કહે છેઃ ‘નથી ભર્યો!’

‘કયો અને કેટલો બાકી છે?’ હું આખો ચોળતાં ચોળતાં પૂછું છું.

આટઆટલા સોનેરી કિરણો આપ્યાં તારી સવારને

એનો ટેક્સ ભરવો પડે કોઈની અંધારી ઓરડીમાં ચપટી અજવાળું ફેલાવીને...

તાજાં ફૂલોની સુવાસ રેડી તારા શ્વાસમાં

કોઈના ગંધાતા જીવનમાં કરૂણાની સુવાસ આપી ટેક્સ ભરપાઈ કરવો પડે.

....બાકી બોલે છે, બોસ!

કોઈ તને કેટકેટલું વહાલ કરે છે.

ચાહતથી વધુ બીજી કોઈ મૂડી નથી,

એના પર ‘ફછ્‌’ લાગે વ્હાલપની

પણ તેં તો વેઠ જ કરી છે....

નહીં ચાલે - ટેક્સ તો ભરવો જ પડશે!

ખબર છે ને, સ્ટ્ઠષ્ઠિર ઈહઙ્ઘૈહખ્ત નજીકમાં છે?

ચિત્રગુપ્તનો ચોપડો બંધ થાય છે, આંખો ખૂલી જાય છે...

સવારે ઓફિસમાં અકાઉન્ટન્ટ આવીને કહે છેઃ

સાહેબ, ‘ઈન્કમટેક્સ-સેલ્સટેક્સ’ બધું ભરાઈ ગયું છે.

પ્રમોશનની આશાએ ઊંભેલા એને શું સમજાવવું?!

અહાહાહા....શું કવિતા છે! નરી વાસ્તવિકતા! માર્ચ એન્ડિંગમાં આપણે પાઈ પાઈનો હિસાબ ચૂકતે કરીએ છીએ પણ ઈશ્વર પાસેથી જે મેળવ્યું છે એ તો બેહિસાબ છે! એ આપણને મળ્યું છે એ સારી વાત છે. પણ મેળવ્યા પછી બીજા સુધી પહોંચાડીએ છીએ? દાન કરવા માટે અબજોપતિ હોવું જરૂરી નથી. દાન કરવાની માત્ર ઈચ્છા જરૂરી છે. એક નાનું દાન કે કામ કોઈની દુનિયા બદલે તો ભયો ભયો. ૨૦૧૪નો ફૂટબોલ વર્લ્ડકપ જર્મની જીત્યું એ મોટી વાત નહોતી. કોક ને કોક તો જીતવાનું જ હતું. પણ મોટી વાત એ થઈ કે જર્મનીના ફૂટબોલર ‘મેસૂત ઓઝીલે’ એને મળેલી ઈનામની રકમ ૩ લાખ યુરો (લગભગ ૨૪ કરોડ રૂપિયા) બ્રાઝીલના ગરીબ બીમાર બાળકોની સારવાર માટે દાનમાં આપી દીધા. ફૂટબોલ વર્લ્ડકપ જીતવા કરતાં પણ મોટી બહાદુરીનું કામ તો આ છે. આવા બહાદુરો દુનિયામાં બહુ ઓછા હોય છે. આપણા કોડિયામાંથી બીજાનું કોડિયું પ્રગટે તો આપણા ખોળિયામાં સાચી દિવાળી ઊંજવાય છે. એક બીજી વાત યાદ આવે છેઃ ચિલીના દરિયા કાંઠે સવારના પહોરમાં ભરતીમાં તણાઈને આવેલી હજારો જેલી ફિશ તરફડી તરફડીને મરતી હતી. એવામાં ફરવા નીકળેલો એક માણસ એક એક માછલીને પકડીને દરિયાના પાણીમાં નાખી બચાવી લેતો હતો. ત્યાંથી બીજો માણસ નીકળ્યો. એણે પૂછ્‌યું, ‘આટલી બધી માછલીઓ મરવા પડી છે અહીં. એમાંથી બે-પાંચને તમે બચાવશો તો શું ફરક પડશે?’ પેલા માણસે વધુ એક માછલીને ઉપાડીને દરિયામાં નાખતાં કહ્યું, ‘આને તો ફરક પડશે ને!’ આપણે પરમાર્થ માટે ઓછું અને સ્વાર્થ માટે વધુ જીવીએ છીએ. બીજાના આંસુ લૂંછવા એ સારો સ્વભાવ છે પરંતુ એને આંસુ જ ન આવે એવો પગભર-સક્ષમ કરવો એ આપણી વૃત્તિ હોવી જોઈએ. મકાનમાલિક ગરીબ ભાડોત્રીને ૫૦૦ રૂ! ભાડું ઓછું કરી આપશે તો મકાનમાલિકને પડશે એ કરતાં ભાડોત્રીને વધુ ફરક પડશે એની ગેરેંટી!

બાબુ મોશાય, જિંદગી લંબી નહીં બડી હોને ચાહિયે! પૈસો અને ખોળિયાનો જીવ - ક્યાંથી આવે છે, કેટલી ઘડી તમારી પાસે રહેશે અને પાછો ક્યારે ક્યાં જશે એ કોઈ જ જાણતું નથી. ના તો ક્યાંય લાગણીઓના અતિરેક સર્જાવા દેવા કે ના તો ક્યારેય સંબંધોના સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર કરતાં રહેવાની આદત પાડવી. બસ, ખુલ્લા મનથી જીવનને માણતા રહો કેમ કે કેલેન્ડરની ‘૩૧ માર્ચ’ ક્યારે આવશે તે નક્કી છે, લાઈફની ‘૩૧ માર્ચ’ આપણને ખબર નથી.

પડઘોઃ

આથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ.

એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત.

સંબંધો બધા જ ઉધાર, જમા માત્ર ઉઝરડા !

આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ ને, વાયદા બધા માંડી વાળેલા,

સપનાં વિશે વિગત નથી ખાસ.

આટલું જોયું માંડ, ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.

- કાજલ ઓઝા વૈદ્ય

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

“બધી વાતે સરખાઈ”

બધી વાતે સરખાઈ કોઈને હોતી નથી. વળી કોઈને બધી વાતે સરખાઈ હોય તો એ સરખાઈ કાયમ માટે પણ હોતી નથી.

જેમ કે ઘરની બારીઓ બંધ રાખનારને બહારની કુદરતી અને ખુશનુમા હવાનો લાભ ન મળે અને જો એવો લાભ લેવા માટે એ બારીઓ ખુલી રાખે તો મચ્છરો ઘરમાં દાખલ થઈ જાય. મચ્છરોને પોતાના શરીરથી દૂર રાખવા માટે એ પંખા ચાલુ રાખે તો એનું વીજળીનું બિલ આઘાત આપનારૂં આવે અને પંખાની હવાથી એની તબિયત પર અવળી અસર પડે એ નુકસાન વધારાનું! જો એ વ્યક્તિ, મચ્છરોને દૂર રાખવા માટે મારવા માટેની અગરબત્તી પ્રગટાવે તો ઘરની હવા દુષ્િાત થાય અને એ હવા શ્વાસમાં જવાથી વળી પાછા તબિયતના પ્રશ્નો ઊંભા થાય! મચ્છરો મારવાની દવા છાંટનારે પણ થોડુંઘણું ઝેર તો ગળે ઉતારવું જ પડે છે. પછી ભલે એ નીલકંઠ ન કહેવાય. આમ, જેના નસીબમાં કુદરતી હવા ન લખી હોય એ એનો લાભ નથી લઈ શકતો પછી ભલે એને પૈસેટકે ગમે એટલી સરખાઈ હોય.

કેટલાકની જિંદગીમાં એવું પણ બને છે કે જુવાનીમાં જ્યારે એમની પાચનક્રિયા તેજ હોય છે ત્યારે એ લોકોને ખોરાકની સરખાઈ નથી હોતી અને જ્યારે એ લોકોની દશા સુધરે છે અને ખોરાકની સરખાઈ આવે છે ત્યારે એમની પાચનક્રિયા મંદ પડી ગઈ હોય છે. એવું પણ બનતું હોય છે કે જેના જમવાના ટેબલ પર કાયમ વિવિધ પ્રકારની મિઠાઈઓ પડી હોય છે એને ડાયાબિટીસ હોય છે અને જેને ડાયાબિટીસ નથી હોતો એને ત્યાં જમાવનું ટેબલ જ નથી હોતું કે નથી વિવિધ મિઠાઈઓ હોતી. જેની કવિતાઓમાં દમ નથી હોતો એ લોકો વાજતેગાજતે કાવ્યસંગ્રહો બહાર પાડી શકે છે અને છે અને જેની કવિતાઓમાં દમ હોય છે એનામાં એકાદ કાવ્યસંગ્રહ બહાર પાડવાનો પણ આર્થ્િાક દમ હોતો નથી. નાના પાટેકર જેવા કલાકારને નાચતા ન આવડતું હોય છતાં દિગ્દર્શકની મરજી મુજબ નાચવું પડે છે અને જેને સારૂં નાચતા આવડતું હોય એની ટોળામાં કોઈ ઓળખ હોતી નથી.

આપણા દેશના મોટા મોટા નેતાઓને પણ બધી વાતે સરખાઈ હોતી નથી. દેશના ત્રણ રાજકીય નેતાઓના દાખલા આપવાનું મને મન થાય છે.

અરવિંદ કેજરીવાલનો જ દાખલો લો. એણે કેટકેટલું કર્યું? સામાજિક કાર્યો કર્યાં. આંદોલનો કર્યાં. અનશન કર્યાં. ‘આમ આદમી પાર્ટી’ના નામે નવો રાજકીય પક્ષ બનાવ્યો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત પનો ટૂંકો પડયો તો ટૂંકસમય માટે સત્તા ભોગવી અને બીજી વખતની ચૂંટણીમાં ભારે બહુમતી મેળવીને એ દિલ્હીના મુખ્યમંત્રી પણ બની ગયા. દેશની જનતાને એવું લાગ્યું કે હવે એને બધી વાતે સરખાઈ આવી છે. એને નવા પ્રકારની જેવી રાજનીતિ કરવી છે એવી હવે કરી શકશે. એમણે નવા પ્રકારની રાજનીતિનો અમલ કરવાની શરૂઆત કરી ન કરી ત્યાં તો પક્ષમાં જ ડખો થયો. અને એ ડખો દૂર કરવા માટે એમના પક્ષના નેતાઓએ જૂના પ્રકારની જ રાજનીતિ અપનાવવી પડી. અગત્યના નિર્ણયો જનતાના દરબારમાં લેવાની વાત કરનારાઓએ બંધ બારણે પોતાનો દરબાર ભરવો પડયો અને પાંચમાં પૂછાય એવા પોતાના જ સાથીદારો યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને ‘રાજકીય કાર્યકારિણી’માંથી કાઢી નાખવા પડયા. આ તો ચાના કપમાં માખીઓ પડી હોય તો ચા ઢોળી નાખવાના બદલે કપમાંથી માખીઓ કાઢીને ચાની મજા માણવા જેવી વાત થઈ. પણ એવું કરવું પડયું. અરવિંદ કેજરીવાલાની તબિયતમાં તો ઘણા વખતથી ડખો હતો જ. બાકી હતું તો પક્ષમાં ડખો થયો. હોળીના તહેવારના અગલા દિવસે જ પક્ષમાં આવી હોળી પ્રગટી ગઈ. દેશની રાજનીતિ અને પક્ષની હાલત સુધારે એ પહેલાં પોતાની તબિયત સુધારવાની જરૂરિયાત ઊંભી થવાથી એણે રજા પર જવું પડયું. આપણે આશા રાખીએ કે એમની તબિયત એકદમ સારી થઈ જાય અને તેઓ રજા પરથી પાછા ફેરે ત્યારે એમની ટોપી પર ‘ીજી ફેાફે દૃાહીર ખ્તુપ્ન’ એવું લખાણ હોય.

બધી વાતે સરખાઈ તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ ક્યાં છે? પક્ષની અંદરના અને પક્ષની બહારના વિવિધ વિરોધીઓ, વિવિધ સમાચાર માધ્યમો, વિવિધ પંચો અને પ્રપંચો, વિવિધ વાદ અને વિવાદો વગેરેની સામે ટક્કર લઈને અને પ્રજાને વિવિધ વચનો આપીને એમણે દેશના વિવિધ લોકોનાં દિલ જીત્યાં અને ભારે બહુમતી સાથે વડાપ્રધાન બન્યા. બરાબરની સરખાઈ આવી હોવાથી એમણે એમણે દુનિયાના વિવિધ દેશોમાં ફરીફરીને લોકોનાં દિલ જીતવાનું શરૂ કર્યું ત્યાં તો દેશનું જ દિલ એવું દિલ્હી હારવાનો વારો આવ્યો. માગતલ મૂંઝાય આપતલ નઈ, રમેશ પારેખની એ ઉક્તિ મુજબ એમણે જનતાને જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરવા માટે હવે વિરોધ પક્ષો દબાણ વધારી રહ્યા છે. ‘ઘર વાપસી’ અને ‘ધન વાપસી’ જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓએ ઉપાડો લીધો છે અને બાકી હતું તે ‘અન્ના વાપસી’ થઈ. કેટલાક સમયથી સુષુપ્ત અવસ્થામાં સરી પડેલા અન્નાજી ફરીથી જાગૃત્ત થઈ ગયા છે અને જનતાને સરકાર વિરૂદ્ધ જાગૃત કરવાના કામે લાગી ગયા છે. મોદીજીની ઊંંઘ પહેલેથી જ ઓછી છે પણ અન્નાજીને મોદીની એ થોડીઘણી ઊંંઘ પણ પસંદ ન હોય એવું લાગે છે. એમણે જાણે કે મોદીજીની ઊંંઘ પૂરેપૂરી હરામ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એક નેતા જ્યારે બીજા નેતાની ઊંંધ ઉડાડવા માંગતો હોય ત્યારે એ નેતા માટે એ જરૂરી થઈ પડે છે કે એ પહેલાં જનતાની ઊંંઘ ઉડાડે. જનતા કેમ જાણે કાયમ માટે ઊંંઘતી જ હોય! અન્નાજી પહેલાં જાગતી જનતાને વધારે જગાડશે અને પછી મોદીજીનો વારો કાઢશે. વળી મોદીજીની સરકારને લોસભામાં જેટલી સરખાઈ છે એટલી રાજસભામાં નથી એટલે એમને પણ સરકાર ચલાવવામાં બધી વાતે સરખાઈ તો નથી જ. હા એમને અત્યાર સુધી તો તબિયતની પૂરેપૂરી સરખાઈ છે. આશા રાખીએ કે એમને કાયમ માટે તબિયતની બાબતમાં સરખાઈ રહે કારણ કે દેશમાં ‘દૃઁદ્ગજ કહે*’ લાવવાની જવાબદારી જેટલી એમના પર છે એટલી બીજા કોઈ પર નથી.

રાહુલ ગાંધીની વાત કરીએ તો એમને કઈ વાતની કમી હતી? ભર્યા ભર્યા તૈયાર ભાણા જેવો જૂનો ને જાણીતો એવો કોંગ્રેસ પક્ષ એમની સેવામાં હાજર હતો. એમને પ્રશંસકોની પૂરેપૂરી સરખાઈ હતી. પોતે ગતકડા જેવું એકાદ વાક્ય બોલે તો પણ એ વાકયનો બ્રહ્‌મવાક્ય તરીકે પ્રચાર કરવા માટે કેટલાક લોકો સદાય તત્પર રહેતા હતા. એ અપમાન કરે તો પણ પોતાની જાતને ભાગ્યશાળી માને એવા અજય માકન જેવા સમર્પ્િાત નેતાઓ એમની પાસે હતા. જેમને અઢળક અઢળક અનુભવ હોય એવા વડીલો એમની સામે નતમસ્તકે ઊંભા રહેતા હતા. આટઆટલું હોવા છતાં એમને બધી વાતે સરખાઈ ન આવી તે ન જ આવી. એમના સમર્થકોએ એમનામાં મન મૂકીને હવા ભરી પણ રાહુલ ગાંધી પોતે કોંગ્રેસ પક્ષમાં નવી હવા ભરી ન શક્યા. છેવટે એમને ચિંતન માટે જુદી જ હવામાં જવું પડયું. આશા રાખીએ કે એમનું ચિંતન લેખે લાગે અને આવ્યા પછી એવું કશું કરી બતાવે કે જેથી તાળીઓ પાડનારાઓની તાળીઓ લેખે લાગે.

નેતાઓને જ નહીં સમાજના તમામ વર્ગો અને વ્યક્તિઓને બધી વાતની સરખાઈ બધો વખત હોતી નથી. એટલે જ તો નિદા ફાઝલી જેવા શાયરને લખવાનું મન થયું હશેને કે...

ઙ્ઘૐાર કઙ્ઘઙ્મર ઙ્ઘાજ ીૂઙ્ઘઈીઅ ંખ્તાપ્ન ેખ્તરટ્ઠ કીઅિા

ઙ્ઘખ્તરટ્ઠ ીંરે ઙ્ઘખ્તરટ્ઠ દૃાઙ્મીાપ્ન ેખ્તરટ્ઠ કીઅિા છ

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

“ખો ન જાયેં યે.... તારે ઝમીં પર!”

કચેરીઓ ના કર્મચારીઓ ના રૂટીન માં એક ઈન્ટરેસ્ટીંગ બાબત હોય છે ‘ચા’. ચા અથવા એના નામે મળતો બ્રેક જે કહો તે. ઓફિસો, બેંકો, ટ્રેન, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર માં ફરતા ચા વાળા એ એક બહુ કોમન દ્રશ્ય છે અને ઘણા ખરા ચા ના ફેરિયાઓ કટિંગ ચા ની જેમ પોતે પણ કટિંગ એટલે કે નાના બચ્ચા હોય છે. આવો જ એક કટિંગ મારી ઓફીસ માં આવતો. ટૂંકા કપડા, વધી ગયેલા વાળ, હાથ માં ચા નું થર્મોસ ને બીજા હાથમાં ડિસ્પોઝેબલ કપ. એના કપડા જેમ એની બુધ્ધી પણ થોડી ટૂંકી હતી. કેટલા કપ ચા થઈ એ લેખતા બરોબર ફાવે નહિ. રૂપિયા એક વાર માંગે ને પછી ઉભો ઉભો રાહ જોવે. બીજી વાર માંગતા એને ન આવડે. જે માંગે એ બધા ને ચા આપે. પણ જો એને એમ કહીએ કે આ ચાર જણા ને ચા આપી ને બીજા રૂમ માં આવજે તો એને સમજ ન પડે. એવડું લાંબુ સોફ્ટવેર એના મગજ માં ફીડ જ થયેલું ન હોતું. બધા ચા પીવે. કોક એને મૂરખ કહે તો કોક મગજ વગરનો. કોક કહે લબાચો તો કોક ગાળ આપી ને બોલાવે. કોક પૈસા આપે તો કોક ૫ રૂપિયા ગુપચાવી ને ઉલ્લુ બનાવ્યા નો આનંદ લે. અને ક્યારેક તો નવરા માણસો એને બોલાવી ને ‘જા પેલા પાસેથી રૂપિયા લઈ લે ને ઓલા પાસેથી રૂપિયા લઈ લે’ કરીને અડધો પોણો કલાક ફ્રી માં ટાઈમપાસ કરી લે. પછી રૂપિયા આપે કે નહિ એ ખબર નથી. કોક એને ઉપર નીચે અમસ્તા ધક્કા ખવડાવી ને મજા લે. આ એ જ ઉજળા સમાજ ના લોકો ની વાત છે જે એમના સાહેબો કે સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકો પાસે નમી નમી ને સૌજન્ય પૂર્વક ની સારી વાતો કરે અને પોતાના જ્જ્ઞાન નું કે ધાર્મિકતા નું પ્રદર્શન કરતા હોય છે. આ એ જ પિતાઓ અને માતાઓ હતા જે પોતાના બાળકોના પડયા બોલ ઝીલતા હોય છે....

આવી જ અને આનાથી ઘણી જ બદતર હાલત ભારત ના હજારો લાખો બાળકો ની છે. ગરીબી કે દરિદ્રતા ની આપણી વ્યાખ્યા આપણા જેવી રૂપાળી, પોશ અને સભ્ય હોય છે. આસપાસ ના બાળકો ને મેં એક વાર પૂછ્‌યું કે ગરીબ એટલે શું? તો એક કહે કે એલોકો ને જમવામાં બંને ટાઈમ રોટલી શાક જ મળે... ઢોસા ને પંજાબી ને એવું ન મળે. બીજું કહે એલોકો ને પ્લેઈન દૂધ જ મળે બોર્નવીટા ન હોય એમાં! ત્રીજું કહે એમની કાર અને બાઈક પણ જુના હોય અને રમકડા પણ જુના હોય... આપણી વ્યાખ્યાઓ પણ આવી જ સુંદર ગરીબી ની હોય છે. પણ ગરીબી તો ગલીચ, મતલબી , કડવી અને સખ્ખત હોય છે પથ્થર જેવી. જેમ કાદવ માં કમળ તો ભાગ્યે જ જોવા મળે બાકી લીલ અને વાસ મારતી જીવડા વાળી ફૂગ ઉગી નીકળે એમજ ઉગી નીકળે છે માણસો માં વિકૃતિઓ. કોઈ વિચાર નહિ, કોઈ મોરલ નહિ, કઈ સારૂં કે ખરાબ નહિ બસ ભૂખ અને પ્રાથમિક જરૂરતો પૂરી કરવાના હવાતિયા.

દરેક ના જીવન નો યાદગાર સમય પૂછો અને જો એ વ્યક્તિ માતા કે પિતા બન્યો હશે, તો એ સમય હશે એના બાળક ને જોવાનો, રમાડવાનો સમય. પણ એ ફક્ત પોતાના બાળક પુરતો જ સીમિત છે. એ નો વ્યાપ વધી ને ભત્રીજા, ભાણેજ કે પાડોશી ના બાળક પુરતો પહોચે છે. એની આગળ વાઈ ફાઈ નું નેટ વર્ક પહોચતું નથી. મજુરો, ગણોતીયાઓ જે લોકોની રોજ ની આવક પરિવાર ની રોટલી ના ખર્ચા ના સરવાળા જેટલી નથી થતી એમના ફૂલ જેવાં બાળકો રસ્તે રઝળતા ધૂલ કે ફૂલ થઈ જાય. અને દુનિયા ની સૌથી ભૂંડી પીડા ભૂખ ને નાથવા આ ક્રુર વિશ્વ માં નીકળી પડે છે. અને એને રોટલો આપવા માટે આપણા ધનવાનો એમની પસેથીયે કામ લે છે. શેઈમ શેઈમ.....૧૦ ૧૨ કલાક કામ ના બદલા માં ચપટીભર પગાર. એમના નાનકડા હાથ ખોખા ઉપાડવા માં ભૂલ કરે તો માર પડે. અને એલોકો ક્યાં સ્કુલ ગયા છે કે ગણતરી આવડે? કોક દી પૂરો પગાર તો કોક દી ઓછો. અને ઝેરીલા રસાયણો વાળી કંપની માં પુખ્ત ભણેલા ગણેલાઓ ને રાખીએ તો તો ક્યારેક એ ફરિયાદ કરી ને આ ધંધો બંધ કરાવે. બાળકો તો ભોળા હોય. એમની પાસે કરાવી લેવાય. એમની વાતો આમેય ક્યાં કોઈ સાંભળવાનું છે..... અંધા, બહેરા, લંગડા થઈ જાય તો એમના નસીબ... આપણી કંપની ને તો ચાંદી ..... સરકાર પાસે બધા ડીપાર્ટમેન્ટ છે... બધા કાયદા છે બધા નેતાઓ છે .... બધા અધિકારીઓ છે..... હા હા હા હા....

નાનકડી ચા ની કે બુટ ચંપલ ની દુકાન થી માંડી ને મોટી કંપનીઓ સુધીના ઓ ને બાળ મજુરો જોઈએ છે. સસ્તા, ધમકાવી કે મારી શકાય અને નુકસાન થાય નાનું મોટું તો ઉહાપોહ ન થાય....દાંત ભીડાઈ ગયા ને ધૃણા થી? હજી તો બહુ સારી વાતો થાય છે, અત્યંત નીચ વાત પર આવવાનું બાકી છે ચાઈલ્ડ પ્રોસટીટ્‌યુશન....... યસ. આ વાત કાઈ નવી નથી. કુમળા ફૂલો ની સાથે... કરવા વાળા બીપ બીપ બીપ બીપ મહાનુભાવો આપણી વચ્ચે જ અપ ટુ ડેટ થઈ ને ફરે છે, મંદિર, મસ્જીદ, દેવળો માં પૂજા પાઠ કરે છે અને અદભૂત વાતો ના વડા ઉતારે છે....

થોડા સમય પહેલા મારા પરિચય માં એક યુવતી કિશોરી આવી હતી. જેને અમારા રસ ના વિષયો હતા કલર્સ. ડરેસિંગ, હરવું ફરવું.... પણ એને બસ જાને શેમાય રસ નહોતો. અત્યંત ડેલીકેટ એવી એ યુવતી વિવાહ ની વાત જ કરવા માગતી નહોતી એટલે એના પરિવારજનો અકળાતા અને અન્ય પરિણીત કન્યાઓ ને એને સમજાવવાનું કહેતા. એક નાજુક પળમાં એણે કરેલી વાત માં એના ફર્સ્ટ કઝિને એના બાળપણ માં એની સાથે નિયમિત રીતે કરેલી એવી હરકતો વિષે વાત કરેલી જેને કહેવા લખવા કે ફરી યાદ કરવાનું સામર્થ્ય મારામાં નથી.... અત્યારે એનો કઝીન બે બાળકો નો પિતા છે અને આની ઝીંદગી ઝૂંટવાઈ ગઈ છે.....

આવા સડેલા, ગલીચ અને પીડોફીલીક લોકો ની કેટેગરી માં અનેક સેલીબ્રીટીઝ પણ છે. છેક ચારેક દાયકા પૂર્વે લખાયલી ઓલ ટાઈમ ક્લાસિક ‘ગોડ ફાધર’ માં એક પ્રખ્યાત ડાયરેક્ટર આવો પીડોફીલીક હતો અને સુંદર બાળકીઓ ને આવો વ્યવસાય કરાવવામાં બાળકીની માતા જ સહાય કરતી...આ આર્ટીકલ લખવું મારા માટે અત્યાર સુધી નું સૌથી મુશ્કેલ કાર્ય રહ્યું છે. આવું વિચારવા અને લખતા મને દિવસો નહિ રાતો લાગી છે. ડીપ્રેસિંગ નાઈટ્‌સ. એક આખે આખું પુસ્તક આવી કેટલીય ગોબરી વાસ્તવિકતાઓ નો રાફડો ખોલે છે. પણ એમાં સુંદરતા ય છે. પ્રેમ ની સુંદરતા, દયાળુપણા ની સુંદરતા. અને એની ખૂબી એ છે કે કોક આવી ઘટનાઓ ના સાક્ષી એવા અનુભવી પરિપક્વ વ્યક્તિ ની આ સ્ટોરી નથી પણ એક ફ્રેશ એન્જીનીયરનું એ પહેલું પુસ્તક છે. હેટ્‌સ ઓફ જીતેશ દોંગા.

આપણા ગુજરાતી પ્રાઈડ ઈ બૂક એ પ્રસિદ્ધ કરેલું એક યુવા લેખક જીતેશ દોંગા નું પુસ્તક ‘વિશ્વ માનવ’ ની હાર્ડકોપી હમણાં વાંચી. બુક ને કેટલા માર્ક્સ આપવા કે એમાં શું કરવું જોઈતું હતું વધુમાં એ બાબતે લખવું એ મારો વિષય નથી. પણ પુસ્તક હૃદય માં ક્યાંક સ્પર્શે છે મતલબ કે હૃદય થી લખાયું હશે એ નક્કી. પુસ્તક વાંચી ને મજા આવી ગઈ એમ કહેવું એ કોક ના આઘાતજનક સમાચાર ફેસબુક વોલ પર વાંચી ને લાઈક કરવા જેવું કામ છે. યસ એમાં મજા આવે એવું ઓછું અને સહન કરવું પડે એવું વધારે છે. નોટ ક્રિટીકલી.... હે હે હે.... પણ એના કન્ટેન્ટ માં એક વાસ્તવિક ડાર્કનેસ છે. કડવાશ છે. થુંકી નાખવાનું મન થાય એવી હકીકત બિન્દાસ્ત કાગળ પર લીધી છે અને તે પણ પોતાના પહેલા જ પુસ્તક માં એક યંગસ્ટરે કરેલું પરાક્રમ છે એટલે હેટ્‌સ ઓફ.

જો મને એક આર્ટીકલ લખવામાં એક ફૂલ સાથેની દુર્ઘટના ને વાચા આપવા માં આટલી તકલીફ પડી તો જીતેશે આ પુસ્તક લખવા માટે શું ફેસ કર્યું હશે એ દિવસો અને મહિનાઓની પીડા, હતાશા, સ્ટ્રેસ નું મીટર લગાવ્યું હોય તો પીક પર કાંટો આવી ગયો હશે. તો જે લોકો આવી ઝીંદગી જીવતા હશે એમની હાલત કેવી હશે? એલોકો પેલા ચા વાળા બચ્ચા જેમ અર્ધ મગજ ના કે ખરાબ ભાષા માં ગાંડા કે પછી ક્રિમીનલ કે વિકૃત જ બની શકે. કારણકે એમના જીવનમાં કોઈ આશા, આનંદ, ઉમંગ જેવી કોઈ સુખદ અનુભૂતિ હોતી જ નથી. આ અનુભૂતિઓ જ આપણે ડાહ્યા બનાવી રાખવા માટે જવાબદાર છે....આવા લોકો ના જીવન માં આશા પુરવાનું એમનું બચપણ બચાવવાનું કામ એક વીરલો મહિનાઓ કે વર્ષો નહિ પણ દાયકાઓથી કરે છે. અને સુખદ યોગાનુયોગ એ છે કે એ પણ એક એન્જીનીયર છે જેણે લાખોની આવક, ગ્લેમરસ લાઈફ ને હડસેલીને જીવન બાળકોને બચાવવા માટે ખરચી દીધું છે. એ દૂત નું નામ આપણે છેક એને નોબેલ મળ્યા પછીજ ઓળખ્યા છીએ. એ છે કૈલાશ સત્યાર્થી.

ખરૂં નામ કૈલાશ શર્મા ધરાવતા આ મહાપુરૂષ નો જન્મ ૧૧ જાન્યુઆરી ના વિધીશા એમ.પી. ખાતે થયેલો. આ ૬૦ વર્ષીય યોદ્ધા એ અત્યાર સુધી ૫૦, ૧૦૦ કે દોઢસો નહિ પણ પુરા દસ હજાર બાળકો ને આવા દોજખ માંથી ઉગાર્યા છે. બાળકોને નોકરી આપનારી કાર્પેટ બનાવનારી કંપનીઓ કે હીરા ના કારખાના કે પછી ફૂટબોલ બનાવવાની ફેકટરીઓ સામે અહિંસક અવાજ ઉઠાવી ને બાળકો ને ફક્ત બહાર જ નથી કાઢ્‌યા પરંતુ શાળા એ જતા કર્યા છે. અને આવું ન કરવા માટે તેને અનેક વાર જીવ થી મારી નાખવાની ધમકીઓ મળી છે!!!! રાજસ્થાન માં પથ્થરો ની ખાણ માંથી બાળકો ને ઉગારવા ગયા ત્યારે એમને બુરી રીતે ઘાયલ પણ થવું પડેલું. અને યુવા જીવન અને પ્રોમિસિંગ હેપનિંગ લાઈફ ના પુરા ૩૦ વર્ષ એટલે જીવન નો સૌથી કીમતી સમય તેમણે આ કાર્ય માં આપ્યો છે. બ્રાવો. મેન ઓફ કરેજ.

દુનિયા ના મહાનતમ પારિતોષ્િાક મેળવતી પહેલા ની સ્પીચ માં એમણે શું કહ્યું ખબર છે? કઈ જ નહિ એમણે સ્પીચ આપવાનો એમ કહી ણે ઈનકાર કરી દીધો કે હું મૌન દ્વારા બાળકો ની ચીસો અને રૂદનને રીપ્રેઝેન્ટ કરૂં છું..... સાચે અદભૂત.... મધર ટેરેસા ની હાર માં બેસવા વાળા બીજા ભારતીયને શત શત પ્રણામ.

બોલીસોફી

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શમિતાભ - ઈગો ને કહી દો ‘ગો’

ઘણાં દિવસે એક એવી ફિલ્મ જોવા મળી જેમાં એક મેસેજ હોય. ધારદાર હોય પણ તેમ છતાં ગંભીરતાથી નહીં પરંતુ હસતાં હસાવતાં તમને એ મેસેજ પહોંચાડી દેવામાં આવે. હિન્દી ફિલ્મોની શરૂઆતથી લગભગ ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધી એક ખાસ પ્રકારની ફિલ્મો બનતી જેને આપણા ગુજરાતમાં ‘સામાજીક ફિલ્મો’ તરીકે ઓળખવામાં આવતી. આવી ફિલ્મો ખાસકરીને સાઉથના ઘણાં બેનરો બનાવતા જેમાં છફસ્ મુખ્ય હતું. આવી ફિલ્મો આખું કુટુંબ સાથે મળીને રંગેચંગે થીયેટરમાં ખાસ જોવા જતું. આ પ્રકારની ફિલ્મોમાં રોમાન્સ, રોનાધોના થી માંડીને કોમેડી અને ગાના-બજાના બધુંજ આવી જતું. પણ તેમની ખાસ બાબત એ હતી કે એને અંતે કોઈએક મેસેજ જરૂર હોય. આપણી આજની ‘ઈન ફોકસ’ ફિલ્મ ‘શમિતાભ’ને કોઈપણ હિસાબે એ જમાનાની ‘સામાજીક ફિલ્મો’ સાથે ન સરખાવી શકાય પરંતુ તેને એક મેસેજ આપતી ફિલ્મતો આપણે જરૂરથી કહી શકીએ.

સાચું કહું તો ‘શમિતાભ’ જોતજોતા વારંવાર અમિતાભની જ એક પુરાણી ફિલ્મ ‘અભિમાન’ ની યાદ આવતી હતી. આવું સતત ફિલ થવાનું કારણ અમિતાભ બચ્ચનનું આ બંને ફિલ્મોમાં લ.સા.અ હોવું તો નહોતુંજ. આ અભિમાન શબ્દજ એવો છે કે એ જરાક જીભ ઉપર સળવળે કે ભલભલાની ડોક ઉંચી થઈ જાય. ડોક ઉંચી થતાંજ મસ્તક ઊંંચું થાય અને મસ્તક ઊંંચું થાય એટલે માનસ પણ ઊંંચું થાય અને માનસ ઊંંચું થાય એટલે માણસ પણ જમીનથી બે વ્હેંત અદ્ધર થાય. જે અમિતાભ સિંહા (અમિતાભ બચ્ચન) એક સ્ટ્રગલર માત્ર બનીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જિંદગી ઘસી નાખે છે અને છેવટે દારૂડીયો બનીને ગટરમાં પણ રાત ગુજારી દેવા માટે મજબુર થઈ જતો હોય છે અથવાતો કબ્રસ્તાનને પોતાનું ઘર બનાવી દે છે એ જ અમિતાભ સિંહા ઉમરના ઢળાવ પર મળેલી માત્ર એક અને અચાનક સફળતાથી છકી જાય છે. દાનીશ (ધનુષ) જે જન્મથી જ મૂંગો છે પણ એનામાં અદાકારીનો કીડો બહુ જબરદસ્ત રીતે રમમાણ હોય છે. એની અદાકારીને જોઈને એક ડોક્ટર એને વિદેશની ટેકનોલોજી દ્વારા બોલતો કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસ સફળ બનાવવા માટે કોઈ જોરદાર અવાજની જરૂર દાનીશને પડે છે. અમિતાભ સિંહા અહીં દાનીશની મદદે આવે છે અને સિંહાના ધરખમ અવાજ અને પોતાની અદાકારી ના જલવા દ્વારા દાનીશ પહેલીજ ફિલ્મમાં ધમાકો કરે છે. સફળતાનો નશો બંનેને એવો તો ચડે છે કે બંને એમ સમજવા લાગે છે કે પોતાના વીના પેલો બીજો કશુંજ નથી. આથી બંને જુદા પડે છે અને આમ થવાથી સફળતા પણ બંનેથી જુદી થાય છે. અમિતાભના અવાજ વિનાની દાનીશની અદાકારી ફિક્કી થઈ જાય છે તો દાનીશની બદલે પોતેજ પ્લાન્ટ કરેલો નિર્બળ અદાકાર અમિતાભના અવાજને જરાય ન્યાય આપી શકતો નથી. આકરી અસફળતાબાદ બંને ફરીથી ભેગા થાય છે અને સફળતા મેળવવા માટે ફરી પ્રયાસો શરૂ કરે છે.

મારી મમ્મી કાયમ એવું બોલતી હોય છે કે, “આપણને ચપટી ધૂળની પણ ક્યારેક જરૂર પડતી હોય છે.” બસ આ જ ફિલોસોફી ‘શમિતાભ’ પણ આપણને કહે છે. માણસને માણસની જરૂર હોવાનીજ. તારા વગર મને ચાલશે જો એવું કોઈ કહી દે તો એ ખોટો છે, સ્પેશિયલી જયારે એ વ્યક્તિ આપણો પોતાનો હોય. ફેન્સને જેટલી સેલીબ્રીટીઓની જરૂર છે એમ સેલીબ્રીટીઓને પણ ફેન્સની એટલીજ જરૂર છે. અદાકાર વિનાની ફિલ્મો કે ક્રિકેટર વિનાની મેચો જોવા કોણ જશે? એવીજ રીતે ખાલી પડેલા થીયેટરો અને સ્ટેડિયમોમાં ફિલ્મો દેખાડવી કે મેચ રમવાની કોઈપણ એક્ટર કે ક્રિકેટરને જરાય નહી ગમે. પણ જયારે આ બંને એકબીજાનાં પૂરક બનવાને બદલે એકબીજા ના મારક બનવાની કોશિશ કરે ત્યારે બંનેને ખુબ તકલીફ પડે છે. પણ જયારે કોઈ સેલીબ્રીટીને પોતાની અનહદ કદર કરતો ફેન પોતાને ઈરીટેટ કરી રહ્યો છે એમ માનીને એનું અપમાન સુદ્ધાં કરવાની હદે પહોંચે ત્યારેતે પોતાની અત્યારસુધીની સફળતા પાછળ રહેલા છુપા આશીર્વાદને ગુમાવી દેતો હોય છે. તો સામેપક્ષે કોઈ ફેન જો એવું માનતો હોય કે સેલીબ્રીટીને મળેલાં માનપાન એને લીધેજ હોવાથી તે જે-તે સેલીબ્રીટીના બેડરૂમ સુધી ઘુસ મારવા માટે અધિકાર ધરાવે છે તો તે પેલા સેલીબ્રીટી તરફના પોતાના પ્રેમનું જ અપમાન કરતો હોય છે.

તો પછી વચલો રસ્તો કયો? જવાબ સીધો, સરળ અને એપણ માત્ર એકજ શબ્દમાં આવેલો છે, અને આ શબ્દ છે ‘નમ્રતા’. ઈરીટેટ કરતાં ફેનને જો પેલો સેલીબ્રીટી નમ્રતાપૂર્વક એને હેરાન ન કરવાની વિનંતી કરે તો એવી શક્યતાઓ વધુ છે કે પેલા ફેનના હ્ય્દયમાં એનું સ્થાન વધુ ઊંંચું બને. અને જો ફેન પેલા સેલીબ્રીટીના અંગત જીવનમાં રસ દાખવવાને બદલે માત્ર તેના પ્રોફેશન પૂરતોજ પોતાનો પ્રેમ જાળવી રાખે તો સેલીબ્રીટી પણ રાહતનો શ્વાસ લઈ શકે. આ હકીકત પતિ-પત્ની, મિત્રો, સગાં-સંબંધીઓ કે ઈવન સહકર્મચારી પ્રત્યેના આપણા સંબધો સુધી એટલીજ ફીટ બેસે છે. બાકી જેમ આપણે આગળ વાત કરી એમ ચપટી ધૂળની પણ આપણને જરૂર પડે છે. તમારી સફળતા પાછળ તમારા સહીત કેટલાય બીજા લોકોનાં પ્રયાસો, મહેનત અને આશિર્વાદ શામેલ હોય છે. આ તમામ હકીકતો કાયમ કદાચ સતહ ઉપર ન દેખાય તો ક્યાંક છુપાયેલાતો હોયજ છે આથી સફળતામાં છકી જવાથી પડતીની શરૂઆત નક્કી જ છે.

આવી મસ્ત ફિલોસોફી આપણને શીખવે છે ‘શમિતાભ’! હજીસુધી પણ જો ન જોઈ હોય તો હવે મોકો મળે ત્યારે જરૂર જોજો.

૦૯.૦૩.૨૦૧૫, સોમવાર

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિશ્વ પુરૂષ દિન પણ હોવો જોઈએ .

મહિલાઓ માટે નો દિવસ હોય એવીરીતે પુરૂષો નો પણ કોઈ દિવસ હોવો જોઈએ હંમેશા પુરૂષ પ્રધાન સમાજ હોવા છતાં પુરૂષો જોડે અન્યાય થતો આયો છે. એમનો બચારા ગરીબોનો કોઈ સ્પેશ્યલ દિવસ જ નાં હોય, એમણે તો બસ બધાને ગીફ્ટ જ વહેચવાની. જ્યાં જાઓ ત્યાં લેડીઝ ફસ્ટ નાં પાટિયા વાગેલા હોય. કોઈ નાની મોટી મુવી ની ટિકિટ થી માંડીને રેલ્વે રીઝર્વેશન ની લાઈન હોય, ત્યાં બધે લેડીઝ ની લાઈન ઓછી હોય અને એમનો નંબર જલ્દી આવે જ્યારે પુરૂષ ની લાંબી લાઈનો માં ઉભા રહીને કષ્ટ વેઠવું પડે અને સ્ત્રીઓ નાં પ્રશ્નો તો સહન કરવા જ પડે કે અત્યાર સુધી ક્યા હતા કેમ આટલી વાર લાગી . ખરેખર વાર શબ્દ પર થી યાદ આવ્યું કે સ્ત્રીઓ ને કાર્ય કરતા કે તૈયાર થતા જેટલી વાર લાગે એની પાછળ તેમનાં સર્જન પાછળ ભગવાને પણ વધુ પડતો સમય આપેલો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે અને પુરૂષ ને બનાવતા ભગવાન ને પણ ટાઈમ નહતો બગડયો.

પુરૂષ હમેશા સ્ત્રી કરતા વધારે ખુશ રહી શકે છે થોડો આળસુ હોય છે પણ ખુશ હોય છે જે અંગે ના થોડા કારણો જોઈએ :

(૧.) પુરૂષ પાછળ લાગતુ એક બીજા પુરૂષ નુ નામ કોઈ દીવસ બદલાતુ નથી ભગવાને દાઢી મૂછો બધું પુરૂષ ને એટલે આપ્યું છે કે એમને ખબર છે કે આ આળસુ છે એ બહાને અઠવાડિયા માં કઈક કામ કરશે .

(૨.)કોઈ નો પણ ફોન આવે તો પુરૂષ ની વાત કરવાની સમયમર્યાદા નિશ્ચીત હોય છે અહી જો પ્રેમમા પડેલો પુરૂષ હોય તો તેને થોડા સમય માટે અપવાદ ગણવો. પુરૂષ હંમેશા ચલો બસ પછી મળીએ ત્યારે વાત કરીએ એવું કહીને ફોન મુકવામાં વિશ્વાસ રાખે છે જ્યારે સ્ત્રી બે કલાક વાત કર્યા પછી હમણા તો વાત જ નથી થતી યાર ક્યાંક મળીને શાંતિથી ગપ્પા મારીએ એવા સંવાદો સાથે ફોન સમાપ્ત કરતી જોવા મળે છે .

(૩.) પુરૂષ ને તૈયાર થતા જરાય સમય લાગતો નથી અને પાંચ દીવસ ના વેકેશન મા જવા માટે પણ બેગ પેકીગ મા એક જ જીન્સ ચાલે છે. જ્યારે સ્ત્રીને બે ચાર કલાક માટે પણ જવાનું હોય તો અમેરિકા જતા હોય એટલી તૈયારી અને બેગો લઈ જવાની સ્વાભાવિક ટેવ હોય છે .

(૪.) પુરૂષ ને વાતે વાતે ખોટુ લાગતુ નથી કોઈ બચારૂ ઈનવાઈટ ના કરે તોય પુરૂષ માટે એ મિત્ર કે સબંધી જ રહે છે એને સાચુ ખોટુ ની ફીલીગ હોતી નથી જયા સુધી એનામા એવી ફીલીગ કોઈ સ્ત્રી દ્રારા ઈનસર્ટ કરવામા ના આવે.

(૫.)પુરૂષ ને હેરસ્ટાઈલ નો બહુ ઓછો ખર્ચો હોય છે મોટા ભાગે એક હેરસ્ટાઈલ આખી જીદગી પણ ચાલતી હોય છે અને દાઢી ના કરવા અંગે પુરૂષ શ્રાવણ મહીનાનો સહારો લે છે ખરેખર દાઢી કરીને જીવન માં કોનું ભલું થયું છે એવો એક મુક્ત વિચાર દરેક પુરૂષ નાં જીવનમાં ફરતો હોય છે પણ સમાજ એના વિચારો ને દબાવી એને સાફ સુથરો ક્લીન શેવ રેહવા પર મજબુર કરતો હોય છે.

(૬.) પુરૂષ ખરીદી કરવામા વધારે ભાવતાલ અને ૫૦ દુકાનો ફરતો નથી જ્યા જે ગમ્યુ ત્યાથી ઉપાડી લે છે થોડીક બીનજરૂરી ચીજવસ્તુઓ ખરીદી લે છે પણ એ તો ચાલે, એકંદરે ૨૫ વસ્તુ લેતા એને ૩૦ મીનીટ થી વધારે લાગતી નથી. જેટલી મિનિટ માં તે ખરીદી કરે છે એટલી મિનિટ કોઈ સ્ત્રીને વસ્તુ સિલેક્ટ કરતા લાગે છે .

(૭.)પુરૂષ મા ઈર્ષા હોતી નથી ભુલથી પણ પોતાના જેવા કે પોતાના થી સારા કપડા પેહેરેલા પુરૂષ ને જુવે તો રીએકશન મા ઈર્ષા ના આવે પણ આ તો મારો ભાઈ જેવો લાગે છે એવા જ શબ્દો નીકળે.

(૮.) પુરૂષ વસ્તુ પણ બદલ બદલ કરવામા માનતો નથી એનો એજ ટુથ બ્રશ અને ઘુઘરા જેવો અવાજ આવે ત્યા સુધી શેવીગ બ્રશ નો ઉપયોગ કરવો. સાબુ પણ જે માફક આવી ગયો એ વર્ષો સુધી ચલાવે રાખે છે. ખોટી જાહેરાતો માં ભરમાતો નથી ભાઈબંધ કે બહેનપણી નાં કેહવાથી પોતના પ્રોડક્ટ ઝડપથી બદલી નાખતો નથી .

પુરૂષ ની આટલી બધી ખૂબીઓ હોવાછતાં કોઈ દિવસ પુરૂષ દિવસ ની ઉજવણી કરવામાં આવતી નથી આ ગ્લોબલ લેવલ પર પુરૂષો ને થતો અન્યાય છે . સ્ત્રી પુરૂષ સરખાપણા ની વાતો માં બચારા પુરૂષ ને સરખો કરી નાખવામાં આવે છે, આશા રાખીએ કે ૮ માર્ચ વિશ્વ મહિલા દિન છે એવો કોઈ તારીખ વિશ્વ પુરૂષ દિન માટે પણ નક્કી થશે . કઈ નહિ તો ૨૯ ફેબ્રૂઆરી તો એલોટ કરો દર ચાર વર્ષે ઉજવીશું પણ વિશ્વ પુરૂષ દિન હોવો જોઈએ .