Part-3 Prime Time in Gujarati Magazine by Heli Vora books and stories PDF | Part-3 Prime Time

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

Part-3 Prime Time

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

  • ‘‘મજ્જાની લાઈફ’’
  • •“૨૦૧૫ ઓન ધ વે...”

    •“નામમાં શું બળ્યું છે?”

    •“સફર”

    •“મજા ની વાતો”હું ગુજરાતી - ૧૧

    ‘‘મજ્જાની લાઈફ’’

    એક વખત એક મુસાફર તેના હાથમાં વોટરબેગ લઈને રસ્તા પર જતો હતો. રોડ સાઈડ પર ફ્રી બેઠેલા એક જેન્ટલમેને પેલા મુસાફર ને બોલાવી ને પૂછ્યું કે તેની વોટરબેગ માં નાખવા માટે તે કઈક આપવા માંગે છે, પેલા મુસાફરે સરપ્રાઈઝ થઇ ને કહ્યું કે પોતાની મુસાફરી માટે પુરતું પાણી વોટરબેગ માં છે અને વોટરબેગ માં વધુ પાણી માટે જગ્યા પણ નથી.પેલા જેન્ટલમેને નમ્રતાપૂર્વક વોટરબેગ માગી . તેનું ઢાંકણું ખોલ્યું અને વોટરબેગ માં ખાંડ નાખી ને સસ્મિત ઢાંકણું બંધ કરી દીધું. અને પેલા મુસાફર ની મુસાફરી મીઠી થઇ ગઈ. બસ આવું જ કામ સરસ પુસ્તકો અને સારા લોકો કરે છે આપણી લાઈફ માં. આપણી સમજ પ્રમાણે આપણે પુરતું વિચારીએ અને કરીએ છીએ. આપણી વોટરબેગ ફુલ છે. ખાંડ જેવી વસ્તુ જરાય નવી જગ્યા રોક્યા વગર આપણા પાણી ને મીઠું બનાવી દે. એવી રીતે સારી વિઝડમ બુક્સ આપણા વિચારો ને આપણા દિલ અને દિમાગ ને સરસ સ્વાદ આપે છે. ગયા અંક માં શરુ કરેલી રોબીન શર્મા ના પુસ્તકની વાત આપણેઆગળ ચલાવીએ. પુસ્તક ના કેટલાક અદભૂત વાક્યો મમળાવીએ.

    ’’ તમારા દિમાગ ને એક ફળદ્રુપ બગીચા જેમ ઉછેરો. જો એમાં નીંદણ ને મુળિયા પેસાડવા દેશો તો તમને એ શાંતિ નો અનુભવ ક્યારેય નહિ થવા દે’’ આ નીંદણ એટલે નકારાત્મક વિચારો જેમકે ચિંતા, અદેખાઈ, ગુસ્સો, તણાવ......આપણે તો સાલા બગીચા નો ઉકેડો કરી નાખ્યો છે. એમાં ચિંતા ને ખોટા વિચારો ખરાબ યાદો ને અકળામણ સંઘર્યા કરીએ. નીંદણ નહિ પણ નીંદણ નું જંગલ ઉભું કરી મુકીએ.

    ’’ જીંદગી ને ભરપૂરજીવવી હોય તો દિમાગ ના દરવાજે પહેરો ભરો. માત્ર ઉત્તમ માહિતીઓ ને જ તેમાં પ્રવેશવા દ્યો. એક પણ નકામા વિચાર ને આવવા દેવું તમને પોષાશે જ નહિ.’’ કેટલું સરળ ને સરસ!

    એક મસ્ત ક્વોટ તો અંગ્રેજી માં જ શેર કરવો પડશે. ’’ થષ્ઊત્‌ િ છસ્ણ શિ હ્મષ્ત્ઈ હ્મિષષ્ત્ટસ્ણટ ટહ્યસ્ણ થષ્ઊત્‌ િ.ઢ.’’ છે ને મસ્ત?

    વધુ એક સરસ વાક્ય જે મને ભગવદ્‌ ગીતા થી પ્રેરિત હોય એવું લાગે. ’’ કોઈ પણ બનાવ ને સકારાત્મક કે નકારાત્મક રીતે તોળવા કરતા એ જેમ છે તેમ બસ એને અનુભવો. અને તેમાંથી શીખો.’’ એક અંગ્રેજી શબ્દ છે ‘જજમેન્ટલ’. મતલબ કે કોઈ વ્યક્તિ કે બનાવ ને મૂલવવા કરવાની આદત. આપણું વ્યક્તિત્વ જ જજમેન્ટલ થતું જાય છે. એમાં એન્જોય કરવાનું તો રહી જ જાય.

    એક બહુ ઉત્સાહ પ્રેરક વાક્ય ’’ આજ રાત થી ભૂતકાળ ને ભૂલી જાઓ.અને હિંમત કરી ને વિચારો કે તમે સંજોગો ના સરવાળા કરતા વિશેષ છો. ઉત્તમ ની આશા રાખો.’’ યસ આપણું ટૂંકો પરિચય એટલે આપણા સંજોગો નો સરવાળો.

    ‘‘સપના પર થી ધૂળ ખંખેરવાની હિમ્મત કરો.જીવન ને નવેસર થી માણો.’’ આવી કલ્પના થી પણ મજ્જા પડી જાય. કે નવી ઘોડી ને નવો દાવ. હકીકત ઘણી બરછટ હોય છે. પણ સપના ની દિશામાં ચાલવાની કોશિશ તો કરવા જેવી ખરી જ.

    એક માસ્ટર પીસ.’’ દિમાગ શરીર ના અન્ય સ્નાયુઓ જેવુજ છે, કાં એને વાપરો અથવા ગુમાવો.’’ આપને એમ વિચારીએ કે પૈસાની જેમ એને બચાવીએ તો એનું વ્યાજ નહિ આવે. પણ મૂડી એ જશે.

    સાચું કે ખોટું એ તો ખબર નથી પણ એક વાર કોશિશ કરવાની પ્રેરણા આપે એવું એક વાક્ય.’’જો તમારું કોઈ સપનું છે તો એનો અર્થ એ કે એને પૂરું કરવાની ક્ષમતા પણ તમારા માં છે જ.’’

    ‘‘થાક એ માનસિક ઉપજ છે. થાક એવી વ્યક્તિઓ પર રાજ કરે છે જે લોકો ના જીવન માં કોઈ દિશા કે કોઈ સપનાઓ નથી હોતા.’’ આ કૈક એવી રીતે સમજી શકાય કે ઘર માં લગ્ન હોય તો ઊંઘ આવે છે? ગમે એવા પગ દુખતા હોય તોય બે કલાક ગરબા રમી નાખીએ. અને અંત માં મજા આવે થાક ન લાગે. જયારે ઓફીસ માં અણગમતું કામ આવી જાય ત્યારે? આખી દુનિયાની એસીડીટી, ગેસ, શરદી, જુલાબ બધું પહોચી આવે.

    ‘‘જયારે તમે તમારા ભય પર જીત મેળવો ત્યારે તમે તમારી જીંદગી પર જીત મેળવી લો છો.’’ આપને તારે ઝમી પર ના ગીત જેવા છીએ. ’’ યુ તો મેં બતલાતા નહિ, પર અંધેરે સે ડરતા હુ મેં માં’’ બોલીએ ભલે નહિ પણ કોઈ ને કોઈ આંતરિક ભય સતાવ્યા કરે. એ ડર થી આગળ જવાની વાત છે. બહુ સારું છે પણ અમલ માં મુકવા માં ફીણ આવશે મોઢે એ વાત નક્કી.

    ’’ હમેશા હાસ્ય ની શક્તિ ને યાદ રાખો. એ એક અદભૂત ટોનિક છે જીવન ની મુશ્કેલીઓ અને તણાવ સામે લડવા માટે.’’ એટલે એમ કે મારું આર્ટીકલ દર વખતે વાંચતા રહેવાનું. હા હા હા... ’’ મુક્ત હાસ્ય હૃદય ને ખોલે છે અને આત્મા ને રાહત આપે છે. જીવન ને એટલું ગંભીરતા થી ક્યારેય ન લ્યો કે મુક્ત રીતે હસી પણ શકો.’’

    બસ આ બુક જેવી જ રીફેર્શિંગ આપની જીંદગી બની જાય તો મજ્જો પડી જાય. કોઈ ઉચાટ કરાવે એવો વિચાર જ ન આવે. તડકા માં ગરમી ની મજા લઈએ અને ટાઢ માં ઠંડક ની. બસ જીવન એટલે આપણે અને આપણા સપનાઓ અને સપનાઓ તરફ આપણા કર્મો. બીજા કોઈની વ્યાધિ જ નહિ. ઉત્સાહ અને આનંદ થી આપણે રહીએ અને અન્યો ને રાખીએ.(અને અન્યો પણ આપને રાખે તો વધુ સારું.)બસ પોતા પર ભરપૂર વિશ્વાસ રાખવાનો અને મજાનું વિચારવાનું ને મજાનું કરવાનું. છે ને મજ્જા ની લાઈફ?

    હુંુ ગુજરાતી - ૧૨

    “૨૦૧૫ ઓન ધ વે...”

    સો ૨૦૧૫ ઓન ધ વે.... કઈ પણ નવું આવે એટલે આપણે ઉત્સાહ થાય. પછી એ નવા કપડા હોય, એસેસરી હોય, ફર્ન્િાચર હોય કે પછી નવું વર્ષ હોય. આમ ધાર્મિક કેલેન્ડર મુજબ બિન ખ્રિસ્તી લોકો ઓલરેડી નવું વર્ષ ઉજવી જ ચુક્યા હોય છે. પણ તોય આપણે ફુલ મજા લઈને થર્ટી ફસ્ટ ને ન્યૂ યર ઉજવીએ. ઉત્સવ એટલે લાઈફ માં થોડો પોઝીટીવ ચેન્જ. અને ટીવી, મોબાઈલ, નેટ ના યુગ માં આપણે પણ ગ્લોબલ થઈ ગયા છીએ. એટલે બધું ય ઉજવીએ... બસ મજા આવવી જોઈએ. અને આમ પ્રેક્ટીકલી જોઈએ તો આપણે ધાર્મિક મુહુર્ત સિવાય ખાસ કોઈ ધાર્મિક કેલેન્ડર ફોલો પણ નથી કરતા. આપણે જે કેલેન્ડર માં દૂધ નો હિસાબ લખીએ, જે કેલેન્ડર થી જન્મ દિવસ ઉજવીએ, પગાર લઈએ અને બીલો ચૂકવીએ એ કેલેન્ડર નું નવું વર્ષ છે. એટલે સેલિબ્રેશન તો બનતા હૈ.

    સેલિબ્રેશન પોતપોતાની માન્યતા અને જીગર પ્રમાણે. ટીવી પર એવોર્ડ ફંક્શન જોઈને કે પછી ડીજે પાર્ટી માં જઈને,મુવી જોઈને કે બીચ પર જઈને . સારા રેસ્ટોરાં માં ડીનર તેય પાછું કોના સાથે એ જોવાનું રહ્યું. ફેમીલી સાથે કે મિત્રો સાથે કે પછી ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે (મન મેં લડડુ ફૂટા?)..... વેલ મને લાગે છે કે ડીનર કરતા કંપની નું મહત્વ છે. પતિ કે પત્ની ની કંપની તો ઓલ ટાઈમ હીટ છે....વેલ કેટલાક અપવાદ ને અફસોસ સાથે બાદ કરતા. માતા પિતા ની કંપની બાળકો માટે કદાચ એટલી ‘રોકિંગ’ ન હોતી હોય પણ પેરેન્ટ્‌સ માટે તો બહુ સૂધિંગ હોય છે એ નક્કી. બાળકો ને પણ પેરેન્ટ્‌સ તો વહાલા હોય જ છે પણ એમની સાથે જે ડીસીપ્લીન મેઈન્ટેન કરવું પડે એ બહુ વહાલું નથી હોતું. ફ્રેન્ડસ સાથે યુ કેન ગો ક્રેઝી. એટ એની એજ. એ જ તો એની મજા છે.

    નવા વર્ષ નો એક બીજોય ચાર્મ છે. રેઝોલ્યુશન લેવાનો. ઈટ્‌સ પ્રોમિસ તો સેલ્ફ. બીજા કોઈ ને તો આપણે કેટલાય વચનો આપીએ છીએ. સાત વચન લગ્ન ના. અને તેની સાથે વધતી દરેક જવાબદારી પણ એક એક વચન છે. સબંધો પણ જો નિભાવીએ તો વચન જ છે. જરૂર સમયે સાથે રહેવાનું વચન. નોકરી કરીએ તો વચનો ના ડુંગરા ખડકી મુકે આપણી ઓથોરીટી. પછી નોકરી સ્વીપર ની હોય કે એક્ઝેક્યુટીવ લેવલ ની. ઓથોરીટીને તો હંધાય હરખા. આ બધા વચનો વન સાઈડ ટ્રાફિક.આપણે આપવાના ને એલોકોએ માગવાના. બીઝનેસ હોય તો દરેક આપ લે, દરેક કોન્ટ્રાકટ દરેક ડીલ એક એક વચન. અને પ્રોફેશનલ હો તો સમય પર સેવા પૂરી પાડવાનું કમીટમેન્ટ.પણ આ બધાય વચન બીજા માટે છે. આપણું શું?

    કોન્શીયસ્લી આપણે પોતાની જાત ને કેટલા વચન આપ્યા? અને કેટલા કમીટમેન્ટ આપ્યા? અથવા એકડે એક થી વિચારીએ. તો પોતાની જાત ને હકીકતે કયા કમીટમેન્ટ ની જરૂર છે એ આપણે તદ્દન શાંતિ થી લોજીકલી વિચાર્યું છે? હજુ એક પગથીયું નીચે ઉતારીએ. બિલકુલ નિર્મળ રીતે માત્ર આપણા વિષે કે આપણા સાથે સંવાદ આપણે નિયમિત નહિ તો અનિયમિત રીતે પણ કર્યો છે? જવાબ આપતા પહેલા એક શરત છે. કોઈ બહાના એલાઉડ નથી. બસ તદ્દન અનાવૃત સત્ય બોલવાનું અને સ્વીકારવાનું. સ્વીકાર્યા પછી અંદર ક્યાંક થોડી જગ્યા થશે. કોઈક બારી ખુલશે આ આર્ટીકલ ને પ્રવેશ આપવા માટે. ઓશો ને કોઈકે સવાલ પૂછ્‌યો, “ ગુરૂજી હુ પ્રશ્નો થી ભરેલો છું , જો તમે મારા પ્રશ્નો નું નિરાકરણ બતાવો તો હુ સન્યાસ પણ લેવા તૈયાર છું.” ઓશો એ બિલકુલ એમની આગવી અદા માં જવાબ આપ્યો “ભાઈ અચ્છે ભલે હો સન્યાસ કી ક્યાં આવશ્યકતા હૈ? તુમ્હારે પ્રશ્ન તુમ્હારે હૈ. મતલબ કી ઉસપે તુમ્હારી છાંટ હૈ તુમ્હારી ખુદકી અસર હૈ.... ઉસકે જવાબ મેં નહિ દે સકતા. વો જવાબ તો તુમ્હે ખુદકો હી ખોજને હૈ. મેં તો બસ પ્રશ્નો કા નાશ કર સકતા હુ અગર તુમ મેરે પાસ આઓગે તો.” પ્રશ્નો ના નાશ વાળું તો આપણ ને બાઉન્સર ગયું. આપની લેવલ થી માથે હતું. પણ એક વાત સમજાઈ કે પ્રશ્નો આપણા છે તો જવાબ પણ આપણો જ હોઈ શકે કોઈક ન આપી શકે. કેમકે એ આપણા પોતાના ખેપાની ભેજાની ઉપજ છે એમાં બીજા કોઈ નું કામ નહિ.

    બસ આવું જ છે રેઝોલ્યુશન કે સંકલ્પ નું.આપણે જાતે આપણું લક્ષ્ય, આપની જરૂરત નક્કી કરવી પડે. બસ થોડા આઈડીયાઝ છે. એનાથી થોડી હેલ્પ મળી શકે. એક તો આપણી હેલ્થ. આપણે એટલા માટે સાજા નથી રહેવાનું કે દવાખાના માં પૈસા ન વપરાય. કે અત્યારના છોકરા સેવા ન કરે તો?પણ એટલા માટે સાજા રહેવાનું છે કે આપણે લાંબુ આયુષ્ય માત્ર જીવી નહિ પણ માણી શકીએ અને બીજા ની સેવા કરી ન કરીએ તો વાંધો નહિ પણ મદદરૂપ થઈ શકીએ. સમાજ ને પરિવાર ને અને મિત્રો ને. આમેય રોજ જુદા જુદા ટેસ્ટ્‌સ, રીપોર્ટસ, સર્જરીઝ અને ઈન્જેક્શનસ વિલ નોટ બી ફન....સો ડાયેટ અને એકસરસાઈઝ બાબતે સીરીઅસલી એક સંકલ્પ લેવો ઘટે.

    બીજી એક વસ્તુ થોડી ખતરનાક રીતે છેતરામણી છે. આપણી માનસિક આદતો. આપણે કોઈ સમક્ષ તો ઠીક પોતાની જાત સામે પણ ખરાબ માનસિક આદતો ને યા તો પકડી નથી શકતા યા તો સ્વીકારી નથી શકતા. કોણ માઈ નો લાલ સ્વીકારવા તૈયાર થશે કે હુ ભારી બીકણ છું એટલે બીજા પર ગુસ્સો કરૂં છું. કોણ કહેશે કે હુ ઉતાવળિયો છું અને ભૂલો કરી ને ઉપાધિઓ ઉભી કરૂં છું અને કોણ કહેશે કે હુ બહુ લઘરો કે લઘરી છું કોઈ નિર્ણય જ સમય પર લેતો નથી અને અગવડતા ઉભી કરૂં છું. કોણ માનશે મારા માં બહુ નકામી હવા ભરેલી છે. સતત પોતાને મહાન બતાવું છું અને ના બતાવી શકું તો બીજા ને ઉતારી પાડું છું. કોઈક તો પાછા બહુ ટીપીકલ માનસિક કુટેવો વાળા વિરલા હોય. કોક ને પોતાની જાત ને દુખી કે બીમાર માની ને એનું વર્ણન કરવાની કુટેવ તો કોક ને બહુ પન્ક્ચ્યુઅલ રહેવાની બીમારી. આમ તો એ સદગુણ છે પણ જયારે એમાં રીજીડીટી આવી જાય ત્યારે કંટાળો. કોક ને કામચોરી ની બીમારી હોય. અજાણપણે કામ માંથી છટકી જવાની વૃત્તિ. ધીરે ધીરે એમાંથી એક સાઈકોલોજીકલ ડિસોડર જન્મે. કે કામ દેખી ને જ બીમારી આવી જાય. અથવા કોઈ દેખીતા કારણ વગર બીમાર જ રહેવું. આવી માનસિક કુટેવ ની ચોટલી પકડવી પડે.અને એમાંથી એકાદી ને રવાની કરી દેવાની. પણ એક વોર્ન્િાંગ આપી દઉં કે આ કામ પોતાની જાત નું ઓપરેશન કરવા જેટલું કે પોતાને રોજ એક ઈન્જેક્શન આપવા જેટલું અઘરૂં છે. અને સાલી એકે આદત જલ્દી મચક નહિ આપે. રોજેરોજ થોડે થોડી ખસેડવી પડે. કે કાલ થી પત્ની ને ચા બનાવવા માં મોડું થશે તો ગુસ્સો નહિ કરૂં. જયારે બહુ મગજ પર ગુસ્સો સવાર થઈ જાય તો કૈક સારૂં વિચારી લેવાનું કે કોલેજ માં કેવા કેન્ટીન માં બેસી ને સમોસા ખાવાની મજા આવતી. અને સવારે ઉઠી ને રોજ લેટ થઈ જતું હોય તો સવાર અંગે ની એકાદી વસ્તુ અગાઉથી નક્કી કરી ને તૈયાર કરી રાખવી જેમકે નાસ્તો શું બનાવવો એ અગાઉ થી નક્કી કરી ને તૈયારી કરી રાખી શકાય.એટલું યાદ રાખવાનું કે આપણે આ બધું પોતાની જાત માટે કરવાનું છે. કોઈ પર ઉપકાર નથી કરતા.

    એક બીજી તાતી જરૂર છે સમાજ પ્રત્યે સંકલ્પ ની. જેવો સમાજ આપણે ગમે છે એવો બનાવવાનું એક પગલું આપણે ઉઠાવીએ. જો સ્ત્રીઓ પર થતા અત્યાચારો નો જીવ બળતો હોય તો પોતાના ઘર ની સ્ત્રીઓ સાથે સહાનુભુતિ પૂર્ણ વર્તન કરીએ. પોતાના ભાઈ કે પુત્ર ને અન્ય છોકરીઓ સાથે દાક્ષિણ્‌ય પૂર્ણ વર્તન કરતા શીખવીએ. ..... આવું કઈક સારૂં વિચારવાથી નિર્ણય લેવાથી નાનકડી પહેલ કરવાથી ફેર પડશે. ઈનફેક્ટ જરૂર પડશે.કદાચ આવતી થર્ટી ફર્સ્ટ સુધી કોઈ ચમત્કારિક ફાયદો થાય...યુ નેવર નો...હેવ અ ગ્રેટ ટાઈમ અને હેવ એક્ચ્યુઅલી હેપ્પી ન્યૂ યર.

    હુંુ ગુજરાતી - ૧૩

    “નામમાં શું બળ્યું છે?”

    કેટરીના, હુદહુદ - આવા મસ્ત નામો વાંચીને મજા પડી જાય. પણ આ જેના નામ છે એ એવુજ સુંદર અને ખતરનાક છે. જોવામાં સુંદર અને અનુભવ માં ખતરનાક એવા વાવાઝોડા. સુંદર કેમ ભાઈ? તો સુંદર એટલા માટે કે એનો ચક્રવાતી સેટેલાઈટ વ્યુ જોવામાં સુંદર હોય છે. બાકી તો જયારે ડમરી વાળો પાવન ઝાલ્યો ન ઝલાય એમ ઘુમરીઓ ખાતો હોય કાચા મકાનો ના છાપરા ને નળિયા ફટાક ફટાક કરીને ઉડતા હોય કોક માઈ નો લાલ સામે આવે તો માથું ફાડી નાખે એટલું વેગમાન હોય એમાં. અને ચક્રવાતે બરાબર ગતિ પકડી હોય તો જે મૂળસોતાં ઝાડ ઉખડતા આવે, નાની મોટી વસ્તુઓ હવા ભેગી ઢસેડાતી જાય અને એકલ દોકલ રાહદારીઓને ઠકા દેતી જાય અને દરિયો ગેલ માં આવ્યો હોય તો ૧૦ ને ૧૫ ફૂટ ઊંંચા મોજા ગામ ને ઘમરોળતા હોય એ તો કેવી કાતિલ વાત કેવાય એ તો મોરબી, કંડલા કે આન્ધ્ર ના કિનારા વાસીઓ ને પૂછીએ તો ખબર પડે.

    આ વાવાઝોડા ની આપણે વાત માંડીએ. વેલ ઘર માં આવતું હોય એના માટે નો કોમેન્ટ્‌સ. લોલ. પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે એ તો આપણે ખબર છે. આમાંનો મેજર જળરાશી સમુદ્ર માં છે. પ્રખર સૂર્ય તાપ માં ગરમ થતી સાગર સપાટી તેના સાંનિધ્યમાં આવતી હવા ને ગરમ કરે છે. હવા ગરમ થાય એટલે વિસ્તરણ પામે. લોઢી પર રોટલી શેકાવા મુકીએ ને જેમ વિસ્તરે એમ. વ્યાપ વધવા ને લીધે ઘનતા ઘટે. હળવો થયેલો હવાનો એ જથ્થો ઉપર ચડે. હવાનો મોટો સમુદાય ઉપર જાય એટલે સાગર સપાટી પાસે હવાનું દબાણ ઘટે. જ્યાં હવાનું દબાણ ઘટે ત્યાં આસપાસ ની હવા ધસી ને એ જગ્યા પૂરે એવી કુદરતી વ્યવસ્થા છે. જેમ નવરા થયેલા મગજ માં વિચારો ધસી આવે એમ. જેમ સબંધો માં જગ્યા થાય ને કોક ત્રીજા નો પ્રવેશ થઈ જાય એમ.

    તો આસપાસ ની હવાપર પહોચ્યાતા આપણે. આસપાસની ઠંડી હવા ધસી ને એ જગ્યા પુરવા આવે. પછી એ કાઈ પાછી ત્યાંજ સ્થાયી ન થાય. વળી એ ય ગરમ થાય ને ઉપર ચડે ને બીજી હવા દોડતી આવે એટલે જોતજોતામાં ચક્રાકાર ઘમાસાણ મચે છે. અને દરિયા પર સર્જાતો ઓછા દબાણ નો એ પટ્ટો પણ ખસતો આવે અને હવા ની દોડાદોડી કલાક ના ૮૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકે ફૂંકતા વાવાઝોડાનું સ્વરૂપ પકડે. હવે આ ઘુમરી લેતી હવા અને વરાળે બાંધેલા વાદળાઓ સેટેલાઈટ દ્વારા હવામાન ખાતાને મોકલતા ચિત્રો માં પકડાવા લાગે. દરિયામાં તેના સ્થાન અને ઝડપ ના આધારે તે જમીન પર ક્યાં અને ક્યારે પહોંચશે અને કેવુંક વિનાશક હશે એની આગાહી કરવામાં આવે.

    કિનારો ઓળંગી ને વાવાઝોડું જમીન પર પહોચે એટલે ઓલી દરિયા વડે થતી ગરમી ની આંગળી બંધ થઈ જાય. એટલે એનો ટેમ્પો વધતો અટકી જાય પણ જેટલી શક્તિ એણે સ્ટોર કરી લીધી હોય ઓલરેડી એ તરખાટ મચાવવા માટે પુરતી હોય છે. એક મજેદાર હકીકત એ પણ છે કે પૃથ્વી ના ઉત્તર ગોળાર્ધ ના દેશો માં ચક્રવાત ઘડિયાળના કાંટા ની વિરૂધ્ધ દિશામાં ફરતું જાય છે જયારે દક્ષીણ ગોળાર્ધના દેશો માં ઘડિયાળના કાંટાની દિશામાંજ ઘુમરીઓ ખાય છે.

    એક અન્ય પ્રકાર નું વાવાઝોડું થોડું અનોખું છે. ટોર્નેડો તરીકે ઓળખાતું એ વાવાઝોડું વધુ પડતું ઉત્તર અમેરિકા માં વિનાશ ફેલાવે છે. ભેજ અને ગરમી હવા માં સતત રહેતા હોય તેવા દિવસો માં અચાનક તાપમાન માં ઘટાડો નોંધાય એટલે પેલો હવામાં નો ભેજ મુંઝાવા લાગે છે. અને ગરમ હવા ઉપર જવાની મથામણ કરે છે જેને લીધે ઘૂમરી લેતું નીચેથી સાંકડું અને ઉપર ક્રમશઃ ફેલાતું જતું ગળણી આકારનું રાક્ષશી કદ નું હવા નું નારી આંખે દેખાતું વાદળા જેવું બંધારણ બને છે. જે નો સાંકડો છેડો જમીન પર ને પહોળો ખુલ્લો છેડો ખુબ ઉંચો આકાશ માં હોય છે. એ ભરપૂર ઝડપથી ફરવા લાગે છે આમ તેમ અને જે ઝપેટ માં આવે એનો વિનાશ કરતુ જાય છે.

    વેલ વાવાઝોડા જેતે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ અને ભૂગોળ અનુસાર થોડા થોડા જુદા પ્રકાર ના હોય છે. અને એની ગંભીરતા મુજબ સિગ્નલ મોકલવામાં આવે છે. ૮ પછી ના નંબર વાળા સિગ્નલ ને આપણે સીરીઅસ ગણવા જોઈએ.

    વિજ્ઞાન ની સૌથી સરળ વ્યાખ્યા એ છે કે પ્રકૃતિ ના રહસ્યો ને ઉકેલવા એટલે વિજ્ઞાન. આપણે પણ એક પ્રકૃતિ જ છીએ ને? તો પ્રકૃતિ ના નિયમો આપણે પણ લાગુ પડે જ ને? એ હિસાબે મન માં ઉભી થતી ગરમીઓ તોફાની વિચારો માટે જગ્યા કરતી હશે. અને આવા તોફાની વિચારો ફર્યા કરે મનમાં તો એક ચક્રવાત સર્જાતું હશે. અને એ બહાર આવે ત્યારે વિનાશ ફેલાવતું હશે. નહિ?

    હુંુ ગુજરાતી - ૧૪

    “સફર”

    બીગ બેંગ નું ધૂ......મ થયું તે ઘડી થી શરૂ થઈ એક સફર. ભડાકા સાથે વછૂટેલા કણો જબરજસ્ત ગતિ થી ચોતરફ ફેલાવા લાગ્યા. બીગ બેંગ મારફતે એમને શક્તિ ને ગતિ મળી. શક્તિ શેના માટે તો ગતિ કરવા માટે. દરેક સેકન્ડે સેંકડો પ્રકાશવર્ષ નું અંતર કપાવા લાગ્યું. પુષ્કળ ઉર્જા સાથે છુટ્ટા પડેલા કણો શરૂઆતમાં હતા ફક્ત આગ ના ગોળા હતા. જેમ જેમ એ સફર ખેડતા ગયા તેમ તેમ ઠરવા લાગ્યા. તાપમાન ઘટ્‌યું એટલે ધીરે ધીરે ઠરીને સઘન બનતા ગયા. અને જેવા એમને સંજોગો મળ્યા અને જેવું તેમનું દ્રવ્ય હતું તે પ્રમાણે એમાંથી કોઈ તારા બન્યા તો કોઈ ગ્રહો, કોઈ ઉપગ્રહ બન્યા આપણા ચાંદ જેવા રૂપાળા ને મોહક તો કોઈ સરરરર દઈને ભાગતી ઉલ્કા, કોઈ આમ તેમ રખડતા ધૂમકેતુઓ,( વેલ વચ્ચે આપણા ગુજરાતી ટ્રેજેડી કિંગ ક્લાસિક ઓથર ગૌરીશંકર જોષી ને યાદ કરી લેવાની છૂટ.) કોઈ ઉમર જતા નાશ પામ્યા તો કોઈ બન્યા ખતરનાક અને મિસ્ટેરીઅસ અદ્રશ્ય ચુંબક જેવા બ્લેક હોલ. સૈકાઓ વહેતા રહ્યા ને રચાયું અત્યંત અદભૂત બ્રમ્હાંડ. પછી? ખાધું, પીધું ને મોજ કીધું? વેલ ધીસ કહાની નેવર એન્ડસ. સફર ચાલુ જ છે. તારાઓ હજુ પણ એકબીજાથી દુર જી રહ્યા છે અને એટલેજ બ્રમ્હાંડ ફેલાઈ રહ્યું છે.

    કોક આપણા જેવા માયાળુ ગ્રહો એકાદા સિતારા થી આકર્ષોઈ ગયા. અને પોતાનું વિશ્વ તેની આસપાસ જ વસાવી લીધું. આપણા સૂર્ય ના ગુરૂત્વાકર્ષણ થી તેની આસપાસ ફરતા પૃથ્વી, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનસ ની માફક. પણ પ્રેમ માં પડયા એટલે એમને ઉભા રહી જવાની છૂટ નહિ. સફર તો ચાલુ જ રહી પણ પ્રદક્ષિણા ના સ્વરૂપમાં. તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરૂં? જે રૂપાળા સંમોહક ચાંદ ની પાછળ આપણે ક્રેઝી થયા એ પોતે આપણી સોહામણી પૃથ્વી ની આજુબાજુ ચક્કર કાપે... હા હા હા... મોશન ચાલુ જ છે... દુર દુર જતા સિતારાઓ દોડી દોડી ને ક્યાં જતા હશે ... જ્યાં જતા હશે ત્યાં શું હશે? કેટલો સમય દોડશે? અને એ સમય વીત્યે શું થશે? મિસ્ટેરીઅસ.

    આપણી જીંદગી જેટલુજ રહસ્યમય. જે બાળપણ માંથી યુવાની ને યુવાની માંથી આધેડ અવસ્થા તરફ દોડી રહી છે. જે નાના કસબાઓ માંથી મેટ્રોપોલિટન માં ફેલાઈ રહી છે. આપણા જ્ઞાન ની જેમ વિસ્તરી રહી છે. સિતારાઓ ચમકે છે પણ એના માટે એમને સળગવું પડે છે. ડોક્ટર બનવા માટે દીવસ રાત સળગતા બારમાં સાયન્સ ના વિદ્યાર્થી જેમ. એકેએક વિરલા જન્મ્યા તો માંની કોખ માંથી હશે પણ બન્યા હશે સંઘર્ષ માંથી, અંદર થી લાગેલી આગ માંથી. અને જ્યાં સુધી એમનો સફર ચાલુ રહે એ લોકો વિકસતા રહે અને તેજ ના લીસોટા પાથરતા રહે. એમાંથી કોક બને મહાશક્તિઓ કે એમનું અસ્તિત્વ ભૂંસાયા પછીયે અદ્રશ્ય શક્તિ બની રહે. જે ન હોવા છતાય સતત હોય એવા. વિક્રમ સારાભાઈ ના અવસાન પછી પણ એમણે કરેલા સપનાના વાવેતર જેમ ભારત રત્ન એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબના સ્વરૂપમાં સિંચાયા એમ. જેમ સતચારિત્ર્‌ય માં સાઈબાબા એ કહ્યું છે કે મારા મૃત્યુ પછીય જે વ્યક્તિ મને હૃદયથી યાદ કરશે તેની મદદ માટે હુ જરૂર હાજર થઈશ એમ. એમનું શરીર નાશ પામ્યું પણ એ લોકો અમર રહ્યા અને વાત અંધશ્રદ્ધાળુ ચમત્કારો ની નથી પણ સાઈ જેવા કેટલાય સંતો નો આબાદ અનુભવ ઝીલાતો જ રહ્યો છે.

    જેમ જુદી જુદી નિહારિકાઓ એકબીજાથી દુર ભાગી રહી છે તેમ આપણે પણ એકબીજાથી દુર ભાગી રહ્યા છીએ. વેલ આમાં કોઈ સોશિઅલ જજમેન્ટ લેવાની વાત નથી પણ બ્રહ્‌માંડ સાથે એક જિજ્ઞાસુ સરખામણી છે. અને જો ઈશ્વરે સંસાર ને ફેલાવા માટે જ નિર્મિત કર્યો હોય તો આપને પણ વિસ્તરવા અને દુર દુર જવા માટે જ સર્જાયા છીએ એ વાત પૂર્વ નિર્ધારિત જ છે એટલે વલખા મારવાનો કે એ વાત ને નકારવાનો કોઈ અર્થ નથી. જેમ પક્ષી ને ઉડતા આવડે એટલે એ આકાશ તરફ જાય જ એમ આપણે પણ જવાના જ. મોબાઈલ કે ટીવી ની શોધ થઈ માટે આપણે એકબીજાથી દુર થયા? કે આપણે દુર જવા વિસ્તરવા માગતા જ હતા ક્યાંક અંતર મન માં એટલે મોબાઈલ અને ટીવી શોધાયા? વેલ સેકંડ વાત માં વધુ દમ છે. કેમકે મોબાઈલ કે ટીવી શોધવા વાળા એ શોધ્યા પણ આપણે કોણે પાણા બાંધ્યાતા કે તમે લ્યો ને લ્યો ? આપણે વિકસવું અને વિસ્તારવું છે અને એ વૃત્તિ આપણા જનીનો માં લખાયલી છે.

    સૂર્ય ની આસપાસ ફરતી ગ્રહમાળા જેમ આપણા જેવા સંસારી માણસો પરિવાર ને કેન્દ્ર માં રાખી ને ફર્યા કરે છે. પણ સફર તો ચાલુ રહે છે પછી ભલે તે રોજ ઘર થી ઓફીસ કે શાક માર્કેટ સુધીનો જ કેમ ન હોય. આપણે સીમિત થયા પણ સ્ટોપ નહિ. અને વિશાળ બ્રહ્‌માંડ થી વિરૂદ્ધ અતિ સુક્ષ્મ પરમાણુઓ પણ સતત મુવ થયા કરે એમાં રહેલા ઈલેકટ્રોન ફર્યા કરે . શરીર માં રૂધિર ફર્યા કરે અને હૃદય ધબક્યા કરે. નાનકડા કોષો પણ સતત પ્રક્રિયા માં રહે. બસ એમજ જીવન માં પણ સફર ચાલુ રહે. મુસાફિર હુ યારો....

    સ્થિરતા શક્ય જ નથી. કેમકે આપણે જે ચાર પરિમાણ માં જીવીએ છીએ એમાંનું એક પરિમાણ છે સમય. એ સતત ભાગે છે એટલે ઘટનાઓ તો બનતી જ રહેવાની. આપણી અંદર ની પ્રક્રિયાઓ પણ ચાલુ જ રહે છે ચાહે શરીર ની હોય કે મન ની. જે પૃથ્વી પર આપણે બેઠા છીએ એ પણ સતત ફરે છે જે સૂર્યમંડળ ના આપનણે સભ્ય છીએ એ પણ આકાશગંગા સાથે ભાગી રહ્યું છે. આપણે બેસી રહેશું તોય ટ્રેન તો ચાલુ જ રહેવાની અને સ્ટેશન તો બદલવાનાજ.

    અને જ્યાં આ સફર માં જડતા આવે ત્યારે ઈંગ્લીશ વાળું સફરીંગ શરૂ થાય. આપણી ટેપ ચોંટી જાય અને બેસૂરી વાગવા લાગે. જુના વિચારો ને જડતા થી વળગી રહેવાથી આતંકવાદ જન્મે છે. જેમ મેં કહ્યું તેમ આપણે બેસી રહીએ પણ ટ્રેન તો આગળ ચાલે જ છે, ફ્રેમ ઓફ રેફરન્સ સતત બદલાય છે.આપણે પોતે આગળ નહિ ચાલીએ તો પરિસ્થિતિઓ આપણે ઢસેડી ને લઈ જશે. એ વધુ પીડા દાયક છે.

    સો ફ્રેન્ડસ ડોન્ટ સ્ટોપ કીપ મુવિંગ.... ટુવડસ ધ ધ નેક્સ્ટ આર્ટીકલ ઓફ મેગેઝીન ઓફકોર્સ..... લોલ.

    હુંુ ગુજરાતી - ૧૫

    “મજા ની વાતો”

    આજે થોડાક બાળક બની જીએ. કોઈ લોજીક વગર, કોઈ જજમેન્ટ લીધા વગર, કોઈ ભૂત ભવિષ્ય ના વિચાર વગર, કોઈ સારા નરસા ના સિક્કા માર્યા વગર કોઈના ઓપીનીયન ની પરવા કર્યા વગર બસ મજા ની વાતો કરીએ અને વાગોળીએ. અને તે પણ કોઈ પણ જાત ના ઈલેક્ટ્રોનિક મીડિયા ની કાખઘોડી લીધા વગર જ. યસ આપણે સ્વીકારે જ છૂટકો કે આપણે માટે બધા ફન ના ફંડા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ વગર નિરાધાર છે. અને કદાચ આપણે પણ..... ઠીક છે ફેસબુક અને વોટ્‌સેપ ની પણ મજા છે. વેલ હાલો જલસા માં ડૂબકીઓ મારવા.

    એ ય ને મમ્મી ના ખોળા માં માથું રાખી ને પડયા રહેવાનું. અહિયાં કોઈ સેન્સર બોર્ડ નથી કે તમારી ઉમર કેટલી છે કે તમારૂં સામાજિક સ્ટેટસ શું છે એની રોકટોક કે ન આર્થ્િાક સ્થિતિ વચ્ચે આવે. બસ મસાલાની વાસ વાળી સાડી ની સોડમ અને થાક, જવાબદારીઓ કે તાણ ની રેખાઓ છતાં બાળક માટે સતત નીતરતી માં...

    સવારે ઉઠતી વખતે પ્રાતઃ સંધ્યા માં ભલે ત્રણ ત્રણ કટકા ગાળો આપીએ પણ જરા બારી ખોલીએ ને જે ઉજાસ આવે, કેસરિયું આકાશ અને ઉડતા પક્ષીઓ, ક્યાંક સાઈડ માં એમજ ઉગી નીકળેલા છોડવા પર ખીલી ઉઠેલા ટચૂકડા ફૂલો કે શાળા એ જતા ફૂલો આ હા હા... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા.

    શિયાળા માં ન્હાઈને થર થર કરતા બાથરૂમ માંથી નીકળીએ ને પછી ગેલેરી માં સનબાથ. નેચરલ હીટ. ક્યા બાત હો ગઈ. ગોઆ નો બાઘા બીચ યાદ આવી ગયો. અને સામે ઉનાળા ની મોડી સાંજ માં રખડવા જવા ની મજા. પરસેવે નહાઈ જતા હોઈએ ને શીતળ પવન મળે તો ઓટોમેટીક ટાઈટાનીક નો કેટ વિન્સ્લેટ પોઝ આવી જાય વિધાઉટ એની રીટેક. અને ઉનાળામાં ‘યે રાતે યે મોસમ નદીકા કિનારા યે ચંચલ હવા’ નો લુત્ફ પણ ઉઠાવી શકાય. નદી ઓલ્વેઝ અવેલેબલ ઓપ્શન નથી ગુજરાત માં પણ બાકી નું બધું ચોક્કસ મળે.

    “મુજે જો ચીઝ પસંદ હૈ ઉસકા મઝા સિર્ફ રાત કો આતા હૈ...” વાળા ડાયલોગ માં વિદ્યા બહેન સાવ ખોટા નથી. ચાંદો દિવસે દેખાય? તો પછી? ટમટમતા તારા અને ઉજળી ચાંદની. શીતળતા તો રાત ના સ્વભાવ માં છે. રાત નો સ્વભાવ મીસ્ટીરીયસ પણ ખરો સ્ત્રીઓ જેવો. અને એ જ એની મજા છે. કોઈ પણ આકૃતિ ભળાય તો ખરી પણ સ્પષ્ટ દર્શન ન થવા દે એટલે આપણે એનો તાગ મેળવવા આપણા મગજ અને હૃદય પર જોર આપવાનું. દરેક પગલે ચાન્સ રહે. ડેન્જરસ ખરૂં પણ ખેડયા પછી ચસ્કો લાગી જાય. અને આવું કરવાથી આપણે આપણી જાત થી વધુ નજીક આવીએ અને વધુ પોતાને ઓળખીએ. જો આપણે એ અંધારા થી ભય લાગે તો આપણો સ્વભાવ નીરૂ અને અને અધુરી દેખાતી આકૃતિઓ જોવાનો આહલાદ મળે તો આપણે પ્રેમી માણસ. અને ઓલા ડીસ્કવરી ચેનલ ના મેન એન્ડ વાઈલ્ડ વાળા બેર ગ્રીલ્સ ની જેમ ફંફોસવા, રખડવા, જોખમો ખેડી ને મજા લેતા હોઈએ તો આપણે સાહસિક માણસ. અને આપણે આમાંથી કોઈ પણ જાત ની ફીલિંગ જ ન આવતી હોય તો આપણે માણસ કે કેમ એ જ વિચારવું પડે.

    વેલ, રાત નો સ્વભાવ આમ આલ્કોહોલિક પણ ખરો. ક્યારેક કોક વિરાન રોડ પર ફક્ત ચાંદની અને તારલીયે મઢેલા અફાટ આકાશ ની નીચે હવા ના સુસવાટા ને વૃક્ષો ને સરસરાટ નો ધ્વનિ સાંભળતા સાંભળતા હાલ્યા જવાનો એક્ચુઅલી નશો ચડે છે. “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” .... ની એડ માં દેખાતું સફેદ રણ કદી જોયું છે? ફોટા પડાવવા નું ટેન્શન મૂકી ને રાતે બસ શાંતિ થી ચાંદની માં હીરા જેમ ઝગારા મારતા જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી શ્વેત ઝળહળતા મીઠાં ના ક્રિસ્ટલ્સ નો નજારો જોયો હોય તો સાચે જ મૂક થઈ જવાય. રીયલી સ્પીચ લેસ.

    રાત ની વાત માં ઘુસતા જશું તો ખોવાઈ જશું.. મજા નો રઝળપાટ નો વ્યાપ તો હજી ક્યાય ક્યાય ફેલાયલો છે. પણ એ પતંગ્િાયા જેવો છે પકડાય નહિ પણ એને ઉડતો જોવાનો જ ઉમંગ છે. જેમ આઈસ્ક્રીમ જીભ પર એક ઘડીમાં ઓગળી જાય જેમ દરિયા માં ફીણો જગાવતો ઘેઘુર અવાજ વાળો શક્તિશાળી મોજું આપણા પગ ને પલાળે, ચહેરા પર છાલક ઉડાડે અને ગલગલીયા કરતો રેતી ઉસેડી ને ખેંચતો ને પાછો હાલ્યો જાય, જેમ તેજ નો લીસોટો કરતી ઉલ્કા આકાશમાંથી દોડી જાય જેમ હૃદય ને સ્પર્શતો કોઈ ગઝલ નો શેર સોંસરવો હાલ્યો જાય જેમ કાન માં પડેલો કોઈ કોઈ સુંદર સ્વર અને સુર ભલે શબ્દો ન સમજાય પણ કાન માંથી સુંદરતા પીવડાવતા ચાલ્યા જાય એમ મજા તો બસ આવે ને ચાલી જાય.

    વરસાદ ના ફોરાં ઝીલવાની ને નવી નવી ફૂટેલી કુંપળો ની પૂછા કરવાની મજા, ફૂલો તો રાજી ના રેડ પડયા હોય. નાની મોટી લતાઓ વીંટળાતી આવે ને ચડતી આવે. ને કોક ને આધારન મળે ને જમીન પર ફેલાય ઈ યે ગાલીચા જેવી મસ્ત દેખાય. વેલ દેખાવ ની વાત છે ગાલીચા પર બેસવાનો અખતરો કરવો હોય તો પોતાના ખર્ચે ને જોખમે. નાનકડા ભરાયલા ખાબોચિયા પર ટીપા પડે ને જે નાના નાના વમળો બનાવે ને ભૂંસે એ તો દેખતે હી બનતા હૈ. કાળું ભમ્મર આકાશ કામ કરવા ન દે એ ત્રાસ. આવામાં નોકરીએ જવું કે નિશાળ માં ભણવું કોને ગમે? અને વરસાદ વરસી ને ખમૈયા કરે ત્યારે આપને બાળક ન હોઈએ તો પણ જે બાળકો હોય એના સાથે હોડીઓ બનાવીને તારવાની કેવી મજા. ચોમાસા ભેગા વધુ રહેશું તો પ્રેમ માં પડી જાશું.

    તો પછી મસાલા તુલસી એલચી વાળી ચાય, ગરમા ગરમ રોટલી ના ફૂલકા, મેથી ના ગોટા કે ક્રિસ્પી ઢોસા, ધુમાડા નીકળતા સીઝ્‌લર્સ અને દમ આલુ નો કાઈ વાંક?

    ગરબા ની રાત જામે ને ગરબા રમતા રમતા ને થાક ચડવાને બદલે ઉત્સાહ, ઉન્માદ વધે બસ જાણે સાચા અર્થમાં જી ને સુરજ ને કેજો ઉગે નહિ કાલો .... થઈ જાય એને તો મજા નહિ પણ ટેસડો કહેવાય.

    આ બધા ની ખાસિયત શું છે ખબર છે? કે એમાં કાઈ કરવાનું નથી, કોઈ ફોર્સ નથી કોઈ દબાણ નથી કોઈ બનાવટ નથી, કોઈ ફાયદો નથી કે નથી કોઈ નુકસાન.... કાઈ છે તો એ છે સાહજિકતા. બસ જે સહજ છે એ જ છે મજા. સહજ છે એ જ છે પ્રકૃતિ,એ જ છે ભક્તિ અને કદાચ એ જ હશે ઈશ્વર. નહીતો કોમ્પ્લીકેટેડ ભજનો શીખવા નરસિંહ કે મીરાં કઈ યુનીવર્સીટી માં ગયા હતા?

    અને હા સમી સાંજે શરીર નું માંડ માંડ બેલેન્સ સાચવી ને, ધૂંધળી થઈ ગયેલી નજર અને કાન સુધી અસ્પષ્ટ પહોચતા અવાજ, અને દુખતી પીઠ અને ઘૂંટણ છતાં બસ હાથ માં હાથ નાખી ને ચાલ્યા જતા કપલ ને જોવાની કે અનુભવવાની તક કદી મળી છે? જે દિવસે મળે તે દિવસે દુનિયા ના પરમ આનંદ એટલેકે પ્રેમ નો અર્થ વગર શબ્દો એ સમજાઈ જશે. અને કદાચ એ દ્રશ્ય એક અનુભૂતિ કે એક યાદગીરી થી વધી ને એક સપનું બની જાય.....