The old diary - 3 in Gujarati Adventure Stories by shahid books and stories PDF | THE OLD DIARY - 3

The Author
Featured Books
Categories
Share

THE OLD DIARY - 3

ધ ઓલ્ડ ડાયરી

પ્રકરણ – 3

શાહિદ શબ્બીરભાઈ હસન
The wedding

શયાન નગ્ન અવસ્થામાં ઊભો થઈ એક વોડકા નો પેગ બનાવીને પીવે છે. અને અલીફાને પણ એક પેગ બનાવીને આપે છે. વોડકા નો પેગ પીધા પછી અલીફા એના શરીરે વ્હાઈટ કલર ની ચાદર ઓઢી ઉભી થઈને એના કપડાં શોધે છે. પલંગ નીચેથી એના કપડાં કાઢતા અલીફાના શરીરે વીટળાયેલી ચાદર નીકળી જાય છે.

શયાન ઉભો થઈને અલીફાના શરીર પર ફરી ચાદર વીંટાળી લે છે. અને પલંગ નીચેથી કપડાં કાઢી આપે છે. હજી સુધી શયાન નગ્ન અવસ્થામાં જ હતો. અલીફા એના કપડાં લઈને બાથરૂમમાં જાય છે. એ દરમિયાન શયાન ટુંવાલ વીંટીને ફરી એક વોડકા નો પેગ બનાવીને પીવા લાગે છે.

(અલીફા એના કપડાં પહેરીને બહાર આવતા) - - -


શયાન બ્રેકફ્રાસ્ટ મંગાવી લેજે. શયાન ફોન કરી બ્રેકફ્રાસ્ટ - બ્રેડ બટર , વન ગ્લાસ મિલ્ક અને આમલેટ - મંગાવે છે. ત્યાર બાદ શયાન નાહી ધોઈને કપડાં પહેરીને બહાર આવે છે. 15 - 20 મિનિટમાં બ્રેકફ્રાસ્ટ લઈને વેઇટર આવે છે. અલીફા દરવાજો ખોલીને વેઈટરને come in કહે છે. અને વેઇટર બ્રેકફાસ્ટ આપી ને દરવાજો બંધ કરીને નીકળી જાય છે. ત્યાર બાદ, શયાન ગરમ દૂધનો ગ્લાસ અલીફા તરફ આગળ કરે છે. તો અલીફા દૂધના ગ્લાસ સાથે શયાન જોડેથી વોડકાનો ગ્લાસ પણ લઈ લે છે.



જો શયાન આ વોડકા ભરેલો ગ્લાસ તું છે. અને આ દૂધ ભરેલો ગ્લાસ વિવેક છે. મને પણ ખબર છે. અને તને પણ ખબર છે. આ દૂધનો ગ્લાસ મારા માટે વધારે લાભદાઈ છે. હેલ્થને લઈને પણ , ભવિષ્ય ને લઈને પણ , અને વિવેક તારા કરતા મારી કેર પણ વધારે કરે છે અને વન ગર્લ મેન છે. પણ સાલી મને મોહબ્બત તો આ વોડકાના ગ્લાસ સાથે જ છે. બસ એને પીતા જ જીદંગી બહુ મોટી થઈ જાય છે.
એક એક ક્ષણને મેહસૂસ કરવાનો લ્હાવો મળે છે. જેવો નશો વોડકા માં છે એવા નશો દૂધ માં કયાં થી? અલીફા એ શયાનને કહયું . શયાન મૌન રહયો અને અલીફા પાસેથી વોડકા નો ગ્લાસ લઈ લીધો.

(દૂધ પીતા પીતા) શયાન તને એક વાત કહું? (અલીફા)
હા. (શયાન)
તને પણ નથી યાદ અને મને પણ નથી યાદ રાત્રે આપણ વચ્ચે સેકસ થયું કે નહીં પરંતુ અત્યારે આપણ બંન્ને એક બીજા સાથે કેટલા કમ્ફર્ટેબલ છીએ. બસ એજ કમ્ફર્ટ મને વિવેક જોડે નથી. (અલીફા)
આ બધી વાતો ને યાદ રાખવી બીનજરૂરી છે. આપણા બંન્ને ની લાઈફ તદ્દન અલગ છે. એ વાતનો તને પણ ખ્યાલ છે. (શયાન)
હા, પણ હવે હું તો વિવેક સાથે નહીં રહી શકું. (અલીફા)
પણ કેમ? (શયાન)
કેમ કે હું શયાન સાથે એક નાઈટ ગુજારી અને મને હવે બધી નાઈટ આવીજ રોમેન્ટીક અને ફિયરલેસ જોઈએ છીએ.
"જબ જીંદગી મિલતી હૈં એક બાર
તો સો બાર સોચના કયું " (અલીફા)
શયાનને મૌન રહેવામાં જ સમજદારી લાગી. ત્યાર પછી અલીફા અને શયાન હૉટલમાંથી ચેક આઉટ કરી ઘર તરફ રવાના થયા.

જયારે અલીફા અને શયાન ઘરે પહોંચે છે ત્યારે વિવેક થોડો ચિંતામાં હોય છે. પણ અલીફાને જોતા જ એની ચિંતા પળમાં ગાયબ થઈ જાય છે. વિવેક અલીફાને હગ કરી લે છે પણ અલીફા વિવેકને અવગણતી હોય એવું લાગે છે. સાંજ પડતા આતીફ અને પ્રિયા પણ શયાનના ઘરે આવી જાય છે. બધા ભેગા મળીને ફાઈવસ્ટાર હૉટલમાં જઈ ડિનર કરે છે.


એક સમય હતો જયારે વિવેક અને શયાન પાસે ભણવા માટે પૈસા ન હતા, પણ આજે પૈસા નો કોઈ પાર ન હતો. બધા મિત્રો પોતાના સુખ:દુખ ની વાતો કરતા હતા. ત્યાં આતીફે બધાને કહેયું કે મારા મમ્મી-પપ્પા પ્રિયાને અપનાવવા રાજી થઈ ગયા છે. આ વાત સાંભળી બધા ખુશ થઈ ગયા અને એક મોંઘી વાઈન ની બૉટલ મંગાવી - - - બધા વચ્ચે વાત-ચીત ચાલતી હતી ત્યારે શયાન પર રોહનનો ફોન આવ્યો. કે હું અને સોફિયા ગોવા એરપોર્ટથી તારા ઘરે આવવા નીકળી ગયા છીએ. શયાને બધાને જલદીથી ડીનર કરવાનો આગ્રહ કર્યો. કેમ કે શયાન 1 સેકન્ડ પણ સોફિયા ને વેઇટ કરાવવા માગતો ન હતો. શયાન અને બધા હૉલમાં બેસીને રોહન અને સોફિયાનો વેઇટ કરતા હતા. એટલામાં જ ડોરબેલનો અવાજ આવે છે. ડોર બેલનો અવાજ સાંભળતા જ બધા ચૂપ થઈ જાય છે. વિવેક ઉભો થઈને ડોર ખોલે છે. રોહન અને સોફિયાને જોઈ બધા પોતાની જગ્યા પરથી ઉભા થઇ જાય છે. અને હૉલમાં એટલી ખામોશી છવાઈ જાય છે કે ઘડિયાળનાં સેકન્ડ કાંટાનો અવાજ પણ સાંભળી શકાય .

એક તો સોફિયાનો માસૂમ ચહેરો ઉપરથી વ્હાઈટ ડ્રેસમાં હોવાને કારણે એની માસૂમીયત બમણી થઈ જતી હતી. કાળા લાંબા હેર અને ગુલાબી રંગની ચશ્માની ફ્રેમ એના પર વધારે જામતી હતી. નળમાંથી પાણી ટપકતું હોય એમ શયાનની આંખો માંથી આંસૂ ટપકતા હતા, અને શયાન કંઈક બોલવા માગતો હતો પણ બોલવા માટે કોઈ શબ્દો ન હતા. સોફિયા આગળ વધીને શયાનને માત્ર 4 સેકેન્ડ નું હગ કરે છે. બસ આ 4 સેકન્ટમાં વર્ષોની દૂરી ખતમ થઈ જાય છે. આંસૂઓ શાનદાર મુસ્કાનમાં તબદીલ થઈ જાય છે અને આખા ઘરમાં બસ પ્યાર જ પ્યાર નો માહોલ છવાઈ જાય છે.

ઘરમાં શયાન અને સોફિયા ના મિલન થી બધા બહુ જ ખુશ હતા. સિવાય કે અલીફા. એ સિવાય અલીફા બિનજરૂરી વાતોમાં વિવેક સાથે ઝઘડા કરવા લાગી હતી અને બધી વાતોમાં શયાન સાથે સરખાવા લાગી હતી. ઘરમાં ખુશીનો માહોલ એટલો હતો કે વિવેક અને અલીફા વચ્ચે થતી અણબન કોઈની નઝર ન આવતી હતી. એક બીજી મોટી ખુશખબરી એ હતી કે રોહનના મમ્મી-પપ્પા ને પણ કંઇ જાઝી સમસ્યા ન હતી. મતલબ સાફ હતો. શયાન અને સોફિયા કોર્ટ મેરેજ કરવાના હતા.

શયાન અને સોફિયાનાં મેરેજને લઈને બધા બહુ જ ખુશ હતા. કોણ શયાનના પક્ષમાં રહશે અને કોણ સોફિયા ના પક્ષે રહેશે એના ઝઘડા બધા વચ્ચે ચાલતા હતા. આ ઝઘડાને જોઈ જૂના કેન્ટીન ના દિવસો યાદ આવી ગયા. ત્યાં હર એક નાની- નાની વાતો માટે આ ચાર મિત્રો કેવા લડી પડતા હતા.

આ બાજુ અલીફા તો બધાથી દૂર એક રૂમ માં જઈને ચૂપ-ચાપ બેઠી હતી. બધા વાતો માં એટલા તો મશગુલ હતાં. કે આ વાત કોઇ ને ધ્યાન માં જ ન આવી.


(શયાન અને સોફિયાના કૉર્ટ મેરેજ થતા પહેલા ની રાત) - - - આજની રાત ને ખાસ બનાવવા ટેરેસ પર ખાસ ગોઠવણી કરેલી હતી. એક - એક થી ચડિયાતી વિસ્કી, સ્કોચ, બીયર, વાઈન અને ગોવાની મશહૂર બેલી ડાન્સર ને પણ બોલાવેલી હતી.


બેલી ડાન્સર માટે સ્ટેજ અને બેસવા માટે ગાદંલા-ગાલીચા ની ખાસ સગવડ હતી.

રાત્રે 9 ના ટકોરે બેલી ડાન્સ શરૂ થયો. બધા બહુ જ મસ્તીમાં હતા. આ વિવેક હતો ને એટલે જ આ બધા ગુજરાતીઓ માપમાં રહેતા હતા. બાકી આ બેલી ડાન્સરની તો વાટ જ લગાવી દેત.

મન ફાવે એમ એક પછી એક પેગ બધા પીધા કરતા હતા. ટલ્લી થયા પછી આ બેલી ડાન્સ ગરબામાં ફેવરાઈ ગયો અને કેસરીયો રંગ બેલીડાન્સ પર છવાઈ ગયો. અને પછી તો આ ગુજરાતીઓએ દેશી નોરતા ચાલુ કર્યા. રાતના 2 વાગ્યા સુધી ગરબા ચાલ્યા ને પછી એક પછી એક થાકીને ગાદલામાં પડવા લાગ્યા. એક માત્ર સોફિયા બરાબર હોશમાં હતી. બાકીના બધા તો દારૂડીયા ની જેમ ગાદલામાં પડેલા હતા. સોફિયા ઘરમાં જઈને જલજીરા વાલી છાસ બનાવી લાવી અને એક પછી એક બધાને જબરજસ્તી પીવડાવી. વિવેક તો ઉલટી પર ઉલટી કરે જતો હતો. બધાને ઠીક ઠીક હોંશ આવતાં-આવતાં સવારના 4 વાગી ગયા હતા. ત્યાર બાદ બધા મળીને ટ્રુથ અને ડેર રમવાનું નક્કી કયુઁ. સવારના 4:15 A. M એ મેજીક મુવમેન્ટનો વોડકાનો બોટલ ભમાવ્યો અને બોટલનું મુખ શયાન સામે આવી ઉભું રહયું. અને બોટલનો પાછળનો ભાગ પ્રિયા સામે .

શયાન, ટ્રૂથ ઓર ડેર? (પ્રિયા)
હસીને ટ્રૂથ. (શયાન)
એમીલી સાથેનું તારુ શું ચક્કર છે.? (પ્રિયા)
એમીલી પણ આર્ટ પ્રેમી છે. અને હું પણ બસ આજ વાતે પ્રેમ અને અમને સાથે રહેવા મજબૂર કર્યા હતા. પણ હવે નહિ. - - - (શયાન)
વાહ-વાહ - - આતીફ ખુશ હુવા તેરા જવાબ સૂન કર. ફરી એક વાર બોટલ ભમાવવામાં આવી - બોટલ નું મૂખ રોહન તરફ અના પીઠ અલીફા તરફ ટ્રૂથ ઓર ડેર મોટા અવાજે અલીફા એ રોહનને પુછયું. ટ્રૂથ રોહને કહેયું.
તે કેટલી છોકરીઓ સાથે સેકસ કરેલું છે. ? (અલીફા)
ચાર - - (રોહન)
બધા આખો ફાડી - ફાડી ને રોહનની સામે જોઈ રહયા રોહનનો જવાબ સાંભળી સોફિયા ના ચેહેરા પરથી રંગ ઉડી ગયો હતો.
ત્રીજી વાર બોટલ ભમાવવામાં આવી આ વખતે મુખ વિવેક તરફ અને પીઠ સોફિયા તરફ ટ્રૂથ ઓર ડેર ( સોફિયા)
ડેર (વિવેક)
ઓ - - - ડેર શયાન બોલ્યો.
તારી મનગમતી છોકરીને પ્રપોઝ કરીને બતાવ વિવેક ઉભો થાય છે. અને અલીફાના સામે બેસીને પ્રપોઝ મારે છે. પણ અલીફા એના પ્રપોઝલને સાફ ઈન્કાર કરે છે. પણ આ વાતને કોઈ સીરીયસ થઈ લેતું સિવાય શયાન. શયાન એના મોબાઈલમાંથી અલીફાને તરત જ મેસેજ કરે છે. કે તું આ પ્રકારનું વર્તન ન કરીશ અને એ રાત્રિ વિશે વિચારવાનું બંધ કર.- -
પરંતુ શયાનના મેસેજનો કોઈ રીપ્લાય આવતો નથી.
ચોથી વાર બોટલ ભરવામાં આવે છે. આ વકતે બોટલનું મૂખ અલીફા તરફ અને પીઠ રોહનની તરફ. ટ્રૂથ ઓર ડેર? રોહને અલીફાને પૂછ્યું. તારી હિંમત હોય તો ડેર લઈને બતાવ. અલીફાને ઉશ્કેરવા માટે રોહન બોલ્યો.
લે રોહન, ડેર. - - અલીફા બોલી, તુ તારા ડ્રિમ બોયને કિસ કરી બતાવ - -

ઓ.કે આઇ હેવ નો પ્રોબ્લમ - - - અલીફા બોલી. બીજા બધા આંખો બંધ કરી લો પ્રિયા માટેથી બોલી.બધા આંખો બંધ કરે છે.- - -



અલીફા ધીમેથી શયાન પાસે જાય છે. અને શયાનને કિસ કરી લે છે. જયારે બધા આંખો બોલે છે ત્યારે અલીફા એની જગ્યા પર બેસેલી હોય છે. બધા વિવેકને પુછવા લાગે છે. કે કેવી રહી કીસ? વિવેક મોઢું બગાડતા - - - મને કોઈ કીસ નથી કરી. બધા અલીફા સામે જુવે છે. આ રીતે મારી સામે કેમ જોવો છો બધા. મેં મારી ડેર પૂરી કરી છે. આટલું સાંભળતા વિવેક અને અલીફા વચ્ચે નો ઝગડો શરૂ થઈ જાય છે. અને અલીફા ગેમ છોડીને જતી રહે છે.

સવારે 8 વાગે પ્રિયા બધાને ઉઠાડે છે. અને નજીક ના કેફેમાં બ્રેકફાસ્ટ કરવા લઈ જાય છે. સવાર પડતા - પડતા અલીફા અને વિવેક ની ફાઈટનો પણ અંત આવે છે. અને હસી મજાક કરતાં કરતાં બ્રેકફાસ્ટ કરે છે. મિત્રો વચ્ચે એવું નક્કી થાય છે. કે વિવેક, પ્રિયા અને રોહન સોફિયાના તરફ રહેશે. જયારે અલીફા અને આતીફ શયાનની તરફ રહેશે.


વિવેક, રોહન અને પ્રિયા સોફિયાને લઈને હૉટલમાં જતા રહે છે. જયારે આતીફ અને અલીફા શયાન સાથે ઘર તરફ રવાના થાય છે. અને બપોરે 3 વાગે મેરેજ બ્યુરો માં મળવાનું નક્કી થાય છે.
3 વાગે એ બધા મેરેજ બ્યુરોની બહાર ભેગા થાય છે. અને વેઈટ કરતાં હોય છે. કે કયારે શયાન અને સોફિયાને ઑફિસમાં બોલાવે . શયાન ના મોબાઈલ પર થોડી-થોડી વારે એમીલી ના ફોન આવતા હતા. પણ શયાન એનો ફોન ઉપાડતો ન હતો. છેવટે રોહન કંટાળીને શયાન પાસેથી ફોન લઈ લે છે.



(શયાન અને રોહન 10 મીનીટ પછી) - - - કંઈક બહાનુ બનાવીને રોહન શયાનને પાર્કિંગ માં લઈ જાય છે. આ દરમિયાન શયાન અને સોફિયાને ઑફિસ માં બોલાવામાં આવે છે. તો શયાન ને બોલાવવા અલીફા પાર્કિંગ માં જાય છે. રોહન શયાનને જોરથી થપ્પડ મારે છે અને કહે છે: તુ કહેતો હતોને કે મારી એક વિશ પુરી કરીશ તુ. તો સાંભળ મારી વિશ એ છે કે તુ કયારે પણ સોફિયા ને મળીશ નહિ. અને રોહન શયાનને ફોન પાછો આપે છે.


શયાન અને રોહનની વચ્ચે થયેલી આ લડાઈ અલીફા જોઈ જાય છે. અને અલીફા ગુસ્સામાં આવીને રોહનને ધક્કુ મારી દે છે.

રોહન નીચે પડી જાય છે. અને એનાં માંથા માંથી બ્લડ નીકળવાનું શરૂ થઈ જાય છે. - - -

શું શયાન અને સોફિયા ના મેરેજ થશે ? શું શયાન રોહનને આપેલો વાદો પુરો કરશે ? શું રોહન નું માથામાંથી બ્લડ નીકળવાને કારણે મૃત્યુ થશે ?

અને એવું તો રોહને મોબાઈલમાં શું જેયુ જેને લીધે આટલી વિપરીત પરિસ્થિત ઉભી થઈ ? આ બધા પશ્નના જવાબ મેળવવા નેક્સ્ટ એપીસોડ જરૂરથી વાંચજો - - -

ઈમેઈલ : shahidhasan98@gmail.com
Mobile : +917048666657