Part-3 Sanjay Drashti in Gujarati Human Science by Sanjay Pithadia books and stories PDF | Part-3 Sanjay Drashti

Featured Books
Categories
Share

Part-3 Sanjay Drashti

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

  • અનુક્રમણિકા
  • ‘‘સચ-ઈન, બાકી સબ-આઉટ’’
  • •આપણે ખોતરનારા ખુશાલિયા જેવા...

    •તેંડુલકર - વિશ્વવિક્રમોની વણથંભી વણઝારનો ખલાસી!!

    •એકબીજાને સમજતાં રહીએ...

    •“પોસ્ટરવૉર, ઍડવૉર અને એવું બધું....”

    હું ગુજરાતી - ૧૧

    ‘‘સચ-ઈન, બાકી સબ-આઉટ’’

    ‘‘દીકરા, જીવન એક પુસ્તક છે, જેમાં હજારો પ્રકરણો હશે. અનુભવની એરણ પર રહેલા આ જીવનનું લોલક ચાર મુખ્ય છેડા વચ્ચે ઝૂલતું રહેશે - સુખ, દુઃખ, સફળતા અને નિષ્ફળતા! પણ દુઃખ અને નિષ્ફળતા આ બંને તારા જીવનના મહત્વના શિક્ષકો બની રહેશે. તું ભારત દેશનું ‘‘એક ક્રિકેટર’’ તરીકે પ્રતિનિધિત્વ કરે એ તો જીવનનું એક નાનું પ્રકરણ છે. તું વધારેમાં વધારે કેટલા વર્ષ ક્રિકેટ રમીશ? ૨૦ વર્ષ? બહુ બહુ તો ૨૫ વર્ષ? અને જીવીશ કેટલા વર્ષ? ૭૦ થી ૮૦ વર્ષ? તાળો મેળવીએ તો તારા જીવનનો મોટો ભાગ તું એક ક્રિકેટર તરીકે નહીં પણ માણસ તરીકે જીવીશ! અર્થાત જીવનમાં ક્રિકેટ જ બધું નથી, એ સિવાય પણ જીંદગી છે! એક વાલી તરીકે ભવિષ્યમાં ‘સચિન એક મહાન ક્રિકેટર છે’ એવું સાંભળવા કરતાં ‘સચિન એક સારો માણસ છે’ એવું સાંભળવું મને વધુ પસંદ પડશે.’’ આ શબ્દો છે રમેશ તેંડુલકરના! સચિન તેંડુલકરના પિતા અને મરાઠી સાહિત્યના ખ્યાતનામ કવિ, વિવેચક અને પ્રોફેસર! આ વિચારો અને સંસ્કારો જો સંતાનને મળે અને સંતાન આ સંસ્કારોને ડગલે ને પગલે સાચવી રાખે તો એના માતા-પિતાને કેટલો ગર્વ થતો હશે? આવા જ છે આપણો લીવીંગ લીજેન્ડ, ધ વન એન્ડ ઓન્લી સચિન તેંડુલકર!!! સચિન વિશે શું લખું? હજારો લોકોએ એના વિશે લખ્યું છે. સચિન એ ક્રિકેટર નથી પણ એક કાળખંડ છે, એક જમાનો છે, એક દંતકથા છે. મલયાયમ કવિ સી.પી. સુરેન્દ્રને એક ટચૂકડી કવિતામાં લખ્યું છે ‘‘ક્રિકેટના મેદાન પર બેટસમેન એકલો જતો હોય ર્છેીંર્ીંપણ તેંડુલકર નહિ! જ્યારે જ્યારે તેંડુલકર ક્રીઝ પર જતો હોય છે, ત્યારે આખો ભારત દેશ એની સાથે ચાલતો હોય છે!’’ આહાહાહા...આ કવિતા નથી, વાસ્તવિકતા છે! તાજેતરમાં સચિનની આત્મકથા (પ્લેઈંગ ઈટ માય વે - માય ઓટોબાયોગ્રાફી) લોકો સમક્ષ આવી અને આજે મારે એ આત્મકથાની વાત કરવી છે. સચિને આ આત્મકથામાં ઘણાં એવા અંગત ખુલાસાઓ કર્યા છે જેની મીડિયાને કે જાહેર જનતાને લગભગ જાણ નથી.

    ૧) સચિને એક વાર પાકિસ્તાનની ટીમમાં ફિલ્ડીંગ પણ કરી છે. વાત એમ છે કે ૧૯૮૭માં મુંબઈની ટુકડીમાં સામેલ થયો હોવા છતાં સચિનનો અંતિમ-૧૧માં સમાવેશ ન થયો. છતાંય રણજી-ટ્રોફીમાં થોડો ટેસ્ટ તો થયો. બ્રેબોર્ન સ્ટેડીયમમાં ભારત પાકિસ્તાનની એક ફેસ્ટીવલ મેચમાં કપિલ દેવ બેટીંગ કરતા હતા અને પાકિસ્તાનના બે પ્લેયર જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર એ સમયે લંચ માટે ગયા હતા. એ વખતે પાકિસ્તાનના સ્કીપર ઈમરાન ખાને સચિનને ‘એઝ અ સબ્સ્ટીટ્યુટ’ રાખ્યો હતો અને સચિન કપિલ દેવનો એક કેચ પકડી શક્યો ન હતો.

    ૨) યોર્કશાયરમાં સચિને કાર-ડ્રાઈવિંગ મામલામાં ઘણા અખતરા કર્યા હતા.૧૯૯૨માં એક વાર યોર્કશાયરમાં જતીન પરાંજપે અને સચિન બંને લોંગ ડ્રાઈવ પર ગયા અને ડ્રાઈવિંગ કરતાં કરતાં અતિશય થાકી ગયા. બીજે દિવસે મેચ હતી અને સવારે ઊઠીને જોયું તો સચિનનું મુખ એક ઝોંબી જેવું અને સોજેલું હતું. છતાં પણ એ મેચમાં સચિને ૧૦૦ રન ફટકાર્યા. મજાની વાત એ કે બેટીંગ કરતી વખતે અને ફિલ્ડીંગ વખતે પણ એ દરેક ઓવર વચ્ચે ‘૧૦ સેકંડ’ ના ટચૂકડા ઝોકાં ખાઈ લેતો.

    ૩) સચિનને ‘બેટ‘ના સપના આવતાઃ ૧૯૮૯માં સિઆલકોટમાં ટેસ્ટ મેચ પહેલા સચિન અને એના સાથીદારોને પાકિસ્તાનની પ્રખ્યાત બેટ બનાવનારી કંપની એમ.બી. મલિક તરફથી આમંત્રણ મળ્યું. એ વખતે સચિન બેટ બનાવનારી બીજી કોઈ પણ કંપની સાથે સંધિમાં ન હતો, એટલે કે એ કોઈ પણ મેચમાં એનું મનપસંદ કોઈ પણ બેટ લઈ રમી શકતો. આમંત્રણ આવ્યું એટલે એમ.બી.મલિક પાસેથી ૨-૩ બેટ લઈ આવ્યો. પણ સૂઈ ગયા પછી લગભગ મધરાત્રે રૂમની બહાર આવીને ‘મારું બેટ ક્યાં છે? મને મારું બેટ આપી દ્યો’ એવું બોલવા લાગ્યો. રમણ લાંબા અને મનીંદર સિંઘે કહ્યું, તેરે બેટ્‌સ તો તેરે પાસ હી હૈ. પણ સચિને કોઈ રીસ્પોન્સ ન આપ્યો. ત્યારે રમણને લાગ્યું કે આ તો ઊંઘમાં ચાલે છે. તરત જ બંને જણાએ સચિનને એની રૂમમાં સૂવડાવવાની મહેનત કરી.

    ૪) નવેમ્બર-૧૯૯૧માં ઓસ્ટ્રેલિયા સાથેની મેચ હતી. મેલબર્નની મેચ વખતે બ્રુસ રીડની બૉલિંગ વખતે જ્યારે સચિનને વાગ્યું હતું ત્યારે તેના ઉદરની નીચેના ભાગમાં મૂકવામાં આવેલા સુરક્ષા-કવચના તૂટીને ત્રણ ટૂકડા થઈ ગયેલા. અને એ સચિનને જ્યારે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં આવ્યો ત્યારે ખબર પડી.

    ૫) ૧૯૯૨માં દ્રસ્છસ્માં બનેલો એક બનાવ સચિન માટે પરાકાષ્ઠા અને સ્પર્ધાત્મકતાનો પાઠ બની ગયો. ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે સચિને બોલને ફટકાર્યા પછી રન લેવાનો કોઈ ચાન્સ ન હતો. માટે બોલને પોતે ઉપાડીને ઓસ્ટ્રેલિયાના કપ્તાન એલન બોર્ડરને આપવા ગયો. જેવો બોલ લેવા એ વળ્યો, એલન જોરથી બરાડ્યો, ‘‘ડદ્વન’ત યદ્વઉ દઅરઇ તદ્વઉચહ તહઇ બઅલલ (બોલ ઉપાડવાની હિંમત પણ નહીં કરતો).’’ એલન અને સચિનની કોઈ દુશ્મની ન હતી, પણ આ આંતરરાષ્ટ્‌રીય રમતના નિયમો છે અને દરેક રમતવીરે આ નિયમો પાળવા જરૂરી! આ વાતને સચિને પોતાના ક્રિકેટ-કરિયરમાં હંમેશા યાદ રાખ્યું.

    ૬) ૧૯૯૩ના હીરો-કપની સેમીફાઈનલ ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. દ્રક્ષિણ આફ્રિકા સામેની એ મેચમાં ભારતને જીતાડવામાં એક મંગૂસ(નોળિયા) નો ખૂબ મોટો ફાળો રહ્યો. દ્રક્ષિણ આફ્રિકાની પાળી વખતે જ્યારે જ્યારે એ મંગૂસ મેદાનમાં આવતો ત્યારે બેટ્‌સમેનનું ધ્યાન તૂટી જતું અને એ નોળિયો એક વિકેટનો કોળિયો કરી જતો. આ એક સંયોગ જ હતો પણ ભારત માટે લકી સાબિત થયો.

    ૭) તમે ગેમમાં છો એ દરેકને ખબર હોવી જોઈએ તો જ ગેમમાં મજા આવે અને એક વાર તમે લોકોમાં જાણીતા થાઓ પછી તમારી એક આગવી ઓળખ રાખવી જરૂરી છેઃ સચિને જ્યારે ટેસ્ટમેચમાં પહેલી વાર ૧૦૦ રન ફટકાર્યા ત્યારે સ્ટેડીયમમાં બેસેલા લોકોએ સ્ટેંડીંગ ઓવેશન આપ્યું. પણ સચિને એ વખતે ખૂબ જ અનકંફર્ટેબલ ફીલ કર્યું અને પોતાનું બેટ ઊંચકવામાં એને શરમ લાગી. સચિને લખ્યું છે કે ‘‘ઈવઇરય તામઇ િ લદ્વદ્વક બઅચક અત તહઇ ફદ્વદ્વતઅગઇ દ્વફ મય ફારસત ચઇનતઉરય, િ રઇઅલાઝઇ તહઅત ચઇલઇબરઅતાનગ દ્યઅસ નદ્વત સદ્વમઇતહાનગ તહઅત ચઅમઇ નઅતઉરઅલલય તદ્વ મઇ. ‘ષરઇસઇનચઇ’ ાસ અચતઉઅલલય વઇરય ામપદ્વરતઅનત ાન ાનતઇરનઅતાદ્વનઅલ સપદ્વરત. તિ ાસ દ્વનઇ તહાનગ જઉસત બઇાનગ તહઇરઇ ાન તહઇ માદદલઇ, બઉત ાત ાસ અનદ્વતહઇર મઅકાનગ પઇદ્વપલઇ અદ્યઅરઇ દ્વફ યદ્વઉર ‘પરઇસઇનચઇ’. તિ ાસ અબદ્વઉત બદ્વદય લઅનગઉઅગઇ અનદ રઅદાઅતાનગ ચદ્વનફાદઇનચઇ, સદ્વમઇતહાનગ તહઅત તહઇ દ્રઇસત નિદાઅન બઅતતાનગ લઇગઇનદ શ્વાવ તચહઅરદસ દ્યદ્વઉલદ પઇરસદ્વનાફય. દ્રાતહ મઇ ાત હઅપપઇનઇદ અફતઇર િ હઅદ સચદ્વરઇદ અ ફઇદ્ય હઉનદરઇદસ અનદ ફઇલત મદ્વરઇ ઇસતઅબલાસહઇદ ાન ાનતઇરનઅતાદ્વનઅલ ચરાચકઇત. સ્સ િ ગરઇદ્ય મદ્વરઇ અસસઉરઇદ દ્વફ મય પરઇસઇનચઇ, િ ચઅમઇ ઉપ દ્યાતહ મય દ્વદ્યન સાગનઅતઉરઇ સતયલઇ દ્વફ ચઇલઇબરઅતાનગ અન અચહાઇવઇમઇનત બય સહદ્વદ્યાનગ તહઇ બઅત તદ્વ તહઇ દરઇસસાનગ રદ્વદ્વમ.’’ એ જ મેચમાં જ્યારે એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે એક શેંપેન ની બોટલ પણ આપવામાં આવી. પણ ૧૮ વર્ષનો ન હોવાથી એ વખતે પણ થોડું પ્રતિકુળ લાગ્યું.

    ૮) બી.સી.સી.આઈ. એ મગનું નામ મરી ન પાડ્યુંઃ શારજાંહની હાર પછી ભારત શ્રીલંકા સામે ત્રણ સીરીઝ હારી ગયું. એ પછી કોઈ પણ પ્રકારના સમારોહ વગર સચિનને સુકાની પદ પરથી કાઢી નાખવામાં આવ્યો. જ્યાં સુધી મીડિયામાંથી કોઈએ કહ્યું કે ‘તું હવે કેપ્ટન નથી રહ્યો’ ત્યાં સુધી બી.સી.સી.આઈ. માંથી કોઈએ એ વાત સચિન સુધી પહોંચાડવાની તસદી પણ ન લીધી. આ વાતથી સચિનને લાગી આવ્યું પણ આ બનાવને કારણે જ સચિન અંદરથી વધુ મજબૂત બન્યો.

    આ સિવાય - શું સચિન અને એના કૌટુંબિક સભ્યો અંધશ્રદ્ધાળુ હતાં? કપિલ દેવ અને ગ્રેગ ચૅપલ - અ બંને કોચ વિશે સચિનના મનમાં શો સંકોચ હતો? શા માટે અખબારમાં ‘તેંડુલકર’ને બદલે ‘એંડુલકર’ છપાયું? ‘મન્કીગેટ’ યાદ છે? કોનો વાંક હતો ‘મન્કીગેટ‘માં? કોણે, ક્યારે અને શા માટે સચિન પર ‘બોલ ટેમ્પરીંગ‘નો આરોપ લગાવ્યો હતો? ૧૦૦મી સેન્ચુરી અને ૨૦૦મી મેચ વખતે ક્યા વિઘ્નો નડ્યાં‘તાં? આ બધું અને ‘ફાઈનલ સ્પીચ’ વખતે સચિનના હાથમાં જે લિસ્ટ હતું એમાં કોના કોના નામ હતા? જાનને કે લિયે પઢિયે ‘હું ગુજરાતી‘કા બારહવાં એપિસોડ (એટલે કે અંક)!! ત્યાં સુધી શટસ્થ ટઊણઈડ!!

    પડઘોઃ

    ‘‘એવી કોઈ આત્મકથા નથી જેમાં લેખક પોતાની દરેક નાની બાબત વિશે લખે. ઈટ્‌સ ઈમ્પોસિબલ! જીવનમાં ઘણાં એવા મુદ્દા હોય છે જેને કોઈ અંગત અથવા તો સંવેદનશીલ કારણોસર આત્મકથામાં ન સમાવી શકાય. મેં અહીં સમાવેલા પ્રસંગોમાંથી ઘણાં ખરા જાહેર જનતાને ખબર હશે પણ થોડા એવા પણ મુદ્દાઓ છે જે મેં આજ સુધી લોકોની સમક્ષ લાવ્યા નથી. મને આશા છે કે તમને એ પ્રસંગોમાં રસ પડશે.’’ - ‘‘પ્લેઈંગ ઈટ માય વે - માય ઓટોબાયોગ્રાફી‘‘ની પ્રસ્તાવનામાં સચિને લખેલા શબ્દો

    હુંુ ગુજરાતી - ૧૨

    આપણે ખોતરનારા ખુશાલિયા જેવા...

    એક જૂની અને જાણીતી વાર્તા છે. એક બાપ અને તેનો દીકરો એક ઘોડાને લઈને સવારે ઘરેથી નીકળે છે. દીકરો ઘોડા ઉપર બેસેલો હોય છે. રસ્તામાં એક ગામ આવે છે. દીકરાને ઘોડા પર બેસેલો જોઈને ગામવાળા વાતો કરે છે ’કેવો જમાનો આવ્યો છે? આજકાલના સંતાનની તો વાત જ ન થાય. બાપ પગપાળા જાય છે અને દીકરો ઘોડા પર બેસીને.’ આ સાંભળી દીકરો ઘોડા પરથી ઉતરી જાય છે અને બાપ ઘોડા પર ચડે છે. રસ્તામાં બીજું ગામ આવે છે અને બાપને ઘોડા પર બેસેલો જોઈને કહે છે, ’અરેરે... ફૂલ જેવો દીકરો ચાલીને જાય છે અને બાપ ઘોડા પર ચઢી બેઠો છે’. આ સાંભળી બાપ અને દીકરો બંને ઘોડા પર બેસી જાય છે. ત્રીજું ગામ આવે છે અને ત્યાંના લોકો બોલે છે, ’આ બાપ-દીકરાને કોઈ શરમ ખરી? બિચારા મુંગા જાનવર પર બેય ચઢી બેઠા છે.’

    આ લઘુવાર્તાનું તાત્પર્ય એ કે તમે સારા કામ કરો કે નરસા, ગામ તો વાતો કરવાનું જ છે. આવું જ હમણાં બની રહ્યું છે. ’પીકે’ જોઈને આવેલો દર ત્રીજો માણસ એવું બબડી રહ્યો છે કે ’પીકેમાં હિન્દુત્વની અને હિન્દુ લોકોની લાગણી દુભવી છે’, અથવા ’પીકે’ની વાર્તા ખૂબ જ પકાઉ અને પ્રેડિક્ટેબલ છે.’ કોઈએ વળી એમ કહ્યું કે ત્રણ સુપરલેટીવ ફિલ્મો આપનારા રાજુ હિરાણીનો આ વખતે ’રોંગ નંબર’ લાગી ગયો છે. ટ્‌વીટર પર તો રીતસરના બે ટોળાં થઈ ગયા છે - ઈંર્હ્વઅર્ષ્ઠંાં અને ઈંજેર્િાં. પણ આમાં નવું કંઈ નથી. પરેશ રાવલની ફિલ્મ ’ઓહ માય ગૉડ’ આવી ત્યારે પણ લોકોએ આવો જ હોબાળો મચાવ્યો હતો. લગભગ એકાદ વર્ષ પહેલાં સંજય લીલા ભણસાલીની ફિલ્મના ટાઈટલ સામે વિરોધ કરી કેટલાંક એચ.પી.(હરખપદુડા) લોકોએ કોર્ટમાંથી આદેશ બહાર પડાવીને ’રામલીલા’માંથી ’ગોલીયોં કી રાસલીલાઃ રામલીલા’ એવું શીર્ષક કરાવ્યું હતું. શા માટે? કારણ કે ભઈસા’બ આવા ટાઈટલું હિન્દુ દેવી-દેવતાઓના અપમાન કરે છે! વિરોધાભાસ જુઓ - લિંગપૂજા કરનારો આપણો સમાજ આવી નાની નાની બાબતોથી ઉશ્કેરાઈ જાય છે. ભગવાનના નામ આવે ત્યાં આપણી લાગણીઓ દુભાઈ જાય છે પણ ’લક્ષ્મી’છાપ ફટાકડા ફોડતી વખતે આપણને કંઈ અજુગતું નથી લાગતું. (સેન્ટેન્સ કર્ટસી - જય વસાવડા). આપણો સમાજ આજે પણ આસા’રામ’ જેવા લંપટલીલા કરનારા અને નારાયણ’સાંઈ’ જેવા લેભાગુઓની અર્ચના કરવામાંથી ઊંંચો નથી આવતો. એમના નામમાં પણ હિન્દુ ભગવાનના નામ છૂપાયેલા છે તો એ નામો અભડાય એમાં આપણને કોઈ વાંધો નથી. ‘વિશ્વરૂપમ’ ફિલ્મ આવી ત્યારે તામિલનાડુના મુસ્લિમોની લાગણીઓ દુભાઈ, બાકી ખુલ્લે આમ વેરઝેર દાખવતી ’ગેંગ્સ ઑફ વાસેપુર’ બધાને ગમી. ૧૯૮૫માં આવેલી ફિલ્મ ’રામ તેરી ગંગા મેલી’માં ગંગોત્રી પાસે ધોધ નીચે અર્ધનગ્ન અવસ્થામાં નહાતી મંદાકિનીને જોઈને લોકો અંદરથી મલકાતાં, રાજ કપૂરની જ ’સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં પણ કેડે ઘડો લઈને ટૂંકા કપડાં પહેરેલી ઝિન્ન્ત અમાનને જોવાં લોકો બેક-ટુ-બેક ફિલ્મના શો જોઈ નાખતાં. અને આજે ફક્ત નામથી લોકો ઉશ્કેરાઈ જાય છે? આ તો ’બૂમરેંગ’ જેવી પરિસ્થિતિ થઈ. દુનિયા આગળ જાય છે અને આપણે પાછળ?

    મને તો એ વાત નથી સમજાતી કે ’પીકે’ની કઈ બાબતને કારણે હિન્દુઓની લાગણીઓ દુભાઈ? ચપ્પલને (મંદિરમાં ચોરાઈ ન જાય માટે) સાઈકલની જેમ લોક કરવાથી કે મંદિરની બહાર રાખેલી ’પ્રભુ’ની પાદુકા આમિર પહેરી લે છે એ કારણસર? ભોળા શંકરની પાછળ દોડીને ડરાવવાથી કે ટોઈલેટમાં શંકર સાથેનો વાર્તાલાપ બતાવવાથી? ’લાપતા’ કહીને ભગવાનના પેમ્ફલેટ વેંચવાથી કે લાખોના ઝૂંડમાં મુંડાઈ જવા માટે તૂટી પડતા લોકો મૂર્ખ છે એવું દર્શાવવાથી? અરે વાચકમિત્રો, ’પીકે’ ફિલ્મ ભારતમાં બની છે. એના મોટા ભાગના પ્રેક્ષકો હિન્દુ હશે એવું ધારીયે તો ઉદાહરણ તો હિન્દુ ભગવાનનું જ લેવું પડે ને? અને જો કોઈ ખોટી વસ્તુને લોકો સમક્ષ લાવવી હોય તો કોઈકે તો પહેલ કરવી જ પડશે ને? જ્યાં સુધી આપણે પોતે આ વસ્તુને રોકવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આવા ‘લાભુમા’ અને ‘તપસ્વી’ઓ આપણને ધૂતતા જ રહેશે. અને આ બધું જો ચાલ્યા જ કરશે તો એક દિવસ બીજા ગ્રહના લોકોએ જ આવીને પડદા પાછળની હકીકત સામે લાવવી પડશે.

    બીજી વાત! મારો વિરોધ કોઈ ધર્મ કે સમાજ કે જાતિ વિરૂદ્ધ નથી. મારો વિરોધ છે ઘરે બેઠા-બેઠા ચાની ચૂસકીઓ લેતાં ચક્રમો વિરૂદ્ધ છે. કોઈ માણસ પોતાની પાંચ-પાંચ વર્ષની મહેનત કરીને એક સારી, આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ બનાવે અને આપણે જોયાના અડધો કલાકમાં જ એની મહેનત પર ફ્લશ કરી નાખવાનું? ત્રેવડ હોય તો બનાવી જુઓ એકાદી ફિલ્મ! અરે, ૧૫-૨૦ સેકંદની ટચૂકડી જાહેરખબર બનાવવામાં કેટલી મુશ્કેલીઓ આવે છે એનો ખ્યાલ પણ નહીં હોય. મોટી-મોટી કંપનીઓ આવી ઍડ બનાવવા લાખોના ખર્ચા કરે છે અને તોએ એમનો ધંધો વધતો નથી. સ્વ. રમેશ પારેખની એક કવિતા છેઃ

    ‘સમજયા ચંદુભાઈ ખુશાલિયાને ટેવ નડી ટેવ, ખોતરવાની.

    એને કાન ખોતરવાની ટેવ, દાંત ખોતરવાની ટેવ, નાક ખોતરવાનું તો બંધાણ.

    એવો ખોતરવે ચડયો કે એક દિ’ એણે સાથળ ખોતરી... કોણ જાણે કેમ એમાંથી ગગો ન નીકળવાનો હોય!’

    આવી જ ખોતરપટ્ટી કરવામાં આપણે આગળ છીએ. ’સત્ય મેવ જયતે’ નામનો ટી.વી. શો ચાલુ હતો ત્યારે પણ લોકો એવું કહેતાં કે ’શોમાં જે ચેરીટી-ટ્રસ્ટની વાત થાય છે એ એક મુસ્લીમ લોકો વડે ચાલતો ટ્રસ્ટ છે. આમિર ખાન કેમ કોઈ હિન્દુ ટ્રસ્ટને મદદ નથી કરતો?’ ચાલો, એક વાર આપણે માની પણ લઈએ કે એ ટ્રસ્ટ ઈસ્લામીઓ દ્વારા ચલાવાય છે. તો શું? ઈસ્લામ ધર્મમાં માનનારાઓ માણસ નથી? આપણે એ ટ્રસ્ટને મદદ કરવાની ચાહ ન હોય તો ન કરવી પણ બીજા કરે છે એને તો કરવાં દ્યો. અને આટલા મોટા ઢોલ લઈને આપણા ભરનિંદ્રામાં સૂતેલા સમાજને જગાડવા આમિર ખાન એની ટીમ લઈને નીકળે છે તો એક માણસ તરીકે તો એને બિરદાવો. પણ નહીં, એમાંય આપણે ખોતરવું જ છે!

    અધિર અમદાવાદીએ એમનાં એક ફેસબુક પોસ્ટમાં લખેલું કે ’આપણા શહેરોને વાઈ-ફાઈ કરતા સ-ફાઈની વધુ જરૂર છે’. નરેન્દ્ર મોદીએ ’સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું એમાં આપણું કેટલું યોગદાન? બધે ગંદકી છે, ગંદવાડો છે એવું કહેનારા આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યાંથી આપણો જન્મ થયો એ પેટમાં પણ ખૂબ ગંદકી હોય છે. અમથા અમથા, મોટા ઝાડુ લઈને ફોટા પડાવવા કરતા આપણે બધાં પોતપોતાના ફળિયા, સોસાયટી સાફ રાખવા લાગીએ તો આખું ગામ સાફ થઈ જાય અને આવા કોઈ અભિયાનની જરૂર જ ન પડે. નાના બાળકને આપણે હંમેશા શીખવીએ કે હળીમળીને રહેવું, દરેક વસ્તુ વહેંચીને વાપરવી, મારૂં-મારૂં ન કરતાં ‘આપણું’ માનવું વગેરે... પણ, સ્કૂલમાં જ્યારે બાળકો પ્રતિજ્જ્ઞા બોલે ત્યારે એના શબ્દો પર ધ્યાન આપજો. સૌથી પહેલી જ લીટી છે - ભારત ‘મારો’ દેશ છે. શા માટે ’ભારત આપણો દેશ છે’ એવું ન લખ્યું? જ્યારે કોઈ વસ્તુ ’મારી’ હોય ત્યારે હું એની વધુ કાળજી અને સાર-સંભાળ રાખું છું જ્યારે એ ’આપણી’ કે ’અમારી’ થઈ જાય એટલે પોતાપણાંની લાગણી પણ વ્હેંચાઈ જાય છે. એવું જ આ સફાઈનું છે. જ્યાં સુધી આપણે પોતાનું સમજીને ગંદકી કરવાનું બંધ નહીં કરશું ત્યાં સુધી કોઈ અભિયાન સફળ થશે નહીં.

    ચેતન ભગતનું ’રીવોલ્યુશન ૨૦૨૦’ પુસ્તક આવ્યું ત્યારે એ વાંચીને ઘણાં લોકોએ કહ્યું કે ચેતન ભગતના લખાણમાં હવે પહેલા જેવી મજા નથી. કોઈ લેખક કંઈક નવું અને ધારદાર લખે તો એના લેખ પર પોતાનો અધૂરા જ્જ્ઞાનનો એઠવાડ ઠેલવનારાઓને એમ કહેવાનું મન થાય કે હજારો લોકો વાંચે છે એ પ્લેટફોર્મ માટે તમે એક ફકરો તો લખીને બતાવો. એક નાનો એવો ફકરો લખવામાં નાકે દમ આવી જશે. એવી જ વાત કોઈ વક્તા વિશે પણ થતી હોય છે. શ્રોતાગણોમાં ઘણાં એવા હોય જે બેઠા બેઠા દાંત ખોતરે અને વક્તાની વાતોને પણ! આવા લોકો એક વાર સ્ટેજ પર જઈને માઈક પકડી બતાવે ત્યારે ખબર પડે કે શી વલે થાય છે. "કહેણી મીસરી ખાંડ હૈ, કરણી તાતા લોપ" - કહેવું તો સાકર જેવું મીઠુ છે, કરવું ખૂબ દોહ્યલું છે.

    ’પીકે’ હોય કે ’ઓહ માય ગોડ’ - કદાચ બંનેનો સૂર એક જ હશે પણ બંનેના મિજાજ જુદા છે. ’પીકે’ વિરૂદ્ધ બોયકોટ કરનારાઓ પોતાનો ઓવરકોટ કાઢીને એક વાર જો પોતાની અંદર લટાર મારે તો ખબર પડે કે ’લોંગ’ ટાઈમથી આપણે જેને ’સ્ટ્રોંગ’ બનાવવાની કોશિશ કરી રહ્યાં છીએ એ ખરેખર તો આપણી અંદર ચાલી રહેલો ’ઢોંગ’ છે. અને આવા ’ઢોંગ નંબર’માંથી ક્યારે ’રોંગ નંબર’ લાગી જાય છે એ આપણને ખબર નથી રહેતી. તો આવનારા નવા વર્ષમાં આવા ’રોંગ નંબર’ને લાઈફલોંગ માટે રાઈટ નંબર બનાવીએ અને તમારૂં ૨૦૧૪નું વર્ષ ’ગમે તેવું’ ગયું હોય પણ ૨૦૧૫નું વર્ષ ’તમને ગમે તેવું’ જાય એવી અભ્યર્થના! જય શ્રી ક્રિસમસ!

    પડઘોઃ

    ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે!

    ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊંગે

    - અનિલ ચાવડા

    (નોંધ - વાચકમિત્રો, મને યાદ છે કે ગયાં પખવાડિયે સચિનની આત્મકથા પર લખેલા લેખનો બીજો ભાગ હજી બાકી છે. પણ ’પીકે’ જોયા પછી આ લેખ મને અંદરથી ધક્કો મારે છે એટલે આવનારા અંકમાં સચિનની આત્મકથાને આગળ વધારીશું)

    હુંુ ગુજરાતી - ૧૩

    તેંડુલકર - વિશ્વવિક્રમોની વણથંભી વણઝારનો ખલાસી!!

    ’આઈ માઈટ સી ગોડ વ્હેન આઈ ડાઈ....બટ અનટીલ ધેન આઈ વીલ સેટલ ફોર સચિન....’ (હું મરી જઈશ ત્યારે કદાચ ભગવાનને જોઈશ...પણ ત્યાં સુધી હું સચિનથી ચલાવી લઈશ...) - સચિન તેંડુલકર દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં ક્રિકેટની ઐતિહાસિક ઈનિંગ રમી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં એક ચાહકના હાથમાં રહેલું બેનર આ રીતે વાંચવા મળ્યું હતું! ખરેખર, ક્રિકેટનો ભગવાન, ક્રિકેટજગતનો યુગ-પરૂષ, ક્રિકેટનો કોહિનૂર, માસ્ટર બ્લાસ્ટર જેવા કંઈ કેટલા ઉપનામોથી ઉભરાતો સચિન ‘તેંડુલ’કર નહીં પણ ’રેકોર્ડ’કર છે. સચિનની સૌથી મોટી સિદ્‌ધિ એ કે એ ભારતની યુવાપેઢીનો રોલ-મોડલ છે. ખેલદિલી, અથાક મહેનત, તીક્ષ્ણ નજર, પૂર્વાનુમાન, એકાગ્રતા અને અનુકૂલન શક્તિને કારણે પાંચ ફૂટ પાંચ ઈંચનો આ આદમી અઢી ફૂટના બેટ વડે પોતાના આકાશને આંબી ગયો છેપપપવાત ચાલી રહી છે સચિનની આત્મકથા (પ્લેઈંગ ઈટ માય વે)ની જેમાં સચિને ૨૪ વર્ષોમાં અને ૨૨ યાર્ડમાં ફેલાયેલી એક મુસાફરીની માંડીને વાત કરી છે. ગયા વર્ષે (ડિસેમ્બર મહિનામાં ’હું ગુજરાતી’ના ૧૧માં અંકમાં) સચિને ઉઘાડેલાં કેટલાંક છૂપા રાઝની રમઝટ આપણે માણી હતી...આજે માણીએ વધુ વાતોની વણઝાર!

    અંધશ્રદ્ધાનો હોય વિષય તો....

    (૧) ૧૯૯૬ના વર્લ્ડ કપ પહેલાંની વાત છે. એક મલ્ટીનેશનલ કંપની પોતાની બ્રાંડનું સ્ટીકર બેટ પર ચોંટાડવાની ભલામણ લઈને સચિન પાસે આવી પણ એમને સચિનની માંગ વધુ લાગતા વાત આગળ ન વધી. થોડા સમય બાદ ૧૯૯૬ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી એક ઈનીંગની બ્રેકમાં એ જ કંપનીના એમ.ડી. આવ્યા અને સચિનને કહ્યું કે આ સ્ટીકર અત્યારે ને અત્યારે તમારા બેટ પર લગાડશો તો હું તમને મુહ-માંગી કિંમત આપીશ. પણ સચિને કહ્યું - બ્રેક પહેલાની ઈનીંગ ’વગર સ્ટીકરે’ રમી છે તો બ્રેક પછીની ઈનીંગ પણ વગર સ્ટીકરે જ રમીશ. ન કરે નારાયણ ને જો આ સ્ટીકરને કારણે રમવામાં કંઈ ગડબડ થઈ તો? (૨) ઈંગ્લેન્ડના વર્લ્ડકપ પહેલા સચિનના ભાઈ અજીત, પત્ની અંજલી અને દિકરી સારા - બધા સચિનની સાથે એક ચાઈનીઝ રેસ્ટોરેંટમાં જમવા ગયા. જમવામાં સચિને ’ક્રિસ્પી એરોમેટિક ડક’ ઑર્ડર કર્યું. જેવો ઑર્ડર આપ્યો કે તરત જ અજીતે કહ્યું કે ઑર્ડર કેન્સલ કરી નાખ. અને કહ્યું કે જ્યાં સુધી વર્લ્ડ કપ પૂરો ન થાય ત્યાં સુધી ’ડક’ ખાવાનું બંધ. કારણ - અજીતે ક્યાંક વાંચેલું કે ભૂતકાળમાં ક્યારેક ત્રણ અંગ્રેજી ક્રિકેટરોએ મેચના આગલા દિવસે આ રીતે ડક ખાધું તો ત્રણેય શૂન્ય રન પર આઉટ થઈ ગયા. જો સચિન ’ડક’ ખાય અને વર્લ્ડકપમાં ’ડક’ પર આઉટ થાય તો? (૩) ઓસ્ટ્રેલિયામાં કોઈ એક ટેસ્ટ વખતે પણ આવું જ થયું. અંજલી, અંજલીના માતા-પિતા, સારા અને અર્જુન બધાએ એક મલેશિયન રેસ્ટોરેંટમાં જવાનું નક્કી કર્યુ. જમવાનું સ્વાદિષ્ટ હતું અને બીજે દિવસે મેચમાં સચિન ૭૩ રન મારીને નોટ-આઉટ રહ્યો. મેચ પછી ફરી પાછા એ જ રેસ્ટોરંટમાં જમવાનું રાખ્યું. સેમ ટેબલ પર જમવા બેઠા અને સેમ જમવાનું પણ મંગાવ્યું. ત્રીજો દિવસ એ કરતાં પણ સારો રહ્યો અને સચિને ૨૨૦ રન કર્યા છતાં નોટ-આઉટ! ત્રીજી રાત્રે ફરી એ જ રેસ્ટોરંટ, એ જ ટેબલ અને એ જ મેન્યુ! રેસ્ટોરેંટના માલિકને એમ કે આ લોકોને અહીંનું જમવાનું ખૂબ પસંદ આવ્યું લાગે છે! ખી ખી ખી... (૪) સચિનના ધર્મપત્ની અંજલીને એવો વહેમ હતો કે એ જો સ્ટેડીયમમાં હશે તો સચિન સારૂં નહીં રમે એટલે ૨૦૧૧ના વર્લ્ડકપ વખતે અંજલી ઘરે જ રહી. જ્યારે ભારત જીતી ગયું, ત્યારે એ પોતાના ઘરેથી વાનખેડે સ્ટેડીયમ જવા નીકળીપપઆ સિવાય સચિન ડાબા પગનું પેડ પહેલાં બાંધવાની અંધશ્રદ્ધા પણ ધરાવે છે. ભલે જમોડી હોય, પણ લખવા માટે ડાબો હાથ વાપરે છે. ઉપરાંત એ ક્યાંય પણ રમવા જાય છે ત્યારે ટીમની બસમાં સૌથી આગળની સીટમાં હંમેશા ડાબી બાજુની બારીવાળી સીટ પર જ બેસે છે. સચિનની ક્રિકેટ-કિટમાં અનેક દેવી-દેવતાઓની તસવીરો પણ હોય છે. એ ભારે આસ્થાળુ છે અને આ હકીકત એ ક્યારેય સંતાડતો નથી.

    કોચ વિશે સચિનના સંકોચઃ

    સચિનના મતે જેની સાથે પોતે કામ કરેલું એવા લગભગ દરેક કોચ સારા જ હતા પણ ખાસ નોંધ લેવી રહી બે કોચનીઃ કપિલ દેવ અને ગ્રેગ ચૅપલ! ૧૯૯૯-૨૦૦૦ની સાલમાં જ્યારે સચિન બીજી વાર કેપ્ટન બન્યો ત્યારે કપિલદેવ ભારતીય ટીમના કોચ હતા. સચિને એમના વિશે લખ્યું છે કે “ભારત માટે રમ્યો હોય એવો કપિલદેવ જેવો કાર્યદક્ષ (ઓલરાઉન્ડર) ખેલાડી લગભગ જ કોઈ હોઈ શકે પણ એક સારા કોચ તરીકે એ સફળ ન રહ્યો. એક કોચનું કામ છે ટીમની વ્યૂહરચનાને સૂત્રબદ્ધ કરવું, પણ કપિલની વિચારપ્રક્રિયા અલગ જ હતી અને ટીમને કેપ્ટનના ભરોસે મૂકી કોઈ પ્રકારના સંચાલનમાં એ ભાગ લેતો ન હતો”. ગ્રેગ ચૅપલ વિશેના સચિનના વિચારો આપણને વિચારતા કરી મૂકે એવા હતા. સચિનના મતે, એપ્રિલ ૨૦૦૭માં જ્યારે બી.સી.સી.આઈ.એ ચૅપલનો ’ભારતીય કોચ’ તરીકે કાળખંડ પૂરો કરવાનું નક્કી કર્યુ ત્યારે ભારતીય ક્રિકેટને સૌથી વધુ ફાયદો થયો. ઘણાં વરિષ્ઠ ખેલાડીઓએ હાશકારો અનુભવ્યો. જે સ્વાભાવિક હતું, કારણ ચૅપલે એ પ્લેયરો સાથે અન્યાય કર્યો હતો. સચિને લખ્યું છેઃ "ગ્રેગ એક રીંગમાસ્ટર જેવો હતો, જે પોતાની દરેક આઈડીયા ખેલાડીઓ પર થોપી દેતો અને એ વખતે સામેવાળા ખેલાડીની મનઃસ્થિતિ કે કમ્ફ્ર્‌ટનેસ વિશે એ કદી વિચારતો નહીં." એ સિવાય ૨૦૦૭માં રમાયેલા વર્લ્ડકપના થોડા મહિના પહેલા ચૅપલ સચિનના ઘરે મળવા ગયા હતા અને રાહુલ દ્રવિડની પાસેથી કપ્તાની લઈ લેવાની ભલામણ પણ કરી હતી. ગ્રેગે સચિનને એમ પણ કહેલું કે આપણે વર્ષો સુધી ભારતીય ક્રિકેટને આપણા તાબામાં રાખી શકશું. માટે જ સચિને લખ્યું છે કે ગ્રેગ સાથેનો મારો કાર્યકાળ એ મારી કારકિર્દીનો સૌથી ખરાબ કાળ હતો.

    જ્યારે છાપામાં છપાયું - એંડુલકરઃ

    સન ૨૦૦૭ના વર્લ્ડકપમાં શ્રીલંકા સામે મેચ હાર્યા પછી ડરેસીંગ રૂમમાં ઘણાં ખેલાડીઓ રડી પડયાં. મેચ હારીને જ્યારે ભારતમાં પાછા આવ્યા ત્યારે લોકોનો રોષ આસમાને હતો. સચિનના પોતાના લોકો જ તેની જવાબદારી પર ટીકા કરતા હતા. અખબારોની હેડલાઈનમાં ’તેંડુલકર’ને બદલે ’એંડુલકર’ (ઈહઙ્ઘ-ેઙ્માટ્ઠિ) છપાયું ત્યારે સચિનને ખૂબ દુઃખ થયું. એ સમયે સચિનના મગજમાં રીટાયર થવાનું મોજું પણ ફરી વળ્યું હતું.

    ગંદી બાતઃ

    સચિન મિતભાષી, મૃદુભાષી અને ક્યારેય કોઈ વિવાદમાં ન પડનારો ખેલાડી. મોટી ભાગે શાંત રહે. નખ ચાવતો ચાવતો કંઈ ને કંઈ વિચાર્યા કરે. પણ એક મહત્વનો બનાવ સચિને વર્ણવ્યો છે એ છે ’મન્કીગેટ’. યાદ છે ને? હરભજન સિંઘે ઓસ્ટ્રેલિયાના પ્લેયરને ’મન્કી’ (વાંદરો-બંદર) કહેવા બદ્દલ જે હોબાળો મચ્યો એ બનાવ ક્રિકેટજગતમાં ’મન્કીગેટ’ તરીકે જાણીતો છે. સચિનના મતે ’મન્કીગેટ’નું મુખ્ય કારણ એન્ડર્યુ સાયમંડ હતો. એ રમતી વખતે ભજ્જીને ભડકાવવાની લગાતાર કોશિશ કરતો હતો. સચિન જ્યારે ભજ્જીને શાંત કરવા આવ્યો ત્યારે ’તેરી માં કી....’ એવું એણે ભજ્જીના મોં માંથી સાંભળ્યું. આ કારણસર ઓસ્ટ્રેલિયાના બીજા પ્લેયરો અને અમ્પાયર ભજ્જીને ધમકાવવા લાગ્યા. સાયમંડ પર ’રેસીસ્ટ કમેન્ટ’ કરવા માટે ભજ્જી પર કેસ થયો. સચિને આ વાતનો ખુલાસો આપ્યો છે કે ભજ્જીએ કોઈ જ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરી ન હતી.

    પપ્પાના ગયા પછી, ધ શો મસ્ટ ગો ઓનઃ

    ૧૯૯૯ના વર્લ્ડકપની વાત છે. સચિનના પિતા રમેશ તેંડુલકર જ્યારે ગુજરી ગયા ત્યારે સચિન લંડનમાં હતો. જેવાં માઠાં સમાચાર મળ્યા કે તરત જ ભારત આવીને, પિતાને આખરી વિદાય આપીને, જરૂરી કાર્યો પતાવીને ચાર જ દિવસમાં સચિન મેચ રમવા અને પોતાની ફરજ બજાવવા ઈંગ્લેંડ પાછો ગયો. એ વખતની મેચ રમતી વખતે સચિન કાળા ચશ્મા પહેરી રાખતો કારણકે પિતાની યાદમાં ચાલુ મેચમાં એના આંસુ સરી પડતાં. પિતાના સંસ્કાર અને શિખામણને ધ્યાનમાં રાખીને એ પછીની જ મેચમાં સચિને કેન્યા સામે સદી ફટકારી. આ વાત લખવી અને વાંચવી ખૂબ જ સહેલી છે પણ વાસ્તવમાં એનાંથી ક્યાંય અઘરી છે.

    બોલ ટેમ્પરીંગઃ ખોટા આરોપો પણ ’સત્ય મેવ જયતે’

    સચિન રેકોર્ડકર છે એનો એક પુરાવો એ કે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વખત ખરાબ અમ્પાયરીંગનો ભોગ બનવાનો રેકોર્ડ પણ કદાચ સચિનના નામે જ હશે! નવેમ્બર ૨૦૦૧માં એક બનાવ એવો બન્યો કે સચિન ચાર ઓવર સુધી દડાને બંને તરફથી સ્પીન કરતો ગયો અને ધડાધડ વિકેટ પડતી ગઈ. ક્રિકેટના એક નિયમ પ્રમાણે જ્યારે પણ દડાને સાફ કરવો હોય ત્યારે અમ્પાયરને જાણ કરવી જરૂરી છે, પણ રમતી વખતે સચિનના મગજમાંથી એ વાત નીકળી ગઈ અને બૉલ ઉપર ચોંટેલા ઘાસને દૂર કરવા એ પોતાના અંગૂઠા વડે બૉલને ઘસતો રહ્યો. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે રેફરીએ સચિન પર ’બૉલ ટેમ્પરીંગ’ (દડા સાથે ગોલમાલ)નો આરોપ થોપી દીધો. એ જ મેચમાં સૌરવ ગાંગુલી પોતાના પ્લેયર પર નિયંત્રણ નથી રાખી શકતો માટે એક મેચ માટે તેને સસ્પેન્ડ કર્યો અને વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંઘ, દીપ દાસગુપ્તા, શિવસુંદર દાસ દરેકને વધુ પડતી અપીલ કરવાના મામલે સસ્પેન્ડ કર્યા. જો કે એ વખતના બી.સી.સી.આઈ.ના વડા જગમોહન દાલમિયા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મિડિયા સાથે બધી વાતની ચર્ચા થઈ અને છેલ્લે સચિનને આ બાબતે ક્લીન-ચીટ મળી. પાછળથી એ મેચને ’અન-ઓફિશિયલ’ મેચ તરીકે જાહેર કરવામાં આવી.

    સારા કામમાં સો વિઘ્‌નઃ

    ’પુત્રના લક્ષણ પારણાંમાંથી’ આ કહેવતને સાચી પાડતો સચિન ક્રિકેટજગતમાં પ્રવેશ્યો ત્યારથી જ ’સેન્ચુરીમેન’ની છાપ ઉપસાવી દીધી હતી. સચિનની સો સદીનો વિશ્વવિક્ર્‌મ એવો છે કે કોઈ બીજો ખેલાડી એ રેકોર્ડ તોડે એવી સંભાવના બહુ ઓછી છે. સચિનની ૯૯ સેન્ચુરી થયા પછી ઈડન ગાર્ડનમાં રમાયેલી બીજી ટેસ્ટમેચની ઈનિંગમાં ત્રણ ક્રિકેટરોએ સેન્ચુરી કરી - પણ સચિનનું નામ એમાં ન હતું. બીજી વાર જ્યારે ૯૪ રન થયેલા ત્યારે રામપાઉલની બોલિંગમાં સાવચેતીપૂર્વક રમ્યો છતાં કેચ-આઉટ થઈ ગયો. એશિયા કપમાં સચિન ફક્ત ૬ રન પર આઉટ થઈ ગયો. પહેલાં મીડિયાની હાઈપ, પછી મીડિયાની ટીકા, ઉત્તેજના અને નિરાશાના દૌર પછી ફાઈનલી બાંગ્લાદેશ સામે, મીરપુરના મેદાનમાં સચિને મીર માર્યો. એ પહેલાં ૩૭૦ દિવસ અવમાન-અપમાન સહન કર્યાં, પછડાટો ખાધી, સાવ નવાણિયા બોલરોના હાથે આઉટ થયો, સાવ ઓછા સ્કોરમાં આઉટ થયો પણ કદી હાર્યો નહીં. પરાજય સ્વીકાર્યો નહીં અને લડીને જીત્યો. બાંગ્લાદેશ સામે ૧૦૦મી સેન્ચુરી થઈ ત્યારે ભારત મેચ હારી ગયું પણ બાંગ્લાદેશ માટે ’ગઢઆવ્યો પણ સિંહ ગયો’ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. જેમ ૧૦૦મી સેન્ચુરી કરવામાં વિઘ્‌નો નડયાં એમ ક્રિકેટજગતની વન-ડે-ઈન્ટરનેશનલ મેચની પહેલી ડબલ સેન્ચુરી કરવામાં પણ સચિનને ભારે જહેમત પડી. ન્યુઝીલેન્ડ સામે સચિન ૧૬૩ રને પહોંચ્યો ત્યાં તો એના પેટના દુઃખાવાને કારણે પોતાની પાળી ત્યાં જ પૂરી કરવી પડી. પણ એ પછી ભારતની એક મેચમાં સચિને ડબલ સેન્ચુરી બનાવી જ લીધી.

    કહેવાય છે કે ઝાઝી વાતનાં ગાડાં ભરાય પણ એક ઉમદા ખેલાડી હોવા ઉપરાંત સચિન એક ઉમદા માણસ છે. કોઈ જાતનો અહમ્ કે આડંબર એને નડતો નથી. પોતાની ક્રિકેટ-કિટ પણ જાતે ઉપાડે. પોતાની બેગ એ રીતે પેક કરે જેમ કે કોઈ પરફેક્શનિસ્ટ હોય. અને હા, એ નખશિખ શિસ્તપ્રિય પણ છે - પ્રેક્ટિસ કરવા સૌથી પહેલો મેદાનમાં ઊંતરે અને સિનિયર પ્લેયર હોવા છતાં પોતાને મળેલો અબાધિત અધિકાર હોય એમ પ્રેક્ટિસ પડતી મૂકીને નીકળી ન જાય. કપડાં અને દેખાવની બાબતમાં પણ એ એટલો જ ચોખલિયો. એ ક્યારેય લઘરવઘર વેશમાં દેખાય નહીં. પોતાની ફેરવેલ સ્પીચમાં સચિને કહેલું, ’અજિત અને હું દરેક મેચ પછી મારી ત્રુટિઓ વિશે ચર્ચા-વિચારણા કરીએ છીએ. કાલે કદાચ હું છેલ્લી વાર આઉટ થયો, તેમ છતાં અમે આ ક્રમ તોડયો નહોતો.’ - વિચારો, આ માણસ પોતાની છેલ્લી ઈનિંગ્સ પછી પણ સુધારા કરવા માટે ઓપન હતો. ‘દરેક મેદાનની, એની પિચની કંઈક ને કંઈક ખાસિયત હોય, જેમ કે કોઈ મેદાન સમુદ્રસપાટીથી અમુક ઊંંચાઈ પર હોય તો પવનની ગતિ, વગેરે બદલાઈ જાય’ - આવો અભ્યાસ કરવામાં સચિનની ગજબની માસ્ટરી. વલસાડ સ્ટેડિયમની પિચ અને મોહાલીની પિચ, આ બંને પિચના સચિન અવારનવાર વખાણ કરે. પહેલી વાર વલસાડમાં ક્રિકેટ રમ્યા પછી ’વલસાડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન’ના કાંતિભાઈ દેસાઈને સચિને જણાવ્યું હતું "કાંતિકાકા, પિચ ચાંગલી આહે...(એટલે કે પિચ સારી છે.)" ૧૯૯૭માં એણે પોતાના હસ્તાક્ષરમાં લખીને આપ્યું છે કે વલસાડની પિચ દુનિયાની શ્રેષ્ઠ પિચમાંની એક છે. લાઈફની બિલ્ડીંગમાં લિફ્ટ નથી હોતી, એમાં દરેક પગથિયું ચડીને જ ઉપર જવું પડે છે - એ વાતનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે સચિન!

    ૧૬ નવેમ્બર ૨૦૧૩ના દિવસે સચિને આપેલી સ્પીચ સાંભળતા લોકોના રૂંવાડાં ઊંભા થઈ ગયાં, એ સ્પીચ યુટ્‌યુબ પર છે, ન જોઈ હોય તો જોઈ લેજો! એ સ્પીચમાં કોઈનો આભાર માનવાનું ભૂલાઈ ન જાય એ માટે સચિન હાથમાં એક ચબરખી લઈને આવ્યો હતો જેમાં નીચે મુજબનું લીસ્ટ હતું.

    છ) જર્ની ઈઝ ઓવર (પ્રવાસ પૂરો થયો!)

    મ્) પિતા, માતા, અંકલ, આન્ટી

    ઝ્ર) નિતીન, સવિતા, અજીત (ભાઈઓ અને બહેન)

    ડ્ઢ) અંજલી, સારા, અર્જુન (પત્ની અને સંતાનો)

    ઈ) આનંદ મહેતા અને એનાબેલ (સાસુ-સસરા)

    હ્લ) મિત્રો

    ય્) આચરેકર સર (ક્રિકેટ કોચ)

    ૐ) મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમ. સી. એ.) અને બી.સી.સી.આઈ.

    ૈં) પ્લેયર્સ (ફૅબ ફોર - રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, લક્ષ્મણ અને અનિલ કુંબલે)

    ત્ન) ટ્રેનર્સ અને ડૉક્ટર્સ

    દ્ભ) માર્ક માસ્કરેન્હાસ, વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ, વિનોદ નાયડુ

    ન્) મિડીયા અને ફોટોગ્રાફર

    સ્) પબ્લિક, લોકો, જનસમુદાય!

    પડઘોઃ

    પોતે પોતાના વિશે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે, કારણ પોતાને વિશે કશુંક ખરાબ લખતાં પોતાને ખટકે અને સારૂં કહેતાં સાંભળનાર કે વાચકને ખટકે! - અબ્રાહમ કાઉલી

    હુંુ ગુજરાતી - ૧૪

    એકબીજાને સમજતાં રહીએ...

    “પ્રીતિ અને વિનય એકબીજાનાં ખાસ મિત્ર હતાં. કૉલેજમાં બધાને નવાઈ લાગતી કારણ બંનેના સ્વભાવમાં ઉત્તર-દક્ષિણ જેટલું અંતર હતું. એમાંય જ્યારે કૉલેજના છેલ્લા વર્ષમાં આવ્યાં બાદ બંને લગ્ન કરવાનાં હોવાની જાણ તેમના ગ્રુપમાં કરી, ત્યારે સૌને વધારે આશ્ચર્ય થયું. ઘણાંએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘આ જોશ ક્યાં સુધી રહે છે તે તો થોડા જ સમયમાં ખબર પડી જશે. એકબીજાની સાથે રહેશે એટલે પાવર ઉતરી જશે’. પણ સૌના આશ્ચર્યની વચ્ચે આજે પ્રીતિ અને વિનયના લગ્નને ચાર વર્ષ થઈ ગયાં છે અને તેમને દોઢ વર્ષનો ટેણિયો પણ છે.”

    આ વાત વાંચીને વિચાર વમળ લે છે કે સાવ વિરોધી સ્વભાવ ધરાવતાં પતિ-પત્નીનો દામ્પત્યરથ આટલા વર્ષોે સુધી આટલી સરસ રીતે કેવી રીતે ચાલે. શું આ પાછળ કોઈ ગેબી શક્તિ છે? કોઈ ભેદ, કોઈ રાઝ? ધ એન્સર ઈઝ યેસ!! જીવનસંસારમાં એક એવી ભાવના, એવી લાગણી છે, જેના આધારે ભલભલા ટકી શકે છે - તે છે ‘પ્રેમ’, ‘લવ’, ‘મહોબ્બત’, ‘ઈશ્ક’, ‘પ્યાર’, ‘પ્રણય’, ‘પ્રીત’!!! આ લાગણી સામે દુનિયાના કોઈપણ તથ્યો, તત્વો, ફિલસુફીઓ નકામી બની જાય છે. એટલે જ તો આપણા આદિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છેઃ “પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે”. પ્રેમ એ એવી ભાવના છે જેના વિશે વર્ણન કરવા પાનાંના પાનાં ઓછા પડે, પણ જ્યારે એનું વર્ણન કરવાનું કહેવામાં આવે ત્યારે કદાચ મોં માંથી એક અક્ષર પણ ન નીકળે. સુખી દામ્પત્ય જીવનના પાયામાં પ્રેમ છે અને પ્રેમની શાખ પર જ સુખના અંકુર ફૂટે છે. પ્રેમની પિપૂડી એટલે ત્યાગની તૂતારી! પ્રેમ એટલે સ્વનો વિચાર કર્યા પહેલાં સામેવાળી વ્યક્તિ વિશે વિચારવાની નિઃસ્વાર્થ ભાવના! પ્રેમ એટલે સામેવાળાને અપાતી પ્રાથમિકતા (પ્રાયોરીટી). પ્રેમ એટલે ઝૂકવું. ‘મેન’નું ઊંલટું થાય ‘નમે’ અને ‘વુમન’નું ઊંલટું થાય ‘નમવુ’ - એટલે રિલેશનશિપમાં ઝૂકવું ફરજિયાત છે. નમે તે સૌને ગમે. મુકુલ ચોક્સીનું એક ખૂબ જ સુંદર અને ચોટદાર મુકતક છેઃ

    “કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.

    પલ્લું તારી તરફ નમ્યાનો તને, ને મુજને આનંદ ઉપર ગયાનો છે.”

    ઘાસતેલના દીવાનું, માચીસની દીવાસળીનું, મીણબત્તીનું, કોડિયાનું, ૬૦ વૉટના બલ્બનું, ટ્‌યૂબ લાઈટનું કે એલ.ઈ.ડી. લાઈટનું અજવાળું જેમ સરખું નથી હોતું, એ જ રીતે પ્રેમનું પ્રમાણ સરખું ન હોય પણ પ્રેમના મૂળિયા હોવા જરૂરી છે. ના તો ‘હું’ અને ના તો ‘તું’, અહીં કોણ પરફેક્ટ છે? પણ એકબીજાના ગુણ-દોષને અપનાવવા એ જ ‘પ્રેમ’નો પાયો અને ‘લવ’નો લિટમસ ટેસ્ટ છે. ‘હું’ અને ‘તું’ની ‘હુતુતુ’ રમવામાં મજા ત્યારે જ આવે જ્યારે પોતાના અહમની ધજા સામેવાળી વ્યક્તિની ધજા કરતાં નીચી ફરકે. લીલેન્ડ ફૉસ્ટરવુડ ય્ર્િુૈહખ્ત ર્‌ખ્તીંરીિ ૈહ ંરી હ્લટ્ઠદ્બૈઙ્મઅ નામના ગ્રંથમાં લખે છેઃ લગ્નની ફતેહ યોગ્ય વ્યક્તિ શોધવામાં જ નહીં પણ યોગ્ય વ્યક્તિ થવામાં રહેલી છે. શિકાગોના જજ જોસેફ સબાથ (જેણે ૪૦ હજાર સંસારી ઝઘડાઓ સાંભળી ૨૦૦૦ જોડાઓ વચ્ચે સમાધાની કરાવી હતી) લખે છે કે “ઘણાં ખરા ધણી-ધણિયાણીઓના દુઃખનું મૂળ નજીવી બાબતમાં હોય છે. ધણી સવારે કામ પર જાય ત્યારે ધણિયાણી હાથ હલાવીને હસીને ‘ગુડ-બાય’ કહે તો ઘણાં છૂટાછેડા અટકવા પામશે.”

    આજની મહિલા સર્જકોમાં જેમનું નામ ટોચના નામોમાં આવે એવા ‘સૌમ્યા જોશી’ની એક કવિતા છે -

    આપણે મળ્યા...કોઈ વર્તુળમાં બે બિંદુ જેમ પાસ પાસે..

    હું પાછળ હતી ને તું આગળ...

    અજબ જિદ્દ હતી તારી પણ...

    કે આપણી વચ્ચેની દૂરી હું જ ખતમ કરૂં...

    બસ... આમ જ અંતર વધતું ગયું....

    પણ ના... આમ ન ચાલે...

    ચાલ એમ કરીએ....

    તારી જિદ્દ છે તો...

    હું જ પહેલ કરૂં...તું જરા થંભી જા...

    ને હું જરા જલ્દી કદમ ઉઠાવું....

    તારામાં વિલીન થઈ જાઉં....

    હવે તો તું મારી સાથે રહેશે ને....

    વાહ! શું સમજદારી દર્યાવી છે આ કવિતામાં? તું ન કરી શકતો હોય તો હું કરી લઉં છું. એકમેક વચ્ચેનું અંતર વધે એ કરતાં કોઈ એક જણ નમતું જોખી લે એ વધારે સમજણભર્યું છે. કહેવાય છે કે જીવનના ચારેય આશ્રમોમાં સહુથી ચઢિયાતો ગૃહસ્થાશ્રમ છે - િૂ.ાાઢીશ્ દૃાત્નીા.ાાીશ્ ટ’ખ્તન્;િૂ ર્કક’ા";જિ પણ લગ્ન પછી હનીમૂન વખતે સિલ્કી બેડશીટ્‌સમાં સિલવટો પડે એ આગળ જતાં દામ્પત્ય જીવનમાં ચોળાયેલા સંબંધની કરચલીઓ ન બને એ મહત્વનું છે. ટૉલસ્ટૉય જ્યારે પરણ્‌યાં ત્યારે શરૂઆતમાં ઘણાં જ સુખી હતાં પણ ૪૮ વરસ પછી ટૉલસ્ટૉય તેમની પત્નીનું મ્હો જોવાને પણ રાજી ન હતા. ૮૨ વર્ષની ઉંમરે તેમની માટે પોતાનો ઘરસંસાર અસહ્ય થઈ પડયો અને ૧૯૧૦માં ઑક્ટોબર મહિનાની ઠંડીમાં તે એક રાતે પોતાની પત્નીને તજી ગયા. અબ્રાહમ લિંકનના જીવનની કરૂણતા પણ તેના લગ્નને આભારી હતી. તેમના ભાગીદાર હર્નડને કહ્યું છે કે ૨૩ વર્ષ સુધી લગભગ દરરોજ લિંકન ‘સંસારી કંગાળીયતનો કડવો પાક’ લણતો હતો. જુવાનીના દિવસોમાં જે પ્રેમ સોફ્ટ-ડરીંકની જેમ જીભને તમતમ કરી દેતો હોય, વર્ષો પછી એ જ ડરીંકમાંથી પરપોટાં નીકળે ને બેસ્વાદ પીણું બની જાય એવાં ઘણાં ઉદાહરણો છે. મૂળ તો ઉદ્ધતાઈ-અસભ્યતા એ પ્રેમને મારી નાખનાર અસુર છે. દરેક જણ આ વાત જાણે છે છતાં કરમની કઠણાઈ એ છે કે આપણે આપણા પોતાના સગાવ્હાલા કરતાં પારકાઓ તરફ વધુ સભ્યતા બતાવીએ છીએ. પત્નીને વાતે-વાતે ઉતારી પાડવી એ મર્દો માટે કોમન થઈ પડયું છે. આપણે ત્યાં હજી આજની તારીખે પણ પત્નીઓને મજાકનું પાત્ર બનાવીને સસ્તું હાસ્ય પિરસવાનો વાહિયાત શિરસ્તો ચાલી રહ્યો છે, ત્યારે જાપાનમાં પત્નીઓને શેર લોહી ચઢે એવી એક પ્રથા દર વર્ષે ‘૩૦મી જાન્યુઆરી’ એ ઉજવાય છે. આ દિવસે ટોકિયો પાર્કમાં ડઝનબંધ પતિદેવો એકઠા થાય છે અને માઈકમાં બરાડા પાડી પાડીને પોતાની પત્ની પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરે છે. આ રસપ્રદ ઈવેન્ટમાં પતિઓએ પોતાની અર્ધાંગ્નિઓને જાતભાતની પદ્ધતિઓથી ‘આઈ લવ યુ’ કહેવાનું. જાપાનના કિયોતાકા યામાના નામના ભાઈએ શરૂ કરેલી આ પ્રથાને ‘અસાઈકા’ કે ‘પ્રેમાળ પતિઓ’ એવું નામ અપાયું છે. જ્યારે પત્નીઓની ભારોભાર પ્રશંસા થતી હોય છે ત્યારે પત્નીઓ ઓડિયન્સમાં બેઠી બેઠી હસતી હોય અને તાળીઓ પાડીને પતિદેવને પોરસ ચડાવતી હોય. છે આપણી પાસે આવી કોઈ હિમાયત કે હિંમત?

    ન્યુયોર્કની ડોમેસ્ટીક રીલેશન્સ કૉર્ટમાં અગ્િાયાર વર્ષ સુધી પતિપત્નીના ત્યાગના હજારો કેસોનું અવલોકન કરનાર બૅસી હૅમબરજર કહે છે કે ઘણાં પુરૂષો ઘર છોડીને જાય છે તેનું મુખ્ય કારણ તેઓની પત્નીઓનો કચકચિયો સ્વભાવ હોય છે. સામે પક્ષે, મહાન આંદોલનકાર ડોરૉથી ડીક્ષ કહે છે કે પરણનારી છોકરીઓને અપાતી શિખામણ સાંભળીને હું કંટાળી ગઈ છું. હવે તો કોઈએ પરણનારા છોકરાનો કાન પકડી તેને નીચે મુજબની શિખામણ આપવી જોઈએઃ તમને મીઠું બોલતાં ન આવડતું હોય તો કદી પરણતા નહીં (દ્ગીદૃીિ ખ્તીં દ્બટ્ઠિિૈીઙ્ઘ ેહૈંઙ્મ ર્એ રટ્ઠદૃી ૌજજીઙ્ઘ ંરી મ્ઙ્મટ્ઠહિઅ જર્ંહી). પરણવા પહેલાં એક સ્ત્રીની તારીફ કરવી એ ઈચ્છાની વાત છે પણ પરણ્‌યા પછી તેની તારીફ કરવી એ જરૂરિયાતની-અંગત સલામતીની બીના છે. લગ્નજીવનમાં ખુલ્લા દિલને સ્થાન નથી, એ તો મુત્સદ્દીગીરીનું મેદાન છે. જો તમારે રોજ સ્વાદિષ્ટ ભોજન જમવું હોય તો તમારી પત્નીના ઘર વહીવટનો વાંક ના કાઢતાં અથવા તેની અને તમારી માતા વચ્ચે અળખામણી સરખામણી ન કરતાં. તેથી ઉલટું હંમેશાં તેના ઘરરાખુપણાની તારીફ કરજો. મીનર્વા (કળા-કારીગરીમાં કુશળ એવી રોમન સ્ત્રી), વીનસ (પ્રેમ અને સૌંદર્યની રોમન દેવી) અને ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના ભેગા આકર્ષણો ધરાવનારી દુનિયાની એકમાત્ર સ્ત્રીને પરણવાના લ્હાવા માટે તમારી જાતને મુબારકબાદી આપજો. જો બધા ધણીઓ અને ધણીયાણીઓ આવી ટેવ પાડશે તો છૂટાછેડાની અદાલતમાં કાગડા ઊંડતાં થઈ જશે!

    અંગ્રેજીમાં એવું કહેવાય છે કે લવ (ર્ન્ંફઈ) હેઝ ટુ વોવેલ્સ ર્(ં, ઈ), ટુ કોન્સ્ટન્ટ્‌સ (ન્, ફ) ઍન્ડ ટુ ઈડિયટ્‌સ! બે સ્વર, બે વ્યંજન અને બે મૂર્ખાઓ! હું કહું છું કે જ્યાં સુધી તેમની મૂર્ખાઈ ટકી રહે ત્યાં સુધી સારૂં છે, એકમેક પ્રત્યેની મુર્ખાઈ જ્યારે શાણપણમાં ફેરવાય છે ત્યારે કંકાસ શરૂ! વહુ-વરમાંથી સાસુ-સસરા કે દાદા-દાદી કે નાના-નાનીમાં જ્યારે પ્રમોશન થાય ત્યારે પ્રેમનું રહસ્ય એકબીજાનું જતન કરવામાં છે. ‘ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’, એમાં કમાલની કોઈ વાત નથી. બચપનની પ્રીતને પચપન સુધી લઈ જવામાં એમનો પરિપક્વ પ્રેમ અને એકમેક પ્રત્યેની શબ્દ વિનાની સમજણ જવાબદાર હોય છે. ‘પ્રેમ’ એ એક એવી ગુરૂચાવી છે જેને વાપરવાથી સંબંધોના સમીકરણો પર લાગેલાં તાળા ખૂલી જાય છે. આ નકશારૂપી લેખમાં વાચકમિત્રોને મંઝિલ કદાચ ન મળે પણ મને આશા છે કે મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ જરૂર સાંપડશે.

    ચાલો ત્યારે, ફેબ્રૂઆરીને માણો ! હેપ્પી વેલેન્ટાઈન્સ ડે ટુ માય ડિયર એન્ડ નિયર વન્સ!

    પડઘોઃ

    જીવનમાં પ્રેમ કેટલો મહત્વનો છે એનું એક ઉદાહરણ એ કે - ભગવાન રામ અને સીતાજીને પહેલા “લવ” થયો અને પછી “કુશ”. - માયાભાઈ આહિર

    હુંુ ગુજરાતી - ૧૫

    “પોસ્ટરવૉર, ઍડવૉર અને એવું બધું....”

    જેટ એરવેઝની બેંગ્લોર-મુંબઈ ફ્લાઈટમાં લખાયેલો આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં દિલ્હીની આવામે પોતાના હકની મહોર મારી દીધી હશે. એક તરફ ‘એકે-૪૯’ અને બીજી તરફ ‘ઉમ્મીદની કિરણ’ - કોની સત્તા આવશે? જનતાએ મારેલી મહોર ‘તીર’ હશે કે ‘તુક્કો’? રાજ કરનારી પાર્ટી ‘મૈં’ના મખમલી મસ્કાબાજોની પાર્ટી હશે કે ‘આપ’નો આગાઝ કરનારી - યે તો વક્ત હી બતાયેગા! ચૂંટણી અને લગતા બનાવોનું એક અલગ દ્રષ્ટિથી અવલોકન કરીએ તો ધ્યાનમાં આવશે કે પબ્લિકને વશ કરવા દરેક ચૂંટણીમાં અવનવા નૂસખાઓ અને વાતોના વડાં થાય છે. ચૂંટણી પહેલાં નેતાઓ શું-ક્યાં-કેમ-કેવી રીતે ‘થઈ શકે’ એ સમજાવે અને ચૂંટણી પછી એ જ નેતાઓ શું-ક્યાં-કેમ-કેવી રીતે ‘ન થઈ શકે’ એ સમજાવીને લોકોના મન મનાવે છે. ઘણી વાર એવું બને કે લોકોએ કહેલા વાક્યો કે પાર્ટીઓના મીડિયામાં પ્રકાશિત પોસ્ટરો-કાર્ટૂનો અખબારોની હેડલાઈન બને છે અને વિવાદોના મધપૂડા છેડે છે. કોઈ સાદા પ્લેન-વેનિલા-ફ્લેવર જેવા પ્રચાર સામાન્યપણે જાહેરજનતાના ધ્યાનમાં કદાચ ન આવે પણ કોઈ વિવાદાસ્પદ, વાંધાસ્પદ અને હાસ્યાસ્પદ ઘટનાઓ બને ત્યારે આખો દેશ તેના તરફ ધ્યાન આપે છે. રાઈ જેવડી ટચૂકડી વાતનું વતેસર થાય અને આવા કિસ્સાઓમાં ‘એવેલેન્ચ ઈફેક્ટ’ ધ્યાનમાં આવે છે. ધારો કે એક બરફનો ડુંગર છે જેની ટોચ પરથી બરફનો એકાદો નાનો ગાંગડો દળદળ કરતો નીચે આવે છે. ડુંગરની સપાટી પરથી દળતો એ નાનો ગાંગડો જ્યાં લગી નીચે પહોંચે ત્યાં તો એ મોટો- જબરો-જાયન્ટ સ્નોબોલ બની જાય છે. આને જ કહેવાય એવેલેન્ચ ઈફેક્ટ!

    દિલ્હીની ચૂંટણી પણ આવા જ એક દૌર માંથી પસાર થઈ. આ વખતની દિલ્હીની ચૂંટણીમાં પોસ્ટર, જાહેરખબર (ઍડ) કે કાર્ટૂન જેવા અદેખાઈના ઓઝારોથી દરેક પાર્ટી વિરોધી પક્ષને વેતરવામાં લાગી પડી હતી. પાર્ટીઓ પોતાના વિરોધી પક્ષને નીચા દેખાડવામાં ચાર ચાસણી ચડે એવા મહેણા મારવાની મજા લઈ રહ્યાં હતાં. દિલ્હી ચૂંટણીના કારણે ‘પોસ્ટરવૉર’ શબ્દ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. કેચી વનલાઈનર્સ હંમેશાથી જ આપણા ઍડમીડિયામાં છવાયેલા રહ્યાં છે. મને લાગે છે કે ’વૉર’ શબ્દ આપણા ‘વાર’ (હુમલો) શબ્દ પરથી બન્યો હશે, અને એટલે જ પોતાના હરીફ અને દુશ્મનો પર વાર કરવામાં આ ‘પોસ્ટરવૉર’ અને ‘ઍડવૉર’ શબ્દો વપરાતા હશે. થયું એવું કે ‘આપ’ના પ્રમુખ નેતાને ચીતરતા બે-ત્રણ પોસ્ટર ભાજપે જાહેરજનતા સામે મૂક્યાં. એકમાં ‘આપ’ના પ્રમુખને પોતાના બાળકોની કસમ ખાતા અને કોંગ્રેસ રૂપક પોતાની પત્નીનો પાલવ પકડેલા દેખાડવામાં આવ્યા. એ જ ચિત્રમાં લોકપાલ બિલ ફેમ ‘અણ્‌ણા હઝારે’ને હાર ચડાવેલાં ફોટામાં દર્શાવવામાં આવેલા. હજી આ પોસ્ટરનો ઉભરો શમે એ પહેલાં જ બીજું એક પોસ્ટર બહાર કાઢ્‌યું જેમાં ‘આપ’ના પ્રમુખ ‘એક બંગલા બને ન્યારા’ના સપનાં જોતાં બતાવ્યા. ત્રીજા પોસ્ટરમાં તો ભાજપે ‘આપ’ પક્ષ અને પ્રમુખના જ્જ્ઞાતિ કે ગોત્રની ટીકા કરી એવાં સમાચારો પણ વહેતાં થયા હતાં.

    જો કે આવા યુદ્ધો દેશ-વિદેશમાં વર્ષોથી થતાં આવ્યાં છે. ક્યારેક સમય મળે ત્યારે યુટ્‌યુબની વેબસાઈટ પર ‘ઓડી’ કંપનીની કારની એક ઍડ જોઈ લેજો. એમાં વિશ્વની ચાર બેસ્ટ કાર-બ્રાન્ડસની લાક્ષણિકતાને ધ્યાનમાં લઈને ‘ઓડી’ કંપનીએ પોતાની જાહેરાત બહાર પાડી. એ ઍડમાં એવું દર્શાવવામાં આવેલું કે ડીઝાઈન, કમ્ફર્ટ, સેફ્ટી અને સ્પોર્ટનેસ આવા ચાર ગુણો ધરાવતી દુનિયાની ચાર કારની બ્રાન્ડસ છે. ચારેય બ્રાન્ડસને ચાર અલગ અલગ વર્તુળમાં દર્શાવ્યા. દરેક વર્તુળમાં જે તે કંપનીની પોતાની બેસ્ટ ઓફર મૂકવામાં આવી અને છેલ્લે એ ચારેય વર્તુળોને ભેગા કરીને ‘ઓડી’એ પોતાના લોગોમાં રૂપાંતર કર્યું. મતલબ કે ચાર ટોપ બ્રાંડની કારના ગુણો આ એક જ કારમાં છે. છે ને માસ્ટર સ્ટ્રોક! સન ૧૮૮૬માં આવેલી બ્રાંડ પેપ્સી અને સન ૧૯૦૩માં આવેલી કોકા-કોલા પોતાના પ્રથમ દિવસથી જ એકબીજાના દુશ્મન રહ્યાં છે. જાહેરાતોમાં બંને કંપનીઓએ વૈશ્વિક સ્તરે પોતાની છાપ ઉપસાવવા અનેકાનેક પ્રયત્નો કર્યા છે. ૧૯૯૬ના ક્રિકેટ વર્લ્ડકપ વખતે કોકા-કોલા અને પેપ્સી વચ્ચે ખરાખરીનો જંગ જામેલો. જેમતેમ કરીને કોકા-કોલા કંપનીએ ઓફિશિયલ સ્પોન્સરશીપનું ટેન્ડર જીત્યું પણ પોતે ‘કોકા-કોલા ઓફિશિયલ સ્પોન્સરર’ એવી કોઈ જાહેરાત બહાર પાડે એ પહેલાં જ પેપ્સીએ ‘નથીંગ ઓફિશિયલ અબાઉટ ઈટ’વાળી ટેગલાઈન સાથે અડધો ડઝન કરતાં પણ વધું અને ફિલ્મસ્ટારો અને ક્રિકેટરોને લઈને ઠેરઠેર જાહેરાતો મૂકે દીધી. એ વર્લ્ડકપમાં કોકા-કોલાએ ચૂકવેલા ધન કરતાં અડધા એમાઉન્ટમાં જ પેપ્સી છવાઈ ગયું. પ્રિન્ટ મીડિયામાં બીજી એક ઍડ આવી હતી જેમાં એક બિલ્ડીંગના ગેટ પર પોસ્ટર લાગેલું ‘કોકા-કોલા સેકંડ ફ્લોર’ (એટલે કોકા-કોલાની વિતરકની સંસ્થા બિલ્ડીંગના બીજી માળે છે). તરત જ પેપ્સીએ એ પોસ્ટરની નીચે પોતાનું પોસ્ટર લગાડયું - પેપ્સી એવરીવ્હેર (એટલે પેપ્સી ફક્ત બીજા માળે નહીં પણ અત્ર તત્ર સર્વત્ર છે). આ બંને ઠંડાપીણાના આ પ્રચારયુદ્ધને કારણે વિશ્વમાં ‘કોલાવૉર’ નામનો અંગ્રેજી શબ્દ પ્રચલિત થયો છે. અખબારોમાં પણ આવી દુશ્મની અને ખરાખરીનો જંગ ચાલતો જ હોય છે. થોડાં સમય પહેલાં ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’ નામના પ્રચલિત અંગ્રેજી દૈનિકે ‘વેક અપ!’ (જાગો!!) નામની કેમ્પેઈન શરૂ કરી જેમાં એમણે બીજા અખબારો, જે ચવાયેલા-બોરીંગ-લોકોને ઊંંઘાડી દે એવા સમાચારપત્રોથી સાવધ રહેવાનું સૂચન કર્યું હતું. એના જવાબમાં અંગ્રેજી દૈનિક ‘ધ હિન્દુ’’ એ ‘સ્ટે અહેડ ઓફ ટાઈમ્સ’ (ટાઈમ્સ કરતાં આગળ રહો!) એવું સૂત્ર ધરાવતી કેમ્પેઈન જમાવીને ખૂન કા બદલા ખૂન જેવી રમત રમી. થોડાં વર્ષો પહેલાં ‘જેટ એરવેઝ’ વિમાનસેવાએ એક હોર્ડીંગ બહાર પાડયું. એમાં લખ્યું હતુંઃ ઉી રટ્ઠદૃી ષ્ઠરટ્ઠહખ્તીઙ્ઘ! (અમે બદલી ગયાં છીએ). એમનો કહેવાનો અર્થ એ હતો કે ભૂતકાળમાં તમને અમારી ફ્લાઈટમાં કોઈ માઠો અનુભવ થયો હોય તો એ ભૂલી જાઓ, હવે અમે બદલી ગયા છે. આવું હોર્ડીંગ જેવું બહાર પડયું એવું તરત જ ‘કિંગફિશર એરલાઈન્સ’ વાળાઓએ એ જ હોર્ડીંગની ઉપર પોતાનું હોર્ડીંગ મૂક્યું - ઉી દ્બટ્ઠઙ્ઘી ંરીદ્બ ષ્ઠરટ્ઠહખ્તી! (અમે તેઓને બદલાવ્યા કે બદલવા મજબૂર કર્યાં). કિંગફિશરનું આ હોર્ડીંગ એવું કહેવા માંગતું હતું કે અમારી સાથે હરિફાઈમાં રહેવા માટે ‘જેટ’વાળાઓએ બદલવું પડયું.

    ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૨માં જાહેરખબરોનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. એ ચૂંટણીમાં થતાં ઍડવૉરને અમેરિકાના એક અખબારે ‘કોલાવૉર’ સાથે સરખાવ્યું હતું. એ વખતે થયેલું પ્રચારયુદ્ધ પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. આવો નાખીએ એક નજર એ ઍડવૉર પરઃ ભાજપે ચૂંટણીના આગાઝ થતાં જ ગુજરાતી પોપ સિંગર પાસે ‘ભાઈ ભાઈ’ ગીત ગવડાવીને ધૂમ મચાવી દીધી. સામે પક્ષે કોંગ્રેસે એ જ તાલ અને સૂરમાં “ભાઈ છે ફેંકુ, ભાજપ છે ફેંકુ” ગીત બજારમાં મૂક્યું અને ભાજપનું ટાંઈટાંઈફિશ કરવાની તૈયારી બતાવી. તરત જ ભાજપે ગામઠી શૈલીમાં મુખ્યમંત્રી ન.મો. ના ગુણગાન ગાયા અને ‘હું મોદીનો માણસ છું’ એવું સૂત્ર લોકોમાં પ્રચલિત કર્યું. કોંગ્રેસ કાંઈ હાર માને એમ નહોતી - મોદીના માણસ જેવા વ્યક્તિવાદની સામે કોંગ્રેસે ગુજરાતના ખમીર અને ગૌરવ લેવા ‘ગુજરાતના માણસ બનો’ એવી જાહેરખબર બહાર પાડી. ‘ગુજરાતને સરકારનો હળહળતો અન્યાય’ - યાદ છે ને આ ચોટદાર વાક્ય? સંપત્તિ અને સ્ત્રોતના મામલે કેન્દ્ર સરકારે ગુજરાત સાથે કેવો અન્યાય કર્યો છે એ આ સૂત્ર દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યું. સામે ‘ઈંટ કા જવાબ પથ્થર’થી આપવા માટે કોંગ્રેસે તુલિકા દ્વારા પોતાનું બ્રહ્‌માસ્ત્ર છોડયું. ‘આવો, દિશા પણ બદલીએ અને દશા પણ બદલીએ’ જેવી ટેગલાઈન સાથે લગભગ ૨૩ જેટલી જાહેરાતો મૂકવામાં આવી. આ જાહેરખબરોમાં તુલિકાના હાવભાવ અને સચોટ બોલકાપણું લોકોના હ્ય્દયમાં વસી ગયું. એ વખતે તુલિકાની તુલનામાં કોંગ્રેસના દરેક ઉમેદવાર ફીકા લાગતાં હતાં. જો કે તુલિકા સામે પણ ભાજપે ‘કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ’ જેવો હુકમનો એક્કો બહાર પાડયો જ હતો.

    જો કે ચૂંટણી આવે ત્યારે હોર્ડીંગની હોડ અને ઍડનો આતંક તો રહેવાનો જ પણ દૂરદ્રષ્ટિ ધરાવતાં નેતાઓ ખૂબ જ પહેલાથી રાજનીતિની શતરંજમાં પોતાના પ્યાદાં ગોઠવવાના શરૂ કરી દે છે. ‘એક સે બઢકર એક’ અને ‘હમ કીસી સે કમ નહીં’ - આ માનસિકતા ધરાવતાં આપણા નેતાઓ પોતાના શબ્દો દ્વારા પણ ક્યારેક જંગ છેડી દે છે. દર અઠવાડિયે કોઈ ને કોઈ નેતા અભદ્ર અને અવિવેકી નિવેદનો કરે છે અને તેની ચર્ચામાં આપણું આખું અઠવાડિયું નીકળી જાય છે. કોઈ નેતા દેશના વિકાસ કે ગરીબી અંગે, અર્થતંત્રની સબળાઈ-નબળાઈ વિશે કે લોકશાહીના વિકાસ વિશે નિવેદન કરે તો લગભગ કોઈ તેની નોંધ લેતું નથી. દેશના અને પ્રજાના મહત્ત્વના મુદ્દાઓ ચર્ચવાની કોઈ હિંમત કરે તો એને વેદિયા અને વેવલા ગણવામાં આવે છે. હકીકત એ છે કે ચૂંટણી વખતે કરેલા અવાસ્તવિક વાયદાઓ અને લોકોના મનમાં થયેલાં વચનોના વાવેતર બાદ લણવાના સમયે લમણે હાથ દઈને હેન્ડીકેપ બની જતાં નેતાઓ હંમેશાથી ભારતને મળતાં આવ્યાં છે. જો કે દરેક આવનાર નેતાની કામ કરવાની ઢબ અલગ હોઈ શકે પણ છેવટે જનતા જનાર્દનને એ કઈ રીતે સાજે છે અને દેશના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે એ મહત્ત્વનું છે. નો ડાઉટ, ઈટ્‌સ અ કોમ્પીટીટીવ વર્લ્ડ! પણ સ્પર્ધકપણું એની હદમાં હોવું જોઈએ અને તંદુરસ્ત સ્પર્ધા જેવી મજા ક્યાંય નથી! દિશા-લક્ષ્ય-ઉદ્દેશ-ધ્યેય જેવા પ્રવાહી શબ્દોઅને લોહીમાં અને જીવનમાં વહેતા રાખીને જ સફળતાના રસ્તે ચાલી શકાય છે.

    પડઘોઃ

    તમને જરૂર છે ટેકાની ભાઈ મારા અમને જરૂર છે કેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની!

    છ મહિના ચાલે તો ગંગાજી નાહ્યાં, આ વર્ષોની વાતાયું મેલો

    સાત પઢી નિરાંતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો

    ફાઈલોના પારેવાં ઘૂ ઘૂ કરે છે હવે ચોકમાં દાણા તો નાખો

    ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે પણ આપણા પચાસ ટકા રાખો

    દોવા દે ત્યાં લગી જ આરતીયું ઊંતરે છે કાળી ડિબાંગ ભેંસની, હાલો પથ્થારી ફેરવીએ દેશની!

    (કવિ ‘કૃષ્ણ દવે’ના એક કટાક્ષકાવ્યનો અંશ)