SUKH ETLE in Gujarati Poems by HEMAL TRIVEDI books and stories PDF | SUKH ETLE

Featured Books
Categories
Share

SUKH ETLE

“સુખ એટલે”

સુખ એટલે અચાનક જુના આલબમ માંથી મળી આવતો બાળપણ નો ફોટો ,

સુખ એટલે એક ‘માં’ ના હાથ ને એના હમણાજ જન્મેલા બાળક નો પહેલો સ્પર્શ,

સુખ એટલે પલળવાની ઈચ્છા થાય ને જોરદાર વરસાદ તમને ભીંજવી જાય ,

સુખ એટલે કોઈ પણ ઉંમરે ‘માં’ ના ખોલા માં માથું મૂકી ને સુવા નો લાહવો,

સુખ એટલે શબ્દો ની ગેર હાજરી માં આંખો થતો એક પણ જોડણી ની ભૂલ વિના નો સંવાદ…

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“સંગાથ”

ત્રણ અક્ષર ની ટુંકી વાત એટલે સંગાથ,
એક ના હૃદય પર બીજાની કાયમી ભાત એટલે સંગાથ,

બે ઉખાણા નો એકજ જવાબ એટલે સંગાથ,
વિશ્વાસ ના પાનાઓ ઉપર સ્વપનો ચિત્રેલી કીતાબ એટલે સંગાથ,

એકલે જે ખરબચ, બને એજ મલમલ વાટ એટલે સંગાથ,
મીઠા સુખ ને ખાટા દુખ વાળી મસાલેદાર ચાટ એટલે સંગાથ,

હરપળ મા જીવન લખી ખુશી ને તારુ સરનામુ બતાવી જાય એટલે સંગાથ,
બે હૃદયો પોતે હારી ને જિંદગી ને જીતાવી જાય એટલે સંગાથ…

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“બહુ સારું નહિ”

માર ટાંકા બે ચાર, સાંધી લે ઝીંદગી,

આમ ચીથરેહાલ રહેવું બહુ સારુ નહિ

તોડ અહંમ નુ તાળુ ને ખોલ મન રૂપાળું,

ખુદ થી ખફા ને દુનિયા થી દુર રહેવું બહુ સારુ નહી

શું મેળવ્યું ? જરા ભૂતકાળ મા ડોક્યું તો કર ?,

વીણી લે વેરાયેલા સબંધો, અધુરી માળા બની રહેવું બહુ સારુ નહિ

થઇ છે રાત તો સુરજ પણ ઉગશે દોસ્ત,

આ ધબકતા હ્રદય માં સાવ અંધારુ બહુ સારુ નહિ

છે ધરા , છે નભ, છે વિશ્વ આખું તારું,

ફેલાવ પાંખો, ભર ઉડાન , આમ માળા મહી ફર ફર ફર ફર બહુ સારુ નહિ

છો ને ઘા પડ્યા? છો ને મોઢા ફર્યા ?,

ખુદ થી તો ખુશ થા , આમ કસમયે કરમાવું બહુ સારુ નહિ

ભીંજા વ્હાલથી જરા? જકડા આલીંગન થી જરા?,

આમ લાગણીઓ નું ખિસ્સું સાવ ખાલી બહુ સારુ નહિ

છે ઈશ્વરીય વરદાન આ જીવન, જીવી લે, મ્હાણી લે ,

ખુશીયો ના દ્વારે આમ બંધ તાળુ બહુ સારુ નહિ

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“હોય પણ”

સાવ અંદાજ ખોટો હોય પણ

ને દીવા તળીયે અંધારુ હોય પણ !!

ઉત્તમ દીકરી, આદર્શ પત્ની ને હવે અદભુત માં

હૃદય થી સ્પર્શી જો એના ડાબા પડખે ઓશીકું ભીનું હોય પણ !!

હિંમત , સહનશક્તિ, મહેનત ને પુરુષ જેવો એ પુરુષ

ઊંડાણ ફંફોળી જો એને ગળે ડૂમો હોય પણ !!

એ હસતું રમતું લીલ્લુછમ પાંદડું આજે ઉદાસ છે

જરા પંપાળી જો , થડ ને કુહાડી નો એકાદ ઘા હોય પણ !!

હજી યાદ છે મને એ ગુંડા નો બિહામણો ચહેરો

ખભે હાથ મૂકી જો , એના બાળપણ નું કતલ થયું હોય પણ !!

આટલું સુંદર જીવન ચિત્ર કેમ મેલું દેખાયછે ?

ભૂતકાળ વાગોળી જો , સમય ના કાળા લીસોટા હોય પણ !

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“ચલ લગણીઓ થી થોડાં ભીંજાઈયે”

એક અંધ બાળક ને ઝરણા , પહાડ, પક્ષી આપણી આંખો થી દેખાડીએ

સરકારી હોસ્પિટલ ના દરેક દર્દી ને એક ગુલાબ નું ફૂલ સસ્મિત આપીએ

ચલ લગણીઓ થી થોડા ભીંજાઈયે

સમાજે તરછોડેલા અનાથ ભૂલકા ને બે ઘડી ની ખુશી આપીએ

હયાત પુત્ર ના અનાથ "માં-બાપ" ને ઘડપણ માં ટેકો આપીએ

ચલ લગણીઓ થી થોડા ભીંજાઈયે

ધોધમાર વરસાદ માં ઠુંઠવાતા ગલુડિયા ને એક કોરો ખૂણો આપીએ

કરોળિયા ના જાળા માં ફસાયેલા પતંગિયા ને એની પાંખો પાછી આપીએ

ચલ લગણીઓ થી થોડા ભીંજાઈયે

બગીચા માં સાવ એકલા બેઠેલા અજાણ્યા વૃદ્ધ દાદીમાં ને " કેમ છો" કહી આવીયે

સાવ અજાણ્યા પણ મારા દેશ ની સરહદ ના સૈનિક ને રાખડી મોક્લાવીયે

ચલ લગણીઓ થી થોડા ભીંજાઈયે

માનવતા ના અધમરા શરીર ને લાગણી ની દવા ને પ્રેમ ના વેક્સીન આપીએ

ને કળયુગ ના "સુદામા" ને, હજી "કૃષ્ણ" હયાત છે એ વિશ્વાસ આપીએ

ચલ લગણીઓ થી થોડા ભીંજાઈયે

સપ્રેમ - હેમલ ત્રિવેદી

"ક્યાંક ડાબા હાથે મૂકાઈ ગયો છે"

નથી જડતો ક્યાંક ખોવાઈ ગયો છે

એ લાગણીશીલ માણસ ક્યાંક ડાબા હાથે મૂકાઈ ગયો છે

સેકડો મિત્રો , સગા સંબધીઓ, આડોશી પાડોશી......

કૃત્રિમ સંબંધો ના જોડા પહેરી દોડતો રહ્યો ને

હૃદય ના તળિયે થી સાવ ઘસાઈ ગયો છે

એ લાગણીશીલ માણસ ક્યાંક ડાબા હાથે મૂકાઈ ગયો છે

માપી માપી ને હસતો એ

બાથરૂમ ના મિરર સામે એકલો રડતો એ

વેપારી બુદ્ધિ થી ગણતરી કરી ને પ્રેમ કરતો એ

સંવેદના હીન થઇ ખુદ્થીજ હવે રિસાઈ ગયો છે

એ લાગણીશીલ માણસ ક્યાંક ડાબા હાથે મૂકાઈ ગયો છે

કેટલા માણસો જમશું એ જોઈ ને લગનમાં ચાંદલો કરતો એ

ફાયદા કારક સંબંધો નેજ નિભાવતો એ

સવાર ની પહોર માં લાફીંગ ક્લબ માં પણ બીઝ્નેસ જમાવતો એ

એના હૃદય નો અંધારિયો કુવો હવે સ્વાર્થ થી ઉભરાઈ ગયો છે

એ લાગણીશીલ માણસ ક્યાંક ડાબા હાથે મૂકાઈ ગયો છે

માનવતા , સહાનુભુતિ, સાચી મિત્રતા , વગર ફાયદા ની મદદ

હતો ક્યારેક આંખો થી ને અંતર ની સંવેદનાઓથી તરબોળ

પડ્યો દુષ્કાળ કઈ એવો કે એ ધબકતો કુણો ખૂણો હવે સાવ સુકાઈ ગયો છે

એ લાગણીશીલ માણસ ક્યાંક ડાબા હાથે મૂકાઈ ગયો છે

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“હોય શકે”

કશુક કરવાની રીત એકજ હોય જરૂરી નથી,

દ્રષ્ટિકોણ બીજાના પણ સાચા હોય શકે ,

દરેક મૌન નું કારણ નિર્બળતાજ હોય જરૂરી નથી,

સાંભળી શકો તો ચહેરા ને પણ વાચા હોય શકે ,

સંબંધો ના કાતિલ લોભ, ઈર્ષા કે દગોજ હોય જરૂરી નથી,

પરિપક્વતા ની ઉણપ ને ક્યાંક વિચારો કાચા હોય શકે,

સફળતા દેખાય એટલી સહજ હોય જરૂરી નથી,

સંગેમરમર ને મૂર્તિ થવા છીણી ના ટાંચા હોય શકે...

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“ઝીંદગી જોઉં છું તુ શું કરી લઈશ”

લે ઝીંદગી તારી ચુનૌતી મેં સ્વીકારી...

નહિ ડરુ નહિ હારુ , મક્કમ ઉભો રહીશ

જોઉં છું તું શું કરી લઈશ

જાણું છું તારી કસોટી અઘરી છે

પણ ફિકર ના કર દોસ્ત

સંબંધો ના દાખલા હું સમયસર ગણી લઈશ

જોઉં છું તું શું કરી લઈશ

બહું બહુ તો શું ?

પીડા , વેદના કે મજબૂરી દઈશ ?

જા જા હવે બહુ જોયા તારા જેવા

હું તો પ્રાર્થના , પ્રેમ અને મિત્રતા નો એક ડોઝ રોજ પી લઈશ

જોઉં છું તું શું કરી લઈશ

હિંમત હોય તો ડરાવ , હિંમત હોય તો હંફાવ

જા ડીંગો તને એ ઝિંદગી

મારા સ્વપ્નો ને મારી ઇચ્છાઓ ને

મારા બાળકો ની આંખો માં કોપી પેસ્ટ કરી લઈશ

જોઉં છું તું શું કરી લઈશ

સપ્રેમ - હેમલ ત્રિવેદી

" યુ " ટર્ન (School Reunion)

બબ્બે દાયકા પછી મળવાની મજા કઈ અલગ હોય,

ને વિખરાયેલા અક્ષરો ની આ નવી બારખડી કઈ અલગ હોય,

એ મારકણી અદા વાળી છોકરીઓ હવે ઢમઢોલ હોય,

ને ફૂટડા યુવાન છોકરા હવે માથે ટકલા ને પેટે ગોળમટોળ હોય,

જરીક બેચેની ,થોડીક શરમ, થોડો અહમ હોય,

પણ જુના સંસ્મરણો સાથે મળવાની ઈચ્છા ગરમા ગરમ હોય,

ક્યાંક કોઈની અપમૃત લાગણીઓ ફરી સળવળી હોય,

ને વીસ વર્ષે એક્મેક ને ફરી જોતા જખ્મી દિલો ને કળ વળી હોય,

કરિયર , પૈસો, જવાબદારી એ બધું તો ચાલ્યા કરતુ હોય,

આ બધા વચ્ચે પણ મિત્રો માટે પેલું લીસ્સું ,પોચું લાગણું ડોકાયા કરતુ હોય,


ફડફડાટ ભાગતી જિંદગી માં આમ અચાનક " યુ ટર્ન" આવે,

સૌ સાથે ફાવે કે ના ફાવે પણ બોસ મિત્રો આવે ને જિંદગી માં જલસો લાવે…

સપ્રેમ - હેમલ ત્રિવેદી

“શું આમ ના જીવી શકાય ?”

ધકધકતા તડકા માં કોઈનો છાંયો ના થઇ શકાય ?

એક અનાથ વૃદ્ધ ની ખાખાદ્ધાજ ઈમારત નો પાયો ના થઇ શકાય ?

એક ગરજુ ની મુસ્કાન માટે અપાણો સ્વાર્થ થોડો ટીપી ના શકાય ?

કેક ના એક ટુકડા વડે એક ગરીબ બાળક ના મોઢે ખુશી લીપી ના શકાય ?

સમજણ થી ગેરસમજ ના પોપડા થોડા છોલી ના શકાય ?

અહં છોડી સ્વજનો માટે વ્હાલ ની પોટલી ખોલી નશકાય ?

શું આમ જીવી ના શકાય ?

સપ્રેમ - હેમલ ત્રિવેદી