Part 3 Marketing Munch in Gujarati Magazine by Murtaza Patel books and stories PDF | Marketing Munch - 3

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

Marketing Munch - 3

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

  • અનુક્રમણિકા
  • ‘‘સફેદ રંગની ભેંર્સીંભૂરા રંગની ગાય!’’
  • •પેટની ભૂખ ક્યાં?- ....
  • •“માર્કેટસંક્રાંતિઃઃ વેપાર-વહેવારનો દરરોજ ઉજવી શકાય તેવો તહેવાર !”
  • •મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ....
  • •“તમે શું કરશો?- ‘હટકે’ આઈડિયાને પહેલા ‘હીટ કરશો કે ‘હોટ’?”
  • હું ગુજરાતી - ૧૧

    ‘‘સફેદ રંગની ભેંર્સીંભૂરા રંગની ગાય!’’

    થોડાં મહિનાઓ પહેલા અમદાવાદથી સૂરત બાય રોડ જવાનું થયું. વર્ષો પહેલા રોડની સફર બોરીંગ લાગતી એટલે વધુ ભાગે ટ્રેઇનની મુસાફરી પસંદ કરતો. પણ આ વખતે ગામડાની ધૂળને શ્વાસમાં ભરી લેવાનું મન થઇ આવ્યું.

    કેટલાક દોસ્તોએ પણ કહ્યું હતું કે ગુજરાતની ઘણી બધી વસ્તુ સાથે હવે એના રોડ પણ મશહૂર થઇ ગયા છે. અને સાચે જ એમ મેં પણ અનુભવ્યુ. પહોળા અને આરામદાયક રોડ પરથી પસાર થતા માહોલને માણવાનો પણ એક અનોખો અનુભવ રહ્યો. કેમ કે હવે તો નઝારો જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી. દુધના કેન્સ ભરેલી સાયકલ પર સવાર થયેલો રબારી, ઠાંસીને ભરેલાં છકડા, કપાયેલા મોલમાંથી હમણાંજ અનાજ નીકાળીને પરવારેલું થ્રેસર, ‘ગામઠી મોડર્ન લાગતી ફેમિલીને લઇ જતું ટ્રેકટર,.. ઓહ! આવું તો ઘણું બધુ વારંવાર પસાર થતું.

    વડોદરા પછી પસાર થતા એક ગામડા આગળ અચાનક એક ‘હટકે’ સીન જોવા મળ્યો જેણે મારા આ નેટ પરના માર્કેટિંગના વિષયને મસ્ત મસાલો પૂરો પાડી દીધો. એટલેજ એ બનેલા (વિ) ચિત્ર બનાવને આજે લખવાનું મન થઇ ગયું છે.

    થયુ એમ ર્કેીંપાછલાં કલાકોમાં રબારીઓ તો ઘણાં પસાર થયા. જેઓ થોડાં થોડાં અંતરે ગાયોના ધણને કે બકરીઓના ટોળાંને હાકોટા પાડીને ચરાવવા લઇ જતા હોય. સફેદ ગાય, કાળી ભેંસ અને બ્લેક એન્ડ વ્હાઈટ બકરીર્ઓીં.શરૂઆતમાં આ સીન થોડો વ્હાલો લાગતો. જોયા કરવો ગમે એવો. પણ કેહવાય છે ને કે દરેક સારી વસ્તુઓ થોડાં વખત સુધી જોવી કે વાપરવી સારી લાગે પણ પછી એય પોતાનો ચાર્મ ધીમે ધીમે ગુમાવતી જાય છે. એમ મને પણ થોડાં કલાકમાં આ બધું દ્રશ્ય સામાન્ય લાગવા માંડ્યું. પણ કારની બહાર અચાનક બે ગાયો અને બે ભેંસ પસાર થઈ.

    મારી આંખો ચળકી. અમેઝિંગ એમ લાગ્યું કે ગાય ભૂરા રંગથી રંગાયેલી અને ભેંસ સફેદ રંગથી. આખા ટોળામાં આ બે જણીઓ પોતાનું એક અનોખું સ્થાન બતાવી રહ્યાં હતાં. કયારેય મેં આવા રંગમાં રંગાયેલી ભેંસ કે ગાયને જોઈ ન હતી. શું કામ આવા રંગમાં? કોઈ ખાસ કારણ હશે? યા હોળીના દિવસોમાં કરેલી કોઈની મજાક હશે જેનો પાકો રંગ હજુયે ઉતર્યો નહિ હોય !!!! ચાલતી આ ગાય-ભેંસને જોઈને મારા દિમાગમાં આવા સવાલો દોડી ઉઠ્‌યા.

    એટલે ગાડીને અચાનક બાજુ પર ઉભી રાખીને હું સવાલોના પોટલાને લઇ દોડ્યો એના માલિક પાસે. એનું અસલ નામ હતું લલિત પણ લોકોમાં ઓળખાય લાલીયો. મેં પૂછ્યુંઃ ‘‘દોસ્ત! આ બધીમાં માત્ર આ બે જ ને રંગી નાખવાનું કોઈ ખાસ કારણ ખરું?’’

    ‘‘સાયેબ! તમે શે’રથી આયા તોયે નો હમજી શક્યા?’’ — લાલીયાની આગળ મારી બુદ્ધિ જાણે લઠ્ઠ લાગવા લાગી હોય એવો એનો સવાલ સામેથી પુછાયો. પોતાના વસ્તારના આ લીડરના જ્ઞાનને સમજવા મેં મારા ઇગોને બાજુ પર મૂકીને મારું માથું ૧૮૦ ડીગ્રી ફરવી દીધું.

    ‘‘સાયેબ! આ મારી એક ભૂરી છે એનું નોંમ અવની..ને બીજી ભુરીનું નોંર્મીં શવિતા. ર્આીંશફેદ ભેંસને બબલી કઈને બોલાવાની ને એની જોડે મેર જામે ઈ બીજી ને મેઘલી કે’વાની.’’

    ‘‘એ તો બરોબર. પણ મારા ભઈ, એને આ રંગોથી અલગ કરવાનું કોઈ કારણ શું છે એ તો કેહ?’’

    ‘‘હોવે સાયેબ! ખાસ કારણ ઈ છ કે આ ચારે જણીઓ આ બાકી બધીઓ કરતા ચાર ગણું દૂધ વધારે આલે છ. હવે મારી પાશે હાલમાં નઈ નઈ તો ૭૦-૮૦ જેટલી ગાયો-ભેંસો ભરાઈ હશે. બધાનું એક સરખું ધ્યાન કેમ રાખી શકું? એટલે આ ચારે ને ખાસ રંગથી અલગ પાડી દીધી છે. એમના ખાવા પીવાનું ઇસ્પેસીયલ ધ્યાન રાખવાનુર્ીંંત્યારે. ચારેને આ ટોરામાંથી દૂરથીય ઓરખી લેવાય. આયા આખા મલકમાં ક્યાંય ખોવાઈ બી જાય તો લોકો ઓરખી કાઢે કે આ તો લાલીયાની એટલે એનો કોઈ સવાલ જ નહિ. આમેય એ હારીઓના જન્મેથી લખ્ખણ જ બઉ હારા છ એટલે આપ્રો પ્રેમ બી એમની પર થોડો વધારે ખરો.’’

    ‘‘અરે વાહ! તું તો લ્યા ‘બ્રાન્ડ મેનેજર’ જેવું બોલે છે.’’ શહેરમાં અમારી ભાષામાં તો આને ‘બ્રાન્ડિંગ’ કે’વાય. અમેય બજારમાં વેચવા સારું કોઈ નવી વસ્તુ મુકીએ તો એનું નામકરણ કરીને મુકીએ.’’ પછી લોકોને ખબર પડે એટલે એની જાહેરાત અલગ-અલગ બાજુ એ કરવા મુકીએ.

    ‘‘ઓહ એમ તાહ’રે? પણ હું એમ કવ સુ કે ઈમાં જાહેરાત કરવાની બવ જરૂર ચ્યાંથી આઈ? શરૂઆતથી જ એવું કોમ કેમ ના હોય કે નાતમાં આપરી ઓરખ અલગ તારી આવે? પછી લોકોતો એમને એમ ઓરખી જવાના ને!’’

    ‘‘તો પછી લાલિયા તે આ બંને ગાયો અને ભેંસોને અલગ-અલગ ચાર રંગોથી કેમ ના રંગી નાખી? તારા બ્રાન્ડિંગમાં કચાશ ખરી ત્યારે!

    ‘‘એવું હોય શાયેબ? આ અવની અને શવીતા ભલેને ગાયો રર્ઈીંપણ એમાય બંને ને અલગ અલગ ઘંટડીઓ બાંધી છ. રાતેય ઈ અવાજમાં ઓરખાય જાય. જ્યારે આ બબલી અને મેઘલીના પગમાં અલગ-અલગ કલ્લીઓ બાંધી છ. તમે સોમ્ભરી નઈ ત્યારે!’’

    ‘‘ઓહ! કમાલ કરે છે લાલિયાભાઈ તું પણ. હર્વેીં એક છેલ્લો સવાલઃ રખેને કાલે કોઈ નવી ભેંસ કે ગાય આ બંનેથી આગળ વધી જાય તો નાતમાં શું કરશો?’’

    ‘‘એ વખતે નવું નામ, નવો રંર્ગીંનવી ઓરર્ખીંએને આલી દઈશું! આપણને ભગવાને બુદ્ધિ શેની આલી છ!??!!!!’’

    મારા માટે ખરેખર ચક્કરબત્તી થાય એવી વાત હતી. ઇન્ટરનેટ પર, સમાજમાં, બિઝનેસમાં, જોબમાં..અંદર હોય કે બહાર, કોઈ એવી વિશેષ ઓળખ, વિશેષ બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ?

    તમારો ‘ઇસ્પેસીયલ’ જવાબ હોય તો કહો ને?

    હુંુ ગુજરાતી - ૧૨

    પેટની ભૂખ ક્યાં?- ....

    જ્યાં આર્ટ અને હાર્ટ ભેગાં મળે ત્યાં !!!

    તો આવો જાણીએ કે વાતમાં ક્યાં, કેવો અને કેવી રીતે તડકો આવ્યો.

    સુગંધિત ઘટના સ્થળઃ ન્યૂયોર્ક શહેરનો મધમધતો.... ને ધમધમતો મુખ્ય વિસ્તારઃ બ્રૂકલિન.

    આ વિસ્તારની કોઈક એક સ્ટ્રીટમાં ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઈનિંગનું કામ કરતી લોરેન હોમ નામની છોકરી રહે છે. આવાં તો હજારો હજારો ડિઝાઈ’નરો’ અને ‘નારી’ઓ તેમના ક્રિયેટીવ વ્યવસાયમાં આંખો ડૂબ્યા છે. પણ એમાં જે ‘સાવ્વ જ અલગ’ કામ કરે છે, તે લોકોની આંખોમાં જલ્દી ઉઠે છે. લોરેન પણ તેનું એક નોખું ઉદાહરણ છે.

    હા, તો વાત જાણે એમ થઈ કે...કેટલાંક મહિનાઓ અગાઉ લોરેન તેના હોમ-ઓફિસમાં નવરી બેસી ‘તી. પેટમાં મીઠ્‌ઠી પણ કડકડતી ભૂખે તેને ધક્કો માર્યો. પણ તેમાં આંટા ન પડે એ માટે તેણે બહાર થોડીવાર આસપાસની ગલીઓમાં આંટો મારી આવવાનું નક્કી કર્યું.

    કહેવાયુ છે ને કે... “માણસ ત્યારે વધારે સક્રિય હોય છે જ્યારે તેને એમ લાગે છે કે હવે બસ....થોડાં જ ટાઈમમાં એ સાવ નિષ્ક્રિય થઈ જવાનો છે.”- (અપ્રસિદ્ધ મુર્તઝાચાર્‌ય ઈ.સ.પૂ. ૧૯૯૯)

    એ વખતે મગજ અને મન તેની જરૂરીયાત મેળવવા ધમાલ મચાવવાનું શરૂ કરે છે. આવું જ લોરેનની સાથે થયું. ફરતા ફરતા તેની નજર એક રેસ્ટોરન્ટ (કમ કૉફી-હાઉસ)ના દરવાજે પડી.

    “ઉન્હ્‌હ ! આવો મજ્જાનો વિસ્તાર અને મસ્ત રેસ્ટોરન્ટની બહાર સાવ આવું મેનુ-બોર્ડ?!?!?! સોઓઓઓઓઓ બોરિંગ !!! આ તો કોઈ હાઈવેના ઢાબામાં જતા હોઈએ એવું લાગે. આવી તે કાંઈ જાહેરાત થતી હશે.”-

    જેમ ‘સુથારનું મન બાવળિયે’ તેમ લોરેનનું મન ડિઝાઈનના ધોરણે ધોવાયું. તેને રેસ્ટોરન્ટની બહાર મુકવામાં આવેલા એ મેનુ-બોર્ડમાં કશુક ખૂટતું હોય એમ લાગ્યું. તેનાથી ન જોવાયું અને તે સીધી ઘૂસી ગઈ એ ક્રાઉન હાઈટ્‌સની માઉન્ટન રેસ્ટોરેન્ટમાં. અને મારી દીધી પીચ...!

    “સર, આપણો બ્રૂકલિન વિસ્તાર કેટલો મજાનો છે ! જ્યાં લોકો દેશ-વિદેશથી વર્લ્ડ-કલાસ ફૂડ-રેસિપીઝ ઝાપટવા આવતા હોય તેવા વાતાવરણમાં તમે દરવાજા આગળ જ સાવ બોરિંગ મેનુ-બોર્ડ મારીને તમારા ધંધા પર કુહાડી મારી રહ્યા છો. શું તમે ચાહો છો કે બોર્ડને જોઈ કસ્ટમર્સ બોર્ડર પરથી જ પાછો વળી જાય?”... ...

    કોઈક અજાણ્‌યું (ને એમાંય કોઈ જુવાન છોરી) આવીને આમ અચાનક ધંધો ચલાવવાની ધમધમાટી આપી જાય ત્યારે શક્ય છે કે શરૂઆતમાં સાંભળનારને સોફ્ટ તમ્મર આવી શકે છે. પણ અહીં વાત બંને બાજુ આડે પાટે નહિ સીધી ગળેથી પેટમાં ઉતરી ગઈ હતી. સમજોને કે તેના ભૂખ્યા દિમાગમાં ક્રિયેટીવ જ્યુસનાં ટીપાં પડવાની શરૂઆત થઈ રહી હતી.

    “ સર, જો તમે ચાહતા હોવ તો હું તમારી રેસ્ટોરેન્ટમાં રેગ્યુલર આવીને મારા હાથના અક્ષરોથી એવાં મસ્ત મજાના બોર્ડ બનાવી આપીશ કે વાંચનારને પણ બેઘડી જીભ પર પાણી આવે અને આવનારને ‘પર્સનલાઈઝ્‌ડ સર્વિસ’નો અનુભવ થાય” - એક આર્ટિસ્ટ પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક ન છોડે એમ લોરેને ધીમેથી તેની ઓફર મેનેજર પાસે મૂકી.

    “એ બરોબર. પણ તું એની સામે તારો ચાર્જ શું લઈશ? એ બતાવ પછી મને પરવડશે તો હું તને કામ આપી શકું..” - મેનેજર પણ હવે ભાનમાં આવીને પોતાની પ્લેટ ચમકાવી રહ્યો.

    “સિમ્પલી સર. આમ તો હું ડોલર્સ માંગી શકું પણ તેની સામે હું એવી વાનગીઓ જમીશ જેનાથી મારૂં પેટ પણ ભરાય અને જેનો ક્રિયેટીવ જ્યુસ હું વધુ અસરકારક મેનુ-બોર્ડ બનાવવામાં વાપરી શકું. બોલો મંજૂર?”

    એ હતી લોરેન હોમની બ્રૂકલિનમાં થયેલી પહેલી હેન્ડ(રાઈટિંગ) ડિલીવરી. હાથની આર્ટથી ‘શાન સે ભૂખ મિટાંએ’ નાં ધોરણે લોરેને ત્યાર પછી ન્યુયોર્કની સારી એવી રેસ્ટોરન્ટસને તેની જીભ નીચે મૂકી ચુકી છે. તેની કેલીગ્રાફિક આર્ટથી તેણે ઘણાં દિલો જીત્યાં છે અને તે રેસ્ટોરેન્ટની વાનગીએ લોકોની જીભ.

    વળી ત્યાંના જે તે વિસ્તારનાં કૉફી હાઉસમાં કે રેસ્ટોરન્ટમાં કોઈક નવી વાનગી ઉમેરાય છે ત્યારે લોરેન જાતે તેની આઉટ-ડોર ડિઝાઈન તૈય્‌યાર કરી આપે છે અને ‘રિટર્ન’માં એ...

    યાહ ! પોટેટો કેલ ફ્રીયેત્તા,... પોટેટો સિલાન્ત્રો વિથ કમ્પ્રેસ્ડ જ્યુસ,... મશરૂમ ચિકપિક્સ,... વાઉ ! વેજી-બર્ગર વિથ સન-ડરાઈડ ટોમેટો,... યમ્મી ! ગ્રિલ્ડ શિશીતો પિપર્સ,... આહ ! રોઝમેરી કોકટેઈલ..જેવી તમતમતી-જીભજીભ્તી સ્વાદવાળી વાનગીઓ ઝાપટે છે....(યાલ્લા મફ્ફત?!?!).

    એટલે જ લોરેન માટે બ્રૂકલિન વિસ્તાર ‘ભૂખલિંક’ વિસ્તાર બન્યો છે. જુઓ તો ખરા હટકે દિમાગ વાળી મિસ હોમનાં હોમપેઈજ પણ કેવાં હોટ છે યાઆઆઆઆરાઃ

    ચેક કરો ઉૈઙ્મઙ્મન્ીંીંર્હ્લિન્િેહષ્ઠર અને ર્ૐદ્બીજીુીીંર્ૐદ્બી ની વેબસાઈટસ

    બોલો હવે, તમારી આર્ટ માટે તમે કોઈ એવો વિસ્તાર પસંદ કર્યો છે?

    હુંુ ગુજરાતી - ૧૩

    “માર્કેટસંક્રાંતિઃઃ વેપાર-વહેવારનો દરરોજ ઉજવી શકાય તેવો તહેવાર !”

    તમને ખબર છે? પતંગ પણ એક માર્કેટિંગનું પ્રતિક છે. એ પછી ઓન-લાઈન હોય કે ઓન-એર. પતંગનો રંગ, આકાર, સાઈઝ, ઢઢો-કમાન, કન્ના (કે કિન્ના યા કન્યા?!?!) નું બંધારણ, જોડાયેલી દોરીની મજબૂતાઈ, ફીરકીની પકડ વગેરે જેવા પરિબળો ની સાથેસાથે સૌથી મહત્વ ચગાવવાની આવડત(નેવિગેશન )ની શરૂઆતથી જ દાદ માંગી લે છે.

    • હવા ગમે તેટલી હોય (કે ગમે એવી ન પણ હોય) ત્યારે અસંખ્ય પતંગોની વચ્ચે પણ લાંબા સમય સુધી લહેરાઈને ટકી રહેવાની હામ આપણી વેપારી તાકાતનો અસલી પરચો બતાવે છે. બંધુઓ, એ કાંઈ તલ-સાંકળી ખાઈ જવા જેવું કામ નથી

    • વખત આવે ત્યારે (વ્યાપારિક) અવરોધોના પતંગોને કાપી નાખી નાખવાની ત્રેવડ, કપાયેલા કોઈ બીજા પતંગને હવામાથીજ સંભાળી લઈ લપેટી લેવાની કરામત, વખતે કેટલી ઢીલ છોડવાની કે ખેંચી લેવાની સૂઝ-બૂઝ અથવા સંજોગોને સમજી જાતે કપાઈ જવાની હિંમત આપણી સાચી કિંમતનું ભાન કરાવે છે.

    • કનક્વાને કાપીએ કે કનક્વાથી કપાઈ જઈએ ત્યારે પણ દ્ગીેંટ્ઠિઙ્મ રહી હર સમયને ઈહર્દ્ઘઅ કરવાનો સ્વભાવ આપણો માર્કેટમાં ભાવ નક્કી કરે છે.

    • સામે કે બાજુ વાળા હરીફની બરેલી કે લખનવી માંજા સામે તમારી સુરતી કે અમદાવાદી માંજા વાળી ફિરકી મજબૂત પકડી રાખવાની દોરવણી જો સદ્ધર હશે તો સમજી લ્યો કે આપણો પતંગ લાંબા સમય સુધી હવામાં અદ્ધર રહેશે.

    • “ કાયપોઓઓ ચ્છેએએ “યા “ઓયે! લપેટ” જેવા ‘અપસેટ’ કરનારા પરિબળોને અવગણી આપણાં નવા પતંગ સાથે ફરીથી ‘અપ-સેટ’ થઈ મેદાનમાં આવવું એજ સાચી મરદાનગી છે.

    • રાતે (વેપારની મંદી) ફાનસ (કે તુક્કલ)ને સંભાળવી એ પણ મહત્વની આર્ટ છે. એ માટે સ્થિર રહે એવા મોટા પતંગની પહેલાથી પસંદગી, સાચવણી, જલ્દી બળી ન જાય એવા ફાનસની ફીરાકી, મીણબત્તીનું મજબૂત બેલેન્સપ આપણે એકલાને જ નહિ પણ આપણી આસપાસ રહેલા લોકોને, વાતાવરણને પણ એની મજા માણવા મજબૂર કરે છે.

    • દિવસને અંતે આપણું અચિવમેન્ટ..’કેટલાં કાપ્યાં’ એના કરતા કેટલો લાંબો સમય વધારે તંગ થયા વગર પતંગની સાથે અણનમ રહ્યા એના પર નક્કી થાય તો ઊંંધિયું ખાવાનો અસલી આનંદ મળી શકશે. એવી ખુશીઓ તો વેચવા કરતા વહેચવામાં મજા છે.

    • એ બધું તો ઠીક મારા પતંગવીર સાહેબો. કોઈ નાના બાળકને ફુદ્દી ચઢાવી આપવામાં એની ફિરકી પકડી આપવાની કે પછી તમારી વ્હાલીનું પીલ્લુ કે લચ્છો વાળી આપવાની પણ મજા કાંઈક ઓર જ છે..ને?

    તો તૈયાર છો ને???? પૂરા દિલથી, મગજથી, મગજના લાડુથી, આંગળીઓથી, જામફળથી કે બોરથી બોર થયા વિના ભરપૂર સંક્રાંતિની મજા માણતા રહેજો.

    હુંુ ગુજરાતી - ૧૪

    મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ....

    આ રીતે પણ કરી શકાય !

    એક માણસ ‘મોહબ્બત’ શું છે એ જાણવા અને અનુભવવા એક ઝેન સાધુ પાસે આવ્યો.

    “સાહેબ! બચપણથી હું અનાથ છું. પણ મારા વેપારમાં ખૂબ મહેનત થકી આજે હું કરોડપતિ બન્યો છું. મારી પાસે અઢળક ધન-દૌલત છે. પણ ‘મોહબ્બત’શું છે એનો અનુભવ હજુ મને થયો નથી. આપ મને બતાવશો કે આ મોહબ્બત કયાં, કેવી રીતે અને કેટલામાં મળે?- હું એને કોઈ પણ ભાવમાં ખરીદવા માંગુ છું.”

    “ભાઈ, તું તો ઓલરેડી ‘મોહબ્બત’ માં જ છે. મારી પાસે નકામો આવ્યો.”- ઝેન સાધુ માત્ર એટલુંજ બોલ્યા.

    “પણ સાહેબ! એ જ તો મને દેખાતો નથી. તો હું અનુભવ કરી કેમ શકું?” - માણસે પોતાની દુવિધા મજબૂત કરી.

    “..તને મોહબ્બતનો અનુભવ કરવો છે ને? તો હું તને જ્યાં પણ લઈ જાવુ ત્યાં મારી પાછળ આવું પડશે. પણ મારી એક માત્ર શરત છે કે જ્યાં સુધી હું કાંઈ પણ ન બોલું ત્યાં સુધી તને પણ ચુપ રહેવું પડશે. મોહબ્બતને જોવાની અને અનુભવવાની મારી આ એક રીત છે.- જો મંજૂર હોયપતો ચાલ મારી સાથે.” -ઝેન સાધુ આ નવા બનેલા ચેલાને લઈ ચાલતા થયા.

    સાધુ અને ચેલો નદી-નાળા-જંગલ-સમુદ્ર કિનારો પાર કરતાં-કરતાં, કાંઈ પણ ખાધા-પીધા વગર કલાકો સુધી ચાલવા લાગ્યા. આખરે એક ખૂબ ઉંચા પર્વતની ટોચ પર પહોંચી ગયા. જ્યાંથી જાણે સમગ્ર વિશ્વ-શ્રૂષ્ટિ દેખાતી હોય એવી જગ્યા (પિક-પોઈન્ટ) પર બંને એ વિસામો લીધો.

    એક અદભૂત દ્રશ્ય તેમની સામે ખડું હતુંપજમીન, સમુદ્ર, પર્વતો, વૃક્ષો..કુદરતની હર તરેહની લીલા એમની નજરો-નજર હતી. ખાવા-પીવાનું કે સુવાનું ભાન ન રહે એવી એ જગ્યા હતી. બસ સમજો કે કુદરતની ચારે બાજુ મહેર હતી. સાધુ સાહેબ તો હજુયે ચૂપ હતાં જાણે પરમ આનંદમાં તલ્લીન. એમના ચેહરા પર કોઈ થાક કે અણગમો દેખાય નહિ.

    પણ આ નવા નવા ચેલાશ્રી હવે ખરેખર અકળાવા લાગ્યા. પણ ગુરૂની શરતથી બંધાયેલા એટલે આ એમને ચૂપ રહેવુ અને સહન કરવુ જરૂરી હતું. તો પણ એની સીમા કેટલી? ભૂખથી-પ્યાસથી ચેલાજી હવે હાર માની ચુક્યા. સામે રહેલા દ્રશ્યને બાજુ પર મૂકીપકોઈ વાત કરવાને બહાને ગુરૂને ફક્ત એટલું જ કહ્યુંઃ “વાહ! શું સરસ દ્રશ્ય છે નહિ?પ.આપ શું માનો છો?”

    “ભાઈ, તું જ્યાંથી આવ્યો હોય ત્યાં જ પાછો વળી જ. મોહબ્બત મેળવવી તારા હાથની વાત નથી.” - સાધુ-ગુરૂજી એ ઝટકો આપ્યો.

    “અરે એમ કેમપહું તો આપની પાસે એ લેવા આવ્યો છું. એ લીધા વગર કેમ જી શકું?”- ચેલાજી એ ટેન્શન વ્યકત કર્યું.

    “એ બરોબર. પણ જે ઘડીથી તું મને મળવા આવ્યો કે આ ઘડી સુધી મેં તને મોહબ્બતની સૃષ્ટિમાં ફરતો રાખ્યો. પણ બોલીને અંદરથી ‘મોહબ્બત’ ન માણવાને બદલે તું એનાથી અળગો થઈ ગયો. હવે મોહબ્બતના બીજા ક્વોટા (હિસ્સા) માટે તારૂં મન ક્યારે તૈયાર થશે એ તો તું જ જાણે.”

    ... ... ... ...

    એક દ્રષ્ટીએ જોવા જીએ તો આવું આપણું પણ છે. “આઈ લાવ યુ!પબી માય વેલેન્ટાઈનપયુ આર માય વર્લ્ડ!પઆઈ કાંટ લીવ વિધાઉટ યુ!”પજેવા વાક્યોની પાછળ પડીપએક્સપ્રેસ કરી ને લવ મેળવવાનો અને આપવાની ઘડીઓ ગુમાવતા જીએ છીએ.

    જેને તમે ખૂબ ચાહો છો, એમને માત્ર એક સ્પર્શપએક ટચ આપી દેજોપગુલાબોના કન્ટેનરની જરૂર નહિ પડે. કદાચ એમની ઝિંદગીમાં છવાયેલો લાગતો કાર્બન ડાયોક્સાઈડપતમારી મોહબ્બત થકી ઓક્સિજનનું કામ કરી નાખશેપ.બોસ!

    દિલ-દિલ વચ્ચેની ‘ડીલ’ દરમિયાન બોલવાને બદલે ‘બોલતી બંધ કરે’ એનું નામ ‘મોહબ્બતનું વેલ-ઈન-ટાઈમ માર્કેટિંગ.

    હુંુ ગુજરાતી - ૧૫

    “તમે શું કરશો?- ‘હટકે’ આઈડિયાને પહેલા ‘હીટ કરશો કે ‘હોટ’?”

    ધારો કે તમે એક એન્ટરટેઈનમેંટ પ્રોમોશન (દેસી ભાષામાં ‘ઈવેન્ટ મૅનેજમેન્ટ’) કંપનીના ચીફ માર્કેટિંગ મૅનેજર છો. તમારી કંપની ઈન્ટરનેટના વ્યાપને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ્‌સ સ્વીકારે છે. ઈનૉવેશન અને ક્રિએટીવીટી જેવા ફેક્ટર્સ તમારી કંપનીના લોકોના લોહીમાં વહે છે. હવે એક દિવસ અચાનક જ તમારા બોસ તમને એકલાને કૉન્ફરન્સ રૂમમાં બોલાવી એક અગત્યના સમાચાર આપે છે.ઃ

    “દુનિયાની એક ઘણી મશહૂર કંપની નવા જ બનનાર થીમ-પાર્કનું ટોટલ પ્રોમોશન કરવાનો કોન્ટ્રક્ટ આપણને આપી રહી છે. તમે આ થીમ-પાર્ક તૈયાર થાય અને એનું ઓપનિંગ થાય એ પહેલા જ એવું કાંઈક કરી બતાવો કે ખુબ જ ઓછા (બલ્કે નહીંવત્) એડવર્ટાઈઝીંગ બજેટમાં પણ એનું નામ-જાહેરાત આખી દુનિયામાં ફેલાઈ જાય. આ પ્રોજેક્ટને સફળ બનાવવાની સંપૂર્ણ જવાબદારી હું તમને સોંપુ છું.

    ઓલ ધ બેસ્ટ.”

    તમારી શું હાલત થાય? માર્કેટિંગના લીડર તરીકે તમે એવું શું કરી શકો કે ખુબજ ઓછા ખર્ચે, ઓછી જાહેરાતના બજેટમાં આ કામ સફળ થાય?

    જે પણ થાય તે થવાનું. આપણે ટૅન્શન ન’ઈ લેવાનું. જેને આવું કામ મળ્યું એ છોકરીએ પણ ન લીધું, બલ્કે એણે તો બીજાઓને સોંપી ઊંલટું સાબિત કરી આપ્યું કે દરેક મોટા કામમાં એક નાનકડો ઉકેલ સમાયેલો હોય છે. જરૂર છે એને અંદર સર્ચ કરી બહાર નીકાળવાનો. હીટ કરી હોટ કરવાનો યા તો હોટ કરી હીટ કરવાનોપમરજી તમારી!

    સિન્ડી ગોર્ડન એનું નામ. નવ વર્ષ પહેલા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એની નવીસવી કારકિર્દીની શરૂઆત. નાની-મોટી બ્રાન્ડેડ વસ્તુઓનું અવનવું પ્રોમોશન કરતા રહેવાનું, ડીઝની-વલ્ડૅ જેવા ખેરખાંની સાથે સતત હરીફાઈમાં ઉતરતા રહેવાનું વાતાવરણ. રોજબરોજ એક નવી ચેલેન્જનો સામનો કરવાની જવાબદારી.

    ઉફ્ફ્ફ્!!!! હવે એવા વખતમાં એક દિવસ એને પણ આવી જ એક પરિસ્થિતિનો સામનો કરવો પડે જ્યારે એની સામે આખી દુનિયાને પોતાની જાદુઈ સૃષ્ટિ દ્વારા મોહી લેનાર હેરી પોટરના થીમ-પાર્ક ને પ્રોમોટ કરવાની પ્રોપોઝલ આવે ત્યારે શું હાલત થાય?પ.

    તોયે એક ચપળ બિઝનેસ વીરાંગનાની જેમ સિન્ડીબેને એવું શું કર્યું કે થોડાંજ કલાકોમાં (દિવસો નહિ) એની અ(સામાન્ય) પ્રોમોશન ટેક્નિકનો જાદુ ઈન્ટરનેટ પર હેરી પોટરના મગલની જેમ આખી દુનિયામાં ફરી વળ્યો. અને એ પણ જાહેરાતનો ખર્ચ કર્યા વગર!પ જો એ ચાહતે તો કોઈ મોટી ઁ.ઇ (ઁેહ્વઙ્મૈષ્ઠ ઇીઙ્મટ્ઠર્ૈંહજ) કંપનીને મળી આઈડિયાઝનો ખડકલો કરી શકી હોત. અમેરિકાના મોટા અખબારોમાં મુખ્ય પાનાં પર મોટી કિંમતની નાનકડી જાહેરાત આપીને વાત ફેલાવી શકી હોત. પણ એ બધું બાજુ પર મૂકી તેણીએ એક અલગ રસ્તો અખત્યાર કર્યો.

    સિન્ડીએ થોડીવાર તો મનોમંથન કર્યું કે એવું શું કરવુ કે પોતાને મળેલી જવાબદારીની વાત બહાર જાય નહિ ને જે વાત એને દુનિયામાં ફેલાવવી છે એ અંદર પણ રહે નહિ. દિમાગના થયેલા દહીંનાં થોડાં વલોણા પછી એની મદદે આપણી ગુજ્જુ સ્ટાઈલ વાળી ‘ઓટલા પરિષદ’ના તુક્કાનુ માખણ તરી આવ્યું. (આખરે સ્ત્રી ખરીને).

    ઈન્ટરનેટના બ્લોગ-બજારમાં આમ તો એ પોતાનું નાનકડું સ્થાન ક્યારનીયે બનાવી ચુકી હતી. એટલે એણે અલગ-અલગ શહેરોમાંથી એવા ફક્ત ૭ જણાને પસંદ કર્યા જે એની વાતને ધ્યાનપૂર્વક સાંભળી શકે અને વાતને વાઈરસની જેમ ફેલાવી પણ શકે.

    આ ૭ બ્લોગર્સ એવા હતાં જે હેરી પોટરની જાદુઈ દુનિયામાં ચારેબાજુથી જોડાયેલા હતાં. એમની સાઈટસ પર હજારો-લાખો એવા વાંચકો (આપડે ‘ફેન’ કો’ને બાપુ!) આવતા (અને હજુયે આવે છે હોં!) જેમને માટે હેરી પોટર એક સુપર હીરો હોય અને એના વિશે જોડાયેલી દરેક વાતમાં દરરોજ કાંઈક ને કાંઈક નવું જાણવા તલ-પાપડ રહેતા હોય. સિન્ડીબેને એ બધાંને એની નાનકડી ઈ-મેઈલ આમંત્રણ-પત્રિકામાં એક મોટી વાત લખી.

    “દોસ્ત, હેરી પોટરનાં થીમ-પાર્ક વિશે મારે તમને એક વિશેષ સમાચાર આપવા છે. વાત ઘણી ખાનગી છે. તારીખ-વાર આ મુજબ છે. તૈયાર રહેજો.”

    આ ૭ જણાને તો જાણે અમેરિકાના પ્રેસિડેન્ટનું તેડું આવ્યું હોય એમ લાગ્યું. એ લોકો માટે આ વાત ખાસ કરતા પણ કંઈક વિશેષ બની ગઈ. કેમ કે આ ‘થીમ-પાર્ક’ વિશે એમણે પહેલી વાર સાંભળ્યું અને એ વિશે વધુ જણાવવા એમને જાણે એક ખાસ મહેમાન તરીકે ઈન્વાઈટ કરવામાં આવ્યા હતાં! આ ખાસ મીટીંગ ‘વેબિનાર’ (ઈન્ટરનેટના માધ્યમમાં થતો સેમિનાર) હતી. (એમ જ કો’ને કે દરેકને પોતાના ઓટલા પર જ બેસી રહેવાનું હતું!). જ્યાં આ જમાત એકબીજાના કોમ્પ્યુટરથી લાઈવ જોડાવાની હતી.

    નિયત સમયે (૩૧મી મે ૨૦૦૭) સિન્ડીએ આ ૭ જણની પેનલને ‘સિન્ડિકેટ’ કરીને થીમ-પાર્ક વિશે પ્રસ્તાવનારૂપ માહિતી આપી. સૌને વિશ્વાસ બેસે એ માટે થીમ-પાર્કના વાઈસ-પ્રૅસિડેન્ટ મી. સ્કોટ ટ્રોબ્રીજ દ્વારા જ એમની સામે ટૂંકમાં થીમ-પાર્કને લગતા વિચારો, પ્લાન્સ, આયોજનના વાઈરસ ફેલાવી દેવામાં આવ્યા. કારણ કે સિન્ડી એક જ બેઠકમાં બધી જ માહિતીઓ આપી દે એટલી મૂર્ખ પણ ન હતી. એ જોવા પણ માંગતી હતી કે એની આટલી માહિતીની પણ શું અસર સર્જાય છે. બીજી માહિતી પછી કેમ, કેવી રીતે આપવી એ કામ આ વેબિ‘નાર’ પર નિર્ભર હતુ!

    હવે આ તરફ ૭ સમુરાઈ બ્લોગર્સ તો માહિતીઓનો નાનકડો બોમ્બ લઈને એમાં રહેલા વાઈરસનો વરસાદ ફેલાવવા મરણીયા બની ગયા. કેમ કે એમને એ દેખાઈ ચુક્યું હતું કે એમની બ્લોગ-સાઈટ પર અનિયંત્રિત ટ્રાફિક જામ થવાનો હતો. અને થયું પણ એમ જ. થોડાં જ કલાકોમાં એમના ચક્રો ગતિમાન થઈ ગયા. પોતાના ‘હેરી’ દોસ્તો, સગા-વ્હાલાઓ, બ્લોગ-રીડર્સ પર ઈ-મેઈલથી, ટીઝર્સથી, લેખોથી આ ખબરનો મારો ચલાવી દીધો. તમાશાને તેડુ થોડું હોય!?!?પ

    જયારે બીજી તરફ થીમ-પાર્ક બનાવનાર મુખ્ય કંપની યુનિવર્સલ રીઝોર્ટ પણ શાણી નીકળી. એ પણ આ ત્રાટકનાર આઈડિયા-વાઈરસની અસલી અસરનું પ્રતિબિંબ બતાવવા પોતાની સાઈટ પર સમાચારને સમર્થન આપવા પુરતી માહિતીનો મસાલો ભરી તૈયાર થઈ ચુકી હતી. આ બધાં બ્લોગ-વિઝીટર્સનાં મેટ્રીક્સ-એનાલિસીસ દ્વારા આંકડો બહાર આવ્યો. અઠવાડિયામાં તો લગભગ ૩૫૦ મિલિયન (૩૫૦,૦૦૦૦૦૦) લોકોને આ ‘ખાનગી સમાચાર’ની ખબર વાયુ-વેગે પહોંચી ચુકી હતી.

    “ગાંડાઓના ગામ ના હોય અલ્યા! એ તો જગેજગ ફેલાયેલા હોય.” એની સિન્ડીને પણ ખબર હોવી જોઈએ. ૧૮મી જુન ૨૦૧૦ ના દિવસે જ્યારે આ થીમ-પાર્ક ઓરલાન્ડોમાં લાખો લોકોની સામે ખરેખર ખુલીને ઊંભો હતો ત્યારે એક નાનકડા વિચાર-વાઈરસની આટલી જબરદસ્ત અસર થશે એવું સિન્ડીને માનવામાંપપ..આવતુ જ હોય ને પ્રભુ!

    સિન્ડીના ઓટલા પરિષદનો આ તુક્કો ખરેખર હીટ ગયો. કેમકે એણે હેરી પોટરના ‘ફેન્સ’ને સૌથી પહેલું મહત્વ આપ્યું. એને ખબર હતી કે ઈન્ટરનેટ પર સામાન્ય વાંચન વાંચતા રહેતા સામાન્ય રીડર્સ કરતા ખાસ વાંચન વાંચતા ખાસ વિષયના વહાલાં રીડર્સને ડાઈરેકટ કોન્ટેક્ટ કરવામાં વધુ સમજદારી છે. એ જ લોકો એના વિચાર-વસ્તુને ને ‘હોટ’ કરી ‘હીટ’ શકે છે. (આ ખાસ પેરેગ્રાફ પણ ખાસ કરીને વાંચજો દોસ્તો!)

    “ના હોય યાર! શું વાત કરો છો?પઆવું ખરેખર થયું?” તમને મનમાં થતું હશે. પણ દોસ્તોપએવું થયું અને હજુ એનાથીયે જોરદાર ઘટનાઓ બની છે, બનવાની છેપબનતી રહેશે. દિલમાં હામ હોય..દિમાગમા આઈડીયાનો જામ હોય પછી શું કામ ના હોય?!?!?!? વિચારનો વેપાર કાંઈ આમ જ થાય છે?

    જો સિન્ડી ગોર્ડન કરી શકતી હોય તો ઓટલા પરિષદના માસ્ટર ગુજરાતીઓ આપણે કેમ નહિ? છે એવું કોઈ જેમણે એના જેવું યા એને પણ બાજુ પર મૂકી દે એવું કોઈ વૈચારિક સાહસ કર્યું હોય?!?!?! જો હા હોય તો બોસ! નેક્સ્ટ સ્ટોરી તમારીપપાક્કી!