Vishwashghat in Gujarati Short Stories by Manisha joban desai books and stories PDF | વિશ્વાસઘાત

Featured Books
Categories
Share

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

રહસ્યકથા એ.સી.પી.સૂજમસીંગ શ્રેણીનો 6 મણકો.....

કોમ્પ્યુટર પર ઇ-મેલ ચેક કરતાં સૂજ્મસીંગ જલ્દીથી ઓફિસ પહોંચવાની તૈયારી કરવા માંડ્યો.ત્યાં દિલ્હી પોલીસ એકેડેમિક ઇન્સ્ટીટ્યૂટનાં મિસ્ટર .સાગરનો ફોન આવ્યો .'ગુડ મોર્નીગ ! ,તમને જે અત્યંત બાહોશ અને ચપળ નવાં પાસ થયેલા .ઇન્સ્પેક્ટર સારિકા મળવા આવશે .તો ઇન્ટરવ્યૂ લઇ પછી મને જણાવજો .'
થેન્ક્સ ,સાગરજી ' અને ઓફીસ પહોંચી ગિરિરાજને બોલાવી નવી બનેલી નાની કેબીનમાં કેબલ અને ઝેરોક્સ તથા બીજી સગવડો વિષે પૂછતાછ કરી અને ગિરિરાજ ,'સર મારી નોકરી ખતરામાં ? કે પછી ટ્રાંસફર ?'
અને સૂજ્મ હસતાં હસતાં ,'અરે ના ,તારા એકલા પર ખુબ કામનો બોજ રહે છે અને આ ઇન્સ્પેક્ટર સારિકા નવાં પાસ થઇ 6 મંથ સ્કોટલેંડ યાર્ડમાં ટ્રેનિંગ લીધેલા હિમાચલનાં છે .કોમ્પ્યુટરમાં એક્સપર્ટ છે અને ઇન્વેસ્ટગેશન અને ચેઝિંગમાં પણ એકદમ સરસ પર્ફોમન્સ છે .
આપણે ઇન્વેસ્ટિીગેશનમાં હોઇએ ત્યારે ઓફિસમાં ખાલી આ બે-ત્રણ જણ ઉપર કોઈ વધુ ઝડપી વ્યક્તિની જરૂર છે.અને ઇંસ્પેકટર સારિકાનો ઇન્ટરવ્યૂ પતાવી .કીનલ સાથે વાતો કરતો હતો ત્યાં ગિરિરાજ ,
સર, વીકેન્ડમાં શહેર બહારનાં એક રિસોર્ટમાં પાર્ટી માટે ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ રાજન અરોરાનો દીકરો નિક્સ અરોરા ગયો હતો અને રૂમમાં ચાર વાગ્યે છેક બહાર નહીં નીકળતાં મેનેજરે રૂમમાં મૃત પડયા હોવાનો ફોન કર્યો .આપણી ટીમ પહોંચી ગઇ છે અને ઇમેઇલ પર ડીટેલ આવે એટલે હાફ અવરમાં નીકળવું પડશે.
ઓકે ,ઇન્સ.સારિકાને પણ ઇન્ફોર્મ કર અને સાથે કેસ સ્ટડીમાં ઇન્વોલ્વ કર .એ નેક્સટ વીકથી જોઈન્ટ કરવાનાં છે .'
ઓકે સર'
અને ઈન્ટરનેટ પર જનરલ ન્યૂઝ જોતાં સૂજ્મસીંગને ઇન્ટરકોમ પર ગિરિરાજે જણાવ્યું,' સર .ઇન્સ.સારિકા ત્યાં પહોંચે છે અને ઇ-મેઈલની વિગતો તમને વોટ્સઅપ કરી દીધી છે'
ચા પીતાં કપ લઈને સુજમ ખુરશી પરથી ઉભો થઈ બારી પાસે ઉભો રહી વિગતો વાંચવા માંડ્યો.
નિક્સ અરોરા એક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ભણીને આવ્યો હતો અને રાજન અરોરા સાથે ઘરનાં બીઝનેસમાં જોડાયૉ હતો.ઘણું મોટું ગૃપ બે દિવસથી રહયું હતું.
વિદેશથી પણ મીત્રો આવ્યાં હતાં.ઝેરી પદાર્થને લીધે મોત થયું છે. સાથે રહેલાં બધાં ગેસ્ટનાં સ્ટેટમેન્ટ આવી રહ્યાં છે.અને સર,પહેલેજ દિવસે એની કોલેજનો એક છોકરો અને એની ગર્લફ્રેન્ડ સાથે મારામારી પણ થઇ હતી અને એ લોકો ત્રણ -ચાર કલાક પછી પાર્ટી છોડી જતા રહયા હતાં.નિક્સ રાજન અરોરાનાં બીજા વાઈફનો છોકરો છે અને મોટો છોકરો વૈદેશ અમેરીકા રહે છે બેનનાં લગ્ન થઇ ગયા છે .બીઝ્નેસમાં એનાં બનેવી કુશલ પણ ઓફિસમાં સાથે છે .રાજન અરોરા નાં આગલા વાઈફ કઈ માંદગીમાં ગુજરી ગયા હતાં .નિક્સ બધાનો બહુ લાડકો છે અને લાઈવ નેચરનો છોકરો હતો .અહીં આવ્યા પછી એની ઑફિસનાં મેનેજરની દીકરી જે અહીં એની સાથે ભણતી હતી ,એની સાથે દોસ્તી વધી ગઈ હતી અને એનાથી બધા થોડા નારાજ પણ હતાં .ઘણાં મોટા બિઝનેસ ગ્રુપ નિક્સ સાથે લગ્ન માટે એમની દીકરી કે રિલેટિવને જોડવાં તત્પર હતાં .અને ઓફિસમાં પણ આવીને નિક્સ એકદમ છવાઈ ગયો હતો .સર ,રિસોર્ટમાં આગળની પાર્ટીમાં એક છોકરો ડ્ગ લેતા પણ પકડાયેલો હતો એટલે આ વખતે ખુબ સ્ટ્રિક્ટ સિક્યોરિટી ચેક પણ હતું .એની ફ્રેન્ડ રીતવા સિંહા કંઈ વાત કરી શકે એ હાલતમાં નથી .'
અને..... સૂજ્મસિંગ સ્થળ પર પહોંચી બરાબર નિરીક્ષણ કરતાં એટલું તો સમજી ગયો કે એકદમ અલિપ્ત એવો આ સ્યૂટરૂમ એકદમ ફુલઝાડથી ઘેરાયેલો હતો અને જલ્દી કોઈ અવાજ કે ધ્યાન જાય એવું નહોતું .રૂમમાં જીન્સ અને ટીશર્ટ પહેરેલો નિક્સ બેડની કાર્પેટ પર પડ્યો હતો અને ડ્રિન્કની બોટલ વગેરે પર પણ કોઈ નિશાન જણાતા નહોતા રૂમનો બીજો દરવાજો એકદમ વેલોથી સજાવેલ બેઠકવાળી મોટી બાલ્નીનો હતો .જ્યા એક રેશમી કલરીંગ સ્કાફઁ પડ્યો હતો જે મેલ -ફિમેલ ચેક્સવાળી કોમન ડિઝાઇનનો હતો .નીચેનાં ફ્લોર પર સીટીગ અને નાનકડી રાઉન્ડ સીડી ચડી ઉપર બેડ સાથે બાલ્કની વાળો સુઇટરૂમ .રાત્રે બે વાગ્યે પાર્ટી પતિ હતી ત્યાર પછી ફરી સિગારેટ મંગાવી હતી .એની ફ્રેન્ડ રીતવા સિંહા રાત્રેજ ઘરે જતી રહી હતી .
સૂજ્મસિંગે બીજે દિવસે રાજન અરોરાની ઓફિસે વિઝીટ કરી અને સ્ટાફ વગેરેને પૂછપરછ કરતાં ઘણી માહિતી ચોંકાવનારી હતી.રાજના અરોરાનાં જમાઈ કુશલ રાઝદાર ને પૂછતા કહ્યું ,હું પણ પાર્ટી માં હતો પણ જલ્દી નીકળીને એક પાર્ટી વિદેશથી આવી એની મિટિંગમાં હતો .
ફરી પોતાની કેબિનમાં બેસી એવિડેન્સ ચેક કર્યા અને એક ફોન આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેલિફોર્નિયાન લીકવીડ ડ્રગનો ઓવરડોઝ હોવાનું જાણવા મળ્યું .
થેન્ક્સ ,માથુર ,આ ખુબ ઉપયોગી વાત છે 'કહી ગિરિરાજ ને બોલાવી એરપોર્ટ ઓથોરિટીને એક નામ આપી રોકવાની ઇન્સ્ટ્રક્સન આપી .અને રાજન અરોરાને ફોન કરી ફરી ડીટેલ પૂછી .,
તમારે દીકરાઓ વચ્ચે પાર્ટનરશીપ બાબતમાં કોઈ ઝગડા ચાલતાં હતા ?'
રાજન અરોરાએ નિક્સનાં ઓફિસ જોઈન્ટ કર્યા પછીની થયેલી થોડી વાતો જણાવી '
આખી સિસ્ટમ ચેન્જ કરવાની એની ઈચ્છાને કારણે જમાઈ કુશલ સાથે થોડી ચડભડ થઇ હતી ની વાત જણાવી અને મોટા દીકરાએ જોઈન્ટ એકાઉન્ટમાંથી ઘણી મોટી રકમ ઉપાડી હતી એ બધી વાતને કારણે ઘરનું વાતાવરણ થોડું તંગ રહેતું હતું .પહેલી વાઈફ માંદગીમાં હતી અને એના કહેવાથી એ જીવતી હતી ને એની ડિવોર્સી મિત્ર સાથે લગ્ન કર્યા હતાં .છોકરાઓ ઘણા નાના હતા પણ પહેલી વાઇફના પિયરવાળા ને લીધે મોટા દીકરા વૈદેશ ને મારી પર અને ખાસ કરી ને નિક્સ પાર ખુબ પ્રેજ્યુડાઇસ અને અણગમો હતો.'
ઓકે વૈદેશનો ફોન આવે તો જણાવજો '
એ તો ડેટ્રોઇટ કોઈ મિટિંગમાં ગયો હતો અને આવતીકાલે અહીં આવવા નીકળશે '
ઓકે થેન્ક્સ '
સુજમે સ્વસ્થ થઇ રહેલી રીતવાને પૂછ્યું ,તો એકદમ રડવા લાગી ,
સર,એ એના બધા દુઃખ દર્દ મને કહેતો અને અમારું આખું ગ્રુપ એના સપોર્ટમાં હતું .એનો મોટોભાઈ વેકેશનમાં અમેરિકા ગયેલો ત્યારે પણ એને અવોઇડ કરતો અને બનેવી કુશલ પણ ઓફિસમાં એની વધતી જતી લોકપ્રિયતા ને કારણે ફોરેનની કોઈ ઓફિસ સાંભળવાનું સજેસ્ટ કર્યા કરતાં. પણ એના ડેડી એને સાથે જ રાખવા માંગતા હતાં અને સર, મારા પપ્પાને પણ પૈસાની ઓફર કરી કિંમતી જમીનનાં ડોક્યુમેન્ટની ઝેરોક્સ લેવા કુશલજીએ પ્રયત્ન કરેલા પણ ઘરમાં ઝગડો થાય એટલે આ વાત રાજનઅંકલને નહોતી કરી .અને સર ,ગમેતે થાય પણ નિક્સ ડ્ગ તો નહીંજ લે .અને ફોટો બતાવતાં કહ્યું કે નીકસે મારી ઓળખાણ કરાવી ત્યારે આવો સ્કાફઁ ટીમ્પાની હેન્ડબેગ પર બાંધેલો હતો.
થેન્ક્સ,રીતવા '
અને એરપોર્ટ ઓથોરિટીનો ફોન આવી જતાંઆખી વાત સુજમનાં મગજમાં ક્લીઅર થઇ ગઈ .ગ્રુપમાં પૂછતાં આવો સ્કાફ કોઈ વિદેશી ગોલ્ડ્ર્ન હેરવાળી યુવતીનાં પર્સ સાથે બાંધેલો જોયો હતો.
અને ઇન્વેસ્ટીગેશનની માહિતી રજુ કરતાં સુજમે કહ્યું ,
મોટો દીકરો વૈદેશ અને કુશલ મળેલા હતાં અને એક જમીનનો ડાઇરેક્ટ કોઈ સાથે સોદો કરી નાખ્યો હતો .અને મોટું પેમેન્ટ પણ આવી ગયું હતું . નીક્સની સહી જરૂરી પણ એ કોઈ પણ સંજોગોમાં તૈયાર નહિ થાય .એને ત્યાં પ્રોજેક્ટ કરવો હતો અને વૈદેશ સાથે ધીમે રહીને કુશલ પણ અમેરિકા શિફ્ટ થઇ જાય એવું પ્લાંનિંગ હતું .પેમેન્ટ લેવા માટે એક વિકથી વૈદેશ એની સેક્રેટરી ટીમ્પા સાથે વૈદેશ ઇન્ડિયા આવ્યો હતો અને બોમ્બેથી પેમેન્ટ લઇ નીકળી જવાનો હતો .ટીમ્પા ઇન્ડિયા ટુર પર આવી છે એમ કહી પાર્ટીમાં જોઈન્ટ થઇ હતી અને બીજે દિવસે બીજા શહેરમાં નીકળી જવાની છું એવું કહી રૂમમાંથી નિક્સને ફોન કર્યો અને કોઈ જરૂરી ડોક્યુમેન્ટ સાઈન કરવાનું રહી ગયું છે જે વૈદેશે આપ્યું છે કહી રૂમમાં આવી હતી.નિક્સ એને સારી રીતે ઓળખતો હતો એટલે કંઈ શંકા જેવું નહિ લાગ્યું અને નીકસે કર્ટસી ખાતર થમ્સ-અપ ફ્રીજમાંથી આપ્યું અને પોતાને માટે સિગારેટ મંગાવી . અને ટીમ્પાએ નિક્સના ડ્રિન્કમાં કેલિફોર્નિયાન લીકવીડ ડ્રગનો મોટો ડોઝ રેડી દીધો .થોડી વાર બેઠી હશે ને નિક્સની ખરાબ હાલત થઇ પડી ગયેલો જોઈ ગભરાટથી આગળનાં ડોરથી જવાને બદલે બાલ્કની કૂદી નીકળી ગઈ .જેમાં એનો પર્સ સાથે બાંધેલો સ્કાફઁ પડી ગયેલો .ટીમ્પા ઇન્ડિયામાં જ ફરાર છે અને વદૈશની ધરપકડ એરપોર્ટ પરથી કરી લેવામાં આવી હતી .
અભિનંદન 'ઉપરીનો ફોન અને ગાડી સ્ટાર્ટ કરી કિનલના ઘર તરફ ......

-મનીષા જોબન દેસાઈ