TIMIR MADHYE TEJ KIRAN - 11 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | TIMIR MADHYE TEJ KIRAN - 11

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

TIMIR MADHYE TEJ KIRAN - 11

ડૉ.સરૈયાની બી.એમ.ડબલ્યુએ એકદમ હળવેથી એમનાં અપાર્ટમેન્ટના ગેટ પરથી પ્રવેશ લીધો. જે કાર આમતો રોજ ડૉ.સરૈયા દ્વારા એકદમ જોશભેર અંદર પ્રવેશતી હતી એ કાર પણ જાણે માંદગીના બિછાનેથી ઉભી થઇ હોય એવી મંથર ગતિએ અંદર પ્રવેશી .કદાચ એના ચાલકનું જ જોમ હરાઈ ગયું હતું . આજે ઘરે પહોંચ્યા બાદ પણ ડૉ.સરૈયા થોડા નિરાશ જણાયા એમનાં કપાળ પરની રેખાઓ સ્પષ્ટપણે ચિંતાની ચાડી ખાઈ રહી હતી.. અને હમણાંનાં કેટલાય સમયથી એમનાં જીવનમાં પહેલીવાર જાણે તેઓ કાળથી મ્હાત થઈ રહ્યા હોય તેવાં ભાવ ચહેરા પર ઘર કરી ગયા હોય એ કોઈ અજાણ્યાને પણ પરખાઈ જાય એમ હતું. વિશાળ દિવાનખાનામાં તેઓએ આજે આવતાં વ્હેત જ એમની ખાસ ઇઝી ચેર પર લંબાવી દીધું મોટા ભાગે આ ખુરશી પર તેઓ કાયમ હળવા મૂડમાં હોય ત્યારેજ બેસતા . કિચનના બારણેથી મીનાબેન પ્રવેશ્યા અ ને એમણે લાગલું જ પૂછ્યું "પ્રની ક્યાં છે ? "

"..પ્રની ..?... એ તો અનિકેતને મૂકવા ગઈ છે , હમણાં આવતી જ હશે..." સરૈયાએ કાંઇક સહજતાથી કહ્યું .

"..અરે..! એને તમારી જોડે લઈને ન અવાય ? એને એ બિમાર સાથે કેમ મોકલી ? ને જુઓ, હવે એ અનિકેત સાથે પ્રની આ રીતે ફરે એ વાત મને ગમતી નથી...!" આટલું જાણ્યા બાદ હજી પણ એની પર શું હેત વહી જાય છે ? "...મીનાબેનની અસ્ખલિત પ્રશ્નાવલીમાં એક ચિંતિત માતા પડઘાઈ રહી હતી .

.."મીના, એક વાત કહું ?હું પહેલાં ડોક્ટર છું અને બાદમાં એક વ્યક્તિ ,પછી તારો પતિ ને પ્રણાલીનો પિતા...! માનવતા જેવું ન રાખી શકું તો એક ડોક્ટરનાં વ્યવસાયને લાંછન લાગે . પ્રણાલી સાથે અશ્ફાક છે, અને એ બેય સાથે અનિકેતને હોસ્ટેલ પર મૂકવા ગયાં છે.... ને એમાં ખોટું શું છે? બોલ..?"

.."મને તો હવે એ અનિકેતનું નામ સાંભળું છું તો મનમાં જાણે કશું થઈ જાય છે...! મારી પ્રની ની નજીક આવવાનો હવે એ પ્રયત્ન પણ કરશે તો હું કશું કરી બેસીશ ...! સાંભળ્યું ?...તમારા એથીક્સ તમને મુબારક...મને હવે એની કોઈ દયા નથી આવતી..".."
ડોન્ટ બી એક્સાઈટેડ મીના...તું એક સોશીયલ વર્કર થઈને આટલી દયાહીન ?આટલી લાગણીશૂન્ય ?

..."ના , અનિકેત ના નામ પર હવે મેં કાળી સ્યાહી ફેરેવી દીધી છે !! એનું નામ સાંભળતા મારા મનમાંથી અણગમો ઝરે છે ."
.." અશ્ફાક નાં રીપોર્ટ નેગેટીવ આવ્યા એથી એને સારા પુરુષનું સર્ટીફીકેટ મળી ગયું ,કેમ ? સરૈયાના અવાજમાં ધાર હતી .

"અશ્ફાક નહીં, તો એને બીજાં એવાં કેટલાંય પુરૂષો સાથે આડા સંબંધ હશે . આપણને એ થોડી ખબર છે..?"

..."અને આવા માં બાપનાં ઠામ ઠેકાણા વગરનાં લોકોનાં સંપર્કમાં પ્રની તો શું , હું અને તમે પણ હવે નહીં રહીએ ....ભલે તમને તમારી ડોક્ટરી સહાનૂભૂતી ગમ્મે તે કહે...!!.."...મીનાબેન જાણે છેલ્લે પાટલે બેઠાં હતાં .

.."અને હવે તો તમે પ્રનીને જેમ બને એમ જલદી લંડન મોકલવાની વ્યવસ્થા કરવાજ માંડો, કારણ હવે પ્રની એ 'નિકેતડા'સાથે હળે કે મળે એ મને તો જરાય ગમતી વાત નથી અને તમને પણ ન જ હોવી જોઈએ. "

ભાર દઈને એકદમ ગુસ્સા મિશ્રીત સ્વરમાં આજે મીનાબહેન બોલી રહ્યાં હતાં , ક્યાં પહેલાનાં અનીકેત પર ઓળઘોળ થઈ ગયેલ મીનાબહેન અને ક્યાં આજનાં મીનાબહેન...? એક રોગ HIV +ve નાં લક્ષણો શું જણાઈ ગયાં અનિકેતનાં રિપોર્ટમાં ...! મીનાબેન નું આખુંય વર્તન અનિકેત પ્રત્યે બદલાઈ ચુક્યું હતું.

"ના...ના ને ના ...હવે પ્રની એની સાથે ક્યારેય ફરી નહીં શકે , સાથે રહેવાની વાત તો ઘણી દૂર રહી...!"...મીનાબેન આટલું કહીને એમનાં રુમમાં પગ પછાડતાં જતાં રહ્યાં ને એમને પાછળ ડૉ.અનિલ સરૈયાનાં પ્રત્યાઘાત સાંભળવાની કે જોવાની જરુર પણ ન જણાઈ.

રહી રહીને ડો .સરૈયાના મનમાં પ્રશ્ન ઉઠતો હતો . અશ્ફાક અને અનિકેત વચ્ચે સજાતિય સંબંધની શંકા કરવામાં ક્યાંક તેઓએ અનિકેતની સારવાર તરફ બેદરકારી તો નહોતી કરીને ? અકારણ પોતાની જાતને મનોમન ગુનેગાર માનતા ડો. સરૈયા જાણે હવે માનસીક રીતે બેકફૂટ પર આવી ગયા હતાં ... !!"
નફરતનો ગરમાટો વધારે સમય નથી રહેતો પણ પ્રેમની શીતળતાં કાયમ રહેતી હોય છે"====================================================================================

પ્રણાલીએ સ્ટીયરીંગ વ્હીલને એકદમ મજબૂત રીતે પકડી રાખ્યું હતું જાણે પાછળ બેસેલ અનિકેતને તે સ્હેજ પણ આંચકો આવવા દેવા માંગતી નહતી, અનિકેત પણ અધખુલી આંખે પ્રણાલીનાં ચહેરાને જોયા કરવાની એક પણ તક જવા દેવા માંગતો ન હતો ને એમ કેમ ન હોય ? દિલ ફાડીને પ્રની ને એણે ચાહી હતી અને એ વાત ડૉ.સરૈયા અને મીના આંટી કે ઇવન અશ્ફાક પણ સારી રીતે જાણતા હતાં .કાશ , આ માંદગી , અશ્ફાક અને એની મિત્રતા પરનું લાંછન , વચ્ચે ના આવ્યા હોત તો એમને લગ્નગ્રંથી થી જોડાતા કોણ રોકી શક્યું હોત ? અશ્ફાક આગળની સીટ પર બેઠો ભલે હતો પણ એક અજાણ્યા સંકોચ મિશ્રીત લાગણી એને ભરડો લઈ રહી હતી...! એને એમ થતું હતું કે ક્યારે અનિકેતની હોસ્ટેલ આવે ને ક્યારે એ આ બન્નેને એકલતા આપે .
" મૈ કહાં બીચમેં આ પડા કબાબમેં હડ્ડી બનને..!" એણે વિચાર્યું .

આખરે એના ઇંંતઝારનો અંત આવ્યો . પ્રણાલીએ કારને અનિકેતની પ્રાઈવેટ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં વળાવીને હળવેથી પાર્ક કરી, ને અનિકેતની વિચાર તંદ્રા તૂટી....અશ્ફાક ફ્ટ કરીને ઉતર્યો ને પાછળનું બારણું ખોલી ને ...

" ગુરુ ...એક મિનીટ મેરે કંધે પર હાથ રખ ઔર આરામસે બહાર આ...જલદી મત કરના મેરે દોસ્ત..." બોલીને અનિકેતને ખભે હાથનો ટેકો આપીને છેક અંદર સુધી લઇ જઇ ,કાળજીપૂર્વક દિવાન પર બેસાડીને થોડૉ દૂર જઈને ઉભો. પ્રણાલી એની પાસે જ બેસી પડી .અનિકેતના ચહેરા પર એક લુખ્ખુ હાસ્ય જાળવીને પ્રણાલીને ઉદ્દેશીને બોલ્યો..."પ્રની ,બસ.. હવે તું તારાં ઘરે જા...મીના આંટી તારી ચિંતા કરતાં હશે કે મને કહ્યા વગર આ છોકરી ક્યાં જતી રહી..?" અનિકેત હવે જાણે એવાં પ્રયત્નમાં હતો કે પ્રણાલી એનાથી દૂર રહે અને એને ભૂલવા માંડે , પ્રનીના મમ્મી પપ્પા હવે દીકરીને પોતાની સાથે જોવાનું પસંદ નથી કરતાં એનો આછો ખ્યાલ તો એને આવવા માંડ્યો હતો . ..."
ના , અનિ હુ તારી પાસેજ રહીશ ,તને એકલો નહીં રહેવા દઉં."..આટલું બોલતાં તેની આંખમાં ઝળઝળીયા આવી ગયાં....

..."ના પ્રની, આઈ એમ કૂલ નાઉ ...હું હવે થોડો બિમાર છું..? અંકલની સૂચનાથી તો મને હોસ્પીટલમાંથી રજા મળી છે..!!" અનિકેત બોલ્યો....અત્યારની પરિસ્થીતિમાં બેય જણ ફક્ત વાતો કરવા ખાતર કરી રહ્યા હતાં પણ બેયની આંખો એકબીજાને ઝંખી રહી હતી એ અશ્ફાકથી અજાણ્યું થોડું રહે...? એ તરત બોલ્યો ...
અરે યાર , મૈ તો ભૂલ હી ગયા . અબ્બુકી રીપોર્ટ મુજે મલાડ વાલે ડોકટર ખાનકો દિખાની હૈ .બહોત માનતે હૈ અબ્બુ ઉસે . બચપનમે સાથમે પઢતે થે દોનો . જબ હમ હોસ્પીટલમેં થે અબ્બુને ફોન કરકે દુબારા યાદ દિલવાયા થા .આપ લોગ બૈઠો,મૈ અભી દો તીન ઘંટે મેં મેરા કામ નીપટાકર આતા હું..."

..અશ્ફાક તરતજ બે માંથી કોઈ નાં પણ જવાબની રાહ જોયા વિના નીકળી ગયો ... આ બે સાચા મનનાં મળેલાં દિલવાળાઓને એકાંત આપવાની તક એ જરાપણ છોડવા માંગતો ન હતો.....અને હાલ એ બેયનાં મનમાં ચાલતું ધમાસાણ એનાં કરતાં વધારે કોણ સમજવાનું હતું...?

.."અની ,પ્લીઝ તું મારા મમ્મા ને ડેડનું બિહેવિયર જોઈને મારા બાબતે જરાય ગેરસમજ ન કરતો.., હું તને ક્યારેય નહીં ભૂલી શકું.., આઈ કાન્ટ ઈમેજીન માય લાઈફ વિધાઉટ યુ ."

અનિકેત બેડ પર સૂતેલી અવસ્થામાં , આંખોને છત પર માંડેલી રાખીને શું જવાબ આપવો એ વિચારી રહ્યો...હવે પછી આવનારા ભયસ્થાન વિશે ખબર ન પડે એટલો એ નાદાન ન હતો .

.."અનિ , કશું તો બોલ...તને તરછોડવાની વાત હું ક્યારેય સ્વપ્નમાં પણ ના વિચારી શકું..તું અને હું બેય ભેગાં મળીને આ તકલીફનો સામનો કરીશું...! તું આમ ડીસઅપોઈન્ટ ના થઈ જા.." પ્રણાલી એકદમ ભાવવિભોર થઈને અનિકેત કશું બોલે એની રાહમાં શૂન્યભાવે એની સામે જાણે એનાં પ્રેમની ભીખ માંગતી હોય એમ જોઈ રહી...બાજુનાં એપાર્ટમેન્ટમાંથી ગઝલનાં સ્વર એનાં અને અનિકેતનાં કાને અથડાઈને વાતાવરણને ગ્લાનીભર્યું બનાવી રહ્યાં...
न पूछ कितने मोहब्बत के ज़ख़्म खाये हैं
के जिनको सोच के दिल सोगवार आज भी है

वो प्यार जिस के लिए हमने छोड़ दी दुनियाँ
वफ़ा की राह में घायल वो प्यार आज भी है...

ભુપેન્દરસીંગનાં ઘેરા નશીલા અવાજની અસર તળે અનિકેત અને પ્રણાલી એમની પહેલી મુલાકાતથી આજ લગીનાં જાણે બધાંય પ્રસંગો નજર સામે નિહાળી રહ્યાં હતાં...
અનિકેત એકદમ ઉભો થયો એની આંખોમાંથી અશ્રુઓની ધારા એકધારી વહી રહી હતી.
શું બોલવું એ વિચારતાં એનાં મનમાં જાણે સમુદ્રનાં ભરતી વખતનાં મોજાનો ખળભળાટ થઈ રહ્યો હોય એમ થઈ રહ્યું....એ વલોવાઈ રહ્યો હતો ને જાણે વલોપાતનાં માર્યા એની જીભ ઉપડતી ન હતી...! એની આંખોમાંનાં આંસુઓ નીતરતાં જોઈને પ્રણાલી પણ ડૂસકે ચઢી , કોણ કોને સંભાળે ને કોણ કોને દિલાસો આપે ? આવી પરિસ્થિતીમાં એક સમય એવી વસ્તુ છે કે એ આપમેળે બધું શાંત કરે છે . પ્રણાલી ભલે રડતી હતી એનું હૈયું જાણે ઉનું ઉનું થઈ રહ્યું હતું,.. છતાં રડતાં અનિકેતને એની છાતીમાં દબાવીને એને જ્યાં સુધી રડવું હોય ત્યાં સુધી રડી લેવાં દીધો...બીજો ઉપાય જ ક્યાં હતો...? ફક્ત એ બે જણ વચ્ચે સંવાદોનું ભાથું આ પરિસ્થિતીને અંકુશમાં લાવવાં ટાંચુ પડી રહ્યું હતું...! આંસુ હવે શબ્દો બની ચૂક્યા હતા .માંડ માંડ અનિકેત શાંત થયો ને તરત એણે પ્રણાલીથી અળગા થવાનું મુનાસીબ માન્યું .હવે જાણે એ સમગ્ર માહોલથી એકદમ નિસ્પૃહ બની જવા માટે સજ્જ થઈ ગયો હતો . .."
જો પ્રણાલી હું અત્યારે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છું એને માટે મારું નસીબ જવાબદાર છે પણ હું નથી ઇચ્છતો કે તું એમાં ભાગ પડાવવા મારો સહારો બને...! તું મને મારાં હાલ પર છોડી દે એજ તારાં ને મારા બેય ને માટે મુનાસીબ હશે.."..
નો વે અનિ..હું એમ નહીં થવા દઉં...ફક્ત એક બિમારીને કારણ બનાવીને હું તારો સાથ છોડી દઉં એટલી સ્વાર્થી હું ક્યારેય નહીં બની શકું ......હું તને સાથ દેવાનું નહીં છોડી શકું..અને સમથીંગ ટેલ્સ મી જાનુ , તું એકદમ સહી સલામત ને સાજો નરવો થઈ જઈશ.."

..."જો..પ્રની તું નાદાન ન બન..તારા ડેડ ને મોમ પણ હવે તો નથી ઇચ્છતાં કે તું મારો સહારો બને અને આગળ તું વિચારે છે એમ તેઓ હવે આ મારી બિમારીનું નામ પડ્યા બાદ ક્યારેય મને એમનાં જમાઈ તરીકે નહીં સ્વીકારી શકે . ઇમ્મપોસીબલ...તું સમજ ...".."
ભલે મોમ ને ડેડ ના કહેતાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું ...બસ એ ફાઈનલ છે...ભલે એની માટે મારે કેવાય સંજોગોનો સામનો કેમ ન કરવો પડે...!!.."

...અનિકેત તો ઇચ્છતો હતો કે હવેનાં સંજોગોમાં પ્રણાલી એનાંથી દૂર જતી રહે ને એનો સાથ છોડી દે.... પણ એ પણ જાણતો હતો કે એણે જેટલી પ્રણાલીને ચાહી હતી એથી અધિક પ્રણાલીએ એને ચાહ્યો હતો...

.." પ્રની ,કેન આઈ ટેલ યુ સમથીંગ ? આમ પણ આપણી એક્ઝામ માથા પર છે , તું હમણાં મને મળવાનું બંધ કરી શકીશ ? આમ પણ હવે જો મહેનત નહીં કરીએ તો આપણા રીઝલ્ટ પર અસર પડી શકે છે...ને હજું તારે તો ઠીક ..ડેડીની પોઝીશનને કારણે એ તારી લાઈફને સેટલ કરી શકશે ,પણ જો તું ઇચ્છતી હોય કે હું મારા ફ્યુચર માટે ,અને મારી કેરિયર સારી રીતે આગળ વધે તો હવેની એક્ઝામ માં સારું રિઝલ્ટ મેળવવું જરુરી છે"....

"બોલ તું હવે બે મહિના મારાથી દૂર ,મને મળ્યા વિના ન રહી શકે ? સમજ..." અનિકેત જાણે જીવ પર આવી ...
ઓ.કે બાબા...ઓ.કે...હું પ્રયત્ન કરીશ ,પણ મને તારી ખૂબ જ ચિંતા છે..".."
પ્રનિ...એ તું હમણાં ન વિચાર , અશ્ફાક છે ને ...હી ઈઝ મોર ધેન બ્રધર ટૂ મી ..એન્ડ સી , તું હમણાં જો આ રીતે રહી શકીશ તો તારાં મોંમ ડેડ બેયને રાહત થશે ..! કે હાશ ...હવે પ્રની સમજી ગઈ લાગે છે કે એ બિમાર સાથે રહેવામાં કેટલું જોખમ છે...?.."..
આટલી દલીલ કરતાં કરતાં અનિકેત હાંફવા લાગેલો...ને બેય જણા અંદર અંદર
એકબીજાથી દૂર જવાનાં સ્ંજોગો આવતાં ઢીલા થઈ રહ્યા હતાં ...

.."સારું અનિ...હું તૈયાર છું પણ જો એકદમ કશું જરુર પડે તો, કોલ મી એની ટાઈમ . હું ગમ્મે તે રીતે હાજર થઈ જઈશ...".. આટલી વાત થઈ ને અચાનક પ્રણાલીનાં મોબાઈલની રીંગ વાગી...એનો રીંગ ટોન પણ જાણે કેવો હતો,,?.."હૈ ના.....બોલો બોલો..મમ્મી બોલો બોલો...પાપા..બોલો બોલો...પાપા કો મમ્મી સે...પ્યાર હૈ..." પ્રણાલી એ કમને ફોન ઉપાડ્યો...ને સામે છેડે મોમ જાણે તાડૂકી રહી હતી...કેટલી વાર..તને સમજાતું નથી ? ..."..પ્રણાલી વાત કરવા ગેલેરીમાં ગઈ ..એ નહોતી ઇચ્છતી કે દલીલ કરતાં કરતાં એનાંથી કશું એવું ન બોલાઈ જાય કે અનિકેત હર્ટ થાય ....જેમ બને એમ ઝટ વાત પતાવી એ તરત પાછી રુમમાં આવી..ને બોલી......"
અનિ...મારે જવું પડશે..બટ આઈ વિલ બી ઇન ટચ ."

..હા, પ્રની તું મારી જરાય ચિંતા ન કરીશ ...તું હવે નીકળ, મીના આંટી હવે અધીરા થયા લાગે છે..!"

..."હા, અનિ ,તું એ બધું ઉંધું ન વિચાર...! આપણે ક્યારેય છુટા પડવા ભેગાં નથી થયા...અન્ડર સ્ટૂડ ..એક વહાલ ભરી ટપલી ,પ્રણાલીએ અનિકેતના ગાલ પર મારતાં કહ્યું .

...ને આંખમાં આવેલા ઝળઝળીયાને છુપાવતાં પ્રણાલીએ એનું ડોકું અનિકેતને ગળે વળગીને છુપાવી દીધું... એક એવી હુંફ જે અનિકેતને એની બિમારી સામે લડવા સજ્જ કરી રહી હતી ..

..અનિકેત પણ ઢીલો પડી ગયો, પણ એણે તરત એની જાતને સંભાળી ને પ્રણાલીથી છુટ્ટા પડવા મન મક્કમ કરીને એને કસીને ભીંસમાં લીધી ને એ મિલન જોઈ ને રુમની દિવાલો પણ જાણે સાક્ષી બની ખામોશ થઈને વાતાવરણને ભારે બનાવી રહી......"
ઓકે ..પ્રની..બાય ...આવજે ".. પરાણે મોઢા પર હાસ્ય લાવીને અનિકેતે પ્રણાલીને બારણા સુધી વળાવી ને બારણું બંધ કરવા જ જતો હતો , અને અચાનક પ્રણાલી વીજળીવેગે ઉંધી ફરી .અનિ કાઈ સમજે એ પહેલા પોતાની એડીઓ પર ઊંચા થઈને એણે અનિના શુષ્ક હોંઠો પર પોતાના બે ગુલાબી નાજુક અધરો ચાંપી દીધા ...!!!, ક્ષણ ..બે ક્ષણ ...!!...બે વતા બે ,ચાર હોંઠોનું મિલન , બે હૃદયોના પ્રેમનો ગુણાકાર કરી ગયું . બસ આ ગુણાકાર જ જીવનની કોઈ પણ બાદબાકીને પૂરી કરી દેવા સક્ષમ હતો . એક અજબ વિશ્વાસ સાથે પ્રણાલીએ કાર કમ્પાઉન્ડમાંથી બહાર કાઢી લીધી .બારીની બહાર જોતો રહી ગયો અનિ , અને અસહાય બની બેડ પર ફસકી પડ્યો . ,,એજ રુદન એકલું એકલું એને સતાવી રહ્યું...! એની ધુંધળી નજર ટીપોય પર પડેલ પ્રણાલીના દુપટ્ટા પર પડી...ને એ મનમાં બોલી રહ્યો..."અરે આ શુંં..એ તો ગઈ પણ એક એની યાદ પણ અહીં ભૂલતી ગઈ...જો ..પ્રની..એણે એ દુપટ્ટાને હાથમાં લઈને કેટલીય ચુમીઓ ભરી લીધી, ને જાણે એ પ્રનીની સાથે વાતો કરતો હોય એમ રુદનનાં ડુસકા ભરી રહ્યો..."તું મારી છે ને તારા વગર હું નહીં રહી શકું ...એ દુપટ્ટો જાણે એનો સહારો બની રહ્યો હોય એમ એને વળગીને બસ રડતોજ રહ્યો...અસ્ખલિત રૂદન ...અફાટ રૂદન ..પહેલી વાર જાત સાથે એકલો પડ્યો હતો અનિ ...
ને ત્યાં એનો મોબાઈલ વાગી ઉઠ્યો...એનો અવાજ એને જાણે ઝંઝોળતો હોય એમ ...અરે...આ તો મોમ નો ફોન..."હે લો...હે લો.."

..."યસ માય સન.જય શ્રી કૃષ્ણ...બોલ...બોલ અનિ કેમ છે બેટા..? હવે તને કેમ છે..? " ભારતી બોલી..."બેટા તારા ડેડ મારી સાથે જ છે ,કશું કહેવું છે તને ?"

..."..મોમ ડેડ જયશ્રી કૃષ્ણ...હું આજે ખુશ છું ! આઈ એમ ગ્લેડ યુ બોથ આર ટુગેધર ...મને હવે ઘણું સારું છે ને આરામ કરી રહ્યો છું .ઓલ આઈ નીડ ઈઝ યોર બ્લેસીન્ગ્સ તો હું જલદી સારો થઈ જઈશ..." અનિકેત એનાં દુઃખને ભૂલી જઈને બોલ્યો...

..."લે સારી વાત છે તને સારું છે એ જાણીને મનમાં ઘણી હળવાશ થઈ...અમે સાથે આવવાનાં હતાં પણ યુ નો ખરાબ વેધર ને લીધે ફ્લાઈટ કેન્સલ થઈ ને ... બાકી જો એકદમ જરુરી ન હોય તો અમે બેય સાથે તું કહે ત્યારે આવી જઈશું..."...ભારતી બોલી... સાથે સાથે હરીવદનનાં હોંકારાનો અવાજ અનિકેત સાંભળી રહ્યો...
...ના મમ્મા ડેડ સાથે તને વધારે સમય ગાળવો જોઈએ એમ નથી લાગતુ ?...અનિકેત જાણે એનાં દુઃખને ભૂલીને એક વડીલની અદાથી એનાં મોમ,ડેડનાં વર્ષો જુનાં ખરાબે ચઢેલા લગ્નજીવનને પાટે ચઢાવવા બોલ્યો..

.... હેરીનાં મુખ પરનાં ભાવ પલટાતા ભારતી જોઈ રહી,,, જુના સ્વભાવ અને અંદાજને ઓગાળવાનાં પ્રયત્નો કરી રહેલો હેરી અમીનેષ નજરે ભારતીને જોઈ રહ્યો હતો... અનિકેતનો ફોન હજી ચાલુ હતો... એક માં ની કરુણા રીસીવરમાં વહી રહી હતી . અપલક નજરે હેરી જોઈ રહ્યો હતો . એના ઘમંડે કેટલો અન્યાય કર્યો હતો આ સ્ત્રીને ...!! પસ્તાવાનું એક સુનામી ,દિલની દીવારોને અહર્નિશ અથડાઈ રહ્યું હતું . ઘમંડ ચકનાચૂર થઇ રહ્યો હતો , અભિમાની આંખો આજે યાચક બનીને ભારતી સામે ખોળો પાથરી રહી હતી .દિલ દ્રવી ઉઠ્યું ભારતીનું ... !!

...અનિકેત પણ હજ્જારો કિલોમીટરનાં અંતર દૂરથી એકદમ શાંત ઘડીઓને જાણે પામી રહ્યો હોય એમ સામેથી બોલ્યો..."મોમ, આઈ વિલ કોલ યુ લેટર , અને તું અને ડેડ બંને મારી કોઈ ચિંતા કરશો નહીં..."

.."ઓે .કે બેટા બાય ...એન્ડ ટેક કેર... જલદી ફોન કરજે ..." ને ફોન કટ કરીને ભારતી બોલી ..."હેરી, હવે હું જાઉં...? આમ પણ હવે અનિ ને મળવા ઇન્ડીયા જવાનું તો નથી , પણ જ્યારે ફરી જવાનું થશે ત્યારે આપણે સાથે જઈશું..."...હરીવદનને જવાબમાં શું કહેવું એ ખબર જ ન પડી....હજું એ સ્તબ્ધ થઈને ખોડાયેલો હતો....! ભારતી એની બેગ લઈને જવાની તૈયારીમાં હરીવદનની રાહ જોતી હતી ત્યાં...હરીવદન બોલ્યો ..."ભારતી , તું સઘળું ભૂલી ન શકે ને ફરીથી આપણે આજ ઘરને આપણું ઘર ન બનાવી શકીએ ...પ્લીઝ..મને વધારે બોલવાનું નહીં ફાવે ,કારણ વધારે બોલીશ એમ વધુ દલીલ થશે ને વધારે દલીલ એમ વધારે ખુલાસાઓ ને વધારે ખુલાસાઓમાં ફરીથી એકબીજાની ભૂલો શોધવાની ? એનાં કરતાં હું બધું જ ભૂલીને ફરીથી તારો બનીને રહેવા માંગુ છું !!!! મને નહીં સ્વીકારે ?

..."...."ભારતી આમ અચાનક આટલું સારું વાતાવરણ ઉભું થવા બદલ મનોમન ભગવાનનો પાડ માની રહી...એને વિતેલા ખરાબ અને સાવ એકલપંડે ગુજરેલા સમયની યાદ આવતા એકદમ ધૃજારી થઈ આવી...! એણે ક્યારેય મનથી હરીવદનને નકાર્યો ન હતો...! એ તો એનાં નસીબની બલીહારી સમજીને ફ્ક્ત કામમાં એની જાતને પરોવીને સમય વિતાવતી હતી....એણે હરીવદનની લાચાર નજર જાણે એને ક્ષોભજનક સ્થિતીમાં મુકતી હોય એમ લાગી રહ્યું...અને હવે શું દલીલ કરવી ? કે કોને સમજાવવાનું હતું ? ...એનું હતું એ ફરીથી પોતાનું બનવા જઈ રહ્યું હોય ત્યારે વ્યર્થ દલીલો કરવા કરતાં બધું ભૂલી જવાનો ઇરાદો કરીને હાથમાં પકડેલી બેગ એણે હળવેથી નીચે મુકી અને હરીવદનને કહ્યું ચાલ આપણે સાથે બેસીને પહેલાં પીતાં હતાં એવી આદુ વાળી ચા પીયે...ચાલ, મને કોઈ ફરીયાદ નથી પણ મનમાં પ્રાર્થના કરજે કે આપણો અનિકેત જલદી સાજોનરવો થઈ જાય ! ને જેવી ભારતી કીચનમાં ચા બનાવવા ગઈ તેવો પાછળ હરીવદન દોરાયો અને એને ભારતીને ગાઢ આલિંગનમાં લઈ લીધી...ને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસીને ભારતીને માથે ઢળી રહ્યો...ભારતી પણ હવે કશું યાદ કરવા માંગતી ન હતી આટલા વિતેલા ખરાબ વર્ષોન બદલો આટલો સારો મળશે એવું એણે આ જન્મે તો વિચાર્યું ન હતું...!!!

..."સારું, ચાલ હવે હું અહીં મારા ઘરે જ રહીશ બસ...પણ હવે તો મને છોડ ..જો ને આ ચા ઉકળે છે ...ક્યાંક ઉભરાઈ જશે તો...? ભારતી બોલી...

..." અરે ઉકળીને ભલે ઉભરાઈ જતી...અત્યારે મને તું આમજ રહેવા દે...ચા તને હું બનાવીને પીવરાવીશ..." હરીવદન બોલ્યો...

--સમય જ્યારે કનડે છે ત્યારે જાણે કરડવા લાગતો હોય એમ કાયમ કાળા ડીબાંગ વાદળોની જેમ માથે ઝળુંબીને ડરાવતો રહે છે અને જ્યારે એ ખરાબ સમય બદલાય છે ત્યારે બધું એકદમ સમુસુતરું થઈને તોફાન બાદની ક્ષિતીજે ડોકાતી સૂરજની સોનેરી કોર જેવું ઉજ્વળ ભવિષ્ય ચમકતું ભાસે છે...! કોણ કોને બદલે છે અને કોણ કેમનું બદલાઈ જાય છે એવાં સમીકરણોનાં તાળા મેળવવાની લપમાં હવે આ પ્રૌઢ જોડું જરાય પડવા માંગતું ન હતું...! હરી ઇચ્છા બલવાન...

ડૉ.સરૈયા આકુળવ્યાકુળ થઈને મીનાનાં વાક્બાણને કેમ કરી ખાળવા તે વિચારતાં ઘરમાં આમતેમ આંટા મારતાં હતાં ...મોબાઈલ રણકતાની સાથે જ સરૈયાએ કાને માંડ્યો . મીના બેનના કાને એક પક્ષી તૂટક વાતો પડતી હતી ..
કદાચ સામે ડૉ.વિશાલ જ હતાં...વ્હોટ..? ડીફીકલ્ટી ઇન બ્રીધીંગ ?...વેઇટ...ત્યાં બીજું કોણ છે?..અરે ...એને હમણાં એ ઈન્જેક્શનની જરુર નથી...તમે મારી રાહ જુઓ હું હમણાં જ નીકળું છું ,...ત્યાં લગી તમે સંભાળી લેશો એટલો મને ભરોસો છે.....મીનાબેન આ સંવાદ ધ્યાનથી સાંભળી રહ્યા હતાં ... મીનાબેન પણ શું પૂછવું એની દ્વિધામાં કશું બોલવાનું વિચારે ત્યાં ડૉ. સરૈયા એમની સામે પડેલ બેગ લઈને ઝડપથી મેઈન ડોરની બહાર નીકળી ગયા ...બંધ થતા દરવાજા પાછળ અથડાતા મીનાબેનના શબ્દો સરૈયાના કાને પડ્યા ...

શું અનિને કાંઈ ...???

.

--આશિષ ગજ્જર.