“બોવ કામ કરે ને આજ કાલ” ક્રિષા ફોનમાં બોલી. “તો શું યાર કઈ નક્કી ના હોય હમણાં ક્યારે કામ વધી જાય તે”
“મેસેજ કરવાનો પણ ટાઈમ ના મળે?”
“યાર હું કંપની પર હોઉં, ઘરે ના હોઉં કે તને મેસેજ કરે રાખું. કામ હોય તો એટલો ટાઈમ પણ ના મળે” જશ ઇરીટેટ થઈને બોલ્યો.
“હા ભઈ હશે હવે, તારે એક ને જ કામ” ક્રિષાએ મજાક કરતા કહ્યું. “હમમ”
“ચલ પછી વાત કરું બહાર જવાનું છે”
“ઓકે બાય”
10 દિવસ પછી,
“તને નહિ લાગતું આપણે પહેલાની જેમ વાતો નથી કરી શકતા?” ક્રિષાએ શનિવારે રાતે મેસેજ કર્યો
તે એક જ રાત હોય અઠવાડિયામાં જયારે જશ મોડે સુધી વાત કરી શકતો.
“પહેલા જેવું કઈ નથી યાર એતો બંનેને ખબર છે ને” જશે મેસેજ કર્યો
“હા તો પણ સાવ આવું ના હોય, આતો મારે જરૂરિયાત હોય અને લબડવું પડતું હોય એવું લાગે છે મને”
થોડીવાર સુધી જશ આ મેસેજ જોઈ રહ્યો અને તેને યાદ આવ્યું કે આને ગમે તેટલી સમજાવીએ તો પણ આને ખબર પડશે નહિ અને પરીસ્થિતિ વધુ ખરાબ થશે. માટે વાતાવરણ હળવું કરવા તેણે મજાક કરી અને ક્રિષાને મનાવી લીધી.
નેચર અને સિગ્નેચર ક્યારેય બદલાય નહિ એવું કહેવાય છે ને. આવું જ હતું ક્રિષાનું. તેને બધી જ ખબર પડતી કે જશ બીઝી રહેતો હોય સાંજે ઘરે આવીને થાકી ગયો હોય, અને રવિવારે ક્યારેક બીજા કામ હોય કે ફ્રેન્ડસ સાથે બહાર જવાનું હોય. તો તે વાત ના કરી શકે સરખી. અને તો પણ તે રિસાઈ જતી. વળી પાછી માનવવા માટે જશને પહેલ કરવાની. એકાદ વાર હોય તો માનવામાં પણ આવે અને સમજી પણ શકાય. પરંતુ તેને હવે આદત પડી ગઈ હતી. તે ખુદ જ સ્વીકારતી કે મને ખુદને ખબર નથી પડતી કે હું આવું શા માટે કરી બેસું છું. મારે કરવાનો જરા પણ ઈરાદો ના હોય છતાં થઇ જાય છે આવું.
જશે ઘણી બધી વાર શાંતિ થી પણ સમજાવી કે “જો દિકા આટલું સમજવા છતાં તું આટલી બધી વાર એનું એજ રીપીટ કર્યા રાખે તો મારે શું દર વખતે તને મનાવ્ય જ રાખવાની?”
“ના જશ એવું નહી, હવે તો હું સોરી ને પણ લાયક નહિ”
“મારે સોરી નથી સાંભળવું તું ખાલી આવા સીલી ટોપિક પર રીએક્ટ કરવાનું છોડી દે તો પણ ઘણું”, “ઓકે”
વાત સાવ કામ વગરની લાગે કે કેવી વાત પરથી જઘડો થાય બંનેને. પણ ખરું છે આવી બાબત માંથી જ બંને બાખડી પડતા. ક્રિષા જાણી જોઇને બધું કરતી હતી કે સમજવા જ નહોતી માગતી તે જશ ક્યારેય નક્કી ના કરી શકતો. આવું જ એક ફરી વખત ક્રિષાએ કર્યું અને જશનો મગજ ભમી ગયો. તેની સમજણ બધી જ પાણીમાં વહી ગઈ અને સિગારેટના ધુમાડામાં ઉડી ગઈ. જશે તેણે મનાવી નહિ. એકજ દિવસ માં ક્રિષાને ભાન થયું અને સામેથી માફી માંગી. ‘ઓકે’ જશે માત્ર એટલોજ જવાબ આપ્યો. ખરેખર તે કંટાળ્યો હતો હવે એટલે તે માત્ર હા કે ના માં જ વાતો કરતો. ક્રિષાને ખબર પડી કે તેણે ખોટું કર્યું છે એટલે ઘણી માફી માગી પણ તે તાસ નો માસ ના થયો. ખોટી ખોટી સ્માઈલ સાથે વાતો કરે અને ખોટા વખાણ કરે, એકદમ ફોર્મલ. 5-6 દિવસ આવું ચાલ્યું. અને જશે ફોર્મલી જ પૂછ્યું કે શું કરે ત્યારે જે જવાબ આપ્યો ક્રિષાએ તેનાથી જશ હલબલી ઉઠ્યો. તેના શરીરમાં ચેતન ના રહ્યું. ક્રિષાએ કહ્યું કે કઈ નહિ સ્યુસાઈડ કરવાની છું હવે.
“શું???”
“હા એજ”
“બસ આજ બાકી રાખ્યું હતું કરવાનું? આવું આપણે શીખ્યા છીએ આટલો ટાઈમ સાથે રહીને? તને એક વાર મેં આવું કર્યું તો ભીંસ પાડી ગઈ અને છેક સ્યુસાઈડ સુધી તે વાત પહોચાડી? જરાક વિચાર કર તે કેટલી વાર આ વસ્તુઓનું પુનરાવર્તન કર્યું છે. અને એક પણ એવો કિસ્સો બતાવ કે મેં તને કહ્યું હોય કે હું હવે તારી સાથે વાત નહિ કરું આવું કરશે તો..!!”
જાણે આટલું સાંભળતા પણ તેને શાંતિ ના થઇ હોય તેમ એકદમ નફ્ફટાઈ થી બોલી કે “હમણાં અત્યારે નહિ કરવાની, વાર છે થોડી”
“મેં તને એક વાત કહેલી ખબર છે, ‘જીવન’ કોઈ પણ વસ્તુ કરતા કીમતી છે કોઈ પણ..!! ત્યારે તો હા સમજાયું એમ કહીને મોટી મોટી વાતો કરી લીધી હતી.એ બધી સમજણ અત્યારે ક્યાં ગઈ?? અને શું કીધું હતું તે મને કે તું પ્રેમ કરે છે મને એમ? આવો હોય પ્રેમ? લાચારી અને કાયરતા સિવાય મને આમાં કઈ દેખાતું નથી. મેં તને પ્રેમ નથી કર્યો છતાયે હું આટલું સહન કરતો. તો તું તો આટલા માં થાકી ગઈ? અને હું મારી સહનશીલતાના હિસાબો નથી ગણાવતો તને. ખાલી કહું છું કે આવું કઈ પણ કામ તે કર્યું તો હું ભૂલી જઈશ કે હું કોઈ ક્રિષાને ઓળખતો હતો અને ખુદને ક્યારેય માફ નહિ કરી શકું. અને આ બધું તને સમજાશે ત્યારે મોકો નહિ મળે તને એવું કહેવાનો કે ‘તારી આ વાત મને હવે સમજાય છે’. બાકી તારે હવે જે કરવું હોય તે કરજે હું કઈ નહિ કહું”
મોટે મોટે થઈ ધ્રુસકા સંભળાયા ફોન પર અને તેમાં ક્રિષાનો સરખો ના સંભળાતો અવાજ જશના કાને પડ્યો “જશ સોરી સોરી, હું કેમ સમજી નથી શક્તિ આવું!!! આવું ક્યારેય પણ નહિ કરું પણ, તું પ્લીઝ આવું ના બોલીશ. અને તને પ્રોમિસ આપુછું કે સ્યુસાઈડની વાત પણ ક્યારેય નહિ કરું...”
“સારું તો, ક્યારેય કરતી પણ નહિ”
“માફ કરી દીધી ને તે મને”
“મારી હેસિયત નથી માફી કે સજા આપવાની”
“જશ બધું જ ભૂલીને હું હવે તું જેમ ચાહે છે તેમ રહેવા પ્રયત્નો કરીશ. તે હંમેશા મારી ખુશીઓ વિચારીને બધું કર્યું છે. તો હું જાતે જ સુખી રહીશ. મારી ખુશીઓની કદર કરીશ. મારી લાઈફને ભરપુર માણીશ.”
“ધેટ્સ વેરી ગૂડ, મારે આટલું જ જોઈતું હતું”
ક્રિષાએ આજે તેના બધાજ અરમાનો અને તેની સાથે ભવિષ્યના જોયેલા સપનાઓ બધું જ દફન કરી દીધા અને તેણે સાક્ષાત્કાર થઇ ગયો કે આ જ ખરી વાસ્તવિકતા છે. જો તેના ખયાલી દિમાગના સપનાઓમાં ખોવાઈ જશે તો તે ક્યારેય કાંઈ પણ પામી નાહુ શકે. માટે આ બધું સ્વીકારતા કમસેકમ તે જશનો વિશ્વાસ તો જીતી શકશે. અને તેના માટે એ પણ કોઈ સિદ્ધિથી ઓછું નહોતું.
એકાદ મહિના પછી,
“હેય જશ હવે તો એક્ઝામ પતી ગઈ અને થોડા સમયમાં હું જતી પણ રહીશ તો મળીએ તું ફ્રી હોય તો...છેલ્લી વાર કદાચ...” જશના ફોનમાં મેસેજ બ્લીંક થયો.
“સ્યોર ફેરવેલ તો હોવું જ જોઈએ ને” જશે આનંદ સાથે રીપ્લાય કર્યો
“ઓકે તો મળીએ, હું જગ્યા અને તારીખ કહું પછી મેસેજ માં”
“ઓકે બાય”
pg 34
મળવાની જગ્યા પર આજે બન્ને, સમય કરતા અડધી કલાક વહેલા પહોચી ગયા હતા કોણ જાણે હવે ક્યારે મળવાનું થાય. બંને જણ ફૂલ બ્લેક આઉટફિટમાં ખુબ જ આકર્ષિત લગતા હતા અને ત્યાં રહેલા બધાનું આકર્ષણનું કેન્દ્ર હતા. જશને કઈપણ ખાવાની ઈચ્છા નહોતી છતાં ક્રિષાએ પરાણે ખવડાવ્યું. અને ગાલ પર ચીમટો ભરીને કહે કે હવે તો ક્યારે મળે આવું કરવા કદાચ ના પણ મળે. જોત જોતામાં સમય ક્યારે નીકળી ગયો તે ખબર ના રહી અને છુટા પડવાનો સમય આવી ગયો. આ ક્રિષાનું કાંઇક અલગ જ સ્વરૂપ આજે બોલતું હતું જે જશના કાનને સંભળાઈ રહ્યું હતું. “હવે હું પણ જીવવાની જ છું, વધુ જોશથી, વધુ ઉત્સાહથી, અને વધુ પોઝીટીવલી. હું મેરેજ પણ કરવાની છું અને છોકરાઓ પણ કરવાની છું. જે સામાન્ય માણસ જીવે તેવી લાઈફ હું પણ જીવવાની છું કારણ કે, મારો પ્રેમ જ મારું મોટીવેશન છે અને એજ મારી તાકાત છે. હવે વધુ કાંઈ ટેન્શન ના લેતો જો હું જાઉં છું હવે હો... અને આંખ મીચકારતી બોલી કે હવે હેરાન નહિ કરું ફાયનલી ભઈ સાબ તને સો જસ્ટ ચીલ” આ એક સ્માઈલમાં તેણે અનેક દુઃખ અને આંસુઓનો અંતિમ સંસ્કાર કરી દીધો.
જશ તો હજુ મટકું પણ માર્યા વગર તેની તે સ્માઈલ જોતો હતો ત્યાં ફરીથી તેણે જશનો હાથ પોતાના હાથમાં લઈને કીધું “ઓયે જશ તું પણ મેરેજ કરી લે જે અને ઘણા બધા બાળકો કરજે. હા હા હા મને ક્યારેક ટાઈમ મળશે તો રમાડવા આવીશ હો ને..!!”
"હંમમ...” જશ એટલું જ બોલ્યો
“ચલ હવે જાવ નહીતર રડવા લાગીશ હું, અને આ બધા પર પાણી ફરી જશે” ક્રિષા બોલી
છેવટે બંને એક છેલ્લી વાર એકબીજાસામે નજર કરીને છુટા પડ્યા. શબ્દો બોલતા નહોતા પણ મુખાકૃતિઓ મોં ફાડી ફાડીને ચિત્કાર કરતી હતી તે સમયે...
છોકરીઓની વકીલાત કરવાનો અને છોકરાઓને નીચા દેખાડવાનો જરા પણ અર્થ નથી અહિયાં, પરંતુ જે હૃદય સોંસરવું ઉતાર્યું તે લખું છું.
છોકરીઓ (સ્ત્રીઓ કરતા છોકરીઓ કહેવાનું વધુ પસંદ કરીશ) સાચેજ મહાન હોય છે. હું આ કાંઈ નવીન વાત નથી કરતો પણ જયારે અનુભવની વાચા બોલતી હોય ત્યારે વાસ્તવિક દ્રશ્ય કઈક જુદું જ ખડું થતું હોય છે.
છોકરી જેને પ્રેમ (સાચા પ્રેમની વાત થાય છે) કરતી હોય તે પાત્રને તે કોઈ પણ ભોગે સ્વીકારવા તૈયાર ગોય છે. ભલે તે કોઈ બીજી વ્યક્તિને ચાહતો હોય કે તેનો, આદર્શ લોકોની ભાષામાં કહીશકાય તેવો ખરાબ ભૂતકાળ હોય, તેનામાં કેટલા પણ અવગુણ હોય, ભલે તે તેના પ્રત્યે વફાદાર ન હોય કે ભલે પછી તે વ્યસન કરતો હોય. અને છેવટે ભલે તે પોતાને અગ્રતા પણ ના આપતો હોય.
પરંતુ આ બધાજ પરિબળો કહો કે વિરોધાભાસ કહો, બધાજ એક છોકરીના પ્રેમ આગળ હારી જાય છે. તેને પામી શકે કે ના પામી શકે એ વાત મહત્વની નથી પણ આવો નિસ્વાર્થ પ્રેમ, ફક્ત પ્રેમ છોકરીઓ કરી જાણે છે. મારો મતલબ એવો લગીરેય નથી કે છોકરાઓ નથી કરી શકતા.
પરંતુ એક છોકરી જ કરી શકે કે તેની રીલેશનશીપ નું કોઈ ફ્યુચર નથી છતાં પ્રેમના ખાતર પોતાનું સર્વસ્વ સોંપી દેવા તૈયાર થઇ જાય.
એક છોકરીની નજરથી જુઓ તો ખબર પડે કે પરિવાર અને પ્રિયજનને સમાન લાગણીથી પ્રેમ કેમ કરી શકાય.
આપણા સમાજમાં અને ખાસ કરીને ટીપીકલ ગુજરાતી માધ્યમવર્ગીય પરિવારો હજુ પણ એવાજ છે જેમાં માતાપિતા, છોકરા અને છોકરીમાં ભેદભાવ રાખે છે. 18 થી 21 વર્ષની છોકરી માટે આ સમજવું વધુ મુશ્કેલ નથી. છતાં પણ તે પરિવારના નિર્ણયની વિરુદ્ધમાં જઈને કોઈ પણ કામ કરતી નથી.
સમર્પણની વ્યાખ્યા આનાથી વધુ બીજી તો શું હોઈ શકે, ખાલી સારી રીતે વ્યક્ત થયેલી હોય તે જ સારી ફિલિંગ્સ કે લવસ્ટોરી હોય એ હું કદાપી નહિ માનું. વડીલોને કઈ કહી શકાય એવડો હું થયો નથી અને કઈ કહીશ તો હું પણ તેમના જેવો થઇ જઈશ. માટે હું જે છું તે જ બરાબર છું.
ક્યાંક જરાક વધુ શોધવાની મહેનત કરો તો ખબર પડે કે કરોડો કરોડોનું દિલ ફેંક સમર્પણ ડગલે ને પગલે જોવા મળે છે. આ જ તો જીવન છે, રમતની બાજીમાં પણ 3 એક્કા ક્યારેક જ આવે અને આવે તો પણ એકજ વ્યક્તિને...
છોકરીએ મોબાઈલ પાછો આપ્યો ત્યારે આંખની ભીની કિનારી સાફ કરતા કહ્યું ખુબ જ સરસ બૂક છે. ઓલ ધ બેસ્ટ આના માટે” , “ઓહહ થેન્ક્સ”
અમદાવાદ આવી ચુક્યું હતું અને બંનેને ઉતારવાનું હતું, આટલો સમય સાથે રહ્યા તો પણ તેમણે એકબીજાના નામ અને બીજી કોઈ ડીટેઇલ નહોતી પૂછી. ઉતારવામાં ભીડ વધુ હતી તો તેણીએ કહ્યું કે “મારે તમારી સાથે થોડી વાત કરવી છે નીચે ઉતારીને 5 મિનીટ ઉભા રહેશો?”
તે યુવાન થોડુક મુસ્કુરાયો અને ઉતરી ગયો.
તેણી સાથે સમાન હોવાથી ઉતરવામાં વાર લાગી. નીચે ઉતરીને તે પેલા યુવાનને શોધતી રહી પણ, દુર દુર સુધી પ્લેટફોર્મ પર તેના જેવું કોઈ દેખાતું નહોતું. અને તે નિરાશ થઈને બહાર નીકળવા ચાલવા લાગી...
Thanks for being connected
Email: karkarprince78@gmail.com
Cell/Mo No.: 7405560760