Bhag 11
આગળ ભાગ 10 માં આપે જોયું કે અનમોલ, જાનવી અને એન્જલ ત્રણે ખુશી ખુશી પોતાના જીવનની નૌકાને પ્રેમના પ્રવાહમાં આગળ વહાવી રહ્યા હતા. ધીમે ધીમે દિવસો પસાર થતા એન્જલ યૌવનના ઉંબરે પગ મુકે છે. તેમનું યૌવન સોળે કળાએ ખીલી રહ્યું હતું. એન્જલમાં ક્યાંકને ક્યાંક જાનવીનું જ પ્રતિબિંબ જલકી રહ્યું હતું. જાનવી એન્જલને મમતાની સાથે સાથે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો સાથ પણ આપી રહી હતી. એન્જલ દિવસ દરમ્યાન બનેન તમામ નાની મોટી વાતો જાનવી સાથે સેર કરતી. બંને ક્યારેક સાથે મુવી જોવા જતા તો ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા. જયારે પણ બંને કોઈ પાર્ટીમાં જતા ત્યારે લોકો તેમને માં દીકરી નહિ પણ ફ્રેન્ડ જ સમજતા. સમય ઘણો વીતી ચુક્યો હતો આમ છતાં જાનવી પહેલા જેવી જ સ્લીમ દેખાઈ રહી હતી. જાનવી અને એન્જલના ચપ્પલનું માપ એક જ હતું, કપડાનું માપ પણ એક જ રહેતું. પરિણામે એન્જલ ક્યારેક જીદ કરીને જાનવીને જીન્સ અને ટીશર્ટ પહેરવા મજબુર કરી દેતી. બંને એકબીજાના પુરક હતા. એન્જલના જીવનમાં પ્રથમ સ્થાન જાનવીનું હતું. તેમના જીવનનું અસ્તિત્વ અને તેમનું સર્વસ્વ એક માત્ર તેમના માતાપિતા જ હતા.
પણ કહેવા છે ને કે સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. એન્જલના જીવનમાં નમનનું આગમન થતા જાનવી અને અનમોલ પ્રત્યેના એન્જલના વર્તનમાં પરિવર્તન આવવા લાગે છે. આજ સુધી પોતાની માં સાથે તમામ વાતો સેર કરનાર એન્જલ હવે માં સામે જુઠ્ઠું બોલતા પણ અચકાતી નથી. નયન માટે તે કોઈ પણ પરિસ્થિતિ સામે નમવા તૈયાર હતી.
એન્જલ અને નયનની પ્રથમ મુલાકાત થીયેટરમાં થઇ હતી. આ બંનેની મિત્રતા સમય જતા કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થઇ એ જોઈએ.
હવે આગળ
થીયેટરમાં ફિલ્મ દરમ્યાન એન્જલ અને નયન બંને એકબીજાને પોતાનો સંપૂર્ણ પરિચય આપે છે. નયનને ફિલ્મની સ્ટોરીમાં રસ હતો જયારે એન્જલને સોંગમાં વધુ રસ હતો. ફિલ્મમાં સોંગ દરમ્યાન નયનને કંટાળો આવતા તેમને થોડી ઊંઘ આવી જાય છે પરિણામે તેમનું માથું એન્જલના ખંભા તરફ નમે છે. એન્જલે પરિસ્થિતિનો વિચાર કર્યા વિના જ નયન સાથે જગડવાનું શરુ કરી દીધું.”તું શું સમજે છે મને? મેં તને ફ્રી માં ટીકીટ શું આપી તું તો મારા પર જ લાઈન મારવા લાગ્યો..!”
નયનના કાનમાં મોટેથી એન્જલનો અવાજ સંભળાતા તે જબકીને ઊંઘ માંથી ઉઠી થાય છે, “યાર તારો પ્રોબ્લેમ શું છે? એક તો ફિલ્મમાં બોરિંગ સોંગ ચાલી રહ્યું છે ઉપરથી તું કાનમાં ચીસો પાડે ..! અને આ શું વારે વારે એક જ વાત કહ્યા કરે છે કે હું તારા પર લાઈન મારું છું? કોના નસીબ ફૂટ્યા છે કે તારા પર લાઈન મારે..! તારી પર્સનાલીટી, તારી વાતો અને તારા કપડા જોતા તું કોઈની પણ ગર્લફ્રેન્ડ બનવાને બિલકુલ લાયક નથી લાગતી”
“મને કોઈની ગર્લફ્રેન્ડ બનવામાં બિલકુલ રસ નથી સમજ્યો..! આઈ હેટ લવ...”
“અરે... તું શું જાણે, કે પ્રેમ કોને કહેવાય..!”
“હું પ્રેમ વિશે બધું જ જાણું છું. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે”
“એવું તારું માનવું છે, મારું નહિ... પ્યાર કા દર્દ હે, મીઠા મીઠા પ્યારા પ્યારા”
“દર્દ કદી મીઠું કે પ્યારું ન હોય. એ તો હમેશા કડવું જ હોય”
“તારી વાણીમાં જ એટલી કડવાસ છે કે પ્રેમની મીઠાસ પણ તને સાવ ફિક્કી લાગી રહી છે”
“મારી વાણીમાં એટલી બધી કડવાસ છે તો શા માટે એનું શ્રવણ કરી રહ્યો છે? ચુપચાપ ફિલ્મ જોને”
“મારે તો ફિલ્મ જ જોવું છે પણ તું તારો રેડિયો બંધ કર તો ફિલ્મના સંવાદ સમજાય ને...!
એન્જલ અને નમન વચ્ચેની વાતચીત આસપાસ બેઠેલ લોકોને ફિલ્મ જોવામાં ખલેલ પહોચાડી રહી હતી માટે તેઓએ ઇસારાથી જ તે બંનેને ચુપ રહેવાનું કહ્યું. એન્જલ અને નમન એકબીજા સામે થોડું મોઢું બગાડીને ચુપચાપ ફિલ્મ જોવા લાગે છે. થોડીવાર બાદ ઇન્ટરવેલ પડતા નમન એન્જલને પૂછે છે, “ હું બહાર ફ્રેશ થવા જાવ છું તારે આવું છે?”
એન્જલે નમનની મજાક ઉડાવતા કહ્યું, “તો આટલું પાણી નો પીતો હોત તો..! જા હવે જઈ આવ. મારે નથી આવું પણ હા જાસ તો મારા માટે થોડો નાસ્તો લેતો આવજે “
નમને પોતાના હાથમાં રહેલ પાણીની બોટલ નીચે મુકતા ધીમેથી કહ્યું, “તું અહી નાસ્તો કરવા આવી છે કે ફિલ્મ જોવા આવી છે!”
ફિલ્મ પુરી થતા બંને એકબીજાને બાય કહી છુટ્ટા પડે છે. એન્જલનું શરીર ખુબ જ થાક અનુભવી રહ્યું માટે ઘેર આવતાની સાથે જ તે પોતાના રૂમમાં સુવા જતી રહે છે. જાનવી જમવાનું લઇ એન્જલ પાસે જાય છે ત્યારે એન્જલ બગાસું ખાતા કહે છે, “સોરી મોમ..આજે મને બિલકુલ ભૂખ નથી. ખુબ જ ઊંઘ આવે છે. ગૂડ નાઈટ”
જાનવીએ એન્જલ પર હાથ ફેરવતા અને ચાદર ઓઢાડતા કહ્યું, “આજે પણ થીયેટરમાં ફિલ્મ તો ઓછી જ જોઈ હશે પણ નાસ્તો કરતા કરતા બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિ જોડે જગડો વધુ કર્યો હશે કેમ?”
“મમ્મી...દર વખતે હું જ જગડો નથી કરતી, પણ....”
જાનવીએ એન્જલની વાત કાપતા હસતા હસતા કહ્યું,” હા હા તું કઈ થોડીને કોઈ સાથે જગડો કરે છે..! તું તો જલેબીના ઘુચડા જેવી સીધી છો ને..!
“તને તો બધે મારો જ વાંક દેખાઈ છે”
જાનવીએ રૂમની લાઈટ બંધ કરતા કહ્યું, “ બસ હવે સુઈ જા...ગુડ નાઈટ”
સવાર પડતા જ એન્જલ કોલેજ જવા તૈયાર થઇ રહી હતી. અરીસામાં પોતાનો ચહેરો જોતા અચાનક તેમને નયનની વાત યાદ આવે છે, “કોના નસીબ ફૂટ્યા છે કે તારા પર લાઈન મારે” રોજ તો તે જીન્સ અને શર્ટ પહેરી, મેકઅપ કર્યા વીના જ કોલેજ જતી પણ આજે નયનની વાતને વધુ ગંભીરતાથી લેતા તે લેગીસ અને કુર્તી પહેરી, મેકઅપ કરી કોલેજ જવા નીકળે છે. રોજ તે બાઈક લઇ જતી કોલેજ પણ આજે સ્કુટી પર કોલેજ જવાનો વિચાર કરે છે. કોલેજ પાર્કિંગમાં સ્કુટી પાર્ક કર્યા બાદ તે પોતાના ચહેરા પર બાંધેલ દુપટ્ટો ધીમેથી હટાવી ગોગલ્સને માથા પર રાખે છે. આજે પહેલી વાર એન્જલનું આ રૂપ જોઈ તેમના તમામ મિત્રો આશ્ચર્ય પામે છે. આજ સુધી જે લીપસ્ટીકને નફરત કરતી હતી આજે એમના હોઠ પર પિંક લીપ્સ્ટીક તેમના હોઠને વધુ સુંદર અને આકર્ષક બનાવી રહી હતી. આંખમાં કાજળ અને પાપણ પર કરેલ મસ્કરા તેમની આંખોને કાતિલ દર્શાવી રહ્યા હતા. એન્જલ પણ તેમની માં જાનવીની માફક થોડી શ્યામ પણ ખુબ જ નમણી હતી. કપાળ પર કરેલ બિંદી તેમના ચહેરાની નમણાશ વધુ નિખારી રહી હતી. તે પાર્કિંગ માંથી કોલેજ કેમ્પસ તરફ આગળ વધે છે. કેમ્પસમાં ઉપસ્થિત તમામ યંગસ્ટર એકી નજરે એન્જલને જ નિહાળી રહ્યા હતા. એન્જલ પોતાના નિત્ય ક્રમ મુજબ પહેલા લાઈબ્રેરીમાં પેપર વાચવા જાય છે. પેપર વાચ્યા બાદ તે એક નજર લાઈબ્રેરીના કબાટમાં રાખેલ બૂકો પર ફેરવે છે. ચાલતા ચાલતા તેમની નજર લાઈબ્રેરીમાં પેપર વાચી રહેલ એક યુવાન પર પડે છે. તે યુવાન કોઈ બીજું નહિ પણ નયન જ હતો. નયનને જોતા તે મોટેથી બોલી ઉઠે છે, “તું...તું અહી? જાનવીનો અવાજ વાચન કરી રહેલ લોકોને ડીસ્ટર્બ કરી રહ્યો હતો માટે ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ તેમને મોટેથી ન બોલવા જણાવ્યું.
એન્જલ તમામ વિદ્યાર્થીઓને સોરી કહી નયન પાસે આવી ધીમેથી કહે છે, “તું અહી? તું આજ કોલેજમાં છે?”
નયને પેપરની ઘડી કરતા કહ્યું, “ એ જ તો હું તને પૂછવા માગું છું. તું અહી? તું પણ આજ કોલેજમાં છે?”
બંને દ્વારા પુછાયેલ એક સમાન સવાલો બંનેના ચહેરા પર હાસ્ય લાવે છે. એન્જલે માથા પર રાખેલ ગોગલ્સ ચશ્માં પર્સમાં મુકતા કહ્યું, “લે કર વાત... આપણે બંને એક જ કોલેજમાં છીએ તો પણ કાલે પહેલી મુલાકાત તો આપણી થીયેટરમાં થઇ”
“યોગ્ય માણસને મળવા માટે યોગ્ય સમય પણ આવવો જોઈએ ને..! અને આ શું? કાલે તું કિરણ બેદી જેવી લાગતી હતી અને આજે કરીના કપૂર લાગી રહી છે. વાસ્તવમાં તું કિરણ બેદી છો કે કરીના કપૂર?”
“હું નથી કિરણ બેદી કે નથી કરીના કપૂર. હું તો છું એન્જલ શાહ”
નયને એન્જલની મજાક ઉડાવતા કહ્યું, “કાલે તું મહાકાળીનો અવતાર લાગી રહી હતી અને આજે લક્ષ્મી અને સરસ્વતી જેવી લાગી રહી છો”
“મિસ્ટર નયન... સ્ત્રી જેટલી સરળ છે એટલી જ અઘરી છે અને જેટલી અઘરી છે એટલી જ સરળ છે. સ્ત્રી હમેશા લક્ષ્મી અને સરસ્વતી બનીને પોતાની ફરજો નિભાવતી રહે છે પણ જરૂર પડતા એ જ સ્ત્રી દુર્ગા અને કાલી બનતા પણ અચકાતી નથી. સ્ત્રી અવિરત વહેતા પાણીના પ્રવાહની જેમ સર્વને પ્રેમ, લાગણી, મમતા અને વાત્સલ્યની મીઠી હૂફ આપતી રહે છે પણ જયારે કોઈ એ શાંત પાણીના પ્રવાહમાં વિશ્વાસઘાત રૂપી પથ્થર ફેકે છે ત્યારે એ શાંત પ્રવાહમાં સુનામી આવી જાય છે. સ્ત્રી કદી કોઈને ઈટનો જવાબ પથ્થરથી નથી આપતી પણ ઈટનો જવાબ ઈટથી તો ચોક્કસ આપે છે”
નયને પોતાના વાળ સરખા કરતા કહ્યું, “શું વાત છે.. આજે તું પણ લેખકો અને કવિઓની ભાષા બોલી રહી છો..! આખરે લેખકની દીકરી છો ને..!”
“બોલી હું છું પણ શબ્દો મારી મમ્મીના છે. મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ અને મારી આઈડલ પણ છે”
“નયને પોતાના હાથમાં પહેરલ ઘડીયારમાં જોતા કહ્યું, “ઓહ માય ગોડ... ચાલ ત્યારે બાય, હું નીકળું. લેકચર શરુ થવા આવ્યો હશે. ફિર મિલેંગે ચલતે ચલતે” લાઈબ્રેરીની બહાર નીકળતા ફરી તે અંદર એન્જલ પાસે આવી ધીમેથી કહે છે, “ તું કાલ કરતા આજે ખુબ સુંદર લાગે છે” આટલું કહી તે ઉતાવળે ત્યાંથી જતો રહે છે.
ખબર નહિ પણ કેમ એન્જલનું મનતો હજુ પણ નયનની વાતો સાંભળવા ઇચ્છતું હતું. નયનના ગયા બાદ તે પોતાની જાત સાથે જ વાતો કરવા લાગે છે, “મળવું તો પડશે જ ફરી તને”
રોજ નિયમિત લેક્ચરમાં હાજર રહેનાર એન્જલ આજે ક્લાસમાં જવાને બદલે કેમ્પસમાં એક વૃક્ષની છાયામાં બેસી નોવેલ વાંચવાનું પસંદ કરે છે. તેમના કાનમાં વારંવાર નયનના વાક્યો ગુંજી રહ્યા હતા. તે પોતાની જાતને જ ઠપકો આપતા જણાવે છે, “ક્યાંક તું નયનને પ્રેમ તો નથી કરવા લાગી ને? જો એન્જલ આ પ્રેમનું ચક્કર આપણને નો પરવળે હો? હજુ તો તારે ઘણું આગળ વધવાનું છે, સમાજમાં તારું એક અલગ સ્થાન બનાવવાનું છે, મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવાનું છે. આ દુનિયામાં તારા સિવાય એમનું છે કોણ? પ્રેમના ચક્કરમાં પડીશ તો તારો વિકાસ સાવ રૂંધાય જશે પરિણામે મમ્મી પપ્પાનું સપનું પણ અધૂરું જ રહી જશે”
થોડીવાર બાદ તેમના મોબાઈલ જાનવીનો ફોન આવે છે. એન્જલ ફરી વર્તમાનમાં આવી ફોન પર વાત કરે છે, “હા બોલ મમ્મી.. કઈ કામ હતું? તું ઠીક તો છે ને?
“હા હું બિલકુલ ઠીક છું. પણ તું તારો પ્રોજેક્ટ ઘરે જ ભૂલીને જતી રહી છો, આજે તો તારે એ સબમિટ કરાવવાનો હતો ને..! તું છેલ્લા એક વીકથી આ પ્રોજેક્ટ માટે મહેનત કરી રહી હતી અને આજે સબમિટ કરાવવાનો છે એ જ ભૂલી ગઈ?”
“ઓહહહ... માય ગોડ, સાચે જ મારા મગજ માંથી આ વાત નીકળી ગઈ હતી”
“હમમમ...માટે જ કહું છું કે થોડી ફિલ્મો ઓછી જો. તારા મગજ ઉપર જયારે ફિલ્મનું ભૂત સવાર થઇ જાય છે ત્યાર પછી તનેબીજું કઈ દેખાતું જ નથી”
એન્જલે ફરી પોતાની જાત સાથે વાત કરતા ધીમેથી કહ્યું, “ આજે મારા મગજ પર ફિલ્મનું નહિ પણ નયનનું ભૂત સવાર થઇ ચુક્યું છે”
“ફોન પર એન્જલનો અવાજ ન સંભળાતા જાનવીએ કહ્યું, “હેલ્લો...હેલ્લો...હેલ્લો...એન્જલ, તને મારો અવાજ સંભળાય છે?”
“હા મમ્મી મને તારો અવાજ સંભળાય છે.”
“તું અહી પ્રોજેક્ટ લેવા આવીશ તો તારો લેકચર બગડશે, માટે હું જ ત્યાં આવીને આપી જાવ છું”
“અરે...મારી વાહલી મમ્મી. તું આટલી ચિંતા નહિ કર. પ્રોજેક્ટ કાલે જમા કરાવી આપીશ તો પણ ચાલશે. આમ પણ પ્રોજેક્ટ બે દિવસની અંદર જમા કરાવવાનો હતો”
“પણ કાલે ભૂલતી નહિ ઓકે”
“ઓક બાય.. લવ યુ”
જાનવી સાથે ફોન પર વાત કર્યા બાદ એન્જલ પોતાની જાત સાથે વાતો કરતા પાર્કિંગમાં સ્કુટી તરફ જાય છે, “બસ એન્જલ.. બહુ થયું હવે, તને એકવાર કહ્યું ને કે આ પ્રેમનું પંચનામું આપણને નો પચે. અને શું ખબર કે આ પ્રેમ છે કે ફક્ત એક પ્રકારનું આકર્ષણ જ છે..!” તે પોતાના પર્સ માંથી ઈયરફોન બહાર કાઢી મોબાઈલમાં જોડી એફ એમ ચાલુ કરી, સ્કુટી લઇ ત્યાંથી ઘેર જવા નીકળે છે. ઈયરફોન કાનમાં લગાવતા જ તેમને સોંગ સંભળાય છે, “જાને કયું લોગ મહોબત કિયા કરતે હે, દિલકે બદલે મેં દર્દે દિલ લિયા કરતે હે”
ક્રમશ: ..........
( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)
ધર્મિષ્ઠા પારેખ
8460603192