6.પુસ્તક નું કડવું સત્ય
મિત્રો, તમે,આ પુસ્તકની પ્રસ્તાવના વાંચી હોય, કે ન વાંચી હોય . એક વાર પણ, આ પુસ્તક વાંચીયું હોય, કે ન પણ વાંચ્યું હોય, વાંચો અથવા ન પણ વાંચો!! પરંતુ, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે, તમારા જીવન માં સફળ થવું હોય, તો માત્ર "મહેનત" સારી કેળવણી થી, (SMART) રીતે કરશો, તો તમે તમારા પોતાના જીવન માં, કોઈ પણ વ્યક્તિ નો સેમિનાર કે સફળતા વિશેના ના પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. તેના માટે તમારે બસ પુરા આત્મવિશ્વાસથી કામ કરવાની ધગશ અને 100 ટકા મૂકી પુરી એકાગ્રતા ,મન અને ઈચ્છાથી તમારું નક્કી કરેલું કામ કરશો તો વિધાર્થી હોવ કે પછી બિઝનેસમેન હોવ કે પછી અન્ય કાર્યોને લગતા વ્યક્તિ છો. તમારે લોકો એ માત્ર વિચાર બદલવાની જરૂર છે. તમે વિચાર બદલશો, અને એ મુજબ કાર્ય કરશો, તો તમારી આજુબાજુ નું બધું આપો-આપ બદલાઈ જશે. અને જીવન માં તમે જરૂર સફળતા ના શિખરો ઓળંગી જશો.
7. આજ સુધી સફળ થયેલ વ્યક્તિઓ
લોગ કહતે હૈ કી હમ ગરીબ હૈ!
કૉન કહતે હૈ કી હમ ગરીબ હૈ!!
ગરીબ તો વો કલામ ભી થા !
લેકિન ઉસકી કમાલ કે સામને
આજ હમ સબ ગરીબ હૈ !!
તમે જોયું જ હશે, કે આજ સુધી સફળ થયેલા વ્યક્તિઓમાં જે વ્યક્તિઓ ની સ્થિતિ સારી હોય, અથવા તો પૈસાવાળા કે જેની પાસે બધું જ હોય, અને પ્રખ્યાત થઇ ગયેલા વ્યક્તિ 100 એ માત્ર એકાદ માંડ હશે. પરંતુ, પોતાના નામનો ઇતિહાસ લખાવી જનાર નામાંકિત વ્યક્તિઓમાં 100 માંથી 99% લોકો એવા હોય છે, કે જેની, પરીસ્થિતિ સારી ન હોય,ગરીબ હોય અથવા તો અન્ય દુઃખોમાં ફસાયેલા હોય તેવી વ્યક્તિ જ પોતાના નામનો રેકોર્ડ બનાવી ગયા છે, અને બનાવી પણ જાય છે.
આજે તમે ગમે તેટલા પૈસાવાળ ભલે હોવ, પણ તમને માત્ર તમારું કુટુંબ, સમાજ અને તમે જે વિસ્તાર માં રહેતા હોવ તે વિસ્તારવાળા લોકો જ તમને ઓળખાશે અને એ પણ એની એક પેઠી અથવા તો તેની પાસે જ્યાં સુધી પૈસો હશે ત્યાં સુધી જ તેનું(તમારું) નામ ટકશે પછી કોઈ તમને ઓળખશે પણ નહિ. ને તમારું નામો નિશાન નહિ રહે.
એટલે જ હું કહું છું, મિત્રો કૈક એવું કરો, કે તમને આ સમાજ નહિ, કુટુંબ જ નહિ, તમે જે વિસ્તાર માં રહેતા હોવ તે વિસ્તારમાં જ નહિ ,પરંતુ તમને આખો દેશ અને વિશ્વ ઓળખે.
જીવન માં આવડે જેને ઓડ ખાતા
બીજાને તે વિસામો આપતા
અમે તો લક્ષ સાધવા ચાલવાના
અમને તો નથી કોઈ રોકવાના
8. અડગ નિશ્વય
જીવન માં દયેય નક્કી કાર્ય પછી, પોતાના મનમાં નિશ્વય કરી લો! કે હું! નિશ્ચિત કરેલા સમય માં, કોઈ પણ રીતે , ગમે તેમ કરીને, મારી મહેનતના, મારા તરફ થી 100 ટકા મુકી ને, મેં ધારેલું એટલે કે નક્કી કરેલું દયેય પૂરું કરીશ. પછી એના માટે મારે ભલે રાત- દિવસ મહેનત કરવી પડે. તો પણ હું તૈયાર છું. એના માટે આપણે કઈ ગુમાવવું પણ પડે છે.વિધાર્થી હોય તો એને વાંચન માટે ટી.વી જોવાનું, રમવા જવાનું, તેમજ અન્ય શોખ પણ છોડવા પડે છે, અને એ છોડવા માટે જયારે તમે તૈયાર થઇ જાવ અને તમારું કામ ચાલુ કરી દો, તો તમને, જરૂર સફળતા મળશે.તેવી જ રીતે બિઝનેસ મેને પણ પોતાના બિઝનેસનો વિકાસ કરવા માટે પોતાના ઘણા સુખો,શોખો પડતા મુકી ધંધા નો વિકાસ કરવા તરફ પ્રયાસ કરવો જોઈએ.
મત સોચ, મત રુક, ના દેખ ઇધર ઉધર,
એક અતુટ ,અડગ નિશ્વય કિયા હૈ!
તો અબ નહિ હૈ...! રુકના.
મત સો, મત બેઢ, મત કર જીવન બરબાદ,
એક અતુટ અડગ નિશ્વય કિયા હૈ! મહેનતકા,
અબ કરને હૈ! સપને અપને સાકાર.
લાખ બાધા આયેગી જીવનમેં તેરે,
તુટ કર બિખર ભી જાઓગે
લેકિન નિશ્વય કિયા હૈ અટલ
સાવન કહે બિખરકર ભી ઝૂંડ જાયેંગે
નિશ્વય કિયા હૈ અડગ અબ તો
વિજય પતાકા હી લહરાયેંગે
મત સોચ, મત રુક, ના દેખ ઇધર ઉધર,
એક અતુટ ,અડગ નિશ્વય કિયા હૈ!
તો અબ નહિ હૈ...! રુકના.
મિત્રો શાળામાં કે કોલેજ માં ભણતા વિધાર્થીઓ, અથવા તો અન્ય જગ્યાએ કામ કરતા પહેલા જ આયોજન કરવા લાગે છે. પરંતુ, એ વ્યક્તિઓ સંપુર્ણ રીતે સફળ થતા નથી. એ બધો તમને પણ અનુભવ હશે, કે તમે ધણી વાર વાંચવા માટે ટાઈમ ટેબલ બનાવ્યા હશે. પણ એ મુજબ તમે તેને અનુસારયા નહીં હોવ. હવે કહેવાની વાત એ છે! કે જીવન માં એ વ્યક્તિઓ સફળ થાય છે. કે આયોજન કામની સાથે કરતા (બનાવતા) હોય છે. તેથી જ કાર્ય ની શરૂઆત કરે ત્યારથી જ પ્લાનિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. અહીં એવું થાય છે, કે કે વિધાર્થી મિત્રો પરીક્ષા નજીક આવવાની હોય ત્યારે, અગાઉથી ટાઈમ-ટેબલ બનાવ્યા પછી, દરરોજ ને માટે તેનો અમલ કરવો છે. અને આજનું કામ જે નક્કી કરેલું છે તે, ગમે તેમ કરીને પૂરું કરીશ. પછી તેના માટે ગમે તેવી સ્થિતિ નો સામનો કરવો પડે. પણ હું તે કામ પૂરું કરીને જ હું રહીશ.
કામની પહેલા પ્લાનિંગ કરે, એ ઇતિહાસ નથી લખતા
ઇતિહાસ તો એ લખે છે, જે કામની સાથે આયોજન કરે છે.
-ડાંખરા સાવન
છગનભાઇ પોતાની લાઈફમાં ઘણું-બધું કામ કરવાનું છે. કોઈ ને પૈસા ઉછીના લીધા હશે તે આપવા જવાના છે. મિત્રોના ઘરે બેસવા જવાનું છે. પોતાના બાળક માટે કપડાં અથવા અન્ય વસ્તુ ખરીદવા જવાનું છે.વગેરેનું મોટું લિસ્ટ બનાવે છે. અને મૂકી દે છે. અને કહે છે.કાલે કરીશું અથવા તો રજામાં કરીશું અને બીજું કઈ કામ આવે એટલે બધું પડતું રહે. એના કરતા તેની પાસે થોડો સમય હોય ત્યારે ઉછીના લીધેલા પૈસા આપી દે અને તે જે દિવસે રાત્રે મિત્રના ઘરે બેસીયાવે અને બપોરના લન્સ સમયે થોડો સમય મળે તો, પોતાના પરચુરણ કામ પતાયાવે અને સાથે સાથે આયોજન પણ થતું જાય છે.
9.વિશ્વાસ
તમે છવો અનમોલ,ન થાય કદી તમારો મોલ,
ન બની શકો રાજ માર્ગ, તો કેડી થાજો,
પણ જે બનજો, તેમાં શ્રેષ્ઠ બનજો.
વિશ્વાસ એટલે જેને પોતાના મનમાં અડગ વિશ્વાસ છે. જે વ્યક્તિ પોતે કઈ પણ કરશે અને કરી શકશે.(I CAN DO ) એનો બીજો પણ એક સમાનાર્થી શબ્દ એટલે વિજયી-શ્વાસ. જે વ્યક્તિ પોતાના દરેક શ્વાસ ને વિજયી દર્શાવે છે.કે તે વ્યક્તિ એવું માને છે, કે દરેક બાજી મારા હાથમાં છે, અને તે એટલે વિશ્વાસ, વિશ્વાસ એક વિજયની આશા છે.અને આમ પણ વિશ્વાસ વિષે પણ એ બધાએ સાંભળ્યું હશે. સ્વામીવિવેકાનંદે જે વિશ્વાસ નય વાત કરી છે એ કઈ અલગ જ છે. ચિત્ર માં સ્વામીવિવેકાનંદને જોતા જ મોં પાર કઈ વિશ્વાસ જોવા મળે છે. પણ એ સમજવા માટે ઘણું બધું વાંચન જોવે છે.
જેને જીવન માં પોતાની જાત પર વિશ્વાસ છે તેને કોઈ વીર હરાવી શકતો નથી . તમારે વિશ્વાસ હંમેશા તમારી પોતાની જાત પર રાખવાનો છે. બીજા ની જાત પર નો વિશ્વાસ એ તો શ્રદ્ધા બની જાય છે. કોઈ પણ વ્યક્તિ, ભલે ગમે તે તમારા વિષે સારું, ખરાબ કહે, મેના ટોન મારે, તમારી હસી ઉઠાવે અથવા તો તમને કઈ સંભળાવે તો કોઈ નું પણ સાંભળ્યા વગર, તમારા પર પોતાની જાત પર વિશ્વાસ હોય, તો તમે રાજા પણ બની શકો છવો અથવા તો વિશ્વાસ નહીં હોય તો તમારા વાજા પણ વાગી શકે છે. મે એક સાગર પંખ પુસ્તકમાં વાંછેલુ, તે લેખિકાએ મસ્ત વાત કરેલી હતી કે, તમે તમારા મનમાં ,તમારામાં રહેલી શક્તિને વધુને વધુ જાણો અને ઓળખો તમે એ જ શક્તિને મેળવતા જાવ એ જ શક્તિ તમારો ગુરુ છે. માત્ર, તમારે એને ઓળખવાની અને અનુસરવાની જરૂર છે. તમે કયારેય પણ જોયેલું નહીં માનતા , એ આપણી મર્યાદા દર્શાવે છે. તમારે ,માત્ર એટલું જોવાનું છે, કે તમે કેટલું જાણો છો. એ મળી જશે તો તેને ઓટોમેટિક સફળતાનો રસ્તો મળી જશે.
મિત્રો તમને તમારા માતા-પિતા કે, અન્ય સગાવાળા, કોઈ પણ તમને ,જેની સાથે પણ સરખાવે, કે તમે તેની જેટલા સારા માર્ક્સ લાવી શકતા ન હોવ, તેની જેટલા પાવરધા ન પણ હોવ, કે અન્ય ધંધામાં પણ તમારા ધાર્યા મુજબના પરિણામ ન મળે, તો હારી નહીં જતા.પોતાની જાત ઉપર વિશ્વાસ રાખજો. એક દિવસ તમે જરૂર સફળ થશો.તમારે માત્ર વારંવાર પ્રયત્નો અને મહેનત કરવાની જરૂર છે. તમે નીચેની વાત કદી ભૂલતા નહીં .
નિષ્ફળતામે ઉદાસ મત હોના મેરે યાર,
અપની મંજિલ કે રસ્તા, હર કિસી કો મત પૂછના,
જો આપણા હૈ, વો અપના હી રહેગા,
ઉસકે લિયે હેરાન મત હોના,
ના મિલે તો, શોક મત કરના મેરે યાર,
ભગવતગીતામેં કહા હી હૈ કી, સમય સે પહેલે,
ઓર ભાગ્ય સે જ્યાદા,
કુછ નહીં મિલતા હૈ,
હમે તો કર્મ હી કરતે જાના હૈ .
વિશ્વાસ વિષે કહેવામાં આવે તો, કહેવાય છે કે વિશ્વાસ સુતેલા ને ઉભો અને ઉભેલાને દોડતો કરે છે. માંદા ને સાજો, તો આંધળાને સાજો કરવાની તાકાત માત્રને માત્ર હોય તો એ વિશ્વાસમાં છે. એના માટે કલ્પના ચાવલાની જ વાત જોઈએ, તો તેને પોતાની જાત પર વિશ્વાસ ન હોત તો, કલ્પના જેવી અવકાશયાત્રી હશે અથવા તો હોત એવી કલ્પના જ રહી ગઈ હોત.અને આજે એવી ખાલી કલ્પના જ રહી ગઈ હોત, કે એવું કોઈ પાત્ર બની ગયું .?? અને આજે પોતાના વિશ્વાસથી પુરુષ કરતા, પણ વધારે, મહાન કાર્ય કરી કલ્પનાએ એક સમાજમાં રહી રૂઠિચુસ્ત કલ્પનાને આકાર આપીને, તે આજે સમાજમાં, ઘણી મહિલાઓ માટે વિશ્વાસનું બીજ (પ્રતીક) બની ગઈ છે.
એટલે મિત્રો, એક વસ્તુ જ મારે કહેવી છે. કે આજુબાજુ માં સમાજ કે અન્ય લોકો શું કહેશે?? એ વાત તો છોડી દો, તમે સમાજ કુટુંબ માટે, કઈ પણ કરવા તૈયાર થશો. તો તમારી સામે આંગળી તો ઉઠાવાની જ છે. પરંતુ તમે કઈ પણ કાર્ય કરવા જાવ છો. ત્યારે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી, તમારા કામ રૂપી સાગરમાં ડૂબકી લગાવી દો.બીજા તો એમજ કહેશે, કે તમને મોતી નહીં મળે ,પણ લાખવાર પ્રયત્નો કરશો તો પણ, તમને મોતી હજાર મળશે.તમને અનુભવ મળશે એ જ લોકો જે તમારી હાંસી ઉડાવતા હતા એ જ લોકો તમારા વખાણ કરશે, પોતાની ઉપર વિશ્વાસ રાખજો તમે અનમોલ ચાવો તમને ટોળી શકે એવી કોઈ વ્યક્તિ દુનિયા માં છેજ નહીં પણ જે પણ કામ કરો તે સારી રીતે કરજો તે કામ અન્ય કોઈ કરે પણ તમારી જેવું તો નહીં . કામ વિશ્વાસ થી કરજો.