અંધશ્ર્ધ્ધા કે તર્ક..????
“ સીતારામ, ભાણા, “
“ સીતારામ, મામા”
“ ક્યા સુરેંદ્રનગર છો..? “
“ હા, મામા “
“..તો સાંજે આવી જા... કાલે નર્મદાએ જવાનુ છે.... પિત્રુકાર્ય્ માટે.. “
“ મામા તમે જઇ આવો..ત્યા મારુ શું કામ છે..?”
“ ના ના...તમને સાયન્સ વાળા ને તો ખાસ લઇ જ જવા છે..તમે આમા માનતા નથી ને એટલે તમને એકવાર વિશ્વાશ કરાવવો છે. “
મને થયુ કે લાય ને જઈ આવુ એ બહાને નર્મદા તો જોઈ લેવાશે....અને બેય કામ થઈ જાસે..
“ સારુ મામા હુ આવુ છુ.” એમ કઇ ને ફોન મુક્યો.
ને હુ તો ઉપડ્યો...... “ મામા નુ ઘર કેટલે, દિવો બળે એટલે...”
સાજે ૮:૩૦ તો ત્યાં....
આખુ કુટુંબ પોતાના પિત્રુ ને મોક્સ અપવવા માટે ની તડામાર તૈયારી મા ડુબેલુ હતુ. એક બાજુ મોટા મોટા વડીલો નો ડાયરો, તો, બિજી બાજુ મારા જેવા જુવાનિયાઓ તડામાર કરી ને લગભગ 20-૩૦ કીલો પુજાપા નો સામન અને ૬૦ જણા નુ સીધૂ વોલ્વો બસ ની ડેકિ મા ગોઠવી રહ્યા હતા. ત્યા મારી નજર એક બિજા ગ્રુપ પર પડી. ૬-૭ ખુરશી મા એક-બીજા સામ-સામા મોઢા કરી ને બેઠા હતા. એમા પણ એક વ્યક્તી તો હોટ સીટ પર બેઠો હતો.આજુ બાજુ મા ત્રણ મચ્છર અગરબતી સળગતિ હતી. વચ્ચે નાસ્તા ની ડીસો ભરેલી હતી. બધાના હાથ મા કાંઠા સુધી ભરેલી ચા ની રકાબી હતી. મને વિચાર થયો કે આ વળી કોણ મોંઘેરા મહેમાન કે જે ને આટલી બધી ફેસીલિટી મળતી રહી છે. ત્યા એમના ખભા પર લટકવેલા લાલ કલર ના સુતરવ રુમાલ પર પડી ત્યારે ખબર પડી કે આતો આજના મુખ્ય મહેમાનો “ ભુદેવો ” છે. (કર્મકાંડી બ્રહ્મણો)
કુટુંબનો નાના માં નાનો સભ્ય પણ રહી ના જાય તેની ખાસ તકેદારી રાખવમા આવિ હતી. (ભુદેવ ના કહેવા થી) મોટેરા ને પિત્રુ કાર્ય સંપન થયા પછી કુટુંબ માં સૌ સારા-વાના થસે એનો આનંદ અને.... નાના બાળકો અને મારી જેવા જુવાનિયા ને એ બહાને પિક્નીક નો આનંદ... આવા મિશ્ર આનંદ ને લઇને અમે બોટાદ થી તારાપુર ચોકડી- વડોદરા થઇ ને ડભોઇ તાલુકા નુ “દક્ષીણ ગુજરાત ના કાશી” તરીકે જાણીતુ એક નાનું એવુ ગામ “કરનાળી” (ચાંદોદ) મા લગભગ સવારે ૧૦:૦૦ વાગ્યે પહોચ્યા.
ગામ ના પાદર મા લગભગ 2૦૦ વરસ જુનુ ઘટાટોપ પીપળા નુ જાડ, આખા પાદરે પીપળા ના સુકા પાંદડા ની ચાદર ઑઢી હતી. પગ મુકો ને શેકેલા પાપડ ભાંગતા હોય એવો અવાજ આવ તો હતો. બરોબર જાડ ના થડ ની પાસે 1902 માં બનેલુ અડધુ તો જમીન મા દટઈ ગયેલુ જર્જરિત શીવ મંદિર ખંડેર જેવી હાલતમા મરામત ની રાહ જોતુ ઉભુ હતુ. પાદર ની સામે જ આધુનીક સુવીધા વાળુ સ્મશાન હતુ. ગામ ના પાદરે થી બે રસ્તા ફાટતાં હતા. એક તો ગામ તરફ જતો હતો. પાદર થી ગામ તરફ જતા સૌ પ્રથમ એક સુંદર મજાનો આશ્રમ દેખાણો.આશ્રમમા ગામ ના બ્રહ્મણો સવાર ની પુજા કરતા હોય એવુ લાગ્યુ. ગામમાં આટો મારતા ખબર પડી કે ગામ મા તો ઘણા બધા પૌરાણીક મંદીર છે. મંદીર વધારે હોય એટલે સ્વભાવીક જ છે કે ગામ મા બ્રહ્મણો ની વસ્તી વધારે જ હોવાની...! આખા ગામ મા RCC ના પાક્કા રસ્તા. ગામ ના બધા મકાનો આંખ ને ટાઢક આપે એવા રંગ થી રંગેલા, સ્વચ્છ અને સુઘડ. અને કચરો તો આખા ગામા મા દીવો લઈને ગોતવા જાવ ને તોય ના દેખાય..! . બીજો રસ્તો ઝાડી જાખરા માથી ક્યાક આગળ જતો હતો... હજી તો બધા બસ માથી ઉતરીને સમા નમા થતા હતા...એટલે મને એ રસ્તામા પણ ડોકીયુ કરવાની ઈચ્છા થઈ ગઈ. એ રસ્તે આગળ વધ્યો ત્યાં તો સાંકડી ગલી મા એક તિવ્ર ઢાળ વાળા પગથીયા ઉતરવા ના આવ્યા. પણ હુ ઉતર્યો નહી. અને દુર થી એક નજર ફેરવી ત્યા તો મારા આશ્ચર્ય્ નો પાર ના રહ્યો. દુર એક સુંદર શાંત નહેર દેખાણી ત્યારે ખબર પડી કે આ પગથીયા વાળો નદી નો એક ઘાટ છે. એક ક્ષણ માટે તો એમ થયુ કે શહેર ની દોડ-ભાગ વાળી જીદંગી છોડી ને શાંતીવાળી લાઈફ જીવવા આ સુંદર આદર્શ્ ગામ માં જ સેટ થઈ જવ....!!
કરનાળીમાં નર્મદા સાપે દોરેલા રસ્તા ની જેમ વાંકા ચૂંકા વહેણ મા વહે છે. દુર થી તો નદી ગુજરાતી પત્નીઓ જેવી લાગતી હતી એક દમ શાંત, પણ નજીક જઈ ને જોવો ત્યારે ખબર પડે કે આ ના પારખા નો કરાય..!! નદી ની બન્ને કાઠે લાઇન મા લગભગ 5૦૦ જેટલા સુકા ઘાસ ના છાયા વાળા ગાળા નાખી ને આજુ બાજુ ના ગામ ના લોકો એ અડ્ડાઓ જમવેલા હતા. ગાળા મા આગળ ના ભાગે એ ગાળા નો માલીક ( પરબારો માલીક ) ખાણી-પીણી ની દુકાન ચલવતો..અને પાછળ નો ભાગ અમારા જેવા કહેવાતા દુખીયારાને દુ:ખ દુર કરવા માટે ભાડે આપતો. આવો એક ગાળો અમે પણ ભાડે રાખ્યો.
હવે બ્રહ્મણો (કર્મકાંડી) નો વારો આવ્યો. અમે લાવેલો પુજાપા ને સરખી રીતે ગોઠવવા લાગ્યા.૭-8 બાજોઠ પાથર્યા. એના પર લાલ-લીલા કપડા ના ટુકડા પાથર્યા, એના પર જાત જાત ના આનાજ ના ઢગલા કર્યા. ચારેય ખુણે.. જુદા-જુદા ફળો મુક્યા... અને બીજો કેટલોય શણગાર સજાવ્યો…કારણ કે પૂજા મા મુકેલ્લો સામન જ ભૂદેવો લઈ જઈ શકે... એટલે સામાન ઘરે લઈ જવા માટે સામન ને ગોઠ્વવો જરૂરી હતો...
ગોઠ્વણી પુર્ણ થયા બાદ પાંચ જોડકા (પતી-પત્ની) ને વીધી મા બેસાડ્યા.... અને બસ...પછી થયો સામન્ય માણસ ને સમજાય નહી.. એવા શ્લોકો નો ગોળીબાર... વિધીમાં બેઠેલા ને તો એટલી જ ખબર પડતી કે.....ભુદેવો દ્વારા ”સ્વાહા” બોલાય એટલે... આહૂતી આપવાની....પછી એ સમજાણુ હોય કે ના સમજાણુ હોય.... વારા ફરતી વારા ભુદેવો બદલાતા રહે.... આહુતી પણ બદલાતી રહે...પણ આહૂતી આપવા વાળા એ ના એ જ... “ હમ પાંચ...”
મારા જેવા જુવાનીયાતો વીધી ચાલુ થવાની રાહ જ જોતા હતા . જેવી વીધી ચાલુ થઈ એવા જ જુવાનીયા બધા નદી મા ધુબકા મારવા પહોચી ગયા. બે-ત્રણ કલાક જેમ નાનુ છોકરુ પોતની “ મા ” નો ખોળા ખુંદતુ હોય તેમ...અમે સૌએ માં નર્મદા નો ખોળો ખુંદ્યો....!!! બાળપણ યાદ આવી ગયુ.....!!
બપોર પડ્તા જુવાનીયા નાહી- નાહી થાક્યા અને વિધી કરવા વાળા બીચારા વિધી કરીને થાકી ને લોથ-પોથ થઈ ગયા.. લગભગ ૧:૦૦ વાગ્યે.. જમવાનુ બની ગયુ. બધા એટલા ભુખ્યા થયા હતા કે કીધા વગર બેસવા માંડ્યા...પણ આજ ના મુખ્ય મહેમાન તો ભુદેવો છે ને…!!! મહેમાનો ને પ્રથમ બેસાડવાની આપણી પરંપરા કેમ વીસરાય..???
ઇંટરવલ પુરો થયો અને હવે થઇ ક્લાઇમેક્સ ની શરુઆત...!!! ભુદેવો ના કહેવા મુજબ આહુતી પિત્રુ ને પહોચિ ગઈ એટ્લે હવે પિત્રુ હાજર થાસે. “ હમ પાંચ...” અને સામે ગોઠ્વાણા આ આખા પિક્ચર ના મુખ્ય “હીરો” એવા મહાજ્ઞાની..... પોથી પંડીત.... કાશી રીટર્ન... ( કોણ જાણે કાશી જોયુ હસે કે નઈ...) મુખ્ય અતીથી... મુખ્ય ભુદેવ...(નામ ખબર છે..પણ લખતો નથી..). આખા કુટુંબ ને ” હમ પાંચ “ ની આજુ બાજુ ટોળે વળ્યુ...(હૂ, અને મારા મમ્મી-પપ્પા જ એક બાજુ ખુણા મા બેઠા હતા) બધાયે એક બિજા ના હાથ પકડી રાખ્યા.. આંખો બંધ... એક દમ સન્નટો... અને અચાનક... મુખ્ય ભુદેવ નો બુલંદ અવાજ થી શ્લોકોનો તોપમારો ચાલુ થયો....(એમ પણ પેલી કહેવત છે ને “ ખાલી ચણો વાગે ઘણો “.) એક ભુદેવ ના હાથ મા ટોકરી,,,બિજા બે ભુદેવો ચમચી લઇ થાળી વાગડવા લાગ્યા....થોડી ક્ષણોમાં તો વાતવરણ ને ગજવી મુક્યુ... .જેવો એક શ્લોકપુરો થાય એવો તરત જ બાજુ મા ઉભેલા ભુદેવો....આગળ ની હરોળ મા ઉભેલા ને પાણીની અંજલી છાટી. અને “હાલ..હાલ..”,”હાજર થા.... હાજર થા” એવા બરાડા પાડે, વળી પાછી શ્લોક વાળી ચાલુ....બાજુ મા ઉભેલા ભુદેવો..નુ પાણી છાટવા નુ ચાલુ ને ચાલુ...અને જેમ કોઇ શિક્ષક વીધ્યાર્થી ને નીશાળ મા હાજર થાવા નું કહે તો હોય એમ મોઢા માથી...બે જ શબ્દો...નિકળે... “હાલ..હાલ..”,”હાજર થા... હાજર થા....”, આ ભુદેવોએ એટલો તો કકળાટ કરી મુક્યો..કે થોડી વાર માં જ બાજુ માં જ્યા બીજાની વીધી ચાલુ હતી એ ભુદેવ કહેવા આવ્યો..” મહારાજ અમે પણ વીધી કરવાજ આવ્યા છીયે....!!!!” થોડી વાર પછી કુટુંબમા થી એક ને થોડી ધ્રુજારી આવી.. બસ પતી ગયૂ...ભુદેવો તો અંધારામા પ્રકાશ નું કિરણ જોઇ ગયા.....અને આદુ ખાઇ ને એની પાછળ પડી ગયા...”બોલ જો...કોણ છે..??”… હાલ..હાલ..”,”હાજર થા... હાજર થા.....બોલ જો કોણ છે..તુ...??? ભુદેવો થાકી ગયા થાળી વગાડી-વગાડી અને પાણી ની અંજલી છાંટી-છાંટી લગભગ બે ડોલ જેટલુ પાણી તો અંજલી છાંટવામા વાપરી નાખ્યુ હતુ. થાળી મા પણ ચમ્ચી ના માપ ના ઘોબા પડી ગયા હતાં. પણ પેલો ધ્રુજતો પીત્રુ “એક નો બે ના થયો...”
હવે ભુદેવો એ બીજા પાંચ વ્યક્તી ને આગળ ઉભા રહેવાનુ કહ્યુ..એમની સાથે પણ એજ ઉપર મૂજબ ની વીધી થઈ....પણ ખુણા માં બેઠા બેઠા અમે ત્રણય ને બે જ શબ્દો સમ્ભળાય.... “હાલ..હાલ..”,”હાજર થા... હાજર થા...”...મને એમ થયુ કે હુ ધુણતો ધુણતો જઇને ઓલા ભુદેવ ને કઈ આવુ...”કે હાલ ભાઇ હાલ..ક્યા જાવુછે તારે..?? ક્યાર નો “ હાલ ...હાલ...” મંડી જ પડ્યો છે...તે....”
હવે ત્રીજા લોટ નો વારો આવ્યો...એમા તો હવે પાંચ નઈ ૧૫ જણા ને લાઇન મા ઉભા રાખ્યા...સૌથી પહેલા નાના છોકરા..ત્યાર બાદ...મારા જેવા જુવાનીયા...ત્યારબાદ..કુટંબ ની વહુઓ,અને ત્યારબાદ...વડીલો..અને ફરી પાછી એ જ પ્રક્રિયા અને ભુદેવો ના એ જ શબ્દો.. ... “હાલ..હાલ..”,”હાજર થા... હાજર થા....”, આ “લોટ” મા પણ એક જુવાનીયા ને ધ્રુજારી આવી..એટલે બીજા ૧૪ જણા તો મનમાં ને મનમાં હરખાતા હોય કે હાશ..મને ના આવ્યા...!!!! .અને ભુદેવોતો ખેડૂત જેમ વરસાદ ની રાહ જોવે તેમ કોઈ ને ધ્રુજારી આવવાની રાહ જો’તા હતા.......પછી શુ...બીચારા ને અંજલી છાંટી-છાંટી ને નવરાવી દીધો...પણ પેલો પિત્રુ..” એક નો બે ના થયો...”
“ચા” લાવો...”ચા”...એક ભુદેવ નો યજમાન ને સાદ પાડ્યો.. એટલી વાર મા બધા ભુદેવો ને ભેગા થઈ ને ગપસપ કરવાનો સમય મળી ગયો...એક બાજુ ભુદેવો ની મીટીગ..તો બિજી બાજુ કુટુંબ ના વડીલો ની મીટીંગ.......ભુદેવો ની મીટીંગ નો એક જ ઉદેશ્ય કે આ ઉખાળેલાં કોકડા ને હવે સમેટવુ કઈ રીતે..???? અને બીજા બધા કુટુંબીજનો..તો આ સસ્પેંસ પીક્ચર ના ક્લાયમેક્સ નું અનૂમાન લગાવવામા જ મશગુલ હતા,,,, હુ બોટીંગ ની મજા લઈ ને હજી કાઠેં આવ્યો જ હતો..ત્યા મામા ને ઉભેલા જોયા..મોઢા પર સવારે જે તેજ હતુ તે ગાયબ હતુ...હુ આછુ હસ્યો...એટલે મામા સમજી ગયા...અને બોલ્યા :”ભાણા, તમારૂ સાયન્સ જીત્તતુ હોય એવૂ લાગે છે...!!!“ હુ મનમાં ગણગણ્યો...”મામા, સાયન્સ તો તેનો ઉદભવ થયો ત્યારથી જ જીતતુ જ આવે છે.”
ટી બ્રેક પુરો થયો..લગભગ ૫:૦૦ વાગી ગયા હતા...સુરજ દાદા હવે ધીમે ધીમે નદી મા ડુબવાની તૈયારી મા હતા. આજુ બાજુ ના તમામ લોકો વીધી પતાવી ને જતા રહ્યા હતા. અમારા ભુદેવો માટે રાત થોડી ને વેશ જાજા હતા....તો પણ ભુદેવો છેલ્લો એક મરણીયો પ્રયાસ કરવા માટે કટીબધ્ધ હતા. આખા કુટુંબ ને ફરી પાછુ ખડે પગે કરી દિધુ. ફરી એક વાર આખો દિવસ જે નાટ્ક ભજવાણૂ હતુ તે ભજ્વાયુ અને એ પણ વધારે આક્રમક્તા સાથે...આ વખતે પણ બે “ખોળીયા” મા પીત્રુ આવ્યા..હવે તો પિત્રુ પણ ભુદેવ સાથે સંતા-કુકડી રમતા હોય એવુ લાગતુ હતુ. ભુદેવો આ વખતે પિત્રુને છોડે એવુ લાગતુ નહોતુ. જેવી થોડી ધ્રુજારી આવી કે એક પછી એક ભુદેવો..શબ્દબાણ છોડવા લાગ્યા...
“બોલ જો..કોણ છે તુ..??”
“હાલ હાલ...બોલ..બોલ..જવાબ દે..જવાબ દે....”
“આખુ કુટુંબ ખડે પગે તને વીનવે છે...વીનંતી કરે છે....”
“આ જો કુવારી દીકરીઓ તને પગે પડે છે..તને શરમ આવવી જોઇયે કે તારી દીકરીઓ તને નમે છે...”
“જવાબ દે..જવાબ દે..જો જવાબ નઈ આપતો કોઇ તને માંનશે નઈ...તને કોઇ પુજશે નઈ.”
“હાલ જોય,,જવાબ દે તને તારી જનેતા ના સોગંદ..”
“ જો તારે હાજર થવુ જ નો’તુ થવુ તો ઘરે જ કહી દેવૂ તુ ને.....આવી રીતે આખા કુટુંબ ને ના જધ્ધાય..હેરાન ના કરાય....”
આવા કટુ વચન તો કોઇ ના સાંભળી શકે,...?? અને વળી આ તો પાછા પિત્રુ..!! એ થોડા સાંભળે..એ પોકારી પોકારી ને કહી રહ્યા હતા પણ સાંભળવા વાળો હુ એક જ....બિજા તો ભુદેવ ના પ્રભાવ થી પ્રભાવીત હતા ને...!!!
પીત્રુ કહી રહ્યા હતા કે: “આ કૂટુંબ ને અહી હુ નથી લઈ આવ્યો..આ બીચારા ભોળા કૂટુંબ ને તમારુ (ભુદેવનુ) પાખંડ અહી સુધી લઈ આવ્યુ છે....અને હા સાંભળી લો આ કૂટુંબ ને હુ નથી જધ્ધતો.....જધ્ધો તો તમે બધા ભેગા થઈને....બીચારા સુખી કૂટુંબમાં વ્હેમ ખોહિ દિધો કે કઈક નડે છે...અને કોઇ હાથ ના આવ્યુ એટલે પિત્રુ..અમે એક જ નવરા....ને...!!!! અમારે નડવા સીવાય પણ કામ-ધંધો હોય છે....!!! અને આ કૂટુંબીજનો તો અમારા છો'રા છે...કોઇ દી કોઈ મા-બાપ છોકરા ને નડે..??? એટલુ તો વિચારો....??? આટલુ કે'તા ની સાથે જ પિત્રુ ની આંખ માથી શ્રાવણ-ભાદરવો ચાલુ થઈ ગયો.!!!!
સુરજ દાદા એ પોતાની માયા સંકેલી લીધી...એટલે આ ભુદેવો પણ ભીનુ સંકેલવા માગતા હતા. એટલે હવે ભુદેવો એ નવા પાસા ફેક્યા. ...કે પિત્રુ ને કોઇક નડે છે...? એને કોઇક આડુ આવે છે...કોઇક બોલવા નથી દેતુ.....??? દાણા જોવો દાણા..એકિ-બેકી....!!! આખરે પોતનો કક્કો સાચો કરાવી ને ભુદેવો એ પોતાની માયાજાળ સંકેલી.
બધા કૂટુંબીજનો ના ચહેરા પર એક અલગ પ્રકારની નીરાશા સાથે સાથે ભુદેવો પ્રત્યે નો ગુસ્સો જોઇ સકાતો હતો...ભુદેવો ને તો એ વાત નો ડર હતો કે આ લોકો એમને લિધા વગર જતા ના રહે...!!! એટલે એ બધા સૌથી પહેલા બસ ની છેલ્લી સીટો મા ગોઠવાઇ ગયા...!!!.અને લગભગ ૭:૦૦ વાગ્યે અમે એ ભુદેવો અને પિત્રુઓ ની રણ ભુમિ છોડી. જેવી બસ ઉપડી એક્દમ સન્નટો છવાય ગયો હ્તો...ત્યાં જ મારી બાજુ માં બેઠેલા એક વડીલ મામા...(કે જેમને પિત્રુ ની ધ્રુજારી આવતી હતી) .....મોટે થી બોલ્યા: “અલા એય...બધા આજુ બાજુ જોઇ લેજો હો ક્યાક બસ માં પિત્રુ આવી ગયા ના હોય......!!!!!!!!! અને આખી બસ માં હાસ્ય નૂં મોજુ ફરી વળ્યુ...
હજી ઉપર ના નાટક ભજવાયાને ત્રણ દીવસ થયા ત્યાં તો મુખ્ય નાયક (ભુદેવ) મામા નાં ઘરે આવ્યા..અને કહેવા લાગ્યા કે : આપડે જે તમારા પીત્રુને નડે છે કે જે પિત્રુ ને બોલવા નથી દેતુ એની વીધી રાત્રે સ્મશાનમા કરવી પડશે. મામાએ કહ્યુ કે : “બધા કૂટુંબીજનોને પુછી ને તમને કહીશ. “ જતા જતા ભુદેવે બાકી નીકળતા રુપિયા ની માંગણી કરી. વીધીનું તો બહાનું હતુ ભુદેવને પણ ખબર હતી કે ફરીથી આ લોકો મારી જાળ મા ફસાવાના નથી. એ તો પોતાની બાકી નીકળતી ફી લેવા જ આવ્યા હતા. આ મુખ્ય નાયકે આ એક દિવસના નાટક ભજવવા નાં ૪૫૦૦૦/- નક્કી કર્યા હતા. એમા ૧૫૦૦૦/- પુજાપા પેઠે...બાકી ના ૩૦,૦૦૦ એ બધા એક્ટરો ની ફી....!!! આટ્લા મોંઘા તો બોલીવુડ ના એક્ટરો પણ નથી....! બીજી વાર પણ એ ભાઇ (મુખ્ય ભુદેવ) આવી ગયા..રૂપીયા લેવા...મામા કે “અમારૂ કામ તો થયુ નઈ ને, શાના રૂપિયા..???”. જેવુ વાક્યપુરૂ થયુ તેવોજ પેલો પાખંડી ભુદેવ ધુણવા લાગ્યો..અને બોલ્યો:’’ હુ સામા કાંઠા ની મેલડી બોલુ છુ..!!” આ ધુણ્યો એજ એની ભુલ...
બધા કૂટુંબીજનો ની મીટીંગ ભરાણી મામા એ બધા ને માંડી ને વાત કરી. હવે બધા વડીલો ને પેલાંનુ પાખંડ સમજાવા લાગ્યુ હતુ. ગામડે થી એક આવા પાખંડીને ઘોળી ને પી જાય એવા જાણકાર ને બોલાવ્યા. પછી પાખંડી ને બોલાવ્યો. મહા-મહેનતે તો એ “મહારાજા” હાજર થયા. ચોર તો પોતાની ચોરી ના જ સ્વીકારેને..!!! પછી તો વાત પહોચી છેતરર્પીંડી બાબતે અદાલતમા કેશ કરવા સુધી...!!! પછી મુખ્ય નાયક ઢીલા પડ્યા અને પોતાનું પાખંડ સ્વીકાર્યુ. અને જે રૂપીયા એડ્વાંસ મા લીધા હતા એ બધા પાછા આપી ને છેલુકી વાર ના રામ રામ કરી ને બિજા સાથે આવૂ ક્યારેય નહી કરે એવા સોગંદ લઈ ને રવાના થયા.
આ આર્ટીકલ નું તાત્પર્ય એ નથી કે સાયન્સ જીત્યુ કે હાર્યુ...!!!! તાત્પર્ય એટ્લુ જ છે કે એક કુટુંબ પોતાના જાત અનુભવમાથી શીખામણ લઈ ને આવી અંધશ્ર્ધ્ધા માથી બહાર આવ્યુ.અને હવે દરેક બાબત ને તાર્કીક રિતે વિચારતું થયુ. બિજા લોકોને પણ આવી અંધશ્ર્ધ્ધા માથી બહાર આવવા માટે એક ઉદહરણ પુરૂ પાડ્યુ અને સાયન્સ ના જાગ્રુતી ફેલાવવા ના અભીયાન મા પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યુ. અંતે તો સાયન્સની સાચી જીત તો લોકો માં જાગ્રુતતા ફેલાય એમા જ છે..!!