મહાન જાદુગર હૈરી હુડીની
ખ્યાતનામ જાદુગર હૈરી હૂડીની વિશ્વ નાં સર્વશ્રેષ્ઠ જાદુગરો ની હરોળ માં સ્થાન ધરાવતા જાદુગર હતા. હૈરી હૂડીની નોં જન્મ ૨૪ માર્ચ, ૧૮૭૪ નાં દિવસે બુડાપેસ્ટ હંગેરી માં થયો હતો. તેઓ નું અસલી નામ એરિક વીસ હતું. સગા અનેં સૌતેલા મળી અનેં તેઓ સાત ભાઈ બહેન હતા. બાળપણ થી જ હૈરી નેં જાદુ અનેં અવનવી ટ્રીક્સ શીખવા માં ગહન રૂચી હતી. જયારે પણ સમય મળે ત્યારે હૈરી પોતાનાં ભાઈ-બહેનો નેં અનેં મિત્રો નેં પોતે શીખેલી જાદુનીં કળા બતાવી તેઓ નું મનોરંજન કરતા રહેતા.
જ્યુઈશ (jewis) ધર્મ માં આસ્થા રાખનાર હૈરી હુડીની નોં પરિવાર વર્ષ ૧૮૭૮ માં આર્થિક તંગી દુર કરવા માટે અમેરિકા સ્થાયી થયો હતો. અમેરિકા માં આવ્યા બાદ સંઘર્ષ નાં દિવસો માં હૈરી હૂડીની નેં નાનીં મોટી નોકરી કરી ગુજરાન ચાલવવું પડતુ હતું. વર્ષ ૧૮૭૭ દરમ્યાન તેઓ નીં આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે બે-ઘર થવા નીં નૌબત આવી ગઈ હતી.
પગ પગ પર ઠોકર ખાતા હૈરી ને નાનપણ થી જ તકલીફો અને અપાર મુશ્કેલી ઓ નોં સામનો કરવો પડ્યો હતો પણ, તેઓ એ ક્યારે પણ હિંમત હારી ન હતી. જયારે પણ તેઓ નેં સમય મળતો તેઓ જાદુ વિષે લખાયેલા પુસ્તકો જરૂર વાંચતા, અનેં પોતાની મેજિક કળા વિકસાવા માટે સતત અભ્યાસ કરતા રહેતા. થોડા સમય માટે હૈરી હૂડીની એ નાટકો અને સ્ટેજ શોં માં પણ ભાગ લીધો હતો. પણ તેઓ નીં રૂચી મેજિક તરફ જ હતી.
એક ફ્રાન્સીસી જાદુગર નાં પુસ્તક “મેમોયર્સ ઓફ રોબર્ટ હૂડીની” થી પ્રભાવિત થઇ નેં હૈરી એ પોતાના નામ પાછળ “હૂડીની” શબ્દ જોડી દીધો હતો. ત્યાર થી તેઓ નું નાંમ હૈરી હૂડીની થઇ ગયું. વર્ષ ૧૮૯૧ ની શરૂઆત માં હૈરી એ પોતાનાં ભાઈઓ સાથે મળી અનેં ઘણા જાદુ શો કર્યા. આ સયુંકત સાહસ માં તેઓ નેં ખાસ લાભ થયો નહીં. ત્યાર બાદ હૈરી એ, તથા તેના બધા ભાઈઓ એ સ્વતંત્ર કામ કરવા નું શરુ કરી દીધુ હતું.
પોતાની સાથે જ કામ કરતી બૈસ નામ ની એક યુવતી સાથે હૈરી હૂડીની એ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેની પત્ની, હૈરી નાં જાદુ શોં માં જ સહાયક અદાકાર / આર્ટીસ્ટ તરીકે ભૂમિકા ભજવતી રહી. સમય વીતવા લાગ્યો અનેં દિવસે દિવસે હૈરી હૂડીની પોતાનાં કામ માં ખ્યાતી મેળવવા લાગ્યા. હવે પ્રસિદ્ધિ અનેં પૈસા બંને હૈરી નાં કદમો માં બિછાવા લાગ્યા હતા.
એક જાદુગર તરીકે પોતાનું કામ વિસ્તારવા હૈરી હૂડીની વર્ષ ૧૯૦૦ માં અમેરિકા થી લંડન આવ્યા. ત્યાં પોતાનાં એક જાદુ શો દરમ્યાન હૈરી એ બ્રિટીશ પોલીસ અધિકારીઓ નેં ત્યાં ખુલી ચુનોતી આપી કે, પોતે કોઈ પણ પ્રકાર ની હાથકડી ચાવી વગર ખોલી આપશે. ચુનોતી નોં સ્વીકાર કરતા ત્યાં ઉપસ્થિત એક પોલીસ અધિકારી એ હૈરી ના હાથ પર હાથકડી બાંધી આપી. અનેં પડ વાર માં હૈરી હૂડની એ પોતાને બંધન મુક્ત કરી અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો નેં આશ્ચર્ય-ચકિત કરી દીધા હતા.
બીજા એક મશહુર જાદુ શો “ચાઇનીસ વોટર ટર્ટલ સેલ” દ્વારા હૈરી હુડીની જાદુ નીં દુનિયા માં છવાઈ ગયા હતા. આ દિલ ધડક જાદુ ટ્રીક માં તેઓ નેં એક કાંચ નાં બક્સા માં ઉલટા લટકાળી અનેં ઉતારવા માં આવ્યા હતા. તેઓ નાં હાથ-પગ મજબૂત જંજીરો થી બાંધી દેવા માં આવ્યા હતા. થોડી જ વાર માં પોતાની કુશળતા દ્વારા હૈરી આ જાદુ સ્ટંટ પણ સફળતા પૂર્વક નિભાવી ગયા.
મહાન વ્યક્તિઓ ની એક ખાસિયત હોય છે કે તેઓ માં સફળતા કમાયા બાદ પણ સંતોષ હોતો નથી. હૈરી પણ કાઈક એવા જ મિજાજ નાં હતા. દિવસે નેં દિવસે તેઓ ખતરનાક અને દિલ ધડક જાદુ ટ્રીક્સ નાં અવનવા અખતરા અજમાવતા જતા. જેમાં ઘણી વાર તેઓ નો જીવ પણ જોખમ માં મુકાઇ જતો. હૈરી હૂડીની નેં જીવન નાં દરેક ક્ષણ માં રોમાંચ અને રહસ્ય પસંદ હતું. એટલે જ તો તેઓ કહેતા કે,,, હું જાદુ અંને રહસ્ય નોં જબરો પ્રશંસક છું કારણ કે માનવી નાં જીવન માં પણ તે જ તત્વો પ્રવર્તમાન હોય છે, એટલે જ તો જીવન અનેં મૃત્ય એક જટિલ રહસ્ય સમાન છે.
હૈરી હુડીની નીં એક બે હદ ખતરનાક જાદુ ટ્રિક માં તેઓ નેં હાથ અને પગ પર જંજીરો બાંધી અનેં લોઢાનાં બોક્ષ માં પૂરી દેવા માં આવતા. ત્યાર બાદ તે વજનદાર બોક્ષ, ઊંડા પાણી માં ઉતારી દેવા માં આવતું. ત્યાર બાદ પોતાની અસામાન્ય જાદુ ની કળા નાં પ્રભાવ થી હૈરી હૂડીની પોતાને તે બોક્ષ માં થી આબાદ બચાવી લેતા અનેં પાણી માં થી બહાર આવી જતા.
હૈરી હુડીની એ એક વાર જીવતો હાથી ગાયબ કરવા નું જાદુ બતાવ્યું હતું. એક વાર પોતાનીં જાત નેં સળગાવી અનેં આબાદ બચી જવા નાં જાદુ થી હૈરી હૂડીની એ ઓડીટોરીયમમાં ઉપસ્થિત લોકો નેં મંત્રમુગ્ધ કરી દીધા હતા. હૈરી હુડીની એ પોતાની ઉજ્વળ કારકેદી માં પ્રત્યેક વાર પોતાની પ્રતિભા થી દર્શકોનેં ઉત્કૃષ્ટ મનોરંજન પીરસ્યું હતું.
વર્ષ ૧૯૧૫ માં હૈરી હુડીની એ પોતાનાં એક જાદુઈ Stunt માં પોતાને ૬ ફૂટ જમીન થી નીચે, માટી માં દટાવી અનેં “Buried Alive Stunt” નિભાવ્યો હતો, જેમાં તેઓ મરતા મરતા બચ્યા હતા. તેઓ દ્વારા, કોફીન વગર જ માટી માં દટાઈ અનેં આ સ્ટંટ કરવા માં આવ્યો હતો. આ ખતરનાક સ્ટંટ માં જયારે હૈરી માટી નીં બહાર આવી રહ્યા હતા,,, અંને તેઓ નોં એક હાથ માટી બહાર આવ્યો ત્યારે જ તેઓ બે હોશ થઇ ગયા હતા.
પોતાનાં અનુભવ વિષે લખતી વખતે, હૈરી હૂડીની એ લખ્યું હતું કે “Buried Alive Stunt” તેમની જિંદગી નોં એક કપરો સ્ટંટ હતો, અને તે સમયે માટી નું વજન જીવલેણ હતું.
હૈરી હુડીની કહેતા કે,,, એક જાદુગર એ એવી ટ્રીક ક્યારે પણ પ્રદર્શિત નહી કરવી જોઈએ જેના વિષે તેને પુરતું જ્ઞાન નાં હોય અથવા તે ટ્રીક ભજવવા માટે પોતાને જ ખુદ પર વિશ્વાસ ના હોય. તેઓ નું માનવું હતું કે લોકો જે વસ્તુ જુએ છે, જે વાત નેં કાને થી સાંભળે છે તે જ મુજબ તેઓ નું મગજ નિર્ણય લે છે અનેં દિલ વિશ્વાસ કરે છે. હ્યુમન સાયક્લોજી વિષે પોતાની આ જ ધારણા થી તેઓ નેં એક સફળ મેજીશિયન બનવા માટે પ્રેરણા મળતી.
અત્યંત પ્રતિભાશાળી અનેં જોશીલા સ્વભાવ નાં જાદુગર હૈરી હુડીની એ પોતાનાં જીવન માં વિશ્વ નાં ઘણા દેશો માં ભમણ કરી અનેં પોતાની કળા નું પ્રદર્શન કર્યું હતું.
કહેવાય છે કે એક જાદુગર નાં રાઝ તેની કબર સાથે જ દફન થઇ જાય છે. હૈરી હુડીની નામક મહાન હસ્તી નાં રહસ્યમય જાદુ નાં ભેદ પણ તેના જીવન નાં અંત સાથે જ લુપ્ત થઇ ગયા. ૩૧ ઓક્ટોબર ૧૯૨૬ નાં દિવસે ૫2 વર્ષ ની ઉમર માં હૈરી હૂડીનીએ અંતિમ સ્વાસ લઇ આ વિશ્વ નેં અલવિદા કહી ગયા. હૈરી હુડીની ની મૃત્યુ આન્ત્રવેષ્ટનદાહ ની બીમારી થી થયું હતું.
વર્તમાન સમયમાં આજે તે મહાન જાદુગર આપણી વચ્ચે નથી, પણ ફિલ્મ, ઈતિહાસ સાહિત્ય, અંને સીરીયલ જેવા માધ્યમો દ્વારા આજે પણ તેમના જીવન ચરિત્ર નેં વારે વારે પુનરાવર્તિત કરવા માં આવે છે. અનેં આધુનિક યુગ નાં ઘણા નૌ-સીખીયા જાદુગરો હૈરી હુડની નેં પોતાનાં આદર્શ ગણે છે.
==============================================================