જશના ફેસબુક એકાઉન્ટમાં આજે ફરીથી ક્રિષાનો મેસેજ હતો. “હેય આઈ મિસ્સ યુ”
પાછલા દોઢેક વર્ષમાં આવેલા ઘણા બધા મેસેજની જેમ જ આ મેસેજ પણ તેણે ઇગ્નોર કરવાનું નક્કી કર્યું પણ કોણ જાણે શું થયું તેને અને તેણે રીપ્લાય કર્યો. “હેય શું કરે?”
જશને ખુદને ખબર ના પાડી કે તેણે શા માટે રીપ્લાય કર્યો? તે વાત કરવા તો નહોતો માંગતો. તેના અત્યારના હાલાત પણ બરાબર નહોતા. આ તરફ ક્રિષાને આનંદનો પાર નહોતો કારણ કે, તેણે ફરીથી તેની બોરિંગ, અવગણના અને નફરત ભરેલી જિંદગીમાં કઈક નવી આશા દેખાતી હતી.
પરંતુ હવે આ બંને પહેલાના જશ-ક્રિષા નહોતા. તેઓ મોટા થઇ ચુક્યા હતા. વધુ પરિપક્વ અને જવાબદાર. તે બંને ખુબ જ ફોર્મલી વાતો કરતા હતા જાણે પહેલા ક્યારેય જાણતા જ ના હોય. ક્રિષા વાત વાતમાં પૂછી લેતી કે તને ત્યારે એક વાર પણ ના થયું કે કઈ ખબર અંતર પૂછે મારા? મને થતું જ અને ઘણું બધું થતું, પણ ત્યારે સંજોગો અલગ હતા. “હશે ચાલને તું કહે તો માની લઉં”
“ઓકે” આટલી સોફીસ્ટીકેટેડ વાત કરતા હતા જાણે એકબીજા પર ઉપકાર કરતા હોય. છેવટે જશે કહ્યું કે છોડને યાર તું નહી સમજે. અને હવે ફરીથી ક્રિષાનો બર્થડે આવતો હતો તો સામેથી જશે કહ્યું કે તું ફ્રી હોય તો મળીએ, હું રજા પાડી દઈશ જોબ પર. બને એગ્રી થયા અને મળવાનું નક્કી કર્યું. ઘણા બધા સવાલો પૂછવાના હતા બંનેને અને ઘણી બધી વાતો કરવાની હતી.
અને ફરી એક વાર એ દિવસ આવી ગયો 31st ઓકટોબર. જશ તેની બાઈક લઈને રાહ જોતો હતો, ત્યાં તે પણ પોતાની એકટીવા પર આવી. હર હંમેશ તેના ફેવરીટ બ્લેક કલરનું ટી-શર્ટ અને સ્કાય બ્લુ જીન્સ તેણે પહેરેલું હતું.
“વેરી વેરી હેપ્પી બર્થડે” જશે આવતા વેત જ વિશ કર્યું. “થેન્ક્સ” ક્રિષાએ જવાબ આપ્યો.
પાસેના સબ વે માં જઈને બંને બેઠા. થોડીક વાર તો શું બોલવું તે કોઈને સુજ્યું નહી. જશ મૌન તોડતા બોલ્યો, આ સ્કાર્ફ તો જાણીતું છે કે કે નહી?? “હા પહેલા હું આવતી ત્યારે આજ હતું.”
“ઓહહ નાઈસ” , “હમમ...”
“કઈ ઓર્ડર કરીએ?” ક્રિષાને કઈ બીજું બોલવાનું સુજ્યું નહિ તો આટલું બોલી.
“બેસ ને તારે ક્યાં ઉતાવળ છે!! શાંતિ થઈ મગાવીએ.”
“ઓકે મને કઈ પ્રોબ્લેમ નહિ, આતો તને ભૂખ લાગી હોય તો!!”
“ના મને નહિ લાગી, તું બોલ શું ચાલે?? ઘણા સમયથી વાતો નહિ કરી બોલ કઈક”
“બોલવામાં ને, એમાં તો એવું છે કે જ્યારથી આપણે વાત કરવાનું બંધ કર્યું ત્યારથી મારા ઘરના લોકોનું વર્તન તો બદલાય જ ગયું છે. મને ત્યાં રહેવાની ના પાડી દીધી હતી અને અપ ડાઉન કરવાનું કહ્યું. હા હમણાં થોડા સમયથી વળી સરખું ચાલે છે. અને જયારે મને સૌથી વધુ તારી જરૂર હતી ત્યારે તું એટ લીસ્ટ રીપ્લાય પણ નતો આપતો.” ફિક્કું હસીને તેણે આગળ ચલાવ્યું.
“મેં માસ્ટર્સ ચાલુ કરી દીધું છે, એ પણ જલદી મેરેજ ના કરી દે એટલે. વચ્ચે છોકરા જોવાની વાત પણ પુર જોશમાં ચલાવેલી પણ આમતેમ કરીને તે કેન્સલ કરાવ્યું અને ભણવાનું બહાનું કાઢ્યું. અને હજુ પણ મારે લગ્ન નથી જ કરવા એટલા માટે હવે IELTS ની તૈયારી કરું છું. મારે બહાર જતું રહેવું છે. બસ આટલું છે” તેનું ગળું સુકાયું હોય તેવું લાગ્યું એટલે જશે પાણી નો ગ્લાસ આગળ ધર્યો અને પાણી પી લેવા કહ્યું. અડધો ગ્લાસ પીધા પછી તેણે કહ્યું કે “તું કે તારે શું ચાલે છે?”
“જો ક્રિષા હું કોઈ સફાઈ નથી આપતો મારી કે નથી કોઈ સ્વબચાવ કરતો પણ, તને ખાલી જણાવું છું. તું જે કહે છે કે હું તને રીપ્લાય નહોતો કરતો, તો તું જ તારી રીતે વિચાર કે રખે ને તારી જગ્યા પર વાત કરવા વાળું કોઈ બીજું હોય અને ફરીથી તારા પપ્પા જાણે કે આપણે હજુ પણ વાતો કરીએ છીએ તો તારી હાલત શું થાય?? મને તારી ચિંતા હતી એટલે હું રીપ્લાય નહોતો કરતો. પછી તારે જે સમજવું હોય તે” સૌથી પહેલા તેણે આ બાબત પર બોલવાનું ઠીક લાગ્યું એટલે તે જે હતું તે બોલી ગયો.
“પણ તારે મને સમજાવાય ને આવું!! મને ખબર નહોતી અને હું ખોટે ખોટી અત્યાર સુધી તને બ્લેમ કરતી રહી” આટલું બોલ્યા પછી કદાચ તેનાથી રડાય ના જાય એટલે તેણે નજર ફેરવી લીધી.
“અરે ડીઅર આટલી તો ખબર પડવી જોઈએ ને, એમ તો ઘણી ખબર પડે છે”
“ઓકે હવે એવું નહી કરું, પણ જશ મને પ્રોમીસ કર કે હવે તું વાત કરવાનું બંધ નહિ કરે ને..??!!” ક્રિષા એકદમ આતુરતાથી બોલી.
“કઈક ઓર્ડર કરીને પછી બેસીએ” જશે વાત ફેરવતા કહ્યું. “ઓકે તારે જે મગાવવું હોય એ કહી દે મારે ચાલશે”
જશ કાઉન્ટર ઓઅર જઈને 2 સબ અને કોલ્ડડ્રીંકનો ઓર્ડર આપી આવ્યો, એકમાં રેગ્યુલર બ્રેડ અને એકમાં ઇટાલિયન વ્હાઈટ. “હા હવે બોલ શું કહેતી હતી તું?”
“તું વાત કરવાનું બંધ નહિ કરે ને હવે?”
“જો ક્રિષા તું અત્યારે જે જશ સામે બેઠી છે તે પહેલાનો જશ નથી. ઇવન હું અત્યારે તારી સાથે બેસવાને પણ લાયક નથી. હું તને મારી કરતૂતો કહીશ તો તું અત્યારે જ ઉભી થઈને ચાલી જઈશ”
“તું કદાચ ગમે તે કહીશ તો પણ તે નહિ બને, બોલ શું ફેરફાર છે તારામાં પહેલા કરતા?”
“મારું કેરેક્ટર સારું નથી હવે, I have slept with a girl.” તે ભાવશૂન્ય થઈને બોલ્યો.
“હું ના માની શકું, તારે વાત ના કરવી હોય તો ડાઈરેક્ટ કહી દે પણ આવું ના બોલ પ્લીઝ”, “આ સાચું છે ક્રિષા મેં કહ્યું હતું ને તને હું તારે લાયક નથી”
થોડીવાર સુધી શાંતિ રહી તેમણે ઓર્ડર કરેલું મેનુ આવી ગયું હતું.
“પણ શુકામ, શા માટે?” ક્રિષા જશનો હાથ પકડીને પૂછવા લાગી.
“ભણવાનું પૂરું થયું, નોકરી પણ લાગી ગઈ. પણ મારે જે કરવું હતું તેવું થઇ ના શક્યું અને તેવી નોકરી પણ ના મળી. ઉપરથી ઘરની જવાબદારી, ઘરના પ્રોબ્લેમ્સ, અને કઈક તો મારી મહત્વાકાંક્ષાઓ. આ બધું પૂરું ના થાય ત્યારે કેટલું નિરાશ થઇ જવાય તેની કદાચ તને ખબર નહિ હોય. અને હા આ બધાને હું મારા ખરાબ કેરેક્ટર પાછળ દોષી નથી માનતો, મારા કરતા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હશે કોઈને પણ હું થાકી ગયો છું આ બધાથી. અને મેં નકી કર્યું હતું કે થોડીક વાર તો થોડીક વાર પણ રિલેકસેશન તો મળશે. બસ આટલા ખાતર જ મેં આ નક્કી કર્યું. અને કર્યું પણ ખરું” જશ એકદમ શાંતિથી અને થોડાક એવા ખેદ સાથે બોલી ગયો.
“નાસ્તાની તો ઈન્સલ્ટ ના કરીએ..!! ચલ ખાઈ લે” ફરીથી જશ જ બોલ્યો.
“અને છતાં પણ જો તું સંબંધો રાખવા માગતી હોય તો હું ચાલુ રાખીશ વાત કરવાનું બસ, ચલ હવે ખાઈ લે.” જશે તેનો હાથ પકડીને ખાતરી અપાવી.
ક્રિષા બધું જ ભુલાવીને ફરીથી સંબંધ બાંધવા તૈયાર થઇ ગઈ. પણ જશ હજુ તેની નિરાશામાં જ હતો.
pg 32
ફરીથી તે બંનેના સારા દિવસો શરુ થયા અલબત રીલેશનશીપ બાબતમાં. જે વાત ફોર્મલી થતી હતી તેમાં હવે ગુસ્સો, પ્રેમ, રીસાવાનું અને મનાવાનું જોડાયું. જશ આખો દિવસ જોબ પર હોવા છતાં ઘણો સમય ચેટ કરવા માટે અને ફોન પર વાત કરવા માટે કાઢી લેતો. અને હા ક્રિષાના પપ્પાએ તેણે ફોન અને સીમકાર્ડ પણ અપાવી દીધેલા. અપડાઉન કરવાનું હોય રોજ તો ફોન હોય તો સારું એવા આશયથી.
હવે વાત કરતા તે પહેલા જેવી બાલીશ વાતો નહોતી. મેચ્યોર અને જવાબદારી વળી વાતો હતી. જશને ઘરની જવાબદારી હતી અને તે બને તેટલુ પોતાની ફેમેલી માટે કરવા માંગતો હતો પણ, આર્થિક સંકડામણના કારણે તે ખુદને જ કોસ્સ્તો રહેતો. બીજી બાજુ ઘરમાં હંમેશા તંગદીલી ભરેલા વાતાવરણને લીધે ક્રિષા પણ સરખું જીવી ના શકતી. બંને જણ એકબીજા સામે હૈયા વરાળ ઠાલવતા અને આપોઆપ જ સાંત્વના મેળવી લેતા. ક્રિષા હંમેશા ફરિયાદ કરતી રહેતી કે તેના પપ્પાનો સ્વભાવ કેવો છે?? તેનો ભાઈ આખો દિવસ ફોન લઈને બેસે તો તેણે કઈ ના કહે અને તેને થોડીક વાર પણ જોઈ જાય તો કહે કે કામ કરો કામ. આતો એક વાત થઇ આવા તો હજારો મહેણાં તેણે રોજબરોજ સાંભળવા પડતા. એક વાર તો તેણે દીપિકાની dp રાખી તોય ભાષણ ને લેક્ચરબાજી સાંભળવી પડેલી.
તેના પપ્પાની આટઆટલી કુટેવો છતાં તે તેને પ્રેમ કરતી અથવા તો પ્રેમ કરવાનો પ્રયત્ન કરીને દિલને સમજાવતી. પોતા સાથે જ વાત કરતી હોય તેમ મનને સમજાવી લેતી કે એતો વડીલ છે ને, આપણા સારા માટે જ કહેતા હશે. અને તેમને પણ ટેન્શન હોય એટલે કદાચ ગુસ્સે થઇ જતા હશે.
આ બધી વાત જશ સાંભળતો ત્યારે તે પણ એમજ કહેતો કે એમને આપણી ચિંતા હોય એટલે કરતા હોય એવું.
જશ વાત કરતો ત્યારે કહેતો જ કે મને છોકરીઓ માટેની કોઈ જ ફીલિંગ્સ હવે રહી નથી. આપણે વાત કરીએ છીએ તે પણ ફ્રેન્ડ છીએ સારા એટલે. મારી પાસે ટાઈમ હોય નહિ અને ખોટું કોઈને એમ થાય કે હું બીઝી જ રહું છું અને કોઈ સંભાળ નથી રાખતો. મારે અત્યારે કઈક કરવું છે, શું કરવું છે એ ખબર નથી પણ કઈક તો કરવું જ પડશે હવે. અને તેના માટે આવી બધી વાત બાજુ પર મુકવી પડે.
“હાં સાચી વાત છે તારી કેરિયર બનાવવા કઈક તો છોડવું જ પડે” ક્રિષાએ તેમાં સંમતિ પુરાવી.
“હવે ખબર પડી કે હું શા માટે તને ઇગ્નોર કરતો હતો કે મેસેજ નહોતો કરતો?”
“અરે સોરી યાર પણ, તારી એ વાત મને હવે સમજાય છે” ક્રિષાને અફસોસ થતો હોય તેમ તે બોલી.
“હું સારા માટે જ કરતો હોઉં પણ તને સ્સંજય નહિ તો શું કરવું મારે?”
“હવે સમજાઈ ગયું મને, હવે એવું નહિ થાય” ક્રિષાના આ રીપ્લાય સાથે જશ મનમાં વિચારવા લાગ્યો કે આ કેટલામી વાર હશે ‘હવે આવું નહી થાય’ એ.
“અને હેય તને પેલી ખબર પડી કે કોણે કીધેલું તારા પપ્પાને આપણું” જશે અધીરાઈથી પૂછ્યું.
“ના એમ ક્યાંથી ખબર પડે?”
“તું મને શું ગીફ્ટ આપવાની છે એ કેટલા લોકોને ખબર હતી? મીન્સ કે તારી કેટલી ફ્રેન્ડસને?”
“એતો ગરિમા, કાજલ અને ટીનાને...”
“ટીનાને કેમ?”
“એતો એક દિવસ રૂમમાં આવી ત્યારે હું બનાવતી હતી તો કીધેલું કે હમણાં બર્થડે પર ગીફ્ટ આપવાનું છે”
ક્રિષા જશનો કહેવાનો મતલબ સમજી ગઈ કે ટીના હોઈ શકે કારણ કે તેની પાસે જશનો નંબર પણ હતો. “પણ પપ્પા પર તો કોઈ ભાઈનો ફોન આવેલો” ક્રિષાએ જણાવ્યું
“તેને હસબન્ડ પણ હતો ખબર છે?”
“ઓહહ શીટ્ટ!!! તો એ બંનેએ સાથે મળીને કર્યું હશે??” ક્રિષાની આંખો પહોળી થઇ ગઈ.
“પરેશ નામ હતું તેના હસબન્ડનું?” જશે પૂછ્યું
“હાં તને કેમ ખબર??”
“તે મને જે નંબર આપેલો કે જેમાંથી તને કોલ આવેલો બધું બંધ કરવા માટે તેના પર ફોન કરી ક્રોસ ચેક કરાવેલું મેં, તે કોઈ પરેશનો જ નંબર હતો”
“હરામીની કેવી હતી એ?? હું મારી નાખીશ મળશે તો” ક્રિષા ગુસ્સામાં બોલી ગઈ.
“કઈ નહિ ચલ થવાનું હતું તે થઇ ગયું”
“હવે કામ છે પછી કરું બાય” જશે મેસેજ કરીને ફોન બાજુ પર મૂકી દીધો.
To be continue
Email: karkarprince78@gmail.com
Cell/Mo No.: 7405560760