The Play - 4 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | The Play - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

The Play - 4

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

મેઘ નવ્યાનાં હાથનો સ્પર્શ કરીને છુટો પડે છે. બટ એના વિચારોમાં સતત નવ્યા હોય છે. શિવ અને પાર્વતિનો સંવાદ થાય છે. શિવનો પાત્રો પ્રત્યેનો પ્રેમ પાર્વતિજી મહેસુસ કરે છે. નવ્યાને ઓફીસમાં આરકાઇવલ મેનેજર તરીકે પ્રમોશન મળે છે. શિવને ખબર પડે છે કે ઇન્દ્રએ ભુલ કરી છે. ઇન્દ્રએ મેઘનું રૂપ લઇને તર્જનીની ફ્રેન્ડ ખ્યાતી સાથે એક રાત પસાર કરી એવુ જાણવા મળે છે. મેઘ નવ્યાને મળવા એ જગ્યા પર જાય છે જ્યાં એણે નવ્યાને પહેલા જોઇ હતી. આખરે બન્નેનો કોઇ સમસ્યા વિના ભેટો થાય છે. બન્ને એકબીજાના નામની આપલે નજરો મેળવીને કરે છે. હવે આગળ.

4. Love

હું જાણુ છું.’, મેઘ બોલ્યો.

અહિં કોઇ કશું નથી જાણતુ.’, નવ્યા પોતાના નાજુક અવાજમાં બોલી. બન્ને ઓછા બોલા અને બન્ને બોલી રહ્યા હતા.

હું જાણ છુ કે તમે એવુ વિચારતા હશો કે હું તમારી પાછળ છું.’, મેઘે પોતાના દરવાજા ખોલ્યા.

મને ખબર છે તમે જાણો છો.’, નવ્યાના ચહેરા પર આછી મુસ્કાન આવી. મેઘે નવ્યા સામે જોયુ. નવ્યાએ પણ મેઘ સામે જોયુ. નવ્યાની આંખો પાણીના આછા પડને કારણે ચમકતી હતી. બન્નેની ધડકનો સામાન્ય નહોતી.

હું એમ કહુ કે આપણે થોડીવાર સાથે બેસીએ તો તમે શું કહેશો?’, મેઘે ધીમેંથી કહ્યુ.

સ્થળ હું પસંદ કરીશ.’, નવ્યા ફરી એજ નાજુકતાથી બોલી. મેઘના આનંદનો પાર નહોતો.

વરસાદ બંધ થઇ ચુક્યો હતો. નવ્યા અને મેઘ બન્ને કારમાં બેઠા. નવ્યા મેઘને હાથના ઇશારા વડે રસ્તો બતાવી રહી હતી. કાર શહેરથી થોડા દૂર અંતરીયાળ વિસ્તારમાં જઇ રહી હતી. ભીના ધોવાયેલા રસ્તા, થોડીવારમાં આકાશમાં ઉઘાડ પણ આવી ગયો. ખરેખર પ્રકૃતિનો કોઇ ભરોસો નથી હતો, એવુ લોકો કહે છે, સાચુ છે ખરૂ? મેઘે કારની બારીઓ ખોલી. ધીમી ગતીએ ચાલતી કારમાં ઠંડો પવન આવ્યો. નવ્યાએ આંખો બંધ કરીને બારી પર ચહેરો ટેકાવ્યો.

તમે બહુ બોલતા નથી.’, મેઘે કહ્યુ.

તમે પણ.’, નવ્યા થોડુ હસીને બોલી.

એમ તો હું બોલુ છું, બટ આઇ ડીડન્ટ એક્સપેક્ટેડ ધીઝ. હું ખુબ નર્વસ હતો.’, મેઘ બોલ્યો. નવ્યાએ સામુ જોયુ.

હું બહુ ઓછી વાત કરૂ છુ, લોકો કહે છે હું ઇન્ટ્રોવર્ટ છું. બટ આઇ ડોન્ટ નો.’,

અહિં, થોડુ અંદર’, નવ્યાએ જમણી તરફ હાથ બતાવતા કહ્યુ. કાર શાંત રસ્તાના કિનારે આવીને ઉભી રહી હતી. ચારેતરફ અંધારૂ હતુ, વાતાવરણમાં વરસાદ પછીની ઠંડક હતી. બન્ને રસ્તાથી થોડા દૂર અંદર ચાલતા થયા.

શું છે અહિં?’, મેઘ બોલ્યો.

તમે જાતેજ જોઇ લો. ચાલવામાં સંભાળજો.’, આગળ રસ્તો થોડો ખરાબ અને પથરાળ હતો. મેઘે પોતાના મોબાઇલની લાઇટ કરી. લોકો થોડી ખુલ્લી જગ્યામાં પ્રવેશ્યા. સામે એક મોટુ સરોવર હતુ, એની પેલેપાર પાંચ મોટી ટેકરીઓ હતી અને સરોવર કિનારે એક ચ્હાની કિટલી હતી. આસપાસ પથ્થરના ટુકડા નાખીને બેસાય એમ સમથળ કરવામાં આવ્યુ હતુ. ઝુપડી પર ના પીળા લેમ્પનો પ્રકાશ આસપાસ અંજવાળુ ફેલાવતો હતો, થોડાક યુગલો પણ બેઠા હતા. મેઘ અને નવ્યા એકબીજાથી મધ્યમ અંતરે બેઠા.

ખરેખર બ્યુટીફુલ છે, તમારા જેમ.’, મેઘે ચ્હાની ચુસ્કી મારી. નવ્યા થોડી શરમાણી.

મોસ્ટલી હું અહિં એકલી આવુ છુ. મને એકાંત વધારે પસંદ છે.’

ઓનેસ્ટલી, મને ખબર નથી પડતી હું શું બોલુ.’, મેઘ હસીને બોલ્યો. નવ્યા ખડખડાટ હસી પડી.

ઓહ્હ આઇ એમ લાફીંગ.’, નવ્યા તરત હસતી બંધ થઇને બોલી.

ધેન વ્હાય રેઝીસ્ટ?’, બન્નેની આંખો ફરી ટકરાણી. નવ્યા કંઇ ના બોલી શકી. એણે પોતાની ચ્હાની પ્યાલી બાજુમાં મુકી.

વી બેરલી નો ઇચ અધર, ખબર નહિં કેમ આટલુ સ્પીડમાં થાય છે?’, એણે પોતાના ચહેરા આડા હાથ દઇને કહ્યુ.

આઇ મસ્ટ સે આઇ એમ નોટ ડ્રાઇવર ધેન.’, બન્ને હસી પડ્યા. બન્નેએ પોતાની ચ્હા પતાવી. નવ્યા ઉભી થઇને સરોવરની આગળ જઇને ટેકરી તરફ નજર ટેકવીને ઉભી રહી. મેઘ નવ્યાને પાછળથી જોતો રહ્યો. અદભૂત વાતાવરણને માણી રહી હતી. મેઘ ઉભો થયો અને નવ્યા પાસે ગયો. એણે નવ્યાના ખભા પર હાથ મુક્યો. નવ્યા પાછળ ફરી.

આઇ વુડ લાઇક ટુ ડેટ યુ.’, મેઘે કહ્યુ. નવ્યા મેઘ સામે જોઇ રહી. થોડીવાર સુધી કંઇ ના બોલી.

મને ખબર નથી આપણી ડેટ કેવી રહેશે, બટ ફર્સ્ટ ટાઇમ આઇ એમ ફીલીંગ ફોર સમવન.’, મેઘે ચોખવટ કરી.

હું બે વખત ડેટ પર જઇશ તમારી સાથે, ઇનકેસ પહેલી ડેટ ખરાબ જાય તો પણ હું બીજો ચાન્સ આપીશ.’, નવ્યા હસી પડી.

થેંક્યુ.’, મેઘ બોલ્યો.

ડોન્ટ.’, નવ્યાએ કહ્યુ.

તમે મારો હાથ પકડી શકો.’, નવ્યાએ થોડા દૂર ઉભેલા મેઘને કહ્યુ. મેઘ થોડો આશ્ચર્યચકીત થયો. મેઘે ઘણી છોકરીઓ જોઈ હતી જે પહેલી મુલાકાતમાં સેક્સ સુધી પહોંચી જતી, પણ મેઘ બીજી મુલાકાતમાં હાથ પકડવો પણ અઘરૂ કામ હતુ. મેઘની ધડકનો થોડી વધી. અચકાઇ રહ્યો હતો.

બહુ ડરોમાં.’, નવ્યાએ થોડુ હસીને કહ્યુ. મેઘના ચહેરા પર પણ સ્માઇલ આવી ગઇ. મેઘ નવ્યાની બાજુમાં ગયો એણે પોતાનો જમણો હાથ નવ્યાના ડાબા હાથમાં પરોવ્યો. સમયે ટેકરીની પાછળથી ચંદ્ર ઉગ્યો અને એના પ્રતિબીંબે સરોવરના પાણીને પ્રકાશીત કરી દીધુ. બન્નેના હાથમાં અજબ શક્તિ આવી. પૂર્ણ ચંદ્ર એનો સાક્ષી હતો.

***

મમ્મી એને હું ભુલી નથી શકતો.’, મેઘ નંદિનીના ખોળામાં માથુ નાખીને સુતો હતો.

મને ખબર છે કેવી લાગણીઓ હોય છે.’, નંદિની જાણે પોતાનાં ભૂતકાળનાં ચિત્રો જોઇને બોલી હોય રીતે કહ્યુ.

એનો હાથ ખુબ સોફ્ટ હતો, જે રીતે બોલે છે જાણે જીવજંતુઓને પણ હાની ના પહોંચે, મમ્મી મારી લાઇફની બેસ્ટ મોમેન્ટ્સમાંની એક મોમેન્ટ હતી .’, મેઘ છત પર પોતાની આંખો ટેકવીને કહ્યુ.

વાતો કોઇને ના કહીશ, મને પણ નહિં, પોતાના માટે સાચવી રાખ. તુ શબ્દોમાં કહી નહિં શકે.’, નંદિનીએ મેઘના માથા પર હાથ ફેરવતા કહ્યુ.

નવ્યા. નવ્યા. નવ્યા.’, મેઘ બબડ્યો.

ક્યાંક પાગલ ના થઇ જતો.’, નંદિનીએ હસીને કહ્યુ.

કદાચ હવે તો મોડુ થઇ ગયુ, એવુ લાગે છે હું પાગલ થઇ ચુક્યો છું.’, મેઘે નંદિનીનો હાથ પોતાના હાથથી પોતાની છાતી પર મુક્યો.

હાશ, હજુ તો તુ પાગલ નથી થયો.’, નંદિનીએ ખીખીલાહટ વાળા ચહેરે કહ્યુ.

આઇ ડોન્ટ કેર માય નંદુ.’, મેઘે નંદિનીના ખોળામાં પડખુ ફેરવ્યુ.

અચ્છા કેટલાક સવાલો તને પૂછુ આજે?’, નંદિનીએ ડાબી આંખ અને નેણ ઉંચા કરીને મેઘ સામે જોયુ.

બોલ બોલ.’, મેઘ ખોળામાંથી એક્સાઇટમેન્ટમાં ઉભો થઇ ગયો.

મમ્મીના સવાલો નથી, એક ફ્રેન્ડના સવાલો છે હો.’, નંદિનીએ પોતાની જમણી આંખ અને નેણ ઉંચા કર્યા.

આઇ એમ રેડી.’, મેઘે થમ્સ અપ આપ્યુ.

તે ક્યારેય કોઇને કિસ કરી છે?’, મેઘને જટકો લાગ્યો.

મમ્મી કેવો સવાલ છે?’, મેઘ થોડો અકળાયો.

નો પ્રોબ્લેમ, ક્વીઝ ઓવર. આઇ એમ નોટ યોર ફ્રેન્ડ એનીમોર.’, નંદિનીએ પોતાના હાથ ખંખેરીને ઉભા થવાની એક્ટીંગ કરી.

નાટકબાજ બેસો બેસો.’, મેઘે નંદિનીનો હાથ પકડીને કહ્યુ. નંદિની હસતી હસતી પોતાની જગ્યા પર બેસી.

હા તો?’

એકવાર. કોલેજમાં હતો ત્યારે, ઇટ વોઝ રીઅલી બેડ.’, મેઘે પોતાનો ચહેરો બગાડ્યો. નંદિની ટુંટીયુ વાળીને હસી પડી.

હસીલે હસીલે, તુ પણ મજાક ઉડાવી લે મારી.’, મેઘ પોતાનું મોં ચડાવીને બોલ્યો.

થયુ હતુ શું?’, નંદિની હસતા હસતા બોલી.

મને ખબર નહોતી કે કિસ કઇ રીતે કરાય?’, મેઘે કહ્યુ અને નંદિનીની હસી બમણી થઇ ગઇ. થોડીવાર એકલી એકલી હસતી રહી.

અચ્છા પછી?’, નંદિનીએ પૂછ્યુ.

પછી તો તને ખબર છે, અમારૂ બ્રેકઅપ થઇ ગયુ?’

ઓહ્હ, આરાધ્યા?’, નંદિનીએ આશ્ચર્યથી કહ્યુ.

હા .’, મેઘ બોલ્યો.

અસલી કારણ હવે ખબર પડી.’, નંદિની પોતાની આંગળી હલાવતા બોલી.

હવે કંઇ પૂછવાનું છે?’, મેઘ કંટાળાપૂર્વક બોલ્યો.

હા, આર યુ વર્જીન?’, નંદિનીએ પોતાના ચહેરા પરના બધા ભાવો દૂર કરી દીધા.

મોમ? આજે કેવા સવાલો લઇને બેસી છે તુ? સેક્સ એજ્યુકેશન આપવાની છો?’, મેઘ થોડો અકળાયો હોય એવુ લાગ્યુ.

મને જવાબ આપ.’, નંદિની બીજું કંઇજ બોલી.

ના, હું વર્જીન નથી. આઇ હેડ નાઇટ સ્ટેન્ડ વિથ સમવન.’, મેઘે પણ કોઇ ભાવ વિના કહ્યુ.

હાવ વોઝ ઇટ?’, નંદિનીએ ફરી સવાલ ફેંક્યો.

ઇટ વોઝ પ્લેઝરસ.’, મેઘે પણ કોઇ ભાવ વિના જવાબ આપ્યો. ચાહતો હતો કે પ્રશ્નોતરી હવે પૂરી થાય.

ડિડ યુ લવ ઇટ?’, નંદિનીએ ફરી એક સવાલ કર્યો.

ઇનફ, મમ્મી.’, મેઘ થોડો ઉશ્કેરાયો.

આન્સર મી.’, નંદિની હુકુમથી બોલી.

આઇ જસ્ટ ફેલ્ટ ગુડ, ફોર સમ મોમેન્ટ્સ. ફીલીંગ્સ એકાદ કલાકમાં ચાલી ગઇ હતી. હવે હું કોઇ જવાબ નથી આપવાનો.’, મેઘ જડપથી બોલી ગયો.

જ્યારે તે નવ્યાનો હાથ પકડ્યો, ત્યારે કેવુ લાગ્યુ હતુ?’, મેઘે પોતાની આંખો ઉંચી કરી અને નંદિનીની આંખો સાથે મેળવી. બન્ને થોડીવાર સુધી એકબીજા સામે જોઇ રહ્યા.

મને જવાબની જરૂર નથી.’, નંદિની ખુબ ધીમેંથી બોલી. મેઘ ફરી નંદિનીના ખોળામાં માથુ ટેકવીને લાંબો થયો.

મારા બધા વિચારો બંધ થઇ ગયા હતા. હું મારા હાથની દરેક નસમાં વહેલા લોહીની તીવ્રતા અનૂભવી શકતો હતો. મારી ધડકનો અને એમાંથી પમ્પ થતુ લોહી જે રીતે મારા હાથ સુધી પહોંચતુ હતુ હું જોઇ શકતો હતો. ફુલતી નસો અને મારા ધબકારા ચોક્કસ નવ્યાએ પણ અનુભવ્યા હશે. મારા મનનું બધુ ધ્યાન કોમળ હાથ પર હતુ. એના હાથમાં પણ સહેંજ ધૃજારી હતી. આટલા કોમળ હાથને મેં ક્યારેય ટચ નથી કર્યો. એનો હાથ ઠંડો હતો અને સહેંજ ભીનો પણ. કોમળતા હજુ પણ હું મહેસુસ કરી શકુ છું. જ્યારે એણે મારી સામે નજર કરી, ત્યારે હું બધુ ભૂલી ચુક્યો હતો. ત્રણ મિનિટ મને હજુ પણ ખુશી આપે છે. મોમ આઇ કાન્ટ ફરગેટ ધેટ મોમેન્ટ.’,

શી ઇઝ વન.’, નંદિની મેઘનો હાથ ચુમીને બોલી.

***

એણે કપાળની વચ્ચે કાળી બીંદી ચોડી. જ્યારથી મેઘને મળી હતી ત્યારથી એના ચહેરા પર સ્મિત કાયમ હતુ. એના મગજમાં વારવારં મેઘના શબ્દોઆઇ વુડ લાઇક ટુ ડેટ યુ.’ અથડાઇ રહ્યા હતા. બન્નેનુ નાનુ કન્વર્સેશન કેટલીય વાર વાગોળી ચુકી હતી.

'તમે મારો હાથ પકડી શકો.', નવ્યા પણ વિચારી રહી હતી કે શબ્દો ક્યાંથી આવ્યા હતા. એને ખબર નહોતી પડી રહી આટલી હિમ્મત એને ક્યાંથી આવી ગઇ. પોતાના મનમાં વારંવાર સીનને પ્લે કરી રહી હતી. ખુશીઓની સીમા પર હતી. મેઘની જેમ પણ આનંદનાં રસમાં આટલી હદ સુધી ક્યારેય નહોતી ગઇ. એણે આંખો પર કાજળ લગાવ્યુ. આજનો દિવસ મેઘની યાદનો દિવસ હતો. ઓફીસ પર પહોંચી. એણે પોતાની જાતને કેટલીય વાર રોકી હશે. રોકી હશે મેઘને ફોન કરીને વાત કરવાથી. થોડી વાર વિચાર આવે કે વાત કરૂ, પણ શું વાત કરીશ, એને શું લાગશે, હું વધુ ફાસ્ટ જઇ રહી છુ? પ્રેમમાં આંખો દ્બારા થતો સંવાદ કોઇ ભાષા નથી કરી શકતી. નવ્યાની સામે અત્યારે આંખો નહોતી. આજે એને કામ કરવા માટે ધ્યાન કેંન્દ્રિત કરવુ પડતુ હતુ. ઘણીવાર મનમાં વિચારો ચાલતા હોય અને પેરેલલી કામ પણ થઇ રહ્યુ હોય એવુ પણ બની રહ્યુ હતુ. સમય અદભૂત હોય છે, એકરીતે આપણે દર્દી હોઇએ છીએ. પણ એકરીતે સમસ્ત આનંદની ચરમસીમાએ. મનને જ્યારે મજા મળી રહી હોય ત્યારે બધા કામો કોઇ આનાકાની કર્યા વિના કરી આપતુ હોય છે. તો પ્રેમ છે, કોની ઇચ્છા નથી?

તર્જની તરફથી મળેલી ફાઇલો નવ્યાએ વેરીફાઇ કરી અને ડોક્યુમેન્ટેશન કર્યુ. બધી ફાઇલોને લઇને આર્કાઇવ રૂમમાં ગઇ. ઢગલબાંધ ગોઠવાયેલી ફાઇલોમાં જે તે ફાઇલો વચ્ચે એણે ફાઇલો મુકી. નવ્યાનો ફોન વાગ્યો. ફોન પર નજર નાખ્યા વિના એના હ્રદયના ધબકારા વધી ગયા. હા એને સવારથી ક્યાંક એવુ હતુ, સવારથી વિચારતી હતી કે મેઘનો કોલ આવી શકે. જો તાંતણા બંધાયા હોય તો એના બે છેડા દ્વારા ગાંઠ બંધાઇ હોય. તાંતણા પર થતા સ્પંદનો બન્ને છેડાઓ પર અસર ઉભી કરતા હોય છે, એક દમ સરખી અસર. નવ્યાનો હાથ લીટરલી કાંપી રહ્યો હતો. એણે પોતાનો ફોન જોયો. મેઘનું નામ જોઇને એના ધબકાર વધારે તેજ થયા. થોડા કલાકો પહેલા નવ્યા મેઘને ફોન કરવાનું વિચારી રહી હતી અને અત્યારે મેઘનો ફોન સામેથી આવ્યો તો હ્રદય ફાટુ ફાટુ થઇ રહ્યુ હતુ. પણ વાત કરવી જરૂરી હતી. હ્રદયને પણ આનંદની સીમા હોય છે, બોલીએ નહિં તો ફાટી જાય.

હેલો.’, નવ્યાએ કોલ રીસીવ કરીને કહ્યુ.

હાઇ, મેઘ હિઅર.’, કોણ જાણે નર્વસનેસમાં આપણે એવી રીતે વાત કરતા હોઇએ કે સામે વાળાને ખબર ના હોય કે આપણે કોણ છીએ.

નંબર સેવ કરેલ છે આપનો.’, નવ્યાના ચહેરા પર નટખટ સ્મિત હતુ. એના બધા દાંત દેખાઇ રહ્યા હતા.

મુર્ખ છું હું.’, મેઘ બોલ્યો અને હસી પડ્યો.

હું પણ ફીલ કરી રહી છું જે તમે કરી રહ્યા છો.’, નવ્યા નાનુ સ્ટુલ લઇને આર્કાઇવ રૂમમાં બેસી.

અને તમને કેમ ખબર હું કેવુ ફીલ કરી રહ્યો છું?’,

કારણ કે તમે મને ફોન કરતા પહેલા કેટકેટલા વિચારો કર્યા હશે, શું વાત કરીશ? મારી વાત કરવાની ઇચ્છા હશે? હું ઓફીસમાં બીઝી હોઇશ તો? ફોન રીસીવ નહિં કરૂ તો? મારી ખોટી ઇમ્પ્રેશન તો નહિં પડે ને?’, નવ્યાએ ખુબ મૃદુ અવાજમાં કહ્યુ.

શું બોલુ?’, મેઘ બોલ્યો.

આઇ એમ ફીલીંગ સેમ મેઘ.’, નવ્યાની આંખ અને અવાજમાં છલો છલ પ્રેમ હતો. પોતાનું નામ સાંભળીને મેઘને અત્યંત ઠંડક મહેસુસ થઇ. જે વંટોળ પેટમાં થોડીવાર પહેલા ચડ્યુ હતુ શાંત થયુ.

ધેટ્સ બ્યુટીફુલ થીંગ.’, મેઘે કહ્યુ.

મને એમ લાગે છે કે એવરીવન લવ્સ મીં. આવુ મેં ક્યારેય ફીલ નથી કર્યુ.’, નવ્યાની આંખો ખુશીઓથી ભીની થઇ ચુકી હતી.

હુ હા.’, મેઘે વાતાવરણને હળવુ બનાવવા ફોન પર કરાટે ના અવાજમાં કહ્યુ. નવ્યા થોડી ચોંકી.

અને શું હતુ ?’, નવ્યાએ એવી રીતે પૂછ્યુ જાણે મેઘને હવે ખુબ સારી રીતે જાણતી હોય.

આદત.’, મેઘ હસીને બોલ્યો.

ઓનેસ્ટલી કહુ? આઇ એમ વેઇટીંગ ફોર યોર ડેટ.’, નવ્યા ફરી વાત પર આવી. એના મનમાં સતત વિચારો હતા.

હું પણ. બસ બે દિવસ.’, મેઘ બોલ્યો.

યસ.’,

હું રાતે કોલ કરી શકું?’, મેઘે પૂછ્યુ.

હું રાહ જોઇશ.’, નવ્યાએ પ્રેમથી જવાબ આપ્યો.

ધ્યાન રાખજો.’, શબ્દોથી મેઘે નવ્યાને એક રોગ આપ્યો હતો.

તમે પણ.’, નવ્યાના શબ્દો મેઘ માટે દવા સમાન હતા.

***

બ્રહ્મા, વિષ્નુ, શિવ, નંદિ, ઇન્દ્ર, ચિત્રગુપ્ત, કુબેર પોતપોતાના આસન જમાવીને બેઠા હતા. સરસ્વતીને પણ ચર્ચામાં સમાવવામાં આવ્યા હતા. આખુ નાટક વરસાદ આસપાસ હતુ એટલે વરૂણને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતા. ચર્ચાનો વિષય ગંભીર હતો. બધાની નજર બ્રહ્માજી ઉપર હતી. શરૂઆતનાં એક્ઝેક્યુશનથી ઘણી સમસ્યાઓ ઉભી થઇ ચુકી હતી.

શરૂ કરીશું?’, બ્રહ્માંએ વિષ્નુ તરફ નજર ફેરવીને કહ્યુ. બધાએ પોતપોતાનું ડોકુ ધુણાવ્યુ.

મારી પાસે સુચીપત્ર છે જેમાં પહેલી સમસ્યા, ઇન્દ્ર આપના વિશેની છે.’, બ્રહ્માંએ ઇન્દ્ર તરફ નજર ફેરવી.

હું દિલગીર છું.’, ઇન્દ્રએ પોતાનો ચહેરો નીચે નમાવીને કહ્યુ.

શબ્દો તમારા પાછલી ભૂલ વખતે પણ હતા.’, બ્રહ્માં ખુબ શાંત અને સ્થિર મને બોલ્યા.

હું ભૂલનો સ્વિકાર કરૂ છું અને જે શિક્ષા આપશો એનું પાલન કરીશ.’, ઇન્દ્રએ કહ્યુ.

એક પૃથ્વી વર્ષ સુધી તમે પ્રોજેક્ટમાંથી બાકત રહેશો.’, બ્રહ્માએ એક જાટકે ખુબ શાંતીથી કહ્યુ. ઇન્દ્રને ખુબ મોટો જટકો લાગ્યો.

શું?’, કહીને ઇન્દ્ર ઉભા થઇ ગયા. બધાએ ઇન્દ્રની સામે જોયુ. પોતાનો અનીયંત્રિત ક્રોધને જોઇને બધાએ એના સામે જોયુ છે એવી ખબર પડતા ફરી બેસી ગયા.

દાદા, હું વિનંતી કરૂ છું.’, ઇન્દ્રએ વિનવણી કરી.

તમને આરામની જરૂર છે, બ્રહ્માંડની થોડી સફર કરો. ફુરસતના સમયમાં થોડુ રીસર્ચ કરો જે આવતા પ્રોજેક્ટમાં કામ લાગી શકે. કોઇને કંઈ કહેવુ છે?’, બ્રહ્માંએ પોતાનો નીર્ણય સંભળાવતા કહ્યુ.

હવેના પ્રોડક્શનમાં કોણ હશે?’, ચિત્રગુપ્તે ખુબ ઉતાવળમાં પૂછી લીધુ.

દેવી સરસ્વતી હવેનો કારભાર સંભાળશે. હવે પછીની વાર્તામાં ક્યાંક બુદ્ધિ પરિવર્તની પણ જરૂર પડી શકે. પડશે .’, બ્રહ્માએ કહ્યુ.

શિવ, તમે કેરેક્ટર્સના પ્રેમમાં પડી રહ્યા છો.’, બ્રહ્માંએ શિવને સંબોધન કર્યુ. શિવે સ્થિર થઇને કાન ધર્યા.

બોલો દાદા.’, શિવે ખુબ પ્રેમપૂર્વક કહ્યુ.

જ્યારે સર્જન થઇ રહ્યુ હોય ત્યારે પ્રેમ વરસતો હોય છે હું જાણુ છુ. પરંતુ ઘણીવાર એવુ પણ બને કે વધુ પડતી મમતાના કારણે તમને ક્યારેક નિર્ણયો લેવામાં તકલીફો પડી શકે. નવ્યા તરફ તમારૂ આકર્ષણ હું સમજી શકુ છુ. મેઘ પ્રત્યેનો તમારો ભાવ ખુબ સ્પષ્ટ અને આવકાર્ય છે. પરંતુ એવુ બને કે તમે એમના તરફ મોહિત થઇ જાઓ. માત્ર પ્યાદા છે, અદાકારો છે પોતપોતાના પાત્રો ભજવી રહ્યા છે. અહિંના બધા યાદ રાખે. મેં ઘણી વખત કહ્યુ છે કે માત્ર વૈશ્વિક મનોરંજન માટે છે. બધા પાત્રોને અહિં આવવાનું છે. જ્યાં સુધી પોતાની ઓળખથી અબોધ છે ત્યાં સુધી લોકો મંચ પર પોતાનું પાત્ર સારી રીતે ભજવી શકે છે. શિવ તમારી પાસેથી આશા રાખુ છું કે તમે વધારે પાત્રમોહમાં ના ડુબો. તમે વિનાશકની સાથે સર્જક પણ છો. પરંતુ પ્રેમ તમને ખબર છે શું કરી શકે છે.’

દાદા હું ધ્યાન રાખીશ.’

વિષ્નુજી…’, બ્રહ્માએ પોતાના સુચી પત્રોમાં થોડી ઉંડી નજર નાખી.

આમ તો તમારૂ કામ ખુબ સારી રીતે જઇ રહ્યુ છે. પરંતુ હજુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે સ્ટોરી કંટ્રોલીંગ. ડાયનામીક્સને હું જાણુ છું, એની પણ મજા અલગ છે. પરંતુ એવુ થાય કે જે ભાવો આપડે પહોંચાડવાના છે પહોંચે નહિં. આવતા સમયની અમુક ઘટનાઓ વાર્તાના આધારે પૃથ્વીવાસીઓ દ્વારા ઘડાશે. તમને ખબર છે બટર ફ્લાય ઇફ્ફેક્ટ. બધાની જાણ ખાતર કહી દવ કે આવતા પ્રકરણ અથવા સીનમાં બટર ફ્લાય ઇફ્ફેક્ટ આપણે મેગ્નીફાઇંગલી ઇમ્પ્લીમેન્ટ કરવાના છીએ. તો સ્ટોરી ફ્લો કંટ્રોલમાં તમારે થોડુ વધારે ધ્યાન આપવાની જરૂર છે.’, બ્રહ્માએ બોલતા બોલતા વિરામ લીધો.

ચિત્રગુપ્ત તમે વિષ્નુ જે સુચી આપે નિર્ણયો લેવા તૈયાર રહેજો. વિષ્નુ તમે બને એટલી આગોતરી કલ્પના કરીને સરસ્વતી દેવીને આપો જેથી પ્રોપર્ટીઝની વ્યવસ્થા કરી શકે.’, સરસ્વતીજીએ વિવેકપૂર્વક હાકારો આપ્યો.

વરૂણ તમારો વાર્તામાં ખુબ મહત્વનો ભાગ છે. તમારી ક્યારે જરૂર પડે નક્કિ નથી હોતુ. મેઘનું ચરીત્ર તમારા ઉપર ઘણુ નિર્ભર છે. ઘટનાઓ ના પ્રવાહમાં તમારો ઘણો હાથ રહેશે એટલે તમારે સમયસુચકતા ખુબ દાખવવી પડશે. હવે તમે સીધા વિષ્નુ, શિવ અને સરસ્વતીદેવી ના આદેશોનું પાલન કરશો.’, બધુ સાંભળતી વખતે ઇન્દ્રના ચહેરા પર દ્વેષના ભાવો હતા. એમને એમ હતુ કે પદ પરથી એમની હકાલપટ્ટી એમનું અપમાન હતુ. પરંતુ બ્રહ્મા સામે એમનું કંઇ ચાલે એમ નહોતુ.

સિવાય કોઇ વાતો નથી. કામ પ્રત્યે બધા થોડા ગંભીર બનો. થોડા મોજી પણ બનો.’, બ્રહ્મા થોડી હસ્યા. બધાને થોડો હાંશકારો મળ્યો.

એક વાત બીજી પણ કે સમાંતર બ્રહ્માંડોમાં જે જે તમારા અવતરણો છે એના વિશે પણ થોડા જાણકાર રહેજો. બની શકે કે ત્યાં કોઇ વાર્તામાં તમારી જરૂર પડે તો ત્યાં પણ તમારે જવુ પડે. બસ આજ માટે આટલુ . કોઇ પ્રશ્ન હોય તો કહો.’, બ્રહ્માંએ કહ્યુ.

આગળની વાર્તાનો થોડો સારાંશ મળે તો મજા આવશે.’, વિષ્નુએ કહ્યુ.

નવ્યા અને મેઘના લગ્નના દ્રશ્ય આસપાસ વાર્તાનું કેન્દ્ર રહેશે. લગ્નના દ્રશ્યમાં આખી વાર્તા સમાવી લેવાની છે. ત્યાંજ એવુ કંઇક કરવાનું છે જે આખા વિશ્વને અસર કરી શકે. તો એની તૈયારીમાં રહેજો. પરંતુ તમને ડાયનામીક્સની ખબર છે. એન્ટ્રોપી ઉપર મારો પણ કાબુ નથી.’, બ્રહ્માએ ખડખડાટ હસીને કહ્યુ. જાણે કંઇ જાણતા હોય.

હવે કોઇ?’, બ્રહ્માંએ હાંકલો માર્યો.

દાદા મારા માટે ત્યાં કોઇ કામ હોય તો કહો ને? બળદ બનવા સિવાય.’, નંદિએ થોડુ અચકાઇને કહ્યુ. બધા થોડુ હસ્યા.

જો નંદિ તારા જેવુ કામ કોઇ કરી શકતુ નથી. બીજુ કે શિવને તારા પર સંપુર્ણ ભરોસો છે. છતા હું ચોક્કસ વિચારીશ જો કંઇ બની શકે તો.’, બ્રહ્માએ કહ્યુ. નંદિના ચહેરા પર ખુશી આવી ગઇ. બધાને સોમરસ પીરસવામાં આવ્યો. પરંતુ સોમરસ ઇન્દ્રના ગળે ના ઉતર્યો. મુલાકાત પછી કોઇની સાથે કોઇ ચર્ચા કર્યા વિના તરત ત્યાંથી નીકળી ગયા. અભિમાને કોને બક્ષ્યા છે?

***

શું મેઘ અને નવ્યા એકબીજાના પ્રેમમાં પડશે? શું ઇન્દ્ર કોઇ હરકત કરશે? શું બ્રહ્માએ ઉભી કરેલી સ્ટોરીમાં કંઇ ચેન્જીસ આવશે? શું છે બટર ફલાય ઇફ્ફેક્ટ. શું થશે મેઘ અને નવ્યાની ડેટ પર? જાણવા માટે મળીશું આવતા શુક્રવારે. તમારા રેટીંગ અને રીવ્યુઝ આપવાનું ભૂલતા નહિં.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com