Coffee House - 20 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ , પાર્ટ-૨૦

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કોફી હાઉસ , પાર્ટ-૨૦

કોફી હાઉસ પાર્ટ – 20

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

આપણે આગળના પ્રકરણમાં જોયુ કે પ્રવીણભાઇ અને તેના પપ્પા તેની માતાને ભારે હ્રદયે વિદાય આપે છે. પોતાની જીવનસંગીની તેમને જીવનમાં અધવચ્ચેથી છોડીને ચાલી જતા પ્રવીણભાઇના પપ્પા પણ મનથી ભાંગી જાય છે અને તેમનો જન્મજાત ગુસ્સાવાળો સ્વભાવ થોડો અંકુશમાં આવે છે. પોતાના પાપાની રજા મેળવી પ્રવીણભાઇ નોકરીની શોધમાં નીકળે છે ત્યાં કુંજની યાદ આવી જતા તે પરોપકારના કાર્યમાં તેમનો આખો દિવસ વ્યતિત કરે છે. હવે માણીએ આગળ........) “બીજે દિવસે સવારે પણ હું કાંઇ નોકરી કે કામધંધો મળી રહે તેની શોધમાં નીકળ્યો. તે પહેલા ટાઉન હોલ પાસેની દુકાનમાં કોફી પીવાનુ નક્કી કરી તે તરફ આગળ વધ્યો. ત્યાં પહોંચી ત્યાંનુ દ્રશ્ય જોઇ હું દંગ બની ગયો. દુકાનનો માલિક પેલા છોટુને બેલ્ટથી મારતો હતો અને બહુ ખરાબ ગાળો બકી રહ્યો હતો. કોઇ હૈવાન પણ આટલી નાની ઉંમરના બાળકને આ રીતે મારતા પહેલા બે વખત વિચારે પણ આ તો હૈવાનથી પણ એક પગલુ નીચે ઉતરી આવ્યો હતો.

“અરે અરે ભાઇ, શું થયુ? કેમ મારો છો આ છોકરાને આ રીતે?” “એ ભાઇ તુ વચ્ચે પડ નહી. આજે તો આ હરામીને મારી મારીને ચામડી ઉઝેડી નાખુ નહી તો બે બાપનો થાઉ હું.” “અરે ભાઇ પણ એ તો કહો આ બીચારાએ કર્યુ છે શું તે તમે આને આ રીતે મારો છો?” “આ હરામીના પિલ્લાએ ગલ્લામાંથી બસો રૂપીયા ચોર્યા છે, પાછો તો કબુલ કરતો નથી અને કહે છે મને કોઇ ભાઇએ રૂપીયા આપ્યા છે. હવે આ પિલ્લાને કોણ આપે ફુટી કોડી?” કહેતા વળી તેણે છોટુને એક લાત મારી. “અરે ભાઇ ભાઇ, સાંભળો મારી વાત. એ છોટુ સાચુ કહે છે. આ બસો રૂપીયા તેણે તમારા ગલ્લામાંથી ચોર્યા નથી. પ્લીઝ તમે તેને મારો નહી.” “એ ભાઇ તુ કોણ છે તે આ હરામીની વકાલત કરે જાય છે? અને તને કેમ ખબર કે આ બસો રૂપીયા તેણે અહીથી ચોર્યા નથી તો અમે શું ખોટુ કહીએ છીએ? ચલ હટ અહીથી નહી તો કારણ વિના તુ પણ માર ખાઇશ.” “ભાઇ.... એ ભાઇ.... ગુસ્સો ન કરો. સાંભળો પ્લીઝ મને. એકવાર મને સાંભળી લો પછી તમારે તેને મારવો હોય તો મારજો, હું વચ્ચે નહી આવું. કાલે આ છોટુ રજા લઇને જતો રહ્યો હતો ને અહીથી ત્યારે હું જ તેને લઇ ગયો હતો. મને તેના પર દયા આવી ગઇ હતી. આખો દિવસ તે મારી સાથે હતો અને મે જ તેને આ બસો રૂપીયા આપ્યા છે.” “તારી વાત હું કેમ માનું? “એક મિનિટ હું તમને પ્રુફ બતાવુ.” “જુવો આ બે નોટના નંબર સીરીયલમાં જ છે. બરોબર???” “હા બરોબર તો આ બાબતનું શું કનેક્શન?” “હવે જુવો આ મારા વોલેટમાં રહેલી નોટ.. છે ને એ પછીના જ નંબર??? ચાર, પાંચ, છ, બાકી આગળના આંકડા સરખા જ છે ને?”

“હા પણ. એ વાતની શું ખરાઇ કે આ બે નોટ પણ તારી જ છે.” “આ બે નોટ બે અને ત્રણ નંબર લાસ્ટમાં છે એ તમારી પાસે છે અને પાછળના બધા નંબરની નોટ મારી પાસે છે ઉપરાંત જુઓ આ લાસ્ટમાં એક નંબર લખેલી નોટ પણ મારી પાસે છે.” “હવે એટલા તો તમે પણ ભણેલા છો કે એ.ટી.એમ માંથી સીરીયલમાં જ નોટ નીકળે. આડી અવળી નોટો ન નીકળી.” “હશે હવે, પણ આ કુતરાને સજા તો અપાવીશ જ હું. એ રામલા બોલાવ પોલીસ ને?” “પોલીસને બોલાવવા છે???? હા તો બોલાવ પોલીસને, હું પણ જોઉ કે કોણ ગુનેગાર ઠરે છે, આ છોટુ કે તુ?” “૧૪ વર્ષથી નાના બાળકોને કામે મોકલવા એ તેના માતા-પિતાની ભૂલ છે પણ તેને કામે રાખવા એ પણ ગુનો છે, આ છોટુને કામે રાખવા બદલ પહેલા તો તું ગુનેગાર સાબિત થશે.” “એમ તો એક કામ કર આ છોટુને બદલે તુ આવતો જા કામ પર. બહુ આવ્યો મને સમજાવવા વાળો. બોલ દિવસના ૧૦૦ આપીશ, છે ઇચ્છા ચા વાળો બનવાની???” “હા મને મંજુર છે. આમ પણ હું કાંઇક કામ મળી રહે તેની શોધમાં ભટકતો હતો ત્યાં આ કામ મને સામેથી મળી રહ્યુ છે તો આ કામ કરવા હું રાજી છું. આવતીકાલથી આવી જઇશ કામ પર.” “કેમ આવતી કાલથી? આજે શું પગમાં મહેંદી લગાવી છે?” “નહી, પગમાં મહેંદી તો લાગી નથી પણ હા હ્રદયમાં માણસાઇની છાપ જરૂર અંકિત થયેલી છે. તે વિનાકારણે છોટુને માર્યો તેનો રતિભાર પસ્તાવો તને તો નથી પણ મે જે પૈસા આપ્યા તેના કારણે છોટુની આ હાલત થઇ છે તેનો પસ્તાવો મને જરૂર છે. એટલે આજે તેનો ઇલાજ કરાવીશ પછી કાલથી રેગ્યુલર ડ્યુટી પર આવી જઇશ સાહેબ.” “ચલ છોટુ.” મે છોટુને ટેકો આપ્યો અને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ તરફ નીકળી ગયો. “સોરી બેટા, મારા કારણે તારે હેરાન થવુ પડ્યુ.” મે તેને વહાલ કરતા કહ્યુ. “જાવા દયો ને સાયબ, એ માલિકનો છોકરો છે જ હરામી, પોતે છાનામુનો ગલ્લામાંથી પૈસા ચોરી લે છે અને તેના બાપ પાસે પોતાની ચોરી છુપાવવા અમારા જેવાના નામ આપી દે છે. મને તો હવે ટેવ પડી ગઇ છે તેનો માર ખાવાની. બાકી મોટા સાયબ બહુ સારા અને દયાળુ છે.” મે તેની સારવાર કરાવી, પટ્ટી બંધાવી તેને ઘરે મુકી આવ્યો. બપોરે જમીને ફ્રેશ થઇ હું હોટેલ પર પહોંચી ગયો. “સાહેબ આવી ગયો છું નક્કી થયા મુજબ કામ પર.” “અરે મને તો એમ કે તું નહી આવે. આવુ કામ કરતા તને શરમ આવશે પણ તું તો વાતનો પાક્કો નીકળ્યો.” “સાહેબ મારા માટે કોઇ કામ નાનુ કે મોટુ નથી. હું મારા બોલ નો બહુ પાક્કો છું, કહ્યુ હતુ કે આવીશ મતલબ આવ્યો જ.” “ઠીક છે જો તારી ઇચ્છા જ હોય કામ કરવાની તો લાગી જા કામે. અને જો કહી દઉ છું કે પ્લેટ અને ચા ની ડીશ પણ સાફ કરવી પડશે. પછી કચકચ ન પરવડે મને.” “હા સાહેબ. મંજુર છે.” “એ પ્રમાણે નક્કી થયા મુજબ હું ત્યાં કામે લાગી ગયો. એક બે દિવસ તો મને થોડી શરમ મહેસુસ થઇ પણ પછી મારુ રોજીંદુ બની ગયુ આ કામ. શેઠના એ અલ્લડ દિકરાનો વિશ્વાસ જીતવામાં હું સફળ રહ્યો.

“એય ભાઇ તમે કોણ?” બે દિવસ બાદ જ્યારે સવારે હું ગ્રાહકોને ચા આપવામાં મશગુલ હતો ત્યાં પાછળથી મને અવાજ સંભળાયો. “સાહેબ હું પ્રવીણ. આ હોટેલમાં કામે રહ્યો છું. મારે કામની જરૂર હતી તો નાના શેઠે મને કામ પર રાખ્યો છે.” મે વિનમ્રતાથી પ્રત્યુતર વાળ્યો. “ઠીક છે પણ ચહેરા અને કપડા પરથી તો તું સારા ઘરનો લાગે છે તો આવુ કામ કરે છે? તને સંકોચ નહી થતો?” “સાહેબ મારે કામ શું છે તે મહત્વનુ છે. કામ નાનુ હોય કે મોટુ, જો તેને દિલથી કરવામાં આવે તો તે ચોક્ક્સ દીપી ઉઠે છે.”

“વાહ તારા વિચારો તો બહુ ઉચ્ચ છે. મને ગમ્યુ. મારુ નામ આલોકનાથ છે. હું આ હોટેલનો માલિક છું. હમણા છેલ્લા અઠવાડિયાથી બહારગામ હતો એટલે મારો એક નો એક પુત્ર હોટેલ ચલાવતો હતો. ઠીક છે તને જો કોઇ હરકત ના હોય તો મને પણ તને કામે રાખવામાં કોઇ એતરાઝ નથી. બરોબર મન લગાવીને કામ કરજે.”

“હા સાહેબ.” જવાબ વાળીને હું કામે વળગી ગયો. “મારા કામની કદર થવા લાગી. હવે તો એવુ બનતુ કે જ્યારે મોટા શેઠને થોડા કામ માટે જવાનુ હોય તો તે મારા ભરોસે દુકાન છોડીને નીકળી જતા અને મારો પણ એક નિયમ હતો કે કોઇ દિવસ એક પૈસાની પણ ગફલત નહી કરવાની. તેના કારણે મારો પગાર પણ શેઠે વધારી દીધો હતો. હવે મને દિવસના ત્રણસો રૂપિયા આપવામાં આવતા. જેમાથી ૧૦૦ રૂપિયા હું છોટુના ઘરે આપી આવતો અને ૨૦૦ રૂપિયા મારા ઘરખર્ચમાં વાપરતો. પાપાને ખબર ન હતી કે હું હોટેલમાં એક નોકર તરિકે કામ કરું છું, મે તેને એમ કહ્યુ હતુ કે મને હોટેલમાં મને કેશિયરની નોકરી મળી છે તેથી તે પણ ખુશ હતા.” “પણ એક વાત જરૂર હતી. મમ્મીના મોતનો તેને મનોમન પારાવાર પસ્તાવો હતો. તે પોતે સ્વેચ્છાએ પોતાને સજા આપી રહ્યા હતા અને મમ્મીના ગમમાં ઝુરી રહ્યા હતા. પાપા ખુશ રહે તે માટે હું તેને સાંજે નોકરીમાંથી છુટ્ટો થઇને તેને ચાલવા લઇ જતો, દેવ દર્શને લઇ જતો. લાખોટા તળાવે તેને ફરવા લઇ જતો પણ બધુ વ્યર્થ હતુ. તે મને દેખાડવા ખુશ રહેવાનો ઢોંગ કરી મને દિલાસો આપતા પણ હું સમજી જતો કે પાપા મમ્મીના ગયા પછી જરા પણ ખુશ નથી. હું પણ ભગવાનની ઇચ્છા માની અને કાંઇ પણ ફળની અપેક્ષા વિના પાપાની સેવા કરે જતો.” “પ્રવીણ મારુ એક કામ કરીશ?” એક દિવસ અચાનક મને આલોક શેઠે પુછ્યુ. “હા સાહેબ જરૂર કરીશ. હુકમ કરો બસ તમે.” “મારે એક પેમેન્ટ આજે અર્જન્ટ મોકલવાનુ છે. આંગડિયો નીકળી ગયો છે નહી તો તેની સાથે મોકલી આપત અને રકમ બહુ મોટી છે તો કોઇ અજાણને મોકલી શકાય તેમ નથી. વળી મારો પુત્ર પણ તેના મિત્રો સાથે ફરવા ગયો છે તો આજે મારુ આ કામ કરી આપ ને.” “હા સાહેબ તમે મને પાર્ટીનું નામ અને એડ્રેસ આપી દો અને કેટલી રકમ ચુકવવાની છે તે કહી દો. હું જરૂરથી જવાબદારી પુર્વક તમારુ કામ કરી આપીશ.” “વાહ મારો દિકરો વાહ. તારા પર મને માન છે દિકરા. ચલ તું ફટાફટ તૈયાર થઇ જા, હું એડ્રેસ અને પાર્ટીનું નામ કાગળ પર ટપકાવી દઉ છું.” “મે પાપાને ફોન કરી દીધો ત્યાં શેઠ આવી ગયા.” “લે પ્રવીણ, આ કાગળમાં પાર્ટીનુ નામ અને એડ્રેસ લખ્યા છે અને આ બે લાખ રૂપિયા. જરા સંભાળીને જા જે બેટા. આટલી રકમ સાથે છે તો કાંઇ ઊંચનીચ ન થાય તેનુ ધ્યાન રાખજે.” “ઠીક છે સાહેબ. ચિંતા ન કરો તમે. હવે આ રકમ પાર્ટીને પહોચાડવાની જવાબદારી મારી.” કહેતા મે પાર્ટીનું નામ અને એડ્રેસ વાંચ્યુ તો હું ચોંકી પણ ગયો અને સાથે સાથે મનોમન ઝુમી ઉઠ્યો. “સાહેબ આ તો રાજકોટનું એડ્રેસ છે. મારે રાજકોટ જવાનું છે?” મારુ હાસ્ય મારા ચહેરા પર ઉછળી રહ્યુ હતુ, જાણે ભગવાને જ મને ચાન્સ આપ્યો કે હું આ નોકરીમાં રહુ અને મને રાજકોટ પણ જવા મળે. આજે તો આ કામની સાથે સાથે કુંજ પણ કદાચ મને મળી જાય એવા આશયથી હું રાજકોટ જવા નીકળી ગયો. “સાથે બહુ ખાસ્સી રકમ હતી તેથી ચિંતા તો હતી પણ જીન્સની અંદરના ગુપ્ત ખિસ્સામાં રકમ મુકી દીધી હતી. નોટો બધી હજારની હતી તો પૈસા સાચવવામાં મુશ્કેલી બહુ ન હતી. મનોમન કુંજના સ્વપ્નો જોતો હું મારી પ્રેમનગરી રાજકોટ આવી ગયો. છ મહીના પહેલા રાજકોટ છોડ્યુ હતુ અને આજે છ મહીના બાદ રાજકોટ પહોંચીને મારુ મન ભાવવિભોર બની ગયુ હતુ અને મનમાં અનેક સંવેદનાઓ અને અરમાનો જાગી ગયા હતા.

“રાજકોટ પહોંચીને સૌથી પહેલા તો શેઠે આપેલી રકમ પાર્ટીને સલામત રીતે આપી આવ્યો અને ત્યાંથી જ આલોક શેઠને ફોન પણ કરાવી દીધો જેથી તેનુ ટેન્શન હળવુ થઇ જાય.

“હાશ મહત્વનું કામ તો મે પતાવી દીધુ હવે અતિ મહત્વનું કામ કરવા તરફ મે પગ માંડ્યા. બપોરના ત્રણ વાગી ગયા હતા તેથી પહેલા તો રેસ્ટોરન્ટમાં જમવાનુ વિચાર્યુ પણ કુંજના ખ્યાલ મનમાં એવા તે આવી રહ્યા હતા કે પેટને પણ ઘડીક વાર માટે સમજાવી લીધુ અને સીધો રીક્ષા પકડી કુંજના ઘર તરફ નીકળી ગયો. “મનમાં કુંજની છવી આકાર લઇ રહી હતી. તે મને મળીને શું ખુશ થશે કે પછી તેને કહ્યા વિના નીકળી ગયો હતો તેથી નારાજ થઇ મારી સાથે ઝઘડી પડશે? હું તેને કેમ મનાવીશ? શું મારી પરિવાર પ્રત્યેની ઇમાનદારીને તે સમજશે કે પછી મને બેવફા સમજીને મારી સામે લડી પડશે??? આવા વિચારો અને તેને મનાવવા માટેની તરકીબોના વિચારમાં હું કુંજના ઘરે પહોંચી ગયો. “ત્યાં પહોંચીને જોયુ તો નેઇમ પ્લેટ પર નામ જોઇ હું ચકિત થઇ ગયો.” “Mr. K. Ramakrishnan , અરે અહી તો કુંજ રહેતી હતી તો આ નામ કેમ અહી લખેલુ છે?” “હેલ્લો ચોકીદાર સાહેબ, એક્સક્યુઝ મી.” “હા બોલો ભાઇ, શું કાંઇ કામ છે?” “અહી તો ડિસ્ટ્રીક્ટ જજ શ્રીમાન હર્ષવર્ધન મહેરા રહેતા હતા ને???” “હા ભાઇ એ અહી રહેતા હતા પણ તેમની બદલી થઇ જતા તેઓ અહીથી બીજે જતા રહ્યા છે. હવે આ સાહેબ આ જગ્યાએ આવ્યા એટ્લે હવે આ નવા સાહેબ અહી રહે છે.” “મિસ્ટર મહેરાની બદલી ક્યાં થઇ છે તે તમને ખબર છે?” “ભાઇ હું તો આ ચોકીદારની નોકરીમાં નવો આવ્યો છું તો મને તો કાઇ ખબર નથી.” “તમારા સાહેબને એક વખત મને મળવા દેશો? સાયદ તેને કાંઇ ખબર હોય. મારે શ્રીમાન હર્ષવર્ધનને મળવુ જરૂરી છે.” “સાહેબ તો કોર્ટ ગયા છે.” “ઠીક છે. થેન્ક યુ ભાઇ.”

મારા કદમ પાછા પડવા લાગ્યા. જેટલા હોંશથી કુંજને મળવા આવ્યો હતો તે બધા પર પાણી ફરી વળ્યુ. હવે કરવું શું? તેનો સંપર્ક કઇ રીતે કરવો? મનમાં ખુબ ગડમથલ ચાલવા લાગી. ઘણા વિચારો મારા મન પર હુંમલો કરવા લાગ્યા. કઇ રીતે મનને સમજાવું? અચાનક ક્યારેક તો ખરાબ વિચાર પણ આવી જતા. મન બેચેન બની ગયુ.

તે દિવસે મને સમજાયુ કે આપણું પ્રિયજન અચાનક કહ્યા વિના દૂર જતુ રહે છે ત્યારે શું અનુભવ થાય છે? કુંજ તો તેના ફાધરની બદલી થતા અહીથી જતી રહી અને મારો કોન્ટ્ક્ટ નંબર તો તેની પાસે હતો નહી તે મને જાણ કરે પણ જ્યારે મે રાજકોટ છોડ્યુ ત્યારે કુંજને કાંઇ પણ કહ્યુ ન હતુ. તેની સાથે આગલા દિવસે જે મધુર પળોને માણી હતી અને બીજા દિવસે હું કાંઇ કહ્યા વિના નડિયાદ નીકળી ગયો તે સમયે કુંજની કેવી પરિસ્થિતિ થઇ હશે તે મને આજે સમજાયુ. ભગવાને મને મારા કર્યાની સજા આપી દીધી. આજ સુધી તો હું પાપાની સારવાર, મમ્મીને અને ઘરને સંભાળવામાં કુંજને ભૂલી જ ગયો હતો પણ સાયદ અહી રહીને કુંજ મને એક પલ માટે પણ ભૂલી નહી હોય અને હરએક પળ તેના માટે કાઢવી કેટલી કઠિન રહી હશે તેનો હું આજે સ્વાનુભાવ કરી રહ્યો હતો.