"૧૨૦ કી ઉડાન"
18 માર્ચ, 2016
મારે અમદાવાદ જવાનું હતું. એ વાત મે અગાવ મારા મિત્ર ને કીધેલી હતી. મારા મિત્રને પણ તેના ઘરે જવાનુ હતુ. અમે લોકોએ નક્કી કરયુ કે આપણે ટ્રેન માં જવાનું છે. હું ફસ્ટટાઇમ ટ્રેન ની આટલી લાંબી મુસાફરી કરવાનો હતો. મારા રુમે થી અમે ત્રણ મિત્ર ટ્રેંનમાં જવા ના હતા. હું અમદાવાદ જવાનો હતો. મારો એક મિત્ર સુરત જવાનો હતો. મારો બીજો મિત્ર જેતપૂર જવાનો હતો. અમારી ટ્રેંનનો સમય 3:45am નો હતો. મેં મારા મોબાઇલ માં એલાર્મ રાત્રે 1:45am નો મૂકેલ હતો. મને મારા મિત્રએ ઉઠાડયો. અને પછી એમ નાયધોય ને રેલ્વેસ્ટેશન માટે નીકળ્યા. મને રસ્તામાં કેવામાં આવેલું કે આપણી સાથે એક છોકરી આવવાની છે. મે મારા મિત્રને પૂછ્યું કે તે કોણ છે. મારા મિત્રએ મને જવાબ આપ્યો કે તે છોકરી મારા ક્લાસની છે. એ આપણી સાથે ટ્રેંનમાં આવવાની છે. મને એ વાત ની ખબર ના હતી.અમે રેલ્વેસ્ટેશને પોહચી ગયા હતા. તે છોકરી હોસ્ટેલમાં રેહતી હતી. અને અમારે તેને લેવા જવાની હતી. મે મારા મિત્રને કીધુ કે હું આપણો સામાન લઈને બેસુ તેમે બંને તે છોકરીને લેવા જાવ. હું આપણી ટિકિટ લઇ આવું. મારા મિત્ર તેને લેવા માટે ગયા. હું રેલ્વેસ્ટેશન ના બાકડા પર "ચા" પિતા પિતા ગીત સાભળવા નું ચાલું કરીયું. હું આજે એન્ટી મા હતો.....કાન મા ઈયરફોન, શર્ટ ઉપર ગોગલ્સ, કાન મા કડી, ખભા પર થેલો, અને ચા નો આનંદ લેતો હતો....ત્યાં એક મિત્રનો કોલ આવિયો કે ભાઈ તું આ છોકરી ની ટીકીટ લઈ આવજે અમે થોડીક વારમાં પોંહચીએ. પણ મને કયા ખબર હતી કે તે છોકરીનું ગામ...મે મારા મિત્રને કોલ કર્યો હતો કે તે છોકરીનુ ગામ ક્યુ છે તે વાપી ની હતી. મે તેની ટીકીટ લીધી હતી. તે ત્રણેય આવીયા. અમારી ટ્રેંન પ્લેટફોમ નંબર 2 ઉપર આવવાની હતી. પેલી છોકરી બે થી ત્રણ બેગ લઈ ને આવી....મે દયા ખાય ને એક બેગ ઉઠાવી પણ પછી ખબર પડી કે આ બેગ કેટલું વજન દાર.... મારા એક મિત્ર એ મને મદદ કરી. પ્લેટફોમ નંબર 2 ઉપર પોહતા પોહતા તો ખભા દુઃખવા લાગ્યા. અમારે ચારેય ને જનરલ ડબ્બા મા બેસવા નું હતું. હું એક જુનિયર અને તે ત્રણ મારા સિનિયર હતા. પેલી છોકરીએ મારો ઇન્ટૉડ્કશન લીધો. અમે એકબીજા બુક્સની વાતો કરતા હતા. જેમ કે ચેતન ભગત ની one night at the call center: A novel, The 3 mistakes of my life, half girlfriend, જય વસાવડા ની jay ho, JSK, Yuva hava, કાજલ ઓઝા ની krishnayan, હિરેન કવાડ નો નેકલેસ, The last year આવી અનેક બુક અને સ્ટોરી ની વાત કરી હતી. ટ્રેંન આવવાની થોડીક વાર હતી. મેં પૂછ્યું કે ભાઈ કોઈ ને ચબાનેકી ખાવી છે. એક મિત્રએ ક્હયુ કે લાવલાવ આની ના થોડી હોય...અમે બંનેએ અડધી અડધી ખાધી. થોડુ ગણુ ચબાનેકી ઉપર ભાષણ સાંભળ્યું.... ત્યાર પછી અંદર થી અનેરો આણંદ આવતો હતો. અમારી ટ્રેન આવી ગઈ. અમે ચારેય જણ ટ્રેનમાં ચડીયા. અમારા ડબ્બામાં બધા લોકો સુતેલા... અમે ચારેય જણ ઉભા હતા. ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી. હું ફસ્ટટાઈમ એક અજાણી છોકરી સાથે વાતો કરતો હતો. હું વિચારી વિચારી ને બોલતો હતો....પણ હવે તો તે મારી ફ્રેંડ હતી. અમે કોઈ પણ વાતો માં ડિટમા ઉત્તરતા હતા...અને પછી વાતો માથી બહાર આવવાની ખબર પડતી ના હતી. ધોડોક સમય તો શાન્ત વાતાવરણ થય ગયું...જાણે કે વાતો ખૂટી ના ગઇ હોય.થોડીક વારમાં આગલું ટેશન આવી ગયું. મે ચા પીવાનુ પુછ્યુ મારા બે મિત્ર એતો ના પાડી પણ એક મિત્ર એ હા પાડી. હું ચા લેવા માટે નીચે ઉતરીયો. હવે વાતો કરવા માટે મારી પાસે એક ટોપીક હતો. "ચા" એટલે એકવીસમી સદી નું "અમૃત" . ચા ઉપર અવનવા ગપ્પાં મરાણા... જેને આપણી ભાષા માં કહેવાય ને ભડવાયું કરી. પેલી છોકરી ને ખબર ના હતી કે ભડવાયું કોને કહેવાય....એમ હસ્તા હસ્તા બોલિયા કે તને ભડવાયું કોને કહેવાય એ ખબર નથી....પેલી છોકરી એ ના પડી. મેં ભડવાયું ની વ્યાખ્યા કરી કે " જે માણસ એક વાત માં બહુ વધુ ડિટ માં ઉતરી જાય એ માણસ ને ભડવાયું કરી કહેવાય." આ હું સમજુ છું. વડોદરા થી અમે નોખા થવાના હતા. બે મિત્ર સુરત વાળી ટ્રેંન પકડવાના હતા...અને અમે બે મિત્ર અમદાવાદ જવા ના હતા. હું અમદાવાદ રેવાનો હતો...અને એક મિત્ર અમદાવાદ થી જેતપુર જવા નો હતો.... પણ હવે વડોદરા પહોંચવા ની અડધી કલાક ની વાર હતી. હું બારણા પાસે જઈ ને ઉભો હતો ધડીયાર માં જોયું 6:3૦am વાગ્યા હતા. હું કાન મા ઈયરફોન નાખી ને ગીતો સાંભળતો હતો અને....હું બહાર નું વાતાવરણ માણતો હતો ત્યારે મારા શર્ટ ના ખિસ્સા માથી એક નોટ ઉડી...તે ઉડેલી નોટ ને પેલી છોકરીએ પણ જોય. તેણે કીધુ 20 રૂપિયા ઉડી ગયા ને...મેં હા પાડી. હું ફરીથી વાતાવરણ ની મોજ મા ડૂબી ગયો...અવનવા સોનેરી સ્પન જોવા લાગ્યો....સ્પન માંથી બહાર આવતા જોયું ત્યાંજ વડોદરા આવી ગયું. તે બંને વડોદરા ના રેલ્વેસ્ટેશનમા ઉતરયા....15 થી 20 મિનિટ ટ્રેન ઉભી રહેવાની હતી. હું પાણી પીવા અને પાણી નો બોટલ ભરવા માટે નીચે ઉતરીયો. અમારી ટ્રેંન ધીમે ધીમે ચાલવા લાગી. હું ટ્રેન મા ચડ્યો. મારો મિત્ર તો પુસ્તક વાંચવા લાગી ગયો અને હું Facebook ધુમડતો હતો...જે મારી દુનિયા છે. વડોદરા થી ધણા લોકો ચડ્યા હતા. હવે હું પણ Dailyhunt મા પુસ્તક વાંચવા લાગીયો... જે પુસ્તક નું નામ "હું તમને ચાહુ છું." જેનો લેખક સુરેશ-અલકા પ્રજાપતિ છે, બીજુ પુસ્તક નુ નામ "પ્રેરણાનું ઝરણું" જેનો લેખક ડો,જિતેન્દ્ર અઢીયા છે.... અને પછી આજુબાજુ ના લોકો સાથે વાતો કરતા કરતા અમદાવાદ આવી ગયું...ખબર જ ના પડી. મેં ફરી થી ઘડિયાળ માં જોયું 9:15am વાગ્યા હતા. મારા મિત્ર ની ટ્રેંન નો સમય 10:30am નો હતો. અમે નાસ્તો કરવા માટે બહાર નીકળ્યા. અમે પેટ ભરી ને નાસ્તો કરીયો અને ત્યાર પછી રેલ્વેસ્ટેશન ની અંદર ગયા....મે મારા મોબાઈલ મા wi-fi on કરીયું પણ અમદાવાદ ના રેલ્વેસ્ટેશન નું wi-fi connect ના થાય....મારા મિત્ર એ મને કીધું કે ભાઈ આ માથાકૂટ મુકને હવે ? રેલ્વેસ્ટેશન ની સામે એક નાટક નું બોડ મારેલું હતું. જેનું નામ CODE "મત્ર"...આ નાટક ગુજરાતી છે. આ નાટક ની થોડીક માહિતી મારા મિત્ર એ મને આપી...."હા" એ પાકું છે કે ગુજરાતી નાટક માં સૈથી વધુ હીટ નાટક છે. અમે રેલ્વેસ્ટેશન માં બેઠા હતા...મારી નજર પાછળ ફરી ત્યાં...એક લાંબી લાઈન હતી...તે લોકો એક મશીન માંથી ટિકિટ કાઢતા હતા. મને નવાય લાગી...અમે બંને મિત્ર તે મશીન ની સળી કરવા માટે ગયા..ત્યાં મારા મિત્ર એ મને કીધું કે ભાઈ જયમીન હવે તું જા...મારી ટ્રેંન નો સમય થયો. હું રેલ્વેસ્ટેશન ની બહાર નીકળયો ત્યાં...મારા ભાઈ નો ફોન આવ્યો....મેં કીધૂ કે હું દુકાને આવું છું. હું દુકાને જતા જતા મારા પૈસા નો હિસાબ કરતા ખબર પડી કે ઉડેલા 20 રૂપિયા ના હતા...એતો 120 ઉડેલા હતા."હવે ખબર પડી કે,પેલી છોકરી ની ટિકિટ ઉડી ગઈ......"
- જયમીન ખોડીફાડ.