માં
મનુષ્ય માત્ર જે બાળ સ્વરુપે સંસારની તમામ બાબતોથી અજાણ એવો એક પરમાત્માની આંગળી સ્વર્ગમાંથી ત્યાગી સંસારના જીવંત પરમાત્માના દર્શન અર્થે જમીન પર આવે છે, એ જમીનનો, ધરતી માત્રનો પરમાત્મા એટલે માં.
માં અંગે દરેક વ્યકતિઓ સંસારના દરેક વિધ્વાનો તથા અનેક સાધુઓ તથા ગ્રંથો માં અંગે ઘણુ કહી ગયા છે. પરંતુ હું મારી માં અંગે કે જે સંસારના દરેક વ્યક્તિ પછી મનુષ્ય હોય કે જીવ, પછી હાથી હોય કે કિડિ દરેક માં પ્રત્યે તો સંપુર્ણ સમર્પિતજ હોય છે. દરેક જીવ માત્રને માંની લાલશા હોય છે.
માં સમગ્ર વિશ્વનું એ પાત્ર છે કે જેના અંગે જેની સહનશીલતા, ત્યાગ, બલિદાન અંગે વર્ણન કરતા સ્વયં પરમાત્માની પણ આંખો અશ્રુ ભીની થઇજાય છે. તો એ સમજવામા તો સંસારથી અજાણ હું તુચ્છ મનુષ્ય શું વર્ણન કરી શકવાનો? માતા એ સકળ લોકના તમામ દુખોને હણનારી તથા સંસારના તમામ સુખોની સર્જનહારીણી છે.
નારી જ્યારે માં બનવાના સુખદ સમાચાર સાંભળી હર્ષોલાસથી કુદતી હોય ત્યારે પણ પોતાના ગર્ભમાં પ્રવેશ પામેલા બાળક અંગે ચિંતિત હોય છે અને તે પોતાની ખુશીમાં પણ પોતાના ઉત્સાહનો એક અંશ તે સમયે પણ ત્યાગ કરતી હોય છે. માટે હું વર્ણવુ છું મારા વિચાર મુજબ....
“માં તુજ આંગળીની આ કુટેવ મને શું રે પડી!
ભુલ્યો હું જગતની વાત, મન જાણ મુજ
જાત વળી સ્વર્ગ તરફ જ વળી”
એક સારો જીવ, એક સદભાગી જીવ અને અતિ પુણ્ય કરેલો જીવ જ માં અંગેની તેની વિચારધારા તેના બલિદાન ને યાદ કરીતો અખીલ બ્રહ્માંડમાં તે સમાન સ્વર્ગ બીજુ કોઇ નથી તે વર્ણવે છે.
માં જ્યારે બાળક તેના ગર્ભમાં હોય ત્યારે પોતાના જીવન રૂપી એ ગર્ભ માંના શિશુ પ્રત્યે અતિ ચિંતિત સ્વભાવની બનીજાય છે. પરંતુ મિત્રો એ માંની ચિંતા નહી પરંતુ તેનો પોતોનો શિશુ પ્રત્યેનો પ્રેમ પરમાત્માથી પણ વિશેષ કે જે મેળવવા ઇતિહાસમા. સાક્શાત પરમાત્માએ પણ આ મોહ માયા રૂપી સંસારમાં જન્મ લીધો હતો. તે માંનો નિશ્વાર્થ પ્રેમ છે.
માં ગરીબ હોય કે અમીર, સારી હોય કે ચારિત્રહિન છતાં પણ જો તે ચારિત્રહિન હોય તો પણ તેનુ સ્થાન એ પવિત્ર ગંગાથી પણ પવિત્ર અને, એક સંતાન માટે હંમેશા પવિત્ર અને ઉચ્ચ હોય છે.
નારી જો ચારીત્ર હિન હોય ને જ્યારે તે માં બને તો મારી દ્રષ્ટીએ એ પરમ શક્તિથી પણ પૂર્ણ પવિત્ર છે.
માં ગરીબ હોય ત્યારે, એની પરિસ્થિતિ પોતે જમી શકે તેવી નથી હોતી, ખુદ પોતાને ખાવા માટે અનાજ પણ નથી હોતુ પરંતુ તે પોતે ગર્ભમાંનુ શીશુ માટે પોતાની જાત, પોતાનું અંગ, પોતાનો દેહ પણ ત્યાગવા તૈયાર થઇ જાય છે. માત્ર તેના ગર્ભમાંના શીશુને એક કોળીઓ અન્ન પહોંચાડવા માટે. તો વિચારો એ માંને તમે શું આપી શકો? માટે...
મારૂ મન કહે છે,
“હે જનની તુ કિસ માટી બની હો,
તુજ જીવન,દેહ,આત્મા કિસ માટી કિસ દુનીયા બન્યો રે, તુજ ભગવાન કે
તુજ થકી ભગવાન બન્યો રે! ”
માત્રુ પ્રેમ વિષે તથા તેની રચના અંગે પણ મને મન હજુ સવાલો છે! કે હે પરમાત્માં મે તને જોયો નથી તુ કેવો છે, કે નથી જોયો તારો પ્રેમ મને મન કહે કે ક્યાંક પરમાત્મા એ માં નથી સર્જી પરંતુ તુજ પરમાત્માનુ માં એ સર્જન કર્યું છે.
એક માંની લાગણી જુઓ મિત્રો...
“ એક પરિવાર હતો તેની અનેક શાખાઓને જાળવી રાખનાર એ મૂળ સમાન મન કહે મારી માતા હતી. મારી માતા એ કેવી હતી હું તેના ગર્ભમાં હતો ત્યારે વિચારી પણ ન શક્તો હતો પરંતુ હા એ મુજ મનને સ્વર્ગ માં મળેલ આનંદથી પણ વધુ આનંદ આપનાર છે. તેવા પરમાત્માથી પણ વિશેષ એક મૂરત સમાન તો હતીજ..
મન કહે મારી માતા ખૂબ ગરીબ છે, તેની પાસે જમવા માટે પૂરતુ અન્ન પણ નથી, પરંતુ તે મને ભાતભાતના ભોજન ખવડાવે છે તે ભોજન એટલે કે એ માત્રુ હસ્થ દ્વારા મુજને જમાડેલો એ અશ્રુમાંથી વહેતો મારી માંનો પ્રેમ.
મન કહે છે કે મારી માતાની આંખો માંથી વહેતા એક-એક આંસુના પ્રેમથી એક-એક જન્મ તરી જવાય અને જન્મો જન્મ સુધી ભૂખજ ન લાગે તે સમાન મારી માતાના એક આંસુનુ મુલ્ય છે.
મારી માતા પોતે કામ કરી મજુરી કરી કેટકેટલાક દૂખો સહન કરી મારા માટે ભોજન લાવે છે ને પોતે તો તેમાંથી એક પણ કોળીઓ ખાધા વિના ભૂખે પેટ સુઇ જાય છે. હું તેના વ્હાલનો બદલો કેમ ચુકવીશ રે???
માત્રુ પ્રેમનો ભુખ્યો તો એ પરમપિતા-પરમાતેમા પણ છે, મન કહે મુજને હજુ યાદ છે કે જ્યારે મારી માતા મને વ્હાલ કરતી ત્યારે તે પણ મારાથી ઇર્ષા જરુર કરતો હતો ત્યારે હું પરમપિતાને કહેતો હે પરમાત્મા તું શેનોરે સ્વર્ગનું અભિમાન કરે છે? અરે મારી પાસે તો તારા જેવા અનેક સ્વર્ગ સમાન સુખ આપનારી મારી માતાનું નિસ્વાર્થ વાત્સલ્ય મને હંમેશા મળતું રહે છે.
કોઇ સંત જ્યારે હજોરોના વર્ષોના તપ બાદ એ પરમાત્માને મેળવવા કદાચ મથામણ કરતો હોય છે ત્યારે મન કહે અરે મુર્ખ સંત આ તપ બાદ તું કદાચ ભગવાનને પામી પણ લે અને વરદાન પણ મેળવીલે પરંતુ હે મુર્ખ તારે એ તપ કરવાની કોઇ જરુરજ નહતી. કારણ કે એ પરમાત્મા દ્વારા જે પુજાય છે જે પરમ પદ છે એ તો તને જન્મતાની સાથેજ મળેલ તારી માતા છે. તેથી મન કહે માતાની સેવા અની ભક્તીને સાપેક્શ એ સંતોનુ તપ પણ સ્વાર્થ પુર્ણ લાગી રહ્યુ છે.
મન કહે હું બાળક છું મારી માતા મને ખૂબ વ્હાલથી પંપાળી રહી છે. પરંતુ હુંતો એ જોયા વીના એને હેરાન જ કર્યે રાખુ છુ. એ મને વિનંતિ કરે છે કે તું તોફાન ન કર પરંતુ હું જરા પણ બદલાયા વિના પોતાની મસ્તીમાંજ રહ્યા કરું છુ. તેને શાંતિથી જમવા નથી દેતો કે સુવા પણ નથી દેતો. પણ તેમ છતા એના વાત્સલ્યમાં કોઇજ ફેર નથી પડતો મને સવાલ થાય કે માં તુ
“તુજ પ્રેમની આ વાત મને નથી રે સમજાતી
હું જ તને ન સમજ્યો કે આ પરમાત્મા પણ
તુજ પ્રેમથી અજાણ છે?”
મન કહે હું નાનો છું મને સારી કે ખરાબ બાબતોનું ભાન નથી અરે મારામાં વાત્સલ્યનો બદલો આપવા માટે એક સર્વશ્રેષ્ઠ શબ્દ “માં” પણ નથી છતાં કેમ જ્યારે મારી તબિયત બગડે છે ત્યારે મારી માતાની આંખો તેના આંસુ વડે પોતાની વ્યથા રોકી નથી શક્તી. તે કેમ મને આટલો પ્રેમ કરે છે.
મિત્રો આ આખી વાતમાં મન એટલુજ કહેવા માગે છે કે તમારે સત્યની ખોજમાં વિવેકાનંદ કે બુધ્ધ બનવાની જરુર નથી, તમારે શાંતિની શોધમાં સન્યાસી બનવાની જરુર નથી. પાપ ધોવા માટે ગંગામાં નહાવાની જરુર નથી. સતકર્મ કરવા માટે દાન કરવાની જરુર નથી, હે મુર્ખ તારે તો માત્ર તારી જનેતાને શોધવાની જરુર છે, સન્યાસીને બદલે સારુ સંતાન બનવાની જરૂર છે. પાપ ધોવા માટે માંની આંખના આંસુનું કારણ જાણી તેને હાસ્યથી પલાળવાની જરુર છે.
“ક્રુષ્ણને પામવાની લાલચ છે તો યશોદા રૂપી માંને પ્રેમતો આપીને બતાવ!
રામ બનવાની ઇચ્છા છે તો એ માતાના વચનને પાળીને તો બતાવ!”
હવે, તો ત્યાગ આ કળીયુગની ખોટી મોહમાયા ને ચરણ રે પકડ એ માંના સ્વર્ગ જવાનું ટાણું આવિ ગયુ અને સ્વર્ગથી પણ વિશેષ એ ચરણને છોડવાનું ટાણું આવિ ગયુ.